________________
ઉભી રાખવામાં આવશે. તે ગાય પોતાનો પ્રભાવ બતાવવા માટે ભિક્ષા માટે પસાર થતા મુનિ ભગવંતોનો પોતાના શીંગડાથી સંઘર્ઘકરશે. આનું પરિણામ એ આવશે કે જળનો મહાન ઉપદ્રવ થશે. કેટલાક મહર્ષિઓ આના પરિણામે આનગરી છોડીને ચાલી નીકળશે. કેટલાક કર્મનું પરિણામ માનીત્યાં જ રહેશે. કલ્કી રાજા સાધુઓ પાસેકરમાગશે. જો તેઓનઆપે તો તેમને પૂરી દેશે. ભયંકર મેઘની વર્ષા થશે. આખું નગરએ પ્રવાહમાં ડુબી જશે પરંતુ સંઘના કેટલાક લોકો, પ્રતિપાદનામે આચાર્ય અને કલ્કી રાજા ઉચે ચડી જવાથી બચી જશે. મોટા ભાગના લોકો પ્રવાહમાં ડૂબી મૃત્યુ પામશે. ધીમે ધીમે પ્રવાહ ધીમો પડશે. કલ્કી રાજા નંદના મળેલા દ્રવ્યથી ફરીથી આખુ નગર વસાવશે. સારાં મકાનો બંધાવશે. સસ્તું અનાજ મળશે તો પણ લોકો તે ખરીદશે નહીં. છેવટે આ રીતે પચાસ વર્ષ પૂરાં થશે. કલ્કી રાજાનું મૃત્યુ નજીક આવશે ત્યારે ફરીથી તે પાંખડીઓનો વેષ છોડાવશે. પ્રતિપાદઆચાર્યને સંઘ સહિત ગાયના વાડામાં પૂરી રાખશે. અને તેમની પાસેથી ભિક્ષાનો છઠ્ઠો ભાગમાગશે. સંઘકાયોત્સર્ગની આરાધનાથી ઇન્દ્રને પ્રસન્ન કરશે. ઇન્દ્રબ્રાહ્મણનું રૂપ લઈને આવશે અને આચાર્યને તે નહીં છોડે તો અનર્થ સર્જાશે એમ કહેશે. આ સાંભળીકલ્કી તે બ્રાહ્મણને હાંકી કાઢવાનો હુકમ કરશે ત્યાંજ ઇન્દ્રપોતાનું રૂપ પ્રગટ કરીને કલ્કીને મારીને ભસ્મ કરી નાખશે. એ પછી કલ્કીના પુત્ર દત્તને જૈન ધર્મ સંબંધી શિક્ષા આપી તેને રાજ્ય સોપાશે. દત્તરાજા એ મુજબ રાજ્ય કરશે. દેશના વિવિધ સ્થળે અરિહંતના ચૈત્યો બનાવી આ ધરતીને શોભાયમાન બનાવશે. આ રીતે પાંચમાં આરાસુધી જૈનધર્મની પ્રવૃત્તિ ચાલ્યા કરશે.
“તીર્થકરના સમયમાં આ ભરતક્ષેત્રધન, ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર હોય છે. રાજાઓકુબેર ભંડારી જેવા, આચાર્યો ચન્દ્ર જેવા, પિતાઓ દેવ જેવા, સાસુઓ માતા જેવી, સસરાઓ પિતા જેવા હોય છે. લોકો ધર્મને જાણનાર, વિજ્ઞાન અને કલાના મર્મજ્ઞ અને ચોર-ડાકુના ભયથી મુકત હોય છે. છતાં સાચો ધર્મનહીંજાણનાર હોય ત્યારે ઉપસર્ગો તેમ જ આશ્ચર્યો પણ જોવા મળે છે.
આ પછી પાંચમા આરામાં એટલે કે દુષમકાળમાં લોકોમર્યાદારહિત હશે જેમ જેમ સમય પસાર થતો જશે એમ લોકો ધર્મથી વિમુખ થઇ વિવેકબુદ્ધિરહિત થશે. ગામડાઓ સ્મશાન જેવા, શહેરો જાણે પ્રેતલોક જેવા, રાજાઓ યમરાજ જેવા અને કુટુંબીઓ ગુલામ જેવા બનશે. મોટું માછલુંનાનામાછલાંને ખાય એવો ન્યાય જોવા મળશે. ચોર ચોરીથી, રાજાઓ કરથી અને ઉપરી અધિકારીઓ લાંચથી પૈસા એકઠા કરશે. શિષ્ય-ગુરૂ વચ્ચેના સંબંધો લાગણીયુકત નહીં હોય. ધર્મમાં મંદતા આવશે. પૃથ્વી પર વ્યગ્રતા વધતી જશે. દેવતાઓ પ્રત્યક્ષ થશે નહીં. પિતાપુત્ર તથા સાસુ-વહુ વગેરે સંબંધોમાં કટુતા જોવા મળશે. અનીતિ અને દુરાચાર જોવા મળશે. સજજનો કરતાદુર્જનો સુખી જોવા મળશે. મણિ, મંત્ર, ઔષધિ, તંત્ર, વિજ્ઞાન, ધન, આયુષ્ય, ફળ, પુષ્પ રસ, રૂપ તેમજ શરીરની ઉંચાઇ વગેરેમાં દિન પ્રતિદિનહાનિ થતી જશે. પુણ્યનો ક્ષય થશે છતાં જેની બુદ્ધિ ધર્મમાં રહેશે તેનું જીવન સફળ ગણાશે.
“આ ભરતક્ષેત્રમાં દુઃષમકાળમાં છેલ્લાદુઃપ્રસહનામે આચાર્ય, ફલ્યુશ્રીનામે સાધ્વી, નાગિલનામનો શ્રાવક, સત્યશ્રી નામે શ્રાવિકા, વિમળવાહન નામે રાજા અને સંમુખ નામે મંત્રી થશે. શરીરનું પ્રમાણ બે હાથ જેટલું હશે. વધુમાં વધુ આયુષ્ય વીસ વર્ષનું હશે. ઉત્કૃષ્ટ તપ માત્ર છતપનું જ હશે. દસેવૈકાલિક સૂત્રના જાણકાર ચૌદ પૂર્વધારી ગણાશે. દુ: પ્રસહસૂરી સહિત એમના આયુષ્ય પર્યત તીર્થને પ્રતિબોધ કરવાનું ચાલુ રહેશે. તેઓ બાર વર્ષ સુધી ગૃહવાસમાં અને આઠ વર્ષ દીક્ષામાં પસાર કરી મૃત્યુ પામી સૌધર્મ કલ્પમાં જશે.
આ રીતે એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળો દુઃષમકાળ પસાર થયા પછી એટલા જ પ્રમાણવાળો દુઃષમ
પv(208).uuuu
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org