SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર, રેલીનો જીવ શતકીર્તિનાદસમાં તીર્થંકર, સત્યકિનો જીવસુવ્રત નામે અગિયારમાં, કૃષ્ણ વાસુદેવનો જીવ અમનાબારમા, બલદેવનો જીવ અકષાય નામે તેરમાં, રોહિણીનો જીવ નિપુલાકનામે ચૌદમા, સુલસાનો જીવ નિર્મમ નામે પંદરમાં, રેવતીનો જીવચિત્રગુપ્ત નામે સોળમાં, ગવાળીનો જીવ સમાધિનામે સત્તરમાં, ગાર્ગલુનો જીવ સંવર નામે અઢારમા, દીપાયનનો જીવ યશોધરા નામે ઓગણીસમા, કર્ણનો જીવ વિજય નામે વીસમા, નારદનો જીવ મલ્લ નામે એકવીસમાં, અંબડનો જીવ દેવનામે બાવીસમાં, બારમાં ચકવર્તી બ્રહ્મદત્તનો જીવ અનંતવીર્યનામે ત્રેવીસમાં અને સ્વાતિનો જીવ ભદ્રકૃત નામે ચોવીસમાં તીર્થકર થશે. (આ ચોવીસીમાં દર્શાવેલા પૂર્વભવી જીવવિષે પાઠાંતરો છે. તેનો નિર્ણય અહીંથઇ શકે એમ નથી. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના આધારે અહીં ઉલ્લેખ કરેલો છે.) એટલા સમયગાળામાં દીર્ધદંત, ગુઢદંત, શુદ્ધદંત, શ્રીચંદ, શ્રીભૂતિ, પદ્મ, મહાપદ્મ, દશમ, વિમળ, વિમળવાહન અને અરિષ્ટનામે બાર ચક્રવર્તીઓ થશે. નંદી, નંદિમિત્ર, સુંદરબાહુ, મહાબાહુ, અતિ બળ, મહાબળ, બળ, પ્રિન્ટ અને ત્રિપૂટ-આ નવઅર્ધચક્રી એટલે કે વાસુદેવથશે. જયંત, અજિત, ધર્મ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પમ અને સંકર્ષણ એ નવ બળદેવ થશે. તિલક, લોહજંઘ, વજ જંઘ, કેશરી, બલિ, પ્રલ્હાદ, અપરાજિત, ભીમ અને સુગ્રીવ - એ નવ પ્રતિવાસુદેવ થશે. આ રીતે ઉત્સર્પિણીકાળમાં ત્રિષષ્ટિ શલાકા પુરૂષો થશે.'' શ્રી વીર પ્રભુની અંતિમ દેશના આ ચોવીસી – પ્રવર્તમાન ચોવીસી પછી આ પ્રમાણે ભાવિ ચોવીસીના તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવ, પ્રતિવાસુદેવની આગાહી સૂચક હતી. આ પછી સુધર્મા ગણધરે શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાનનો ઉચ્છેદ કયારે થશે એ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે શ્રી વીર પ્રભુએ કહ્યું, “મારા મોક્ષગમન પછી અમુક સમયે તમારા જંબૂનામના શિષ્ય છેલ્લા કેવળી થશે. આ પછી કેવળજ્ઞાન ઉચ્છેદ પામશે. એટલે મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ક્ષપકશ્રેણી જેવી બાબતોનો પણ ઉચ્છેદ થશે. આ ઉપરાંત જંબૂના શિખ્યપ્રવચૌદપૂર્વધારી, તેમના શિષ્ય શયંભવદ્વાદશાંગીના પારંગત, તેમના શિષ્યયશોભદ્ર, સર્વપૂર્વધારી, તેમના શિષ્ય સંભૂતિવિજય અને ભદ્રબાહુ પણચૌદપૂર્વી, સંભૂતિવિજયના શિષ્ય સ્થૂળભદ્રપણચૌદપૂવ થશે. છેલ્લા ચાર પૂર્વ ઉચ્છેદ પામશે. છેલ્લે વજસ્વામી સુધી આ તીર્થના પ્રવર્તકો દસ પૂર્વધર થશે.” આ પ્રમાણે ભવિષ્યકથન કરી શ્રી વીર પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા. હસ્તિપાલરાજા પણ તે સમયે ત્યાં બિરાજમાન હતા. પ્રભુ તેમની દાનશાળામાં ગયા. સુમધુર વાણીની પ્રસાદી મેળવી પ્રસન્નતા અનુભવતા સૌ સમવસરણમાંથી સ્વસ્થાને ગયા. શ્રી વીર પ્રભુએ પોતાનો નિર્વાણ સમય તે દિવસની રાત્રે જ છે તે જાણી લીધું અને વિચાર્યું, “અરે! ગૌતમનો મારા પર અપારસ્નેહ છે. જો મારૂ મોક્ષ આમજ થઈ જશે, તો ગૌતમ કેવળી થયા વગર રહેશે, માટે તેમની કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં અંતરાય કરનાર મારા તરફના રસ્નેહને મારે છેદીનાખવો પડશે.” આવું વિચારી ગૌતમને થોડો સમય પોતાનાથી દૂર રાખવા તેમણે ગૌતમને કહ્યું, “ગૌતમ!અહીંધીનજીકના બીજા ગામમાં દેવશર્માનામે બ્રાહ્મણ છે, એ તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે અત્યારે જ ત્યાં જાઓ.” ગૌતમસ્વામી માટે શ્રી વીર પ્રભુનું વચન એટલે મહાભાગ્યની નિશાની, શ્રી વીર પ્રભુનો વિરહ એકબાજુ હતો ( 210 ) . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy