SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કંપાવ્યો ને ઇન્દ્રની શંકા ટાળી. કુલ અઢીસો અભિષેક એક કરોડને સાઠ લાખકળશોથી કરાયા. સૌધર્મ ઇશાનેન્દ્રના ખોળામાં પ્રભુને મૂકીને વૃષભનું રૂપ કરી શીંગડામાં જળ ભરી અભિષેક કર્યો ને હું આપની આગળ પશુતુલ્ય છું તેમ બતાવ્યું. પછી પ્રભુને માતા પાસે મૂકી પ્રતિબિંબ તથા નિદ્રા સંહરી નમીને ઇન્દ્ર પોતાના સ્થાને ગયો. સર્વ ઇન્દ્રોએ પરિવાર સાથે નંદીશ્વર દ્વીપમાં જઇ અઠ્ઠાઇ મહોત્સવ ઉજવ્યો અને સ્વસ્થાને ગયા. પ્રભુનો જન્મોત્સવ ઉજવવાનું સૌભાગ્ય સૌધર્મ ઇન્દ્રે પૂર્ણ કર્યો ત્યારે તેમણે પ્રભુને ત્રણે લોકના હીતકારી, અભયઆપનાર, બોધિદાયક, માર્ગદર્શક, ધર્મદાયક કહીને વંદન કર્યા હતા. એવા પ્રભુનાં જન્મની વધામણીમળતા સિદ્ધાર્થ રાજાએ દસ દિવસ સુધી પુત્રનો જન્મોત્સવ ઉજવ્યો. બંદીવાનોને છોડયા અને ઘેર ઘેર ભેટણા મોકલ્યા. બારમા દિવસે જ્ઞાતિજનોને જમાડી વર્ધમાન નામ આપ્યું. પંચધાત્રીઓથી લાલન પાલન કરાતા પ્રભુ આઠ વર્ષના થતાં પોતાના સમવયસ્ક મિત્રો સાથે રમવા લાગ્યા. ભવિષ્યમાં મહાન વિભૂતિ બનનાર આત્મા પોતાની બાલ્યાવસ્થામાં પણ મહાન બાળક જેમ વર્તે છે. એક વખત તે મિત્રો સાથે વનમાં રમતા હતા, એક વખત સૌધર્મેન્દ્રદેવોની સભામાં વર્ધમાનકુમારના અમાપ બળ અને ગુણોના વખાણ કર્યા હતા. એ સમયે કેટલાક દેવોને આ વાત સાચી લાગી ન હતી એમાં એક મિથ્યા દષ્ટિ દેવ વર્ધમાનકુમારની પરીક્ષા કરવા આવી પહોંચ્યો. તેણે ભયંકર સર્પનું રૂપ લીધું. અને સૌ બાળકોને ડરાવતો વૃક્ષને વીંટળાઇ વળ્યો. સર્પને જોઇઅન્ય બાળકો ડરથી ત્યાંથી નાસભાગ કરવા લાગ્યા. એ સમયે વર્ધમાનકુમારે તે સર્પને દોરડાની જેમ પકડી દૂર ફેંકી દીધો. અન્ય રાજકુમારો તે જોઇને લજ્જા પામી ગયા. ફરીથી તેઓ ત્યાં રમવા આવી ગયા. આ મિત્રો સાથે તે દેવ પણ રાજકુમારનું રૂપ ધારણ કરીને આવ્યો. રમત ફરી શરૂ થઇ. તેમાં એક શરત હતી કે જે બાળક હારે તેના ખભા પર જીતનાર બેસે. પેલો દેવઆરમતમાં સમજીને હારી ગયો. અને વર્ધમાનકુમાર જીતી ગયા. શરત મુજબતે બાળકબનેલાદેવના ખભા પર વર્ધમાનકુમાર બેઠા. દેવેતેમની પરીક્ષા કરવા વિકરાળરૂપ ધારણ કર્યું. ઊંચા પર્વતો જેવા શરીરમાં ગુફા જેવું મુખ અને નાગ જેવી જીભ લટકવા લાગી. તેની ભયંકર દાઢો કરવતના દાંતા જેવી દેખાતી હતી. આંખો અગનના અંગારા જેવી ચમકવા લાગી. તેનું રૂપ બિહામણું બન્યું. વર્ધમાનકુમાર આ બાબત જાણી ગયા. મહાપરાક્રમી પ્રભુને આ વિકરાળ રૂપ પણ ડરાવી શકતું નથી. તેમણે એક મુષ્ટિનો પ્રહાર કર્યો ત્યાં તો વિરાટ રૂપ વામન બની ગયું. વર્ધમાન હવે મહાવીર બન્યા. પ્રભુ આઠ વરસના થયા એટલે પિતાએ તેમને ભણવા મૂક્યા. ત્રણજ્ઞાનના જાણનારને વળી શિષ્ય થવાનું હોય? આ સમયે ઇન્દ્રનું આસન કંપ્યું. અવધિજ્ઞાનથી જોતા તેમને ખબર પડીકે માતાપિતાનીઇચ્છાખાતરજ્ઞાનીભગવંત ભણવા તૈયાર થયા હતા. ઇન્દ્રપ્રભુ પાસે આવ્યા. પ્રભુને ઉપાધ્યાયનાં આસન પર બેસાડીને શાસ્ત્રો પર આધારિત પ્રશ્નો પૂછ્યા. પ્રભુએ આપેલા ઉત્તરોમાંથીએદ્રનામનું વ્યાકરણરચ્યું. આરીતે જ્ઞાનનાદાતા માતાપિતાના સંતોષ ખાતર નિશાળે ભણવા માટે પણ તૈયાર થયા. ધીમે ધીમે વર્ધમાનકુમારબાળપણ પસાર કરીયૌવનવય પામ્યા. સાત હાથ ઊંચી કાયાવાળા પ્રભુ ઉત્કૃષ્ટ રૂપ પામ્યાતેથી ત્રિશલા માતાની ઇચ્છા હતી કે સુંદર અને ગુણવાન કુમાર માટે યોગ્ય કન્યા પસંદકરી પોતે વહુના દર્શન કરી ધન્ય બને. તે જાણતા હતા કે વર્ધમાન કુમાર સંસારમાં વિરકત ભાવથી જરહે છે, છતાં તેઓ પોતાનીઆજ્ઞાનું પાલન કરશે. આ સમયે સમરવીર નામના રાજા પોતાની કન્યા યશોદાને પોતાના મંત્રી સાથે સિદ્ધાર્થ રાજાને ત્યાં વર્ધમાન Jain Education International 174 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy