________________
શ્રી મલ્લિનાથ પ્રભુનું ચરિત્ર
શરદપૂર્ણિમાના ચંદ્ર સમાન વદનવાળી બે વાગેશ્વરી દેવી ! ત્રણે લોકમાં ભયંકર એવા રાગ-દ્વેષ અને જન્મ-જરાદિ ભાવોને હણી નાખનાર શ્રી મલ્લિનાથ પ્રભુના સ્વમતિ અનુસાર ચરિત્ર આલેખનમાં આપ સહાયભૂત થાઓ !
શ્રી મલ્લિનાથ ભગવાનના ત્રણ ભવોનું વર્ણન નીચે મુજબ છે.
III) ભવ પહેલો
||
જંબુદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામે નગરી હતી. આ નગરીની શોભા સમાન બળવાન રાજા બળ, હાથી જેવું બળ, સિંહ જેવું સામર્થ્ય અને કુબેર જેટલી સંપત્તિ. ધરાવતો હતો.
જ્યારે ધર્મ અને નીતિ રાજાના પાયાના આદર્શો બને, ત્યારે રાજ્ય દરેક રીતે પ્રગતિ કરી શકે. બળ રાજાનું રાજ્ય પણ સુખી અને સમૃદ્ધ ગણાતું હતું. બળ રાજાને ધારણી નામે રાણી હતી. રાણી પણ રાજ પરિવારમાં ખૂબ જ માનભર્યું સ્થાન ભોગવતી. તેમને મહાબલ નામનો પરાક્રમી પુત્ર હતો. યૌવનવય પામતા મહાબલના પાંચસો જેટલી સુંદર કન્યાઓ સાથે લગ્ન થયા. મહાબલ અને તેની રાણીઓ સુખ ભોગવી સંસારની જવાબદારીઓ સારી રીતે વહન કરતા હતાં.
મહાબલને અચલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચંદ્ર નામે જ બાલમિત્રો હતો. મિત્રો તરીકે બધાં વચ્ચે અત્યંત સ્નેહ હતો. સૌ એકબીજાના સુખ-દુઃખમાં હંમેશા સાથ આપતા હતા. એક વખત તે નગરીની બહાર કેટલાક મુનિ ભગવંતો પધાર્યા હતા. મુનિ ભગવંતોની વાણીના પ્રભાવથી સૌ નગરજનો અત્યંત પ્રભાવિત થયા. બળ રાજા પણ મુનિઓની વાણીથી સંસારની અસારતા સમજી શક્યા. તેણે વૈરાગ્ય પ્રાપ્ત થતા દીક્ષા લીધી. રાજ્યની જવાબદારી હવે મહાબલકુમાર પર આવી.
મહાપુરૂષોનાં જીવનની એ જ લાક્ષણિકતા છે કે તેઓ સંસારની જવાબદારી વહન કરતા હોય છતાં, તેમાં આસક્ત થયા વગર જ નિરપેક્ષભાવે રહી શકે. મહાબલ રાજા તેની પત્ની કમલશ્રી તથા પુત્ર બલભદ્ર સાથે સંસાર સુખ ભોગવતો છતાંય તેના છએ મિત્રો સાથે ઘણી વખત આ સંસારની પ્રત્યે પોતાની વિરકતા વિષે વાતો કરતો. મિત્રો પણ તેની આ વાત સાથે સંમત થતા. તેઓ પણ મહાબલ સાથે જ દીક્ષા લેવા તૈયાર થયા. મહાબલ મિત્રોની સાચી વફાદારી તરફ ગૌરવ અનુભવતા મિત્રોની પ્રસંશા કરવા લાગ્યો. છેવટે છએ મિત્રો સાથે દીક્ષા લઇ ઉત્તમ સંયમી જીવન પસાર કરવા લાગ્યા. મહાબલના ગયા પછી રાજ્યની જવાબદારી તેના પુત્ર બલભદ્ર પર આવી પડી.
આ બાજુ મહાબલમુનિ પોતાના છએ નિમિત્રો સાથે મોક્ષમાર્ગ મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. તેઓએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે તેઓમાંથી કોઇ એક પણ જે તપસ્યા કરે, એ પ્રમાણે સૌએ કરવી. આ રીતે સી ઉગ્ર તપશ્વર્યા કરવા લાગ્યા. મહાબલમુનિ ઇચ્છતા હતા કે તે સૌથી વધુ ફળ મેળવી મોક્ષમાર્ગ પ્રાપ્ત કરે. એક 6. કુવિચારનો અમલ કરવા બીજાં અનેક જૂઠનો આશ્રય લેવો પડે છે. મહાબલમુનિ બીજા મિત્રો કરતાં વધુ પૂણ્ય તે
S
unniu a
un૧૦૮ પuuuuuuuuuuu
DIS
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org