SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દઢવર્માની આ વાત સાંભળી લલિતાંગ દેવે એ મુજબ કર્યું. તે નિર્નામિકાને સ્વયંપ્રભારૂપે ફરીથી પામ્યો છે અને તેની સાથે પ્રેમથી રહેવા લાગ્યો. સમયનું વહેણ અખ્ખલિત વહ્યાં કરે છે. કાળના ક્યને કોઈ બદલી શકતું નથી. લલિતાંગ દેવનો કાળક્સ નજીક આવતા, તેના ચ્યવનકાળની નિશાનીઓ પ્રગટવા લાગી. તેનો ચહેરો નિસ્તેજ બનવા લાગ્યો. સ્વયંપ્રભા પણ પોતાના સ્વામીની આવી સ્થિતિ જોઈ દુઃખી થઈ. લલિતાંગ દેવે તેને સાંત્વન આપતા કહ્યું, “હે પ્રિયે ! કર્મના ફળ પ્રમાણે આપણે તેને સ્વીકારવા જોઈએ. મારો ચ્યવનકાળ હવે નજીક છે. આજ સુધીના સુખો તે પુણ્યકર્મોના ઉદયનું પરિણામ હતું. માટે તારે દુઃખી થવાની જરૂર નથી.” થોડાં સમયમાં તો દઢવર્માદવે લલિતાંગ દેવને ઈશાનેન્દ્ર દેવની આજ્ઞા સંભળાવી. તે મુજબ લલિતાંગ દેવ શ્રી નંદીશ્વર દ્વીપમાં મહાતીર્થોની શાશ્વત પ્રતિમાઓને વંદન કરવા ગયા. ત્યાં જતાની સાથે જ આયુષ્યનો ક્ષય થવાથી તેમનો જીવ ચ્યવને પુનર્ગતિ પામ્યો. જેમ પવનના એક સપાટે દીપક બુઝાઈ જાય એ રીતે તેમનો જીવનદીપ બુઝાઈ ગયો. III) ભવ છઠ્ઠો III જંબુદ્વીપની પૂર્વે સીતાનદીની ઉત્તર દિશામાં સાગરની નજીક પુષ્કલાવતી નામના વિજયમાં લોહાર્શલ નામનું નગર હતું. નગરની શોભામાં ઉમેરો કરતા હતા ત્યાંના સુંદર જિનમંદિરો. આ પવિત્ર નગરના પદાધિકારી રાજા સુવર્ણજંઘ પોતે પ્રજાપાલક અને પ્રજાવત્સલ હતો. પ્રજામાં જે રાજા પિતાતુલ્ય હોય તેની પ્રત્યે પ્રજા પણ પોતાના ધર્મ અને ફરજ સ્વીકારે છે. સમગ્ર નગરની પ્રજા આ રાજાની સેવામાં હંમેશા તત્પર હતી. રાજા સુવર્ણજંઘ જેવો લોકપ્રિય હતો, એવી જ માયાળુ તેમની રાણી લક્ષ્મી હતી. સ્વરૂપમાં જાણે સાક્ષાત સૌન્દર્યની મૂર્તિ. લલિતાંગ દેવનો જીવ સ્વર્ગમાંથી આવીને રાણી લક્ષ્મીની કક્ષામાં પુત્ર તરીકે અવતર્યો. આ રીતે ધન સાર્થવાહનો જીવ છદ્દે ભવે સુવર્ણચંઘ રાજાના ઘેર પુત્રરત્ન તરીકે અવતર્યો. તેનું નામ રખાયું વજંઘ. પુત્રના લક્ષણ પારણામાંથી' એ કહેવત અનુસાર વજજંઘ બાળપણથી જ સંસ્કારી અને શક્તિશાળી હતો. રૂપવાન અને ગુણવાન વ્યક્તિ કોને પ્રિય ન હોય! વજજંઘ યુવાન અવસ્થાએ પહોંચ્યો. રાજકુંવર જ્યારે યુવા અવસ્થાએ પહોંચે ત્યારે જ તેની સાચી પરીક્ષા થાય છે તેની બહાદુરી અને વિરતાની ગાથા શરૂ થાય છે. વજંઘ સર્વ કલાઓમાં પારંગત હતો. સ્વરૂપવાન સાથે ગુણવાન પણ ખરો જ. આથી તેને પતિ તરીકે પામવા માટે બધી નવયૌવનાઓમાં જાણે સ્પર્ધા જાગી હતી. જે રીતે લલિતાંગ દેવનો જીવ આ રીતે વજજંઘ રાજકુમાર તરીકે સુખ ભોગવતો હતો. એ રીતે કાળાંતરે લલિતાંગ દેવની પ્રિયા સ્વયંપ્રભાદેવી મૃત્યુ પામ્યા પછી તેનો જીવ ચ્યવને જે વિજયમાં વજજંઘનો જન્મ થયો હતો, તે જ વિજયમાં પુંડરીકિણી નગરીમાં વસેન રાજાને ત્યાં પુત્રી તરીકે અવતર્યો. તેનું નામ શ્રીમતી રાખવામાં આવ્યું. શ્રીમતી નાનપણથી જ સુસંસ્કારો પામી હતી. માતા ગુણવતીએ તેનામાં ઉત્તમ ગુણોનું સિંચન કર્યું હતું. મેં છે પુણ્યકર્મના ઉદયે કોઈ પણ જીવનું ચ્યવન ઉત્તમ કુળમાં થાય છે. શ્રીમતી પણ આ રીતે ઉત્તમ કુળમાં સ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy