________________
શ્રી અનંતનાથ પ્રભુનું ચરિત્ર
અક્ષયપાત્રની જેમ જ્ઞાનની અખૂટ સરવાણીને વહેતી રાખનારી હે મા શારદા !
ત્રણે જગતના જીવોને મોક્ષરૂપી અનંત સુખને પ્રાપ્ત કરાવનારા શ્રી અનંતનાથ પ્રભુની યશોગાથારૂપ ચરિત્રનું આલેખન કરવાની ક્ષમતા આ શબ્દોમાં આપો !
ભવ પહેલો
ઘાતકી ખંડના પ્રાવિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં અરિષ્ટા નામે નગરી હતી. આ નગરીમાં પદ્મરથ નામના મહાપ્રતાપી રાજા હતા. રાજ્યમાં રિદ્ધિ-સિદ્ધિની વૃદ્ધિ કરી પદ્મરથ રાજા ધર્મનું શ૨ણ લેવા માટે અને માનવજન્મને સફળ કરવા માટે ચારિત્ર ગ્રહણ કરવા વિચાર્યું. સંસાર ગમે તેટલો મોહનીય હોય, પણ જે વ્યક્તિને આ મોહની છાંટ ન લાગે તે આસાનીથી સંસારનો ત્યાગ કરી શકે છે. રાજ્યની સમૃદ્ધિ અને પોતાના યશની વૃદ્ધિ હોવા છતાં પદ્મ૨થ રાજાએ ચિત્ત૨ક્ષ નામના ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરી. તપની ઉત્તમ આરાધના કરી તેમણે તીર્થંકર નામકર્મ ઉપાર્જિત કર્યું. અનુક્રમે ધર્મની સાધનામાં જ આયુષ્ય પૂર્ણ કર્યું.
ભવ બીજો
પદ્મરથ રાજમુનિએ મુનિપણાંનું આયુષ્ય પૂર્ણ કર્યું. પછી તેમનો જીવ પ્રાણાત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. દેવલોકની સુખ સાહ્યબીનું પાન કરતા આયુષ્ય નિર્ગમન કર્યું. આ રીતે સમય પસાર કરતા તેમનું દેવપણામાંથી ચ્યવન થયું.
ભવ ત્રીજો
આ જંબુદ્રીપની અયોધ્યા નામે સુપ્રસિદ્ધ નગરીમાં સિંહસેન નામનો રાજા હતો. જે રીતે ઈષ્ટ દેવની સૌ ભક્તિ કરે, એ રીતે અન્ય રાજાઓ સિંહસેન રાજાની ભક્તિ કરતા હતા. સિંહસેન રાજામાં એક વિશિષ્ટતા એ હતી કે તે ધર્મ, અર્થ અને કામને યોગ્ય સમયે યોગ્ય ન્યાય આપતો. તેમને સુયશા નામે સર્વાંગ સુંદરતા ધરાવતી ગુણવાન રાણી હતી. આ તરફ પ્રાણાત નામના દેવલોકમાં ઉત્પન્ન થયેલો પદ્મરથ રાજાના જીવે ચ્યવીને આયુષ્ય પૂર્ણ કર્યું હતું તે હવે સુયશા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. તીર્થંકરના આગમનનું સૂચન કરનારા ચૌદ મહાસ્વપ્નો રાણીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયા. આ શુભ દિવસ એટલે શ્રાવણ વદ સાતમ જ્યારે ચંદ્ર રેવતી નામના નક્ષત્રમાં હતો.
સમય પૂર્ણ થયો ત્યારે પુષ્ય નક્ષત્રે વૈશાખ વદ તેરસે બાજ પક્ષીના લાંછનવાળા સુવર્ણ વર્ણના પુત્રને ૨ાણી સુયશાએ જન્મ આપ્યો. આ સમયે ઈન્દ્રનું આસન કંપાયમાન થયું. અધોલોક, ઉર્ધ્વલોક અને રૂચક દ્વીપથી
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org