SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જવળ કીર્તી ધરાવતા આ રાજાને પ્રિયદર્શના નામે પટરાણી હતા. ચિત્રગતિનો જીવ માટેન્દ્ર દેવલોકમાંથી વીને પ્રિયદર્શનાની કુક્ષિમાં અવતર્યો. પૂર્ણ સમય થતા પ્રિયદર્શનાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. સૌએ મળીને ઉમંગપૂર્વક જન્મોત્સવ ઉજવ્યો. આ પુત્રનું નામ અપરાજિત રાખવામાં આવ્યું. પુણ્યકર્મનો સંચય હોય ત્યારે તેનું ફળ પાછળના ભાવમાં અવશ્ય મળે છે. અપરાજિતકુમાર ધીમે ધીમે અનેક કળામાં પારંગત થયો. રાજાના મંત્રીને વિમળબોધ નામનો પુત્ર હતો. તેની સાથે અપરાજિતકુમારને મિત્રાચારી થઈ. એક વખત બન્ને મિત્રો અશ્વ પર બેસી ક્રીડા કરવા માટે બહાર ગયા. તેમના અશ્વો તેમને એક જંગલમાં ખેંચી ગયા. તેઓ એક વૃક્ષ નીચે આવીને અટકયા. ચારે તરફ સુંદર વનરાજીના દર્શનથી મુગ્ધ બનેલા અપરાજિતે વિમળબોધ ને કહ્યું, સારું થયું આ અશ્વો આપણને અહીં ખેચી લાવ્યા, નહીં તો આ સુંદર પ્રકૃતિનું દર્શન આપણે કયાંથી કરત! આ પૃથ્વીની સુંદરતા કયાંથી પામી શકત ! વિમળબોધ પણ પ્રકૃતિનું પાન કરવા લાગ્યો. અચાનક "રક્ષણ કરો, રક્ષણ કરો" એવો પોકાર તેઓએ સાંભળ્યો. એ અવાજ એક પુરૂષનો હતો. તેનું આખું શરીર કંપતુ હતું. તેની પાછળ સુભટો હાથમાં તલવાર લઈને આવ્યા અને તેઓ તેને મારવા માગે છે એમ કહ્યું. આ સાંભળીને અપરાજિતે કહ્યું કે શરણે આવેલ વ્યકિતનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. પરંતુ સુભટોએ આ વાત સાંભળી નહીં તેથી તેઓ અપરાજિતને મારવા આગળ આવ્યા. અપરાજિતકુમારે તો અનેક કળાઓની સાથે જુદા જુદા પ્રકારના યુદ્ધ કરવાની પણ તાલીમ લીધી હતી. તેના પ્રહાર માત્રથી સુભટો નાસી ગયા. તેઓએ તેમના રાજાને આ વાતની જાણ કરી એટલે એ મોટા લશ્કર સાથે ચડી આવ્યો. આ વખતે પણ અપરાજિતકુમારે સર્વનો પરાજય કર્યો. અચાનક તે રાજાને ખ્યાલ આવ્યો કે અપરાજિતકુમાર તો તેના મિત્રનો જ પુત્ર છે. તરત જ તેણે તેના માણસોને શસ્ત્રો નીચે મૂકી દેવા આજ્ઞા આપી અને વાત્સલ્યભાવથી તેનું આલિંગન કર્યું. ઉપરાંત તે બન્ને મિત્રોને પોતાના ઘેર લઈ ગયા. અપરાજિત અને વિમળબોધ બન્ને મિત્રો કોશલ રાજાના ઘેર આનંદથી રહ્યો. ત્યાં કોશલ રાજાએ અપરાજિત સાથે પોતાની પુત્રી કનકમાળાને પરણાવી. બને મિત્રો કોશલરાજાના ઘેર થોડો સમય રહ્યા. અત્તે તેઓએ વિચાર કર્યો કે જો તેઓ રજા માગશે તો રાજા તેમને વધુ રહેવાનો આગ્રહ રાખે એટલે તેઓને કહ્યા વગર જ બન્ને મિત્રો રાત્રે ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં રાજા અને કનમાળા વિષે વાતો કરતા જતા હતા. ત્યાં અચાનક એક મંદિર બાજુથી કોઈ સ્ત્રીનું રૂદન સંભળાયું. અપરાજિતકુમાર તે બાજુ ગયો અને જોયું તો એક તિક્ષ્ણ હથિયાર ધારી પુરૂષ અગ્નિના કુંડ પાસે ઊભો હતો. તેની બાજુમાં એક સ્ત્રી કરૂણ સ્વરે રૂદન કરી રહી હતી. અપરાજિતકુમારે પેલી સ્ત્રી તરફ જોયું એટલે સ્ત્રીએ કહ્યું " આ નરાધમ મને તેની જાળમાં ફસાવવા માગે છે, મારી રક્ષા કરો. તરત જ તે પુરૂષ સાથે યુદ્ધ કરીને અપરાજિતે તેને મુર્શિત કરી દીધો. થોડા સમય પછી તે ભાનમાં આવ્યો ત્યારે બે હાથ જોડી કુમારને કહેવા લાગ્યો, "હે વીર, તમે મને બધા પ્રકારે જીતી લીધો છે, હવે મારી રક્ષા કરો અને આ સ્ત્રી વૈતાઢય પર્વત ઉપર રથનૂપુર નામના નગરના અમૃતસેન નામના રાજાની રત્નમાળા નામની પુત્રી છે. તેને કોઈએ એવું કહ્યું છે કે હરિનંદી રાજાનો પુત્ર અપરાજિત તેનો પતિ થશે એટલે આ સ્ત્રી તેના પર મોહિત થઈને બીજા પર મન લગાડતી નથી. જયારથી મેં એને જોઈ છે, ત્યારથી તેના પર મને પ્રેમ ઉત્પન્ન થયો છે. મેં તેની માગણી કરી પરંતુ તેણે ના પાડી, તેથી હું તેને ઉપાડી લાવ્યો છું, તે કહે છે કે ભલે મને અગ્નિમાં બાળી નાખો પણ હું તો તમારે વશ થઈશ નહીં. હું શ્રીષેણ વિદ્યાધરનો સૂરકાંત નામે પુત્ર છું. મેં ઘણી અસાધ્ય વિદ્યા પ્રાપ્ત કરી છે. (133) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy