SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જોયું અને જાણ્યું કે તે શ્રી વીર પ્રભુના શરણે જ આશ્રય મેળવીને રહ્યો છે માટે હવે નિર્ભય છે. પોતાના અપરાધ માટે : માફી માગ્યા પછી કેન્દ્રને પોતાના કૃત્ય માટે પસ્તાવો થયો. એ પણ પોતાના સ્થાને ગયો. વિહાર કરતા કરતા પ્રભુ કૌશંબી નગરીમાં આવ્યા. ત્યાં શતાનિક રાજાને મૃગાવતી નામે રાણી હતી. સુગુપ્ત મંત્રીની નંદા નામે સ્ત્રીરાણીની સખી હતી. ત્યાં ધર્મપાઠકહતો. ધનાવહનામે શેઠને મૂલા નામે સ્ત્રી હતી. આ સ્થળે વીરપ્રભુ આવ્યા ત્યારે તેમણે એક અભિગ્રહ લીધો કે, “કોઇ સતી કે સુંદર રાજકુમારીદાસીપણામાં હોય, પગમાં લોખંડની બેડીહોય, માથે મુંડન કરેલું હોય, ત્રણ દિવસથી ભૂખી હોય, એક પગ ઉંબર ઉપર અને બીજો બહાર હોય, ભિક્ષાનો કાળ પૂરો થયા પછી સૂપડામાંના બાકળા વહોરાવે તો જ હું પારણું કરીશ.' આવા અભિગ્રહ સાથે પ્રભુદરરોજકૌશંબી નગરીમાં ભિક્ષા લેવા માટે ફરે છે. પણ અભિગ્રહપૂરો થતો નથી, ચાર મહિના પસાર થયા પછી પ્રભુમંત્રીનાઘેર પધાર્યા. પરંતુ અભિગ્રહપૂરો નહીંથતાં, પ્રભુ પાછા આવ્યા. નંદાએ મંત્રીને પૂછ્યું કે પ્રભુનો અભિગ્રહજો મંત્રી ન જાણી શકે તો મંત્રી બુદ્ધિવાન ક્યાંથી ગણી શકાય? આવાતની રાજને ખબર પડી એટલે ગામમાં ઘોષણા કરાવીકે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જેઅભિગ્રહો હોય તે મુજબ પ્રભુને ભિક્ષા વહોરાવી પ્રભુનો અભિગ્રહ પૂરો કરાવે. ગામમાં આ વાત ફેલાઇ ગઇ, પરંતુ પ્રભુનો અભિગ્રહ પૂરો ન થયો. આ બાજુ શતાનિક રાજાને ગુપ્તચરોએ સંદેશ આપ્યો કે ચંપાનગરીના રાજા દધિવાહન અત્યારે નબળી પરિસ્થિતિમાં છે. જો તેના પર અત્યારે આક્રમણ કરવામાં આવે તો જીત મળે. આથી શતાનિક રાજાએ દધિવાહન પર ચડાઈ કરી. દધિવાહન રાજા ત્યાંથી ડરીને નાસી ગયો. શતાનિક રાજાના માણસોએ ચંપાનગરીમાં ભારે લૂંટ ચલાવી, તેમાં એક સૈનિક દધિવાહનની પત્નિ ધારિણી અને તેની પુત્રી વસુમતીને ઉપાડી કૌશંબીમાં લાવ્યો. રસ્તામાં તેણે ધારિણી રાણીને તેની પત્નિ બનાવવાનું કહ્યું એટલે ધારિણિ જીભ કચરીને મૃત્યુ પામી. તે સૈનિકે વિચાર્યું કે વસુમતી પણ જો આ રીતે મૃત્યુ પામે તો અનર્થ સર્જાય. આ રીતે તે વસુમતીને કૌશંબી નગરીમાં લાવ્યો. રાજમાર્ગ પર વસુમતીને વેચવા માટે ઉભી કરી. એક બાજુ રાજાની પુત્રી બીજી બાજુ ગુલામ તરીકે વેચાવા માટે બજાર વચ્ચે મૂકાવું એ નસીબના ખેલ નહીં પણ કર્મની બલિહારી જ ગણાય. દેવયોગે ત્યાં ધનાવહ શેઠ આવી ચડ્યા. વસુમતીને જોઇ તેણે વિચાર્યું, આની આકૃતિ જોઇ એવું લાગે છે કે આ કોઇ સામાન્ય ઘરની પુત્રી લાગતી નથી. નકકી કોઈ ભોળી મૃગલી આ પારધીના હાથમાં ફસાઈ લાગે છે.” આ વિચાર કરી ધનાવહ શેઠ વસુમતીને લઇ ઘેર આવ્યા. પોતાની પુત્રી તરીકે રાખવાની ઇચ્છા તેના મનમાં લાગણી બનીને વહેવા લાગી. તેણે પોતાની પત્ની મૂળાને આ વાત કરી અને વસુમતીનો પુત્રી તરીકે સ્વીકાર કર્યો. વસુમતી ચંદન જેવી શીતળ વાણી બોલતી હતી તેથી તેના ગુણ પ્રમાણે તેનું નામ વસુમતીને બદલે ચંદના રાખ્યું. આ બાજુ મૂળા શેઠાણી ચંદનાના રૂપ અને ગુણની ઇર્ષા કરવા લાગી. એક વખત ચંદના તેના પિતા ધનાવહ શેઠના પગ ધોતી હતી. ત્યારે તેના લાંબા વાળ જમીન પર પડ્યા. પિતાધનાવહનને લાગ્યું કે આવા સુંદરવાળ ખરાબ થશે એટલે તેણે દિકરી તરફના વાત્સલ્ય ભાવથી તેના વાળ ઉચા કર્યા. મૂળા શેઠાણીએ આદશ્ય જોયું અને તેના મનમાં ચંદના પ્રત્યે ગુસ્સો અને ઇર્ષા થવા લાગ્યા. (195) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy