SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એક બાજુ સૌનું હદય રડે છે કારણ કે સૌના પ્રિય એવા વર્ધમાન હવે સૌને છોડી જવાના હતા. બીજી બાજુ વર્ધમાન કુમારનું મન પ્રસન્નતા અનુભવતું હતું. મહાદાનનો પ્રારંભ થાય એ પહેલા ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્ર કુબેરને આજ્ઞા કરી કે, “ધન-ધાન્યથી ભરપૂર હોય એવા વર્ધમાનકુમારનો રાજમહેલ બનાવો.”કુબેરદેવે તિર્યગજાંભકદેવોને વિનંતી કરી કે નધણીયાતું ધન જ્યાં પડ્યું હોય, ત્યાંથી ધન લાવી પ્રભુને અર્પણ કરો. આ રીતે આજ્ઞા થવાથી દેવો પોતાના આચાર પ્રમાણે ધન-સંપત્તિ લઇને પ્રભુના મહેલને સંપન્ન કરી દીધો. દરરોજ એક કરોડ આઠ લાખ સોનૈયાનું દાન પ્રભુ આપવા લાગ્યા. સૌના ભાગ્યમુજબદાન સૌને આપીને પ્રભુએ લોકોનું દારિદ્રદૂર કર્યું. મહાપુરૂષના હાથની શેષ લઇ સૌકૃતાર્થ થયા. આ રીતે વાર્ષિકદાન પૂરૂ થયું. દીક્ષાનો દિવસ નજીક આવવા લાગ્યો. વિરાગી વર્ધમાન મહાભિનિષ્ક્રમણના પંથે કદમ માંડવાના હતા. નંદિવર્ધને પ્રજાજનોને નગર શણગારવા આદેશ કર્યો. લોકોએ પોતાના ઘરનો પ્રસંગ હોય, એમઆ આદેશ પ્રમાણે નગરને શણગાર્યું. પ્રજાના લાડીલા કુમાર હવે વિરાગી અને આણગાર બનશે એ વાતનો સૌને ગર્વ હતો. કારતક વદ દસમનો મહાન દિવસ આવી પહોંચ્યો. સવારે પ્રભુને સ્નાન કરાવવા એક હજારને આઠ સુવર્ણ, મણિ, રત્ન અને માટીના કળશો શીરોદક નીરથી ભરાવ્યા. ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. ઇન્દ્રો વગેરે સૌ પણ પોતાના આચાર મુજબ આવી પહોંચ્યા. તેઓએ લાવેલા કળશો તેમજ નંદિવર્ધને તૈયાર કરાવેલા કળશોના ઉત્તમ દ્રવ્યોથી પ્રભુનો પહેલો અભિષેક નંદિવર્ધને કર્યો. પછી અનુક્રમે સર્વ ઇન્દ્રોએ ભાવપૂર્વક અભિષેક કર્યો. દેવેન્દ્રો, નરેન્દ્રો અને પ્રજાજનો સૌ અહીં ભેગા થયા હતા. વસ્ત્રાલંકારોથી વિભૂષિત થયેલાં પ્રભુનો ચહેરો સંયમસાધના માટે આનંદવિભોર બન્યો હતો. પૂર્વના ત્રીજા ભવે અઘોર તપની સાધના જેના માટે કરી હતી અને જેના માટે દેવાવાસમાં ય સુખવચ્ચે સદા ઝંખના કરી હતી, જે લેવા માટે રાજમહેલના સુખો પણ છોડી દીધાં હતાં, એ સંયમમાર્ગે આજે તેઓ પ્રયાણ કરી રહ્યા હતા. થોડી જ પળોમાં અપૂર્વ અને સાચું સુખએમને પ્રાપ્ત થવાનું હતું. દીક્ષા સ્થળ સુધી પ્રભુને લઈ જવા માટે પચાસ ધનુષ લાંબી, પચીસ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષ ઊંચી સુંદરી અને કલાત્મક ચંદ્રપ્રભા નામની શિબિકા તૈયાર કરવામાં આવી, તેની ફરતી ઘુઘરીઓ રણકતી હતી. ધજા-પતાકાથી શોભતી આ શિબિકાને ત્રણ પ્રદક્ષિણા દઇ પ્રભુ પુર્વાભિમુખ બેઠા. મંગલિક સફેદ વસ્ત્રોથી ચંદ્ર જેવા અને આભૂષણોથી કલ્પવૃક્ષ જેમ શોભતા પ્રભુની જુદી જુદી દિશાઓમાં કુળની સ્ત્રીઓ કળશ, પંખો, ચામર, રૂપાની ઝારી, છત્ર વગેરે લઈને ઊભી રહી. શિબિકાની બન્ને પડખે સૌધર્મ અને ઇશાન ઇન્દ્ર ચામર લઈને ઊભા રહ્યા. પહેલા આ શિબિકા સેવકોએ ઊપાડી પછી શક, ઇશાન, બલિ અને ચમર ઇન્દ્રોએ તથા દેવતાઓએ શિબિકા ઊપાડી. અનેક પ્રકારના વાજિંત્રો, ધજાપતાકા, એકસો આઠ અશ્વધારકો, એકસો આઠ ગજસવારો, આયુધોથી ભરેલા એકસો આઠ રથો, સૂભરો, ઊંચો મહેન્દ્રધ્વજ, દંડીઓ, જટાધારીઓ, વિદૂષકો, ગાયકો, વાદકો, નર્તકો વગેરે સાથે પસાર થતી પ્રભુની શિબિકા આગળ વધતી હતી. સ્વજનો, કુટુંબીઓ અને દેવદેવીઓ પોતાના વાહનમાં બેસી પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની સર્વવિરતિ સુખની યાત્રામાં જોડાયા હતા. સહુનાં રોમેરોમ આનંદના સાગરથી પુલકિત બન્યા હતા. સર્વના આશીર્વાદ મેળવી રહેલા પ્રભુની શિબિકા જ્ઞાતખંડ ઉધાનમાં અશોકવૃક્ષની નીચે ઊતારવામાં આવી. કોલાહલ શાંત થયો. ( 76) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy