SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધનકુમાર અને ધનવતીએ શુદ્ધ ચારિત્રનું પાલન કરી પુણ્યકર્મ સંચિત કર્યું હતું. આથી ત્યાંથી મૃત્યુ પામી ધનકુમાર અને ધનવતીના જીવ બીજા ભવે સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પૂર્વભવના ઋણાનુબંધ આ ભવે પણ તેઓ વચ્ચે પરસ્પર પ્રેમની ગાંઠ બંધાઈ રહી. દેવલોકના સુખ અને વૈભવને માણતા બન્ને દેવોએ દેવલોકનું આયુષ્ય પૂર્ણ કર્યું. ( ) ભવ ત્રીજો (D ભરતક્ષેત્રના વૈતાઢય પર્વતની ઉત્તર સીમા પર અનેક સુંદર નગરોની વચ્ચે સુરતેજ નામનું નગર શોભતું હતું. ત્યાં સૂર નામે ચક્રવર્તી રાજા હતા. વિધુત્પતિ નામની પ્રેમાળ રાણી સાથે સૂર રાજા પ્રજાકલ્યાણની પોતાની ફરજો પ્રત્યે વફાદાર રહી રાજ્ય કારભાર ચલાવતા. ધનકુમારનો જીવ બીજા ભવે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી વિધુત્મતિ રાણીની કુક્ષિમાં પુત્ર તરીકે અવતર્યો. પૂર્વ કર્મના પરિણામ સ્વરૂપે તેનુ તેજ જન્મથીજ અનુપમ હતું. શુભ દિવસે સૂર રાજાએ તેનું નામ પાડવા માટે ભવ્ય ઉત્સવ કર્યો અને ચિત્રગતિ નામ પાડ્યું. તે અનુક્રમે મોટો થતા અનેક વિદ્યા અને કળામાં પારંગત બન્યો. આ સમયે વૈતાઢયગિરિની દક્ષિણે શિવમંદિર નામનું નગર હતું. આ નગરમાં અસંગસિંહ નામના રાજા હતા. શશિપ્રભા નામની સુંદર અને સુશીલ રાણી સાથે સુખ વૈભવ ભોગવતા રાજા અનંગસિંહ પ્રજાપાલક પણ હતા. સમય જતા રાણી શશિપ્રભાના ઉદરમાં સૌધર્મ દેવલોકમાંથી દેવ તરીકે ઉત્પન્ન થયેલા ધનવતીના જીવનું ચ્યવન થયું. શશિપ્રભાની જેવા જ રૂપ લાવણ્ય ધરાવતી પુત્રીનો જન્મ થતા સૌ હર્ષઘેલા બની ગયા. શુભ દિવસે તેનુ નામ રત્નાવતી રાખવામાં આવ્યું. ધીમે ધીમે વૃદ્ધિ પામતી રત્નાવતી જુદી જુદી કળામાં પારંગત બની. એક વખત અસંગસિંહ રાજાએ નિમિત્તિઓને રત્નવતીના ભવિષ્ય વિષે પૂછ્યું ત્યારે નિમિત્તિઓએ કહ્યું "જે તમારી પાસેથી ખરીરત્ન લઈ લેશે અને જેની પર દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરશે, એની સાથે શશિપ્રભા પરણશે." આ સાંભળીને સૌ ખુશી થયા. એ સમયમાં ચક્રપુર નામના નગરમાં સુગ્રીવ રાજાને યશસ્વતી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. તેમને સુમિત્ર અને પદ્મ નામે પુત્રો હતા. બન્ને પુત્રો રાજ્યના વારસદાર હતા. પરંતુ જ્યારે સ્ત્રી ઈર્ષાવૃત્તિથી પ્રેરાય છે ત્યારે ન કરવાના કાર્યો કરે છે. ભદ્રામાતા જાણતા હતા કે જો સુમિત્રને ગાદી મળશે તો પોતાનો પુત્ર પદ્મ રાજ્યના હકથી વંચિત રહેશે. આ વિચારથી તેણે સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર મુછ ખાઈ પૃથ્વી પર પર પડ્યો. સુગ્રીવાજા તેમજ મંત્રી વગેરેને ખબર પડતા તેઓ ત્યાં આવી પહોંચ્યા. વિષ ઉતારવા માટે ઘણા પ્રયત્નો કરી જોયા છતાં તે વિષ ઉતર્યું નહી. આથી તેઓ આક્રંદ કરતા હતા. આ સમયે ચિત્રગતિ કે જેણે અનેક વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી તે આકાશમાં વિહરવા માટે નીકળ્યો અને ત્યાં આવી ચડ્યો. તમામ લોકોને તેણે શોકાતુર જોયા અને તેને જે ઘટના બની તે વિષે ખબર પડી. તેની પાસે તો વિવિધ સિદ્ધિઓ હતી તેથી તેણે મંત્રિત જળ વડે તેના પર સિંચન કર્યું. થોડા સમયમાં તો સુમિત્ર બેઠો થયો. સુમિત્રને ખબર પડી કે તેની અપરમાતાએ તેને ઝેર આપ્યું હતું. આ સાંભળતા ભદ્રામાતા શરમથી ત્યાંથી દૂર (129) In પk, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005226
Book TitleTirthankar Charitra
Original Sutra AuthorN/A
AuthorPrafullaben Rasiklal Vora
PublisherAtmanand Jain Sabha
Publication Year1998
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy