________________
ધનાવહ શેઠને કારણસર બહાર જવાનું થયું અને મૂળા શેઠાણીના મનમાં રહેલી ઇર્ષાના સાપોલિયાં સળવળવા લાગ્યા. તકનો લાભ લઇ તેણે ચંદનાના વાળ કપાવી માથે મુંડન કરાવ્યું, પગમાં બેડી પહેરાવી, ભોયરામાં સંતાડી દીધી, અને પોતાના પિયર ચાલી ગઇ. ચોથા દિવસે જ્યારે ધનાવહ શેઠને ચંદના જોવામાં ન આવી, ત્યારે તેમના ઘેર કાર્ય કરતી એક વૃદ્ધ નોકરાણીએ શેઠને આ આખા બનાવ વિષે વાત કરી. શેઠે ચંદનાને ભોંયરામાંથી બહાર કાઢી. તેને જઇ ધનાવહ શેઠની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તરત જ તે લુહારને બોલાવવા ગયા કારણકે ચંદનાના પગમાં તો લોખંડની બેડીઓ હતી. ચંદનાને અડદના બાકળા આપીને શેઠ ગયા.
આ સમય દરમ્યાન શ્રી મહાવીર પ્રભુ ફરતા ફરતા ત્યાં આવી ચડયા. ચંદનાને જોઇ પ્રભુ અંદર આવ્યા. ચંદનાના મનમાં પ્રભુ તરફનો ભકિતભાવ છલકાઇ ગયો. તે બોલી ઉઠી, આ ભોજન આપના માટે ઉચિત છે, માટે આપ એને ગ્રહણ કરો.”
પરંતુ પ્રભુ ભિક્ષા ગ્રહણ કર્યા વગર જ પાછા ફર્યા, ત્યારે ચંદનાનું કોમળ દિલ ભાંગી પડ્યું. તેની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. પ્રભુના અભિગ્રહ મુજબ પહેલા આંસુની ધાર ચંદનાની આંખમાં ન હતી, એથી પ્રભુ ત્યાંથી પાછા ફર્યા હતા, પરંતુ હવે અભિગ્રહ મુજબ તમામ પરિસ્થિતિનું સર્જન થયું હતું, તેથી પ્રભુ ફરી વહોરવા માટે પાછા વળ્યા. ખૂબજ ભકિતભાવથી ચંદનાએ અડદનાબાકુળા પ્રભુને વહોરાવ્યા, ત્યાં તો દેવતાઓ પ્રસન્ન થયા અને પંચદિવ્યો પ્રગટ થયાં. ચંદનાની બેડીઓદૈવી પ્રભાવે તૂટી ગઈ. એના સ્થાને ઝાંઝર ગોઠવાઈ ગયા. માથા પર મુંડન હતું એના બદલે સુંદર અને લાંબા વાળથી ચંદના શોભવા લાગી. શરીર કોઇઅદ્ભુત લાવણ્યથી શોભવા લાગ્યું. - કૌશંબીનરેશ શતાનિક વગેરે સપરિવાર દોડી આવ્યા. ચંદનાના પિતાજી લુહારને બોલાવીને આવે એ પહેલા તો ચંદનાનું પુણ્યકર્મ જાગી ગયું. દ્રવ્યભાવકરતા મનનો ભાવ ચડી ગયો. આખું નગર હર્ષ પામ્યું. ઇન્દ્ર જાહેરાત કરી કે ચંદના પ્રભુની પ્રથમ સાધ્વી બનશે.
ત્યાંથી વિહાર કરી પ્રભુ ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં બારમું ચોમાસું કર્યુ ત્યારે પણ ચારમાસી તપકર્યું, ત્યારે મણિભદ્ર વગેરે વ્યંતરદેવો પ્રભુને વંદન કરતા હતા તે જોઇ સ્વાતિદત્ત બ્રાહ્મણે પરીક્ષા કરવા પ્રભુને પૂછ્યું, “હે દેવાર્ય! આ શરીરમાં જીવ કયો કહેવાય ?'' પ્રભુએ કહ્યું, “દેહમાં રહ્યું છતાં જે પોતાને ‘અદ્ભ-હું છું એમ માને છે તે જીવ કહેવાય. આ ઉપરાંત જીવના અસ્તિત્વ વિષેના અન્ય પ્રશ્નોના ઉત્તરો પણ પ્રભુએ સંતોષકારક આપ્યા એટલે સ્વાતિદત્તને ખાતરી થઈ કે પ્રભુ તત્વવેત્તા છે તેથી તેણે પ્રભુનું બહુમાન કર્યું અને ભક્તિભાવથી વંદન કર્યું. આ પછી પ્રભુ વિહાર કરતા આગળ વધી રહ્યા હતાં, ત્યારે તેમને ઇન્દ્ર જણાવ્યું કે હવે કેવળજ્ઞાનનો સમય નજીકમાં જ છે.
પામર જીવોને પ્રતિબોધ આપતા, પોતાના કર્મોને ખપાવતા પ્રભુ પગમાનિ નામના ગામે ગયા. ગામની બહાર તેઓ પોતાના નિયમ અને વ્રત મુજબ કાયોત્સર્ગે રહ્યા. આ સમયે વાસુદેવના ભવમાં શવ્યાપાલકના કાનમાં તપાવેલું સીસું રેડીને ઉપાર્જન કરેલું અશાતા વેદનીય કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. તે શવ્યાપાલકનો જીવ અહીંગોવાળ થયો હતો.
પ્રભુ જ્યાં ઊભા હતા, ત્યાં તે ગોવાળ પોતાના બળદોનું ધ્યાન રાખવા પ્રભુની પાસે મૂકીને ગાયો દોહવા માટે | ગામમાં ગયો. તે માનતો હતો કે તેની વાત પ્રભુએ સાંભળી હતી. પ્રભુ તો પોતાની જાતને પણ આ સમયે ભુલી ગયા
(196)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org