SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ છે પણ તેઓને અપ્રિય થવા લાગ્યું. આ રીતે ઋષભદેવમાં ધર્મની સ્થાપનામાં સ્થિરતા, વાણીમાં માધુર્ય, હૃદયમાં નિર્મળતા, ઉપદેશમાં તેજસ્વીપણું, મિત્રો સાથેના વ્યવહારમાં શીતળતા પમાડનાર ઉપરાંત પ્રસન્ન અને નિર્મળ દૃષ્ટિ, શીલ, દયા, અભિમાનરહિતપણું, ક્ષમાશીલતા જેવા અનેક ગુણો હતા તેથી આવા પ્રજાપાલક પ્રભુ સૌના પ્રિય થઈ પડ્યાં. એક વખત કામદેવને લોભાવનાર એવી વસંતઋતુનું આગમન થયું. પુષ્પો પર ભ્રમરોનું ગુંજારવ, વૃક્ષોને વળગેલી વેલીઓનું આલિંગન, પુષ્પોરૂપે ખીલતી કળીઓનું સ્મિત વરસતું રૂપ વગેરે જોતા પ્રભુએ જોયું. ખરેખર વસંતઋ તુ મનભાવન અને મનોહર હતી. પુરુષો કળીયોની માળા બનાવી પોતાની પ્રિયાઓને સજાવી રહ્યાં હતા. લલિત લલનાઓ પણ વસંતના વૈભવને માણતી વસંતક્રિડા કરવામાં મસ્ત હતી. આ પછી ગ્રિખ8 તુ અનુસાર પ્રકૃત્તિએ નવલું રૂપ ધારણ કર્યું. એ અનુસાર ચંદનનું વિલેપન, મલ્લિકા નામના પુષ્પોની માળા, બારિક વસ્ત્રો વગેરે દ્વારા શ્રી ઋષભદેવ પરમાત્માએ લોકોને તે ઋ તુનું કર્તવ્ય સમજાવ્યું. આ રીતે વર્ષા, શરદ, હેમન્ત તથા શિશિરઋતુની પરિસ્થિતિ પ્રમાણે જીવનમાં લાવવાનાં યોગ્ય પરિવર્તન વિષે લોકોને જાગૃત કર્યા. લોકોને વિવિધ ઋતુ અનુસાર ઋતુકડા કરતા જોઈને ઋષભદેવ વિચારવા લાગ્યા કે જીવનનો ક્રમ પણ આ રીતે પસાર થાય છે. તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી ચિંતન કર્યું કે સંસારરૂપી કારાગ્રહમાં રહેલા જીવોને ચાર કષાયો પડતા હોય છે. જ્યાં સુધી આ બંધન ચાલુ રહે, ત્યાં સુધી મોક્ષપ્રાપ્તિ થતી નથી. આ રીતે તેમનું હૃદય સંસારની અસારતા સમજી ચિંતાતુર બન્યું. આ સમયે પાંચમાં બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયેલા અને રિષ્ટ નામના વિમાનમાં વસનારા નવ પ્રકારના લોકાંતિક દેવો આવી પહોંચ્યા. અને પ્રભુના ચરણમાં બે હાથ વડે અંજલિ જોડીને કહેવા લાગ્યા : પ્રાતઃકાળના પ્રભાવથી જેમ કમળ વિકસિત બને તેમ દેવોના મુગટની ક્રાંતિ વડે પ્રકાશિત ચરણકમળવાળા હે જગત્પતિ! ભરતવાસીઓને નીતિમાર્ગ બતાવનાર હે પ્રભુ! તમે જેમ લોકોની વ્યવસ્થા પ્રવર્તાવી, એ રીતે ધર્મની વ્યવસ્થા માટે ધર્મતીર્થ પ્રવર્તાવો અને તમારા કર્તવ્યનું સ્મરણ કરો.” આ પ્રમાણે દેવોએ વિનંતી કરી અને પોતાને સ્થાને પાછા ગયા. પરમાત્મા પણ તે અનુસાર વિચારતા નંદનવનમાંથી પોતાના આવાસે ગયા. સંસારની અસારતાને બરાબર સમજ્યા પછી પ્રભુએ તેમના ભરત, બાહુબલિ વગેરે પુત્રોને તેમજ સામંતો વગેરેને બોલાવ્યા. ભરતને ઉદ્દેશીને કહ્યું, “હે પુત્ર! તું હવે આ સામ્રાજ્યને ગ્રહણ કર. કારણ કે હું હવે સંયમમાર્ગ લેવા માટે આતુર થયો છું.” પરંતુ ભારતે પ્રત્યુત્તર આપતા કહ્યું કે પ્રભુની સેવા કરવામાં મળતો આનંદ રાજ્ય પ્રાપ્તિમાં નથી. માટે ક્યાં રાજ્યપદનું સુખ અને ક્યાં પ્રભુની ઉપાસનાથી પ્રાપ્ત થતું સુખ! છતાં પણ જ્યારે પ્રભુએ સમજાવ્યું કે રાજા વગર પૃથ્વી છિન્નભિન્ન થઈ જશે ત્યારે સુપુત્રના કર્તવ્ય અનુસાર ભરતે રાજ્યશાસન સંભાળવાનો સ્વીકાર કર્યો. ભરતે પ્રભુને પ્રણામ કર્યા. પરમાત્માના આદેશથી અમાત્ય, સેનાપતિ અને સૌ પ્રજાજનોએ ભરતનો રાજ્યાભિષેક કર્યો. ભરત મહારાજા ઉપર રાજછત્ર શોભવા લાગ્યું. બાહુબલિ વગેરે બીજા પુત્રોને પણ જુદા જુદા પ્રદેશો વહેંચી પ્રભુએ સાંસારિક જીવોને દાનરૂપી પ્રસાદી આપવાનું શરૂ કર્યું. આ જોઈ ઈન્દ્ર મહારાજાએ કુબેરને વિવિધ સ્થળોએથી સુવર્ણ, રત્ન વગેરે ધનરાશિ લાવવાનો આદેશ કર્યો. આ રીતે પ્રભુએ એક વર્ષમાં ત્રણસો એક્યાસી કરોડ અને એંશી લાખ સોનૈયાનું દાન આપ્યું. વાર્ષિક દાનને અંતે પોતાનું આસન ચલિત થવાથી સૌધર્મઇન્દ્ર બીજા ઈન્દ્રો સાથે જન્માભિષેક અને રાજ્યાભિષેકની [ જેમ જ દિક્ષા મહોત્સવ ઉજવવા આવી પહોંચ્યા. ૩ ૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy