Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/002105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શ્રેણિ, ગ્રંથાંક-૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (પ્રથમ ખંડ) મધુસૂદન ઢાંકી શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય (પ્રથમ ખંડ) (શ્રી મધુસૂદન ઢાંકીના લેખોનો સંગ્રહ) Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિ ગ્રંથાંક-૪ પ્રધાન સંપાદક જિતેન્દ્ર બી. શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (પ્રથમ ખંડ) મધુસૂદન ઢાંકી શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦ ૦૦૪ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધલેખ-સમુચ્ચય શ્રેણિઃ ગ્રંથાંક ૪ - નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય (પ્રથમ ખંડ) પ્રકાશક શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સ્મારકનિધિ અમદાવાદ-૩૮૦ ૦૦૪ © શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ મારકનિધિ પ્રથમ આવૃત્તિ ફેબ્રુઆરી, ૨૦૦૨ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૪00/ પ્રાપ્તિસ્થાન : શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસ સેન્ટર દર્શન', રાણકપુર સોસાયટી સામે શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪. PHONE : 079-2868739. FAX : 079-2862026 e-mail : sambodhiad1@Sancharnet.in Website : www.scerc.org મુદ્રક : નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાંટા રોડ અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન નં. ૫૫૦૮૬૩૧, ૫૫૦૯૦૮૩ Page #6 -------------------------------------------------------------------------- ________________ પં. નાથુરામ પ્રેમીની પુણ્યસ્મૃતિને સાદર સમર્પિત Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાશકીય પુરોવચન આમુખ પૂર્વાવલોકન લેખકનું વક્તવ્ય ડા, જિતેન્દ્ર શાહ હરિવલ્લભ ભાયાણી પ્રા. બંસીધર ભટ્ટ ડાહરિપ્રસાદ ગં. શાસ્ત્રી મધુસૂદન ઢાંકી ૧૯ ૨૩ ૨૮ પ૯ લેખાનુક્રમ ૧. સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ગસ્થદર્શન ૨. ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં “નમસ્કાર-મંગલ ૩. ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્ય ૪. “સ્વભાવ-સત્તા' વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે ૫. સ્વામી સમંતભદ્રનો સમય ૬. વાદી-કવિ બપ્પભદિસૂરિ ૭. પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ ૮. કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૯. “ગૌતમસ્વામિસ્તવના કર્તા વજનવામી વિશે ૧૦. નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે ૧૧. સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો ૧૨. “મીનળદેવી'નું અસલી અભિધાન ૧૩. શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૪. કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર તે ૧૦૩ ૧૧૪ ૧ ૨૪ ૧ ૨૯ ૧૩૫ ૧૪૦ ૧૫૮ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ ૧૭૭ ૧૮૨ ૧૯૦ ૧૯૬ ૨૦૨ ૨૦૯ ૨૧૬ ૨૩૩ ૨૪૫ ૨ ૫૩ ૧૫. “અમસ્વામિચરિત'નો રચનાકાળ ૧૬. “કપૂરપ્રકર”નો રચનાકાળ ૧૭. “સ્યાદ્વાદમંજરી'કર્ઝ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ? ૧૮. જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૧૯. વ્યંતર વાલીનાહ વિશે ૨૦. તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૧. આર્યાનંદિલકૃત “વૈરોટ્યાદેવી સ્તવ' તથા ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨૨. સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટી સ્તવ ૨૩. કુમુદચંદ્રાચાર્યપ્રણીત ચિકર દ્વત્રિશિકા ૨૪. સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિનસ્તવ” ૨૫. ચૈત્રસૂરિશિષ્યકૃત ‘વીતરાગસ્તુતિ ૨૬. જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ ‘શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર ૨૭. જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૨૮. અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચત્ત પરિવાડિ’ ૨૯. કર્ણસિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી-ગીત ૩૦. ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિ કૃત શત્રુંજય ચૈત્યપરિપાટી સ્તોત્ર' ૩૧. “શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા” ૩૨. શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેતુજ ચેન્ન પ્રવાડિ’ ૩૩. લખપતિકૃત “સેતુજ ચેન્નપ્રવાડિ” ૩૪. કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ ‘ખરતરવસહી ગીત’ વિષય સૂચિ ૨ ૫૭ ૨૬૩ ૨૬૯ ૨૭૮ ૨૮૧ ૨૮૬ ૩૦૨ ૩૦૯ ૩૧૪ ૩૧૭ Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ સંશોધન લેખશ્રેણિમાં નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચયનો પ્રથમ ખંડ પ્રકાશિત કરતાં અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથશ્રેણિમાં નિર્ગસ્થ દર્શનના વિવિધ વિદ્યાશાખાના આરૂઢ વિદ્વાનોની જીવનભરની જ્ઞાનસાધનાના પરિપાકરૂપે જુદા જુદા સમયે જુદાં-જુદાં સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખોના સંગ્રહ પ્રકાશિત કરવામાં આવે છે. એ પૂર્વે પ્રકાશિત થઈ ગયેલા આ લેખોમાં કેટલાક તો સંશોધનની દૃષ્ટિએ અતિ મૂલ્યવાન હોય છે. તેમ છતાં આવા લેખો ઘણી વાર અલ્પજ્ઞાત, તો ઘણી વાર સાવ જ અજ્ઞાત એવાં સામયિકોમાં ને અભિનંદન ગ્રંથો આદિમાં પ્રકાશિત થતા હોય છે, તેથી તે લેખોનો સંશોધકો ઉપયોગ કરી શકતા નથી. તેથી લેખકો અને સંશોધકોની મહેનતનો સર્વાશ લાભ લઈ શકાતો નથી. આના ઉકેલરૂપે તથા આગળ થનાર સંશોધનમાં આ લેખોનો સમુચિત ઉપયોગ થાય તે માટે ઉપરોક્ત સંશોધન લેખ-શ્રેણિનો આરંભ કરવામાં આવ્યો છે. આ શ્રેણિમાં પ્રા. મધુસૂદન ઢાંકીના ગુજરાતીમાં લખાયેલા લેખોનો પ્રથમ ખંડ ગ્રંથાંક ૪ રૂપે પ્રકાશિત થઈ રહ્યો છે, જે આનંદની ઘટના છે. જૈન ધર્મનો ઇતિહાસ અત્યંત ધૂંધળો અને કિંવદંતીઓથી ભરપૂર છે. એક જ સરખા નામાભિધાનવાળા આચાર્યો, વિભિન્ન સંવતોનો ઉપયોગ, પ્રાચીનતા દર્શાવવાની ભાવનાને કારણે ઇતિહાસમાં સમયનિર્ધારણ બાબતે ઘણી સમસ્યાઓ ઉપસ્થિત થાય છે, તેમ જ અન્ય અનેક વણઉકેલાયેલા પ્રશ્નો હોવાને કારણે ઇતિહાસ સાથે સંબંધ ધરાવતાં અન્ય તમામ ક્ષેત્રો પણ ધુમ્મસમય બન્યાં છે. ઘણી વાર પ્રાચીન લેખકોને અર્વાચીન ઠરાવી દેવામાં આવે છે અને અર્વાચીન લેખકોને પ્રાચીન ગણાવવામાં આવે છે. આવી સમસ્યાઓનો ઉકેલ સૂક્ષ્મ દૃષ્ટિથી કરવામાં આવેલ સંશોધન દ્વારા જ આવી શકે. પરંતુ કમનસીબે તેના ઉપર પ્રમાણભૂત રીતે કાર્ય કરનાર વિદ્વાનોની સંખ્યા ઓછી હતી અને હવે તો ઘણી જ ઓછી છે. એક દષ્ટિએ તો આ તદ્દન વણખેડાયેલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં પ્રા મધુસૂદન ઢાંકીએ પોતાની ઊંડી સંશોધકર્દષ્ટિ, બહુશ્રુતત્વ, અને બહુમુખી પ્રતિભાને બળે ખૂબ જ સુંદર કાર્ય કર્યું છે. તેમનાં સંશોધનો દેશ-વિદેશમાં ખ્યાતિ પામેલાં છે. તેમણે નિર્ધારિત કરેલ સમય અને ઇતિહાસ પ્રાયઃ સર્વમાન્ય ઠરે છે. તેમના ઇતિહાસવિષયક ૩૪ લેખોનો સંગ્રહ પ્રસ્તુત ગ્રંથના પ્રથમ ખંડરૂપે પ્રગટ થઈ રહ્યો છે, જે સંશોધકો માટે સીમાચિહ્ન સમો છે. એટલું જ નહીં સંશોધકની દૃષ્ટિ કેવી તીક્ષ્ણ અને નિષ્પક્ષ છતાં સત્યને શોધીને પ્રબળ રીતે રજૂ કરનાર હોવી જોઈએ તે પણ આ લેખોમાંથી પ્રગટ થાય છે. આ લેખોમાં અનેક ગ્રંથોની તુલનાઓ કરવામાં આવી છે. સાથે સાથે વિભિન્ન પરિસ્થિતિઓની નિષ્પક્ષ સમાલોચના પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવી છે. પૂર્વ લેખકોના જ્યાં જ્યાં એ સંબંધનાં મંતવ્યો હોય તેની સમીક્ષા, અને અનેક ઐતિહાસિક સાધનોનો સમુચિત ઉપયોગ કરી સત્ય સુધી પહોંચવાનો નિર્ભીક પ્રયાસ થયેલો છે, સાથે જ સચોટ અને ધારદાર રજૂઆતને કારણે ગંભીર વિષય પણ રસાળ બની શક્યો છે. આમ આ લેખોમાં ઊંડી પડ્યુત્તા, નિષ્પક્ષ આલોચના અને ધારદાર છતાંયે સરળ અભિવ્યક્તિ જોવા મળે છે. પ્રા. મધુસૂદન ઢાંકીએ તેમના સંશોધનલેખોનો સંગ્રહ પ્રગટ કરવાની સંમતિ આપી છે તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ. આ શોધલેખ-સંગ્રહ દરેક સંશોધકો અને ઇતિહાસ વિષયના જિજ્ઞાસુઓને ઉપયોગી નીવડશે તેવી આશા છે. જિતેન્દ્ર બી. શાહ અમદાવાદ નિયામક તા. ૩ ઑક્ટોબર, ૨૦૦૧. શારદાબહેન ચિમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર (૨૦) Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન : જૈન સાહિત્યિક ઇતિહાસની સંશુદ્ધિ પ્રસ્તુત પુસ્તકનું શીર્ષક છે “નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય'. સ્પષ્ટ છે કે આમાં જૈન પરંપરાના ઇતિહાસનાં પાસાંને લગતા કેટલાક વિષયોની તપાસ, ચર્ચાવિચારણાના લેખો એકત્રિત મૂક્યા છે, જે ભાઈ ઢાંકીએ પહેલાં અલગઅલગ સમયે અને સ્થાને પ્રકાશિત કર્યા હતા. શીર્ષકમાંનો ‘નિર્ઝન્થ' શબ્દ જ ઢાંકીની વિશિષ્ટતા સૂચવી દે છે : “જૈન પરંપરા કે એવો કોઈ પ્રયોગ નથી કર્યો. પોતાની આગવી દૃષ્ટિ અને માન્યતાને વ્યક્ત કરે તેવા શબ્દો વાપરવાની તેઓ ઘણી જ ચીવટ રાખે છે. અને આ માત્ર શબ્દપ્રયોગની જ વાત નથી. એમનો જે તપાસ કે ચર્ચાનો વિષય હોય એને લગતી સામગ્રી અને પુરાવાની અને એને લગતા પૂર્વવર્તી કાર્યને તેઓ અત્યંત ચુસ્તતાથી ઉપયોગમાં લે છે. ભાષા, શૈલી અને નિરૂપણપદ્ધતિમાં એ અસાધારણ ચોકસાઈના આગ્રહી છે. આ તો થઈ એમના શોધલેખોના સર્વસામાન્ય સ્વરૂપની અને એમના અભિગમની વાત. પરંતુ આ લેખોનું સર્વાધિક મહત્ત્વ છે તે તો મૌલિક સંશોધન લેખ. સમયનિર્ણયના, કર્તૃત્ત્વના સ્થાપિત, પ્રચલિત મતો અને માન્યતાઓ સામે એમણે પ્રશ્નાર્થ ખડો કરીને, એમને ઉથલાવ્યા છે. સમીક્ષિત ખોજ અને ઊહાપોહ આ લેખોમાં મજાગત છે. એમના કોઈક નિષ્કર્ષો જેને અસ્વીકાર્ય લાગે, તેને માટે એમણે પુરાવાઓનું જે અર્થઘટન કે મૂલ્યાંકન કર્યું હોય છે તેની ઘણી ઝીણવટથી ચર્ચાવિચારણા અનિવાર્ય બનશે. અહીં ઢાંકીએ અપ્રકાશિત સ્તુતિસ્તોત્રાદિ અને ચૈત્યપરિપાટીઓને પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય પણ કર્યું છે. એક આરૂઢ સંશોધક તરીકે ઢાંકીની પ્રતિભા વિવિધ ક્ષેત્રસંચારિણી' કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. સંશોધનકાર્યની જે ઉચ્ચ કોટિ આ સમૃદ્ધ લેખસમુચ્ચયમાં અપાતી જોઈ શકીએ છીએ, તેને અનુરૂપ કક્ષા જાળવીને અધિકારી વિદ્વાનો એની સમીક્ષા કરશે એવી આશાઅપેક્ષા આપણે રાખીએ. હરિવલ્લભ ભાયાણી Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ આમુખ પ્રાચીન સમયથી ભારતીય સાહિત્યમાં જૈન વિદ્વાનોનો ફાળો મહત્ત્વનો અને ઉચ્ચ કોટિનો રહ્યો છે. વિચક્ષણ જૈન મુનિઓએ પોતાનાં શાસ્ત્રો ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા વગેરે પ્રકારના પ્રાકૃત અને સંસ્કૃત વ્યાખ્યા-સાહિત્યની રચના કરી, ઉપરાંત અનેક પુરાણો, કથાનકો, પ્રબંધો, કાવ્યો, નાટકો, સ્તોત્રો, ઇત્યાદિ સર્વ-જન-ભોગ્ય સાહિત્ય-સર્જનની પરંપરા પણ એકધારી ચાલુ રાખી છે. આ વિદ્વાનોના વિદ્યા-વ્યાસંગના પરિણામે તો ભારતીય સંસ્કૃતિના પ્રાચીન વારસાનાં ખતપત્રો સમા જૈન અને જૈનેતર શાસ્ત્ર-ગ્રંથોનો તથા અનેક સાહિત્ય કૃતિઓનો અમૂલ્ય ખજાનો જૈન-ભંડારોમાં આજે પણ જળવાઈ રહેલો મળી આવે છે. જૈન મુનિઓની પ્રવૃત્તિ માત્ર સાહિત્ય-લેખન પૂરતી જ મર્યાદિત નહોતી રહી. તેઓએ લોકકલ્યાણની ભાવનાથી રાજાઓ મારફતે કે શ્રીમંતોની સહાયથી ધર્મસ્થાનો કે મંદિરો, કૂવા, વાવ, વગેરે લોકોપયોગી શિલ્પ-સ્થાપત્યના નિર્માણમાં નિમિત્ત બની સમાજને સર્વજીવોના કલ્યાણનો આદર્શ પણ આપ્યો છે. આવા જૈન મુનિઓએ તેમના સાહિત્ય-ગ્રંથોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતની આર્થિક, રાજનૈતિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિઓ પર પ્રકાશ પાથર્યો છે, તો શિલ્પવિધાનોને પથ્થરો પર કોતરાવીને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડી છે. અનેકવિધ ઐતિહાસિક માહિતીથી ભરપૂર જૈન કે જૈનેતર પ્રાચીન સાહિત્યકૃતિઓ અને શિલ્પ-સ્થાપત્ય-વિધાનમાં જ ભારતીય સંસ્કૃતિનાં સાચાં દર્શન થાય છે. તેમાં જૈનસાહિત્યનો ફાળો તે જૈનેતર-સાહિત્યને પણ શરમાવે તેવો રહ્યો છે. આ ભારતીય સંસ્કૃતિના વારસાનું રક્ષણ કરવાની જવાબદારી દેશના સત્તાધીશોની તો છે જ, પરંતુ તે વારસાનું સમાજમાં વિતરણ તરીકે જવાબદારી તો દરેક વિદ્વાને—દરેક સંશોધકે—પૂરી કરવાની રહે છે. તેમણે ભારતીય શાસ્ત્રોની કે સાહિત્યની અસંખ્ય રચનાઓના ખડકાયેલા પર્વત ઉપર પરિભ્રમણઅવલોકન કરતાં કરતાં અને વિશાળ મહાસાગ૨કાય સાહિત્ય-કૃતિઓના પેટાળમાં ડૂબકી મારીને પણ પોતાના વિષયને અનુરૂપ પ્રાપ્ય એવી બધી જ વેરવિખેર કડીઓનાં સંકલન કરીને તેમનાં વિશ્લેષણપૂર્વક સંશોધનોમાં સંલગ્ન રહેવું જોઈએ. ઉપરાંત, ભારતીય સાહિત્યમાં મળતી તમામ પ્રકારની વિગતોને સ્પર્શતાં સંશોધનો દેશવિદેશમાં થયાં છે અને આજે પણ થતાં રહે છે. તેવાં સંશોધનો કોઈ ને કોઈ વિષયને—કદાચ, આપણા જ કોઈ સંશોધનક્ષેત્રના વિષયને—સ્પર્શ કરી જતાં હોય છે. આ કારણે, આ બધાં સંશોધનોમાંથી કોઈ વિશિષ્ટ પ્રકારનાં સંશોધનોનો પરિચય પણ દરેક સંશોધક-વિદ્વાને અવશ્ય હોવો જોઈએ. સંશોધનકાર્ય કપરું અને ક્લિષ્ટ તો છે જ, પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ અમુકાંશે દૂર થઈ શકે છે. વિશિષ્ટ સંશોધક-વિદ્વાનોનાં સંશોધન-લેખોનો સંગ્રહ એક ગ્રંથરૂપે પ્રકાશિત થતાં, તેવો ગ્રંથ આવશ્યક સામગ્રી પૂરી પાડીને અન્ય સંશોધક-વિદ્વાનોને ઉપકારક બને છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ “નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય” ખંડ ૧-૨ આ પ્રકારનો, શ્રી મધુસૂદન ઢાંકીના વિદ્વત્તાપૂર્ણ ગુજરાતી સંશોધન-લેખોનો સંગ્રહ છે. શ્રી મધુસૂદનભાઈ તેમાંના કોઈ કોઈ લેખમાં સહ-લેખક તરીકે રહ્યા છે. આ લેખ-સમુચ્ચયના પ્રથમ ખંડના ૧-૩૪ સંશોધનલેખોમાં જૈન શાસ્ત્રો અને સાહિત્યના વિષયનું વિશ્લેષણ કર્યું છે અને દ્વિતીય ખંડમાં પુરાતત્ત્વ વિષયના ૧૨૨ સંશોધન-લેખો સમાવ્યા છે. શ્રી મધુસૂદનભાઈ ભારતીય પુરાતત્ત્વ-ક્ષેત્રના અને કલા-ઇતિહાસ વિષયના એક પ્રતિષ્ઠિત વિદ્વાન છે. તેઓએ ઘણાં વર્ષો સુધી “અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇંડિયન સ્ટડીઝ”, વારાણસી અને ગુરગાંવમાં આ ક્ષેત્રના નિર્દેશક તરીકે સેવાઓ આપી છે. તેઓનું નામ આ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિમાં જાણીતું છે, અને જૈન-પુરાતત્ત્વના વિશિષ્ટ ક્ષેત્રમાં તો તેઓ આજે સૌથી આગળ પડતા ઉચ્ચ કોટિના સંશોધક-વિદ્વાન ગણાય છે. પુરાતત્ત્વના વિષયના વિદ્વાન અને શાસ્ત્ર-ગ્રંથો કે સાહિત્ય-કૃતિઓના વિદ્વાન; આ બંને પ્રકારના વિદ્વાનોનાં સંશોધનો પરસ્પર પૂરક છતાં સાધારણ રીતે આ બન્નેમાં ક્ષેત્રોની સંશોધન-પ્રક્રિયા કાંઈક ભિન્ન હોય છે. શ્રી મધુસૂદનભાઈને આવાં ભિન્ન ક્ષેત્રમાં પણ સંશોધન-ક્ષમ્ય બૌદ્ધિક કુશાગ્રતા વરી ચૂકી છે. અમદાવાદના “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર”-માં ૧૯૭૩થી કલા અને સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકેની સેવાઓ તેમ જ ગુજરાતના શત્રુંજય-તીર્થ અને અન્ય ગિરિવરો પરનાં જિન-મંદિરોના ઇતિહાસ સંબંધી હાથ ધરેલી યોજનાઓ દરમિયાન, શ્રી મધુસૂદનભાઈએ આ બંને ક્ષેત્રોને આવરી લેતા કેટલાક વિષયોનાં સંશોધનો પણ પ્રસિદ્ધ કર્યાં છે. આ લેખ-સમુચ્ચયમાં શ્રી મધુસૂદનભાઈએ “નિગ્રંથ' શબ્દ—સામાન્ય રીતે પ્રચલિત જૈન''શબ્દના અર્થમાં યોજ્યો છે. વળી, તેમણે સર્વ ગ્રંથોની અને વ્યક્તિઓની સમયમર્યાદા સ્પષ્ટ આંકડા આપીને વ્યક્ત કરી છે, છતાં તેઓ નિશ્ચિત માને છે કે તે તે ગ્રંથોમાં વણાયેલા વિવિધ સ્તરો તો દેશ, કાળ અને ભાષાની દૃષ્ટિએ જુદા તારવવા પડે. તે ઉપરાંત, “મેળલદેવી” (મીનળદેવી), જૂનાખાં” (જૂનાગઢ), “વાલીનાહ” (વલભીનાથ) જેવાં કેટલાંક અજ્ઞાત અભિધાનો વિશેનાં એમનાં વિશદ વિવેચનો તો ઇતિહાસનું એક નવું પ્રકરણ સર્જે છે. તેમના સંશોધન લેખોમાં સમતોલપણું જળવાયું છે, અને દરેક સંશોધનલેખનું લગભગ એકએક પાનું આવશ્યક ઐતિહાસિક સામગ્રીથી ખીચોખીચ ભરેલું છે. શ્રી મધુસૂદનભાઈના આ બધા સંશોધન-લેખો ભારતીય સાહિત્યના ઇતિહાસમાં એક અગત્યનું પ્રદાન કરે છે. પ્રસ્તુત લેખ-સમુચ્ચયના અનુશીલનથી દરેક વિદ્વાને આવા સંશોધક-વિદ્વાન્ની વિદ્વત્તાનો પ્રત્યક્ષ પરિચય થશે, અને મને ખાતરી છે કે, ઇતિહાસના સંશોધક-વિદ્વાનોને આ લેખ-સમુચ્ચયના સંશોધન લેખોમાંથી આવશ્યક સામગ્રી મળી રહેશે. ઇન્સ્ટિટ્યૂટ ફ્યૂર ઇંડોલોજી (વેસ્ટફેલીશે વિલહેલ્મ્સ-ઉનિવર્સિટેટ), મ્યુન્સ્ટર (જર્મની) તા. ૧૦ સપ્ટેમ્બર, ૨૦૦૦. (૨૪) બંસીધર ભટ્ટ Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂર્વાવલોકન સામાન્ય રીતે સહુ ઉચ્ચ શિક્ષણ માટે પોતે પસંદ કરેલા વિષયમાં રુચિ ધરાવે છે, પરંતુ ક્યારેક સમય જતાં કોઈને પોતાની રુચિના વિષયમાં સાવ પરિવર્તન આવે છે અથવા એ વિષયની ક્ષિતિજો વધુ વ્યાપક બને છે. શ્રી મધુસૂદન ઢાંકી મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી, પણ સંયોગવશાત્ પુરાતત્ત્વના અભ્યાસી બની ગયા. મંદિર-સ્થાપત્યના તજ્જ્ઞ તરીકે તેઓ નામાંકિત છે. વળી સંગીતકલાના પણ નિષ્ણાત. ને ઉપરથી જૈનવિદ્યાનાં વિવિધ પાસાંઓના પણ પ્રખર અભ્યાસી બન્યા. આ ગ્રંથમાં એમણે નિર્ચન્થ સંપ્રદાયના અનેક ગ્રંથો તથા ગ્રંથકારોની ઐતિહાસિક મીમાંસા કરતા સંશોધન-લેખોનો સમુચ્ચય કર્યો છે. એમાં સમાવિષ્ટ ૩૪ લેખ જૈનવિદ્યાના સાહિત્યિક પાસાના અધ્યયન-સંશોધનમાં એમણે કરેલી સમીક્ષા સપ્રમાણ પ્રસ્તુત કરી છે. આ લેખોમાં વિદ્વાનૂ લેખકે આનુશ્રુતિક આશ્રયોને છતાં કરી પ્રામાણિત તથ્યો તારવવાનો અવનવો અભિગમ અપનાવ્યો છે. આ લેખ-સમુચ્ચયમાંના પ્રથમ બે લેખ સર્વાગ નિર્ઝન્થ-દર્શનને લગતા છે. ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ ક્યારે થયો? શ્રી ઢાંકીએ સાહિત્યના તથા પુરાતત્ત્વના વિવિધ ઉપલબ્ધ સંદર્ભ ટાંકીને પ્રતિપાદિત કર્યું છે કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમી સદીથી નિઃશંક પહેલાં, ઈસ્વીસની બીજી સદી સુધીમાં, ને પ્રાય: ઈ. સ. પૂ. બીજી સદી જેટલા પ્રાચીન સમયમાં થયો હતો. નમસ્કાર મંત્રને લગતા લેખમાં શ્રી ઢાંકીએ દર્શાવ્યું છે કે પંચપરમેષ્ઠી-નમસ્કાર” પૈકી પ્રથમ બે પદ જ મૂળમાં પ્રચલિત હતાં, બાકીનાં ત્રણ પદ પ્રાયઃ શક-કુષાણ કાળમાં ઉમેરાયાં. લેખ ૩માં ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્યના ઉપલબ્ધ ઉલ્લેખ સંકલિત કરી, એ બે પૂર્વવિદ્ આચાર્ય ઈસ્વીસના પાંચમા શતકમાં થયા હોવાનું દર્શાવ્યું છે. લેખ ૪માં ત્રણ જૂના જૈન ગ્રંથોમાં મળતાં “સ્વભાવ-સત્તા' વિશેનાં ઉદ્ધરણોની મીમાંસા કરી છે. લેખ પમાં સ્વામી સમતભદ્રના સમયને લગતા આનુશ્રુતિક સમયની તથા સંશોધિત સમયની સપ્રમાણ વિગતે છણાવટ કરી, અંતે સમંતભદ્ર ઈસ્વીસન્ ૨૫૦-૬૨૫ના સમયગાળામાં થયાનું પ્રતિપાદિત કરી, લેખકે યથાર્થ ટકોર કરી છે કે “સમંતભદ્ર માની લીધેલા કાળથી વાસ્તવમાં ત્રણ-ચાર સદી મોડા થયાની હકીકતથી એમના મહત્ત્વને કોઈ જ આંચ આવતી નથી, આવી શકતી નથી !' લેખ ૬માં ઉત્તર ગુજરાતમાં થયેલા સુપ્રસિદ્ધ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ વિશે ઉત્તરકાલીન સંદર્ભગ્રંથોમાં મળતા વિભિન્ન-નિર્દેશો સંકલિત કરી એમાંની વિશ્વસ્ત અને અશ્રદ્ધેય બાબતોને અલગ તારવી, પ્રબંધોમાં આવતા વિસંવાદો અને એને લગતી ઐતિહાસિક સમસ્યાઓની છણાવટ કરી, ઉપલબ્ધ મિતિઓને ચકાસી, બપ્પભદિસૂરિની પ્રાકૃત-સંસ્કૃત રચનાઓનો તથા તેમની કવિપ્રતિભાનો લેખકે વિશદ પરિચય આપ્યો છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિમાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિ-રચિત “નિર્વાણકલિકા' મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ “પાલિત્ત’ કે ‘પાદલિપ્ત' નામે ત્રણેક સૂરિઓ થયા છે. નિર્વાણકલિકા' રચનાર પાદલિપ્તસૂરિ એ પૈકીના ત્રીજા પાદલિપ્તસૂરિ છે, જે ઈ. સ. ૯૭૫ના અરસામાં થયા. “ભદ્રબાહુ અને “કાલકાચાર્યની જેમ એક નામ ધરાવતા અનેક સૂરિઓ આપણે માટે કેવો કોયડો મૂકી જાય છે ! કહાવલિ' (કથાવલી) નામે કથાસંગ્રહના કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ચર્ચા કરતાં, લેખ ૮માં લેખક દર્શાવે છે કે એના કર્તા ઈ. સ. ૯૭૫-૧૦૨૫ના સમયગાળામાં થયા લાગે છે. ગૌતમસ્વામિસ્તવ' નામે રુચિર સંસ્કૃત સ્તોત્ર વજસ્વામીએ રચ્યું મનાય છે, પરંતુ એ વજસ્વામી ઈ. સ.ની પહેલી સદીમાં થયેલ આર્ય વજ હોઈ શકે નહિ એમ અનેક મુદ્દાઓના આધારે દર્શાવી લેખકે એ સ્તવના કર્તા વિસં. ૧૦૮ નહિ, પણ વિ. સં. ૧૦૮૦ના અરસામાં થયેલ ઉત્તરકાલીન અન્ય વજસ્વામી હોવા જોઈએ એમ સિદ્ધ કર્યું છે. એવી રીતે નેમિ-સ્તુતિ રચનાર વિજયસિંહસૂરિ ઈ. સ.ની ૧૧મી સદીમાં થયેલ ભૃગુપુર-નિવાસી વિજયસિંહ હોવાની સંભાવના લેખકે દર્શાવી છે તે પણ ઘણી પ્રતીતિકર છે. પછીના ત્રણ લેખ (૧૧-૧૨-૧૩) ઇતર પ્રકારના વિષય પ્રસ્તુત કરે છે. એમાંના પહેલા લેખમાં સોલંકીકાળના મહારાજ ભીમદેવ બીજાના સમયમાં થયેલા ત્રણ ઉપેક્ષિત રાજપુરુષો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે : દંડનાયક અભય, રાજપ્રધાન જગદેવ પ્રતિહાર અને એમના પુત્ર મહાપ્રતિહાર સોમરાજદેવ, જે “સંગીતરત્નાવલી'ના કર્તા હતા. બીજા લેખમાં સિદ્ધરાજ જયસિંહનાં માતાનું અસલ નામ “મીનળદેવી' કે “મીનલદેવી' નહિ, ને મયણલ્લદેવી' પણ નહિ પરંતુ “મૈળલદેવી' હોવું જોઈએ એવું કર્ણાટકના એ સમયના અભિલેખોમાં આવતા એ નામના પ્રચલિત રૂપ પરથી લાગે છે એમ દર્શાવવામાં આવ્યું છે. મધ્યકાલીન કન્નડ સાહિત્યના જાણકારો આ વિશે વધુ પ્રકાશ પાડી શકે. સિદ્ધરાજ અને કુમારપાલના સભાકવિ શ્રીપાલ, તેમના પુત્ર સિદ્ધપાલ અને પૌત્ર વિજયપાલ ધર્મે જૈન હતા એવું સોલંકી વંશ વિશે લખનાર વિદ્વાનોએ માની લીધું છે, પરંતુ શ્રીપાલની રચનાઓ સૂચવે છે કે તેઓ હિંદુધર્મી હતા એવો મત ડૉ. શાંતિકુમાર પંડ્યાએ વિગતે પ્રસ્તુત કર્યો છે, તેના સાધક-બાધક મુદ્દાઓની છણાવટ કરતાં અંતે શ્રી ઢાંકી નોંધે છે કે શ્રી પંડ્યાના આગવા અભિગમને સ્વીકારવા માટે તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે ને એવાં પ્રમાણ મળે તો શ્રીપાલ પરિવારના કુલધર્મ વિશે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે. આ અભિગમ તેઓનો કુલધર્મ જૈન હતો એ મતને પણ લાગુ પડે, કેમકે એ પણ પ્રમાણ વિના માની લીધેલી માન્યતા છે. લેખ ૧૪માં “રામચંદ્ર' નામે બે અને સાગરચંદ્ર નામે કેટલાક કવિઓની ભિન્નતા તેઓના ભિન્ન સમયાંકન સાથે દર્શાવી છે. લેખ ૧૫માં “અમમસ્વામિચરિત'ની રચના માટે સૂચવાયેલાં વિભિન્ન સમયોની મીમાંસા કરી એ પૈકી વિસં. ૧૨૨૫ હોવાનું સિદ્ધ કર્યું છે. ( ૬ ) Page #18 -------------------------------------------------------------------------- ________________ એવી રીતે લેખ ૧૬માં “કપૂરપ્રકર'ના રચનાકાળ વિશે છણાવટ કરી છે. સ્યાદ્વાદમંજરી'ના કર્તા મલ્લિષેણ સૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ નાગેન્દ્રગચ્છના સુપ્રસિદ્ધ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ નહિ પણ એ જ ગચ્છના વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ હોવા જોઈએ એવું લેખકે લેખ ૧૭માં પ્રતિપાદિત કર્યું છે. “જૂનાગઢ' એ વર્તમાન નામનું અસલ રૂપ શું? “જીર્ણદુર્ગ', “જૂર્ણદુર્ગ” કે “જૂના(સુલતાન મહમંદ)નો ગઢ'? લેખ ૧૮માં લેખકે આ વિભિન્ન મતોનાં મૂળ પ્રમાણોની મીમાંસા કરી છે. લેખ ૧૯માં વ્યંતર વાલીનાહ- વલભીનાથ)નો આછો પરિચય આપવામાં આવ્યો છે. શ્રી ઢાંકીની અધ્યયન-અભિરુચિ જૈન સ્તોત્ર સાહિત્યના ક્ષેત્રમાં પણ સુપેરે વિકસી છે. આથી આ લેખ-સમુચ્ચયમાંના બાકીના તદ્વિષયક લેખ (૨૦થી ૩૪) ૧૫ જેટલી વિપુલ સંખ્યા ધરાવે છે. આ સાહિત્યના અધ્યયનમાં પણ તેઓની સંશોધકદષ્ટિ ભક્તિ કે કાવ્ય ઉપરાંત રચનાસમય પરત્વે ઇતિહાસની રહેલી છે. જૈન સ્તોત્રોમાં તીર્થકરોની નિર્વાણભૂમિઓ વિશેનાં સ્તોત્ર ઉત્તર ભારતનાં હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રોમાં નહિ, પણ દક્ષિણ ભારતમાં ઉપલબ્ધ છે એ હકીકત દર્શાવી લેખક નોંધે છે કે દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરા નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા નિબંધરૂપે નિર્વહિત કરી શકે છે. “વૈરોટ્યાદેવી સ્તવ” તથા “ઉપસર્ગહર સ્તોત્ર'ને લગતા લેખનો વિષય એ કૃતિઓના રચનાકાળ અંગનો છે. “ચૈત્યપરિપાટી સ્તવમાં ઉલ્લિખિત ચેત્યોની સ્થળવાર સમીક્ષા કરી લેખક એના રચનાકાળનું અન્વેષણ પ્રસ્તુત કરે છે. લેખક વિભિન્ન સ્તોત્રોના પદલાલિત્ય, રસમાધુર્ય, અલંકારસંપન્નતા, છંદોલય ઈત્યાદિ તત્ત્વો દ્વારા એ કૃતિઓનું કાવ્યદૃષ્ટિએ મનોહર રસદર્શન પણ કરાવે છે તેમ જ કેટલીક વાર સકલ સ્તોત્રો ને એનાં મધુર પદ્યો પણ ઉદ્ધત કરે છે. આમાંનાં અનેક સ્તોત્ર સંસ્કૃતમાં રચાયાં છે, તો બીજાં કેટલાંક જૂની ગુજરાતીમાં, ચૈત્યપરિપાટી કે પ્રવાડિરૂપે દુહાદિ છંદોમાં, રચાયાં છે. આમાંનાં કેટલાંક સ્તોત્ર હસ્તપ્રતો પરથી અહીં પહેલી વાર સંપાદિત કરેલાં છે. આ સ્તોત્રો ભાષા, છંદ, રચના ઈત્યાદિનું વિપુલ વૈવિધ્ય ધરાવે છે. આ અનેક મનોહર સ્તોત્રોનું અધ્યયન કરી લેખકે અહીં એ સાહિત્ય-પ્રકારની અનેક રુચિર કૃતિઓનું વિશદ રસદર્શન કરાવ્યું છે. આમ શ્રી મધુસૂદન ઢાંકીએ આ લેખ-સમુચ્ચયમાં નિર્ઝન્ય સાહિત્યની ઘણી કૃતિઓ તથા સમસ્યાઓનું સંશોધનાત્મક અધ્યયન પ્રસ્તુત કરી જૈનવિદ્યાના અધ્યયન-સંશોધનમાં ગણનાપાત્ર પ્રદાન કર્યું છે. આવા સૂક્ષ્મ અધ્યયન-સંશોધન માટે લેખકને અભિનંદન ઘટે છે. એમના આ લેખ-સમુચ્ચયનું પ્રકાશન જૈનવિદ્યાના તેમ જ ભારતીય સંસ્કૃતિના અભ્યાસીઓને રસપ્રદ તથા ઉપકારક નીવડશે એની મને શ્રદ્ધા છે. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અમદાવાદ નિવૃત્ત નિયામક, ભોજે. તા. ૨૮-૮-૨૦૦૦ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, (૨૭) Page #19 -------------------------------------------------------------------------- ________________ લેખકનું વક્તવ્ય મૂળે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી | સ્નાતક હોવા છતાં સંયોગાધીન ક્ષેત્રાતિક્રમણ થવાથી મારો પુરાતત્ત્વના પ્રદેશમાં પ્રવેશ થયો અને સાથે જ એ દિશામાં જિજ્ઞાસાપૂર્વકના શોધકાર્યનો આરંભ થયો. એના પાયા પર પછીથી કલા-ઇતિહાસની ઇમારત ઊભી કરવાની આવડત પ્રાપ્ત કરી. શાળા-શિક્ષણના દિવસોથી જ, અંતરંગમાં મૂલગત વલણ હતું રસાનુભૂતિયુક્ત કલાભાવન. એને પ્રત્યાયન લેખે કેંદ્રમાં રાખીને પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃત વાસ્તુશાસ્ત્રો | શિલ્પશાસ્ત્રો તથા પ્રશિષ્ટ યુગના સંસ્કૃત સાહિત્યમાંથી, તે સમયખંડોમાં પ્રયોગમાં લેવાયેલી પરિભાષા તથા તત વિષયોચિત અન્ય શબ્દાવલીના ઉપયોગ સમેતના કલાવિવેચનોવાળા લેખો પણ કુમાર આદિમાં લખ્યા. ત્યારબાદનાં વર્ષોમાં એ વ્યવસાય અને અભિરુચિ સદંતર છૂટ્યાં તો નહીં, પણ આજથી ૨૮ વર્ષ પૂર્વે બનેલી ઘટનાઓના પરિણામરૂપે ખોજકોશિશો અને કલમ એક નવી જ દિશા તરફ અનાયાસે વળી ગયાં. સન્ ૧૯૭૩ના ઑગસ્ટ માસથી અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં કલા અને સ્થાપત્યના પ્રાધ્યાપકરૂપે જોડાયેલો, ને એ કાળે શત્રુંજયગિરિતીર્થનો અને ગિરિવર પર અવસ્થિત જિનમંદિરો આદિનાં ઇતિહાસ અને સમગ્ર વિવરણને સમાવી લેતું એક વ્યવસ્થિત અને પ્રમાણભૂત પુસ્તક તૈયાર કરવા સંબદ્ધ પ્રોજેક્ટ હાથ ધરેલો. શત્રુંજય તીર્થના ઇતિહાસની વિગતો જાણવા આગમો અને આગમિક વ્યાખ્યાઓથી લઈ કથાસાહિત્ય, માહાભ્ય ગ્રંથો, ચરિતો, પ્રબંધો, સ્તુતિ-સ્તોત્રો તથા તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓ સમેતનું વિશાળ સાહિત્ય વાંચવાનું, વલોવવાનું હતું. તેમાં આગમો અને આગમિક સાહિત્ય અને તેના આધારે દેશવિદેશના વિદ્વાનોનાં વર્તમાને થયેલાં લખાણો જોઈ વળતાં બે વાતો સ્પષ્ટ બની ઃ (૧) પ્રાચીનતમ આગમોની મૂળ ભાષા અર્ધમાગધી હોવાનું મનાય તો છે, પણ તે ઈસ્વી બીજી શતાબ્દી બાદ ક્રમશઃ મહારાષ્ટ્રીપ્રાકૃતના બળાત્કારનો ભોગ બની વિકૃત થયેલી છે. અર્ધમાગધી ભાષાના વ્યાકરણાદિ નિયમો શું હતા તે વિશે પ્રાચીન મધ્યકાલીન લક્ષણશાસ્ત્રીઓએ બહુ જ ટૂંકાણમાં જે સામાન્ય અને અલ્પ પ્રમાણમાં નિયમો બતાવ્યા છે, તેનો વિગતે નિશ્ચય કરી, એ ભાષાને સાધાર, સપ્રમાણ, અસલી સ્વરૂપમાં પ્રગટાવવાનો પ્રયત્ન ન તો ભારતીય કે ન તો પાશ્ચાત્ય જૈનવિદ્યાવિદો દ્વારા ત્યારે થયેલો. પરંતુ એ પ્રકારનું કાર્ય હાથ ધરી શકનાર વિદ્વાન્ વિવિધ પ્રાકૃત ભાષાઓ, ભાષાશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, અને આધુનિક શોધાધિગમ-માન્ય પદ્ધતિ અનુસારનાં વિશ્લેષણ, ચકાસણી આદિ આવશ્યક તત્ત્વોથી માહિતગાર જ નહીં, ઉત્કૃષ્ટ ક્ષમતા પણ ધરાવતો હોવો જોઈએ. મારે માટે તો અલબત્ત એ પહોંચ બહારની વાત હતી. (એ કામ દોઢેક દાયકાથી પ્રાકૃત ભાષાવૈજ્ઞાનિક ડા. કસ્તુરચંદ રિખભચંદ ચંદ્ર કરી રહ્યા છે.) (૨) જૈનો અને દેશવિદેશના જૈનેતર વિદ્વાનો દ્વારા સંગ્રથિત નિર્ચન્થદર્શનના ઇતિહાસનાં વિગતો અને ચિત્રણો કેટલીકવાર અજ્ઞાનવશ, તો ઘણીક વખત ઇતિહાસ-અન્વેષણાના અધિગમના જાણપણાના અભાવે, અને Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન પંડિતો દ્વારા તો લેખનોમાં કેટલીયે વાર અપનાવાતા સાંપ્રદાયિક દૃષ્ટિકોણ અને કેટલાંક દૃષ્ટાંતોમાં દઢાગ્રહી અભિનિવેશને કારણે બહુ જ ગડબડયુક્ત અને એથી અસત્ય, ક્યારેક તો અતિમિથ્યા, અને કાલાતિક્રમણર્થી પીડિત નિષ્કર્ષોવાળાં જોવા મળે છે. અન્યથા પ્રાકૃત-સંસ્કૃત અને દર્શનો-સિદ્ધાંતો આદિનું સારું એવું જ્ઞાન ધરાવતા આ વિદ્વાનોનાં ઇતિહાસવિષયક લખાણોએ વસ્તુતયા ભારે અંધકાર ફેલાવી દીધો છે, બહુ જ ખોટી પરંપરાઓને, તેમ જ સિદ્ધ ન થઈ શકતી અનુશ્રુતિઓ અને ધારણાઓને અટલ સત્ય રૂપે રૂઢ કરી દીધી છે. પરંપરાગત પાંડિત્ય-ક્ષેત્રે ઉદ્ભવેલી આ શોચનીય પરિસ્થિતિને કારણે એક ઘટના એ બની છે કે ઇતિહાસને નામે કેટલાંયે અગાઉથી ચાલ્યાં આવતાં, ને ચીલાચાલુ, જૂઠાં લખાણો થતાં જ રહ્યાં છે ને એનાં પુનરાવર્તનો અને પુનઃ પુનઃ ઉપયોગ પણ થતાં જ રહ્યાં છે. તદુપરાંત સાંપ્રદાયિક વિવશતાને પ્રતાપે પ્રાચીન ઇતિહાસને નામે કેટલાંક નવાં જૂઠાણાંઓ પણ વહેતાં મૂકવામાં આવ્યાં છે, જેનું અનુસરણ પણ આજે તો પુરજોશમાં થઈ રહ્યું છે. આ કારણસર આ એક ક્ષેત્ર એવું હતું કે જેમાં શોધકાર્ય કરવાનો ઘણો અવકાશ હતો અને છે. આથી નિર્પ્રન્થાનુલક્ષી ઐતિહાસિક સમસ્યાઓને લક્ષ્ય બનાવી, મેં વચ્ચે વચ્ચે, સમય મળતો ગયો તેમ તેમ, અને સાધનો પ્રાપ્ત થતાં ગયાં તદનુસાર, તેના પર ધ્યાન કેંદ્રિત કરી કેટલાક લેખો ગુજરાતી, અંગ્રેજી, અને હિંદી ભાષામાં લખ્યા. ભારતમાં જોઈએ તો (સ્વ) ડા૰ જગદીશચંદ્ર જૈન તથા (સ્વ.) પં. દલસુખ માલવણિયા, અને યુરોપમાં ડા ક્લૉસ બ્રુહ્ન તથા ડા. પૉલ ડુંડાસ સરખા વિદ્વાનોને તે બહુ જ ગમ્યા. તેમાંના ગુજરાતી લેખોને સંકલિત કરી, સગવડ ખાતર તેમ જ વિષયની વર્ગવારી અનુસાર બે ખંડમાં વહેંચી, અત્રે પ્રસ્તુત થતા સંચયગ્રંથ અંતર્ગત સમાવી લીધા છે. કેટલાક લેખો મૂળે સહલેખન રૂપે પણ હતા, જે સંબદ્ધ વિગતો યથાસ્થાને દર્શાવી છે. દ્વિતીય ગ્રંથ અંગ્રેજી લેખોના સંગ્રહરૂપે બે ખંડોમાં પ્રગટ થશે. એક દુઃખદ બીના એ પણ ખરી કે શોધક્ષેત્રે જેટલી સમ્યક્ પ્રગતિ થયેલી છે તેની પણ ઉપેક્ષા | અવગણના થતી રહી છે. કેટલાક લેખકોને તો આવી કોઈ શોધો થઈ છે કે નહીં તેની ખબર પણ હોતી નથી. પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલાં શોધનો વિશે ન જાણતા હોય તે તો અલબત્ત અનેક કારણોસર સંભવિત છે; જેમકે ત્યાં અંગ્રેજી ઉપરાંત જર્મન, ફ્રેંચ, ઇટાલિયન આદિ ભાષાઓમાં થતાં રહેતાં લેખનો ભારતીય વિદ્વાનોને ભાષાની અનભિજ્ઞતા કારણે ગમ્ય નથી : અને એને આવરી લેતાં સામયિકો / પુસ્તકોની ભારતમાં અસુલભતા હોવાનું એક અન્ય કારણ પણ ખરું. પણ ભારતમાં જ થતી શોધપ્રવૃત્તિઓ અને તદાધારિત પ્રકાશનો વિશે ન જાણવું તે તો અક્ષમ્ય ઘટના ગણાય. પરંતુ અહીં પણ મુશ્કેલી એ છે કે છેલ્લા સાતેક દાયકાથી, ગુણવત્તાના જુદા જુદા સ્તરો પર લખાયેલા અનેક લેખો પ્રાંતીય ભાષાઓ—ગુજરાતી, હિન્દી, કન્નડાદિ——માં વિવિધ શોધાદિ વિષયક સામયિકો, વૃત્તપત્રો, વાર્ષિક અંકો, અભિનંદન ગ્રંથો, સ્મૃતિગ્રંથો, સ્મારકગ્રંથો આદિમાં છપાતા જ રહ્યા છે, અને તે બધા એમાં કાળક્રમે દટાતા રહ્યા છે. એમાંથી શોધકને ખોજપ્રક્રિયામાં જે કોઈ કામના હોઈ તેને ખોદીખોદીને બહાર કાઢી (૨૧) Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગમાં લેવાનું કાર્ય કઠણ, ઘણી વાર તો વિષયવાર લેખસૂચિઓના અભાવે ભારે મુશ્કેલ બની જતું હોય છે. હવે આવા ઉપયોગી લેખોના સંચયગ્રંથો જો તૈયાર થાય તો સંદર્ભાર્થે એ સૌ આસાનીથી પ્રાપ્ય બની શકે, અને મૂળ લેખકોએ જે લખ્યું, શોધપ્રયાસો દ્વારા જે તૈયાર કરી પ્રકાશિત કર્યું, તે મહદંશે સાર્થક બની શકે. આવા સંચયગ્રંથો ત્રણ પ્રકારે બની શકે, ક્યારેક ક્યારેક થતા રહેતા પણ હોય છે : ૧) કોઈ એક વિદ્વાન્ના જુદા જુદા સ્થળે અને પૃથક્ પૃથક્ કાળે પ્રગટ થયેલા લેખોનો સમુચ્ચય; ૨) કોઈ એક શોધસામયિકમાં અનેક વર્ષો દરમિયાન પ્રગટ થયેલા અને અનેક વિદ્વાનો દ્વારા લખાયેલા ઉપયોગી લેખોનો સંગ્રહ; ૩) કોઈ એક વિષય પર લખાયેલા જુદા જુદા તજ્ઞોના લેખોનો પૃથક્ પૃથક્ સમયે અને ભિન્નભિન્ન સ્થળોએ સંચય. મારા લેખોનો સાંપ્રત સંગ્રહ પ્રથમ વર્ગમાં આવી જાય છે. આ ટાંકણે એક પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે આ ગ્રંથનો ઉપયોગ કોણ કરશે ? વિશ્વવિદ્યાલયો, શોધસંસ્થાઓ આદિમાં જે લોકોની છેલ્લા દાયકાઓમાં અધ્યાપન તેમ જ શોધકાર્ય માટે ભરતી કરવામાં આવી છે તેમાંના કેટલાયે એવા છે કે જેની એ ક્ષેત્રમાં કોઈ ક્ષમતા નથી, ગમ્યતા નથી, અને એથી એમની શોધકરૂપે પાત્રતા પણ નથી. કેટલાકને તો શોધકાર્ય કેમ કરવું એ વાતની તજ્ઞતા તો એક બાજુ રહી પણ અંગ્રેજીમાં જ નહીં, પોતાની માતૃભાષામાં પણ ઢંગપૂર્વક અને દોષ વગરનું કેમ લખાય તેની આવડતેય ધરાવતા નથી ! સાહિત્યકારો ને કલાકારોની જેમ શોધકો પણ જન્મે છે, ધરાર બનાવી શકાતા નથી. આજે તો એ ક્ષેત્રોમાં, ને તેમાં ફાલ્યાફૂલ્યા કેટલાયે હોદ્દા પર બેસાડી દીધેલ યા ચડી બેઠેલા મોટા ભાગના કહેવાતા ‘વિદ્વાનો' અણઘડ—એટલે કે તાલીમ લીધા વગરના છે. બીજી બાજુ જૈનપક્ષે જોવા જઈએ તો ત્યાં શ્રાવકોમાં બહુ ઓછા એવા છે જે ઠીક ઠીક ભણેલા છે અને તેમાં પણ જૈન વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનાર વિદ્વાનો અતિ અલ્પસંખ્યક છે. પરંતુ એમાં મોટા ભાગનાનું જીવનલક્ષ્ય ધાર્મિક કાર્યોના, સુકૃતોના, ને એના બદલા રૂપે લક્ષ્મી-પ્રાપ્તિ અને એનો ઉપયોગ કરીને, આવના૨ ભવ દેવગતિમાં થાય અને એથી દેવલોકોમાં (જૈન માન્યતા પ્રમાણે અબજો વર્ષ સુધી) સુખપ્રાપ્તિ થાય તે પાછળ રહેલું હોય તેવો ભાસ થાય છે. (નિર્વાણ કિંવા મોક્ષ સાથે એમને ઝાઝી લેવાદેવા હોય તેમ દેખાતું નથી.) એમને શોધખોળથી લધાતાં તથ્યાધારિત, પ્રમાણની કસોટીમાંથી પસાર થયેલાં સત્યોનો કોઈ જ ઉપયોગ નથી. વધુમાં તેઓ જે કંઈ કૉલેજ સુધીના ગાળામાં જ્ઞાન-વિજ્ઞાન સંબંધી ભણ્યા હશે તે બધું ભૂલી ગયા છે. ત્રીજી બાજુ મુનિજનોમાંથી કેટલાયે ઉચ્ચ શિક્ષા-શાળામાં તો ઠીક, માધ્યમિક શાળામાં પણ શિક્ષણ લીધું નથી. વળી તેઓ અત્યધિક રૂઢિપરસ્ત હોઈ તેમ જ પરંપરાના અઠંગ સંરક્ષકની ફરજ બજાવતા હોઈ ને વિશેષમાં કર્મકાંડ, ક્રિયાકાંડ વા વિધિવિધાનાદિમાં જ વ્યસ્ત રહેતા હોઈ, તેમને શોધકાર્યમાં રુચિ કે રસ નથી, ન એના પ્રતિ ખાસ આદર છે, કે ન તેનો એમને કોઈ પણ પ્રકારે ખપ છે. સંપ્રદાયની રૂઢ માન્યતાઓ તેમ જ પરંપરાથી જુદા પડનારા શોધલેખો વાંચવા એને ‘પાપ' માનનારો પણ એમાં એક વિશિષ્ટ વર્ગ છે તેવું પણ ક્યારેક સાંભળવામાં આવેછે. વળી એક સંપ્રદાય તો એટલો કટ્ટ૨ છે (૨૦) Page #22 -------------------------------------------------------------------------- ________________ કે તેની દઢીભૂત ધારણાઓ એ જ ઇતિહાસ છે, તેઓ જ પ્રાચીન છે, અસલી છે, સાચા છે, ને તેઓ જે કંઈ કહે, લખે, છાપે તેનાથી જુદા પડી શકાય જ નહીં પડો તો તમારું આવી બન્યું ! અલબત્ત, ભૂતકાળના મહાન્ સૂરિવરો–મુનિવર વિજયધર્મસૂરિ, વિદ્યાવિજયજી, જિનવિજયજી, કલ્યાણવિજયજી, ચતુરવિજયજી, જયંતવિજયજી અને વિશાલવિજયજી તેમ જ શ્રુતદિવાકર પુણ્યવિજયજી અને વર્તમાને આગમવેત્તા મુનિવર જબૂવિજયજી, વિજયપ્રદ્યુમ્નસૂરિ, અને વિજયશીલચંદ્રસૂરિ સરખા વિરલ અપવાદો જરૂર છે, અને અજયસાગરજી સરખા મુનિવરોને શોધકાર્ય પ્રતિ સહાનુભૂતિ હોવા ઉપરાંત તે માટેની સામગ્રી પણ ઔદાર્યપૂર્વક લભ્ય કરે છે. પણ એકંદરે ચિત્રનિરાશાજનક છે. વસ્તુતયામુનિજનો ઇતિહાસ, ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, ખગોળવિદ્યા, પદાર્થકારણ, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, નૃવંશવિદ્યા, મનોવિજ્ઞાન તથા અધિમાનસશાસ્ત્ર અને સંસ્કૃત-પ્રાકૃતાદિ ભાષાઓ ઉપરાંત ભાષાશાસ્ત્ર એવં ભાષાવિજ્ઞાનમાં પ્રાથમિક જ્ઞાન મેળવી લે તો એમના દષ્ટિકોણમાં ઘણો ફેર પડી જાય. પણ આવી સ્થિતિ સર્જાવાના યોગ, શક્યતા નહીંવત્ છે. તો પછી પ્રકાશિત શોધલેખો તેમ જ એના સંચયગ્રંથો કોણ વાંચશે, કોણ વાંચતા હશે? ભાયાણી સાહેબે મને ઉત્તર આપેલો કે બે વ્યક્તિઓ : લેખક પોતે અને પૂફરીડર ! આવી પરિસ્થિતિ પ્રવર્તમાન હોય તેમ છતાં તેની સામે થઈને શોધકાર્ય કરવું અને તેના નિષ્કર્ષરૂપે લેખો પ્રકાશિત કરવા એ નર્યું સાહસ, ખોટી દિશામાં શ્રમ અને શક્તિવ્યય જ નહીં, નરી મૂર્ખતા નથી ? મને લાગે છે કે એ વાસ્તવિકતા હોવા છતાં આ સંચયગ્રંથનો ભવિષ્યમાં ઉપયોગ કરનાર કોઈ ને કોઈ નીકળી આવશે એવી આશા સાવ અસ્થાને નથી. આ પળે મને મહાનું દિગંબર ઈતિહાસવેત્તા પં. નાથુરામ પ્રેમી યાદ આવે છે. એમણે વીસીથી લઈ ચાલીસી સુધીમાં ઇતિહાસ-વિષયક ઘણા ઉપયુક્ત, તટસ્થ, અને શોધસભર એવં ક્રાંતિકારી ઐતિહાસિક લેખો લખેલા, જેના બદલામાં સંપ્રદાયના કટ્ટર રૂઢિચુસ્તો દ્વારા એમના પર પસ્તાળ પડેલી, એમને માથે માછલાં ધોયેલાં છતાં તેમણે નિર્ભીકતાપૂર્વક સન્ ૧૯૫૬માં એમના લેખસંગ્રહની વિશેષ વ્યવસ્થિત બીજી આવૃત્તિ બહાર પાડેલી, જેનો દિગંબર સિવાયના દેશ-વિદેશના કેટલાયે વિદ્વાનોએ અને મેં પણ ખૂબ ખૂબ ઉપયોગ કરેલો છે, હજીયે કરી રહ્યો છું. હું તો એમની સચ્ચાઈ, પ્રામાણિકતા, વ્યવસ્થિત અને પ્રમાણપૂત અન્વેષણા અને ભાષાની સરલતા તેમ જ અભિવ્યક્તિનાં લાઘવ અને સચોટતા તેમ જ લખાણમાં ચીવટ અને ચોકસાઈ આદિથી એટલો પ્રભાવિત છું કે સાંપ્રત લેખસમુચ્ચયનો આ પ્રથમ ખંડ મેં એમને જ સમર્પિત કર્યો છે. સમુચ્ચયના આ પ્રથમ ખંડમાં ક્રમવાર નીચે મુજબના લેખો સમાવી લીધા છે, જેમાંના કેટલાયે જૈન ઇતિહાસ-શોધન સંબંધી છે. તે બધા જ્યાં છપાયેલા તે મૂળ સ્રોતો તથા લેખોમાં જ્યાં જ્યાં અન્ય વિદ્વાનું પણ સહલેખક રૂપ હતા (કે હું સહલેખકરૂપે હતો, ત્યાં ત્યાં તેમનાં નામો પણ યથાસ્થાને દર્શાવ્યાં છે. (એ લેખોમાં મૂળે જ્યાં છાપભૂલો, જોડણી-વ્યાકરણાદિ દોષો રહી ગયેલા તે સુધારવા ઉપરાંત આવશ્યક જણાયું ત્યાં ત્યાં વિશેષ સ્પષ્ટતા લાવવા શબ્દો તેમ જ વાકયરચનાદિમાં જરાતરા પરિવર્તન કર્યું છે. ક્યાંક ક્યાંક નવી હકીકતો પણ મળી અને તેને પણ સમાવી લીધી છે.) (૨૨) Page #23 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથમાં પ્રસ્તુત કરેલા લેખો મૂળે સ્વાધ્યાય, સંબોધિ, સામીપ્ટ, નિગ્રન્થ, વિદ્યાપીઠ, અને પથિકમાં પ્રકાશિત થયેલા. તે સૌ સંબંધકર્તા શોધસામયિકોના સૌજન્યથી અહીં પુનઃમુદ્રિત કર્યા છે. ૧. “સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં નિર્પ્રન્થદર્શન,” પથિક, ૪૦. ૧-૨-૩, અમદાવાદ ઑકટો.-ડિસે. ૧૯૯૯, દીપોત્સવી અંક, ૨. “ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર મંગલ',” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧. ૩. “ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય,” સ્વાધ્યાય, પુ ૧૪. ૨, વડોદરા વિ. સં. ૨૦૩૭ (ઈ. સ. ૧૯૮૧), વડોદરા. ૪. “ ‘સ્વભાવસત્તા' વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે,” સામીપ્ય પુ ૧. ૨, અમદાવાદ જુલાઈ ૧૯૮૪, ૫. “સ્વામી સમંતભદ્રનો સમય,” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧. ૬. “વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ,” નિર્પ્રન્થ ૨, અમદાવાદ ૧૯૯૬. ૭. “પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” નિર્પ્રન્થ ૩, અમદાવાદ ૨૦૦૧, ૮. “કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે,” સંબોધિ, પુ ૧૨, અમદાવાદ ૧૯૮૩ ૮૪. ૯. ‘ગૌતમસ્વામીસ્તવ’ના કર્તા વજસ્વામી વિશે,” સ્વાધ્યાય, પુ ૨૩. ૨, વડોદરા kr ૧૯૮૬. ૧૦. “નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે,’ સ્વાધ્યાય પુ૰ ૨૨. ૧, વડોદરા ચૈત્ર વિ. સં ૨૦૪૦ (એપ્રિલ ઈ. સ. ૧૯૮૪). ૧૧. “સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો,” સ્વાધ્યાય, પુ ૧૪.૩. વડોદરા વિ. સં. ૨૦૩૩ (ઈ. સ. ૧૯૭૭). ૧૨. “મીનળદેવી’નું અસલી અભિધાન,” વિદ્યાપીઠ પુ૰ ૧૩૫, અમદાવાદ મે-જૂન ૧૯૮૫. ૧૩. ‘શ્રીપાલ પરિવારનો કુલધર્મ,” નિર્પ્રન્થ ૨, અમદાવાદ ૧૯૯૬. ૧૪. “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ, ગ્રે ૧૧, ૧-૪, અમદાવાદ ૧૯૮૨ ૧૯૮૩. ૧૫. “અમમસ્વામીચરિત'નો રચનાકાળ,' સામીપ્ય, પુ૰ ૪, ૩-૪, અમદાવાદ ઑકટોબર ૧૯૮૭-માર્ચ ૧૯૮૮. ૧૬. “કપુરપ્રકર’નો રચનાકાળ,” સામીપ્ય, પુ ૩, ૩-૪, અમદાવાદ ઑકટો. ૧૯૮૬-માર્ચ ૧૯૮૭. (૨૨) Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૭. “સ્યાદ્વાદમંજરી'કર્જ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ?” સામીપ્ય, પુ૫, ૧-૨, અમદાવાદ એપ્રિલ-સપ્ટે ૧૯૮૮. ૧૮. “જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે.” પથિક, પુ. ૧૦૩, અમદાવાદ ડિસે. ૧૯૭૦. ૧૯. “વ્યંતર વાલીનાહ વિશે સામીપ્ય, પુ. ૧, અંક ૧, અમદાવાદ ચૈત્ર વિ. સં. ૨૦૪૦, એપ્રિલ, ઈ. સ. ૧૯૮૪. ૨૦. “તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો,” સામીપ્ય, પુ. ૬, ૩-૪, અમદાવાદ ઑકટો. ૧૯૮૯-માર્ચ ૧૯૯૦. ૨૧. “આર્યનંદિલકૃત “વૈરોટ્યાદેવી-સ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ, નિર્ઝન્ય ૩, - અમદાવાદ ૨૦૦૧. ૨૨. “સંગમસૂરિકૃત સંસ્કૃત ભાષાબદ્ધ “ચૈત્યપરિપાટી સ્તવ', નિર્ગસ્થ ૩, ૨૦૦૧. ૨૩. “કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકુર દ્વાત્રિશિકા,” નિર્ગસ્થ ૨, ૧૯૯૬. (સહલેખક જિતેન્દ્ર શાહ) ૨૪. “સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિન સ્તવ,” નિર્ગસ્થ ૩, ૨૦૦૧. (સહલેખક જિતેન્દ્ર શાહ) ૨૫. “જૈત્રસૂરિશિષ્ય કૃત વીતરાગસ્તુતિ,” સંબોધિ, પુ. ૧૪, અમદાવાદ ૧૯૯૦ ર૬. “જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રી રૈવતતીર્થ સ્તોત્ર, જૈન વિદ્યા રે માયામ, (Pt. Bechardas Doshi, Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૨૭. “જયતિલકસૂરિ વિરચિત “શ્રીગિરનાર ચૈત્ય પ્રવાડિ,” જૈન વિદ્યા છે માયા, (Pt. Bechardas Doshi Commemoration Volume II), QURL912 geco. (અગરચંદ નાહટા સાથે સહલેખન). ૨૮. “અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ”, જૈન વિદ્યા માયામ, (Pt. Bechardas Doshi Commemoration Volume I), વારાણસી ૧૯૮૭. (સહલેખિકા વિધાત્રી વોરા). ૨૯. “કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત, નૈન વિદ્યા માયામ (Pt. Bechardas Doshi Commemoration Volume II), વારાણસી ૧૯૮૭. ૩૦. “ધર્મઘોષસૂરિ ગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃત “શત્રુંજયચૈત્યપરિપાટી સ્તોત્ર',” નિર્ઝન્થ ૧, અમદાવાદ ૧૯૯૫. ૩૧. “શ્રીપુંડરીક શિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થ-પરિપાટિકા,” નિગ્રંથ ૧, અમદાવાદ ૧૯૯૫. (૨૩) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૨. “શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેતુજ ચેન્ન પ્રવાડિ,” નિર્ઝન્થ ૧, અમદાવાદ ૧૯૯૫. ૩૩. “લખપતિકૃત “સેતુજ ચેન્નપ્રવાડિ,” નિર્ચન્થ ૧, અમદાવાદ, ૧૯૯૫. ૩૪. “કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી ગીત,” નિર્ઝન્ય ૧, અમદાવાદ ૧૯૯૫. આ સમુચ્ચય ગ્રંથનું પુરોવચન' લખવા બદલ ભાયાણી સાહેબનો, “આમુખ માટે ડા. બંસીધર ભટ્ટનો, અને “પૂર્વાવલોકન' માટે ડા. હરિપ્રસાદ શાસ્ત્રીનો હું અત્યંત ઋણી છું. ગ્રંથ તૈયાર કરવામાં લેસર-મુદ્રકો–સર્વશ્રી અખિલેશ મિશ્ર અને પ્રણવ શેઠ–તથા શોધ સહાયક અર્પણા (અપ) શાહ અને પૂફરીડર નારણભાઈ પટેલ ધ્યાનપૂર્વક પૂરું મુદ્રણ જોઈ ગયા હતા, અને છેવટનાં પૂર્િ બહુ જ ધ્યાન જે બદલ તે બધાનો સસ્નેહ આભાર માનું છું. એ જ રીતે આ ગ્રંથ તૈયાર કરવામાં શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર, અમદાવાદના નિયામક ડા, જિતેન્દ્ર શાહનો એમના કેન્દ્રના સાધનો અને કર્મચારીઓની આપેલી સહાય બદલ તેમ જ મુદ્રણ-નકલ તૈયાર થઈ ગયા બાદ તેને “શ્રેષ્ઠી કસ્તૂરભાઈ લાલભાઈ શોધ લેખ-સમુચ્ચય શ્રેણિ, ગ્રંથાંક ૪ રૂપે પ્રકાશિત કરાવવા બદલ ખૂબ જ આભારી છું. એ જ રીતે ઉપર્યુક્ત શ્રેણિના ન્યાસ-સંચાલકોનો પણ આભાર માનું છું. (૨૪) Page #26 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ચન્થદર્શન દાયકાઓ પૂર્વે, મને સ્મરણ છે કે ત્રીસીના પ્રારંભના કોઈ વર્ષ(સન ૧૯૩૩ ?)માં મળેલા ગુજરાત સાહિત્ય પરિષદૂના વાર્ષિક અધિવેશનમાં, ડી. બી. ડિસ્કnકરે એવી સ્થાપના કરેલી કે ગુજરાતમાં જૈન ધર્મનો પ્રવેશ સાતમા શતક પહેલાં થયો જ નહોતો અને તે પૂર્વે પાંચમા શતકમાં વલભીમાં આગમોની વાચના નિશ્ચિત કરવા મળી ગયેલી વાલજી પરિષદની પરંપરા સાચી નથી'. એ કથનનો આશરો લઈ લગભગ અઢી દાયકા પૂર્વે કુમારની કટારોમાં જબરો વિવાદ ઉપાડવામાં આવેલો. એ વખતે એ વિષય અનુષંગે મેં પ્રમાણભૂત પ્રાચીન સાહિત્ય દ્વારા ફલિત થતાં ઐતિહાસિક તથ્યો તેમ જ ગુજરાતમાંથી પ્રાપ્ત, સંદર્ભગત વિષય પરનાં પુરાતત્ત્વીય પ્રમાણો સંબંધમાં, ખોજ કરેલી અને ડિસ્કલકર અને તેમને અનુસરનારા વર્તમાન દશકોના વિદ્ધર્મહાજનોનું પ્રસ્તુત ગૃહીત ક્યાં સુધી સાચું છે તે વિગતે તપાસી જોયેલું. એ પુરાણી નોંધોને આધારે અહીં, સરળતા ખાતર હાલ તો બહુ વિસ્તૃત ટિપ્પણી ન આપતાં, કેવળ સંદર્ભગ્રંથોની જરૂરિયાત પૂરતી નોંધ સાથે, મુખ્ય પ્રમાણોને જ સંક્ષેપમાં રજૂ કરીશ. સાહિત્યના સંદર્ભો ૧) ઈસ્વીસન પૂર્વેની સદીઓમાં રચાઈ ગયેલા પ્રાચીનતમ નિર્ઝન્ય આગમોમાં ગુજરાત સ્થિત કોઈ પણ સ્થળ સંબંધી બિલકુલેય ઉલ્લેખ નથી. ૨) ગુજરાત અંતર્ગત સુરાષ્ટ્ર (સોરઠ), દ્વારિકા, ઉજજયંતગિરિ (ગિરનાર), શત્રુંજયગિરિ (સેગુંજો), અને હસ્તવપ્ર(હાથબ)ના સંબંધમાં આગમોમાં જે એકત્રિત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તે જ્ઞાતાધર્મકથા, વૃષ્ણિદશા, અને દ્વિતીય આર્ય શ્યામ કિંવા દ્વિતીય કાલકાચાર્યકૃત પ્રજ્ઞાપના સૂત્રમાં જોવા મળે છે, અને આ ત્રણે આગમો ભાષા, શૈલી, અને વસ્તુની દૃષ્ટિએ ઉત્તર-ક્ષત્રપયુગથી વિશેષ પ્રાચીન જણાતા નથી. ૩) પરંતુ પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી”ના ત્રીજા હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૧00)માં અપાયેલ નિર્ચન્થ મુનિઓના ગણ, કુલ, શાખાદિની વિગતોમાં (અશોકપૌત્ર મૌર્ય સંપ્રતિના ગુરુ) આર્ય સુહસ્તિ(પ્રાયઃ ઈ. સ. પૂ. ત્રીજી શતાબ્દી ઉત્તરાર્ધ)ના એક શિષ્ય ઋષિગુપ્તથી સોરઠીયા શાખાની ઉત્પત્તિ થઈ હોવાનું જણાવ્યું છે તે શાખા “માનવ(માલવ?)ગણ'માંથી નીકળેલી છે. આથી સ્પષ્ટ રૂપે ફલિત થાય છે કે ઓછામાં ઓછું ઈસ્વીસનું પૂર્વેની બીજી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સુરાષ્ટ્રપ્રદેશમાં નિર્ચન્વધર્મનો પ્રચાર હતો. Page #27 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૪) આર્ય નાગાર્જુન દ્વારા નિર્ઝન્ય આગમોના સંકલન સંબદ્ધ પ્રાયઃ ઈસ્વી ૩૫૦ના અરસામાં સંપન્ન થયેલી પ્રથમ વાલભી વાચના' અને પછી દેવદ્ધિગણિની અધ્યક્ષતામાં, ઈસ્વી ૪૫૦(વસ્તુતયા ઈ. સ. ૫૦૩ અથવા પ૧૬)માં, અગાઉની આર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં સંપન્ન થયેલી માથુરી વાચના” (પ્રાયઃ ઈસ્વી ૩પ૩૩૬૩) અને પ્રથમ વાલભી એટલે કે નાગાર્જુનીય વાચના'ના પાઠોના મિલનાર્થે મળેલી “દ્વિતીય વાલજી પરિષદ'ની નોંધ લેતાં જૂનાં ઉલ્લેખો અને પ્રાચીન ગાથાઓ મધ્યકાલીન અને ઉત્તર- મધ્યકાલીન વૃજ્યાત્મક સાહિત્યમાં મળી આવે છે. આમાંથી પહેલી માન્યતાને ટેકો દેવવાચક કૃત નંદિસૂત્ર(પ્રાયઃ ઈસ્વી ૪૫૦)માંથી અને બીજીને પર્યુષણાકલ્પના અંતિમ હિસ્સા(પ્રાયઃ ઈસ્વી ૫૦૩/ ૫૧૩)ની એક નોંધ તેમ જ આચાર્ય મલયગિરિએ પુરાણા સ્રોતો પરથી ૧૨મા શતકમાં કરેલા ટિપ્પણ પરથી તારવી શકાય. “સ્થવિરાવલી”નો છેલ્લો અને પાંચમો હિસ્સો પણ દેવર્કિંગફિના નામ સાથે જ પૂરો થાય છે. આથી વાલભી વાચનાની વાતને કાઢી નાખવા માટેનો કોઈ તકે ઊભો રહી શકતો નથી. ૫) ઉત્તર-ક્ષત્રયુગીન અને અનુક્ષત્રપકાલીન જૈન આગમિક સાહિત્યની નોંધો અનુસાર ઉજ્જયંતગિરિ પર જિન અરિષ્ટનેમિનાં દીક્ષા, કૈવલ્યજ્ઞાન-પ્રાપ્તિ, અને નિર્વાણ એ ત્રણ કલ્યાણક થયેલાં. આવી માન્યતા આમ ઈસ્વી ત્રીજી-ચોથી સદીમાં પ્રચારમાન હતી. ૬) દિગંબર સંપ્રદાયના માન્ય ગ્રંથ પદ્ધષ્ઠાગમ (પ્રાયઃ ઈસ્વી ૫૦૦) પરની સ્વામી વીરસેનની ધવલા-ટીકા (ઈસ્વી ૮૧૫) અનુસાર ઉજ્જયંતગિરિની ચંદ્ર ગુફામાં વસતા આચાર્ય ધરસેને પુષ્પદંત ભૂતબલિ નામના મુનિઓને કર્મપ્રકૃતિ-પ્રાભૃત ભણાવેલું. આ ધરસેન, દિગંબર વિદ્વાનો માને છે તેમ ઈસ્વી બીજી શતાબ્દીના પ્રારંભના ન હોતા, મારી શોધ પ્રમાણે, ઈસ્વીસન્ ૪૫૦-૫૦૦ વચ્ચે થઈ ગયા છે''. ૭) આચારાંગ-નિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી પ૨૫)માં એ કાળે મહિમ્ન મનાતાં જે નિર્ઝન્થ તીર્થોનાં નામ આપેલાં છે તેમાં ઉજ્જયંતગિરિ પણ સમાવિષ્ટ છે. ૮) દિગંબર-માન્ય ગ્રંથ ત્રિલોકપ્રશસિ(પ્રાયઃ ઈસ્વી ૫૫૦)માં પણ નિર્ગસ્થ તીર્થોનાં આપેલાં બે ઉદાહરણોમાં એક ઉજજયંતગિરિનું છે. ૯) સભાષ્યદ્વાદશારાયચક્રના રચયિતા અને સિદ્ધસેનના સન્મતિપ્રકરણ પરની (હાલ અનુપલબ્ધ) વૃત્તિના કર્તા તેમ જ વલભી અને ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મહાનું દાર્શનિક વિદ્વાન્ મલ્લવાદી ઈસ્વીસનના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. તેઓ આવશ્યકનિર્યુક્તિ (પ્રાયઃ ઈસ્વી પર૫) અને બૌદ્ધ દાર્શનિક વિદ્વાન્ દિનાગ(પ્રાયઃ ઈસ્વી ૪૮૦-૫૬૦)ની કૃતિઓથી પરિચિત હતા. Page #28 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્પ્રન્થદર્શન ૧૦) મહાન્ દિગંબર દાર્શનિક વાદી-કવિ સમંતભદ્રે એમના બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦૦) અંતર્ગત જિન અરિષ્ટનેમિ સંબંધનાં પદ્યોમાં તેમને ‘કકુદાકૃતિ' ઉજ્જયંત સાથે સાંકળ્યા છે. ગિરનારનો ‘કકુદ’ એટલે કે બળદની ખૂંધ સમાન આકાર દૂરથી ઉત્તર તરફથી (જેતલસર અને ઉપલેટા વચ્ચેના રેલરસ્તે ડબાની બારીમાંથી જોતાં), સ્પષ્ટ રૂપે દેખાતો હોઈ સમંતભદ્ર આવી ઉપમા ગિરિને નજરે નિહાળ્યો હોય તો જ આપી શક્યા હોય. ૧૧) ઈ. સ. ૬૧૦માં જિનભદ્ર ગણિ રચિત વિશેષાવશ્યકભાષ્ય(રચના પ્રાયઃ ઈસ્વી ૫૮૫૫૯૦)ની પ્રત વલભીના કોઈ જિનાલયના ભંડારમાં મૂકવામાં આવેલી તેવું પ્રસ્તુત ગ્રંથની જેસલમેર ભંડારમાં એક દશમા શતકની રહેલી પ્રતની પુષ્પિકામાં નોંધાયેલું મળી આવે છે. આ જિનાલય ઈસ્વી ૬૧૦ની પહેલાં ત્યાં અસ્તિત્વમાન હોવું જોઈએ. ૩ આ સિવાય ચારેક સંદર્ભો એવા છે કે જેમાં પ્રાચીનતા સૂચક નિર્દેશો તો મળી રહે છે, પણ સાધનો સમકાલિક કે સમીપકાલિક નથી—જેમકે (૧) વ્યવહારભાષ્ય (પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૦૦)માં પ્રાકૃતના કવિ તરીકે વર્ણવેલા ભરૂચનાં ‘વજ્રભૂતિ’, જેમને મળવા નભોવાહન(ક્ષત્રપ નહાપાણ)ની રાણી ગયેલી; (૨) આકોટાની એક ધાતુમૂર્તિમાં ‘રથવસતિ’નો નિર્દેશ જે ‘આર્ય ૨થ’ના નામ પરથી હોય તો પ્રસ્તુત વસતિ ઈસ્વી બીજી શતાબ્દીની હોવાનો સંભવk; (૩) પછી વિદ્યાસિદ્ધ આર્ય ખપુટ, જે ઈસ્વી ત્રીજાથી લઈ પાંચમા સૈકાના ગાળામાં લાટદેશમાં ક્યારેક થયેલા૧૭; (૪) ને છેવટે ભૃગુકચ્છનું જિન સુવ્રતનું મંદિ૨, જે નવમા શતકમાં પણ પ્રસિદ્ધ તીર્થ હતું અને પ્રાચીન મનાતું: આર્ય ખપુટે તેને બૌદ્ધના હાથમાંથી છોડાવેલું તેવી અનુશ્રુતિ સાચી હોય તો આ તીર્થ તેમના કાળથી પૂર્વેનું એટલે કે ક્ષત્રપકાળ જેટલું તો પ્રાચીન હોવાનો સંભવ, ઇત્યાદિ. આમ પ્રાચીન સાહિત્યમાંથી નિગ્રન્થદર્શનના ગુજરાત સાથેના સંબંધના પ્રાયઃ ઈ. સ પૂર્વ ૧૭૫થી લઈ ઈસ્વી ૬૦૦ સુધીના સમય માટે પ્રાપ્ત થતાં ઉપર જે નોંધ્યાં છે તે વિશ્વસ્ત પ્રમાણો દેખીતી રીતે જ સાતમા શતકની પૂર્વેનાં છે. (તે કાળ પછીનાં પ્રમાણોની અહીં વાત કરવી અપ્રસ્તુત છે.) હવે પુરાતત્ત્વનાં પ્રમાણો વિશે જોઈએ. પુરાતત્ત્વીય પ્રમાણો ૧) જૂનાગઢથી દક્ષિણ તરફના નીચેરા ખડકોમાં કંડારાયેલી ‘બાવા પ્યારા' નામથી જાણીતી નાની નાની ગુફાઓનો સમૂહ ક્ષત્રપકાલીન છે અને અન્યથા તે જૂનાગઢથી ઉત્તર, વા ઈશાન તરફ રહેલી ખાપરાકોડિયાની વિશાળ ગુફાઓના સમૂહથી નોખી તરી આવે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વધુમાં એ બૌદ્ધ સંપ્રદાયની નથી જણાતી. બૌદ્ધ ઇમારતો, ઉપરકથિત ખાપરા કોડિયાની ગુફાઓ, તેમ જ ઇંટેરી બોરિયા સ્તૂપ અને રુદ્રસેન વિહાર–એક તરફ રહેલા છે જ્યારે આ ગુફાઓ બીજી તરફ, એથી ઊલટી જ દિશામાં આવી રહેલી છે અને તે સાવ નાની હોવા ઉપરાંત સાધારણ કોટિની છે. (બૌદ્ધોને તો રાજ્યાશ્રય મળતો રહેતો, એ કાળે નિર્ઝન્થોને નહીં.) હવે તેમાંથી બે ગુફાઓના ઉત્તરંગ-સ્થાને મંગલાકૃતિઓ કોરેલી છે. પ્રાચીન જૈનોમાં અષ્ટમંગલોનું ઘણું જ મહત્ત્વ હતું. વધુમાં અહીં પ્રાયઃ ઈસ્વી ૧૯૮૧૯૯ના અરસાના મળેલા સ્વામી જીવદામનનો ઉલ્લેખ કરતા લેખમાં ‘કેવલજ્ઞાન સંપ્રાણાનાં જીતપરામરણાનાં1 સરખી જૈન પરિભાષા અને દેવ, અસુર, યક્ષાદિના આગમન(કાચ જિનના કોઈક કલ્યાણકના ઉત્સવપ્રસંગે)નો ઉલ્લેખ છે. આમ આ ગુફાઓ નિર્ચન્ધકારિત જણાય છે. ૨) આકોટાથી મળેલા શ્વેતાંબર જૈન ધાતુપ્રતિમાનિધિમાંથી સૌથી જૂની જણાતી અને વારંવાર પ્રકાશિત થઈ ચૂકેલી ખંડિત જિન ઋષભની, પ્રમાણમાં ઠીક ઠીક મોટી, પ્રતિમા શૈલીની દષ્ટિએ ઈસ્વી ૫૦૦ના અરસાની હોવાનું મનાય છે. ૩) વર્ષો પહેલાં જમીનમાંથી પ્રગટ થયેલી, બે ઓપદાર ભૂરા-કાળા પથ્થરની જિન મૂર્તિઓમાંની એક વર્તમાને ઈડર ગામના અને બીજી ત્યાં ડુંગર ઉપરના દિગંબર જૈન મંદિરમાં સ્થાપવામાં આવી છે. શૈલીની દષ્ટિએ તેનો સમય છઠ્ઠા શતકનો જણાય છે. ૪) આકોટામાંથી મળી આવેલી ધાતુપ્રતિમાઓમાંથી બેના કારાપક “જિનભદ્ર વાચનાચાર્ય છે. પ્રતિમાઓની શૈલી અને તે પરના ઉત્કીર્ણ લેખોના અક્ષરો ઈસ્વી છઠ્ઠા સૈકાના ઉત્તરાર્થના જણાય છે. પ્રસ્તુત “જિનભદ્ર'ની સુપ્રસિદ્ધ આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ સાથે અભિન્નતા સૂચવાઈ છે". એમનો સ્વર્ગગમનકાળ ઈસ્વી પ૯૪ છે. ૫) ઢાંકની જૈન ગુફાઓ અને એનાં જૈન શિલ્પ ઈસ્વી પ૫૦-૬૦૦ના અરસામાં લાગે છે. આમ ઉપર નોંધ્યા તે પુરાતત્ત્વનાં પ્રમાણો પ્રાયઃ ઈસ્વી ૨૦૦થી ૬૦૦ સુધીના પ્રાપ્ત થાય છે. આથી પણ ગુજરાતમાં નિર્ચન્થ દર્શન | જૈન ધર્મનો પ્રવેશ સાતમા સૈકા પૂર્વે થયો જ નહોતો તેવી સ્થાપના માટે કોઈ જ અવકાશ રહેતો નથી. જો દક્ષિણમાં છેક તામિલનાડ(તમિળ્યુનાડ), અને તેથીયે આગળ સિંહલદીપ સરખાં સ્થાનોએ મૌર્યયુગમાં જ નિર્ચન્વધર્મનો પ્રવેશ થઈ ચૂક્યો હોય તો ઉત્તર-ભારત અવસ્થિત ગુજરાતમાં એનો વહેલા સમયમાં પ્રવેશ થયો ન જ હોઈ શકે તે માટે કોઈ બાધક પ્રમાણો ડિસ્કnકરાદિ વિદ્વાનો ઉપસ્થિત કરી શકેલા નહોતા. ડિસ્કલકરનું નિર્ચન્થ સ્રોતોનું, અને મધ્યકાલીન અભિલેખો અતિરિક્તનું પુરાતત્ત્વ સંબંધી, જ્ઞાન “શૂન્યથી વિશેષ હોવાની પ્રતીતિ થતી નથી. Page #30 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્પ્રન્થદર્શન અલબત્ત, અહીં મેં જે પ્રમાણો પ્રસ્તુત કર્યાં છે, તેમાંનાં કેટલાંક હજી એમના સમયમાં પ્રકાશમાં આવેલાં નહોતાં. પરંતુ સાંપ્રત કાળે તો તે સંબંધમાં કોઈ જ સંદિગ્ધતા રહેતી નથી, આ વિષયમાં કોઈ જ પ્રકારની સંશયસ્થિતિ ટકી શકતી નથી. ટિપ્પણો : ૧. ગુજરાત સાહિત્ય પરિષના જૂના કોઈ અંકમાં કે પછી અન્યત્રે આ વ્યાખ્યાન છપાયેલું હોવાનું સ્મરણ છે. ૨. આમાં આચારાંગ (પ્રથમ સ્કંધ : ઈસ્વી ૪૩૦-૩૦૦; દ્વિતીય સ્કંધ : ઈ. સ૰ પૂ ૧૦૦-ઈસ્વી ૧૦૦), સૂત્રકૃતાંગ (ઈ. સ. પૂર્વ ૩૦૦-૧૫૦), દશવૈકાલિક (ઈ. સ. પૂ. ૩૫૦-૨૦૦), ઉત્તરાધ્યયન (ઈ સ પૂ. ૩૦૦-ઈસ્વી ૧૦૦), ઋષિભાષિતાનિ (ઈ- સ. પૂ. ૪૭૫-૧૫૦), ઇત્યાદિ 3. थेरेहितो नं इसिगुत्तेहितो....नं एत्थ नं मानवगणे नामं गणे निग्गए । तस्स नं इमाओ चत्तारि साहाओ तिन्नि य कुलाई एव० 1 से किं तं साहाओ ? साहाओ एव माहिज्जति कासविज्जिया, गोमतिज्झिया, वासिट्ठिया, સોરક્રિયા, તે તે સાહાઓ । ૫ (જુઓ પં. કલ્યાણવિજય ગણિ ‘“સ્ત્વસ્થવિરાવતી,' પટ્ટાવતી-પાસંગ્રહ, જાલોર, ૧૯૬૬, પૃ ૨૪.) ૪. આજ પણ જેનો અનુયોગ (જેની વાચના) અર્ધભરત ક્ષેત્રમાં પ્રવર્તમાન છે તે આર્ય સ્કંદિલને નમસ્કાર હો એવી નોંધ દેવવાચકે સંદર્ભગત નંદિસૂત્રની ‘સ્થવિરાવલી’માં લીધી છે : યથા : स इमो अणुयोगो पयरइ अज्जावि अड्डभरहम्मि । बहुनगर निग्गयसे ते वंदे खंदिलायरिए । नंदिसूत्र, ६.३३ (જુઓ વિપુત્ત, અણુઓ દ્વારાડું, જૈન-આમ પ્રથમાલા : પ્રારૢ o, સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૬૮, પૃ- ૭.) ૫. જુઓ કલ્યાણ વિજય, પટ્ટાવલી, પૃ ૩૦, ૩૧. ૬. મલગિરિએ પાદલિપ્તસૂરિ (પ્રથમ)ના જ્યોતિષકદંડક ગ્રંથની ટીકામાં એવી નોંધ આપી છે. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ ૧૪૧, પાદટીપ ૧૩૦. - ७. सुत्तत्थरयणभरीये खमदममद्दगुणेहिं संपन्नो । देवड्ढिखमासमणे कासवगत्ते पणिवयामि ॥१४॥ (જુઓ કલ્યાણ વિજય, ૫ ૫ સઁ, પૃ. ૩૦.) ૮. જુઓ મારો “ÜÙrjayatgiri and Jina Aristanemi”, શીર્ષક હેઠળનો લેખ, Journal of the Indian Society of Oriental Art, (NS), Vol XI, Calcutta 1980, પ્રારંભના પૃષ્ઠો. ૯. મારા એક અદ્યાવિધ અપ્રકાશિત લેખ, “The Date of Satkhandāgama”માં પ્રસ્તુત કાળનિર્ણય અનેક સાંયોગિક પ્રમાણોના આધારે કર્યો છે. તેમાં અન્યોન્ય બીજી પણ ઘણી હકીકતો આવરી લેવામાં આવી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૦. એજન. ૧૧. એજન. ૧૨. જુઓ મારો ઉપર દર્શાવેલ લેખ “Úrjayatgiri” (પાદટીપ ૮ અનુસાર) ૧૩. એજન. ૧૪. જુઓ જિતેન્દ્ર શાહ, “વાદીન્દ્ર મલવાદિ ક્ષમાશ્રમણનો સમય,” નિગ્રંથ ૧, ગુજરાતી વિભાગ અમદાવાદ ૧૯૯૫, પૃ. ૧-૧૧. ૧૫. વિગત માટે જુઓ પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, “આનુશ્રુતિક વૃત્તાંતો,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૨, “મૌર્યકાલથી ગુપ્તકાલ' સં. ૨૦ છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી, સંશોધન ગ્રન્થમાલા-ગ્રંથાંક ૬૭, અમદાવાદ ૧૯૭૨, પૃ. ૪૮. 96.gaul Umakant P. Shah, Akota Bronzes Bombay 1959 "Intro", p. 3 and Inscription on p. 39. લેખ અને ધાતુપ્રતિમા લગભગ સાતમી સદી મધ્યભાગનાં છે. ૧૭. જુઓ વિશેષાવશ્યકભાષ્ય, ભાગ ૩, સંત દલસુખ માલવણિઓ, પં. બેચરદાસ દોશી, L. D. Series No. 21 અમદાવાદ ૧૯૬૮, પૃ. ૭૧૧, ગાથા ૩૫૯૦, તથા ત્યાં કોટ્ટાર્કગણિની વૃત્તિનો ભાગ, ૧૮. આની વિગતે ચર્ચા માટે જુઓ મારો લેખ “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો” નિર્ચન્થ ૩, અમદાવાદ, 96.724 James Burgess Antiquities of Kathiawād and Kucch, ASWI, II, London 1876. p. 139, અને ત્યાં અપાયેલ ગુફાનાં ધારોનાં ચિત્રો. ૨૦. આ વાત મથુરાના શકકાલીન જૈન આયાગપટ્ટોનાં અનેક અંકનો પરથી સિદ્ધ થાય છે. અલબત્ત, એ યુગમાં તો આઠથી વિશેષ મંગલો ઉપયોગમાં લેવાતાં. 29. "Junāgadh Inscription of the time of the grandson of Jayadāman," Epigraphia Indica Vol. XVI, p. 239. ૨૨. આ અંગે કોઈ કોઈ વિદ્વાનું શંકાશીલ છે. મને તો એમાં કોઈ સંદેહ જણાતો નથી. 23. Shah, Akota., plt. 8a 8b, and discussion on pp. 21, 26, 63 and 65. ૨૪. લેખકે તે સર્વેક્ષણ દરમિયાન નજરે જોયેલી. તેની તસવીર પણ લીધેલી અને ડા, ઉમાકાન્ત શાહે તે JOI, Barodaમાં અગાઉ કોઈક અંકમાં પ્રસિદ્ધ કરી છે. ૨૫. જુઓ Akota, pp. 4, no. 16, 63 f, and plates 10a, 106, 11. & 12b, 13b. ૨૬. Sankalia, Archaeology, plates 75, 76, and pp. 53, 120, 128, 158, 160, 162, 163, 166-168 & 234. Page #32 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ નિર્ઝન્થ-દર્શનના શ્વેતાંબર તેમ જ દિગંબર સંપ્રદાય(તથા તે બન્નેના પેટા ફિરકાઓ)ને મંગલરૂપે “પંચપરમેષ્ઠી-નમસ્કાર” સમાન રૂપેણ માન્ય હોવા ઉપરાંત તેનું ઉપાસનામાં પ્રાકમધ્યયુગથી તો સર્વાધિક મહત્ત્વ પણ સ્થપાયેલું છે. પ્રસ્તુત મંગલનો પખંડાગમ(પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૨૨૫)ને આધારે પ્રચલિત દિગંબર પાઠ (અને કોઈ કોઈ દાખલામાં તો શ્વેતાંબર પણ) આ પ્રમાણે છે: णमो अरिहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं । णमो लोए सव्वसाहूणं । આ “નમસ્કાર-મંગલ'નું મોડેથી માંત્રિક દૃષ્ટિએ મહત્ત્વ સ્થપાવાથી તેને “મંગલ'ને બદલે “મંત્ર'નું અભિધાન પ્રાપ્ત થયું. તદતિરિક્ત એમાં સીધી રીતે નહીં નીકળી શકતા અનેકાનેક અને તાત્ત્વિક ઊંડાણભર્યા અર્થો કાઢવામાં આવ્યા, અને હજી આવી રહ્યા છે. પ્રભાવક અને સિદ્ધિદાતા-મંત્રરૂપે મનાતું આ મંગલ તળપદા જૈન-ગુજરાતીમાં નોકાર' કહેવાય છે, જે ‘નવકાર' શબ્દ પરથી નીપજ્યું હશે; પણ અસલી આગમિક નામાભિધાન, મૂળ અર્ધમાગધી ભાષા અનુસાર તો, “નમુક્કાર” (પાઠાંતરે વા પ્રકારાન્તરે નમોક્કાર') છે, જેનું સંસ્કૃત ભાષાનું શુદ્ધ રૂપ “નમસ્કાર” છે. ઉપર્યુક્ત પાંચ પદોમાં નીચેનાં ચાર પદો નિર્યુક્તિકાળે જોડવામાં આવતાં મૂળનું “નમસ્કાર મંગલ', પછીનો ‘નવકાર મંત્ર', નવપદયુક્ત બને છે : एसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलम् ॥ પણ આ વધારાનાં ચાર પદો તો ઉપર્યુક્ત પંચ-નમસ્કારની કેવળ ફલ-પ્રશસ્તિરૂપે જ છે; એ મૂળ મંગલનો પાઠાંશ નથી, અને એ કારણસર ઈસ્વી છઠ્ઠી સદીથી બહુ પ્રાચીન પણ નથી. વ્યાખ્યાપ્રજ્ઞમિ(વર્તમાન સંકલન પ્રાય: ઈસ્વી ૩જી શતાબ્દી)ના ગ્રંથારંભે કે આવશ્યકસૂત્ર Page #33 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (સંકલન પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૦૦)ના આદિ નમસ્કાર-મંગલ રૂપે મળતા પાઠમાં આ વિશેષ ચાર પદો નથી. સંભવતઃ આવશ્યકનિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી ૫૨૫)માં તેના થયેલા સર્વપ્રથમ પ્રવેશ બાદ તેના આધારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યકભાષ્ય(પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં એનો સૌ પ્રથમ સ્પષ્ટ રૂપે, ખાસ કરીને તેની સ્વોપન્ન વ્યાખ્યામાં, નિર્દેશ થયેલો જોવા મળે છે. દિગંબરોમાં એ ચા૨ મૂળે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલાં પદો શૌરસેની પ્રાકૃત અનુસારે મળે છે. ८ ‘પંચનમસ્કાર’માં અર્હતો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને લોકમાં વિચરમાન સર્વ સાધુ-સંતોને ક્રમવાર વંદના દીધી છે. નિર્દોષ એવાં આ પદોના મૂલાર્થમાં સીધી રીતે તો કોઈ મંત્રાત્મકતા કે તંત્રમૂલકતાનો ભાવ કે સ્પર્શ નથી. અસલમાં આ પાંચ પદ કેવળ સૂત્રારંભે (એવં ધર્મકાર્યમાં) માંગલિક વચન રૂપે પઠન કરવા માટે રચવામાં આવેલાં; પણ મોડેથી એની પરમ પ્રભાવકતા વિશેની માન્યતાઓ પ્રચારમાં આવી, અને પછીથી તો તેના સમર્થનમાં મહિમા૫૨ક કથાઓ પણ ઘડી કાઢવામાં આવી : અને આ ‘નમસ્કાર-મંગલ' એ રીતે નવપદયુક્ત ‘નવકાર-મંત્ર'રૂપે ઘોષિત થયું, ઠરી ચૂક્યું, અને આજે તો એના મહિમાની અપારતા વર્ણવતાં, એમાં અનેક ગૂઢાર્થો અને એના સ્મરણ-જપનથી થતા પારાવાર લાભોની વાતો કથનાર અનેક લેખો-પુસ્તકોનું સર્જન થઈ ચૂક્યું છે, થતું રહ્યું છે. પ્રાચીન કાળે, અર્હત્ વર્ધમાન પછીના સમીપના સમયમાં, એટલે કે નિર્પ્રન્થ આગમોની પ્રથમ વાચના—પાટલિપુત્ર વાચના (પ્રાયઃ ઈ. સ. પૂ. ૩૦૦) સમયે કે તે પછીની કેટલીક સદીઓ સુધી—આ ‘નમસ્કાર–મંગલ'ની શું સ્થિતિ રહી હતી તે જોતાં બે વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે ઃ ૧) નમસ્કાર-મંગલમાં પુરાતન કાળે પ્રથમનું કેવળ એક જ પદ યા વિકલ્પે પ્રથમનાં બે જ પદો જ્ઞાત હતાં; ૨) પદોના કેટલાક શબ્દોનાં વર્તમાને પ્રચલિત મહારાષ્ટ્રી પ્રાકૃત રૂપથી અસલી અર્ધમાગધી રૂપો ભિન્ન હતાં : આ બે મુદ્દા પ્રસ્તુત મંગલના ઇતિહાસમાં ઘણું જ મહત્ત્વ ધરાવતા હોઈ કંઈક વિસ્તારથી તે વિશે સાધાર-સપ્રમાણ વિચાર કરીશું. બે’એક દશકા પહેલાં મહારાષ્ટ્રમાં મળી આવેલી પાલેની ગુફાઓમાંની એકના ટૂંકા શિલાલેખ(ઈ. સ. પૂ. બીજી-પહેલી સદી)માં, અને મથુરાના શકકાલીન એવં કુષાણકાલીન સમયમાં (ઈસ્વીસન્ની દ્વિતીય-તૃતીય શતાબ્દીના આરંભના બેત્રણ દશકોમાં) કેવળ એક જ પદ, પ્રચલિત પંચનમસ્કારનું પહેલું પદ માત્ર, મળે છે : અને ત્યાં પાઠ છે નમો અહંતાનં (કે વિકલ્પે નમો અહંતાન). કલિંગસમ્રાટ મહામેઘવાહન ખારવેલના કુમારિગિરની હાથીગુફામાં છતમાં કોરેલ મોટા પ્રશસ્તિલેખ(પ્રાયઃ ઈ સ૰ પૂર્વ ૫૦)માં બે પદો મળે છે : નમો ઝર ંતાનં તથા ત્યાં તે પછી તરત જ નમો ક્ષત્રે સિધાનું એમ કોર્યું છે. પ્રચલિત પાઠના બાકીનાં ત્રણ પદો એ કાળે તો ક્યાંયે પણ જોવા મળતાં નથી. Page #34 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ’ વાસ્તવમાં ‘પંચનમસ્કાર'નો પૂરો પાઠ સૌ પહેલાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(પ્રાયઃ ઈસ્વી ૨જી૩જી શતાબ્દી)ના પ્રમાણમાં જૂની પ્રતોના આધારે નિશ્ચિત કરેલા પાઠના મંગલમાં જોવા મળે છે : યથા : नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवज्झायाणं नमो लोए सव्व साहूणं આ પાઠમાં અર્થની દષ્ટિએ તો નહીં પણ વર્ણની દૃષ્ટિએ એક વિકાર આવ્યો છે : અહીં જ્યાં અર્ધમાગધી અનુસાર (અને પ્રાચીનતમ અભિલેખો પ્રમાણે 5' હોવું જોઈએ ત્યાં મહારાષ્ટ્રી પ્રાકૃત અનુસારનું ખં’ થઈ ગયું છે. આ પછી પુરાણા ‘ષડાવશ્યક'ના, મૂળે પૃથક્ રૂપે રહેલા, છ પાઠોના સંકલન તેમ જ તદંતર્ગત ક્રમેક્રમે થયેલાં ઉમેરણોથી ઈસ્વીસન્ના પંચમ શતકના આખરી ચરણના અરસામાં તૈયાર થયેલ આવશ્યકસૂત્રના, પુરાણી પ્રતોને આધારે નિશ્ચિત થયેલ પાઠમાં પણ સઁ ને સ્થાને ં જ જોવા મળે છે અને વિશેષમાં ત્યાં નમો અહંતાણં ને સ્થાને નમો અરિહંતાનું પાઠ થયો હોવાનું વરતાય છે. આમ મૂળનો ‘અરહંત’ શબ્દ અહીં પહેલી જ વાર, આજે તો સર્વત્ર પ્રચલિત, ‘અરિહંત' રૂપે મળે છે. તે પછી તુરતના કાળમાં દાક્ષિણાત્ય (સંભવતઃ મૂળે યાપનીય, વર્તમાને દિગંબર) પરંપરાના આગમતુલ્ય ગ્રંથ ષટ્યુંડાગમ(પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૨૫)માં પાંચે પદોમાં નમો ને સ્થાને મો જેવું સવિશેષ પ્રાકૃત રૂપ મળે છે, જેવું પછીથી શ્વેતાંબર પક્ષે કોટ્યાચાર્યની વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭૨૫)માં પણ બન્યું છે અને એનાથી થોડાંક વર્ષ પહેલાં જિનદાસણ મહત્તરની અનુયોગદ્વારચૂર્ણિમાં પણ સૂચિત છે : અને પ્રથમ પદમાં પ્રાચીન રૂપ ઝર ંતાનને સ્થાને આવશ્યકસૂત્રમાં મળે છે તે જ પ્રમાણે ‘અરિહંતાણં’ શબ્દ મળે છે. આમ મૂળના પદનું નમો અહંતાનંધનમો અહંતાણં→નમો અરિહંતા→ળમો અરિહંતા”માં તબક્કાવાર પરિવર્તિત થયું. આને લીધે આ પ્રથમ પદના અર્થનો વિપર્યાસ પણ થયો. ‘અરહ’ (અને તેનાથી નિષ્પન્ન બહુવચનમાં ‘અરહા’ [માનાર્થે] અને બહુવચનમાં ‘અરહંત’ શબ્દ) મૂળ સંસ્કૃત ‘અર્હત્’ પરથી બન્યા છે, અને ‘અર્હત્’ શબ્દ વેદકાલીન છે. એનો ત્યાં અર્થ કેવળ ‘યોગ્ય’ વા ‘સુપાત્ર’ એવો થતો અને પછીથી ‘પૂજ્ય’, ‘આદરણીય’, ‘સમ્માનીય' એવો થતો હતો. બૌદ્ધ સરખી અન્ય શ્રમણપરંપરામાં પણ મોડે સુધી એ જ અર્થમાં, અધ્યાત્મ-શોધમાં આગળ નીકળી ગયેલ ધ્યાની મુનિઓ-આચાર્યો માટે, વપરાતો; પણ નિગ્રન્થ-દર્શનમાં તો ‘અર્હત્’ શબ્દને ‘જિન’ (તપસ્વી અને ઇન્દ્રિયજેતા હોવાથી) અને ‘કેવલી’ (મૂળે ધ્યાનરત, આત્મપ્રવણ, એકાકી મુનિ) શબ્દનો નિ ઐ ભા. ૧-૨ ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પર્યાય ગણાવા અતિરિક્ત તેનો અર્થ ઈસ્વીસન્ની આરંભની સદીઓથી “સર્વજ્ઞ-સર્વદર્શી” પણ થઈ ગયો; ને તેની સાથે અર્હત્ ‘તીર્થ’ એટલે કે ‘ધર્મસંપ્રદાય’ના સ્થાપક, “તીર્થંકર”, હોવાને કારણે તેના પણ પર્યાય રૂપે ગણાવા લાગ્યો; ને સાથે જ, ગુપ્તકાળથી, ‘અર્હત્’ને વિશેષ વિભૂતિઓથી વિભૂષિત-સંવેષ્ટિત માનવામાં આવ્યા; જેમકે ૩૪ અતિશય, દેશના દેતે સમયે દિવ્ય સમવસરણની દેવનિર્મિત રચના, વિભૂતિઓનું—અષ્ટમહાપ્રાતિહાર્યોનું—પ્રાકટ્ય, ઇત્યાદિ. ‘અર્હત્’નું મૂળ અર્ધમાગધી ‘અર' અને માનાર્થે ‘અરહા’રૂપ બદલીને થયેલું ‘અરિહા’ (દાક્ષિણાત્ય પ્રાકૃતમાં અરુણા) અને તેમાંથી નિષ્પન્ન બહુવચન ‘અરિહંત’ વસ્તુતયા ગુપ્તકાળ પૂર્વેનાં નથી : એ જ યુગમાં થઈ ગયેલા બૌદ્ધ વ્યાખ્યાતા અદ્યકથાકાર બુદ્ધઘોષે પણ તેનો બૌદ્ધ સાહિત્યમાં પ્રથમ જ વાર ઉપયોગ કર્યો છે : પણ એક વાર ‘અરિહંત’ શબ્દ પ્રચારમાં આવ્યા બાદ આવશ્યકનિર્યુક્તિકાર (પ્રાયઃ ઈસ્વી ૫૨૫), આવશ્યકસૂત્રના ભાષ્યકારો (છઠ્ઠી સદી ઉત્તરાર્ધ) તથા ટીકાકારોએ(૮મીથી લઈ મધ્યકાળ પર્યંત) ‘અર’ અને ‘હંત' એવો સમાસ કલ્પી તેનો અર્થ ‘આઠ કર્મ રૂપી શત્રુઓને હણના૨' એવો કર્યો ! આમ મૂળ શબ્દ ‘અર્હત્’ના રૂપથી, તેમ જ તેના અસલી આશયથી પણ, ઘણું ઘણું છેટું પડી ગયું. ૧૦ હવે ઊભો થતો પ્રશ્ન એ છે કે પ્રાચીન કાળે શરૂઆતનાં બે જ પદોમાં કુષાણકાળના અંત પૂર્વે વૃદ્ધિ થઈ પાંચ પદો બનાવવાનું કારણ શું હશે ? નિગ્રન્થના ઇષ્ટદેવ, સંસારમાં મહામુનિ રૂપે ‘અર્હત્’ અને મુક્તાત્મા રૂપે ‘સિદ્ધ’ને નમસ્કાર કરવા પૂરતી જ રહેલી મૂળ વાત તો સમજાય તેવી છે. પણ ‘આચાર્ય’ અને ‘ઉપાધ્યાય’ને નમસ્કાર-મંગલમાં શા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા ? ચત્તારિમંગલમ્-સ્તોત્ર ઈસ્વીસન્ના આરંભમાં રચાયેલાં ચાર પદોમાં ‘અરિહંત’, ‘સિદ્ધ’, ‘સાધુ', અને ‘કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ'ને જ મંગલ રૂપ માન્યા છે. ‘આચાર્ય' અને ‘ઉપાધ્યાય’નો ત્યાં ઉલ્લેખ નથી. નમસ્કારમંત્રમાં આ ચત્તારિમંગલમ્-સ્તોત્રના ‘સાધુ મંગલમ્’ પદના પ્રભાવે ‘સાધુ’ શબ્દ નમસ્કારમંગલમાં પ્રવિષ્ટ બન્યો હશે. ઈસ્વીસન્ના આરંભના શતકોમાં શિષ્યોના ગુર્વાદિ સાથેના વર્તાવમાં આવી ગયેલ કેટલાંક અવાંચ્છનીય તત્ત્વો—ઉદંડતા, ઉશૃંખલતા, અવજ્ઞા, તોછડાપણું, અને ઘમંડ—કારણભૂત હશે ? ઉત્તરાધ્યયનસૂત્રના તથા વ્યવહારસૂત્રનાં કેટલાંક સૂત્રો જોતાં આવી અટકળ થઈ શકે. નાફરમાની, ઉદ્ધત અને અભિમાની શિષ્યોને કારણે વિનયભંગના પ્રસંગો, દાખલાઓ જૂના કાળે બન્યા હશે, બનતા હશે; આથી એક તરફથી વિનયપાલનના નિયમોમાં એવી હકીકતો સામે લાલબત્તી ધરી દેતી ગાથાઓ તેમ જ સામાચારીના નિયમોમાં દંડાત્મક સૂત્રો દાખલ કરવામાં આવ્યાં અને બીજી બાજુ ‘નમસ્કાર’ સરખા વંદનાત્મક ‘મંગલ’ના મૂળે એક યા બે પદોવાળા સંઘટનમાં વર્ધન કરી ‘અર્હત્’ એવં ‘સિદ્ધ’ પછી સંઘના મુખિયા રૂપે, સાથે વાચના દેનાર ‘આચાર્ય’ને, અને સૂત્રપાઠો શુદ્ધોચ્ચાર તેમ જ પાઠશુદ્ધિ સહિત ભણાવનાર Page #36 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં “નમસ્કાર-મંગલ’ ૧૧ ઉપાધ્યાયને, તેમ જ સાથે જ વિશ્વમાં વિચરમાન તમામ ચારિત્ર્યશીલ) સાધુઓને પણ સમાવી લેવામાં આવ્યા. નમો અરહંતાનું મંગલ પદની પ્રાચીનતા પ્રમાણોના આધારે ઈસ્વીસન્ પૂર્વેની બીજી શતાબ્દી સુધી જાય છે જ; પણ એ પદ વિશેષ પ્રાચીન હોવાનો સંભવ છે. જિન વર્ધમાન મહાવીરની પરંપરામાં વિકસેલ આગમોના પ્રાચીનતમ સ્તરમાં “અહંત' શબ્દનો જવલ્લે જ પ્રયોગ થયો છે; પણ પાર્શ્વનાથની પરિપાટીના પ્રાચીન ગ્રંથ ઈસિભાસિયાઈ (ઋષિભાષિતાન) અંતર્ગત તો નિર્ચન્થદર્શનના ન હોય તેવા અન્ય તીર્થિકોના મહાપુરુષોને પણ આદરાર્થે બહુવચનમાં “અરહા' કિંવા “અહતો કહ્યા છે જે વાત “અહ” શબ્દની પછીની નિગ્રંથમાન્ય વ્યાખ્યાને અનુરૂપ નથી. કલિંગ દેશની ગુફાનો ઉપર કથિત લેખ, જેમાં પંચપરમેષ્ઠી-મંગલના પ્રથમનાં બે પદ મળે છે, ત્યાં એ ગુફા “અહંતો માટે સમ્રાટ ખારવેલે કોરાવી તેવો પણ ઉલ્લેખ છે. પણ પછીની માન્યતા અનુસાર, “અહ” શબ્દની કેવલી, સર્વજ્ઞ-ગુરુ તીર્થકર સરખી સ્વીકારાયેલ વ્યાખ્યા પ્રમાણે અને શ્વેતાંબર પરંપરામાં તો સંભવિત નથી. જંબૂસ્વામીને ચરમ કેવલી ગયા છે અને મહાવીર પછી અહિતો સંભવી શકતા જ નથી. મહાવીરની પરંપરાના મુનિઓની ગણ-શાખાઓ-કુલોમાંથી કોઈ કલિંગનાં નગરો પરથી નિષ્પન્ન નથી થયાં; અને કલિંગનાં નગરો સંબંધના કોઈ ખાસ પ્રાચીન ઉલ્લેખો પણ પ્રાચીનતમ આગમ-સાહિત્યમાં નથી. આમ સંભવ છે કે આ કુમારગિરિની ગુફાઓ જે નિર્ઝન્થ મુનિઓ માટે કોરાવી તે પાર્શ્વનાથના સંપ્રદાયના હોય. કુમારગિરિની ગુફાથી પણ કદાચ થોડી વિશેષ પ્રાચીન પાસેની લેણ' એટલે કે “લયન” કિંવા માનવસર્જિત ગુફા તો ભદંત ઈન્દ્રરક્ષિતે કોરાવ્યાનું ત્યાંના લેખમાં કથન છે"૭, મહાવીરના સર્વથા અપરિગ્રહના ઉપદેશના પ્રભાવવાળી ઉત્તરની પરંપરામાં કોઈ નિગ્રંથ મુનિ પોતે “લેણ” કોરાવે તે વાત અકલ્પ છે. ભત ઇન્દ્રરક્ષિત પણ પાર્શ્વનાથની પરંપરામાં થઈ ગયા હોવાનો સંભવ છે. કંઈક અંશે બૌદ્ધોને મળતી મધ્યમાર્ગી ચર્યા અનુસાર પાર્થાપત્યો પોતે જ રસ લઈ ગુફાઓ કોરાવવાની છૂટ લેતા હોવાનો સંભવ નકારી શકાય નહીં.... નમો અરહંતાનનો ઉલ્લેખ કરનાર આમ બે પ્રાચીનતમ શિલાભિલેખો પાનાથની પરંપરાના હોવાનો સંભવ છે. સંભવ એ પણ છે કે આ (અને તે પછીનું “સિદ્ધ સંબંધીનું મંગલપદ) પ્રથમ પાર્શ્વનાથની પરંપરામાં ઉદ્ભવ્યાં હોય અને તે પછી તે બન્ને જિન વર્ધમાન મહાવીરના સંઘમાં સ્વીકારવામાં આવેલ પાર્શ્વપરિપાટીના અનેક, ‘પૂર્વ નામથી ઓળખાતા વર્ગના, સિદ્ધાતો-ગ્રંથોની વસ્તુ સાથે પ્રચલિત થયાં હોય, અને તેમાં શક-કુષાણ કાળ પછી વીરવર્ધમાનના સંપ્રદાયમાં બાકીનાં ત્રણ પદ ઉમેરવામાં આવ્યાં હોય. પુનિત “નમસ્કાર-મંગલ” “નવકાર-મંત્ર'માં કયારે પરિવર્તિત થયો તે હવે જોઈએ. Page #37 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પર્યંતારાધના અપરનામ આરાધનાપતાકામાં મરણસમયની સમાધિને સ્પર્શતાં ક્રિયાભિમુખ ૩૨ દ્વારો ગણાવેલાં છે. તેમાં ૩૧મું દ્વાર ‘નવકાર' છે; અને નવકાર સંબદ્ધ ત્યાં ૧૯ જેટલી ગાથાઓ આપી છે. વિશેષમાં ત્યાં ‘નમસ્કારમંગલ'ને ‘પરમ મંત્ર’ અને દ્વાદશાંગના સારરૂપ ઘટાવ્યું છે : યથા : ૧૨ एसो परमो मंतो एसो सारो दुबालसंगस्स । एयं नेयं ज्ञेयं कल्लाणं मंगलं पत्थं ॥ ९०८ ॥ (સ્વ.) મુનિ પુણ્યવિજયજીએ આ કૃતિને તપાગચ્છીય દેવેંદ્રસૂરિના કાળ પછીની એટલે કે ૧૩મી સદી ઉત્તરાર્ધની માની છે॰. મધ્યયુગમાં રચાયેલી એક બીજી પણ પર્યંતારાધના (અપરનામ આરાધનાસાર) છે; તેમાં ૨૪ દ્વારથી અંતિમ આરાધના સંબદ્ધ વિચાર કર્યો છે : ત્યાં ૨૦મું દ્વાર ‘નવકાર' છે, અને પાંચ ગાથા(૨૫૩-૨૫૭)માં અંતઃકાળે કરેલ નવકાર(જાપ)ના ફલનો ‘વૈમાનિક દેવ” થવા સુધીનો અપાર મહિમા કશ્યો છે : पञ्चनमुक्कारसमा अंते वच्वंति जस्स दस पाणा । सो जइ न जाइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥ २५४ ॥ नवकारपभावेणं जीवो नासेइ दुरियसंघायं । પરંતુ આ યુગથી સારી રીતે જૂના કાળમાં રચાયેલી આવશ્યકનિર્યુક્તિની “નમસ્કારનિર્યુક્તિ’માં, કે વિશેષાવશ્યકભાષ્યમાં તેમ જ તે બન્ને ગ્રંથોની પુરાણી વૃત્તિઓના વિવેચનમાં, કે હરિભદ્રસૂરિની આવશ્યકવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭પ૦)માં તો ‘નમસ્કાર મંગલ’ કિંવા ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર’ માટે ‘નવકાર-મંત્ર' જેવો શબ્દ-સમાસ મળતો જ નથી; અને છતાંયે મધ્યયુગથી એને મંત્રરૂપે ઘટાવવામાં કેમ આવ્યું હશે ? કદાચ એનાં મૂળ આવશ્યકનિર્યુક્તિની બે ગાથાઓમાં રહેલાં છે જ્યાં નમસ્કારમંગલના ફલ રૂપે પરલૌકિક જ નહીં પણ ઐહલૌકિક લાભની પણ વાત કરી છે. મને લાગે છે કે “ઐહલૌકિકલાભ” તો મંગલની આકસ્મિક પેદાશ રૂપે જ ત્યાં ઘટમાન છે. એનો વ્યવહારમાં પ્રધાન હેતુ રૂપે ઉપયોગ કરવા જતાં તો નિર્પ્રન્થ-દર્શનના પાયાની વીતરાગ-ભાવના એવં તદાધારિત વિમોક્ષના લક્ષ્યનો જ હ્રાસ થઈ જાય. વસ્તુતયા ભવચરિમ અવસ્થામાં જઈ રહેલ જીવને નમસ્કાર-મંગલમાં ચિત્ત પરોવવાથી કુશલ પરિણામની, પરિણામ-વિશુદ્ધિની, પ્રાપ્તિ થતાં શાંતિપૂર્વક સમાધિમરણ પામે એ હેતુની જ ત્યાં મુખ્યતા છે, એ જ વસ્તુ ત્યાં અભિપ્રેય છે. અન્યથા, સામાન્ય રોજિંદા જીવનમાં, કાયોત્સર્ગાદિ નિત્યધર્મ કિંવા વિશુદ્ધિ ક્રિયાઓમાં, આ મંગલના પઠનનો હેતુ ચિત્તને ઊંચી ભૂમિકાના ભાવોમાં સ્થિર કરવાનો અને પ્રશાંતરાગ અવસ્થામાં લઈ જવાનો છે. અલબત્ત, આજે નમસ્કાર-મંગલની ઉત્પત્તિ એવં ક્રમિક વિકાસની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તેમ જ તેના Page #38 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ' અસલી વિભાવ અને વિભાવનાની વાત બહુ થોડી વ્યક્તિઓને ગળે ઊતરી શકે : સંપ્રદાયમાં તેનો સ્વાભાવિક જ સ્વીકાર થઈ શકે નહીં. મધ્યકાળથી ‘નમસ્કાર મંગલ’ ‘નવકાર-મંત્ર’માં પરિણીત થઈ જવાથી મંગલનો મૂલ આશય જ પલટાઈ ગયો છે અને તેમાં નવા જ અર્થો રૂઢ થઈ ચૂક્યા છે, એટલે એ સ્થિતિમાં હવે ફેરફાર થઈ શકે નહીં, કે ન તો આ લેખ લખવામાં એવો હેતુ સન્નિહિત છે. અહીં તો કેવળ ઐતિહાસિક દૃષ્ટિએ ઉપલબ્ધ પ્રમાણોના આધારે આ વિષય પર વિચાર કરી જોયો છે૪. ૧૩ ઉપસંહાર ઉપરની સમીક્ષામાંથી નીપજતાં તારતમ્યો સાર રૂપે નીચે મુજબ ઘટાવી શકાય : (૧) અતિ પ્રસિદ્ધ અને પ્રચલિત ‘નમસ્કાર-મંગલ' કિંવા ‘પંચપરમેષ્ઠી-નમસ્કાર' પ્રાચીન કાળે એક યા બે પદો જ ધરાવતું હતું તેમ પ્રાચીનતમ, પ્રાયઃ ૨૨૦૦-૧૭૦૦ વર્ષ પૂર્વેના, શિલાભિલેખોના આધારે કહી શકાય. તેમાં બાકીનાં ત્રણ પદો મોટે ભાગે શક-કુષાણ યુગમાં ઉમેરવામાં આવેલાં હોય તેવો વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ઉત્તરાધ્યયનસૂત્ર, તેમ જ વ્યવહારસૂત્રના આધારે તર્ક થઈ શકે. (૨) પ્રસ્તુત મંગલના પ્રથમનાં બે પદોનો પ્રાદુર્ભાવ પાર્શ્વનાથના સંપ્રદાયમાં થયો હોવાનો સંભવ છે. અને મુખ્ય પાંચ પછીનાં વધારાનાં પ્રશસ્તિરૂપનાં ચાર પદો અનુગુપ્તકાલમાં, છઠ્ઠી શતાબ્દીના આરંભે, મોટે ભાગે તો નિર્યુક્તિકારના સમયમાં દાખલ થયાનું જણાય છે : પ્રથમ પદમાં મૂળ ‘અરહંત’ શબ્દ હતો; ‘અરહંત’ શબ્દનું ‘અરિહંત' રૂપાંતર ગુપ્તયુગના ઉત્તરાર્ધમાં થયું અને તે કારણસર પછીથી અસલી અર્થમાં પણ પરિવર્તન આવ્યું. (અને આજે તો તેમાં મોઢા આગળ બ્રાહ્મણીય ત્રિપુરુષદેવના પ્રતીક પવિત્ર ૐકારને પણ ઉમેરી દેવામાં આવ્યો છે !) (જૈન પરંપરામાં માંત્રિક-તાંત્રિક યુગમાં ઓસ્કારનો પ્રવેશ પ્રાયઃ ઈસ્વી આઠમા શતકમાં થયેલો હોવાનું જણાય છે.) (૩) માહેશ્વર-દર્શનના નમ: શિવાય અને ભાગવત-દર્શનના નમો ભાવતે વાસુડેવાય સરખા નમસ્કાર-મંગલ જેવી જ, કેવળ સુવિનય અને વિનમ્રતાપૂર્વકના નમનની, સાદર પ્રણામની, ભાવના મૂળમાં નમો અહંતાનં પદમાં પણ સન્નિહિત હોય તેમ લાગે છે. પણ જેમ પ્રથમ કથિત મંગલોનો માંત્રિક-તાંત્રિક રૂપે યંત્રો-મંડલોમાં લગાવ થયો, તેમ નિર્ગન્થોના ‘નમસ્કાર મંગલ’ની પણ એ જ દશા થઈ. (૪) ગુપ્તકાળથી ભારતમાં માંત્રિક સાધનાનો પ્રભાવ ઘણો વધ્યો હતો અને એ જ રીતે ગુપ્તોત્તરકાળથી તાંત્રિકતાનો, જેના પ્રભાવની ઝપટમાંથી નિર્રન્થ દર્શન બચી શકેલું નહીં. નિર્દોષ અને સરળ નમસ્કાર-મંગલ વિશેષ કરીને મધ્યકાળથી ‘નવકાર-મંત્ર’ રૂપે ઘટાવાયું Page #39 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ક્યાંક આધ્યાત્મિકતાના, આત્મોન્નતિના ઓઠા નીચે, તો ક્યાંક ઉઘાડે છોગે, આગમોની આજ્ઞાની છડેચોક, ખુલ્લે આમ વિરુદ્ધ જઈને, કરામતી માંત્રિક કોઠાઓ સહિત, અને ક્યાંય કયાંય પદ્મદલનાં વલયોની તાંત્રિક આલેખનાઓ સાથે તેની અદ્ભુત ચમત્કાર શક્તિની, તેમાં છુપાયેલાં ગહન અને ગૂઢતમ રહસ્યોની, તેનાં ૧૦૮, હજાર, કે લાખવાર કરેલા જપના પ્રભાવથી ઉત્પન્ન થતા બેસુમાર લાભ આદિની માન્યતાઓ બંધાઈ, જે બધી મોડેની છે, અને એ સૌ એષણારિક આસ્થાની સંતુષ્ટિ માટેની છે. ભૌતિક લાભોને એક કોર રાખીને જેને આ પવિત્ર “મંગલ'ના એકાગ્ર ચિત્તે કરેલ પાઠથી આધ્યાત્મિક અનુભૂતિ થતી હશે, શાંતિ મળતી હશે, તેની પાછળ તેનાં પદોની માની લેવાયેલ માંત્રિક શક્તિ કામ કરી જતી હશે, કે પછી ધ્યાનકર્તાની અતૂટ શ્રદ્ધા અને એની પડછે રહેલી સ્વકીય આત્મશક્તિ કામ કરી જતી હશે તેનો નિર્ણય તો મનોવૈજ્ઞાનિકો અને યોગીઓ જ કરી શકે. સાંપ્રત લેખનો ઉદ્દેશ તો નમસ્કારમંગલની સંરચના પાછળની ઐતિહાસિક ભૂમિકાનાં કેટલાંક પાસાંઓનો ઉપલબ્ધ પ્રમાણોના આધારે નિર્દેશ માત્ર કરવાનો છે. (૫) મૂળ અર્ધમાગધી ભાષા અનુસાર નમસ્કાર મંગલ'નો અસલી પાઠ નીચે મુજબ થાય : नमो अरहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो उवज्झायानं नमो लोगे५ सव्वसाधून પરિશિષ્ટ પશ્ચાત્કાલીન પ્રબંધાદિ સાહિત્યમાં સિદ્ધસેન દિવાકર આ પાંચ પદયુક્ત અર્ધમાગધી મંગલને સંસ્કૃત ભાષામાં એક પદમાં જ વિન્યાસ કરીને રચ્યાનું કહેવાય છે : યથા નમોડર્રસિદ્ધ વાર્થોપાધ્યાય સર્વસાધુઝઃ જેના બદલામાં તેમને સંઘ બહાર મૂકેલા એવો પ્રઘોષ છે. પરંતુ (દ્વિતીય) આતુરપ્રત્યાખ્યાન(પ્રાક્ષ્મધ્યકાલીન)માં આ પાંચ પદોને એક ગાથામાં અને આરાધનાપતાકા અપરનામ પર્યતારાધનામાં મૂળ મંગલ અતિરિક્ત પ્રશસ્તિનાં ચાર પદોનો ભાવ લઈ બે ગાથામાં યોજી દીધાં છે તે વાત વિચારમાં નાખી દે છે : યથા : नमो अरहंताणं सिद्धाणं नमो य सुह समिद्धाणं । आयरिउवज्झायाणं नमो नमो सव्वसाहूणं ॥ - માતુ-પ્રત્યાહ્યા. ર૬ . Page #40 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ' તથા अरहंताणं तु नमो नमोऽत्थु सिद्धाणं तह य सूरीणं । उवज्झायाणं च नमो नमोऽत्थु सव्वेसि साहूणं ॥ इय पंचनमोक्कारो पावाण पणासणी असेसाणं । तो सेसं चइऊणं सो गज्झो मरणकालम्मि ॥ -आराधनापताका, ९०३-९०४ (અહીં બીજા દૃષ્ટાન્તમાં ‘આચાર્ય’ને સ્થાને ‘સૂરિ’ શબ્દનો પ્રયોગ થયો છે તે વાત પણ નોંધપાત્ર છે. રચના મધ્યકાલના પ્રારંભની કે તે પૂર્વની હોવાનો સંભવ છે.) ૧૫ આ ગાથાઓના સર્જકોને સજા થઈ હોય તો તેના નિર્દેશ પ્રાપ્ત નથી. સંભવ છે કે પ્રાકૃતમાં ગુંફન કરવાને કારણે આ પ્રવૃત્તિ એટલી અપરાધપાત્ર નહીં ગણાઈ હોય, જેટલી સંસ્કૃતમાં સમાસ રૂપે પ્રસ્તુત કરવામાં હોય. (આમાંથી આરાધનાપતાકાની બે ઉપર્યુક્ત ગાથાઓ અભયદેવસૂરિ વિરચિત આરાધનાપ્રકરણમાં પણ [ગાથા ૭૮-૭૯ રૂપે] મળી આવે છે : ત્યાં શખ્શો ને બદલે તેયો રૂપ છે)૨૯. પરિશિષ્ટ મૂળ લેખ તો પંદરેક વર્ષ પૂર્વે તૈયાર થઈ ગયેલો, પણ થોડો અધૂરો હતો એટલે પ્રકાશનાર્થે ક્યાંય મોકલ્યો નહોતો. દરમિયાન સાધ્વી સુરેખાશ્રીજીનો “પંચપરમેષ્ઠિ મન્ત્ર જા ઋતૃત્વ ઔર શવૈકાતિ'' નામક લેખ શ્રમળ વર્ષ ૪૨, અંક ૭-૧, વારાણસી જુલાઈડિસેમ્બર ૧૯૯૧, પૃ. ૧-૧૦ પર પ્રકાશિત થયેલો જોવા મળ્યો. તેમાં તેમણે દશવૈકાલિકસૂત્ર ૫.૧.૧૨૪નું ચરણ ઉદંકિત કર્યું છે, જે મહત્ત્વનું છે : યથા : णमोक्कारेण पारेत्ता करेत्ता जिनसंथवं । : એનો પૂર્વાપ૨સંબંધ જોતાં નનસ્કારમંગલથી કાયોત્સર્ગ પારવાની વાત છે અને તે પછી ‘જિનસ્તવ’ કહેવાની વાત પરિલક્ષિત છે. અગસ્તયસિંહની દશવૈકાલિક-ચૂર્ણિ (પ્રાય ઃ ઈસ્વી ૫૭૫-૫૬૦) અને દશવૈકાલિકની દ્વિતીય ચૂર્ણિ(પ્રાયઃ ઈસ્વી ૬૭૫-૭૦૦)માં આપેલું વિવરણ પણ ઉપર્યુક્ત અર્થઘટનનું સમર્થન કરે છે. પણ આમાં બે પ્રશ્નો ઉપસ્થિત થાય છે : (૧) ‘નમસ્કાર’થી ત્યાં પૂરા પાંચ પદનું મંગલ હોવાનું સૂચિત છે ખરું ? (૨) દશવૈકાલિક સૂત્ર આર્ય શષ્યભવ(કે સ્વાયંભૂવ)નું રચેલું મનાય છે. એથી તેનો સમય ઈસ્વીસન્ પૂર્વે ચોથી શતાબ્દીના પૂર્વાર્ધનો ઠરે. પરંતુ મેં અન્યત્ર ચર્ચા કરી છે તેમ દશવૈકાલિકસૂત્રના તો પહેલા બે જ અધ્યયન અને તેમાં અન્યત્રે છૂટક પઘો જ આર્ય શય્યભવનાં છે. બાકીનું બધું મૌર્યકાળથી લઈ Page #41 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ : ઈસ્વીસન્ના પ્રારંભ સુધીમાં અન્યો દ્વારા રચાયું છે. બીજી વાત એ છે કે ‘જિનસંસ્તવ’થી ચૂર્ણિકારોને ‘લોગસ્સસ્તવ' અભિપ્રેય છે, પણ આ સ્તવ તો આર્ય શ્યામ (પ્રથમ) રચિત પ્રથમાનુયોગ(અનુપલબ્ધ ઃ પ્રાય૰ ઈ સ પૂ ૫૦ - ઈસ્વી પ૦)ના ઉપોદ્ઘાત મંગલરૂપે હોય તેવી જોરદાર શક્યતા છે. (પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થંકરોનાં ચરિત્રો હતાં. અને ઉપર્યુક્ત સ્તવમાં ૨૪ જિનોનાં નામ આપી સંક્ષિપ્તમાં સ્તુતિ કરેલી છે.) આ જોતાં દશવૈકાલિકસૂત્રના સંદર્ભગત ‘નમોક્કાર’ અંતર્ગત એમાં પાંચ પાંચ પદો હોવાનું વિવક્ષિત હોય તોપણ આ અધ્યયન શય્યભવના કાળથી ઠીક ઠીક મોડું હોઈ ઉપરની મૂળ ચર્ચામાંથી જે નિષ્કર્ષો કાઢ્યા છે તેને જફા પહોંચતી નથી. ૧૬ ટિપ્પણો ઃ ૧. દુર્ભાગ્યે અમદાવાદની જૈનાદિ સંસ્થાઓમાં પ્રસ્તુત પુસ્તક ન હોઈ અહીં તેનો સંદર્ભ ટાંકી શકાયો નથી. પ્રસ્તુત પુસ્તક અંગ્રેજી પ્રસ્તાવના સમેત (સ્વ) નથમલ ટાટિયા દ્વારા સંપાદિત થઈ, મોટે ભાગે નાલંદા (કે પછી વૈશાલી) સંસ્થાન તરફથી પ્રકટ થયું હોવાનું આછું સ્મરણ છે. ૨. આ ‘નોકા૨’ પરથી ‘નોકારશી' શબ્દ ઊતરી આવેલો છે. ૩. આ પદો દિગંબર પરંપરામાં પણ, અલબત્ત શૌરસેની સ્પર્શ સહિત, પ્રચારમાં છે. ૪. નિર્યુક્તિ સંગ્રહ, હર્ષપુષ્પામૃત જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક : ૧૮૯, સં વિજયજિનેન્દ્રસૂરિ, લાખાબાવળ ૧૯૮૯, પૃ. ૯૯, ગાથા-૧૦૧૮. ૫. H. D. Sankalia, “Earliest Jain Inscription from Maharastra," Mahavira and His Teachings, Eds : A. N. Upadhye et al, Bombay 1977, P. 394. ૬. પં૰ વિનયમૂર્તિ, નૈન શિતાનેવસંપ્રદ : દ્વિતીય ભાગ, માણિકચંદ્ર-દિગમ્બર-જૈન ગ્રંથમાળા-પુષ્પ-૪૫ મુંબઈ, વિ. સં. ૨૦૦૯, ઈ. સ. ૧૯૫૨, પૃ ૧૭ લેખાંક ૧૪-૧૫, પૃ. ૪૮ લેખાંક, ૭૧-૭૨-૭૩ પૃ. ૫૧ લેખાંક ૮૦. ૭. એજન પૃ ૪ લેખાંક ૨. ૮. વિયાહપણત્તિસુત્ત, પ્રથમ ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૧) સંત પં૮ બેચરદાસ જીવરાજ દોશી, મુંબઈ ૧૯૭૪, પૃ. ૫૦૧. ૯. ટિપ્પણ ૧ મુજબ. ૧૦. વર્તમાને તો સર્વત્ર આ ખોટો અર્થ જ પ્રચારમાં છે. ૧૧. જુઓ ઉત્તરાયળારૂં, જૈન આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧૫, સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૭૭, પૃ ૧૬૬, ૧૭-૪-૫ ઇત્યાદિ. ૧૨. વ્યવહારસૂત્રના વિનય સંબદ્ધ કેટલાંક કથનો. ૧૩, આવશ્યકચૂર્ણિમાં નમોસ∞ સાધુનું એવો પાઠ મળે છે. સોળે શબ્દ છોડી દીધો છે, કદાચ એટલા માટે કે Page #42 -------------------------------------------------------------------------- ________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં નમસ્કાર-મંગલ' લોગ બહાર તો સાધુઓ (કે કોઈ પણ જીવિત જીવ) હોતા જ નથી. ૧૪. આ વાત પર્યુષણાકલ્પની ‘સ્થવિરાવલી'થી, અને મથુરાના કુપાત્રકાલીન અભિલેખોમાં મળી આવતા અનેક ગણ, શાખા, અને કુલાદિ સંબંધી મળી આવતી માહિતીને આધારે સ્પષ્ટ રૂપે સિદ્ધ થઈ જાય છે. ૧૫. અપવાદરૂપે દ્વિતીય આર્યશ્યામ વિરચિત પ્રજ્ઞાપનાસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩જી સદી) અંતર્ગત ૨૪-૧/૨ દેશો અને તેની રાજધાનીઓનાં નામ ગણાવ્યાં છે, તેમાં કલિંગદેશની રાજધાનીરૂપે કાંચનપુર ગણાવ્યું છે. ૧૬. અલબત્ત આ એક સંભવિત ધારણા માત્ર છે. ૧૭. Cf. H. D. Sankalia, “Earliest Jaina Inscription from Maharashtra,” Mahāvira and His Teachings, Eds. A. N. Upadhye et el, Bombay 1977, pp. 389-394 and plate there of. ૧૮. પાર્શ્વપત્યોના સામાચારિ સંબદ્ધ નિયમો બહુ ચુસ્ત નહોતા, એ વાત સુવિદિત છે. જુઓ "Arhat Pārsva and Dharanedra Nexus: An Introductory Estimation," Arhat Pärśva, and Dharmendra Nexus, Delhi 1997. ૧૭ ૧૯. જુઓ, પટ્ટાયમુત્તારૂં ભાગ ૨, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૭, ભાગ ૨, સં પુણ્યવિજય મુનિ, મુંબઈ ૧૯૮૭, પૃ. ૮૨. ૨૦. મેં આ કયા આધારે લખ્યું છે તેની નોંધ સામે ન હોઈ ગ્રંથ ટાંકી શકાયો નથી. આ ટાંકણે પૂરી કૃતિને ફરીથી જોઈ જતાં તેમાં અનેક જુદા જુદા સમયે રચાયેલી, આરાધના સંબંધ જૂની કૃતિઓમાંથી ગાથાઓ સંગ્રહી લીધી હોય તેવું સ્પષ્ટ થાય છે. ૨૧, કારતું ચોખ્ખું સિદ્ધા સ્નાતું તે 61; | नवि कोई परिसाए पणमिता पणमई रज्जो ॥१०२२ ॥ इत्थ य पओअणमिणं कम्मक्खओ मंगलागमो चेव । इहलोअ परलोईअ दुविह णालं तत्थ दिता ॥ १०२३॥ જે ૨૨. છતાં આજે તો એ ભાવનાથી તદ્દન વિરુદ્ધનાં જ માન્યતા અને વર્તન ચારે તરફ જોવા મળે છે, શોચનીય છે. ૨૩. મુનિજનો પણ એવું જ માનતા હોય તેવું લાગે છે, એટલે નમસ્કાર-મંગલના મૂળ આશય તરફ વળવાનું હવે તો અસંભવિત છે. રૂઢિ-પરસ્તી છોડાવવા માટે કોઈ સમર્થ નથી. ૨૪. પ્રો. બંસીધર ભટ્ટે મને Minster (Germany)થી આ સંદર્ભમાં નોંધ મોકલી છે જે વિચારણીય છે : અર્દનું અહિં (arha) અથવા અહ (ar*ha). આ બંને રૂપો પ્રાતિશાખ્યોના નિયમ મુજબ થઈ શકે છે, ને તે તેટલાં જ ઈ. સ. પૂર્વે ૧૦/૯મી સદી- જૂનાં ગણાય, પાણિનિ પણ સ્વરભક્તિ(૮.૪.૪૬....)માં તે જણાવે છે આ રીતે આર્ય > મરિય વર્ષ > વરિમ તે બધાં sibilantsથી થાય છે; ઇત્યાદિ ખારવેલના લેખમાં પણ ‘અરસ gen. Plનું રૂપ છે. આપ જોશો, મને એમ લાગે છે કે ત્યાં = - [ નિ. એ ભા. ૧-૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે. (શ્રી ભટ્ટના છેલ્લા સૂચન અંગે દિનેશચંદ્ર સરકારની ખારવેલના હાથીગુફા અભિલેખની વાચના જોઈ તેના આધારે નિર્ણય લેવો જોઈએ.) ૨૫. ‘લોગે’ શબ્દ આવશ્યકચૂર્ણિના પ્રમાણને ધ્યાનમાં લઈએ તો કદાચ મૂળમાં ન પણ હોય. ૨૬. પ્રચલિત “સાહુણ” મહારાષ્ટ્ર પ્રાકૃત અનુસાર બની ગયું છે. મૂળમાં અર્ધમાગધી “સાધૂનાં અનુસાર હોવું ઘટે. ૨૭. પvયસુત્તારૂં, પ્રથમ ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૭, સંત પુણ્યવિજયમુનિ, મુંબઈ ૧૯૮૪, પૃ. ૩૦૭. ૨૮.પફઇથયુત્તારું ભાગ ૨, પૃ. ૮૨. પ્રસ્તુત ગાથા એ જ ગ્રંથમાં અભયદેવસૂરિના આરાધનાપ્રકરણ (પ્રાયઃ ઈસ્વી ૧૦૭૫)માં પણ ગાથા ક્રમાંક ૭૮ રૂપે મળે છે. ૨૯. જુઓ પvયમુત્તારૂં ભાગ ૨, પૃ. ૨૩૦-૩૧. ૩૦. જુઓ મારો અંગ્રેજીમાં લેખ; “The Earliest Portions of Dasavaikalika-sura”, Researches in Indian and Buddhist Philosophy, Ed. Ram Karan Sharma, Delhi 1993, pp. 179. 193. Page #44 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાર્યાચાર્ય અને દરિલાચાર્ય ઈસ્વીસન્ પૂર્વેની પાંચમી શતાબ્દીના અંતભાગે કે ચોથી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા આર્ય શઠંભવ વા સ્વાયંભુવ દ્વારા રચાયેલા મનાતા દશકાલિક કિંવા દશવૈકાલિક-સૂત્રની જૈન શ્વેતાંબર શ્રુતમાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. સદાચરણ અને વૈરાગ્યપોષક અભિભાવો, ચિંતન-ગહનતા અને ચેતોહર પદલાલિત્ય ધરાવતી તેની કેટલીક સુગંભીર ગાથાઓનું ભારતીય તત્ત્વપ્રવણ સાહિત્યમાં ઊંચું સ્થાન છે. પ્રકૃતિ આગમ પર આથી સ્વાભાવિક રીતે જ અલગ અલગ સ્વરૂપની અને સારી એવી સંખ્યામાં પ્રાચીન અને મધ્યયુગમાં વ્યાખ્યાઓ થયેલી : જેમાં આચાર્ય ભદ્રબાહુ દ્વિતીયની મનાતી નિયુક્તિ (પ્રાકૃત : ઈસ્વીસનો પમો-છઠ્ઠો સૈકો), “વૃદ્ધવિવરણ” નામક અજ્ઞાત કર્તક ચૂર્ણિ (સાતમા સૈકાનો ઉત્તરાર્ધ), થોડાં વર્ષો પહેલાં મળી આવેલી અગત્યસિંહની ચૂર્ણિ (પ્રાકૃતઃ છઠ્ઠા શતકનો ઉત્તરાર્ધ), અને આચાર્ય હરિભદ્રસૂરિની શિષ્યબોધિની-ટીકા કિવા શિષ્યહિતાવૃત્તિ (સંસ્કૃત : ૮મા શતકનો પૂર્વાર્ધ) મુખ્ય, વિશદ, વિશેષ મહત્ત્વપૂર્ણ, અને પ્રમાણમાં પ્રાચીન છે. તદતિરિક્ત દક્ષિણ ભારતમાં વિશેષે પાંગરેલ, જૈન સંપ્રદાયના એક ત્રીજા આમ્નાયવ્યાપનીય સંઘના અપરાજિતસૂરિ અપરનામ વિજ્યાચાર્યે પણ દશવૈકાલિક પર એક ટીકા–વિજયોદયા ટીકા (૮મો-૯મા સૈકો)–રચેલી, જે હાલ અપ્રાપ્ય છે. અગત્યસિંહની ચૂર્ણિના અંતરાવલોકન પરથી જણાય છે કે તે કૃતિ પૂર્વે પણ દશવૈકાલિકસૂત્ર પર બેએક વૃત્તિઓ પ્રાકૃત ભાષામાં રચાઈ ગયેલી, જેનાં અવતરણ વા આશયાદિ ચૂર્ણિ અંતર્ગત યત્રતત્ર જોવા મળે છે". ચૂર્ણિકાર વિશેષમાં ‘ભદ્ર” અને “દત્તિલ' નામના બે પૂર્વવર્તી આચાર્યોના મત પણ ઉફૅકિત કરે છે. સંભવ છે કે જે એકાદ-બે પુરાણી વૃત્તિઓનાં અવતરણ, વ્યાખ્યા-વિવરણ આદિ ચૂર્ણિમાં મળે છે તેના કર્તા પૂર્વકથિત ભદ્રાર્યાચાર્ય અને દક્તિલાચાર્ય હોય. સંદર્ભગત આચાર્યો કોણ હતા, જ્યારે થઈ ગયેલા, એ વાત અન્વેષણીય છે. અગત્યસિંહીયા ચૂર્ણિનો સમય (સ્વ) મુનિશ્રી પુણ્યવિજયજીએ આગમો પરનાં ભાષ્યો પૂર્વેનો અને પૌવપર્યનાં પ્રમાણોનાં વિશેષ પરીક્ષણ પછી પંદલસુખ માલવણિયાએ છઠ્ઠા શતકના મધ્યના અરસાનો નિશ્ચિત કર્યો છે, જે બહુધા સ્વીકાર્ય જણાય છે. આથી પૂર્વોક્ત આચાર્યો (ભદ્ર-દત્તિલ) ચૂર્ણિકારથી અને ચૂર્ણિના સમયથી પૂર્વવર્તી જ માનવા ઘટે. આ પુરાતન આચાર્યો સંબંધમાં પહેલી તલાશ પટ્ટાવલી આદિ સંબદ્ધ સાહિત્યમાં કરવી જોઈએ. એતદ્ વિષયક સાધનોમાં વર્તમાને પર્યુષણાકલ્પની “સ્થવિરાવલી” સૌથી પ્રાચીન છે. તેનો આર્ય સ્કંદિલ પર્યંતનો ભાગ સ્પષ્ટતયા આગમોની માથુરી વાચના (પ્રાયઃ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈ. સ. ૩૫૩-૩૬૩) જેટલો પ્રાચીન છે, “સ્થવિરાવલી”ના એ પુરાણા હિસ્સામાં આર્ય વજથી સાતમા આચાર્યનું નામ આર્ય ભદ્ર મળે છે અને પ્રસ્તુત આર્ય ભદ્રથી સક્ષમ આચાર્યનું નામ ફરીને આર્ય ભદ્ર એ પ્રકારે મળે છે. આચાર્ય વજનો સમય સરેરાશ ગણતરીએ ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ સદીમાં પડે છે, અને એ હિસાબે પ્રથમ આર્ય ભદ્રનો સમય ઈસ્વીસની પહેલી શતાબ્દીના અંતભાગે અને દ્વિતીય આર્ય ભદ્રનો કાળ લગભગ ત્રીજી શતાબ્દીના મધ્યના અરસામાં આવે. ભદ્રાચાર્ય સંબંધી વિશેષ તલાશ પરવર્તી સમય-ખંડોમાં કરતાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એવા બીજા બે નિર્દેશોની ભાળ મળે છે. વિદિશાના ઉદયગિરિ(પ્રા. નીગિરી)ની જૈન ગુફાના ગુ. સં. ૧૦૬ | ઈ. સ. ૪૨૫-૨૬ના ઉત્કીર્ણ લેખમાં જણાવ્યા પ્રમાણે આર્યકુલોગત આચાર્ય ગોશર્મ દ્વારા ગુફાના મુખમાં જિન પાર્શ્વની પ્રતિમા પ્રતિષ્ઠિત થયા હોવાનો ઉલ્લેખ છે. શિલાલેખ ઉલ્લિખિત આચાર્ય ભદ્ર અને કલ્પસૂત્ર-સ્થવિરાવલીના દ્વિતીય ભદ્રાય આમ તો અભિન્ન લાગે. પરંતુ સમાન ગુરુના સાધુઓના સમુદાય માટે ઉત્તરની મુખ્યધારાના નિર્મન્થોમાં “અન્વય” કહેવાની પ્રથા નહોતી. ત્યાં ગણ, શાખા, કુલ જેવા પ્રભેદ હતા. આથી ચૂર્ણિ-કથિત ભદ્રાયંચાર્ય એ પટ્ટાવલી-કથિત આર્ય ભદ્ર (કદાચ દ્વિતીય) હોવાનો સંભવ નહિવત્ રહે છે. બીજો ઉલ્લેખ સૂત્રકૃતાંગ પરની અનામી કર્તાની ચૂર્ણિ(વૃદ્ધ-વિવરણ)માં સૂ. ૭૬૦ પરના વ્યાખ્યાનમાં મળે છે. ત્યાં અત્ર તૂષણક્ષમાશ્રમશગપટ્ટિ(દ્દિ?)થવા વૃવતે એવો ઉલ્લેખ આવે છે. પર્યુષણા કલ્પ-સ્થવિરાવલીમાં તેમ જ ઉદયગિરિના શિલાલેખમાં આવતા ભદ્રાચાર્યને બદલે આ સૂત્રકૃતાંગ ચૂર્ણિ-કથિત ભદ્રાર્યાચાર્ય અને દશવૈકાલિક-ચૂર્ણિ (અગસ્યસિંહ) કથિત એ જ નામના આચાર્ય અભિન્ન હોવાનો વિશેષ સંભવ છે. સૂત્રકૃતાંગ ચૂર્ણિ અનુસાર ભદ્રાચાર્યના ગુરુ દૂષ્યગણિ ક્ષમાશ્રમણ તે અન્ય કોઈ નહીં પણ નંદીસૂત્રની “સ્થવિરાવલી”માં આવતા, સૂત્રકાર દેવવાચકના ગુરુ, “દૂષ્યગણિ” જ જણાય છે. નંદીસૂત્રની રચના વલભીમાં મળેલી દ્વિતીય પરિષદ(ઈ. સ. ૧૦૩ / ૫૧૬)થી પહેલાં થઈ ચૂકેલી જણાય છે. ત્યાં, વિરાવલીમાં, આર્ય નાગાર્જુન (ઈ. સ. ના ચોથા સૈકાનું પ્રથમ ચરણ)થી દૂષ્યગણિ ક્રમમાં ત્રીજા આવે છે. એ હિસાબે દૂષ્યગણિનો સમય ઈ. સ. ૪00 | ૪૨૫ના ગાળાનો અને તેમના શિષ્યો દેવવાચક તેમ જ ભદ્રાચાર્યનો સમય ઈ. સ. ૪૨૫૪૫૦ના અરસાનો હોઈ શકે. બીજા આચાર્ય, દરિલ વિશે, શોધ ચલાવતાં પ્રાપ્ય પટ્ટાવલીઓ આદિ સાધનોમાં તો તેમનો પત્તો મળતો નથી પણ ગુપ્તસમ્રાટ કુમારગુપ્તના નામ સાથેના મથુરાના એક જૈન પ્રતિમા લેખમાં તેમનો ઉલ્લેખ થયેલો છે. ગુપ્ત સંવત્સર ૧૧૩ ઈ. સ. ૪૩૨-૩૩ની મિતિવાળા તે લેખમાં કોટ્ટિય(કૌટિક)ગણની વિદ્યાધરી-શાખાના દત્તિલાચાર્યના આદેશથી પ્રતિમા પ્રતિષ્ઠિત Page #46 -------------------------------------------------------------------------- ________________ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય થયાનો ઉલ્લેખ છે૧૫. આ સ્પષ્ટ ઉલ્લેખ જોતાં અને અગસ્ત્યસિંહના સંભાવ્ય સમયથી લેખની મિતિના હિસાબે આશરે સવાસો વર્ષ જેટલું તેમનું પુરોગામીપણું લક્ષમાં લેતાં, ચૂર્ણિકથિત દત્તિલાચાર્ય અને સાંપ્રત શિલાલેખ ઉલ્લિખિત દત્તિલાચાર્ય અભિન્ન હોવા જોઈએ. જો પ્રસ્તુત દત્તિલાચાર્ય દ્વારા પણ દશવૈકાલિકસૂત્રની એક વૃત્તિ રચાઈ હોય તો તે વૃત્તિનો સમય ઈસ્વીસન્ના પાંચમા શતકનો દ્વિતીય પ્રહર હોવાનું નિશ્ચિતરૂપે અનુમાની શકાય. આ બન્ને પ્રાચીન ઉલ્લેખોનાં પ્રમાણોથી અગસ્ત્યસિંહ દ્વારા થયેલ બે પૂર્વવિદ્ આચાર્યો સંબદ્ધ ઉલ્લેખની પ્રામાણિકતા સિદ્ધ થવા ઉપરાંત તેઓની વિદ્યમાનતાના કાળનો પણ મહદંશે નિર્ણય થઈ જાય છે. ભદ્રાર્યાચાર્ય ઈસ્વીસના પાંચમા શતકના પૂર્વાર્ધમાં થયા હશે અને દત્તિલાચાર્ય તો ઈ સ૰ ૪૩૨-૩૩માં વિદ્યમાન હોવાનું હવે સુનિશ્ચિત બને છે. આ ગણતરીએ ભદ્રાર્યાચાર્ય અને દત્તિલાચાર્ય સમકાલિક સ્થવિરો હોવા ઘટે. પ્રસ્તુત બન્ને આચાર્યોએ દશવૈકાલિકસૂત્ર પર વૃત્તિઓ રચી હોય તો તે બન્ને કૃતિઓ જૈનાગમોની વાલભી વાચના (ઈ. સ. ૫૦૩ વા ઈ. સ. ૫૧૬)થી પૂર્વે થઈ ચૂકી હતી. હાલ અપ્રાપ્ય એવી આ વૃત્તિઓના આશય-અંશ અગસ્ત્યસિંહની ચૂર્ણિમાં અભિપ્રાયરૂપે જળવાયા હોઈ, પ્રસ્તુત ચૂર્ણિનું મૂલ્ય અધિકતર બની જાય છે. અલબત્ત ચૂર્ણિકારનાં નિજી મંતવ્યો અને પૂર્વવર્તી વૃત્તિકારોનાં મંતવ્યો વચ્ચે વ્યાવર્તક રેખાઓ દોરવાનું કાર્ય તો આગમોના અધ્યેતાઓ જ કરી શકે. ૨૧ ટિપ્પણો : ૧. આ ‘‘અંગબાહ્ય” વર્ગમાં ગણાતા આગમનું વર્તમાન ભાષા-સ્વરૂપ અલબત્ત ઈસ્વીસન્ પૂર્વેની એકાદ સદીથી વિશેષ પુરાણું નથી. મૂળ કૃતિ બન્યા બાદ ચારસો એક વર્ષ પછી ભાષામાં યુગાનુકૂલ પરિવર્તન કરવામાં આવ્યું હોવાનો સંભવ છે. (આર્ય શય્યભવ જિન વર્ધમાન મહાવીર નિર્વાણ ઈસ૰ ૪૭૭ પછીના ક્રમમાં પાંચમા પુરુષ છે.) પરંતુ તેના પ્રારંભના બે જ અધ્યાયો અસલી છે. બાકીના શય્યભવથી બે'એક સદી બાદના છે. ૨. મોહનલાલ મહેતા તેને જિનદાસ ગણિ મહત્તર-કર્તૃક (ઈસ્વીસન્ના ૭મા શતકનું આખરી ચરણ) માને છે : (જુઓ ઝૈન સાહિત્ય ા બૃહદ્ જ્ઞતિહાસ, માળ રૂ, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ પ્રથમાતા, વારાળી, ૧૨૬૭, પૃ. રૂ૦૬.) પણ (સ્વ) મુનિવર્યશ્રી પુણ્યવિજયજીનો એ વિશેષ પ્રાચીન હોવાનો મત ગ્રાહ્ય લાગે છે. કારણ એ છે કે આવશ્યકચૂર્ણિ, કે જેમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આ૰ ઈ. સ. ૫૯૪)ની કોઈ જ કૃતિઓનો ઉલ્લેખ નથી, તેમાં આ ચૂર્ણિનો નહીં પણ અગસ્ત્યસિંહની ચૂર્ણિમાંથી ઉતારો મળે છે. આ છેલ્લી કહી તે ચૂર્ણિ ઉ૫૨ જોઈ ગયા તેમ છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી તો અર્વાચીન નથી જણાતી (જુઓ નવીસ્તુત, પ્રાકૃત પ્રસ્થ પરિષદ્ પ્રગ્ન્યાહૂઁ ૧, અહમનાવાવ, ૧૬૬૬, પૃ. ૧૦). ૩. નાથૂરામ પ્રેમી, ‘‘યાપનીયોં ના સાહિત્ય'', જૈન સાહિત્ય ગૌર કૃતિહાસ, સંશોધિત-સાહિત્યમાલા, પ્રથમ પુષ્પ, વશ્ર્વ ૧૧૬, રૃ, ૬૦, ૬૭, તથા પ્રસ્તુત સંકલનમાં ‘આરાધના ઔર્ સી ટીાય'', પૃ. ૭૬. ૪. જુઓ સાનિયસુત્ત (સં. મુનિ પુષ્પવિનય), પ્રાકૃતપ્રન્થપરિષદ્ પ્રસ્થાનૢ ૧૭, અમાવાવ ૨૨૭૩. ૫. એજન, ‘‘પ્રસ્તાવના,'' વત્તસુત્તુ માલળિયા, પૃ ૧૨, ૧૩. Page #47 -------------------------------------------------------------------------- ________________ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૬. વિદ્યારિકવરેસેળ અને રત્તિના વિમેસેf; એજન, મૂલપાઠ, પૃ. ૩. ૭. એજન, પં. માલવણિયા દશવૈકાલિકસૂત્ર પરની ચૂર્ણિમાં પ્રાચીનતર વૃત્તિઓના મળતા નિર્દેશ વિશે કહી આગળ નોંધે છે કે : "आचार्य अपराजित जो यापनीय थे उन्होंने भी दशवैकालिक की विजयोदया नामक टीका लिखी थी। वह स्थविर अगस्त्य के समक्ष थी या नहीं उसका निर्णय जरूरी है। किन्तु यह उपलब्ध नहीं है अतअव यह जानना कठिन है। स्थविर अगस्त्यसिंह द्वारा किया गया वृत्ति का उल्लेख पूर्वोक्त तीनों में से अेक का है થા અન્ય વોર્ હૈ યદ વહના ઋતિન હૈ” ! (“પ્રસ્તાવના', પૃ. ૨૨-૨૨). પણ અગત્યસિંહ સામે વિજયોદયાટીકા તો હોવાનો સંભવ જ નથી. પ્રસ્તુત અપરાજિતસૂરિની શિવાર્યકૃત આરાધના પરની વર્તમાને ઉપલબ્ધ વિજયોદયાટીકામાં જટા-સિંહનંદીકૃત વરાચરિત્રના ઉતારા હોઈ, આ વૃત્તિકારનો સમય ઈસ્વીસનના સાતમા શતકના ઉત્તરાર્ધ પૂર્વેનો સંભવતો નથી : (વિશેષમાં સંદર્ભગત ટીકા સંસ્કૃતમાં હોવાનો ઘણો સંભવ છે. જ્યારે અગત્યસિંહની સામે હશે તે સૌ ટીકાઓ પ્રાકૃતમાં હોય તેમ લાગે છે.) ૮. વિગત માટે એજન. ૯. “સ્થવિરાવલી” માટે જુઓ મુનિદર્શનવિની (સંપાદ), શ્રી પટ્ટવિત્ની-સમુચ્ચય:, પ્રથમ પ:, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાલા, વિરમગામ ૧૯૩૩, પૃ. ૧-૧૧. સ્થવિરાવલીમાં ગદ્ય સૂત્ર ૩૩ (માથુરી વાચનાના અધ્યક્ષ) આર્ય સ્કંદિલ (અજ્જ સંડિલ્લો સાથે સમાપ્ત થાય છે. ત્યારબાદ આગળ પદ્યમાં ૧૪ ગાથાઓ આપી છે અને તેમાં સ્થવિરાવલીને દેવર્ધ્વિગણિ ક્ષમાક્ષમણ સુધી લંબાવવામાં આવી છે. પણ આ પરિવર્ધિત ભાગની શૈલી અલગ પડી જાય છે અને તેટલો ભાગ વાલજી સંકલન સમયનો, ઈ. સ. ૧૦૩ કે તે પછી તરતનાં વર્ષો દરમિયાન પૂર્તિરૂપે ઉમેરાયેલો છે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. ૧૦. E. Hultzsch, “Two Inscriptions from general Cunnigham's Archaeological Re ports”, Indian Antiquary, Vol. XI, p. 310. સંદર્ભગત પાઠ આ પ્રમાણે છે : आचार्य भद्रान्वय भूषणस्य शिष्या ह्यसावार्यकुलातस्य आचार्य गोशर्म मुनेस्सुतस्तु. ૧૧. જુઓ સં. મુનિ જંબૂવિજય, સૂયા સુત્ત, નૈન-બાન-પ્રસ્થમાના પ્રસ્થા ૨, મુંબઈ ૧૯૭૮, પૃ. ૩૫. ૧૨. નંદીસૂત્રમાં કર્તાનું નામ અલબત્ત નથી આપ્યું, પણ જિનદાસગણિ મહત્તરની નંદીચૂર્ણિ(શ. સં. ૫૯૮ ઈ. સ. ૬૭૭)માં એ સ્પષ્ટતા મળે છે. ત્યાં દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે પ્રકૃત સૂત્રની રચના કરેલી તેમ કહ્યું છે. આ ઉલ્લેખ વિશ્વસનીય છે. (જુઓ રીયુત્ત, પૃ. ૪.) ૧૩. નંદીસૂત્રની “સ્થવિરાવલી” દૂષ્યગણિ સાથે સમાપ્ત થાય છે જુઓ સં. મુનિ પુણ્યવિજય, પં. દલસુખ માલવણિયા અને પં. અમૃતલાલ મોહનલાલ ભોજક, નૈતિકુત્ત, વિવિની રથા ૪૨, નૈન-આમ પ્રસ્થમાના પ્રસ્થાડું , મુંબઈ ૧૯૬૮, પૃ. ૮. 98.G. Bühler, “Further Jaina Inscriptions from Mathurā," Epigraphia Indica, Vol II, XTV, Ins. no. XXXIX, p. 210. ૧૫. પ્રતિમાલેખનો સંબદ્ધ પાઠ આ પ્રમાણે છે : “......પૂર્વાચાં સોટિયા[તો] દિધરી[તો] વાતો રતિભાવાર્થ પ્રજ્ઞપિતાવે... ઇત્યાદિ Page #48 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે નિર્પ્રન્થ-શ્વેતાંબર દર્શનનાં આગમો અને દાર્શનિક રચનાઓ પરની પ્રાકૃત એવં સંસ્કૃત વ્યાખ્યાઓમાં નિર્પ્રન્થ અતિરિક્ત વૈદિક, બૌદ્ધ તેમ જ સાધારણ નીતિપરક રચનાઓમાં પ્રતિપાદન, સમર્થન, તો ક્યારેક વળી ખંડનના હેતુથી પ્રસંગોચિત અનેક ઉક્તિઓનાં અવતરણ સ્થાને સ્થાને જોવા મળે છે. એ વિષય પર એક બૃહદ્ લેખમાં સવિસ્તર ચર્ચા કરી રહ્યો હોઈ અહીં તો એક જ મુદ્દા પર મળી આવેલાં ત્રણ વિશિષ્ટ ઉદ્ધરણોના સંબંધમાં કહેવા વિચાર્યું છે. ‘વસ્તુ’માં નિજી ગુણની ઉપસ્થિતિ ‘સ્વભાવ'થી જ છે, અન્ય કોઈ કારણથી નહીં; ન તો તેને વસ્તુમાં ગમે તેટલા પ્રયત્ન કરો તોયે દાખલ કરી શકાય છે, એવા તાત્પર્યને વ્યક્ત કરતી ત્રણ સરળ, સમાનાર્થ, અને માર્મિક સૂક્તિઓ અવતરણો રૂપે ચાર પૃથક્ પૃથક્ રચનાઓમાં જોવા મળી છે, જે અહીં ચર્ચાર્થે પ્રસ્તુત કરી છે. પ્રાસંગિક મૂળ સંદર્ભોના હેતુ અને અભિપ્રાય અલબત્ત દર્શનપ્રવણ છે, પણ સંપ્રતિ ચર્ચામાં એનાં ઐતિહાસિક-સાંસ્કૃતિક પાસાંઓ પરત્વે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. (૧) મહાતાર્કિક મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (આ૰ ઈ. સ. ૫૫૦)માં ‘સ્વભાવવાદ’ની ચર્ચાના અનુલક્ષમાં નીચેની બે ઉક્તિઓ ઉદ્ધૃત થયેલી છે : कः कण्टकानां प्रकरोति तैक्ष्णं विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥ કાંટાનું અણિયાળાપણું કે પશુપંખીની વિવિધ (દેહ)ચિત્રણા સ્વભાવથી જ પ્રવૃત્ત બને છે; ગમે તેટલી કોશિશ કરો, પણ અન્યથા બની શકે નહિ. (બીજી ઉક્તિ વિશે અહીં આગળ ઉપર જોઈશું.) નયચક્ર પછી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ બાદની સૂત્રકૃતાંગચૂર્ણિ’(આ ઈ- સ૰ ૬૭૫૭૦૦)માં આવી જ મતલબનું, જરા વિશેષ સ્પષ્ટીકરણયુક્ત (પણ સામાન્ય કોટિનું) સુભાષિત ટાંક્યું છે : યથા : कण्टकस्य च तीक्ष्णत्वं मयूरस्य च चित्रता । पौर्णाश्च नीलताऽऽम्राणां स्वभावेन भवन्ति हि ॥ નયચક્રમાં જ્યાં ‘મૃગપક્ષી' (પશુ-પંખી) એવું સામાન્યરૂપે વિધાન છે ત્યાં અહીં Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મોરના ચિતરામણ અને પોયણાના વાદળી વર્ણને દષ્ટાંતરૂપે, જાણે કે મલવાદી દ્વારા ઉદાહત પઘનાં પ્રત્યુત્તર, પ્રતિઘોષ, અને ભાષ્યના હેતુથી રજૂ કર્યું હોય ! આવા જ ભાવને વ્યક્ત કરતું એક ત્રીજું સૂક્તિપદ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની સુવિદ્યુત કૃતિ વિશેષાવશ્યકભાષ્ય” (આઈ. સ. ૧૮૫૭) પરની કોટ્ટાયેગશિની, જિનભદ્રગણિની અપૂર્ણ રહેલી મૂળ ટીકાની પૂર્તિરૂપે રચાયેલ, સંસ્કૃત વૃત્તિ... (આ ઈ. સ ૭00-૭૨૫)માં જોવા મળે છે : તથા ચા - केनाञ्चितानि नयनानि मृगाङ्गनानां कोऽलङ्करोति रुचिराङ्गहान्मयूरान् । कश्चोत्पलेषु दलसंचनियं करोति को वा दधाति विनयं कुलजेषु पुंसु ॥ “મૃગલીનાં નેણમાં કાળાશ કોણ આંજે છે ? મોરના ડીલને રંગલીલાથી કોણ આભૂષિત કરે છે? પોયણાની પાંખડીઓનો (નીલમય) સંપુટ કોણ સર્જે છે? કુલીન પુરુષમાં વિનયનો વિભાવ કોણ પ્રગટાવે છે?” આ સૂક્તિનું ઉત્તરરૂપેણ પદ્ય હતું કે નહિ એની ખબર નથી; વાસ્તવમાં એની આવશ્યકતા નથી, કેમ કે પ્રશ્નમાલામાં જ ઉત્તરમેખલા સમાયેલી છે. મતલબ સ્પષ્ટ જ છે કે “સ્વભાવથી જ બધું ઉપસ્થિત હોય છે, કોટ્ટાયગણિએ પણ વિવરણના પૂર્વાંગમાં સર્વથા સ્વમાવત મુવ.. ઇત્યાદિ કહ્યું જ છે. ઉપર્યુક્ત પદ્ય જરા શાં પાઠાંતરો સાથે સિંહસૂરિ ક્ષમાશ્રમણની દ્વાદશારાયચક્રવૃત્તિ (આ. ઈ. સ. ૬૭૫૨) અંતર્ગત પણ મળે છે : વૃત્તિ પરથી એમ લાગે છે કે મૂળ નયચક્રમાં પણ આ ઉક્તિ પહેલી ઉક્તિની સાથે જ ઉફૅકિત થયેલી. બન્ને પદ્યો નયચક્રમાં સળંગસૂત્રી હોવા છતાં એના રચયિતાઓ ભિન્ન હોવાનું તો પ્રૌઢિની ભિન્નતા પરથી જણાઈ આવે છે. નયચક્ર મૂલ અને વૃત્તિનો પાઠ આ પ્રમાણે છે : केनाञ्चितानि नयनानि मृगाङ्कनानां को वा करोति रुचिराङ्गहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति को वा करोति विनयं कुलजेषु पुंसु ॥ અહીં પહેલા ચરણમાં “પૃદ્ધનાનાં ને સ્થાને દીધેલ “ પૃનાના' પાઠ ભ્રષ્ટ જણાય છે અને ચોથા ચરણમાં ‘સુધતિ' ને સ્થાને “ઋતિ' પાઠ અયુક્ત છે. એક અન્ય સ્થળના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકૃતાંગચૂર્ણિકારને પણ આ પદ્ય પરિચિત હતું; જો કે એમણે એનું પ્રથમ પદ જ ઉર્ફંકિત કર્યું છે. ગુણોત્તર કાલમાં જૈન ગ્રંથોમાં અવતરણરૂપે સંગ્રહાઈ ગયેલ આ સમાન ભાવ વ્યક્ત કરતી સૂક્તિઓના સ્રોત તત્કાલીન કે એ સમયે ઉપલબ્ધ હશે તે, નીતિપરક કે સ્વભાવવાદી દાર્શનિક ગ્રંથોમાંથી લીધા હોય એમ લાગે છે. મલ્લવાદીવાળું ઉદ્ધરણ અલબત્ત બૌદ્ધ મહાકવિ Page #50 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે અશ્વઘોષના બુદ્ધચરિત(પ્રાયઃ ઈસ્વી પ્રથમ સદી, આખરી ચરણ)માંથી લેવામાં આવ્યું છે. આ પઘોના રચિયતા એ હશે જેમણે જનસાધારણમાં, વ્યાવહારિક સૂઝબૂઝવાળી લોકભાષામાં, પ્રચારમાં હશે તેવી પરિજ્ઞાનપૂર્ણ અને સમાનાર્થ કહેવતોને સંસ્કારી, વિદગ્ધોને માન્ય બને તેવા રૂપમાં, સંસ્કૃત પદ્યોમાં નિબદ્ધ કરી હોવાનો સંભવ છે. કંઈ નહિ તોયે કોટ્ટાર્યગણિએ (અને એમની પહેલાં મલ્લવાદી સૂરિએ) ટાંકેલ સૂક્તિમાં આવાં પરિષ્કાર, બિંબ-પ્રલંબન અને વૈદચ્ય સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. દુન્વયી શાણપણ પ્રકટ કરતી લોકોક્તિઓનો આદર પ્રાચીન નીતિકારોએ કર્યો અને એમની એ પરથી ઘડેલ પરિષ્કૃત રચનાઓનો દાર્શનિક પંડિતોએ પોતાના દૃષ્ટિકોણથી યથોચિત યથાસ્થાને ઉપયોગ કર્યો એ વાત પૃથઞ્જનની તથ્યાવલોકનાને અંજલિરૂપ છે. ટિપ્પણો ઃ ૧. આગમિક વ્યાખ્યાઓમાં તો મૂલસૂત્રસ્પર્શી વા નિર્યુક્તિ કે ભાષ્ય પર ઈ. સ. ૬૦૦-૭૦૦ના ગાળામાં લખાયેલી પ્રાકૃત ચૂર્ણિઓ અને સંસ્કૃત વૃત્તિઓ, શિવશર્મ(શિવનંદી વાચક ?)કૃત કર્મ-પ્રકૃતિ, શતક, સત્તરિ ઇત્યાદિ કર્મગ્રંથો (ઈસ્વીસનું પમું શતક) પરની જૂની ચૂર્ણિઓ, મલ્લવાદિકૃત દ્વાદશા૨નયચક્ર (આ ઈ. સ. ૫૫૦), હરિભદ્રસૂરિષ્કૃત સવૃત્તિ અનેકાંતજયપતાકા (આ ઈ. સ. ૭૭૫), કૃષ્ણર્ષિ-શિષ્ય જયસિંહસૂરિની સટીક ધર્મોપદેશમાલા વિવરણ સં૰ ૯૧૫ / ઈ સ૦ ૮૫૯ અને ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલા (આ ઈ. સ. ૫૫૦) ૫૨ની સિદ્ધર્ષિની વૃત્તિ (ઈસ્વીસન્ના ૧૦મા શતકનું પ્રથમ ચરણ), સરખી ધર્મોપદેશાત્મક ગ્રંથ-વૃત્તિઓમાં અનેક મૂલ્યવાન અને કેટલાક તો અલભ્યમાન ગ્રંથોનાં તેમ જ કેટલીયે અજ્ઞાત રચનાઓનાં ઉદ્ધરણ મળે છે. ૨૫ ૨. પ્રસ્તુત ગ્રંથનો પ્રથમ ભાગ (સં. મુનિ જંબૂવિજય, ભાવનગર, ૧૯૬૬), પૃ ૧૯૧ તથા ૨૨૨. આ પઘ પછીથી ગુણરત્ન(૧૪મી સદી)ની હરિભદ્રસૂરિના ષડ્દર્શનસમુચ્ચય પરની તર્કરહસ્યદીપિકામાં ઉદ્ધૃત થયેલું મળે છે. એમના પહેલાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની પ્રશ્નવ્યાકરણસૂત્ર પરની ટીકામાં એના પ્રારંભના શબ્દો લેવાયેલા છે. ૩. મુનિ જંબૂવિજયજી નયચક્રને રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૭)ના આધારે ઈસ્વીસન્ની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે ઃ (અને મને સ્મરણ છે કે સ્વ. પં સુખલાલ સંધવી પણ). મલ્લવાદીએ ટાંકેલ અવતરણોના અધ્યયનથી તો એક વાત સ્પષ્ટ છે કે એઓ બૌદ્ધ દાર્શનિક દિઙૂનાગ (આ ઈ. સ. ૪૮૦-૫૬૦) પછી જ થયા છે. વિશેષમાં એમણે આવશ્યકનિર્યુક્તિ(આ ઈ. સ. ૫૨૫)માંથી પણ ઉદ્ધરણો લીધાં હોઈ એમને વહેલામાં વહેલા ઈસ્વીસન્ ૫૫૦ આસપાસમાં મૂકી શકાય. (ઉપલબ્ધ મુખ્ય નિર્યુક્તિઓની રચના-થોડી પુરાણી સંગ્રહણી-ગાથાઓને સમાવીને-ઈસ્વીસન્ ૫૦૩ | ૫૧૬ના અરસામાં થયેલ દ્વિતીય વાલભી વાચના પછી તુરતમાં જ થયેલી હોવાનું જણાય છે. બીજી બાજુ જોવા જઈએ તો મલ્લવાદી મીમાંસક કુમારિલ ભટ્ટ (આ ઈ સ૰ ૫૫૦-૬૦૦), બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (આઠ ઈ. સ. ૬૨૫-૬૬), દિગંબર જૈન વિદ્વાનો સમંતભદ્ર (આ ઈ. સ. ૫૭૫૬૫૦) તેમ જ પૂજ્યપાદ દેવનંદી (આ ઈ સ૰ ૬૩૦-૬૮૦) આદિની વિચારધારાઓ તથા રચનાઓથી નિ ઐ ભા. ૧-૪ Page #51 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અનભિજ્ઞ છે. આથી મલ્લવાદીને મૈત્રકયુગમાં, એના પ્રથમ તબક્કામાં, મૂકવા ઠીક લાગે છે. ૪. Ed. Muni shri Punyavijaya, Ahmedabad-Varanasi, 1975. ૫. એજન, પૃ. ૨૬. આ પદ્ય શીલાચાર્યની સૂત્રકૃતાંગ-વૃત્તિમાં પણ ઉદ્ધત થયું છે; પણ ત્યાં પura નીતાડHIM ને બદલે વશ તાડાનાં એવો પાઠાંતર મળે છે. For details, see V. M. Kulkarni, “Svabhāva (Naturalism) : A Study," English Section, Shri Mahavira Jain Vidyalaya Golden Jubilee Volume, Part 1, Bombay 1968, pp. 10-20. ૬. ‘પોયણા' શબ્દની વ્યુત્પત્તિ (સં.) “પાથી નીપજતા (પ્રા.) “પઉમ' પરથી માનવામાં આવી છે, પણ અહીં તો એનો પુરોગામી શબ્દ “પીર્ણ મળે છે : તો શું સમજવું ? “પૂર્ણ પરથી “પર્ણ શબ્દ બન્યો છે ? પૌર્ણમી વા પૂનમ સાથે એના ખીલવાને સંબંધ હશે કે તેની પાંખડીઓના પૌર્ણ કલાપને કારણે “પૌર્ણ નામ સંસ્કૃત લેખકોએ બનાવ્યું હશે, કે પછી “પઉમ'નું પુનઃસંસ્કૃતીકરણ “પૌર્ણ કર્યું હશે? આનો નિર્ણય તો ભાષાવિદો જ કરી શકે. ૭. નિવૃતિકુલના આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ઈ. સ. પ૯૪ના અરસામાં દિવંગત થયા છે. સ્વર્ગગમન પૂર્વે પ્રાકૃત-ભાષા-નિબદ્ધ સ્વરચિત વિશેષ-આવશ્યક-ભાષ્યની ૨૩૧૮ના અંક પર્યન્તની ગાથાઓની સંસ્કૃત ટીકા રચી શકેલા. આ વૃત્તિથી અગાઉ, પણ ભાષ્ય રચી રહ્યા બાદ, વચ્ચેના ગાળામાં એમણે જીતલ્પ-ભાષ્ય તેમ જ વિશેષણવતી સરખા ગ્રંથોની રચના કરી છે. આથી એમના વિશેષ-આવશ્યક ભાષ્યનો સમય ઈ. સ. ૫૮૫ના અરસાનો હોવાનું મેં અનુમાન કર્યું છે. c. Ed. Pt. Dalsukh Malvania, Pt. II, Ahmedabad 1968. ૯. એજન પૃ. ૪૨૮. ૧૦. એજન. ૧૧. જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૧૯૧. ૧૨. જો કે જંબુવિજયજીએ સિંહસૂરિ ક્ષમાશ્રમણની નયચક્રવૃત્તિનો સમય કોટ્ટાર્યવાદિગણિ તેમ જ ધર્મકીર્તિથી પૂર્વનો, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણથી કદાચિતુ બાદનો, એટલે કે લગભગ ઈ. સ. ૬૦૦-૬૨૫નો માન્યો છે. પણ એમના પ્રશિષ્ય—તત્ત્વાર્થાધિગમસૂત્રના વૃત્તિકાર ગંધહસ્તી સિદ્ધસેન–નો સમય ઈસ્વીસનુના આઠમા શતકના પૂર્વાર્ધમાં નિશ્ચિત થતો હોઈને અને તત્ત્વાર્થવૃત્તિમાં દિગંબરાચાર્ય ભટ્ટ અકલંકદેવના તત્ત્વાર્થરાજવાર્તિક તેમ જ સિદ્ધિવિનિશ્ચયનો પરિચય વર્તાતો હોઈ સિંહસૂરિનો સમય જંબવિજયજીની ગણનાથી પચાસેક વર્ષ બાદનો હોવો ઘટે. (ભટ્ટ અકલંકદેવની ઉપરિકથિત કૃતિઓ લગભગ ઈ. સ. ૭૪૦-૭૫૦ના અરસાની હોવાનો સંભવ હોઈ સિદ્ધસેનાચાર્યની કૃતિની સમયસ્થિતિ વહેલામાં વહેલી ઈ. સ. ૭૫O-૭૬૦ના અરસાની સંભવી શકે. એ વાત લક્ષમાં લઈએ તો દ્વાદશાનયચક્રવૃત્તિને ઈસ્વી ૬૭૫ પહેલાં મૂકી શકાય એવા સંજોગ નથી) ૧૩. મુનિ જંબૂવિજય, ઉપર્યુક્ત, પૃ. ૨૨૨. ૧૪. દ્વાદશારનયચક્રવૃત્તિની પ્રતો બહુ મોડેની છે અને તેથી એમાં સહેજે જ પાઠવિકૃતિ એવં વર્ણવિકાર થવાનો મોકો રહે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે ૧૫. મુનિ પુણ્યવિજયજી, ઉપર્યુક્ત, પૃ. ૨૯. ૧૬. શ્રી કુલકર્ણી સાહેબના ઉપરકથિત વિશદ અને વિદ્વત્તાપૂર્ણ લેખ(જુઓ ઉપર ટિપ્પણ ૫)માં બીજા પણ કેટલાક જૈન-અજૈન ગ્રંથોમાંથી સંદર્ભોચિત ઉદ્ધરણો દીધાં છે. અનુપૂર્તિ પ્રા. બંસીધર ભટ્ટ તરફથી મને પૂર્તિરૂપે અહીં એક નોંધ મળી છે, જે યથાતથા એમના પત્રમાંથી ઉદ્ધત કરીશ : “જિતાનિ મૃll નાનાં.....તો સુભાષિત સંગ્રહ(No. 17363માં ફેરફાર સાથે મળે છે, તે અને ઃ રાની... આવા બધા verses floating છે; અને તેમાંથી આ જૈન વિદ્વાનોએ લીધા છે. આપે વશ વીનતા... માં પર્વ. ને બદલે V.L વશ અને તે શ્લોક વખfશ તાપ્રવૂડાનાં.... આ પ્રમાણે પણ જાય છે ! આવા verses floating હોય છે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય ભારતીય દાર્શનિક ક્ષેત્રે થઈ ગયેલી ગણીગાંઠી પ્રકાશમાન વિભૂતિઓમાં નિર્ઝન્ય પક્ષે બે નામો મોખરે રહે છે : સિદ્ધસેન દિવાકર અને સ્વામી સમંતભદ્ર. આમાં (આદિ) સિદ્ધસેનનો કવિકર્મકાલ ગુપ્તયુગના પૂર્વાર્ધમાં હોવાનું હવે લગભગ સુનિશ્ચિત છે; પણ સમંતભદ્રના વિષયે તેમ કહી શકાય એવું નથી. એમનો સમય જુદા જુદા વિદ્વાનો દ્વારા ઈસ્વીસન્ પૂર્વેની પ્રથમ શતાબ્દીથી લઈ ઈસ્વીસન્ની આઠમી સદીના પ્રથમ ચરણ પર્યંતના ગાળામાં અનુમાનવામાં આવ્યો છે. એમની વિદ્યમાનતા સંબંધમાં રજૂ કરવામાં આવેલો આ સંભાવ્ય સમયપટ ખેદજનક અનિશ્ચિતતાનો દ્યોતક હોવા ઉપરાંત વ્યાપની દષ્ટિએ વધુ પડતો પ્રલંબ કહી શકાય. આથી સાંપ્રત લેખમાં એમના સમય-વિનિશ્ચય માટે યત્ન કરી જોવા વિચાર્યું છે. સ્વામી સમતભદ્ર નિર્ઝન્થોના દક્ષિણ ભારત સ્થિત દિગંબર આમ્નાયમાં (કદાચ દ્રાવિડ સંઘમાં ?) થઈ ગયા છે તે વાત પર અલબત્ત વિદ્વાનોમાં સાધારણતયા સહમતિ છે. તેમનું અદ્યાવધિ પ્રાપ્ત સાહિત્ય સંસ્કૃત પદ્યમાં જ, અને તે સ્તોત્રાત્મક હોવા ઉપરાંત પ્રધાનતયા તત્ત્વપરક છે. એમની રચનાઓમાં સ્વયંભૂસ્તોત્ર, સ્તુતિવિદ્યા (અમરનામ જિનમ્નતિશતક), યુજ્યનુશાસન (અપરનામ વીરજિનસ્તોત્ર), અને દેવાગમસ્તોત્ર (અપરનામ આપ્તમીમાંસા) હાલ પ્રાપ્ય તેમ જ સુવિદ્યુત છે”. પ્રસ્તુત રચનાઓમાં આમ તો અહમ્મુક્તિ કેન્દ્રસ્થ રહી છે, પરંતુ તેમનો અભિગમ પ્રધાનતયા દાર્શનિક, નયનિષ્ઠ, યુજ્જવલંબિત, અને એથી પ્રમાણપ્રવિણ રહ્યો છે. સંસ્કૃત ભાષા, શબ્દ, કાવ્ય, અને છંદાલંકારાદિનું સારું એવું નૈપુણ્ય ધરાવતા હોવા અતિરિક્ત સમંતભદ્ર એક બુદ્ધિમત્તાસંપન્ન વાદીન્દ્ર એવું પ્રકાંડ દાર્શનિક પંડિત હોઈ એમની કવિતામાં કાવ્યતત્ત્વ અને ભક્તિસત્ત્વ અતિરિક્ત (અને કેટલાંયે દૃષ્ટાંતોમાં તો અધિકતર માત્રામાં) નિર્ઝન્યપ્રવણ ન્યાય અને દર્શનનાં વિભાવો તથા ગૃહીતો અવિચ્છિન્ન રૂપે વણાયાં છે. (કચિંતાનો વિશેષ કરીને આ રીતે જ ઉપયોગ થવો જોઈએ એવો કંઈક આગ્રહ, સિદ્ધસેન દિવાકરની રચનાઓની જેમ, તેમની કૃતિઓમાંથી પણ ટપકતો દેખાય છે.) આ કારણસર સંસ્કૃત સાહિત્યના તજજ્ઞો અને કાવ્યશાસ્ત્રના પંડિતોને જો જૈનદર્શનનું (તેમ જ સાથે જ બૌદ્ધ, વૈશેષિક, મીમાંસાદિ દર્શનોનું) તલાવગાહી અને સર્વાર્થગ્રાહી જ્ઞાન ન હોય તો સમંતભદ્રનાં સ્તોત્ર-કાવ્યોનો યથાર્થરૂપે આસ્વાદ લેવાનું તો બાજુએ રહ્યું પણ તેમાં ગુંફિત ગૂઢ તત્ત્વોને બિલકુલેય સમજી નહીં શકે. સ્વયં જૈન પંડિતો પણ આમાં અપવાદ નથી. સમતભદ્રનાં સ્તુતિકાવ્યોના કેટલાયે ખંડોનો મધ્યકાલીન ટીકાઓની મદદ વિના મર્મ પામવો અશક્ય છે" તત્ત્વનિષ્ઠ, દુર્બોધ, અને કેટલાક કિસ્સાઓમાં એકાક્ષર-યમક સહિત કેટલાય અઘરા પ્રકારના યમકો, તેમ જ ચિત્રબદ્ધ પદ્યો તથા કઠિન શબ્દાલંકારો-છંદાલંકારોથી જટિલ બની ગયેલાં Page #54 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૨૯ એમનાં કોઈ કોઈ સ્તુતિ-સ્તોત્રોનું કાવ્યની દષ્ટિએ મૂલ્યાંકન અદ્યાવધિ થયું નથી, થઈ શક્યું નથી. વર્તમાનમાં કેટલાક જૈન પંડિતોએ વિશેષે દિગંબરમતી–સમતભદ્રની કૃતિઓનો અભ્યાસ તો કર્યો છે, પણ તેમનું મુખ્યત્વે લક્ષ રચનાઓમાં જીવરૂપે રહેલા તત્ત્વદર્શન અને યુક્તિ-પ્રયોગો સમજવા પૂરતું સીમિત છે. સંસ્કૃત ભાષા અને વિવિધ દર્શનોના અચ્છા અભ્યાસી આ જૈન શાસ્ત્રીઓનું બીજી તરફનું વલણ સ્તુતિકાવ્યોના બહિરંગ અને તેમાં સ્વામીએ પ્રયોજેલ છંદાલંકારો શોધી કાઢવા પૂરતું, અને તેમનાં વ્યક્તિત્વ, મેધા, અને દાર્શનિક સામર્થ્યના મોંફાટ વખાણ કરવા, અને તેમને અતિ પ્રાચીન ઠરાવી દેવાની એકતરફી યુક્તિઓ રજૂ કરવા પૂરતું જ મર્યાદિત રહ્યું છે. આ કેવળ અહોભાવપૂર્ણ વલણને કારણે સમંતભદ્ર વિષયક ઐતિહાસિક સમસ્યાઓ પર તેઓ ન તો ઊંડી, સમતોલ, કે નિષ્પક્ષ ગવેષણા કરી શક્યા છે, કે ન તો તેમના દ્વારા સ્વામીની કૃતિઓની, તત્ત્વજ્ઞાન અતિરિક્ત, વિશુદ્ધ સાહિત્યિક દષ્ટિએ અવગાહન કરવામાં આવ્યું છે. સ્વામી સમંતભદ્ર ઝાઝું તો નથી લખ્યું; પણ જેટલું પ્રાપ્ત છે તેની સત્ત્વશીલતા અને તાત્ત્વિક ગુણવત્તા મધ્યમથી લઈ ઉત્કૃષ્ટ કોટિની માની શકાય. એમની રચનાઓમાં સંઘટનકૌશલ, આકારની શુચિતા, લાઘવલક્ષ્ય, અને મહદંશે મર્મિલપણું નિઃશંક પ્રકટ થાય છે. કાવ્યમાધ્યમ સ્તુતિ વા સ્તોત્રનું હોઈ તેમાં કર્તાના આરાધ્યદેવ ચતુર્વિશતિ જિનેન્દ્રોનાં ભક્તિપરક, ઉદાત્ત ભાવોર્મિ-સભર કેટલાંક પદો વચ્ચે વચ્ચે જરૂર જડી આવે છે : (જુઓ પરિશિષ્ટ ‘મ'); પણ સાથે જ કાવ્ય-સ્વરૂપનાં તમામ અંગો-પાસાંઓમાં પ્રાવીણ્ય તેમ જ ચાતુરી પ્રદર્શિત કરવા જતાં, અને તદંતર્ગત દાર્શનિક ગુહ્યો, સંકેતો, તેમ જ તાર્કિક વા નયાધીન ચોકસાઈઓને પણ રક્ષવા-ગુંફવા જતાં, કવિતા-પોત કેટલેક સ્થળે જરઠ બની જાય છે, અને કાવ્ય સાહજિક સૌષ્ઠવ છોડી ક્લિષ્ટતા ધારણ કરે છે. આવાં દૃષ્ટાંતોમાં કવિતામાં ઓજસ અને છંદોલય તો સાધારણ રીતે જળવાઈ રહેતાં હોવા છતાં રસ, માધુર્ય, અને વિશુદ્ધ ભક્તિભાવનો કેટલીક વાર હાસ થઈ, કાવ્યસહજ લાલિત્યનો પણ લોપ થઈ, કેવળ દાર્શનિક-સાંપ્રદાયિક મંતવ્યો તથા પરિભાષા અને સંરચના એવં આલંકારિક સજાવટના ગુણાતિરેક(virtuosity)નું ડિમડિમ જ બજી રહેતું વરતાય છે. સ્તુતિ-ઘોડીનાં ઠાઠાં પર બેસાડેલ બેવડા કાઠામાં એક તરફ નય-ન્યાય, પ્રમાણ-પ્રમેય, અને બીજી તરફ સ્તુત્ય-અસ્તુત્ય, આત-અનામ, તેમ જ સ્વસમય-પરસમયની ભારેખમ કોઠીઓ લટકાવી, પીઠ પર વચ્ચોવચ્ચ સ્યાદ્વાદનો, સપ્તભૂમિમય સપ્તભંગીનો, ગગનગામી માનસ્તંભ ચઢાવી, મુખ વડે અનેકાંતની યશોગાથા ગાતાં ગાતાં, પ્રતિસ્પર્ધી સંપ્રદાયો સામે જયયાત્રાએ નીકળેલા વાદી મુખ્ય સમંતભદ્રની કવિતા નિર્મન્થો સિવાય બીજા કોઈને ભાગ્યે જ ઉપયોગી થઈ શકે. એમની સ્તુતિઓમાં કેટલાંક પદો તો એવાં છે કે જે હૃદયની મૂદુ નિપજાઉ માટીમાંથી અંકુરિત આમ્રતરુને સ્થાને બૌદ્ધિક ભેખડોની તિરાડોમાંથી પાંગરેલ Page #55 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ : અને પોષણ પામેલ ઋક્ષ, વાંકા-ત્રાંસા ઝબૂંબી રહેલ ઝાંખરાનો ભાસ કરાવી જાય છે. વસ્તુતયા સમંતભદ્ર સંવેદનશીલ કવિતાકાર છે. પ્રાચીન યુગમાં સર્વગ્રાહી સામર્થ્યમાં શંકરાચાર્ય પછી એમનું નામ આવી શકે : પણ એક તો રહ્યા વિરાગવત્સલ મુનિ ઃ અને પાછા નય-પરસ્ત કટ્ટર નિર્પ્રન્થ; અને તેમાંયે વળી યુક્તિ-પ્રવીણ અજેયવાદી પંડિત ! આથી કવિતાનો ઉપયોગ તેમણે (સિદ્ધસેન દિવાકરની જેમ) સાંપ્રદાયિક મત-સ્થાપનાઓ માટે જ કર્યો છે. છતાં એક વિલક્ષણ વ્યક્તિવિશેષ તરીકે, નિર્પ્રન્થોમાં વિરલ કહેવાય તેવી વિભૂતિ રૂપે, નિગ્રન્થ અતિરિક્ત અન્ય વિદ્વાનો પણ આજે તેમને જાણે છે, માને છે, તેમ જ તેમની અંતરંગ-સ્પર્શી પ્રજ્ઞા, તલાવગાહી પશ્યત્તા, અને અપાર વાક્સામર્થ્યનો સ્વીકાર કરે છે. એ દૃષ્ટિએ તો એમના પર ઠીક ઠીક લખાયું છે અને અધિક લખી શકવાનો અવકાશ પણ છે; પણ અહીં લેખનો કેંદ્રવર્તી મુદ્દો એમના સમય-વિનિર્ણયનો જ હોઈ, એમના સંબંધી અન્ય વાતોનો વિસ્તાર અનાવશ્યક ઠરે છે. ૩૦ આચાર્ય સમંતભદ્રે પોતાની કોઈ કૃતિમાં કાળ-નિર્દેશ દીધો નથી, કે નથી આપી ગુર્વાવલી. પોતા વિશે એમણે અલ્પ પ્રમાણમાં જે પ્રાસંગિક (અને આકસ્મિક) રૂપે કહ્યું હોય તેવો ભાસ કરાવતી ચારેક ઉક્તિઓ મળી આવી છે, જેમાં થોડાક ભૌગોલિક તથા સાંસ્કૃતિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે; પણ સાથે જ ત્યાં ઐતિહાસિક નિર્દેશોની પૂર્ણતયા ગેરહાજરી છે. તેઓ કયા ગણ-અન્વયમાં થઈ ગયા તત્સંબદ્ધ વિશ્વસનીય સૂચના ઇતર સાધનોમાં પણ મળતી નથી૧૨, કે નથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર વિશે જરા સરખી પણ જાણ. તેમના ઉપદેશથી કોઈ મંદિર-પ્રતિમાદિની પ્રતિષ્ઠા થઈ હશે તો તેની પણ ભાળ ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોમાં કે વાયિક સ્રોતોમાં પણ મળતી નથી; કે તેમને, કે તેમના શિષ્યોને (જો શિષ્યો હશે તો) ધર્મહેતુ વા ધર્મ નિમિત્તે દાનશાસનો પ્રાપ્ત થયાં હશે તો તે હજી સુધી મળી આવ્યાં નથી. કર્ણાટકના મધ્યકાલીન નિગ્રન્થ સંબદ્ધ અન્ય તામ્રપત્રોના કે શિલાશાસનાદિ અભિલેખોના સંપ્રદાય-પ્રશસ્તિ વિભાગમાં, અને પ્રાક્ર્મધ્યકાલીન તેમ જ મધ્યકાલીન નિર્પ્રન્થ-દિગંબર ગ્રંથકર્તાઓના ઉલ્લેખોમાં એક મહાસ્તંભ સમાન પ્રાચીન આચાર્ય રૂપે, વ્યક્તિવિશેષ રૂપે, તેમનું નામ ક્રમમાં પૂજ્યપાદ દેવનંદી અને અકલંકદેવની પૂર્વે લખાયેલું ૧૧મી સદીના એક અભિલેખમાં અવશ્ય મળે છે૧૫. પણ ક્યાંયે તેમના સમય સંબંધમાં જરીકેય નિર્દેશ નથી મળતો૬, કે નથી તેમાં સાંપડતી તત્સંબદ્ધ સમસ્યાના સીધા ઉકેલની ચાવી. આ દશામાં એક બાજુથી પૌર્વાપર્યના સિદ્ધાંત અનુસાર તેમની સમયસીમા નિર્ણીત કરવાના કેટલાક પ્રયત્નો થયા છે, જેની અંતર્ગત કેટલીક વાર તો તદ્દન લૂલાં, અને બહુ જ પાછોતરાં ગણાય તેવાં, ગુર્વાવલીઓ સરખાં સાધનોના આધારે તેમની મિતિ જડબેસલાક બેસાડી દેવાનો આયાસ પણ થયો છે : એટલું જ નહીં, તેવી સ્થાપના કરનારાઓ પોતે સંપ્રતીત થયાની સંતુષ્ટિ અનુભવવા સાથે એમનો નિર્ણય હવે સદાકાળ માટે, અને સર્વથા સિદ્ધ તેમ જ સર્વસ્વીકૃત થઈ ચૂક્યો હોય Page #56 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય તેવો “તોર’” વા “તા” બતાવવામાં પણ ખચકાટ અનુભવતા નથી. આમાંથી જે કંઈક ધ્યાન દેવા લાયક પ્રયત્નો છે તેનાં પરિણામો પરસ્પર વેગળાં અને વિરોધી છે. એક છેડે તટસ્થ અન્વેષક વૈદિક વિદ્વાન (સ્વ) કાશીરામ બાપુરાવ પાઠક સમંતભદ્રને ઈસ્વીસન્ના આઠમા શતકના આરંભમાં મૂકે છે॰, તો બીજે છેડે દિગંબર વિદ્વાન્ પં૰ જુગલકિશોર મુખ્તાર સાહબ મરહૂમ એમને ઘડીક વિક્રમની પહેલી-બીજી તો ઘડીક બીજી-ત્રીજી શતાબ્દી(ઈ. સ. પૂર્વે ૪૪થી ઈ. સ. ૨૪૪)માં મૂકે છે૧૮. આ બે અંતિમો વચ્ચે કેટલીક અન્ય ધારણાઓ આવે છે, જે વિશે અહીં આગળ ઉપર આવના૨ અવલોકનમાં ઉલ્લેખ થશે. સમંતભદ્રના સમય-વિનિર્ણયમાં તેમની ઉત્તરસીમાનો નિશ્ચય કરવામાં તો કોઈ દુવિધા નથી; તત્સંબદ્ધ જ્ઞાત હકીકતો અહીં ટૂંકમાં અવલોકી જઈશું : ૩૧ (૧) દિગંબર સંપ્રદાયના પંચસ્તૂપાન્વયમાં થયેલા સુવિખ્યાત સ્વામી વીરસેનના મહાન્ શિષ્ય જિનસેને આદિપુરાણ(આ ઈ સ૦ ૮૩૭ પશ્ચાત્)ની ઉત્થાનિકામાં અન્ય પુરાણા નિર્પ્રન્થ (અને પ્રધાનતયા દિગંબર) આચાર્યો સાથે સમંતભદ્રનું પણ સ્મરણ કર્યું છે . તદતિરિક્ત પુન્નાટગણના આચાર્ય કીર્તિષેણના શિષ્ય આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (સં ૮૦૬ / ઈ. સ. ૭૮૪)માં આપેલ, એમની રચેલી મનાતી (પણ વસ્તુતયા પ્રક્ષિપ્ત, રચના ઈસ્વી ૮૫૦ કે ત્યારબાદની), મહાન્ જૈન આચાર્યોની સ્તુતિપૂર્વક સૂચિમાં સમંતભદ્રનો જીવસિદ્ધિ તથા યુક્ત્યનુશાસનના કર્તારૂપે ઉલ્લેખ કર્યો છે॰. વિદ્યાધરકુલના શ્વેતાંબરાચાર્ય (યાકિનીસૂત્તુ) હરિભદ્રસૂરિએ (કર્મકાલ આ ઈ સ૰ ૭૪૫-૭૮૫) અનેકાંતજયપતાકા તેમ જ તેની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં ‘વાદીમુખ્ય સમંતભદ્ર'નો ઉલ્લેખ કર્યો છે. એમની આવશ્યકવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭૫૦-૭૬૦)માં સ્વયંભૂસ્તોત્રમાંથી (કર્તા કે કૃતિનું નામ આપ્યા સિવાયનું) ઉદ્ધરણ મળે છે. આથી સ્પષ્ટ છે કે સમંતભદ્ર આઠમા શતકના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ગયા છે. (૨) સમંતભદ્રની આપ્તમીમાંસા અપરનામ દેવાગમસ્તોત્ર પર અષ્ટશતીભાષ્ય રચનાર, દિગંબર તાર્કિકશિરોમણિ ભટ્ટ અકલંકદેવનો કર્મકાળ હવે ઈસ્વીસન્ના આઠમા શતકમાં, ઈ. સ. ૭૨૦-૭૮૦ના ગાળામાં ક્યાંક આવી જતો હોવાનું, પ્રમાણપૂર્વક સૂચવાયું છે૨૩, અને એ સમય હવે તો સુનિશ્ચિત જણાય છે : સમંતભદ્ર આથી આઠમી સદીના મધ્યભાગ પૂર્વે થઈ ગયાનું વિશેષ પ્રમાણ મળી રહે છે. : (૩) આથીયે વધારે મહત્ત્વનો મુદ્દો છે પૂજ્યપાદ દેવનંદી અને સમંતભદ્રના સમકાલપૂર્વકાલના નિર્ણયનો, દેવનંદીએ એમના જૈનેન્દ્રશબ્દશાસ્ત્રમાં સમંતભદ્રનો નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે; પરંતુ દેવનંદીના સમય પરત્વે તીવ્ર મતભેદ પ્રવર્તે છે ઃ એક તરફ એમને ગુપ્ત સમ્રાટ્ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય(ઈ. સ. ૪૧૫-૪૫૫)ની સમીપના સમયમાં થયેલા માનવામાં આવે : Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે, તો બીજી તરફ તેમને સાતમી શતાબ્દીના આખરી ચરણમાં મૂકવામાં આવે છે. દેવનંદીનો કર્મકાળ, મેં અદ્યાવધિ રજૂ થયેલ વિવિધ દાવાઓના પરીક્ષણ પછી, અને ઉપલબ્ધ આંતરિક તેમ જ બહારનાં પ્રમાણોના આધારે, ઈ. સ. ૬૩પ-૬૮૦ના આરસાનો નિશ્ચિત કર્યો છે. આ મિતિ લક્ષમાં લેતાં સમતભદ્ર ઈ. સ. ૬૫૦થી અગાઉ થઈ ગયા હોવાની પૂરી શક્યતા છે. (૪) બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (ઈ. સ. પ૮૦-૬૬૦ કે ૨૫૦-૬૩૦) દ્વારા સમંતભદ્રના સ્યાદ્વાદ સંબદ્ધ “કિંચિત” ઉદ્ગારાદિનું ખંડન થયું હોય તેમ જણાય છે. (૫) મીમાંસક કુમારિલ ભટ્ટ દ્વારા સમંતભદ્રના નિર્ઝન્ય-સર્વજ્ઞતાવાદાદિનું ખંડન હોય તો૮ સમંતભદ્રની કૃતિઓ ઈ. સ. ૬૦૦ આસપાસમાં ઉપલબ્ધ હોવી ઘટેર૯. સાહિત્યિક રચનાઓમાં ઉલ્લેખો આદિથી થઈ શકતી પૌવપર્ય-આશ્રિત નિર્ણયોની મર્યાદા અહીં આવી રહે છે. હવે સમંતભદ્રની કૃતિઓ અંતર્ગતની વસ્તુ, એમનાં દાર્શનિક વિભાવો-ગૃહીતો, અને એમનાં વચનોમાંથી સૂચવાતા કાલ-ફલિતાર્થ ઇત્યાદિ અંગે ગવેષણા ચલાવતાં પહેલાં સાંપ્રતકાલીન લેખકોએ એમનો સમય નિર્ધારિત કરવામાં જે મુદ્દાઓ ગ્રહણ કર્યા હોય, અને જે નિષ્કર્ષો કાઢ્યા હોય, તેને સમીક્ષાત્મક દૃષ્ટિએ જોઈ વળવું ઉપયુક્ત છે : (૧) ખ્યાતનામ દિગંબર વિદ્વાનુ, વિદ્યાવારિધિ જ્યોતિ પ્રસાદ જૈનની રજૂઆત છે કે સમતભદ્ર કાંચીપુરના સુપ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ભિક્ષુ નાગાર્જુનના સમકાલિક છે અને બન્ને વિદ્વાનોનો એકબીજા પર પ્રભાવ પડેલો છે. મહાયાન સંપ્રદાયના માધ્યમિક સંઘના અગ્રચારી દાર્શનિકોમાં આચાર્ય નાગાર્જુનનો સમય ઈસ્વીસની પહેલી-બીજી શતાબ્દીના અરસાનો, સાતવાહન યુગમાં, મનાય છે. આથી સમંતભદ્રનો પણ એ જ કાળ કરે : પણ પહેલી વાત તો એ છે કે આ “પારસ્પરિક પ્રભાવ” સિદ્ધ કરે તેવાં કોઈ જ પ્રમાણો તેઓ રજૂ કરતા નથી. બીજા કોઈ વિદ્વાને આ વાત અન્યત્ર સવિસ્તર ચર્ચા હોય તો તેનો પણ હવાલો દેતા નથી. સમતભદ્રનો સમય જ જ્યાં નિશ્ચિત ન હોય તેવી સ્થિતિમાં તો અન્ય સ્વતંત્ર પ્રમાણો દ્વારા સમતભદ્રને જો એટલા પ્રાચીન ઠરાવી શકાય તો જ તેમના નાગાર્જુન સાથેના સમકાલિકપણાની કે સામીપ્યની કલ્પના માટે અવકાશ રહે; નહીં તો જ્યાં વૈચારિક-શાબ્દિક સામ્ય જોવા મળે ત્યાં નાગાર્જુનનો પ્રભાવ સમતભદ્ર પર પડેલો ગણાય; અને તે ઘટના પછીના ગમે તે કાળમાં ઘટી હોવાનું સંભવી શકે. આપણે અહીં આગળ જોઈશું તેમ સમતભદ્ર એટલા પ્રાચીન ન હોવાનાં ઘણાં પ્રમાણો ઉપલબ્ધ થઈ શકતા હોઈ ઉપરની સ્થાપના સ્વતઃ નિસ્ટાર બની જાય છે. (૨) કર્ણાટકમાંથી મળેલી એક હસ્તલિખિત નોંધને આધારે જયોતિ પ્રસાદ સમંતભદ્ર Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય પૂર્વાશ્રમમાં ફણિમંડલમાં રહેલ ઉરગપુરના રાજકુમાર હોવાનું, અને ફણિમંડલ ઉર્ફે નાગમંડલનો “પેરિપ્લસ”માં ઉલ્લેખ મળતો હોઈ તેમનો સમય ઈસ્વીસની બીજી શતાબ્દીના અરસાનો અંદાજે છે. ઉરગપુરને તેઓ તિરુચિરાપલ્લી પાસે આવેલું “ઉરૈયૂર” હોવાની ઓળખ આપે છેર. પ્રસ્તુત હસ્તલિખિત નોંધ વાસ્તવમાં કેટલી પુરાણી છે અને એથી કેટલે અંશે વિશ્વાસપાત્ર છે તેની કોઈ જ ગવેષણા તેઓ ચલાવતા નથી. તામિલનાડ(તમિલનાડ)ના પુરાણા ઇતિહાસના અભ્યાસીઓ પુરાતન તામિલ (તમિલ) ભાષામાં રચાયેલ સંગમ સાહિત્ય પરથી જાણે છે કે ઈસ્વીસન્ના આરંભની સદીઓમાં ઉરૈયૂર પ્રારંભિક ચોલ (ચોળ્ય) નરેન્દ્રોની રાજધાની હતી. પુરાતન ચોલદેશ(ચોળ્યનાડ)માં તામિલ ભાષાની બોલબાલા હતી અને પ્રાચીનતમ ચોલ રાજ્યોનાં નામો તે કાળે સંસ્કૃતમાં નહીં, તામિલમાં પડતાં હતાં. ચોલમંડલમાં નાગમંડલ નામક કોઈ જ પરગણું કે ઠકરાત હોવાનો ક્યાંયે પુરાણો સ્થાનિક ઉલ્લેખ પ્રાપ્ત નથી. આ બધું જોતાં મૂળ લેખકની આ મનઘડંત નોંધ ન માનીએ તોયે બહુ મોડેની અનુશ્રુતિ હોવાનો વિશેષ સંભવ છે. આવી અત્યંત સંદેહાસ્પદ સંયોગોના સંસર્ગવાળી નોંધને પ્રમાણ રૂપે સ્વીકારતાં ઘણા વાંધાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. વસ્તુતયા સમંતભદ્રને એ કાળથી ઠીક ઠીક અર્વાચીન સિદ્ધ કરનાર, વિશેષ વિશ્વસનીય પુરાવાઓ (આપણે આગળ જોઈશું તેમ) બહોળા પ્રમાણમાં કેટલાંક તો એમના જ લેખનમાંથી લભ્ય બનતા હોઈ, તેમના કાળનિર્ણયમાં ઉપર્યુક્ત મુદ્દો જરાયે ઉપયુક્ત બની શકે તેમ નથી. (૩) પં. દરબારીલાલ કોઠિયાનું કહેવું છે કે સમંતભદ્રે નાગાર્જુનનું ખંડન કર્યું છે; આથી તેઓ તેમના સમકાલમાં થયા છે”. આ વાત ત્યારે પ્રામાણિક માની શકાય કે જ્યારે અન્ય પુરાવાઓ પણ તેઓ ઈસ્વીસન્ના બીજા શતકમાં મૂકવાની તરફેણ કરે. પણ એવી સ્થિતિ આપણે જોઈશું તેમ છે જ નહીં પ 33 (૪) દિગંબર વિદ્વર પં૰ કૈલાસચંદ્ર શાસ્ત્રીના કથન અનુસાર સમંતભદ્ર જૈમિનીના મીમાંસાસૂત્ર પર ભાષ્ય રચનાર શબરના કથનનું બિંબ-પ્રતિબિંબ શબ્દોમાં ખંડન કર્યું છે . યથા : " उन्होंने ही सर्वप्रथम सर्वज्ञता की सिद्धि में नीचे लिखा अनुमान उपस्थित किया‘‘સૂક્ષ્માન્તરિતપૂરાŕ: પ્રત્યક્ષા: વસ્ત્યવિદ્યથા । अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः ॥" आप्तमीमांसा, ५ ‘सूक्ष्म परमाणु वगैरह, अन्तरित राम-रावण वगैरह और दूरवर्ती सुमेरु वगैरह पदार्थ किसी के प्रत्यक्ष हैं, अनुमेय होने से, जैसे अग्नि वगैरह । इस प्रकार सर्वज्ञ की सम्यक् स्थिति होती નિ ઐ ભા. ૧-૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ है।' इस कारिका को पढने से शाबरभाष्य की एक पंक्ति का स्मरण हो जाता है । - “चोदना . हि भूतं भवन्तं भविष्यन्तं सूक्ष्मं व्यवहितं विप्रकृष्टमित्येवं जातीयकमर्थमवगमयितुमलम् ।" (શા. મા. ૨-૨-૨) भाष्य के सूक्ष्म व्यवहित और विप्रकृष्ट शब्द तथा कारिका के सूक्ष्म अन्तरित और दूर शब्द एकार्थवाची हैं। दोनों में बिम्ब-प्रतिबिम्ब भाव झलकता है। और ऐसा लगता है कि एक ने दूसरे के विरोध में अपना उपपादन किया है । शबर स्वामी का समय २५० से ४०० ई. तक अनुमान किया जाता है । स्वामी समन्तभद्र का भी यही समय है । विद्वान् जानते हैं कि मीमांसक वेद को अपौरुषेय और स्वत:प्रमाण मानते हैं। उनके मतानुसार वेद भूत, वर्तमान, भावि तथा सूक्ष्म, व्यवहित और विप्रकृष्ट अर्थों का ज्ञान कराने में समर्थ है। इसी से वह किसी सर्वज्ञ को नहीं मानते। किन्तु जैन वेद के प्रामाण्य को स्वीकार नहीं करते और जिनेन्द्र को सर्वज्ञ सर्वदर्शी मानते हैं । अतः समन्तभद्र ने शाबरभाष्य के विरोध में यदि सर्वज्ञ की सिद्धि हेतुवाद के द्वारा की हो तो अयुक्त बात नहीं है। शायद इसी से शाबरभाष्य के व्याख्याकार कुमारिल ने समन्तभद्र की सर्वज्ञताविषयक मान्यता को खूब आड़े हाथों लिया है और उसका परिमार्जन अकलंकदेव ने अपने न्यायविनिश्चय में किया है।" પરંતુ શાબરભાષ્યમાં યાજ્ઞવાક્યસ્મૃતિ (ઈસ્વી બીજી શતાબ્દી) જ નહીં, ઉત્તરકાલીન બૌદ્ધોના પ્રસિદ્ધ વિજ્ઞાનવાદનો પણ ઉલ્લેખ છે. વિજ્ઞાનવાદનું દાર્શનિક ઢાંચામાં વિશેષ સ્પષ્ટ રૂપે પ્રણયન આર્ય અસંગ (આ. ઈસ૪૧૦-૪૭૦) તથા વસુબંધુ (જીવનકાળ આ ૪૨૦થી ૪૮૦) દ્વારા થયેલું છે; એમ જ હોય તો ભાષ્યકાર શબરને વહેલામાં વહેલા ઈસ્વીસનની ચોથી સદીના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. શબર આમ નાગાર્જુનથી બસો-અઢીસો વર્ષ બાદ જ થયા જણાય છે. આ જોતાં સમંતભદ્ર શબરના સમય પછીથી જ ક્યારેક થયેલા ગણાય. આફતાબ-ઉલ-મઝહબ મુખ્તાર સાહબ મરહૂમ, વિદ્યાવારિધિ જ્યોતિ પ્રસાદ જૈન, તથા ન્યાયાંભોનિધિ પંદરબારીલાલ કોઠિયા, ઇત્યાદિ દિગંબર વિદ્વધર્યોએ સૂચવેલ સમંતભદ્રના નાગાર્જુન સાથેના સમકાલીનત્વની વાતનું આથી સહેજે જ નિરસન થઈ જાય છે. પણ તે સાથે જ પં. કોઠિયાની તેમ જ પં. કૈલાસચંદ્રની કાળનિર્ણય સંબદ્ધ તર્કપ્રણાલી ચિંતનીય જ નહીં, ચિંતાજનક પણ બની જાય છે. એક દાર્શનિક બીજાનું ખંડન કરે તો તે તેનો સમકાલિક વા સમીપકાલિક હોવો ઘટે. કંઈક એવો નિયમ આ બન્ને વિદ્ધપુંગવો પેશ કરતા લાગે છે, ઘડી કાઢતા જણાય છે : પણ શબરના મતનું ખંડન જો સમંતભદ્ર કર્યું હોય તો પ્રસ્તુત નિયમ ટકતો નથી; અને એમ જ હોય તો પં. કૈલાસચંદ્રની સ્થાપના–સમંતભદ્ર અને શબરના સમકાલીનત્વની–પણ અત્યંત શંકાસ્પદ બની જાય છે. અહીં આ નિયમની પોકળતા તો એ નિયમના આધારે ઉપસ્થિત થતાં આશ્ચર્યજનક સમીકરણોથી સ્પષ્ટ થશે. દષ્ટાંતઃ દશમી સદીના Page #60 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય પૂર્વાર્ધમાં થઈ ગયેલા વિદ્યાનંદે ધર્મકીર્તિ તથા કુમારિલનું ખંડન કર્યું છે, માટે તેઓ એ બન્નેના સમકાલિક; ધર્મકીર્તિએ કુમારિલનું ખંડન કર્યું છે માટે તે બન્ને સમકાલિક. કુમારિલે સમંતભદ્રના મતને કાપ્યો છે માટે એ બન્ને એકકાલિક; અને સમંતભદ્રે નાગાર્જુનના મતને ઉથાપ્યો છે માટે સમંતભદ્ર તેમના સમકાલીન ! અને શબરના મતને સમંતભદ્રે તોડ્યો છે એટલે તેઓ પણ સમકાલિક; આમ આ પાંચે પુરાણા દાર્શનિક પંડિતો—સાતવાહન-કુષાણકાલીનઅનુગુપ્તકાલીન-મધ્યકાલીન એકકાલીન બની રહે ! (૫) કાશીરામ પાઠકે બતાવ્યું છે કે સમંતભદ્રે ભર્તૃહરિના શબ્દાદ્વૈતવાદનું વાક્યપદીયના જ એક ચરણખંડનો ઉપયોગ કરી ખંડન કર્યું છે; “વાદિમુખ્ય સમંતભદ્ર”ના નામથી યાકિનીસૂનુ હરિભદ્રે જે (તેમની આજે અનુપલબ્ધ કૃતિમાંથી) પદ્ય અવતરિત કર્યું છે તેમાં તે છે”. આથી સમંતભદ્ર ભર્તૃહરિ બાદ થયાનું ઠરે છે. ભર્તૃહરિનો સમય વર્તમાને ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધનો મનાય છે. (૬) પં. દરબારીલાલ કોઠિયાનું વિશેષમાં માનવું છે કે સમંતભદ્ર (પરંપરામાં વસુબંધુના શિષ્ય મનાતા) દિનાગે સ્થાપેલ પ્રમાણ-લક્ષણથી, અનભિજ્ઞ છે” (અને એ કારણસર સમંતભદ્ર દિફ્નાગથી પૂર્વે થયેલા છે.) પરંતુ મુનિવર જંબૂવિજયજીએ સમંતભદ્રની આપ્તમીમાંસા અંતર્ગત બૌદ્ધોની કેટલીક આલોચના દિફ્નાગને લક્ષમાં રાખીને થઈ છે તેવો અભિપ્રાય આપ્યો છે; યથા : ૩૫ “शब्दान्तरार्थापोहं हि स्वार्थे कुर्वती श्रुतिरभिधत्त इत्युच्यते " इति दिङ्नागीयं वचः । एतच्च दिङ्नागीयं वचः तत्त्वसंग्रहपञ्जिकायां श्लो. १०१६, सन्मतिवृत्तौ पृ. २०४, सिद्धसेनगणिरचितायां तत्त्वार्थसूत्रवृतौ पृ. ३५७, प्रमाणवार्तिकस्ववृत्तेः कर्णकगोमिरचितायां वृत्तौ पृ. २५१, २५३ इत्यादिषु बहुषु स्थानेषूद्धृतम्, विशेषार्थिभिः सप्तमेऽरे पृ. ५४८ इत्यत्र टिप्पणं विलोकनीयम् । एतच्च दिङ्नागीयं वचः समन्तभद्राचार्येण आप्तमीमांसायामित्थं निराकृतम् “वाक्स्वभावोऽन्यवागर्थ प्रतिषेधनिरङ्कुशः । आह च स्वार्थसामान्यं, तादृग् वाच्यं खपुष्पवत् ॥ १११ ॥ '' किञ्चान्यत् “नार्थशब्दविशेषस्य वाच्यवाचकतेष्यते । तस्य पूर्वमदृष्टत्वात् सामान्यं तूपदेक्ष्यते ॥” इति दिङ्नागस्य श्लोकं निराकर्तुम् "अर्थशब्दविशेषस्य वाच्यवाचकतेष्यते । तस्य पूर्वमदृष्टत्वे सामान्यादुपसर्जनात् ॥” इति प्रतिश्लोको दिङ्नागस्य मतं निराकुर्वता मल्लवादीक्षमाश्रमणेनोपन्यस्तः "अर्थविशेषश्च तवावाच्य एव" इति चोक्तम् । दृश्यतां पृ. ६१५ पं. ૨,૨૨, પૃ. ૬૬, પં રૂ, પૃ. ૭૦૭, વૃં ૬૪-૬૬ । સમન્તમદ્રાવાયેંળાવ્યેતદ્ વિજ્ઞાાસ્ય વર્ષે: प्रतिविहितमित्थम् आप्तमीमांसायाम् Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ "सामान्यार्था गिरोऽन्येषां विशेषो नाभिलप्यते । सामान्याभावतस्तेषां मृषैव सकला गिरः ॥ १॥" " એટલું જ નહીં; મને તો લાગે છે કે સમંતભદ્ર દિફ્નાગયુગની “અન્યાપોહ” સરખી બૌદ્ધ પરિભાષાથી પરિચિત પણ હતા. જુઓ : सर्वात्मकं तदेकं स्यादन्याऽपोह-व्यतिक्रमे । अन्यत्र समवाये न व्यपदिश्येत सर्वथा ॥ -आप्तमीमांसा ११ દિનાગનો સમય હવે ઈસ્વી ૪૮૦-૫૬૦નો મનાય છે. આથી સમંતભદ્ર છઠ્ઠા શતક પૂર્વાર્ધ બાદ જ થયા હોય. (૭) (સ્વ.) પં. જુગલકિશોર મુખ્તારનો દાવો છે કે સિદ્ધસેન દિવાકર પર સમંતભદ્રનો પ્રભાવ છે. તેમનું કહેવું છે કે “સ્વયંભૂ” શબ્દથી આરંભાતી એમની સુવિદ્યુત દ્વાત્રિંશિકા પાછળ સમંતભદ્રના “સ્વયંભૂ-સ્તોત્ર’ની પ્રેરણા રહેલી છે એટલું જ નહીં, સિદ્ધસેને વિનમ્રતાપૂર્વક (પોતાનાથી પ્રાચીનતર, મહત્તર, શ્રેષ્ઠત૨ એવા) સમંતભદ્રની નીચેના શબ્દોમાં સ્તુતિ કરી છે: યથા : ये एष षड्जीवनिकायविस्तरः परैरनालीढपथस्त्वयोदितः । अनेन सर्वज्ञपरीक्षणक्षमास्त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः || - द्वात्रिंशिका १.१३ વસ્તુતયા સિદ્ધસેને અહીં સમંતભદ્રનું નામ સીધી કે આડકતરી રીતે આપ્યું જ નથી; કે નથી શ્લેષ વડે કે અન્યથા સૂચિત કર્યું. મૂળ શ્લોકનો સીધો અને સ૨ળ અર્થ સિદ્ધસેનની રચનાઓના તેમ જ સંસ્કૃત-તજ્ઞ અભ્યાસીઓ આ પ્રમાણે કરે છે : “(હે જિનવર !) અન્ય મતિઓને જેનો સ્પર્શ પણ નથી થયો તે આ ષડ્જવનિકાયનો વિસ્તાર તેં જે દર્શાવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમતા ધરાવનાર (વાદીઓ) તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સહ સ્થિર થયા છે.’ આથી સ્પષ્ટ કે મૂળ કર્તાને કંઈ ‘સમંતભદ્ર’’ અભિપ્રેય નથી, પણ એમણે જે સહચારી શબ્દો વાપર્યા છે તે બહુવચનમાં હોવા ઉપરાંત અર્થની અપેક્ષાએ કેવળ ઓધ દૃષ્ટિથી, સામાન્ય રૂપે જ, છે. સિદ્ધસેન દિવાકર અને સ્વામી સમંતભદ્રની રચનાઓમાં ભાવવિભાવ, અને ક્યાંક ક્યાંક શબ્દ-પસંદગીમાં સમાનતા-સમાંતરતા જરૂર જોવા મળે છે, જેનો (સ્વ.) પં. સુખલાલજીએ યથોચિત નિર્દેશ કર્યો છેજ. પણ આગમને પ્રમાણરૂપ માની નિશ્ચય કરવાના વિભાવની ભૂમિકા સંબદ્ધ સમંતભદ્રનું કથન સિદ્ધસેન (ઈસ્વી પાંચમી સદી પૂર્વાર્ધ) કરતાં આગળ નીકળી ગયાનું ડા૰ નથમલ ટાટિયાનું કહેવું છે". આથી સિદ્ધસેનથી સમંતભદ્ર Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય પૂર્વવર્તી હોવાનું નિર્વિવાદ સિદ્ધ થઈ શકતું નથી; અને સિદ્ધસેન પર સમંતભદ્રનો પ્રભાવ પડ્યાનું કલ્પી શકાય તેવી સ્થિતિ જ નથી. વસ્તુતયા સમંતભદ્રની તર્કશૈલી, રજૂઆત, તેમ જ કવિતાકલેવરની નિબંધનશૈલી સિદ્ધસેનથી ઘણી જ આગળ નીકળી જાય છે. (સુખલાલજી આદિ વિદ્વાનો એ મુદ્દા પર આ પૂર્વે કહી ચૂક્યા છે.) ૩૭ દિગંબર વિદ્ધર્યો દ્વારા મિતિ-સંબદ્ધ કેવળ એકાંગી પરીક્ષણ અને એથી નીપજતા એકાંત નિર્ણયોની નિઃસારતા સ્પષ્ટ થવા સાથે ઉપરની ચર્ચાથી સમંતભદ્ર, એક તરફ સિદ્ધસેન અને ભર્તૃહરિ જ નહીં, દિફ્નાગ પછીના અને બીજી તરફ દેવનંદીના સમયની પૂર્વે, એટલે કે ઈ. સ. ૫૪૦-૬૩૫ના ગાળામાં થયા હશે તેટલો પ્રાથમિક અંદાજ થઈ શકે. આશ્ચર્યની વાત છે કે દિગંબર વિદ્વાનોએ સમંતભદ્રના સમયાંકન માટે બહાર તો ખૂબ નજર દોડાવી અને અનુકૂળ લાગે તેવી વાતોને પ્રમાણરૂપ માની (તે પર તલસ્પર્શી અવગાહન કર્યા સિવાય) રજૂ પણ કરી દીધી; પણ સ્વયં સમંતભદ્રની કૃતિઓમાંથી શી ધારણાઓ ઉપસ્થિત થઈ શકે છે તેના પર તલપૂર પણ ધ્યાન આપ્યું નહીં ! સમંતભદ્રની એકદમ સુનિશ્ચિત મિતિ તો નહીં પણ તેમની વિદ્યમાનતાના સંભાવ્ય કાળ-કૌંસને સંકોચી શકે તેવા, અમુકાંશે તો નિર્ણાયક જ કહી શકાય તેવા જે મુદ્દાઓ તેમની કૃતિઓના પ્રાથમિક આકલનથી જ ઉપર તરી આવે છે તે, અને કેટલાંક મહત્ત્વપૂર્ણ પ્રમાણો જે તેમની કૃતિઓના સૂક્ષ્મ પરીક્ષણથી ખોળી શકાયાં છે તે અહીં ક્રમશઃ ઉપસ્થિત કરીશું : (૧) નિર્પ્રન્થોમાં સૌ પ્રથમ સંસ્કૃતમાં પ્રાપ્ત થતી કોઈ કૃતિઓ હોય તો તે વાચક ઉમાસ્વાતિનાં સભાષ્યતત્ત્વાર્થાધિગમસૂત્ર, પ્રશમરતિપ્રકરણ, તથા ક્ષેત્રસમાસ અપરનામ જંબુદ્રીપસમાસ (આ ઈ. સ. ૩૫૦-૩૭૫) છે. પ્રથમની બે પદ્યબદ્ધ કૃતિઓમાં મળતી મૂળ કારિકાઓ રીતિ, શૈલી, વસ્તુ તેમ જ કાવ્યકલાની દૃષ્ટિએ સિદ્ધસેન દિવાકરની સૂક્તિઓ(ઈસ્વીસન્ પાંચમી શતી પૂર્વાર્ધ)થી નિશ્ચયતયા પ્રાચીનતર જણાય છે ને એ બન્ને કર્તાઓની કૃતિઓ સાથે સરખાવતાં સમંતભદ્રની કવિતા તો સર્વ દૃષ્ટિએ વિચાર, આકાર, અને આભૂષા સમેત—સર્વાંગ વિકસિત અને પ્રસ્તુતિકરણમાં અતિશય વિદગ્ધ છે. આ જોતાં તેઓ ઈસ્વીસન્ પૂર્વે તો શું પણ ઈસ્વીસની પહેલી પાંચ શતાબ્દીઓમાં પણ થયા હોવાનું સંભવતું નથી. એમની રચના-શૈલી સ્પષ્ટતયા ગુપ્ત-વાકાટક કાળના શ્રેષ્ઠ સમય પછીનાં લક્ષણો દાખવી રહે છે. (આ મુદ્દા પર વિશેષ ચર્ચા અહીં આગળ ઉપર કરવા ધાર્યું છે.) (૨) સમંતભદ્રમાં સિદ્ધસેન દિવાકરથી અધિકતર ન્યાયાવલંબી અને ઊંડાણભર્યું પરીક્ષણ દેખા દે છે. એમની રજૂઆત પણ સિદ્ધસેનથી વિશેષ વ્યવસ્થિત છે. વિરોધી વાદો સામેની તેમની યુદ્ધસજ્જતા સવિશેષ, વસ્તુતયા આલા દરજ્જાની, હોવા ઉપરાંત તેમના વ્યૂહ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પણ અટપટા છે. દાર્શનિક વિભાવો-પરિભાવો તેમ જ પરિભાષાનો પણ વિશેષ વિકાસ તેમના કાબેલિયતભર્યા આયોજનમાં છતો થઈ રહે છે. નિર્ઝન્થ-દર્શનના સુપ્રસિદ્ધ સ્યાદ્વાદનો ચરમ વિકાસ તેમની કૃતિઓમાં સૌ પ્રથમ જોવા મળે છે અને તેમણે અનેકાંતવાદ પર તો ખૂબ જોર દેવા સાથે તેના પ્રાયઃ એકાર્થક મનાતા શબ્દો “સ્યાદ્વાદ”નો નાદ પણ ઔર બુલંદ બનાવ્યો છે. “સ્યાદ્વાદ” શબ્દનો પ્રયોગ પણ પ્રથમ જ વાર તેમની આતમીમાંસા સરખી કૃતિમાં મળે છે. સ્યાદ્વાદ સાથે આગમયુગમાં તો શું પણ ઉમાસ્વાતિ કે સિદ્ધસેનની કૃતિઓમાં પણ સીધી રીતે નહીં જોવા મળતી “સપ્તભંગી"ની પરિભાષાના પ્રયોજક પણ સમંતભદ્ર જ હોય તેમ લાગે છે. કેમ કે ઉમાસ્વાતિની કૃતિમાં તેનો ક્યાયે ઉલ્લેખ નથી. બીજી બાજુ સિદ્ધસેન દિવાકરના સન્મતિ-પ્રકરણમાં “અનેકાંત”નો ઉલ્લેખ છે પણ “સ્યાદ્વાદ” એવું “સપ્તભંગી"નો નહીં. આમ સમંતભદ્ર સિદ્ધસેન પછી જ થયેલા છે. વધારામાં સિદ્ધસેનના સમયમાં જુદા જુદા સંપ્રદાયો વચ્ચે વાદ-વિવાદોની લીલા તો ચાલતી જ હતી; પણ તાર્કિક ભૂમિકાનું અતિ ગંભીર અને પૂર્ણ રીતે ખીલેલું સ્વરૂપ સમતભદ્રની આતમીમાંસામાં મળે છે. આ તથ્યો પણ પાંચમાં શતક પછીની આગળ વધેલી પરિસ્થિતિ સૂચવે છે. સંબંધકર્તા દિગંબર વિદ્વાનોને મન આ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનું કંઈ જ મૂલ્ય હોય તેમ દેખાતું નથી ! આ મુદ્દાઓ તેમની નજરમાં જ આવ્યા નથી. પં. કોઠિયાએ નાગાર્જુનના ખંડનથી અને પંકૈલાસચંદ્ર શબરના ખંડનમાત્રથી સમૃતભદ્રને તેમના સમકાલીન માની લીધા; પણ સમતભદ્ર તો શબર જ નહીં, ભર્તુહરિ, સિદ્ધસેન દિવાકર, અને દિદ્ભાગની પણ પછી જ થયા છે. (૩) સમંતભદ્રની સ્થાપન્ન મનાતી, તેમની વાદીરૂપેણ દુર્જયતાની સૂચક ચારેક ઉક્તિઓ મળી આવી છે; (વસ્તુતયા તે બધી સમતભદ્ર સંબદ્ધ લખાયેલા કોઈ નવમી-દશમી સદી આસપાસના, કે તે પૂર્વના ? સંપ્રતિ અપ્રાપ્ય ચરિતમાંથી લીધા હોય તેમ લાગે છે.) તેના પરીક્ષણથી કેટલોક નવો પ્રકાશ લાધી શકે છે. દિગંબર પંડિતો તેને તથ્યપૂર્ણ તો માનતા હોય તેમ લાગે છે પણ કોણ જાણે કેમ પણ તેના પર કાળનિર્ણયની દૃષ્ટિએ કશી જ વિચારણા તેમણે ચલાવી નથી.) આ પઘો હવે અવલોકનાર્થે એક પછી એક લઈએ : (4) વહુ તરત ટિતિ કુટ-ટુ-વીવાદ પૂર્વ वादिनि समन्तभद्रे स्थिति तव सदसि भूप ! कास्थाऽन्येषां ॥ ઉપરના પદ્ય ૯ વાદમાં ધૂર્જટિ નામક કોઈ વાદી(શૈવ વિદ્વાન્ હશે?)ની સાથે થયો હશે તે વાદમાં તેની પૂર્વે જીભ ખંભિત કરી દીધાનું કોઈ રાજસભામાં સમંતભદ્ર આહ્વાન સહિત કહેતા હોય તેવો ભાસ થાય છે. દુર્ભાગ્યે આ ધૂર્જટિ વિષયે (તેમ જ સંબંધકર્તા રાજા વિશે) કશું જાણમાં ન હોઈ આ મુદ્દો કાળ-વિનિર્ણયમાં ઉપયુક્ત નથી. Page #64 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૩૯ (ब) कांच्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्बुशे पाण्डुपिण्डः पुण्ड्रोड्रे शाक्यभिक्षुः दशपुरनगरे मिष्टभोजी परित्राट् । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुरंगस्तपस्वी राजन् यस्याऽस्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥ આ ઉક્તિનો સાર એ છે કે તેઓ પ્રથમ કાંચીનગરીમાં “નગ્નાટક” એટલે કે આજીવિક સંપ્રદાયના સાધુ હતા, પછી પુણ્ય (બંગાળ) અને ઓડ(ઓરિસ્સા)માં શાક્યભિક્ષુ (બૌદ્ધ સાધુ) બન્યા હતા. તે પછી દશપુરનગર(મંદસોર)માં પરિવ્રાજક (મિષ્ટાન્નભક્ષી) સંપ્રદાયના મુનિ, અને ત્યાર બાદ વારાણસીમાં ભસ્માર્ચિત શૈવ સંન્યાસી થયા : ને અંતમાં જૈન-નિર્ઝન્થવાદી મુનિ થયેલા. (સમંતભદ્ર આમ નિર્ગસ્થ થતાં પૂર્વે ચારેક સંપ્રદાયો બદલેલા એવો સ્પષ્ટ ધ્વનિ છે. આ વાત સાચી હોય તો એમને જુદાં જુદાં દર્શનોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની, એમની વિચારધારાઓ અને નિરનિરાળી દાર્શનિક વાદપદ્ધતિઓનાં યુક્તિતંત્રનું રહસ્ય પ્રાપ્ત કરવાની તથા ભારત-પરિભ્રમણની તક મળેલી હશે.) હવે એની વિગતો પર વિશેષ વિચાર કરીએ. દક્ષિણ ભારતમાં, વિશેષ કરીને તમિળ્યદેશમાં, આજીવિક સંપ્રદાય લાંબા સમય સુધી ઘસાતાં ઘસાતાં ટકી રહેલો. આથી એ મુદ્દો સમંતભદ્રના સમય-નિર્ણયમાં ઉપયુક્ત નથી. પરિવ્રાજક સંપ્રદાયના સિલસિલાબંધ ઇતિહાસ વિશે બહુ ઓછું જાણમાં છે અને માહેશ્વરી સાધુઓના ક્રમબદ્ધ ઇતિહાસના સ્રોતો જ્ઞાત નથી. જ્યારે પુખ્ત એટલે કે બંગાળમાં બૌદ્ધધર્મ હર્ષવર્ધનના સમકાલિક શશાંક (ઈસ્વીસન્ના ૭મા શતકનો પૂર્વાર્ધ) પહેલાં હતો; પણ “ઓઝ”એટલે કે વંગ, મગધ, અને ઉત્તર કોસલની સીમાઓને સ્પર્શતા કલિંગદેશ(ઉડીસ્સા)ના ઓતરાદા ભાગમાં તેનો પ્રભાવ કંઈક અંશે છઠ્ઠા શતકમાં અને પછી વિશેષે આઠમા શતકના ઉત્તરાર્ધમાં દેખા દે છે. બૌદ્ધ ભિક્ષુ રૂપે સમંતભદ્ર કલિંગદેશમાં વહેલામાં વહેલું છઠ્ઠા શતકના ઉત્તરાર્ધમાં અને ધર્માધ શશાંકના સાતમી શતાબ્દીના આરંભિક ચરણમાં થયેલ કલિંગ-વિજય પૂર્વે પરિભ્રમણ કર્યું હોય. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી એ છે કે “જૈન” શબ્દ ગુપ્તયુગ (ચોથી-પાંચમી સદી) પહેલાં (નિર્ગસ્થ) સાહિત્યમાં (કે અન્યત્ર) ક્યાંય જોવા મળતો નથી. સમંતભદ્ર ઈસ્વીસની બીજી-ત્રીજી શતાબ્દીમાં થયા હોવાનો આ વસ્તુ અપવાદ કરે છે. આ પછીના એક પદ્યમાં કરહાટકના રાજાની સભામાં સમંતભદ્ર કહે છે કે અગાઉ એમણે પાટલિપુત્રમાં (વાદ-ઘોષની) રણભેરી વગાડેલી; તે પછી માલવ, સિંધુદેશ, ટક્ક (પંજાબ અંતર્ગત), કાંચીપુર (કાંજીવરમુ, તામિલનાડ), વિદિશા (ભિલસા, પ્રાચીન દશાર્ણ દેશ, મધ્યપ્રદેશ), અને હવે વાદીરૂપેણ કરહાટક (મહારાષ્ટ્ર-સ્થિત કરાડમાં) ઉપસ્થિત થયા છે. યથા : Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (क) पूर्वं पाटलिपुत्र-मध्यनगरे भेरी मया ताडिता पश्चान्मालव-सिन्धु-टक्क-विषये कांचीपुरे वैदिशे । प्राप्तोऽहं करहाटकं बहुभटं विद्योत्कटं सङ्कटं वादार्थी विचराम्यहं नरपते ! शार्दूलविक्रीडितम् ॥ આમાંથી તો સમય-વિષયક કોઈ નિશ્ચિત તારતમ્ય નીકળી શકે તેમ નથી. સિંધુદેશમાં તેઓ ગયા હોય તો સિંધ ઈ. સ. ૭૨૧માં ઇસ્લામી હકૂમત નીચે આવ્યું તે પહેલાં હોવું ઘટે. અને છેલ્લા પદ્યમાં કોઈ રાજયસભામાં સમતભદ્ર પોતાને આચાર્ય, કવિ, વાદિરા, પંડિત, દૈવજ્ઞ (જ્યોતિષ-નિમિતજ્ઞ), ભિષશ્વર (વૈદ્ય), માંત્રિક, તાંત્રિક, આજ્ઞાસિદ્ધ, અને સિદ્ધસારસ્વત રૂપે બતાવે છે : યથા : (ड) आचार्योऽहं कविरहमहं वादिराट् पण्डितोऽहं दैवज्ञोऽहं भिषगहमहं मान्त्रिकस्तान्त्रिकोऽहम् । राजन्नस्यां जलधिवलयामेखलायामिलाया माज्ञासिद्धः किमिति बहुना सिद्धसारस्वतोऽहम् ॥ આમાંથી એમની પ્રાચીનતા વસ્તુતયા કેટલી છે તેનો અંદાજ જરૂર નીકળી આવે છે. દશવૈકાલિકસૂત્રમાં નિર્ઝન્થ ભિક્ષુઓને નક્ષત્ર (જયોતિષવિદ્યા), સ્વપ્નશાસ્ત્ર, યોગ, નિમિત્તશાસ્ત્ર, મંત્રશાસ્ત્ર, ભૈષજય (વૈદિક) ઇત્યાદિ અંગે જે નિષેધ આજ્ઞા દીધી છે તે જોતાં તો સમંતભદ્ર આગમિક યુગમાં થયા હોવાનું સંભવતું નથી. પ્રસ્તુત કથન ધરાવતા અધ્યાયનો સમય આશરે ઈસ્વીસન્ પૂર્વેની બીજી-પહેલી શતાબ્દી બાદનો નથી. नक्खतं सुमिणं जोगं निमित्तं मंत भेसजं । गिहिणो तं न आइक्खे भूताधिगरणं पदं ॥ –રવૈવેત્તિ સૂત્ર ૮.૫૦ આમાં “મંત્ર”નો તો સમાવેશ છે પણ “તંત્રનો ઉલ્લેખ નથી. મંત્રવાદ તો અથર્વવેદ (ઈ. સ. પૂ. પાંચમી શતી)થી ચાલ્યો આવે છે પણ “તંત્ર” પ્રમાણમાં અર્વાચીન છે. લગભગ છઠ્ઠા શતકથી વૈદિકોમાં તે પાશુપત-કાલામુખ-કાપાલિકાદિ શૈવ સંપ્રદાયોમાં, ને શાક્ત પંથમાં દુર્ગા-ચંડી-ચામુંડા-કાલી, ભૈરવ ઈત્યાદિ અઘોર શક્તિઓની ઉપાસના જોર પકડે છે; તો મહાયાન સંપ્રદાયમાં પાંચમાંથી, પણ વિશેષે તો છઠ્ઠા શતકના ઉત્તરાર્ધથી તારા, મહામાયૂરી, પ્રજ્ઞાપારમિતાદિ બૌદ્ધ શક્તિઓની તાંત્રિક ઉપાસનાને કારણે મંત્રવાદથી આગળ વધીને તંત્રવાદના વર્તુળમાં બૌદ્ધ ધર્મ પ્રવેશ્યો અને તે આઠમા શતકમાં વજયાન-નીલપટાદિ પંથોમાં પરિણમ્યો. તો નિગ્રંથો પણ એ ઘોડાદોડમાં પાછળ રહ્યા નથી. ત્યાં “વિજ્ઞાઓ” (વિદ્યાઓ, Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૪૧ આધિભૌતિક શક્તિઓ)ની માંત્રિક ઉપાસના ગુપ્ત કાળથી થવા લાગી અને તેમાં વળી સરસ્વતી, લક્ષી અંબિકા, પછી વૈરોટ્યા, પદ્માવતી, વાલામાલિની, ચક્રેશ્વરી, ઈત્યાદિ દેવીઓનો સમાવેશ થયો અને મંત્રગર્ભિત તેમ જ તંત્રગર્ભિત પ્રાકૃત-સંસ્કૃત સ્તોત્રો પણ જૈન આચાર્યો-મુનિઓ દ્વારા નવમી-દશમી શતાબ્દીથી નિઃસંકોચ રચાવા લાગ્યા ! પોતાને નિર્ભીક રીતે, જરાયે આંચકો ખાધા વિના દૈવજ્ઞ અને ભિષશ્વર જ નહીં, માંત્રિક અને તાંત્રિક હોવાનું પ્રગટ કરનાર સમતભદ્ર એ યુગમાં થયા છે કે જ્યારે ત્યાગમાર્ગી, મહાનું મનાતા મુનિવરો પણ, એ નિષિદ્ધ પંથે ચડી ગયેલા; અને એ સમય ઐતિહાસિક-સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં તો છઠ્ઠા સૈકાથી પૂર્વેનો હોય તેવું ભાસતું નથી. જે વસ્તુ આગમ-યુગમાં નિર્ચન્થ મુનિઓ માટે લાંછનરૂપ મનાતી તે જ વસ્તુ ગૌરવપ્રદ અને ભૂષણરૂપ ગણાતી હશે તે યુગમાં સમતભદ્ર થયા છે : અને તે સમયે છઠ્ઠા-સાતમા શતક પૂર્વેનો જણાતો નથી, જે કાળે શ્વેતાંબરોમાં “ચૈત્યવાસ” અને યાપનીયો તેમ જ દિગંબરોમાં પણ “વસતિવાસ” કિવા “મઠવાસ” પ્રવેશી ચૂકેલો. - (૪) સમંતભદ્રની કૃતિઓના પરીક્ષણ પહેલાં એક અન્ય મુદ્દો જોઈ લઈએ. દાક્ષિણાત્યાચાર્ય ઇંદ્રનંદી સ્વકૃત કૃતાવતાર(દશમી શતાબ્દી અંતભાગ)માં જણાવે છે કે આચાર્ય ધરસેનના (વિદ્યા) શિષ્યો પુષ્પદંત-ભૂતબલિ રચિત પદ્ધષ્ઠાગમ પર ક્રમશઃ કુંદકુંદાચાર્ય (પરિકર્મ-ટીકા), શામકુંડ, તુંબલૂરાચાર્ય (ચૂડામણિ-ટીકા), સ્વામી સમતભદ્ર (જીવઠ્ઠાણ), અને સ્વામી વીરસેને (ધવલા) વૃત્તિઓ રચી છે. ધરસેનનો સમય ઈસ્વીસની પાંચમી શતાબ્દીના ઉત્તરાર્ધથી વહેલો જાય તેમ નથી. ટીકાઓનો સમય મૂળ કૃતિ બાદનો જ સંભવે; એથી કુંદકુંદાચાર્યે જો પરિકર્મ-ટીકા રચી હોય તો તે પ્રમાણ, અને અન્ય પ્રમાણોના આધારે તેમનો સમય પણ સમંતભદ્રના સમયની જેમ ઈસ્વીસન્ના છઠ્ઠા સૈકાના ઉત્તરાર્ધથી ભાગ્યે જ પૂર્વેનો હોઈ શકેપ૭. તુંબલૂરાચાર્ય અને શામકુંડાચાર્યની ટીકાઓ કન્નડ ભાષામાં હોવાનું ઇંદ્રનંદી કહે છે. શિષ્ટ કન્નડ ભાષાના અસ્તિત્વનું ઈસ્વીસની પાંચમી શતાબ્દી પૂર્વેનું કોઈ જ પ્રમાણ નથી. કન્નડમાં બૃહક્કાય અને ઊંડાણભરી ટીકાઓ ત્યારે જ રચી શકાય કે જ્યારે ભાષા ઠીક ઠીક પ્રમાણમાં વિકસી ચૂકી હોય. “શામકુંડ” અને “તુંબલૂર’ ગામનાં નામ છે; અને ગામના નામ પરથી વ્યક્તિનાં ઓળખ-અભિધાન થતાં હોવાની દાક્ષિણ્યાત્ય પ્રથાનું પ્રમાણ ઈસ્વીસની સાતમી શતાબ્દી પૂર્વે જડતું નથી. આ બન્ને ટીકાઓ વહેલામાં વહેલી ઈસ્વીસન્ના છઠ્ઠા શતકના ઉત્તરાર્ધથી લઈ સાતમા શતકના પૂર્વાર્ધ પૂર્વેની હોવાનું કલ્પી શકાતું નથી. સમંતભદ્રની ટીકા ઇંદ્રનંદી ક્રમમાં ઉપર્યુક્ત બે કન્નડાચાર્યો પછી મૂકતા હોઈ, સમતભદ્ર ઈસ્વીસના છઠ્ઠા-સાતમા શતક પૂર્વે થઈ ગયા હોવાનું દાક્ષિણ્યાત્ય ઐતિહાસિક સાધનોથી જ અસિદ્ધ કરે છે. (જો કે સમંતભદ્રની માનવામાં આવતી આ અનુપલબ્ધ ટીકા ખરેખર રચાઈ હોવાનું મને તો શંકાસ્પદ લાગે છેv૮) નિ. ઐ, ભા. ૧-૬ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૫) બહાદુર-ઈ-ઝમાન મુખ્તાર સાહબ મરહૂમ–મોટે ભાગે તો મધ્યકાલીન કથાનકોના આધારે–સમતભદ્ર દ્રાવિડ સંઘના હોવાનું કહે છેve. દેવસેનના દર્શનસાર (વિ. સં. ૯૯૦ | ઈ. સ. ૯૩૪) અનુસાર પ્રસ્તુત સંઘ પૂજ્યપાદ દેવનંદીના શિષ્ય વજનંદીએ સ્થાપેલો. જો આમ જ હોય તો સમંતભદ્ર સાતમી શતાબ્દી પહેલાના આચાર્ય હોઈ જ ન શકે : પણ દેવનંદીએ સમતભદ્રના એક લક્ષણ-પ્રયોગનો ઉલ્લેખ કર્યો હોઈ સમતભદ્ર એમનાથી થોડા વહેલા થઈ ગયા હોવા ઘટે. આથી સમંતભદ્ર “દ્રાવિડસંઘમાં થઈ ગયા” વાળી આ વાત માનવા યોગ્ય જણાતી નથી. (સાચી હોય તો તો મુખ્તાર સાહેબની સમતભદ્રના સમય સંબદ્ધ મૂળ સ્થાપનાથી તે પૂર્ણપણે વિરુદ્ધ જાય છે, જેનો તેમને બિલકુલેય ખ્યાલ નથી રહ્યો !) (૬) સ્તુતિવિદ્યા અંતર્ગત સમંતભદ્ર જિન ઋષભની સ્તુતિ કરતાં તેમના અષ્ટ મહાપ્રતિહાર્યો–ભામંડલ, સિંહાસન, અશોકવૃક્ષ, કુસુમવૃષ્ટિ, દિવ્યધ્વનિ, છત્ર, ચામર અને દુંદુભિનાદ–નો ઉલ્લેખ કર્યો છે : યથા : नतपीलासनाशोक सुमनोवर्षभासितः भामण्डलासनाऽशोकसुमनोवर्षभाषितः । दिव्यै निसितच्छत्रचामरैर्दुन्दुभिस्वनैः दिव्यैर्विनिर्मितस्तोत्रश्रमदर्दुरिभिर्जनैः ॥ તીર્થકરોના ૩૪ અતિશયોનો વિભાવ તો કુષાણકાલ દરમિયાન આવી ચૂકેલો; પણ અષ્ટ મહાપ્રાતિહાર્યોની કલ્પના આગમોમાં દેખાતી નથી. એ સૌ પ્રથમ તો કથા-સાહિત્યમાં, નાગૅદ્રકુલના વિમલસૂરિના પઉમચરિય (આત ઈસ૪૭૩)માં મળે છે. (દેવકૃત દિવ્યભવ્ય સમવસરણની પણ સૌ પહેલી કલ્પના પ્રસ્તુત ગ્રંથમાં જ મળે છે.) પ્રાચીન જિન પ્રતિમાઓમાં જોવા જઈએ તો કુષાણ કાળમાં સિંહાસન (ધર્મચક્ર સમેત), ભામંડલ (યા ક્યારેક ચૈત્યવૃક્ષ), ચામરપરયુગ્મ, દુંદભિનાદ, માલધર-વિદ્યાધર (સુર-પુષ્પ-વૃષ્ટિ ?), ખેચરી વાદ્યવૃંદ, કે ક્યારેક છત્ર જેવા એકાદ અન્ય પ્રાતિહાર્યથી વિશેષ જોવા મળતું નથી. અષ્ટમહાપ્રાતિહાર્યોને ઉલ્લેખતા દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરાના પ્રાચીનતમ તિલોયપણસ્તી સરખા ગ્રંથો ઈસ્વીસના છઠ્ઠા શતકથી પૂર્વેના નથી. સમતભદ્રાચાર્યે આઠ પ્રાતિહાર્યોનો ઉલ્લેખ કર્યો છે તે પરિપ્રેક્ષ્યના પ્રકાશમાં સમતભદ્ર છઠ્ઠા શતક પૂર્વેના હોય તેવી પ્રતીતિ થતી નથી. (૭) આચાર્ય સમતભદ્ર એમની સ્તુતિઓમાં તીર્થકરને ઉદ્દેશીને કરેલાં વિવિધ પ્રકારનાં ઉદ્બોધનો મળે છે તેમાં નાથ, મહામુનિ, ઋષિ, જિન, વીતરાગ, ઇત્યાદિ તો પ્રાચીનમધ્યકાલીન નિર્ઝન્થ સ્તોત્રોમાં તેમ જ કેટલાક કિસ્સાઓમાં ઉત્તરની પરંપરાના આગમોમાં પણ) દેખા દે છે; પણ સાથે જ કેટલાંયે અભૂતપૂર્વ, ચિત્રવિચિત્ર, અને કૃત્રિમ રીતે ઘડી કાઢેલ Page #68 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય શબ્દાલંકારિક-અર્થાલંકારિક ઉદ્બોધનો પણ કરેલાં છે; જેમ કે, સ્તુતિવિદ્યામાં અનુનત, અનામનમન:, શનમ્ર, વિતયાતન, નતપાત, નૃતયાત, નતપીત્તાસન, નતામિત, નાનાનન્તનુતાન્ત, नानानूनाननानना, નાનિતનુતે, નુતીતેન, નુનયાશ્રિત, ગુજ્રાન્ત, નુન્નામૃત:; તતોતત:; તતામિતમતે, તાનિતનુતે, તાન્તિતતિનુત, અભિતાત, તૌતિતતીતિત:, સત્રનર, રત્નોનાશન્ ઇત્યાદિ. આ અશ્રુતપૂર્વ અને જીભનાં લોચાં વળે તેવાં ઉદ્બોધનો સમંતભદ્રને અતિ પ્રાચીન આચાર્ય ઠરાવવાને બદલે બહુ બહુ તો પ્રાક્ર્મધ્યકાલીન પરિસરમાં જ મૂકવા પ્રેરાય છે ! (૮) સમંતભદ્રાચાર્યની લલિતસુંદર પદ્યો ધરાવતી સ્તુતિ-કૃતિ કોઈ હોય તો તે છે સ્વયંભૂસ્તોત્ર (જુઓ પરિશિષ્ટ ‘અ’). તેમાં બાવીસેક જેટલાં વિવિધ વૃત્તોનો પ્રયોગ થયો છે, જેમાંનાં ઘણાંખરાં કાલિદાસ, સિદ્ધસેનાદિ ગુપ્તકાલીન કવિઓની રચનાઓમાં પણ મળે છે. કેટલાંક સારાં પઘો એમના યુક્ટ્સનુશાસનમાં પણ મળી આવે છે. (પરિશિષ્ટ ‘અ’). પરંતુ તેમની એક બાજુથી પૂર્ણતયા તર્કોવલ અને બીજી તરફથી નખશીખ અલંકૃત અને ક્લિષ્ટ કૃતિ તો છે ઉપરકથિત સ્તુતિવિદ્યા. એમાં તેમણે અનેક અટપટા, યમકોથી તેમ જ ચિત્રબદ્ધ એવં કઠિન કાવ્યયુક્તિઓથી નિબદ્ધ ચિત્રકાવ્ય રૂપેણ પદ્યોનો સમાવેશ કર્યો છે. આ અત્યંત આલંકારિક વૃત્તોની સૂચિ નીચે મુજબ છે. द्वयक्षर शार्दूलविक्रीडित अर्ध्वभ्रम अर्ध्वभ्रमगूढपश्चा अर्ध्वभ्रमगूढद्वितीयपाद अर्धभ्रमनिरोट्यगूढचतुष्पाद गूढद्वितीयचतुर्थान्यतरपादोऽर्धभ्रम गूढद्वितीयपादसर्वतोभद्रगतत्यानुगतऽर्धभ्रम चक्रवृत्त कविकाव्यनामगर्भचक्रवृत्त इष्टपादवलयप्रथमचतुर्थसप्तमवलयैकाक्षरचक्रवृत्त गतप्रत्यार्श्वभाग गतप्रत्यागतार्ध्य श्लोकयमक निरोट्यश्लोकयमक युग्मकयमक ૪૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ समुद्गकयमक अक्षद्धयविरचितसमुद्गगकयमक सर्वपादमध्ययमक सर्वपादान्तयमक व्यक्षरपादाभ्यासयमक पादाभ्यास सर्वपादान्तयमक साधिकपादाभ्यासयमक व्यक्षरश्लोक चक्रश्लोक गूढस्वेष्टपादचक्रश्लोक गतप्रत्यागतश्लोक गतप्रत्यागतयमकश्लोक अनुमप्रतिलोमश्लोक अनुलोमप्रतिलोमेकश्लोक अनुलोमप्रतिलोमसकलश्लोक प्रथमपादोद्भूतपश्चाध्धीकाक्षरविरचितश्लोक एकाक्षरविरचितैकैकपादः श्लोक गर्भेमहादिशिचैकाक्षरचक्रश्लोक गर्भेमहादिशिचैकाक्षरश्चतुरक्षरचक्र श्लोक गतप्रत्यागतपादभ्यासयमकाक्षरद्धयविरचित श्लोक गतप्रत्यागतपादयमकाक्षरद्धयविरचितसन्निवेशविशेषसमुद्गतानुलोमप्रतिलोमश्लोकयुगलश्लोक चित्रालंकारः मुरजबन्ध इष्टपादमुरजबन्ध अन्तरमुरजबन्ध गुप्तक्रियोमुरजबन्ध यथेष्टेकाक्षरान्तरितमुरजबन्ध निरौष्ट्ययथेष्ठैकाक्षरान्तरितमुरजबन्ध मुरजबन्धः श्लोकयमकालंकार Page #70 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય ૪૫ मुरजबन्धयुक्तगोमूत्रिकाबन्ध આ સિવાય તેમણે જે એકાક્ષરાદિયમયુક્ત પદ્ય નિયોજ્યાં છે, તેને અહીં ઉફૅકિત કરવાથી તેમની યથાર્થ સમયસ્થિતિનો ક્યાસ નીકળી શકશે. (જુઓ પરિશિષ્ટ ‘વ'). સંસ્કૃત કાવ્યશાસ્ત્રના વિકાસક્રમનું પૂર્ણરૂપેણ નહીં તોયે એની મુખ્ય ધારાઓની પ્રગતિનું કંઈક સ્પષ્ટ કહી શકાય તેવું ચિત્ર આપણી સામે છે, જેનો ઉપયોગ સમતભદ્રના કાળનિર્ણયમાં નિઃશંક થઈ શકે તેમ છે. ઈસ્વીસની બીજી શતાબ્દી અને તે પછી થયેલા બૌદ્ધ સ્તુતિકારી માતૃચેટ અને આર્યદેવ તેમ જ મહાકવિ અશ્વઘોષ, મધ્યમકકારિકાકાર નાગાર્જુન, આર્ય અસગ, વસુબંધુ, અને દિનાગ સરખા દાર્શનિક બૌદ્ધ પદ્યકારો, તદતિરિક્ત નાટ્યકાર ભાસ, પ્રશસ્તિકાર હરિષેણ, અને કવિકુલગુરુ કાલિદાસ સરખા દિગ્ગજ વૈદિક કવિવરો, સાંખ્યસતિકાર ઈશ્વરકૃષ્ણ, અને બીજી બાજુ પ્રશમરતિકાર વાચક ઉમાસ્વાતિ તેમ જ લાત્રિશિકાઓ રચનાર સિદ્ધસેનદિવાકરાદિ નિર્ગસ્થ પદ્યકારોએ સામાન્ય અલંકારોનો તો પ્રયોગ કર્યો છે; પરંતુ સમંતભદ્ર પ્રયોગમાં લીધેલા અનેકાનેક જટિલ અલંકારો, દુષ્કર યમકો અને ચિત્રબદ્ધ કાવ્યો આદિ તો પૂર્વેના સંસ્કૃત વાડ્મયમાં ક્યાંયે શોધ્યા જડતા નથી. થોડે અંશે આવી આલંકારિક કવિતા-પ્રવૃત્તિ તો માઘના શિશુપાલવધ (પ્રાય ઈસ્વી ૬૭પ), દંડીના કાવ્યાદર્શ અંતર્ગત દીધેલાં દૃષ્ટાંતો (પ્રાયઃ ઈસ્વી ૬૨૫)માં, અને એથી પહેલાં મહાકવિ ભારવિના કિરાતાર્જુનીય (ઈસ્વી ૫૦૦-૫૫૦) અંતર્ગત ચિત્રાલંકાર સમેત) મળે છે. એમ જણાય છે કે ઈસ્વીસની છઠ્ઠી-સાતમી શતાબ્દીથી આલંકારિક સંપ્રદાયનો મહિમા કવિજનોમાં સ્થપાયેલો. ગદ્યમાં પણ સુબંધુની વાસવદત્તા (પ્રાયઃ ઈ. સ. ૫૦૦-૫૨૫), બાણભટ્ટની કાદંબરી (૭મું શતક, પ્રથમ ચરણ), ઈત્યાદિમાં એ કાળે સમાંતરે એવી જ જાટિલ્યપ્રવણ એવં ચતુરાઈદર્શનની, શબ્દાડંબરી, પ્રલંબ સમાચબહુલ, અને ક્લિષ્ટ વાક્યરચનાઓની અતિરેકપ્રધાન બની જતી પ્રવૃત્તિ જોવા મળે છે. દક્ષિણમાં આલંકારિક મહાકવિ ભારવિની ખૂબ પ્રસિદ્ધિ હતી. ઐઠોળની રવિકીર્તિની પ્રશસ્તિ (ઈ. સ. ૬૩૪)માં કવિએ કાલિદાસ સાથે ભારવિની ગિરાનું આદર્શ રૂપે સ્મરણ કર્યું છે. સંભવ છે કે સમતભદ્ર સામે ભારવિનો કાવ્યાદર્શ રહ્યો હોય; એટલું જ નહીં, ભારવિથી ચાર તાંસળી ચઢી જવાનો તેમણે ઉદ્યમ કર્યો હોય તો ના નહીં ! આટલી ભીષણ માત્રામાં, ઘોરાતિઘોર આલંકારિક પ્રક્રિયાઓનો પ્રયોગ કરનાર સમંતભદ્રને ઉલ્મી-ઈ-આઝમ મુખ્તાર સાહબ, પ્રજ્ઞામહાર્ણવ ડાજ્યોતિ પ્રસાદ જૈન, ન્યાયમહોદધિ પં. દરબારીલાલ કોઠિયા, ઈત્યાદિ વિદ્વાનો શું જોઈને ઈસ્વીસની બીજી-ત્રીજી શતાબ્દીમાં મૂકતા હશે ! અને સિદ્ધસેન દિવાકર પર સમંતભદ્રનો પ્રભાવ છે, અસર છે, એવી જયઢક્કા પં. મુખ્તાર, દેવેન્દ્રકુમાર શાસ્ત્રી, કુસુમ પટોરિયા આદિ દિગંબર વિદ્વાનો કયા આધારે વગાડી રહ્યા હશે ! ઉપર ચર્ચલ તમામ મુદ્દાઓનાં સાક્ષ્ય દ્વારા સમતભદ્રનો અસલી સમય હવે પારદર્શી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ નિર્ચ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બની સામે આવી રહે છે. તેઓ નાગાર્જુન જ નહીં પરંતુ શબર, ઉમાસ્વાતિ, સિદ્ધસેનદિવાકર, ભર્તુહરિ, વસુબંધુ, દિન્નાગ, તેમ જ ભારવિ પશ્ચાતુ, અને ભગવજિજનસેન, સ્વામી વીરસેન, યાકિનીસૂનુ હરિભદ્ર, અકલંકદેવ, એવં પૂજ્યપાદ દેવનંદી પૂર્વે અને કુમારિ ભટ્ટના સમકાલમાં થયેલા જણાય છે. એ વાત લક્ષમાં લેતાં તેમનો સમયસંપુટ ઈસ્વીસન્ ૨૫૦-૬૨૫ વચ્ચેના ગાળામાં વિના અવરોધ સીમિત થઈ શકે છે. સમતભદ્રના સમયસંબદ્ધ ચર્ચામાં, પરંપરામાં એમની મનાતી કૃતિ રત્નકરંડકશ્રાવકાચારનું કર્તૃત્વ સંદેહાસ્પદ હોઈ છોડી દીધું છે. કદાચ તે એમની કૃતિ હોય તો યે શૈલીનો અને વસ્તુની દષ્ટિએ તો સાતમા શતકની પૂર્વેની હોવાનું ભાસતું નથી. બીજી એક વાત એ છે કે ઈસ્વીસનના ૧૫મા શતકથી મળતી શ્વેતાંબર પટ્ટાવલીઓમાં, વિશેષે તો તપાગચ્છીય અંતર્ગત ઈસ્વીસની આરંભની સદીઓમાં “સામંતભદ્ર' નામક વનવાસીગચ્છના આચાર્યનું નામ આવે છે; પહેલાં તો નામની જોડણી ખોટી હોવા ઉપરાંત સમંતભદ્ર શ્વેતાંબર (કે પ્રાશ્વેતાંબર) પરંપરામાં થયા જ નથી; વનવાસી નામક કોઈ જ “ગચ્છ” પૂર્વકાળે થયો હોવાનું પ્રાચીન પ્રમાણ ઉપલબ્ધ નથી, અને ત્યાં દીધેલો સમય પણ બિલકુલ ખોટો છે. એ બ્રાંત મુદ્દાનો પં. મુખ્તારે સમંતભદ્રને ખૂબ પ્રાચીન ઠરાવી દેવાની લાલચમાં તેમના કાળનિર્ણયમાં ઉપયોગ કર્યો છે જે આયાસ અર્થહીન અને અશોભનીય ઠરે છે. આમ સર્વ જ્ઞાત સ્થાનકોણોથી પરીક્ષા કર્યા પછી લાગે છે કે સમતભદ્રને ઈસ્વીસની બીજી શતાબ્દીમાં મૂકવાના પ્રયાસ પાછળ કોઈ ખાસ કારણસર ધારણ કરેલ, સંભવતયા સંપ્રદાયનિષ્ઠાથી ઉદ્ભવેલ, હઠાગ્રહ-કદાગ્રહ-દુરાગ્રહ જ હોવાનું સ્પષ્ટ બની જાય છે. સમંતભદ્ર માની લીધેલા કાળથી વાસ્તવમાં ત્રણ-ચાર સદી મોડી થયાની હકીકતથી એમની મહત્તાને કોઈ જ આંચ આવતી નથી, આવી શકતી નથી ! ટિપ્પણો : ૧. “સિદ્ધસેન દિવાકર” અતિરિક્ત સિદ્ધસેન અભિધાનધારી અનેક આચાર્યો, મુનિઓ થઈ ગયા છે; જેમ કે, વાચક સિદ્ધસેન (પ્રાયઃ ઈસ્વી પમી-૬ઠ્ઠી સદી), સિદ્ધસેન ક્ષમાશ્રમણ (મોટે ભાગે જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણના શિષ્ય; પ્રાયઃ ઈસ્વી પ૭૫-૨૨૫), પુન્નાટસંઘ(યાપનીય વા દિગંબર)માં થઈ ગયેલા અને હરિવંશપુરાણકાર જિનસેનના એક પૂર્વજ (ઈસ્વી ૭મી શતાબ્દી), તત્ત્વાર્થાધિગમસૂત્ર-બૃહદ્ધત્તિકાર ગંધહસ્તિ સિદ્ધસેન (જીવનકાળ પ્રાય: ઈસ્વી ૭૦૦-૭૮૦), સિદ્ધસેન-સિદ્ધર્ષિ (પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૯૧૮ યા ૯૧૨); અને કેટલાક મધ્યકાળમાં જુદા જુદા શ્વેતાંબર ગચ્છોમાં થઈ ગયેલા પ્રસ્તુત નામ ધરાવનાર ત્રણેક સિદ્ધસેનો આદિ. ૨. કેમકે તેઓ વિક્રમાદિત્યના સમકાલીન હોવાનું મધ્યકાલીન ચરિત-પ્રબંધાદિ સાહિત્યમાં કહ્યું છે, એટલે કે સંપ્રદાયમાં તથા કોઈ કોઈ જૈનેતર વિદ્વાનું તેમને વિક્રમ-સંવત્સરના પ્રવર્તક મનાતા, કથાઓમાં પ્રસિદ્ધ વીરવિક્રમ સાથે જોડી તેમને ઈસ્વીસન પૂર્વે પ્રથમ શતાબ્દીમાં મૂકે છે; પરંતુ અન્ય અનેક સાસ્યોના આધારે WWW.jainelibrary.org Page #72 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૪૭. સંદર્ભગત વિક્રમાદિત્ય તે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય (ઈ. સ. ૩૭૭-૪૧૪) હોવાનો મોટો સંભવ હોઈ તેમનો સમય ઈસ્વી પંચમ શતકનો પૂર્વાર્ધ માનવો વધારે ઇષ્ટ છે. (કેટલાક દિગંબર જૈન વિદ્વાનો તેમને છઠ્ઠા શતકમાં મૂકે છે.) આ સમસ્યા અનુષંગે વિશેષ ઊહાપોહ મારા તથા શ્રી જિતેન્દ્ર શાહ દ્વારા સંપાદિત શ્રી બૃહદ્ નિગ્રંથ સ્તુતિમણિમંજૂષા નામક સમુચ્ચય ગ્રંથની વિસ્તૃત પ્રસ્તાવનામાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં. ૩. આ મુદ્દા પર અહીં આગળ ઉપર સંદર્ભે ટાંકીને ચર્ચા થનાર છે. ૪. આવો તર્ક મરહૂમ મુખ્તાર સાહેબે ક્યાંક કરેલો એવું આછું સ્મરણ છે. ૫. પશ્ચાત્કાલીન શ્વેતાંબર પટ્ટાવલીઓમાં એક “સામંતભદ્ર” નામના (ઈસ્વીસનુની આરંભની સદીઓમાં) વનવાસી-ગચ્છના આચાર્યનો ઉલ્લેખ આવે છે, જે કર્તાઓનો ભ્રમ માત્ર છે. વનવાસી-ગચ્છનો ક્યાંયથીયે પત્તો નથી; “ગચ્છ શબ્દ પણ સાતમા-આઠમા શતક પૂર્વે મળતો નથી. ઈસ્વીસનના આઠમા શતકથી શ્વેતાંબર સંપ્રદાય મહાનું દિગંબર દાર્શનિક સમંતભદ્રની આસમીમાંસા તથા બૃહસ્વયંભૂસ્તોત્ર સરખી બે'એક રચનાથી પરિચિત હતો અને તેમની અપ્રતિમ પ્રતિભા તથા મહત્તાને નજરમાં રાખી તેમને સ્વયુધ્ધ ઘટાવી, પોતાના સંપ્રદાયની ગુરુપરંપરામાં તેમને ગોઠવી દીધાનો આયાસ સ્પષ્ટ રૂપે જણાઈ આવે છે. પરંતુ દિગંબર સંપ્રદાયમાં તેઓ થઈ ગયા હોવાના ઘણાં પ્રમાણો ઉપસ્થિત છે. જૈનેતર વિદ્વાનો પણ એ જ હકીકતનો સ્વીકાર કરતા આવ્યા છે. ૬. સં. જુગલકિશોર મુખ્તાર, વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૭, સરસાવા ૧૯૫૧. ૭. સં. જુગલકિશોર મુખ્તાર “યુગવીર', વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, સરસાવા ૧૯૫૦. ૮. સં. જુગલકિશોર મુખ્તાર ‘યુગવીર વીરસેવામંદિર-ગ્રંથમાલા, ગ્રંથાંક ૫૧, સરસાવા ૧૯૧૦. ૯. સં. જુગલકિશોર મુખ્તાર “યુગવીર' વીરસેવામંદિર-ગ્રંથમાલા, દ્વિતીય સંસ્કરણ, વારાણસી ૧૯૭૮. ૧૦. આ ગ્રંથોનો દર્શનશાસ્ત્રના વર્તમાન જૈન-જૈનેતર વિદ્વાનો ઉપયોગ પણ કરે છે. ૧૧. ખાસ કરીને સ્તુતિવિદ્યા, જેમાં તેમણે અનેક પ્રકારના યમકો, ચિત્રબદ્ધ કાવ્યોનો ઉપયોગ કર્યો છે ત્યાં તો અર્થઘટન ટીકાની મદદ વગર પ્રાય: અસંભવિત છે. ૧૨. ખાસ કરીને સાહિત્યિક સાધનોમાં–જે થોડાં ઘણાં છે તે સૌ પાછલા યુગનાં છે તેમાં આ સંબંધમાં કોઈ 'જ નોંધ પ્રાપ્ત થતી નથી. ૧૩. તેમના પરિવારની–જો તે હશે તો–કોઈ ગુર્નાવલી પ્રાપ્ત નથી થઈ. ૧૪. તેઓ કેરળમાં થઈ ગયેલા એવો પણ એક તર્ક છે, અને બીજો તર્ક તેઓ ચોલમંડલમાં થયા હતા તે પ્રકારે છે. બેમાંથી એક પણ સાચો હોય તો એ પ્રદેશોમાં તો જૈન અભિલેખો જ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થયા છે. કર્ણાટકમાં થઈ ગયા હોત તો એમના વિશે જૂના સમયની કંઈક માહિતી મળવાની સંભવિતતા રહેત; પણ એ વાત તો તેઓ મઠવાસી હતા કે સંવિગ્નવિહારી તે પર નિર્ભર રહે. ૧૫, મદ્ર સનત્તમદ્રથ પૂજ્યપાદ0 સન્મત: | अकलंक गुरोर्भूयात् शासनाय जिनेशिनः ।। Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (Compiler Pt. Vijayamurti, Jaina Šilalekha Sangraha, Vol. 2, MDIG No. 45, p. 263, Ins. No. 207.) ૧૬. કર્ણાટકના મધ્યકાલીન અભિલેખોમાં મળી આવતી જુદા જુદા ગચ્છોની ગુર્નાવલીમાં પૂર્વે થઈ ગયેલા આચાર્યોની જે યાદીઓ જોવા મળે છે તે સૌ કૃત્રિમ છે, તેમાં તો દિગંબર સંપ્રદાયમાં થઈ ગયેલા મનાતા જૂના ઘણાખરા ખ્યાતનામ આચાર્યોભદ્રબાહુ, કુંદકુંદાચાર્ય, ઉમાસ્વાતિ, દેવનંદી, અકલંકદેવ વગેરે ને ક્રમના કોઈ ઠેકાણા સિવાય સૂચિત કરી દેવામાં આવે છે. ૧૭. જુઓ “On the Date of samantabhadra,” Annals of the Bhandarkar Oriental Research Institute, Vol. XI, (1930-31) pp. 49-54. એના પ્રત્યુત્તર માટે જુઓ એ જ શોધસામયિકમાં Pandit Jugalkishore Mukhtar, “Samantbhadra's Date and Dr. Pathak,” ABORI, Vol. XV, 1933-34, pp. 67-88. ૧૮. આ વિગત માટે જુઓ, “માપદ્ર વા સંક્ષિપ્ત પરિચય,મુન્નાર, 4. તો, ૧૯૬૧, પૃ. ૮૩-૧૦૬. ૧૯. મનિપુરા, પ્રથમ ભાગ, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા સંસ્કૃત ગ્રંથાંક-૮, સં પન્નાલાલ જૈન, કાશી ૧૯૬૩, પૃ૦ ૧૦.૧.૪૩. नमः समन्तभद्राय महते कविवेधसे । यद्वचोवज्रपातेन निर्मिन्नाः कुमतादयः ॥४३॥ ૨૦. સં. પન્નાલાલ, જ્ઞા. મૂ. જૈ ગ્રહ : સં. પ્ર. ૨૭, ત્રીજું સંસ્કરણ, દિલ્લી ૧૯૯૪, પૃ. ૩. ૧.૩, પદ્ય આ પ્રમાણે છે : जीवसिद्धिविधायीह कृतयुक्त्यनुशासनम् । वयः समन्तभद्रस्य वीरस्येव विजृम्भते ॥२९॥ 29. Ed. H. R. Kapadia, Anekāntajayapatākā by Haribhadra Sūri, Vol. 1, G.O.S. No. LXXX VIII, p. 375. ૨૨. બાકી રહેલાં ટિપ્પણો પૂરાં કરતે સમયે અમદાવાદનાં પુસ્તકાલયોમાંથી આ ગ્રંથ પ્રાપ્ત ન થતાં અહીં એની વિગતો જણાવી શક્યો નથી. ૨૩. જુઓ પં. મહેન્દ્રકુમાર જૈન, Siddhivinischayatika of Shri Anantaviryācharya, J.M.J.G. : S.G. No. 22, "Introduction," (f) The Age of Akalanka,' pp. 53-62. ૨૪. ચર્ચા માટે જુઓ M. A. Dhaky, “The Jaina “Jinendrabuddhi” and Incidental Questions," Indian history and Epigraphy (Dr. G. S. Gai Felicitation Volume), Eds. K. V. Ramesh et al, Delhi 1990, pp. 152-158. ૨૫. એજન. ૨૬. એજન. ૨૭, “ધર્મજીર્તિ મૌર સમન્ત દ્ર", નૈન સર્જન ઔર પ્રમાશાસ્ત્ર પરિત્રન, યુગવીર-સમંતભદ્ર ગ્રંથમાલા – Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય ૪૯ ગ્રંથાંક ૧૫, દરબારી લાલ કોઠિયા, સંપા. ગોકુલચંદ્ર જૈન, વારાણસી ૧૯૮૦, પૃ. ૧૨૫. ૨૮. “મરિન ગૌર સમત્ત બદ્ર” નૈ૦ ૨૦ રૂ. ૫૦, પૃ. ૧૧૯. ૨૯ કુમાલિની કૃતિઓનો સમય હવે ઈસ્વી ૫૭૫-૬૦૦ના અરસાનો હોવાનું અંદાજવામાં આવ્યું છે, જે મિતિ સામાન્યતઃ સ્વીકારવામાં આવે છે. ૩૦. જુઓ એમની નોંધ “સમન્તપત્ર / સમય” નેાિ ૧૪/૧૧-૧૨, જુલાઈ ૧૯૫૭, પૃ. ૩૨૪-૩૨૭, તથા એ જ અંકમાં એના પરનું મુક્ષારનું ‘‘સંપાદકીય”માં અવલોકન, પૃ. ૩૨૭-૩૨૯. ૩૧. જૈન વિદ્વાનોના લેખનોમાં સંદર્ભો સંબંધમાં ઘણી જ અધુરાશ-કચાશ પ્રાય: હંમેશાં જોવામાં આવે છે. ૩૨. જ્યોતિ પ્રસાદ, એજન. ૩૩. આ સંબંધમાં કોઈ પ્રાચીન હસ્તપ્રત રજૂ કરવામાં આવી નથી. ૩૪. જુઓ એમનો લેખ “નાન્ન મીર સમાપ,” નૈ૦, ૨૦ go પ. પૂ. ૧૦૭-૧૧૧, ૩૫. દિનાગ(પ્રાયઃ ઈસ્વી ૪૮૦-૫૬૦)નાં પ્રમેયોથી સમંતભદ્ર પરિચિત હતા જે વિશે આગળ ઉપર ચર્ચા થશે. ૩૬ જુઓ કૈલાશચંદ્ર શાસ્ત્રી, નૈન ચાય, જ્ઞા. મૂ. જૈ૦ ગ્ર. : હિટ ગ્ર. ૧૦. વારાણસી ૧૯૬૬, “પુષ્પભૂમિ,” પૃ. ૮, ૯, આવી મતલબનું એમણે અન્યત્રે પણ કહ્યું છે. જુઓ એમનું ““માફકથન,”તમાં શી તવીપિ, લેટ તથા સંઉદયચંદ્ર જૈન, ગ, વ, દિ. જૈસં. પ્ર. ૧, વી. નિ૨૫૦૧ (ઈસ્વી ૧૯૭૪), પૃ. ૧૪,૧૫. ૩૭. ચર્ચા માટે જુઓ પાઠકનો અહીં ટિપ્પણ ૧૭માં ઉલિખિત લેખ. ૩૮. એજન. ભર્તુહરિનો સમય અગાઉ ગણાતો તેમ સાતમા શતકનો હવે ન મનાતાં એથી બે'એક સદી પૂર્વનો સિદ્ધ થયો છે. અહીં વિગતો આપવી અસ્થાને છે. ૩૯. જુઓ એમનો લેખ “હિના ઔર સમા મદ્ર, નૈ૦ ૩૦ ૦ ૫૦, પૃ. ૧૧૨-૧૧૮. ૪૦. દ્વાદશારાયચક્ર, પ્રથમ ભાગ, શ્રી આત્માનંદ જૈન ગ્રન્થરત્નમાલા, ગ્રંથાંક ૯૨, દ્વિતીય સંસ્કરણ, - ભાવનગર ૧૯૯૬, સંસ્કૃત પ્રાક્કથન, પૃ. ૧૭, પાદટીપ ૧. ૪૧. સેવામિ પરના માપીમાંસા, જુગલ કિશોર મુન્નાર, વારાણસી ૧૯૭૮, પૃ ૧૬. ૪૨. મને સ્મરણ છે કે તેમનું આ મંતવ્ય એમના “જૈન ઇતિહાસ પર વિશદ પ્રકાશ” નામક પુસ્તકમાં રજૂ કરેલું છે પરંતુ હાલ આ પુસ્તક મારી સમક્ષ નથી તેથી વિગત આપી શક્યો નથી. ૪૩. આવું અર્થઘટન મોહનલાલ દલીચંદ દેશાઈએ કર્યું છે. જુઓ એમનો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૮૯-૯૦, કંડિકા ૧૩૮. ૪૪. વિગત માટે જુઓ. સન્મતિ પ્રકરણ, પંજાભાઈ જૈન ગ્રંથમાલા-૬, સંઅસુખલાલ સંઘવી, અ. બેચરદાસ દોશી, અમદાવાદ પ્રથમ આવૃત્તિ, ઈ. સ. ૧૯૩૨, પૃ. ૧૭૯-૮૦. 84. "Samantabhadra's following statement of the respective spheres of application of scriptural evidence and inference. નિ, ઐભા૧-૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ પ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ वक्तर्यनासे यद्धेतोः साध्यं तद्धेतु-साधितम् । आप्ते वक्तरि तद्वाक्यात्साध्यमागम-साधितम् ॥ -आप्तमीमांसा ७८ is a definite advancement on the following verse of Siddhasena Divakara on the same subject जो हेउवायपक्खम्मि हेउओ आगमे य आगमिओ। सो ससमयपण्णवओ सिद्धंतविराहओ अण्णो ।। –સન્મતિપરા III 8 Nathmal Tatiya, "A compendium of Vidhyānananda's Satyāśāsana-pariksā," in Ācāryrya Vidyānanditksta Satyaśāsena-parikṣā, BJMJQ, (Ed. Gokulachandra Jain, p. 12. (While quoting, I have re-rendered the Sanskrit and Prakrit verses in Nägarī from the printed Roman version.) ૪૬.૩૦ ક. મા. ૦, પૃ. ૧૭ પઘ, ૧૩, પૃ. ૪૯ પદ્ય પ૫, પૃ. ૬૩ પઘ૦ ૭૦, પૃ. ૬૮ પઘ૦ ૭૪, પૃ. ૭૦ પ. ૭૭, પૃ. ૭૫ પઘ૦ ૮૨, પૃ. ૮૪ પત્ર ૯૦, પૃ. ૯૦ પદ્ય ૯૪, પૃ. ૯૪ પદ્ય૯૭, પૃ. ૯૬ પદ્ય. ૧૦૧, પૃ. ૯૭ પદ્ય ૧૦૩, પૃ. ૯૯ પદ્ય ૧૦૬. ૪૭. એજન, પૃ. ૪, હકીકતમાં ૧૪થી ૨૩ કારિકાઓમાં સપ્તભગાત્મકનયની ચર્ચા કરી છે. 8C. Nyāyāvatāra, Ed. A. N. Upadhye, Jaina Sähitya Vikās Mandala, Bombay 1971, “સમૂસુત્ત', p. 187, 3.69. ૪૯. સ્વસ્તો, “સમન્તમદ્ર-પરિચય' p. 89. ૫૦. એજન, ૧૦૨. ૫૧. એજન. પર. એજન. ૫૩. એજન, પૃ. ૯૪. ૫૪. એજન, પૃ. ૧૦૩. ૫૫. રાત્રિયકુત્ત, જૈન આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક-૧૫, સંપા. પુણ્યવિજય મુનિ, મુંબઈ ઈસ. ૧૯૭૭, પૃ. ૬૦. ૫૬. મેં આ બધી ચર્ચાઓ મારા અદ્યાવધિ અપ્રકાશિત અંગ્રેજી લેખ “The date of Satkhandagam'માં ચર્ચા કરી છે. ૫૭. જુઓ, મારો લેખ “The Date of Kundakundacarya', Aspects of Jainology - Vol III Pt. Dalsukhbhai Malvania - Felicitation Vol-1, Eds. M. A. Dhaky, Sagarmal Jain, Varanasi. 1991, p. 187 to 206. Page #76 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય ૫૮. કદાચ આ કોઈ અન્ય સમંતભદ્ર હોય. ૫૯. એમણે જ્યાં આ લખ્યું છે તે મૂળ ગ્રંથ મને અત્યારે ઉપલબ્ધ નથી. १०. सिरिपुज्जपादसीसो दाविह संघस्स कारगो दुडो । णामेण वज्जणंदी पाहुड वेदी महासत्तो વનમા. ૨૪ વર્ઝનમાર, સંપા. નાથુરામ પ્રેમી, મુંબઈ, વિ. સં. ૧૯૭૪ (ઈ. સ. ૧૯૧૭), પૃ ૧૨, ૯૧. વિગત માટે જુઓ મારો લેખ " "The Jaina JinendraBuddhi"., Delhi 1990, ૬૨. આ અંગેની વિશેષ ચર્ચા માટે અને મૂળ સંદર્ભો માટે જુઓ, જિતેન્દ્ર બી શાહ, મધુસૂદન ઢાંકી, “માનનુંનવાર્ય સાર નર્ક સ્તોત્ર,” દ્વિતીય આવૃત્તિ અમદાવાદ ઈ. સ. ૧૯૯૯, ૫૧ ૬૩, જુઓ સુ॰ વિ૦ અંતર્ગત. ૬૪. ‘‘સ વિનયતા રવિનીતિ: ઋવિતાશ્રિત ાનિવાસ ભાવિ હ્રીતિ,'' નૈન શિતાનેજી સંગ્રહ, ભા ૨, માણિકચન્દ્ર-દિગંબર જૈન ગ્રંથમાલા, પુષ્પ ૪૫ સેં પં વિજયમૂર્તિ, મુંબઈ ૧૯૫૨, લેખાંક ૧૦૮, પૃ. ૯૯. ૬૫. ભારવિના કિરાતાર્જુનીય મહાકાવ્ય અને સમંતભદ્રની સ્મૃતિવિદ્યાને સરખાવતા આ વાત તદ્દન સ્પષ્ટ બની જાય છે. ૬૬. એમનો ગ્રંથ હાલ મારી પાસે આ ટાંકણે ઉપલબ્ધ નથી. ૬૭. વિગત અને ચર્ચા માટે જુઓ કુસુમ પટોરીયા, 'સિદ્ધસેન કૌર ના સન્મતિસૂત્ર', યાપનીય રા માદિત્ય, વારાણસી ૧૯૮૮, પૃ. ૧૩-૧૪૬ ૬૮. આ અંગે અગાઉ ચર્ચા પં૰ હીરાલાલ જૈન, પં. નાથૂરામ પ્રેમી આદિ દિગંબર વિદ્વાનો કરી ગયા છે જેની વિગતોમાં નહિ ઊતરીએ. ૬૯. વિગત માટે જુઓ અનેકાંત, વર્ષ ૧૪, કિરણ ૧૧-૧૨, ઈ. સ. ૧૯૫૭ ‘‘સંપાદકીય નોંધ,’ જુગકિશોર મુાર, પુષ્ઠ ૩૨૮. Page #77 -------------------------------------------------------------------------- ________________ પર परिशिष्ट 'अ' ( उपजाति) पद्मप्रभः पद्म-पलाश - लेश्यः पद्मालयाऽऽलिङ्गितचारुमूर्तिः । बभौ भवान् भव्य-पयोरुहाणां पद्माकराणामिव पद्मबन्धुः ॥ २६ ॥ बभार पद्मां च सरस्वतीं च भवान् पुरस्तात्प्रतिमुक्तिलक्ष्म्याः । सरस्वतीमेव समग्र - शोभां सर्वज्ञ - लक्ष्मी - ज्वलितां विमुक्तः ॥ २७॥ शरीर - रश्मि - प्रसरः प्रभोस्ते बालार्क - रश्मिच्छविराऽऽलिलेप । नरामassकीर्ण - सभां प्रभा वा शैलस्य पद्माभमणेः स्वसानुम् ॥२८॥ नभस्तलं पल्लवयन्निव त्वं નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ सहस्रपत्राऽम्बुज- गर्भचारैः । पादाम्बुजैः पातित-मार-दर्पो भूमौ प्रजानां विजहर्थ भूत्यै ? ॥२९॥ चन्द्रप्रभं चन्द्र- मरीचि - गौरं चन्द्रं द्वितीयं जगतीव कान्तम् । वन्देऽभिवन्द्यं महतामृषीन्द्रं जिनं जित- स्वान्त - कषाय-बन्धम् ॥३६॥ यस्याङ्ग- लक्ष्मी - परिवेश-भिन्नं तमस्तमोरेरिव रश्मिभिन्नम् । ननाश बाह्यं बहु मानसं च ध्यान- प्रदीपाऽतिशयेन भिन्नम् ॥३७॥ ( वंशस्थ ) न शीतलाश्चन्दनचन्द्ररश्मयो न गाङ्गमम्भो न च हारयष्टयः । Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૫૩ यथा मुनेस्तेऽनघ ! वाक्य-रश्मयः शमाम्बुगर्भाः शिशिरा विपश्चिताम् ॥४६॥ (रथोद्धता) धर्म-तीर्थमनघं प्रवर्तयन् धर्म इत्यनुमतः सतां भवान् । कर्म-कक्षमदहत्तपोऽग्निभिः शर्म शाश्वतमवाप शङ्करः ॥७१॥ (उपजाति) विधाय रक्षां परतः प्रजानां राजा चिरं योऽप्रतिम-प्रतापः । व्यधात्पुरस्तात्स्वत एव शान्ति Mनिर्दया-मूर्तिरिवाऽघशान्तिम् ॥७६॥ स्वदोष-शान्त्या विहिताऽऽत्मशान्तिः शान्तेर्विधाता शरणं गतानाम् । भूयाद्भव-क्लेश-भयोपशान्त्यै शान्तिर्जिनो मे भगवान् शरण्यः ॥४०॥ (वैतालीय) परिणत-शिखि-कण्ठ-रागया कृत-मद-निग्रह-विग्रहाऽऽभया । तव जिन ! तपसः प्रसूतया ग्रह-परिवेष-रुचेव शोभितम् ॥११२॥ शशि-रुचि-शुचि-शुक्ल-लोहितं सुरभितरं विरजो निजं वपुः । तव शिवमतिविस्मयं यते ! यदपि च वाङ्मनसीयमीहितम् ॥११३॥ स्थिति-जनन-निरोध-लक्षणं चरमचरं च जगत् प्रतिक्षणम् । Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ इति जिन ! सकलज्ञ-लाञ्छनं वचनमिदं वदतांवरस्य ते ॥११४॥ दुरित-मल-कलङ्कमष्टकं निरुपम-योग-बलेन-निर्दहन् । अभवदभव-सौख्यवान् भवान् भवतु ममापि भवोपशान्तये ॥११५॥ (उद्गता) भगवानृषिः परम-योग दहन-हुत-कल्मषेन्धनः । ज्ञान-विपुल-किरणैः सकलं प्रतिबुध्य बुद्ध-कमलायतेक्षणः ॥१२१॥ हरिवंश-केतुरनवद्य विनय-दम-तीर्थ-नायकः । शील-जलधिरभवो विभव स्त्वमरिष्टनेमि-जिनकुञ्जरोऽजरः ॥१२२॥ त्रिदशेन्द्र-मौलि-मणि-रत्न किरण-विसरोपचुम्बितम् । पाद-युगलममलं भवतो । विकसत्कुशेशय-दलाऽरुणोदरम् ॥१२३॥ नख-चन्द्र-रश्मि-कवचाऽति रुचिर-शिखराऽङ्गुलि-स्थलम् । स्वार्थ-नियत-मनसः सुधियः प्रणमन्ति मन्त्र-मुखरा महर्षयः ॥१२४॥ द्युतिमद्रथाङ्ग-रवि-बिम्ब किरण-जटिलांशुमण्डलः । नील-जलद-जल-राशि-वपुः सह बन्धुभिर्गरुडकेतुरीश्वरः ॥१२५॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમતભદ્રનો સમય ૫૫ हलभृच्च ते स्वजनभक्ति मुदित-हृदयौ जनेश्वरौ । धर्म-विनय-रसिकौ सुतरां । चरणारविन्द-युगलं प्रणेमतुः ॥१२६॥ ककुदं भुवः खेचरयोषि दुषित-शिखरैरलङ्कृतः । मेघ-पटल-परिवीत-तट स्तव लक्षणानि लिखितानि वज्रिणा ॥१२७॥ वहतीति तीर्थमृषिभिश्च __ सततमभिगम्यतेऽद्य च । प्रीति-वितत-हृदयैः परितो भृशमूर्जयन्त इति विश्रुतोऽचलः ॥१२८॥ तमाल-नीलैः सधनुस्तडिद्गुणैः प्रकीर्ण-भीमाऽशनि-वायु-वृष्टिभिः । बलाहकैरि-वशैरुपद्रुतो महामना यो न चचाल योगतः ॥१३१॥ बृहत्फणा-मण्डल-मण्डपेन य स्फुरत्तडित्पिङ्ग-रुचोपसर्गिणम् । जुगूह नागो धरणो धराधरं विराग-संध्या-तडिदम्बुदो यथा ॥१३२॥ -बृहत्स्वयम्भूस्तोत्रम् कीर्त्या महत्या भुवि वर्द्धमानं । त्वां वर्द्धमानं स्तुति-गोचरत्वम् । निनीषवः स्मो वयमद्य वीरं विशीर्ण-दोषाऽऽशय-पाश-बन्धम् ॥१॥ भावेषु नित्येषु विकारहानेर्न कारक-व्यापृत-कार्य-युक्तिः । न बन्ध-भोगौ न च तद्विमोक्षः समन्तदोषं मतमन्यदीयम् ॥९॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ न शास्तृ-शिष्यादि-विधि-व्यवस्था विकल्पबुद्धिर्वितथाऽखिला चेत् । अतत्त्व-तत्त्वादि-विकल्प-मोहे निमज्जतां वीत-विकल्प-धीः का ? ॥१७॥ रागाद्यविद्याऽनल-दीपनं च विमोक्ष-विद्याऽमृत-शासनं च । न भिद्यते संवृति-वादि-वाक्यं भवत्प्रतीपं परमार्थ-शून्यम् ॥२३॥ न रागानः स्तोत्रं भवति भव-पाश-च्छिदि मुनौ न चाऽन्येषु द्वेषादपगुण-कथाऽभ्यास-खलता । किमु न्यायाऽन्याय-प्रकृत-गुणदोषज्ञ-मनसां हिताऽन्वेषोपायस्तव गुण-कथा-सङ्ग-गदितः ॥६४॥ इति स्तुत्यः स्तुत्यैस्त्रिदश-मुनि-मुख्यैः प्रणिहितैः स्तुतः शक्त्याः श्रेयः पदमधिगतस्त्वं जिन ! मया । महावीरो वीरो दुरितपर-सेनाऽभिविजये विधेया मे भक्तिं पथि भवत एवाऽप्रतिनिधौ ॥६५॥ -युक्त्यनुशासन Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્વામી સમંતભદ્રનો સમય ૫૭. परिशिष्ट 'ब' ततोतिता तु तेतीतस्तोतृतोतीतितोतृतः । ततोऽतातिततोतोते ततता ते ततोततः ॥१३॥ येयायायाययेयाय नानानूनाननानन । ममाममाममामामिताततीतिततीतितः ॥१४॥ नन्द्यनन्तद्दर्यनन्तेन नन्तेनस्तेऽभिनन्दन । नन्दनद्धिरनम्रो न नम्रो नष्टोऽभिनन्द्य न ॥२२॥ नन्दनश्रीर्जिन त्वा न नत्वा नर्द्धया स्वनन्दि न । नन्दिनस्ते विनन्ता न नन्तानऽन्तोभिनन्दन ॥२३॥ नन्दनं त्वाप्यनष्टो न नष्टोऽनत्वाभिनन्दन । नन्दनस्वर नत्वेन नत्वेनः स्यन्न नन्दनः ॥२४॥ नेतानतनुते नेनोनितान्तं नाततो नुतात् । नेता न तनुते नेनो नितान्तं ना ततो नुतात् ॥५२॥ नयमानक्षमामान न मामार्यातिनाशन । नशनादस्य नो ये येन न नये नोरोरिमाय न ॥५३॥ नुन्नानृतोन्नतानन्त नूतानीतिनुताननः । नतोनूनोनितान्तं ते नेतातान्ते निनौति ना ॥५५॥ स्वसमान समानन्द्या भासमान स मानघ । ध्वंसमानसमानस्तत्रासमानसमानतम् ॥७९॥ पारावाररवारापारा क्षमाक्ष क्षमाक्षरा । वामानाममनामावारक्ष मर्द्धर्द्धमक्षर ॥८४॥ वीरावारर वारावी वरोरुरुरोरव । वीरावाररवारावी वारिवारिरि वारि वा ॥८५॥ नमेमान नमामेनमानमाननमानमा - मनामोनु नु मोनामनमनोम मनो मन ॥१३॥ नि. ० मा १-८ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ न मे माननमामेन मानमाननमानमामनामो नु नु मोनामनमनोम मनोमन ॥१४॥ मानोनानामनूनानां मुनीनां मानिनामिनम् । मनूनामनुनौमीम नेमिनामानमानमन् ॥१७॥ तनुतात्सद्यशोमेय शमेवार्य्यवरो गुरु । रुगुरो वयं वामेश यमेशोद्यत्सतानुत ॥१८॥ -स्तुतिविद्या Page #84 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ઈસ્વીસનના આઠમા શતકમાં, મૈત્રક મહારાજયના અવનતિ કાળે, આ મહાન્ જૈન વાગ્ની અને વાદી ઉત્તર ગુજરાતમાં થઈ ગયા. પ્રબંધો અનુસાર એમનો મુનિરૂપણ શિક્ષાકાળ જોકે મોઢેરા પંથકમાં વીત્યો છે, તો પણ તેમનું કર્મક્ષેત્ર (એ જ સ્રોતો અનુસાર, ગુજરાત બહાર દશાર્ણદેશમાં ગોપગિરિ (ગ્વાલિયર), કાન્યકુબ્બ (કનોજ), તેમ જ શૂરસેન-પ્રદેશમાં મથુરા, અને ગૌડ-દેશમાં લક્ષણાવતી (લખનૌ) તરફ રહ્યું હોઈ ગુજરાતની આ પ્રાફમધ્યકાલીન વિભૂતિ-વિશેષનું નામ થોડાક જૈન વિદ્વાનો તેમ જ કેટલાક ઇતિહાસણો બાદ કરતાં અલ્પ પરિચિત જ રહ્યું છે. નિગ્રંથ-શ્વેતાંબર સંપ્રદાયના ચૈત્યવાસી આમ્નાયમાં થઈ ગયેલા આ મુનિ-કવિનું જીવનવૃત્ત પશ્ચિમ ભારતમાં રચાયેલ, મુખ્યત્વે મધ્યકાલીન તેમ જ ઉત્તર-મધ્યકાલીન, જૈન ચરિત-પ્રબંધાદિ સાહિત્યમાં સંકલિત થયું છે. ઉપલબ્ધ છે તે સાહિત્ય ૧૨મા-૧૩મા શતકથી લઈ ૧૫મા શતકના મધ્યાહન સુધીના ગાળાનું છે. તેમાં સૌથી જૂનું તો પ્રાકૃત ભાષા-નિબદ્ધ બપ્પભટ્ટિસૂરિ-ચરિત છે, જેની હસ્તપ્રત જ સં૧૨૯૧ ( ઈ. સ. ૧૨૩૫ની હોઈ પ્રસ્તુત કૃતિ તે પૂર્વની, ઓછામાં ઓછું ૧૨મા શતક જેટલી પુરાણી તો હોવી જોઈએ. તે પછી જોઈએ તો રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮)અંતર્ગત “બપ્પભચિરિત,૨ જે આગળ કહ્યું તે પ્રાકૃત ચરિત અને અન્ય, આજે અજ્ઞાત એવાં, એકાદ બે ચરિતોને પલ્લવિત કરી રચાયું હોય તેમ લાગે છે. એક આમપ્રબંધ નામે પ્રબંધ પણ રચાયેલો છે. તેના પ્રવિભાગો તો પ્રભાવક ચરિતાદિ ગ્રંથમાં મળે છે તેવા છે, પણ મુદ્રિતરૂપેણ પૂરો પાઠ ઉપલબ્ધ ન હોઈ તેના વિશે હાલ તો કશું કહી શકાય તેમ નથી. ત્યારબાદ નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫) અંદરનો “બપ્પભટ્ટિસૂરિપ્રબંધ", ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાપુરીકલ્પ” (આ. સં. ૧૩૮૯ / ઈ. સ. ૧૩૩૩)*, રાજગચ્છીય રાજશેખરસૂરિ કૃત પ્રબંધકોશ (સં. ૧૪૦૫ ઈ. સ. ૧૩૪૯), અને સંકલન ગ્રંથ પુરાતન-પ્રબંધ-સંગ્રહ અંતર્ગત પ્રત “” (લિપિ સંવત્ ૧૫૨૮ | ઈ. સ. ૧૪૭૨) એ મુખ્ય કૃતિઓ છે. આ સિવાય તપાગચ્છીય મુનિસુંદરસૂરિનો સટીક ઉપદેશરનાકર (ઈસ્વીસનના ૧૫મા શતકનો આરંભ) તથા શુભશીલ ગણિનાં શત્રુંજયકલ્પવૃત્તિ (સં. ૧૫૧૮ | ઈ. સ. ૧૪૬૨) તેમ જ એમના પંચશતીપ્રબોધ-સંબંધ (વિ. સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫) અંદરના કેટલાક સંબંધોને મુખ્ય રૂપે ગણાવી શકાય. આ સૌમાં (મુદ્રિત રૂપે ઉપલબ્ધ છે તેમાં) વાસ્તવિક રીતે ઉપયોગી તો કેવળ ૧૨માથી ૧૪મા શતકનાં સંસ્કૃત સાધનો છે. પછીના બધા જ પ્રબંધો આગળનાં લખાણોના Page #85 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આધારે જ સંક્ષિપ્તમાં લખાયાં છે, અને તેમાં કોઈ કોઈમાં નવી વાતો ઘુસાડવા જતાં મૂળ બગડેલા ભાગોમાં વિશેષ વિકૃતિ દાખલ થઈ ગઈ છે. ૬૦ પ્રબંધોમાં કથેલ બપ્પભટ્ટિસૂરિના વૃત્તાંતમાં આવતી કેટલીક વાતો અને ઘટનાઓ વિશ્વસ્ત જણાય છે, તો કેટલીક ગડબડયુક્ત, કલ્પિત, અને અશ્રદ્ધેય છે : આમાંની કેટલીક ધાર્મિક મમત્વ-દર્શક, અકારણ મહિમા૫૨૬, અને તેથી સાંપ્રદાયિક અભિનિવેશ, અહોભાવ, તેમ જ અતિશયોક્તિથી રંગાયેલી છે. ઉપર્યુક્ત ચરિતો-પ્રબંધોના નિરીક્ષણ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેમાં જે પ્રમાણમાં જૂનાં છે તેના કર્તાઓની સામે બપ્પભટ્ટિ સંબદ્ધ મૌખિક અનુશ્રુતિઓ સિવાય લેખિત પરંપરા સાચવતા થોડા વધારે જૂનાં (પણ આજે અલભ્ય) સંસ્કૃતપ્રાકૃત બે ત્રણ (સંક્ષિપ્ત) પ્રબંધો-ચરિતો હતાં, તેમાં પ્રસંગોચિત સંભાર ઉમેરી, બપ્પભટ્ટિસૂરિના હોય કે ન હોય તેવાં સંસ્કૃત-પ્રાકૃત પદ્યો એમના મુખમાં (કે પ્રાસંગિક પરિસરમાં) ગોઠવી, ઇતિહાસની તો ઠીક પણ ઔચિત્યની પણ પરવા કર્યા સિવાય, મૂળ હકીકતોને કેવળ કલ્પનાના બળે અને સ્વરુચિ તેમ જ સાંપ્રદાયિક આવશ્યકતા અનુસાર ફેરફાર કરીને, વધારીને, પ્રબંધકારોની કહેવાની રીતે રજૂ કરી છે. સાંપ્રત કાળે ગોપગિરિરાજ મૌર્ય યશોવર્મા (૮મી શતાબ્દી પૂર્વાર્ધ) પર ગવેષણા ચલાવનાર વિદ્વાનોએ બપ્પભટ્ટિ સંબદ્ધ પ્રકાશિત જૈન પ્રબંધાત્મક સાહિત્યનો સૌની સૂઝ પ્રમાણે ઉપયોગ તો કર્યો છે : પણ પ્રબંધકારોનાં ગૂંચવાડા અને કેટલીક અસંભવિત વાતોથી, તેમ જ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી થયેલા નિરૂપણથી કંટાળીને બપ્પભટ્ટિના વિષયમાં (અમુકાંશે તો બપ્પભટ્ટ જૈન હોવાને કારણે પણ) વિશેષ વિચારી શક્યા નથી૧. વધુમાં આધુનિક અન્વેષકોનું મુખ્ય લક્ષ્ય યશોવર્મા (અને મદ્રમહીવિજય તથા ગૌડવહોના કર્તા, એમના સભા-કવિ ‘વાક્પતિ’) હોઈ, બપ્પભટ્ટિને એમનાં લખાણોમાં સર્વથા અન્યાય નહીં થયો હોય તોયે અધિકાંશે તેમની ઉપેક્ષા થયેલી છે૧૨. પ્રબંધો અનુસાર બપ્પભટ્ટ પાંચાલ(ભાલ-પંચાળ)માં ડુંવાઉઘી (ધાનેરા પાસેના ડુવા) ગ્રામના નિવાસી હતા; બાળવયે ઘેરથી રિસાઈને ચાલી નીકળેલા, ને પછી પાટલા ગ્રામ(પાડલ)ના પુરાણા જીવંતસ્વામી નેમિનાથના ચૈત્યના અધિષ્ઠાયક, મોઢગચ્છીય આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે અભ્યાસ કરી દીક્ષિત થયેલા. પ્રવ્રજ્યા સમયે એમનું ‘ભદ્રકીર્ત્તિ’નામ રાખવામાં આવેલુંઃ પછીથી-ચરિતકારો પ્રબંધકારોના કહેવા પ્રમાણે—એમના પિતા ‘બપ્પ’ માતા ‘ટ્ટિ’નાં નામ પરથી—‘બપ્પભટ્ટિ’ નામ આપવામાં આવ્યું. (આ નામ અપાય તો જ એમના બાળકને પ્રવ્રુજિત મુનિ રૂપે બહાલ રાખવાની, યા વ્રજ્યા દેવા અનુમતિ દેવાની, તેમની તૈયારી હતી એમ ચરિતકારો કહે છે !) નામોત્પત્તિનો આ ખુલાસો અલબત્ત મૂળ (કે પાછલા કાળના ?) પ્રબંધકાર કે ચરિતકારની પોતાની કલ્પના લાગે છે ! કેમ કે ‘બપ્પ' શબ્દ Page #86 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ સન્માનસૂચક છે : તેમાં ગુરુત્વ-વૃદ્ધત્વ-પૂજ્યત્વના ભાવો સમ્મિલિત છે, અને ‘ભટ્ટિ’ કદાચ ભટ્ટિકાવ્યના મૈત્રકકાલીન કવિ ભટ્ટિ (૭મા સૈકા)ના નામને અનુસરીને ભદ્રકીર્તિની અનુપમ કાવ્યપ્રતિભાને લક્ષમાં રાખી, પછીથી મોટી ઉંમરે એમની ખૂબ પ્રસિદ્ધિ બાદ આપવામાં આવ્યું હોય. (અથવા તો ભાયાણી સાહેબે મૂળ છપાયેલ લેખ વાંચ્યા બાદ મને સૂચવેલું અને બંસીધર ભટ્ટે સંશોધિક કર્યું તે મુજબ પ્રાકૃત ‘બપ્પ' સાથે સંસ્કૃત ‘ભર્તૃ’ (સ્વામી) પરથી ઉતરી આવેલ પ્રાકૃત ભિટ્ટના સમાસ દ્વારા નામ ઊતરી આવ્યું હોય. તિલકમંજરીકાર મહાકવિ ધનપાલ, અમમચરિત્રકાર મુનિરત્નસૂરિ ઇત્યાદિ લેખકો તો તેમને ‘ભદ્રકીર્ત્તિ' નામે જ સંબોધે છે૧૪. (એક કલ્પના એ પણ થઈ શકે કે તેઓ પંજાબમાં આવેલ ‘ટ્ટિકદેશ' પંથકથી નીકળેલ ‘ભટ્ટિ’ નામથી ઓળખાતી (રાજપુત)જ્ઞાતિમાં થયા હોય. વર્તમાને ગુજરાતીની ‘ભાટિયા' કોમ, સંગીતમાં ‘ભટિયાર' રાગ ઇત્યાદિનો સંબંધ પણ આ ભટ્ટિકદેશ સાથે હોય તેમ લાગે છે.) ભદ્રકીર્ત્તિના ગુરુ આચાર્ય સિદ્ધસેનસૂરિ તે મોટે ભાગે વાચક ઉમાસ્વાતિના સભાષ્યતત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (આ ઈ. સ. ૩૫૦-૪૦૦) ૫૨ ઈ. સ. ૭૬૦-૭૭૦ના અરસામાં સંસ્કૃતમાં બૃહવૃત્તિ રચનાર ‘ગંધહસ્તિ સિદ્ધસેન’ હોઈ શકે", અને પ્રબંધોમાં અપાયેલી પૃથક્ પૃથક્ મિતિઓ અનુસાર બપ્પભટ્ટિસૂરિનો સરાસરી પૂર્વકાળ પણ એ જ અરસાનો છે તેમ જ એ કાળે તો કોઈ અન્ય શ્વેતાંબર સિદ્ધસેન સૂરિના અસ્તિત્વ વિશેનો ઉલ્લેખ ચાંથીયે પ્રાપ્ત થતો નથી૬. વિશેષમાં ગંધહસ્તિ સિદ્ધસેન એક અચ્છા સંસ્કૃતજ્ઞ અને આગમોના તેમ જ દર્શનોના પારગામી પંડિત હતા. ભદ્રકીર્તિએ આવા જ સમર્થ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હોય. સિદ્ધસેનગણિના પ્રગુરુ સિંહસૂર ક્ષમાશ્રમણની મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (છઠ્ઠા શતકનો મધ્યભાગ) પરની ટીકા (આ ઈ સ૰ ૬૭૫)માં॰ ઊંડાણભર્યું, નયાશ્રિત તાર્કિક-દાર્શનિક તત્ત્વજ્ઞાન એવં બહુશ્રુતતા વ્યક્ત થાય છે. બપ્પભટ્ટિસૂરિનું વાદીત્વ અમુકાંશે સ્વશાખાની આગમિક અતિરિક્ત દાર્શનિક એવં ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટિસૂરિનું વાદીત્વ અમુકાંશે સ્વશાખાની આ આગમિક અતિરિક્ત દાર્શનિક એવં ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટિ એક ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત અજેય વાદી પણ હતા, તે સંબંધનાં પ્રમાણો વિશે અહીં આગળ ઉપર જોઈશું. બપ્પભટ્ટિસૂરિના જીવન વિશે પ્રબંધોમાંથી (અને યશોવર્મા પરના આધુનિક અન્વેષણોના આધારે) તારવી શકાતી કેટલીક વિશેષ એવં પ્રમુખ ઘટનાઓ આ પ્રમાણે છે : ૬૧ (૧) બાલમુનિ અવસ્થામાં મોઢેરામાં ગોપગિરિરાજ યશોવર્માની ત્યક્તા રાણી સુયશાના′ પુત્ર ‘આમ(આમ્ર)'ની સાથે થયેલ સહ ઉછેરને કારણે મૈત્રી૯ : (૨) કાશ્મીરના લલિતાદિત્ય મુક્તાપીડ સાથે ઈ. સ. ૭૪૦-૭૪૧માં થયેલા યુદ્ધમાં યશોવર્માનો પરાજય, એમાં ગુમાવાયેલું કનોજ, અને પછીથી કેટલાંક વર્ષો બાદ થયેલ મરણ, Page #87 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અને રાજકુમાર “આમ”નો તે પછી ગોપગિરિમાં રાજયાભિષેક : (૩) આમરાજે ગોપાદ્રિ તેડાવેલા બાલમિત્ર બપ્પભક્ટિ અને એમનું રાજસભામાં કવિરૂપે બેસણું : (૪) આમ-નરેન્દ્રના અનુરોધથી સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટિને મોઢેરા(સં. ૮૧૧ / ઈ. સ. ૭૫૫)માં આપેલું સૂરિપદ કિંવા આચાર્યપદ, બપ્પભદિનું તે પછી ગોપગિરિ તરફ જવું; સાહિત્ય પ્રમોદ : (૫) ગુરુના સ્વર્ગવાસ પૂર્વે બપ્પભષ્ટિને મોઢેરા પુનતેડું ને ગુરુનું સ્વર્ગગમન; ગુરુબંધુઓ નન્નસૂરિ તથા ગોવિંદસૂરિને (મોઢેરા-પાટલાનો) ગચ્છભાર સોંપી બપ્પભટ્ટિનું ગોપગિરિ તરફ પુનર્ગમન; સભામાં સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્ય-ગોષ્ઠીઓ; તેમની શૃંગારી મન:પર્યય કાવ્ય-રચનાઓથી સાશંક (વા ધૃણાયમાન) રાજા આમ; આમે મોકલેલી વારાંગના દ્વારા બપ્પભટિની શીલપરીક્ષા; આમનું ગણિકાના પ્રેમમાં ફસાવું; “આમથી અપ્રસન્ન બપ્પભટ્ટિનું ગૌડ દેશની રાજધાની લક્ષણાવતી તરફ ગમન અને ત્યાંના રાજા ધર્મની સભામાં બેઠક; અગાઉ યશોવર્માએ ગૌડપતિ પર વિજય કરીને પોતાની સભામાં લાવેલ કવિ વાક્યતિરાજનું (કદાચિત આમરાજના વિલાસીપણાને જોઈ, તેમ જ વૃદ્ધાવસ્થાને કારણે)મથુરા તરફ વાનપ્રસ્થ ગાળવા) ચાલ્યા જવું : (૬) આમરાજનું બપ્પભટ્ટને આવવા માટે પુનઃ આમંત્રણ; બપ્પભટ્ટનું આવવું; ગૌડીય બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરનો વાદમાં પરાજય. આમરાજાની રાજગિરિ (રાજોરગઢ', રાજસ્થાન) પર ચઢાઈ અને ત્યાંના રાજા સમુદ્રસેનનો કરેલો પરાજય : (અને કદાચ તે પૂર્વે કાન્યકુબ્ધની પુનઃપ્રાપ્તિ) : (૭) બપ્પભટ્ટના પ્રભાવ નીચે આમરાજનું જૈન દર્શન તરફ ઢળવું, પણ કુલકમાગત વૈદિક ધર્મ છોડવાની અનિચ્છા; અન્યથા આમ દ્વારા ગોપગિરિમાં અને કનોજમાં જિન મહાવીરનાં ઉન્નત જિનાલયોનાં નિર્માણ તથા બપ્પભટ્ટિ દ્વારા (કે પછી એમની પ્રેરણાથી આમરાજા દ્વારા ?) મથુરાના જિન પાર્શ્વનાથના પુરાતન સ્તૂપનો ઉદ્ધાર : મથુરા જઈને કવિ વાક્યતિરાજને તેના અંતિમ દિનોમાં જૈન બનાવવું : (૮) બપ્પભટિનાં સરસ્વતી, ચતુર્વિશતિ જિન, ગોપગિરિ-મહાવીર, મથુરા સ્તૂપના જિન, અને ગોકુલના શાંતિદેવી સહ શાંતિનાથને ઉદ્દેશીને બનાવાયેલ સંસ્કૃત સ્તોત્રો તથા શતાર્થી (મુક્તક), અને પ્રાકૃતમાં રચેલ મુક્તકોની શંકકે રચેલ)તારાગણ નામક પદ્ય-કોશ.) (૯) આમરાજ સાથે સૂરિની ઉજજયંતમિર્યાદિ સૌરાષ્ટ્રનાં તીર્થધામોની યાત્રા, Page #88 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભકિસૂરિ ઉજજયંતગિરિ સમીપ દિગંબરોનો વાદમાં પરાજય કરી શ્વેતાંબરોના કબજામાં તીર્થને મૂકવું : (૧૦) આમનું મૃત્યુ. આમના અનુગામી દુક સાથે બપ્પભટિની અસહમતિ. ગણિકાસક્ત દુંદુકથી જાન બચાવવા તેના પુત્ર ભોજનું ભાગી નીકળવું; અંતે તેના દ્વારા દુંદુકનો વધ: તે પહેલાં અતિ વૃદ્ધ વયે બપ્પભટ્ટિનો કનોજથી વિહાર અને તત્પશ્ચાત્ ઈસ. ૮૩૯માં સ્વર્ગગમન. ચરિતકાર-પ્રબંધકારનાં લખાણોમાં રહેલા કેટલાક વિસંવાદો મેં અહીં નોંધ્યા નથી; પણ ઉપર લખ્યું છે તેમાંથી જે ઐતિહાસિક સમસ્યાઓ ઊભી થાય છે તે તરફ તો ધ્યાન દોરવું જરૂરી લાગે છે (૧) ગોપગિરિ જેટલા દૂરના સ્થળથી ઉત્તર ગુજરાતના મોઢેરામાં ગોપગિરિના રાજકુમાર આમનું બાળવયે રહેવું જરા અવ્યવહારુ લાગે છે. આ આમરાજ નજદીકના પ્રદેશમાં, ગૂર્જરદેશનો પ્રતીહારવંશીય કુંવર તો નહીં હોય ? ઈસ્વીસના આઠમા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક આનર્તનો આ ભાગ વિકસી રહેલ પ્રતીહાર રાજ્યનો ભાગ બનેલો, એ વાત તો સુવિદિત છે. (૨) ચરિતકારો રાજા આમનું “નાહવલોક' એટલે કે “નાગાવલોક' બિરુદ આપે છે તે તો પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયઈસ૮૧૫-૮૩૩)નું ગણાય છે. ‘આમરાજા' એ નાગભટ્ટ દ્વિતીય હોય તો આમના પુત્રનું દુંદુક નામ ઘરગથ્થુ માની, તેને નાગભટ્ટ-પુત્ર રામભદ્ર માની શકાય. (દુંદુકની પેઠે રામભદ્ર પણ “નામચીન હતો ! પ્રતીહાર પ્રશસ્તિઓમાં એને લગતી નોંધો મળતી નથી !) અને જેમ દુંદુકના પુત્રનું નામ ભોજ હતું તેમ રામભદ્રના પુત્રનું નામ મિહિરભોજ હતું. તેમ જ તેની રાજધાની પણ આમ-પૌત્ર ભોજની જેમ કનોજ જ હતી, અને ગ્વાલિયર પણ તેના આધિપત્ય નીચે હતું. આ સમાંતર-સમરૂપ વાતોનો શું ખુલાસો કરવો ? (૩) પ્રબંધો મૌર્ય યશોવર્માએ ગૌડપતિ ધર્મને હરાવ્યાનું કહે છે જે કેવળ ગોટાળો જ છે ! યશોવર્માના સમયમાં તો મગધ-ગૌડદેશ ગુપ્તરાજ જીવિતગુપ્ત દ્વિતીયના આધિપત્ય નીચે હતા: અને ઈસ્વીસન્ના આઠમા શતકના છેલ્લા ચરણમાં તો એક બાજુથી વત્સરાજ પ્રતીહાર, ગૌડપતિ ધર્મપાલ, અને રાષ્ટ્રકૂટ સમ્રાટ ધ્રુવ તથા એના અનુગામી ગોવિંદ દ્વિતીય વચ્ચે કનોજ ઉપલક્ષે ભારે સમરાંગણો ખેલાયેલાં. (૪) ઈ. સ. ૭૭૦-૭૭૫ પછી આમની શું સ્થિતિ હતી, કનોજ માટેના ઉપર કથિત ત્રિરંગી ઘમસાણોમાં એનો શું હિસ્સો હતો, તે વિશે તો કંઈ જ નોંધાયું નથી; ને તેના મરણની પ્રબંધોમાં અપાયેલી મિતિ, ઈ. સ. ૮૩૩-૮૩૪, તો વાસ્તવમાં પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના મૃત્યુની છે ! Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬ નિW ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૫) સંભવ છે કે પ્રબંધકારોએ પ્રારંભમાં બપ્પભક્ટિનો ગોપગિરિપતિ અસલી રાજા આમ સાથેનો સંબંધ, આમના વિલોપન બાદ એમનું ગૌડપતિ ધર્મપાલની રાજધાની લક્ષણાવતી તરફ પ્રયાણ, અને પછીનાં વર્ષોમાં નાગભટ્ટ દ્વિતીયની કનોજની સભામાં સ્થાન, એ બધી વાતો ભેળવી ગૂંચવી મારી હોય* : અને વાક્યતિરાજને જૈન બનાવ્યાની વાત તો પ્રબંધકારોની પોતાની ધર્મઘેલી કલ્પનાથી વિશેષ નથીરપ ! આ બધા કોયડાઓ ઉકેલવા આ પળે તો કોઈ વિશેષ જૂનું અને વિશ્વસ્ત સાધન નજરે આવતું નથી; પણ સાથે જ પ્રબંધોની બધી જ વાતો કાઢી નાખવાને બદલે આઠમા-નવમા શતકમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ-તથ્યોનું પૂરું તેમ જ વ્યવસ્થિત જ્ઞાન ન હોવાને કારણે તેમણે ગૂંચો ઊભી કરી દીધી છે એમ માની, આ સમસ્યાઓનો પૂર્ણ ઉકેલ ભવિષ્ય પર છોડવો જોઈએ. એટલું તો લાગે છે જ કે બપ્પભટ્ટિનું પ્રારંભે યશોવર્માના પુત્ર આમની સભામાં સ્થાન હતું. (આમરાજ નિઃશક ઐતિહાસિક વ્યક્તિ છે; તે ગોપગિરિના પશ્ચાત્કાલીન મૌર્યવંશમાં થઈ ગયો છે. ગ્વાલિયર પાસે તેના નામથી વસ્યું હોય તેવી શક્યતા દર્શાવતું “આમરોલ' (આમ્રપુર) નામક ગામ પણ છે, અને ત્યાં આઠમા શતકના ઉત્તરાર્ધના અરસામાં મૂકી શકાય તેવું પુરાતન, શિલ્પકલામંડિત, પ્રતીહાર-સમાન શૈલીનું શિવાલય પણ છે.) બપ્પભટ્ટના જન્મ, દીક્ષા, સૂરિપદ અને મૃત્યુ સંબંધની પ્રબંધાદિ સાહિત્યમાં જે નિશ્ચિત આંકડાઓ દીધા છે (જુઓ અહીં લેખાંતે તાલિકા) તેમાં એકાદ અપવાદ સિવાય એકવાકયતા નથી, જો કે ધૂળમાનથી જોતાં તેઓ આઠમી-નવમી શતાબ્દીમાં થઈ ગયા તે વાત તો સુનિશ્ચિત એવં વિશ્વસનીય છે, પ્રબંધાદિ સાહિત્યમાં મળતા પ્રસ્તુત આંકડાઓ રજૂ કરી તેમનો સમય-વિનિશ્ચય કરવા યત્ન કરીશું. પ્રબંધાદિ સાહિત્યમાં મળતી આ મિતિઓની સત્યાસત્યતા ચકાસવા માટે આપણી સામે બપ્પભટ્ટસૂરિને સ્પર્શતી કેટલીક પ્રમાણમાં સુદઢ કરી શકાય તેવી મિતિઓ છે : (૧) યશોવર્માના ઈ. સ. ૭૪૦-૭૪૧ના પરાજય પછીથી આમનું ઈ. સ. ૭૪૩૭૫૪ વચ્ચેના કોઈ વર્ષમાં, પણ યશોવર્માના મરણ પછી તુરતમાં જ રાજ્યારોહણ થયું ઘટે. એ સમયે તે તદ્દન બાળક હોવાને બદલે ૨૨-૨૩ વર્ષનો જુવાન નહીં હોય તો ૧૭-૧૮ વર્ષનો કિશોર તો હશે જ. એ ન્યાયે બપ્પભટ્ટિનું વય પણ લગભગ એટલું જ હોવું ઘટે અને એથી એમનો જન્મ પ્રબંધકારો કહે છે તેમ ઈ. સ. ૭૪૪ જેટલા મોડા વર્ષમાં થયો હોવાનું આમ તો સંભવતું નથી. (૨) તેમની દીક્ષા સાત વર્ષની વયે થયેલી તે વાત તો ઠીક છે, પણ ૧૧ જ વર્ષના બાળમુનિ રાજસભામાં કવિ હોય અને વળી એટલી નાની અવસ્થામાં તેમને સૂરિપદ પણ મળે Page #90 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ૬૫ તે માનવા યોગ્ય કે બનવાજોગ વાત નથી. ગુરુ સિદ્ધસેનસૂરિ ઓછામાં ઓછું ઈ. સ. ૭૬૫૭૭૦ સુધી તો જીવિત હોય તેવી અટકળ થઈ શકે છે. આથી બપ્પભદિસૂરિને આચાર્યપદ મળ્યું હોય તે ઈ. સ. ૭૬૫ના અરસામાં હશે; અને તે માટેની ઈસ્વીસન્ ૭૫૫ વાળી મિતિ સાચી હોય તો બપ્પભટ્ટના જન્મની મિતિ ઈસ્વી. ૭૪૪ ને બદલે વહેલી, કલ્પપ્રદીપકાર અનુસારની ઈ. સ. ૭૩૩ હોવી ઘટે : પણ તો પછી તેમના ૯૫ વર્ષના આયુષ્ય તેમ જ અંતિમ વર્ષોની ઘટનાઓ, તેમ જ ૮૩૯ની મૃત્યુમમિતિનો મેળ ન બેસે. (૩) જિનપ્રભસૂરિના ૫પ્રદીપ અંતર્ગત “મથુરાપુરીકલ્પ” માં જણાવ્યા પ્રમાણે વિ. સં. ૮૨૬ ; ઈ. સ. ૭૬૯-૭૭૦માં બપ્પભટ્ટસૂરિએ મથુરામાં મહાવીરના બિંબની પ્રતિષ્ઠા કરી. આ મિતિ ભરોસો કરવા લાયક છે. આ વર્ષોમાં બપ્પભટ્ટસૂરિ પ્રતિષ્ઠાકર્તા આચાર્યની કક્ષાએ પહોંચી ગયા છે; સંભવ છે કે એ વર્ષમાં તેમના ગુરુ સિદ્ધસેન કદાચ અતિ વૃદ્ધાવસ્થામાં હજી હયાત હોય. (૪) ઉજ્જયંતગિરિ પર દિગંબરોનો (કે નાન્યમતાવલંબિ યાપનીયોનો વા એમના પૂર્વજ ઉત્તરના બોટિક ) અચલ ક્ષપણકોનો ?) પરાજય ઈ. સ. ૭૮૪ બાદના કોઈક વર્ષમાં થયો હશે; કેમ કે પ્રસ્તુત વર્ષમાં તો હજી અંબાશિખર પર સ્થિત) “સિંહવાહના શાસનદેવી” (અંબિકા) કે જેનું અસલી મંદિર મોટે ભાગે યાપનીય સંપ્રદાય દ્વારા પ્રસ્થાપિત હતું, તેનું સ્મરણ વર્ધમાનપુર (વઢવાણ) સ્થિત પુન્નાટ સંઘના આચાર્ય જિનસેન સ્વકૃત હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં કરે છે. (૫) પ્રબંધકારોના કથન પ્રમાણે બપ્પભટ્ટસૂરિ દીર્ધાયુષી હતા. ૯૫ વર્ષે સ્વર્ગવાસી થયેલા. આ વાત અસંભવિત નથી. તેઓ ચૈત્યવાસી હોઈ, જૈન મુનિનાં આગમોપદેશિત કડક આચાર વા અતિ કઠોર ચર્યાના વ્યવહારમાં પાલનમાં માનતા નહોતા, તેમાંય વળી કવિજન, અને પાછા રાજસભામાન્ય, એટલે જીવ કંઈક શારીરિક સુખમાં પણ રહ્યો હશે : પણ એ શિથિલાચાર અને સુખશીલપણાની વાત જવા દઈએ તો યે એમના સમકાલિક વિદ્યાધર કુળના સુવિધૃત, આચારસંપન્ન યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ અને એમના જેટલા જ મહાનું અને વિખ્યાત, પંચસ્તૂપાન્વયના મઠવાસી દિગબંર આચાર્યો—ગુરુ વીરસેન અને શિષ્ય જિનસેન–પણ દીર્ધાયુષી હતા. સોલંકીકાળમાં (અને સાંપ્રતકાળે પણ) લાંબું આયખું પહોંચ્યું હોય તેવા પ્રસિદ્ધ-અપ્રસિદ્ધ શ્વેતાંબર જૈન મુનિઓના કેટલાયે દાખલાઓ છે. આમ સમગ્ર દૃષ્ટિએ રાજગચ્છીય પ્રદ્યુમ્નસૂરિકૃત વિચારસારપ્રકરણ (પ્રાય : ઈ. સ. ૧૧૭૫-૧૨૦૦) તથા આંચલિક મેરૂતુંગાચાર્ય વિચારશ્રેણી(ઈસ્વી ૧૪મી શતીનો અંત કે ૧૫નો પ્રારંભ)માં આપેલી તેમની ઈ. સ. ૮૩૩ની તુલ્યકાલીન નિર્વાણતિથિ સ્વીકારીએ તો એમનો જન્મ કલ્પપ્રદીપ અનુસાર આ ઈ. સ. ૭૩૩, દીક્ષા આ ઈસ. ૭૪૦, અને આચાર્યપદ આ ઈ. સ. ૭૬૦ નિ ઐ, ભા. ૧-૯ Page #91 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ એ ક્રમમાં હોવાનો સંભવ છે; અને પ્રભાવકચરિતકાર અને એમને અનુસરીને પ્રબંધકોશકાર કહે છે તેમ તેમની નિર્વાણ તિથિ ઈ. સ. ૮૩૮-૮૩૯ની હોય તો અગાઉ કહ્યા છે તે આંકડાઓ દશ-૧૫ વર્ષ આગળ લેવા પડે; અને તો પછી ગિરનારની યાત્રામાં જે “આમરાજ” હોય તે ગોપગિરિરાજ “આમ' નહીં પણ નાગાવલોક પ્રતીહાર નાગભટ્ટ દ્વિતીય માનવો ઘટે. આમ એકંદરે જોતાં તેમના અસ્તિત્વના સમય-વિસ્તારનો પૂરેપૂરો સંતોષજનક નહીં તો યે કેટલેક અંશે કામ ચાલી શકે તેવો નિર્ણય થઈ જતાં હવે એમના જીવનનાં અન્ય પાસાંઓ તપાસવાનાં રહે છે. વિશેષ કરીને એમનું (૧) કવિત્વ; (૨) વાદીત્વ, અને તેમની પ્રેરણાથી આમરાજે કરાવેલા (૩) જિનાલય-નિર્માણાદિ. બપ્પભટ્ટિ એક પ્રાંજલ અને સિદ્ધહસ્ત કવિ હતા તે વાતના પ્રબંધો અતિરિક્ત બે વર્ગમાં આવી જતાં કેટલાંક અન્ય અને સચોટ પ્રમાણો છે : એક તો અન્ય નિર્ઝન્થ વાડુમયકારોએ એમની કવિરૂપેણ કરેલી પ્રશંસા અને તેમની કાવ્યપ્રતિભાને અર્પિત કરેલ અંજલિઓ; બીજું એમની ઉપલબ્ધ કાવ્યકૃતિઓ. એને હવે ક્રમવાર જોઈ જઈએ : (૧) રાજગચ્છીય વિનયચંદ્ર સ્વરચિત કાવ્યશિક્ષા(આ. ઈ. સ. ૧૨૨૫-૧૨૩૫)ના આરંભે, તથા પરિચ્છેદ “ક”માં, બપ્પભટ્ટિની વાણીનું આહ્વાન અને સ્મરણ કરે છે : યથા : नत्वा श्रीभारतीदेवीं बप्पभट्टिगुरो गिरा ।। काव्यशिक्षा प्रवक्ष्यामि नानाशास्त्रनिरीक्षणात् ॥१॥३२ તથા योगैर्लग्नैश्च नक्षत्रैर्ग्रहैवारैश्च सप्तभिः । लक्षणैर्जायते काव्यं बप्पभट्टि प्रसादतः ॥२२०॥33 (૨) વિનયચંદ્રથી ૫૦-૬૦ વર્ષ પૂર્વે પર્ણમિક મુનિરત્નસૂરિના અમમ સ્વામિચરિત્ર (સં. ૧૨૨૫) ઈ. સ. ૧૧૬૯)ની ગ્રંથકર્તાએ રચેલી પ્રાંત-પ્રશસ્તિમાં ભદ્રકીર્તિનો “આમરાજમિત્ર' રૂપે ઉલ્લેખ થયો છે તથા તેમના (પ્રાકૃત ગાથા-કોશ) તારાગણને પ્રશંસાપૂર્વક યાદ કર્યો છે : व्योम्नश्च भद्रकीर्तेश्च खत्तारागणस्य कः । बहुधामराज-मित्रराध्धस्यावै तु वैभवम् ॥२०॥३४ - (૩) અમસ્વામિચરિત્રથી નવ વર્ષ પૂર્વે, બૃહદ્રગથ્વીય આગ્રદેવ સૂરિના શિષ્ય નેમિચંદ્રસૂરિના પ્રાકૃત અનંતનાથચરિય(સં. ૧૨૧૬ | ઈ. સ. ૧૧૬૦) અંતર્ગત પાલિત્તસૂરિ અને વિજયસૂરિ સાથે બપ્પભટિની કવિતાની પ્રશંસા કરી છેષ : Page #92 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ पण पालित्य - बापट्टि - सिरि विजयसीह नामाणो । जाणयंति महच्छरियं जं ता गुरुणो वि सुकइनं ॥११॥ (૪) આ ત્રણે રચયિતાઓથી અગાઉ, ચંદ્રકુલના યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ (સાધારણાંક)ની વિલાસવઈકહા(વિલાસવતીકથા : સં ૧૧૨૩ / ઈ. સ. ૧૦૬૭)માં કર્તાએ સ્વગચ્છને (યશોભદ્રસૂરિ-ગચ્છને) “રાજસભાશેખરી બપ્પટ્ટિ (બપ્પભટ્ટિ)”ના સંતાનરૂપે પ્રસવેલો બતાવ્યો છે : યથા : संताणे रायसहासेहरिबप्पहट्टिसूरिस्स । નસમર્ાિ છે... ..ત્યાદિ . ઉપલબ્ધ ચરિતાદિ પ્રબંધાદિ સાહિત્યમાં બપ્પભટ્ટિસૂરિનો આમરાજની સભા સાથેનો જે સંબંધ બતાવ્યો છે તેનું મજબૂત સમર્થન એતદ્ન સાહિત્યથી વિશેષ પુરાણા અને સ્વતંત્ર સાધનો ઉપર ઉદંકિત અમમસ્વામિચરિત્ર તથા તેની પણ પુરાણી વિલાસવતીકથાથી મળી રહે છે. (૫) વિલાસવઈકહાથી તો ૧૦૬ વર્ષ બાદ, પણ પ્રભાવકચરિતથી ૧૦૪ વર્ષ પહેલાની એક ચતુર્વિશતિપટ્ટરૂપ ધાતુમૂર્તિ પરના સં. ૧૨૨૯/ ઈ. સ. ૧૧૭૩ના અભિલેખમાં તેની પ્રતિષ્ઠા મોઢગચ્છમાં “બપ્પભટ્ટિ” સંતાનીય જિનભદ્રાચાર્યે કરાવેલી તેવો ઉલ્લેખ છે. આ લેખથી બપ્પભટ્ટિસૂરિ પરંપરાથી મોઢગચ્છસમ્બદ્ધ હોવાનું પ્રબંધકારો કહે છે તે વાતનું સમર્થન મળે છે. ૬૭ (૬) નાગેન્દ્રકુલના સમુદ્રસૂરિ-શિષ્ય વિજયસિંહસૂરિની પ્રાકૃત રચના મુયળકુંતીહા ( ભુવનમુન્દ્રી થા) (શ૰ સં૰ ૯૭૫ / ઈ સ ૧૦૫૩)ની ઉત્થાનિકામાં પાલિત્ત (પાદલિપ્ત) અને હરિભદ્રસૂરિ સાથે “કઈ બપ્પહટ્ટિ” (કવિ બપ્પભટ્ટિ) પ્રમુખ સુકવિઓને સ્મર્યા છે ઃ યથા : सिरिपालित्तय-कइबप्पहट्टि हरिभद्दसूरि पमुहाण । किं भणियो जाणडज्जं वि न गुणेहिं समो जए सुकइ ||१०||३८ (૭) પ૨મા૨૨ાજ મુંજ અને ભોજની સભાના જૈન કવિ ધનપાલે પણ તિલકમંજરી (૧૧મી સદી પ્રથમ ચરણ)માં ‘ભદ્રકીર્તિ’, તેમ જ શ્લેષથી તેમની કૃતિ તારાગણનો ઉલ્લેખ કરેલો છે. भद्रकीर्त्तेर्भमत्याशाः कीर्त्तिस्तारागणाध्वना । प्रभा ताराधिपस्येव श्वेताम्बर शिरोमणेः ॥ નાગેન્દ્રકુલીન વિજયસિંહસૂરિ તથા મહાકવિ ધનપાલના સાક્ષ્યો લભ્યમાન પ્રબંધાદિ સાહિત્યથી તો ૨૫૦ વર્ષ જેટલાં પુરાણાં છે. આથી ભદ્રકીર્તિ-બપ્પભટ્ટિની ઐતિહાસિકતા નિર્વિવાદ સિદ્ધ થવા અતિરિક્ત તેઓ ઊંચી કોટીના સારસ્વત હોવા સંબંધમાં પ્રબંધોથી પણ બલવત્તર પ્રમાણ સાંપડી રહે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ચરિતકારો-પ્રબંધકારો (વિશેષ કરીને પ્રભાચંદ્રાચાર્ય) બપ્પભદિસૂરિની બે પ્રાકૃત (તારાગણ તથા શતાર્થી) અને ચારેક સંસ્કૃત રચનાઓની નોધ લે છે. બપ્પભટ્ટિના દીર્ઘકાલીન જીવનને લક્ષમાં લેતાં, તેમ જ તેમની સર્જનશીલ, કાવ્યોદ્યમી પ્રતિભાને ધ્યાનમાં રાખતાં એમની આ નોંધાયેલી છે તેથી વિશેષ રચનાઓ હોવી જોઈએ, પણ મધ્યકાળના ઉત્તરાર્ધ સમયે સુધીમાં તો તે સૌ અનુપલબ્ધ બની હશે જેથી તેના ઉલ્લેખ થયા નથી. બપ્પભટ્ટસૂરિની શતાર્થી એ પ્રબંધકારો દ્વારા ઉદંકિત એક મુક્તક હોય તો તે આજે ઉપલબ્ધ છે તેમ માનવું જોઈએ. અને કેટલાંક વર્ષો અગાઉ ગાથાકોશ તારાગણની ભાળ, તેની સંસ્કૃત ટીકા સાથે લાગી છે. કવિની સંસ્કૃત રચનાઓ ચતુર્વિશતિકા, વિરસ્તુતિ, શારદાસ્તોત્ર, સરસ્વતી સ્તવ, સરસ્વતીકલ્પ અને શાંતિ-સ્તોત્ર પ્રબંધોમાં નોંધાયેલી છે; આમાંથી કેટલીક ઉપલબ્ધ છે, પણ વરસ્તુતિ તેમ જ સરસ્વતી-સ્તવ હજી સુધી મળી આવ્યાં નથી. આ રચનાઓમાં તારાગણનું મૂલ્ય પ્રાકૃત સાહિત્યની દૃષ્ટિએ ઘણું મોટું છે. તેમાં મૂળે ૧૭૨ ગાથાઓ હતી. તેના પરની સંસ્કૃત ટીકા, તેની શૈલી અને રંગઢંગ જોતાં, તે દશમા૧૧મા શતક જેટલી તો જૂની લાગે છે. ટીકાકાર કથન અનુસાર બપ્પભટ્ટસૂરિની ગાથાઓ કોઈ “શંકુક” નામના વિદ્વાને એકત્ર કરી છે, અને સંભવ છે કે તારાગણ અભિયાન બપ્પભટ્ટ દ્વારા નહીં પણ આ સમુચ્ચયકારે દીધેલું હશે. વાદી જંઘાલે ઈ. સ. ૯૭૪-૯૭૫માં તારાગણનો કોશના દૃષ્ટાંત રૂપે ઉલ્લેખ કર્યો છે", તેમ જ ધનપાલ પણ તેનો એ જ નામથી ઉલ્લેખ કરે છે. એથી એટલું તો ચોક્કસ છે કે આ તારાગણકોશનું સંકલન ઈસ્વીસની દશમી શતાબ્દીના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ચૂકેલું. પ્રસ્તુત કોશમાં પ્રા. હરિવલ્લભ ભાયાણીએ સૂચવેલા સુધારા અનુસાર, સંગ્રહકાર શંકુક પોતાને “ના(યા)વલોક' યા “નાહાવલોક'ની (“નાગાવલોક'ની, “નાગાવલોક' બિરુદધારી પ્રતીહારરાજા નાગભટ્ટ દ્વિતીયની) સભાનો ગોષ્ઠિક હોવાનું પ્રકટ કરતો હોઈ તારાગણનો સરાસરી સમય ઈસ્વીસન્ ૮૧૫-૮૩૦ના ગાળાનો તો સહેજ જ માની શકાય. તારાગણની ઉત્થાનિકામાં સંકલનકારની પોતાની પ્રસ્તુત કોશ સંબદ્ધ ગાથાઓ ઉમેરણ રૂપે દાખલ થયેલી છે. તેમાં મૂળ ગાથા-કર્તાનાં બપ્પભટ્ટિ, ભદ્રકીર્તિ અભિધાનો મળવા ઉપરાંત કવિને “યવર્ડમા”િ (ગજપતિ, આચાર્ય), “સેમg” (શ્વેતભિક્ષુ કિંવા શ્વેતાંબરમુનિ) અને “વા'' (વાદી) કહ્યા છે; આથી બપ્પભટ્ટિની ઐતિહાસિકતા તેમ જ નાગાવલોક સાથેનું સમકાલીનપણું સમકાલિક કર્તા શંક્ના સાક્ષ્યથી પૂરેપૂરાં સિદ્ધ થઈ જાય છે : યથા : जाणिहर बप्पभट्टि गुणाणुरायं च भइत्तिं च ।। तह गयवइमायरियं च सेयभिक्खं च वाइ च ॥४७ Page #94 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ તારાગણના મધ્યકાલીન ટીકાકાર વિશેષમાં બપ્પભટ્ટિને “કવિ' કહેવા ઉપરાંત “મહાવાદીન્દ્ર' પણ કહે છે જેથી બપ્પભક્ટિ જબરા વાદી હોવાની, ને બૌદ્ધ વર્ધનકુંજર સાથે તેમ જ ગિરનાર પાસે દિગંબરો (કે ક્ષપણકો વા યાપનીયો) પર તેમણે વાદમાં જય મેળવ્યાની જે વાત ચરિતકારો કહે છે તેને તારાગણ-સમુચ્ચયકારની પુરાણી ઉક્તિઓ તેમ જ ટીકાકારનું વિશેષણ પરોક્ષ સમર્થન આપી રહે છે. ટીકાકારના મતે તારાગણ “સુભાષિતકોશ” છે. તેમાંની ગાથાઓ ઉપદેશાત્મક હોવાને બદલે મહદંશે લૌકિક, શુદ્ધ સાહિત્યિક છે. પ્રબંધોમાં તો નીતિવાક્યો ને ન્યાયવચનો અતિરિક્ત લૌકિક સંસ્કૃત-પ્રાકૃત પદ્યો પણ એ અનુષંગે ટાંકવામાં આવ્યાં છે, જેમાંના કેટલાંક તેમનાં હોવાની શક્યતા છે. (સંભવ છે કે ઉપલબ્ધ તારાગણના લુપ્ત થયેલ પત્રોમાં આ ગાથાઓ હશે.) બપ્પભટ્ટસૂરિની પ્રાપ્ત સંસ્કૃત રચનાઓમાં ૯૬ શ્લોકમાં નિબદ્ધ ચતુર્વિશતિજિનસ્તુતિપાદાન્તાદિયમકાંકિત હોઈ, શબ્દાલંકાર એવં અર્થાલંકારથી વિભૂષિત હોઈ, વ્યાખ્યાઓની મદદ સિવાય પૂરી સમજી–આસ્વાદી શકાય તેમ નથી. તેમાં કવિનું નૈપુણ્ય તો વરતાય છે, ઓજ પણ છે, પરંતુ આલંકારિક ચમત્કાર અને ચતુરાઈ બતાવવા જતાં પ્રસાદગુણની ક્યાંક ક્યાંક ન્યૂનતા રહે છે. જ્યારે તેમનાં શારદા સ્તોત્ર અને સરસ્વતીકલ્પના૫૪ પદ્યોમાં સરસતા સ્પષ્ટ રૂપે દેખાઈ આવે છે. પ્રથમ સ્તોત્રના દશમા પદ્યમાં તાંત્રિક રંગ છેપ. સ્તોત્રની ગુણવત્તાની કક્ષાના આકલન માટે પ્રસ્તુત કૃતિનાં પહેલાં બે તથા ૧૨મા પદ્યને અત્રે ટાંક્યાં છે. (બારમા પદ્યની છેલ્લી પંક્તિ સુપ્રસિદ્ધ બ્રાહ્મણીય શારદાસ્તવ, “યા કુતુતુષારહારધવત્ના'ના છેલ્લા પદ્યના છેલ્લા ચરણનો પ્રભાવ બતાવી રહે છે.) [દ્યુતવત્નશ્વિત] कलमराल विहङ्गमवाहना सितदुकूलविभूषणलेपना । प्रणत भूमिरु हामृतसारिणी प्रवरदेहविभाभरधारिणी ॥१॥ अमृतपूर्ण कमण्डलु( हा? धा )रिणी त्रिदशदानवमानवसेविता । भगवती परमैव सरस्वती मम पुनातु सदा नयनाम्बुजम् ॥२॥ [શહૂર્તવિહિત]. चञ्चच्चन्द्रमुखी प्रसिद्धमहिमा स्वाच्छन्द्यराज्यप्रदा । नायासेन सुरासुरेश्वरगणैरभ्यर्चिता भक्तितः ॥ देवी संस्तुतवैभवा मलयजालेपाङ्गरङ्गद्युतिः सा मां पातु सरस्वती भगवती त्रैलोक्यसंजीविनी ॥१२॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ १० નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હવે દ્વાદશપદ્યયુક્ત સરસ્વતીકલ્પનાં કેટલાંક સુરમ્ય પદ્યો નીચે ઉઠ્ઠકિત કરીશું: [शार्दूलविक्रीडितम्] कन्दात् कुण्डलिनि ! त्वदीयवपुषो निर्गत्य तन्तुत्विषा किञ्चिच्चुम्बितमम्बुजं शतदलं त्वद्ब्रह्मरन्ध्रादयः । यश्चन्द्रद्युति ! चिन्तयत्यविरतं भूयोऽस्य भूमण्डले तन्मन्ये कवि चक्रवर्तिपदवी छत्रच्छलाद् वल्गति ॥१॥ यस्त्वद्वक्त्रमृगाङ्कमण्डलमिलत्कान्तिप्रतानोच्छलच्चञ्चच्चन्द्रकचक्रचित्रितककुप्कन्याकुलं ! ध्यायति । वाणि ! वाणिविलास भङ्गपदप्रागल्भ्यश्रृङ्गारिणी नृत्यत्युन्मदनर्तकीव सरसं तद्वकारङ्गाङ्गणे ॥२॥ देवि ! त्वद्धतचंद्रकांतकरक श्च्योतसुधानिर्झरस्नानानन्दतरङ्गितः पिबति यः पीयूषधाराधरम् । तारालंकृतचंद्र शक्ति कुहरेणा कण्ठमुत्कण्ठितो वक्त्रेणोद्भिरतीव तं पुनरसौ वाणीविलासच्छलात् ॥३॥ क्षुभ्यत्क्षीरसमुद्रनिर्गतमहाशेषाहिलोलत्फणा - पत्रोनिद्रसितार विन्दकुहरेश्चन्द्रस्फुरत्कर्णिकैः । देवि ! त्वाञ्च निजञ्च पश्यति वपुर्यः कान्ति भिन्नान्तरं ब्राह्मि ! ब्रह्मपदस्य वल्गति वचः प्रागल्भदुग्धाम्बुधेः ॥४॥ पश्येत् स्वां तनुमिन्दुमण्डलगतां त्वां चाभितो मण्डितां यो ब्रह्माण्डकरण्डपिण्डितसुधाडिण्डीरपिण्डैरिव । स्वच्छन्दोद्गत गद्यपद्य लहरी लीलाविलासामृतैः सानन्दास्तमुपाचरन्ति कवयश्चन्द्रं चकोरा इव ॥७॥ છેલ્લા બારમા પદ્યમાં છંદોભેદ કરેલો છે યથાર્થ : [मालिनी वृत्तम्] किमिह बहुविकल्पैर्जल्पितैर्यस्य कण्ठे भवतिविमलवृत्तस्थूलमुक्तावलीयम् । भवति भवति ! भाषे ! भव्यभाषाविशेषैमधुरमधुसमृद्धस्तस्य वाचां विलासः ॥१२॥ Page #96 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભદ્રિસૂરિ ૭૧ આ સરસ્વતીકલ્પમાં પણ તાગ્નિક પુટ વરતાય છે : જો કે મંત્રના લીધેલા આશ્રય પાછળ કેવળ “કવિચક્રવર્તિ થવા પૂરતી જ વાંછના રહેલી છે. પછીના જૈન તંત્રકારોની જેમ ઐહિક વાસનાઓની તૃપ્તિની તેમાં વાત કે આશય દેખાતાં નથી. પ્રભાવકચરિતમાં કહ્યું છે કે બૌદ્ધ વાદી વર્ધનકુંજર સાથે વાદ દરમિયાન બપ્પભષ્ટિએ “ધરિત્યતે" શબ્દોથી આરંભતા ગીરાસ્તોત્રની રચના કરી, ગિરાદેવીને પ્રકટ કરી, વાડજયાર્થે ઉપાય અંગે સૂચના મેળવેલી ૮. પ્રસ્તુત સ્તોત્ર ૧૪ પદ્યયુક્ત હતું તેમ ચરિતકાર કહે છે, (તેમ જ પ્રબંધકોશકાર પણ)ત્યાં નોંધે છે કે દેવીએ બપ્પભટ્ટિને આદેશ આપેલો કે ચૌદચૌદ વૃત્તો પ્રકાશિત ન કરવાં, કેમ કે પૂર્ણ સ્તોત્રના પઠનથી તેને પ્રત્યક્ષ થવું પડશે (જો મંત્રવાદ અનધિકારીઓના હાથમાં પડી જાય તો અનર્થ થાય.) આજે તો પ્રસ્તુત સ્તોત્ર મળતું નથી. અને સંભવ છે કે પ્રબંધકારોના સમયમાં તેમાં ૧૪થી ઓછાં પદ્ય હશે, પણ મૂળે તેમાં ૧૪ પદ્યો હતો તેવી માન્યતા તે કાળે પ્રચારમાં હોવાનો સંભવ છે. પ્રભાવકચરિતકાર તથા પ્રબંધકોશકારના કથન અનુસાર ગોપગિરિના મહાવીર બિબના, પરાજય પશ્ચાત્ મિત્ર બનેલા બૌદ્ધ વિદ્વાન વર્ધનકુશ્વર સંગાથે કરેલ સહદર્શન સમયે શાન્તો વેષ:” નામક ૧૧ પદ્યોવાળું સ્તોત્ર રચ્યું તથા ગોકુળમાં નંદ સ્થાપિત શાંતિ દેવતાની જિન(શાંતિનાથ) સહિત “નતિ નદિક્ષારથી પ્રારંભાતી સ્તુતિ કરી. એમ જણાય છે કે ચરિતકારે તથા તેને અનુસરતા પ્રબંધકારોએ, વસ્તુતયા પ્રમાદવશ જ આવું ઊલટસૂલટું લખી નાખ્યું છે, કેમ કે તો વેષમાં સંભવતઃ “શાંતિ” જિન સૂચિત છે : યથા : [મનોત્રાન]. शान्तोवेषः शमसुखफलाः श्रोतृगम्या गिरस्ते कान्तं रूपं व्यसनिषु दया साधुषु प्रेम शुभ्रम् । इत्थम्भूते हितकृतपतेस्त्वय्यसङ्गा विबोधे प्रेमस्थाने किमिति कृपणा द्वेषमुत्पादयन्ति ॥१॥ [પૃથ્વી છંદ] अतिशयवती सर्वा चेष्टा वचो हदयङ्गमं शमसुखफलः प्राप्तौ धर्मः स्फुटः शुभसंश्रयः मनसि करुणा स्फीता रूपं परं नयनामृतं किमिति सुमते ! त्वय्यन्यः स्यात् प्रसादकरं सताम् ॥२॥ અનુપલબ્ધ “ગતિ નાદ્રક્ષાકર” સ્તોત્ર ગોપગિરિ-વીર અનુલક્ષે રચ્યું હોવું જોઈએ, દુર્ભાગ્યે તે કૃતિ ઉપલબ્ધ નથી. એના પ્રારંભનું કાન્તિમાન અને ગરિમાપૂત અર્ધચરણ જોતાં તો Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ જણાય છે કે તે અદ્ભુત રચના હોવી જોઈએ. આ સિવાય “બપ્પભટ્ટિસૂરિચરિત” (ઈ. સ. ૧૨૩૫ પહેલાં) અંતર્ગત મથુરા સ્તૂપની સામે બપ્પભટ્ટએ જે સ્તવન કહેલું તેનાં ત્રણેક પૃથક પૃથક્ ચરણો અહીં ઉઠ્ઠકિત કરીશું. યથા૩ : નધાguત્ર-પૌત્રિ-શત-ન્યા-રામfમઃ | यस्याचितं क्रमाम्भोजं भ्राजितं तं जिनं स्तुवे ॥१॥ તથા नमस्तुभ्यं भवांभोधि निमज्जज्जन्तु तारिणे । दुर्गापवर्ग सन्मार्ग स्वर्ग-संसर्ग-कारिणे ॥५॥ અને न मया माया विनिर्मुक्तः शंके दृष्टः पुरा भवान् । विनाऽऽपदां पदं जातो भूयो भूयो भवार्णवे ॥ આ કાવ્યાંશોની શૈલી પણ પાછળ ચચ્યું તે ત્રણે સ્તોત્રોની જેમ જ અને સ્પષ્ટતઃ બપ્પભટ્ટિની છે : સુપ્રાસિત, સુઘોષ, એવું ધ્વન્યાકુલ પણ છે. પ્રસ્તુત કાવ્યમાં અલબત્ત મથુરાના સૂપનો કે અત્ પાર્શ્વનો ઉલ્લેખ નથી.) વસ્તુતયા શાંતિસ્તોત્રનાં તેમ જ મથુરા જિનવાળા સ્તવનનાં ઉપર ટાંકેલાં પદ્યો ચેતોહર શબ્દાવલીથી ગુંફિત, અર્થગંભીર, સુલલિત, અને પ્રસન્નકર રચનાનાં ઘાતક છે. બપ્પભટ્ટનો જીવનકાળ સુદીર્ઘ હતો તે જોતાં, તેમ જ મધ્યયુગમાં નિગ્રંથ સમાજમાં તેમની કવિ રૂપેણ બહુ જ મોટી પ્રતિષ્ઠા હતી તે ધ્યાનમાં રાખતાં, તેમણે વિશેષ કૃતિઓ રચી હોવી ઘટે, એમની જ હોઈ શકે તેવી, પણ વણનોંધાયેલી, એક કૃતિ સાંપ્રત લેખકના ધ્યાનમાં આવી છે. ચતુષ્ક સ્વરૂપની આ સ્તુતિ જિન અરિષ્ટનેમિને ઉદ્દેશીને રચાયેલી છે. પહેલા પદ્યમાં નેમિ જિન, બીજામાં સર્વ જિનો, ત્રીજામાં જિનવાણી, અને ચોથામાં શાસનદેવી ભગવતી અંબિકાની સ્તુતિ કરી છે. આ ચતુષ્ક પ્રકારની સ્તુતિઓ રચવાનો સૌ પ્રથમ પ્રયાસ બપ્પભક્ટિ દ્વારા જ, તેમની પ્રસિદ્ધ ચતુર્વિશતિકામાં થયો છે. ત્યાં ૨૪ જિનનાં ૯૬ પદ્યો આ પદ્ધતિએ જ આયોજિત થયાં છે. પછીથી, વિશેષ કરીને મધ્યયુગમાં, તો આ પ્રથાનો શ્વેતાંબર રચયિતાઓમાં ઘણો પ્રચાર હતો તેમ તે સમયની મળી આવતી કુડિબંધ રચનાઓના સાશ્યથી સિદ્ધ છે. ગ્નગ્ધરા છંદમાં રચાયેલી જિન અરિષ્ટનેમિની ઉપરકથિત સ્તુતિના આરંભનાં અને અંતનાં પદ્યો આ પ્રમાણે છે : Page #98 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ - ૭૩ राज्यं राजीमती च त्रिदशशशिमुखीगर्वसर्वंकषां यः प्रेमस्थामाऽभिरामां शिवपदरसिकः शैवक श्रीवुवूर्षुः । त्यक्त्वाच्चोद्दामधामा सजलजलधरश्यामलस्निग्धकाय च्छायः पायादपायादुरुदुरितवनच्छेदनेमिः सुनेमिः ॥ અને या पूर्वं विप्रपत्नी सुविहितविहितप्रौढदानप्रभावप्रोन्मीलन्युण्यपूरैरमरमहिमा शिश्रिये स्वर्गिवारम् । सा श्रीमन्नेमिनाथ प्रभुपदकमलोत्सङ्ग श्रृङ्गारभृङ्गी, વિશ્વાઈMી વ: વેડથ્વી વિપકુપિતદસ્તાવનHI II આ સ્તુતિમાં બપ્પભટ્ટની પ્રૌઢીનાં તમામ લક્ષણો મોજૂદ છે. એ જ મૃદુ-મંજુલ ધ્વનિ સમેતના પદ્યચરણોના સંચાર, તેમાં સુરુચિપૂર્ણ અલંકારો લગાવવાની લાક્ષણિક રીત, બપ્પભટ્ટની વિશિષ્ટ ઉપમા-ઉન્મેલાઓ, એમના નિજી પસંદગીના શબ્દ-પ્રયોગો –જે અન્ય કોઈ સ્તુતિ-સ્તોત્રોમાં નજરે પડતા નથી અને તેના સારાયે ભાવાદિ સ્પષ્ટતા પ્રાશ્મધ્યકાલીન છે, અને શૈલી-વૈશિષ્ટય બપ્પભટ્ટ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. (આ સિવાય પણ સૂરીશ્વરની અન્ય રચનાઓ હશે; વિશેષ શોધખોળ અને પરીક્ષણથી તેમાંથી કોઈક ને કોઈક પ્રકાશમાં આવવાની શક્યતા છે.) બપ્પભટ્ટની ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા વિષયે તેમની રચનાઓમાંથી ઉપર ઉદ્ધત કરેલ પઘો સાક્ષીભૂત બની રહે છે. એમની કાવ્યશૈલી માંજુલ્યપરક, માર્દવલક્ષી, શ્રુતિમધુર, અને પ્રશાંતરસપ્રવણ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રતીહારકાલીન સંગ્રહકાર શંકુક, મહાકવિ ધનપાલ, નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિ, બૃહદ્ગચ્છીય નેમિચંદ્રસૂરિ, અમમસ્વામીચરિત્રપ્રશસ્તિકાર જિનસિંહસૂરિ, અને વિનયચંદ્રસૂરિ સરખા કાવ્યમર્મજ્ઞોએ સૂરિવર ભદ્રકીર્તિની ભારતીને અર્પેલી અંજલિએ અસ્થાને નહોતી. પ્રભાવકચરિતકારના કહેવા પ્રમાણે આમરાજે કાન્યકુબ્બમાં સો હાથની ઊંચાઈનું અને ગોપગિરિમાં (કર્ણમાને) ૨૩ હસ્તપ્રમાણ, એમ જિન મહાવીરનાં બે મંદિરો નિર્માવેલાં. (ગોપગિરિના જિનાલયને મત્તવારણયુક્ત મંડપ હોવાનો ઉલ્લેખ પ્રભાવક ચરિતકાર કરે છે.) કનોજવાળું મંદિર તો એ નગરના મધ્યયુગમાં વારંવાર થયેલ વિનાશમાં લુપ્ત થયું છે. ગોપગિરિ પર હાલ ચારેક જેટલાં જૂનાં મંદિરો વિદ્યમાન છે, જેમાં એક જૈન મંદિર છે ખરું, પણ તે તો સાધારણ કોટીનું અને વિશેષમાં મધ્યકાળનું છે. મહાવીરનું પુરાણું મંદિર તો કાળના ગર્ભમાં વિલીન થયું જણાય છે, પરંતુ આઠમા શતકના ઉત્તરાર્ધ, તેમ જ નવમાં શતકમાં મૂકી શકાય નિ, ઐ, ભા. ૧-૧૦ Page #99 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તેવી ઘણી જિનપ્રતિમાઓ ત્યાંના વિશાળ પહાડી કિલ્લા અંતર્ગત પ્રાપ્ત થઈ છે. વિશેષમાં ગોપગિરિ-વીરના મંદિર સંબદ્ધ કેટલાક અન્ય, અને પ્રબંધોથી જૂના સાહિત્યિક ઉલ્લેખો પણ મળે છે, જે હવે યથાક્રમ જોઈએ : ૭૪ (૧) સંગમસૂરિના તીર્થમાલા-સ્તવન(૧૧મી સદી આખરી ચરણ)માં આમરાજ કારિત ગોપગિરિના જિન વી૨નો જયકાર જગાવ્યો છે : યથા : यस्तिष्ठति वरवेश्मनि सार्द्धाभिर्द्रविणकोटिभिस्तिसृभिः निर्मापितोऽऽमराज्ञा गोपगिरौ जयति जिनवीरः ||१०|| (૨) હર્ષપુરીયગચ્છના શ્રીચંદ્રસૂરિએ સ્વરચિત પ્રાકૃત મુનિસુવ્રતચરિત્ર (સં૰ ૧૧૯૩ | ઈ. સ. ૧૧૩૭)માં એમના પ્રગુરુ અભયદેવસૂરિ સંબદ્ધ સુકૃત-વર્ણનામાં સૂરીશ્વરે ગોપગિરિ પહોંચી, રાજા ભુવનપાલને મળી, ખૂબ પ્રયત્ન બાદ, પૂર્વના રાજાએ જાહેર કરેલ શાસનથી બંધ થયેલ, ત્યાંના શિખર પર રહેલ ચરમ જિન(વર્ધમાન-મહાવીર)ના દ્વારને શાસનધિકારીઓના અવરોધથી મુક્ત કરાવેલું તેવી વાત નોંધી છે ઃ યથા : गोपगिरसिहरसंठियचरमजिणाययणदारमवरुद्धं । पुनिवदिन्नसासणसंसाधणिअहिं चिरकालं ॥ १००॥ गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं । अइसपयत्तेणं मुक्कलयं कारियं जेण ॥ १०१ ॥ १० આ અભયદેવસૂરિ ઈસ્વીસન્ ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા છે અને જયસિંહદેવ સિદ્ધરાજના શાસન પ્રાયઃ પહેલા દશકા સુધી વિદ્યમાન હતા. ગ્વાલિયરના જે ‘ભુવનપાલ’ રાજાનો સંદર્ભ આ ઘટનામાં આવે છે તે કચ્છપઘાતવંશીય રાજા ‘મહિપાલ’ જણાય છે, જેનું શાસન ઈ સ ૧૦૯૩માં હોવાનું ત્યાં દુર્ગસ્થ અભિલેખથી જાણમાં છે”. આથી સિદ્ધ થાય છે કે આમરાજ કારિત જિન વી૨ના પ્રાસાદથી મધ્યકાલીન ગુજરાત પરિચિત હતું અને ગુજરાતના જૈન શ્વેતાંબર મુનિઓ-યાત્રિકો એ તરફ મધ્યકાળમાં ફરીને જતા આવતા થયા હશે તેમ લાગે છે. (૩) તપાગચ્છીય જિનહર્ષ ગણિએ વસ્તુપાલચરિત (સં. ૧૫૦૫ / ઈ સ ૧૪૪૯)માં ગોપિરિ પર મંત્રીશ્વરે કરાવેલ સુકૃતોની જે નોંધ લીધી છે તેમાં ગોગિરિના ‘આમ નરેન્દ્ર’ કારિત વીર-જિનના ભવનનો ઉલ્લેખ આવે છે. તે મંદિર પર મંત્રીએ હેમકુંભ મુકાવ્યાની, તેમ જ ત્યાં “આમસરોવર”ની પાળે મંત્રીએ પોતાના કલ્યાણ માટે શાંતિનાથનું મંદિર કરાવ્યાની નોંધ લીધી છે×. આ ઉલ્લેખ પણ ગોપિરિ ૫૨ આમરાજકારિત જિન Page #100 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ૭૫ વરના મંદિર વિશેનું એક પશ્ચાત્કાલીન પણ સમર્થક પ્રમાણ આપી રહે છે. ગોપગિરિથી મળેલ જિન પ્રતિમાઓમાં જેનો સમય બપ્પભટ્ટનો હોઈ શકે તેવી બે પ્રતિમા–જિન ઋષભ, અન્ય જિન તથા અતિ પાર્શ્વ–નાં ચિત્રો (ક્રમાંક ૨ તથા ૩ માં) રજૂ કરું છું, અને વસ્તુપાળના સમયમાં મૂકી શકાય તેવો ત્યાંથી મળેલ એક જિનપ્રતિમાનો શિલાખંડ ચિત્ર ૪માં પ્રસ્તુત કર્યો છે. આદિનાથની અને સાથેની એવા પરિકર્મવાળી ઉપર કથિત, પ્રશમરસ-દીપ્ત, પ્રતિમા કદાચ મંદિરના બહિર્ભાગે કટિ પર કંડારી હશે, જ્યારે પાર્શ્વનાથવાળું બિંબ અખંડ હશે ત્યારે કાયવ્યત્સર્ગ-મુદ્રામાં જિનને રજૂ કરતું હશે, અને તે ઉપાસ્ય પ્રતિમા હશે. મથુરામાં બપ્પભટ્ટસૂરિએ જે સુકૃતો કરાવેલાં તેની નોંધ “મથુરાપુરીકલ્પ”માં જિનપ્રભસૂરિએ લીધી છે. પહેલી નોંધમાં કહ્યું છે કે વીર નિર્વાણના ૧૨૬૦ વર્ષે (ઈ. સ. ૭૩૩માં) બપ્પભટ્ટિસૂરિ થયા; તેમણે (મથુરા તીર્થનો) ઉદ્ધાર કરાવ્યો, પાર્શ્વજિનની પૂજા કરાવી, ને ઈંટના સૂપને પથ્થરથી મઢાવ્યો, કુપવાડીનાં નિર્માણ કરાવ્યાં, ઇત્યાદિ :૦૩ तओ वीरनाहे सिद्धं गो साहिहिं तेरसहिं वरिसणं बप्पभट्टिसूरी उप्पणणो तेण वि.अयं तित्थं उद्धरिअं । पासजिणो पूआविओ । सासयपूअकरणत्थं काणणकूवकोट्टा काराविआ । चउरासीई अणीओ दाणिआओ । संधेणइदाओ रवसंतीओ मुणित्ता पत्थरेहिं वेढाविओ उक्खिल्लाविउमाढत्तो थूभो । देवयाओ सुमिणंतरे वारिओ । न उग्घाडेयघो असु त्ति । तओ देवयावयणेणं न उग्घाडिओ, सुघडिअपत्थरेहिं परिवेढिओ अ । બીજી નોંધમાં કહ્યું છે કે આમરાજ જેના (ચરણકમલ સેવે છે તેવા?) બપ્પભષ્ટિએ વિ. સં. ૮૨૬ (ઈ. સ. ૭૭૦)માં મથુરામાં વીરબિંબ સ્થાપ્યું : યથા : गोवालगिरिमि जो भुंजेइ तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहट्टि - सूरिणा अट्ठसयछव्वीसे (८२६) विक्कमसंवच्छरे सिरिवीरबिंब महुराओ छाविअं । મથુરાનો સૂપ જ્યાં હતો તે કંકાલીટીલામાંથી, તેના પરિસરમાં તેમ જ મથુરામાંથી અન્યત્રે મળેલી જૈન પ્રતિમાઓમાં કોઈક શકકાલીન, પણ ઘણીખરી કુષાણકાલીન, અને થોડીક ગુપ્તકાલીન તેમ જ મધ્યકાલીન છે, પણ એક પ્રતિમા એવી છે કે જેને આઠમા શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ચિત્ર “૧માં રજૂ કરેલા જિન અરિષ્ટનેમિની પદ્મપ્રભાવલીયુક્ત પણ શીર્ષવિહીન) પ્રતિમામાં પદ્માસનસ્થ જિનની આજુબાજુ વિભૂતિ રૂપે, મહાપ્રાતિહાર્ય રૂપે, બે ચામરધારો હોવા અતિરિક્ત શક-કુષાણ કાળથી ચાલી આવતી મથુરા-પરિપાટી અનુસાર વાસુદેવ તેમ જ બલદેવની ચતુર્ભુજ આકૃતિઓ પણ કોરી છે, તદુપરાંત પશ્ચિમ ભારતની જિનપ્રતિમા–પ્રથા અનુસાર નીચે સર્વાનુભૂતિ યક્ષ તેમ જ સિંહારૂઢા યક્ષી અંબિકા પણ બતાવ્યાં Page #101 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે, જે સૂચક છે. બપ્પભટ્ટિ અહીં આવ્યા હશે ત્યારે વીર-બિંબ સિવાય આ જિન અરિષ્ટનેમિની પ્રતિમા પણ કાં તો એમણે, કે પ્રતિષ્ઠા અવસરે એમના અનુરોધથી યા અન્યથા એ સમયે કોઈ શ્રાવકે ભરાવી હોય તો બનવાજોગ છે. ૭૬ લેખ સમાપન સમયે હવે એક મુદ્દાનું નિરાકરણ થવું જરૂરી છે. બપ્પભટ્ટિસૂરિ સાથે દિગંબર સંપ્રદાયમાં હોવા ઘટે તેવાં કેટલાંક તત્ત્વો જોડાયેલાં છે : યથા : (૧) કીર્ત્યાન્ત નામો દિગંબર(તથા યાપનીયસંધ)ના મુનિવરોમાં જાય છે, શ્વેતાંબર આમ્નાયમાં ચોથી-પાંચમી શતાબ્દી બાદ આમ તો જોવા મળતાં નથી૫ : એમનું ‘ભદ્રકીર્તિ’ નામ જરા વિચારમાં નાખી દે છે. (૨) ગ્વાલિયર દિગંબર સંપ્રદાય સાથે સાંકળતા ૧૫મા શતક પૂર્વેનાં સાહિત્યિક પ્રમાણો હજી સુધી તો મળ્યાં નથી, પણ જેટલી પુરાણી તેમ જ મધ્યકાલીન જિનપ્રતિમાઓ ત્યાંથી મળી છે તે સૌમાં નગ્નત્વ સૂચિત છે જ. બીજી બાજુ જોઈએ તો જોરદાર અને વધારે પુરાણાં સાહિત્યિક પ્રમાણો તો શ્વેતાંબર સંપ્રદાયને ગોપગિરિ સાથે સાંકળે છે. એવું હશે કે મથુરાની જેમ અહીં પણ શ્વેતાંબરોએ જિનપ્રતિમાઓ નિર્વસ્ત્ર રૂપે રજૂ કરવાની અન્યથા પાંચમા શતકના અંતિમ ચરણ પૂર્વેની ઉત્તરની મુખ્ય નિર્પ્રન્થ ધારાની પુરાણી પરંપરા ચાલુ રાખી હશે ? શું લાટ દેશમાં શરૂ થયેલી અને પછીથી સાતમા શતકમાં તો ગૂર્જરદેશ સુધી પહોંચી ગયેલી, તીર્થંકરોને કટિવસ્ત્ર (ધોતિયાં) સહિત પ્રસ્તુત કરવાની, પ્રણાલિકા હજુ દશાર્ણાદિ મધ્યપ્રદેશના પંથકોમાં અને શૂરસેનાદિ ઉત્તરના પ્રદેશોમાં શ્વેતાંબરોને માન્ય નહીં બની હોય ? ગમે તે હોય, નવમી શતાબ્દીના પ્રથમ ચરણના અરસામાં સંગ્રહકાર શંકુક તથા ૧૧મી સદીના પ્રારંભમાં મહાકવિ ધનપાલ તો બપ્પભટ્ટિને શ્વેતાંબર સાધુ રૂપે જ માનતા હતા, અને ૧૧મા શતકના ઉત્તરાર્ધમાં, વિલાસવઈકાર, યશોભદ્રસૂરિગચ્છીય શ્વેતાંબર મુનિ સિદ્ધસેન સ્વગચ્છને બપ્પભટ્ટિસૂરિ સાથે સાંકળે છે, તેમ જ ઈ સ ૧૧૭૩નો ધાતુપ્રતિમા લેખ તેમનો સંબંધ ચૈત્યવાસી શ્વેતાંબર મોઢગચ્છ સાથે સ્થાપે છે, જે તથ્ય પણ આ મુદ્દામાં વિશેષ નિર્ણાયક માનવું ઘટે. વિશેષમાં તેઓ યાપનીય કે દિગંબર હોવાનાં કોઈ જ પ્રમાણ પ્રસ્તુત બે સંપ્રદાયના સાહિત્યમાં ઉપલબ્ધ નથી. આથી જેમ ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમસૂત્ર, સિદ્ધસેનના સંમતિપ્રકરણ તેમ જ કેટલીક દ્વાત્રિંશિકાઓ, માનતુંગાચાર્યના ભક્તામરસ્તોત્ર (અને સોમપ્રભાચાર્યના સિંદૂરપ્રકરકાવ્ય) આદિ પ્રસંગે જેવા દાવા દિગંબર સંપ્રદાય તરફથી થયા તેવા કોઈ જ દાવા હજી સુધી તો દિગંબર વિદ્વાનોએ રજૂ નથી કર્યા. Page #102 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભદ્રિસૂરિ તાલિકા બપ્પભટ્ટસૂરિ સ્રોત | દીક્ષા | સૂરિપદ સ્વર્ગગમન ધર્મઘોષસૂરિગથ્વીય વી. નિ. સં. ૧૩COfઈ. સ. પ્રદ્યુમ્નસૂરિકૃત ૮૩૩-૩૪(ઈ. સ. પૂ. ૪૬૭ની વિચારસારપ્રકરણ ગણના અનુસાર કહાવલિકાર ઈસ્વી ૧૨મીનો અંત ભદ્રેશ્વરસૂરિ તથા હેમચન્દ્રાચાર્ય કે ૧૩મીનો પ્રરંભ અનુસાર) રાજગચ્છીય પ્રભા- | | વિ. સં. | વિ. સં. | વિ. સં. વિ. સં. ૮૯૫/ઈ. સ. ચંદ્રાચાર્ય કૃત ૮00/ઈ. સ. | ૮૦૭/ઈ. સ. ૮૧૧/ઈ. સ. [૮૩૮-૮૩૯ પ્રભાવક ચરિત ७४४ | ૭૫૦-૭૫૧ | ૭૫૪-૭૫૫ (ઈ. સ. ૧૨૭૮) ખરતરગચ્છીય જિન-| વી. નિ. સં. પ્રભસૂરિકૃત ૧૨૬૦ કિલ્પપ્રદીપ ઈ. સ. ૭૩૩) (ઈ. સ. ૧૩૩૩) (ઈ. સ. પૂ. પ૨૭ અનુસાર) હર્ષપુરીયશરચ્છીય | વિ. સં. | વિ. સં. | વિ. સં. વિ. સં. ૮૯૫ ઈ. સ. રાજશેખરસૂરિ ૮૦૦ઈ. સ. | ૮૦૭/ઈ. સ.| ૮૧૧/ઈ. સ. |૮૩૮-૮૩૯ (પ્રબંધકોશકાર કૃત પ્રબંધકોશ ૭૪૪ | ૭૫૦-૭૫૧ | ૭૫૪-૭૫૫ | પ્રભાવકચરિતકારને અનુસરતા (ઈ. સ. ૧૩૪૯) લાગે છે.) અંચલગચ્છીય વિ. સં. ૮૯૬ ઈ. સ. મેરૂતુંગાચાર્ય કૃત ૮૩૯-૮૪૦ લઘુશતપદી (સં. ૧૪૫૦/ઈ. સ. ૧૩૯૪) અચલગચ્છીય વી. નિ. સં. ૧૩00 ઈ. સ. મેરૂતુંગાચાર્ય કૃત ૮૩૩-૩૪ (ઈ. સ. પૂ. ૪૬૭ વિચારશ્રેણી અનુસાર) મતાંતરે વી. નિસં. ઈસ્વીસના ૧૪માં ૧૩૬ (ઈ. સ. ૮૩૩ શતકનો અંત કે ૧૫મા (ઈ. સ. પૂ. પ૨૭ અનુસાર) શતકનો આરંભ). Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વી. નિ. સં. ૧૩00/ઈ. સ. |૮૪૩-૪૪ (ઈ. સ. પૂ. ૪૭૭ અનુસાર) (યકૉબિ પ્રમાણે) અંચલગચ્છીય હર્ષનિધાન કૃત (હરિસેન કે હર્ષનિધાન કૃત) રત્નસિંચયપ્રકરણ (પ્રાયઃ ઈ. સ. ૧૫૦૦૧૫૭૫) તપાગચ્છ પટ્ટાવલી (ઉત્તર મધ્યકાલીન) વી. નિ. સં. ૧૩૬૫ | ઈ. સ. ૩૮-૮૩૯ (ઈ. સ. પૂ. પર૭ અનુસાર) વી. નિ. સં. ૧૩૦૦ ઈ. સ. ૮૩૩-૮૩૪ (ઈ. સ. પૂ. ૪૬૭ શ્રીદુષમાકાલ શ્રીશ્રમણ સંઘ સ્તોત્ર અવસૂરિ (૧૬મી-૧૭મી સદી) અનુસાર) ટિપ્પણો : 4. A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. 1, ed. L. B. Gandhi (Compiled from C. D. Dalal), Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, p. 195. આની નકલ શ્રી લક્ષ્મણ ભોજક પાટણ જઈ મારા ઉપયોગ માટે, તેમાં અપાયેલાં ચરિતોના સંદર્ભ જોવા માટે, કરી લાવેલા. તેના પર પંદરેક વર્ષ પહેલાં ડૉ. રમણીક શાહ કામ કરી રહ્યા હતા. તાજેતરમાં તેમના સંપાદન દ્વારા તે પ્રકાશિત થઈ ચૂક્યો છે : જુઓ અજ્ઞાત વ પ્રવંથરતથ, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર-શિક્ષણ નિધિ, અમદાવાદ ૧૯૯૪, પૃ. ૩૭-૩૯. ૨. સંડ મુનિ જિનવિજય, સિઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ૦ ૮૦-૧૧૧, પદ્ય સંખ્યા ૭૭૧. ૩. ૪૦ ૪૦ માં કેટલીક નવીન હકીકતો પણ છે જેના સ્રોત અલગ હોઈ શકે છે. પ્રભાચંદ્રાચાર્યના ચરિત સમાપ્તિ પ્રસંગે કરેલ કથન પરથી પણ લાગે છે કે બપ્પભટ્ટ સંબંધમાં કર્તાના સમયમાં એકથી વિશેષ સ્રોત મોજૂદ હશે : इत्थं श्रीबप्पभट्टिप्रभुचरितमिदं विश्रुतं विश्वलोके प्राग्विद्वत्ख्यात शास्त्रादधिगतमिह यत्किंचिदुक्तं तदकल्पम् । 8. Cf. H.R.Kapadia, Descriptive Catalogue of Manuscripts in the Government Manu scripts Library Bhandarkar Oriental Research Institute, Vol XIX, Pt. 1, Sec.II, pt. 1, Poona 1967. pp. 67-69. Page #104 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ ૫. સં. જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, પ્રથમ ભાગ, શાંતિનિકેતન ૧૯૩૧, પૃ. ૧૨૩, ૬. વિવિઘ તીર્થકત્વ, સં. જિનવિજય, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૪૦, પૃ. ૧૭ ૨૦. ૭. સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, પ્રથમ ભાગ, કલકત્તા ૧૯૩૫, પૃ. ૨૬-૪૬ . ૮. સં. જિનવિજયમુનિ, સિધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાક ૨, પ્રથમ ભાગ, કલકત્તા ૧૯૩૬, પૃ. ૮૯-૯૯. ૯. આ ગ્રંથમાં બપ્પભઢિ સંબંધમાં કોઈ ખાસ નવીન હકીકત નથી. અહીં ચર્ચામાં તેનો ઉપયોગ કર્યો ન હોઈ, પ્રકાશન-સંદર્ભ ટાંક્યો નથી. ૧૦. એજન. ૧૧. તેમાં ક્યાંક ક્યાંક તો પદ્ધતિસરની તનિષ્ઠ ગવેષણા ચલાવવાને બદલે પ્રબંધકારોની એકાંત અને કટ્ટ આલોચના પરત્વે લક્ષ વિશેષ પ્રમાણમાં કેન્દ્રિત થયું દેખાય છે. ૧૨. સંદર્ભ માટે ખાસ તો જુઓ : 1) S. Krishnaswamy Aiyangar, "The Bappa Bhatti Carita and the Early History of the Gujarat Empire," Journal of The Bombay Branch of the Royal Asiatic Society, Vol.III, NOr, 122, Bombay 1928 : 2) S. N. Mishra, Yasovarma of Kanauj, New Delhi 1977 : 3) Gaudavaho, Ed. N.G.Suru, Prakrit Text Society, Ahmedabad-Varanasi 1975, "Introduction", pp. LXV-LXVI. ૧૩. આ ગામની ઓળખ વિશે મતમતાંતરો હતા; પણ (સ્વ.) મુનિ કલ્યાણવિજયજીએ એ વિષયમાં સાધાર જે નિર્ણય કર્યો છે તે સાચો જણાય છે : (જુઓ એમની “પ્રસ્તાવના” અંતર્ગત શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી પ્રભાવક ચરિત્ર ભાષાંતર, શ્રી જૈન આત્માનંદ ગ્રંથમાળા નં. ૬૩, ભાવનગર વિસં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૧), પૃ. ૫૭. ૧૪. અહીં આગળ થનાર ચર્ચામાં મૂળ સંસ્કૃત ઉક્તિઓ સંદર્ભનુસાર ઉર્ફેકી છે. ૧૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર-વૃત્તિ પર વિચારતે સમયે મેં આવો નિર્ણય લીધો છે; જોકે આખરી નિર્ણય કરવા માટે સાંયોગિક સિવાય કોઈ ચોક્કસ યા સીધું પ્રમાણ હાલ તો ઉપલબ્ધ નથી. ૧૬. શ્વેતાંબર પરંપરામાં સિદ્ધસેન દિવાકર (ઈસ્વી પંચમ શતી પૂર્વાર્ધ), વાચક સિદ્ધસેન (પંચમ શતક ઉત્તરાર્ધ વા છઠ્ઠા સૈકાનું પ્રથમ ચરણ), જિનભદ્રગણિ-શિષ્ય સિદ્ધસેન ક્ષમાશ્રમણ( પ્રાય: ઈસ્વી ૫૭૫-૬૨૫), પછી ક્રમમાં સિદ્ધસેન નામધારી તો તત્ત્વાર્થાધિગમ-વૃત્તિકાર ગંધહસ્તિ સિદ્ધસેન (પ્રાય: ઈસ્વી ૭૦૦ - ૭૭૦ | ૭૮૫ ?) જ આવે છે. એમના પછી તો નવમી-દશમી સદીમાં સિદ્ધર્ષિ-સિદ્ધસેન અને ૧૧મી સદીમાં થયેલા “સાધારણાંક” તખલ્લુસ ધરાવનાર સિદ્ધસેન સૂરિ જ છે. આમ બપ્પભટ્ટ-ગુર સિદ્ધસેનની-પાટલા-મોઢેરાવાળા ચૈત્યવાસી સિદ્ધસેનની- “ગંધહસ્તિ-સિદ્ધસેન’ સાથે જ સંગતિ બેસે છે. ૧૭. આ મિતિ-નિર્ણય મારો છે. સંપાદક મુનિ જંબુવિજયજી એમને ઈસ્વી ૬૨૫ પહેલાં થયાનું માને છે, કારણ Page #105 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કે એ ટીકાકારે સાતમા શતકમાં થયેલા પ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (પ્રાય : ઈસ્વી ૫૮૦-૬૫૦ યા તેથી થોડા વર્ષો પૂર્વે)આદિ વિદ્વાનોનાં મંત્વયોનો ઉલ્લેખ કર્યો નથી : પરંતુ ઈસ્વી ૭૦૦ પહેલાંની કોઈપણ શ્વેતાંબર ટીકાઓમાં દાક્ષિણ્યાત્ય વિદ્વાનો-દિગંબર દાર્શનિક વિદ્વાન અને વાદી-કવિ સમંતભદ્ર (પ્રાય : ઈસ્વીટ ૫૫૦૬૦૦) તથા પૂજ્યપાદ દેવનંદી (પ્રાય : ઈસ્વી ૬૩૫-૬૮૦), મીમાંસક કુમારિલ ભટ્ટ (પ્રાયઃ ઈસ્વી ૫૭૫૬૨૫), અને ઉપરકથિત ધર્મકીર્તિનાં મંતવ્યોનો ઉલ્લેખ નથી. આથી કાળ-નિર્ણયમાં એ મુદ્દો ઉપયુક્ત નથી. બીજી બાજુ જોઈએ તો પ્રસ્તુત સિંહશૂર ક્ષમાશ્રમણ ગંધહસ્તિ સિદ્ધસેનની પ્રગુરુ છે. સિદ્ધસેન મહાન્ દિગંબર વિદ્વાન ભટ્ટ અકલંકદેવની કૃતિ—તત્ત્વાર્થવાર્તિક (પ્રાયઃ ઈસ્વી ૭૭૦-૭૫૦)~~થી પરિચિત હતા તેમ તેમની તત્ત્વાર્થાધિગમ-વૃત્તિ (પ્રાયઃ ઈસ્વી ૭૬૫-૭૭૫)થી જણાય છે. આથી સિંહશૂરની દ્વાદશારનયચક્રટીકાનો સમય વહેલો કરીને ઈસ્વી ૬૮૦-૬૯૦ના ગાળામાં સંભવી શકે અને સરાસરી મિતિ થોડી વહેલી માનીએ તો ઈસ. ૬૭૫ના અંક પર બેસી શકે. સિંહશૂરના પ્રશિષ્યની દીર્ઘ અને પરિપકવ ટીકાનો સમય આથી ઈ સ- ૭૬૦૭૭૦ના ગાળામાં ઠીક બેસે છે. ૧૮. નામ કલ્પિત પણ હોઈ શકે છે. ૧૯. બપ્પભટ્ટિનો જન્મ પ્રભાવકચરિત અનુસાર ઈસ્વી ૭૪૪નો છે. તેમણે ૭૫૧માં દીક્ષા લીધેલી, આમરાજનો પિતા યશોવર્મા ઈસ્વીસન્ ૭૫૨-૫૩ અરસામાં મૃત્યુ પામ્યો લાગે છે; તે પછી તરત જ ‘આમ’ ગાદી પર આવે છે. આમરાજ, જો તે બપ્પભટ્ટિની વયનો યા તેમનાથી એકાદ બે વર્ષ જ મોટો હોય તો, કાલગણનામાં કેટલાક વિસંવાદો ઊભા થાય છે. વિશેષમાં ‘આમ’ અને બપ્પભટ્ટિના સિદ્ધસેનસૂરિની વસતિમાં વીતેલ વર્ષોના જે પ્રસંગો વર્ણવ્યા છે તે પણ સત્ય ઘટનાને બદલે મધ્યકાલીન કિંવદંતીઓથી વિશેષ ન હોય. ८० ૨૦. જુઓ પ્ર. ૬. પૃ ૯૧. ત્યાં બપ્પભટ્ટિને તેડાવવાના ઉપલક્ષમાં એક પ્રાકૃત ગાથા ઉદ્ધૃત કરી છે. ૨૧. આ રાજગૃહ તે મગધ-સ્થિત ‘રાજગૃહ’ને બદલે રાજસ્થાનમાં અલ્વર ક્ષેત્રમાં આવેલ “રાજોરગઢ’’ હોવાનો પણ સંભવ છે. ૨૨. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રીએ પણ કંઈક આવું જ લખ્યાનું સ્મરણ છે, પણ કયાં, તેની સ્મૃતિ રહી ન હોઈ અહીં તેનો ઉલ્લેખ જરૂરી હોવા છતાં થઈ શક્યો નથી. ૨૩. See Mishra, Yasovarma., p. 42. ૨૪. આ વાતની શક્યતા ઘણી મોટી છે. ૨૫. કવિ વાક્પતિરાજ યશોવર્માના સમયમાં, રાજાનાં અંતિમ વર્ષોમાં, સભાકવિ હોઇ બપ્પભટ્ટિસૂરિ કરતાં વયમાં ઘણા મોટા હતા ! ૨૬. બપ્પભટ્ટિને લગતાં ચિરતો-કથાનકોની એમના કાળની ઉત્તર ભારતની રાજકીય પરિસ્થતિના પરિપ્રેક્ષ્યમાં વિગતવાર તુલના કર્યા બાદ જ કંઈક નિર્ણય થઈ શકે. ભદ્રેશ્વરની કહાવલિ (પ્રાયઃ ઈસ્વી ૯૭પ-૧૦૦)નો ઉત્તરભાગ વર્તમાને ઉપલબ્ધ નથી, સંભવતઃ તેમાં બપ્પભટ્ટિસૂરિ, શીલાચાર્ય, સિદ્ધર્ષિ, આદિનાં-હરિભદ્રસૂરિ પછીનાં-શ્વેતાંબર જૈન મહાપુરુષોનાં વૃત્તાન્તો હોય. આ ભાગ મળી આવે અને તેમાં જો બપ્પભટ્ટિસૂરિનું વૃત્તાન્ત દીધું હોય તો ગૂંચવાડામાંથી કંઈક રસ્તો શોધી શકવાની શક્યતા રહે. Page #106 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ ૮૧ ૨૭. કેમ કે પાછળ કહી ગયા તેમ, તેમની સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્રની બૃહદ્ઘત્તિમાં દાક્ષિણ્યાત્ય દિગંબર દાર્શનિક પંડિત અકલંકદેવના તત્ત્વાર્થવાર્તિકનો પરિચય વરતાય છે, પ્રસ્તુત ગ્રંથનો રચનાકાળ ઈસ્વી ૭૨૫-૭૫૦ના અરસામાં મૂકી શકાય તેમ છે. સિદ્ધસેન ગણિએ એ ગ્રંથો ઈસ્વી ૭૬૦ના અરસામાં જોયો હોવાનો સંભવ છે. ૨૮. અહીં લેખના અંતિમ ભાગમાં થયેલી ચર્ચામાં તત્સંબંધ મૂળ પાઠ ઉદ્ધત કર્યો છે, જે ત્યાં જોઈ લેવો. ૨૯. ગૃહીતiyતવવતા તથોર્નયજ્ઞાતસિંહવાહિની | शिवाय यस्मिन्निह सन्निधीयते क्व तत्र विघ्नाः प्रभवन्ति शासने ॥ હરિવંશપુરા, ૬૬, ૪૪ (રિવંશપુર, જ્ઞાનપીઠ મૂર્તિદેવી ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથ ૨૭, નવી દિલ્હી ૧૯૭૮,પૃ. ૮૦૯, ૬૬, ૪૪.) ૩૦. જેવાં કે બૃહગચ્છીય વાદીદેવસૂરિ, પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રસૂરિ, ચંદ્રકુલના શ્રીચંદ્રસૂરિ, ઇત્યાદિ આચાર્યો. ૩૧. બપ્પભટ્ટિના કેટલાક જીવનપ્રસંગો અંગેની જુદી જુદી મિતિઓ માટે જુઓ લેખાતે તાલિકા, ઉપર ચર્ચિત મિતિઓ સ્વીકારીએ તો બપ્પભટિનું આયુષ્ય ૯૫ને બદલે ૧૦૦ વર્ષનું હોવાનું ઘટે. ૩૨. જુઓ વિનયચંદ્રકૃત કાવ્યશિક્ષા, સં. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી L. D. Series No.3, અમદાવાદ ૧૯૬૪, મૃ. ૧. ૩૩. એજન, પૃ. ૧૦૯. 38.gal Catalogue of Palm-leaf Manusaipts in the śāntinātha Jain Bhandāra, Cambay, Pt. 2, GOs 149, Comp. Muni Punyavijaya, Baroda 1966, p. 351. ૩૫. શ્રી રૂપેન્દ્રકુમાર પગારિયાએ સ્વસંપાદિત પ્રસ્તુત કૃતિની નકલના પ્રશસ્તિ ભાગમાંથી આ ગાથા તારવી આપી છે. તેનો ઉપયોગ કરવા દેવા બદલ તેમનો આભારી છું. ૩૬. ત્યાં ટેકરી પરનું નેમિનાથનું મંદિર ૧૧મી સદી પૂર્વાર્ધનું છે. તેને લગતો પછીનો ઈ. સ. ૧૧૩૭નો તુલ્યકાલીન લેખ ત્યાંથી પ્રાપ્ત થયો છે. 39. सं. १२२७ वैशाख शु. ३ गुरौ नंदाणिग्रामेन्या श्राविक्या आत्मीय पुत्र लूणदे श्रेयोर्थं चतुर्विंशतिपट्टः कारिताः । श्री मोढगच्छे बप्पभट्टि संताने जिनभद्राचार्यैः प्रतिष्ठितः । (see Jain Inscriptions, pt., II, Comp. I Calcultta 1927, P. 157, Puran Chand Nahar, Ins. No. 1694. (આ ચોવિસવટો સમેતશિખર શ્વેતાંબર મંદિરમાં અવસ્થિત છે.) 36. Catalogue of Palm-leaf Manuscripts in the śāntinātha Jain Bhandara Cambay, Pt.2, G.0.S. No. 149, Comp. Muni Punyavijaya, Baroda 1966, p. 363. ૩૯. તિનક્ષમી , પ્રથમ ભાગ, સં. મુનિ લાવણ્યવિજય, અમદાવાદ ૧૯૨૫, પૃ. ૧૭. ૪૦. આ વિષયમાં એકાદ વણનોંધાયેલ કૃતિનો નિર્દેશ આગળની ચર્ચામાં કરીશું. નિ. એ. ભા૧-૧૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૪૧. “બપ્પભદિસૂરિ ચરિત,” p. . . ૮૯-૯૦. ૪૨. કૃતિ પ્રકાશિત થઈ ચૂકી છે. જુઓ Tarayana, Ed. H. C. Bhayani, Prakrit Text Series No. 24, Ahmedabad 1987. ૪૩. જુઓ ભાયાણી, “Introduction,” Tarayana, p. 11. 87. Tarayana, p. 4 Text Vs. 5. ૪૫. આ અંગે રાઘવન અને ઉપાધ્ધના ઉપયુક્ત સંદર્ભો સંબંધમાં જુઓ ભાયાણી, “Intro.” Tarayana, p. 8. ૪૬. આ સંબંધમાં વિશેષ ચર્ચા માટે જુઓ bid., pp. 8,9. ૪૭. જુઓ Tarayana, p. 5, vs. 9. ૪૮. Ibid., p. 72. ૪૯. એમાં નીતિપરક ઉપદેશ, કે જૈનદર્શનનાં સિદ્ધાંતો-મંતવ્યોનો ક્યાંયે નિર્દેશ નથી. બધી જ ગાથાઓ સંસારી ભાવ જ, ક્યાંક કૌતુકપૂર્વક, વ્યક્ત કરે છે. ૫૦. p. ૪. અને પ્ર. વો. જોવાં. ૫૧. સંભવ છે કે તારાગણના વિલુપ્ત વીસેક પઘોમાંથી ત્યાં કેટલાંક ઉફૅકિત થતાં હોય. આ સંબંધમાં ચર્ચા માટે જુઓ ભાયાણી, “Intro.”, p. 6. ૫૨. ચતુર્વિસ્તિવ, સં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, મુંબઈ ૧૯૨૬; આ સ્તુતિ પછીથી કોઈ કોઈ સ્તુતિ સંગ્રહમાં સમાવિષ્ટ થયેલી છે, પણ કાપડિયાની આવૃત્તિ વિસ્તૃત વિવેચનયુક્ત, સુપ્રસિદ્ધ, અને સરસ રીતે છપાયેલી હોઈ અહીં તેનો જ ઉલ્લેખ કર્યો છે. ૫૩. કાપડિયા, રા. સ્વ. “શિષ્ટ” ૫૪. શ્રી વિપકાવતી ૫, સં. સારાભાઈ મણિલાલ નવાબ, શ્રી જૈન સાહિત્યોદ્વારમાલા, પંચમપુષ્પ, અમદાવાદ ૧૯૩૭, પૃ. ૬૯-૭૦. ૫૫. સમગ્ર કૃતિ કાવ્યમય છે, પણ સ્થળ-સંકોચને કારણે એને પૂરેપૂરી ઉફૅકિત કરવાની લાલચ રોકવી પડી છે. પ૬. એજન. ૫૭. આ પ્રથા કેટલાક અન્ય સ્તુતિસંગ્રહોમાં પણ દૃષ્ટિગોચર થાય છે. આ છેલ્લું પદ્ય ઘણું જ સરસ છે, અને તેમાં બપ્પભટ્ટની વિશિષ્ટ પ્રૌઢી તેના સુંદરતમ સ્વરૂપે ખીલી ઊઠી છે. ૫૮, પરંતુ પાટણની સં૧૨૯૧ વાળી, પાછળ કથિત, પ્રતમાં તેને બદલે ગધરિત શબ્દથી શરૂ થતી કતિનું પદ્ય ટાંક્યું છે : યથા : ગધરિત-મધેનુ-વિતાન-ઋત્પન્નતે I नमदमराङ्गनावतंसार्चित-पादयुगे । प्रवचनदेवि देहि मह्यं गिरि तां पटुतां । नवितुमलं भवामि मन्दोऽपि यया भवतीम् ॥" Page #108 -------------------------------------------------------------------------- ________________ વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ (જુઓ અજ્ઞાતિનું પ્રવંતુEય, પૃ. ૫૪. સંદર્ભગત બંને પદ્યો કાં તો એક જ કૃતિમાંથી લેવાયાં હોય યા તો અલગ અલગ રચનાઓમાંથી. જો મૂળે જુદી જુદી કૃતિનાં હોય તો સૂરિની “સરસ્વતી’ સંબંધ આ એક વિશેષ કૃતિ ગણવી જોઈએ. બપ્પભક્ટિ પરમ સારસ્વત હોવા અતિરિક્ત સરસ્વતીના, એના એક દેવી-શક્તિ રૂપે, પરમ અનુરાગી અને ઉપાસક પણ હતા તે વાત પણ આથી સ્પષ્ટ બને છે. સરસ્વતી વિશે તેમણે આમ ચારેક તૃતિઓ રચેલી, જેમાં બે એક તો અમુકાશે માંત્રિક સાધના રૂપે બનાવી હતી.) પ૯ માંત્રિક સ્તોત્રો સંબંધમાં આવી કિંવદંતીઓ કોઈ કોઈ અન્ય દાખલાઓમાં પણ સાંભળવા મળે છે. ૬૦. p. ૫. પૃ. ૯૮, ગ્લો ૪૪૯-૪૫૦. અસલ પૂરી કૃતિ માટે જુઓ રૈનસ્તોત્રો , સં ચતુરવિજય મુનિ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૨૯, ૩૦. ૬૧. . ૨. ૧૦૫, શ્લોક ૬૧૭ - ૬૧૯. ૬૨. જુઓ . . . ., પૃ. ૬૭-૬૮, સ્તોત્ર દશ પદ્ય યુક્ત છે. ૬૩. અહીં ઉદ્ધત કરેલાં પડ્યો પ્રસ્તુત સ્થળેથી લીધેલાં છે. ૬૪. પૂરી કૃતિ માટે જુઓ સ્તુતિળિો (સંસ્કૃત ભાગ-૨), સં. વિજયભદ્રંકર સૂરિ, મદ્રાસ વિસં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨૭૭. ૬૫. આની ચર્ચા હું થોડા વિસ્તારપૂર્વક અન્યત્રે કરી રહ્યો હોઈ અહીં વિશેષ કહેવું છોડી દીધું છે. ૬૬. જેમ કે અહીં પ્રથમ પદ્યના દ્વિતીય ચરણમાં “મસ્થાપિમાં” છે તો શાંતિદેવતા સ્તુતિમાં સ્થાને શિત ST જેવા શબ્દો મળે છે. (‘પ્રેમ‘શબ્દ નિગ્રંથ સ્તુતિઓમાં બપ્પભટિની કતિઓ સિવાય જોવા મળતો નથી.) તેમના શારદાસ્તોત્રમાં દ્વિતીય પદ્યમાં TMધાનન-મvઉપનાર્તવી કહ્યું છે, તો નેમિનાથ સ્તુતિમાં અંબિકા માટે ચોથા પદ્યમાં સા મિનાથ પ્રભુપદમનોત્સÉ શૃંગારકી જેવી સમાન વર્ગ ઉપમાનો પ્રયોગ કર્યો છે. ૬૭. p. ૨. પૃ. ૮૪, શ્લો. ૧૪૦-૧૪૧. ૬૮. સન ૧૯૭૭માં કરેલા સર્વેક્ષણ દરમિયાન મેં તે સૌ ત્યાં જોયેલી. ૬૯. હાલમાં હું તેનું સંપાદન કરી રહ્યો છું. 90. A Descriptive Catalogue of Manuscrripts in the Jain Bhandars at Pattan, Vol.I, P. 316. ૭૧. પ્રસ્તુત અભિલેખ ઘણો પ્રસિદ્ધ હોઈ અહીં તેનો સંદર્ભ ટાંક્યો નથી. ૭૨. જુઓ શ્રીવતુપાનચરિત, શ્રી શાંતિસૂરિજૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પૃ. ૧૧૨, ૭,૨૬૪. ૭૩. જુઓ વિ. સી. , પૃ. ૧૮. ૭૪. એજન, પૃ ૧૯. ૭૫. ઉત્તર મધ્યકાળમાં શ્વેતાંબરોમાં જયકીર્તિ સરખાં નામો દેખા દે છે ખરાં. ૭૬. જૂનામાં જૂના પુરાવાઓ આકોટામાંથી મળી આવેલ છઠ્ઠા-સાતમા સૈકાની શ્વેતાંબર ધાતુ-પ્રતિમાઓમાં મળે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ८४ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ચિત્રસૂચિ - ૧. મથુરા, કંકાલીટીલા સ્તૂપમાંથી મળેલ અરિષ્ટનેમિ જિનની પ્રતિમા પ્રાયઃ ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ (ઈ. સ. ૭૭૦ આસપાસ.) ૨. ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથની મૂર્તિઓ ઉપરનો ખંડિત ભાગ. પ્રાયઃ ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. ૩. ગોપગિરિ કિલ્લાની આદિનાથની પ્રતિમા, પ્રાયઃ ૮મી શતાબ્દી ત્રીજું ચરણ. ૪. ગોપગિરિ, કિલ્લા ઉપરની ખંડિત જિનપ્રતિમા, પ્રાયઃ ઈસ્વી ૧૨૩૫. (સર્વ ચિત્રો American Institute of Indian Studies, Gurgaonના સૌજન્ય તથા સહાય દ્વારા પ્રકાશિત થાય છે.) Page #110 -------------------------------------------------------------------------- ________________ મથુરા, કંકાલિટીલા સ્તૂપમાંથી પ્રાપ્ત અરિષ્ટનેમિજિનની પ્રતિમા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ગોપગિરિ (ગ્વાલિયર), કિલ્લામાં પડેલ પાર્શ્વનાથ મૂર્તિ ઉપરનો ખંડિત ભાગ, પ્રાયઃ ઈસ્વી ૮મી શતી ઉત્તરાર્ધ. Page #112 -------------------------------------------------------------------------- ________________ D hani ગોપગિરિ કિલ્લાની આદિનાથની પ્રતિમા પ્રાયઃ ૮મી શતાબ્દી ત્રીજું ચરણ. Page #113 -------------------------------------------------------------------------- ________________ ગોપગિરિ કિલ્લાની ઉપરની ખંડિત- જિનપ્રતિમા, પ્રાયઃ ઈસ્વી ૧૨૩૫. Page #114 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ શ્વેતાંબર જૈન સંપ્રદાયના પ્રતિમાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિકૃત નિર્વાણકલિકાનું સ્થાન પ્રમાણભૂતતા તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ ઊંચું ગણાય છે. પ્રતિમાલક્ષણાદિ વિષય અનુલક્ષે, તેમજ બિંબપ્રતિષ્ઠા સંબદ્ધ અન્ય ઉપલબ્ધ મધ્યયુગીન જૈન સાહિત્યમાં, અને નિર્વાણકલિકામાં નિરૂપેલ ચોવીસ જિનના યક્ષ-યક્ષાદિ તેમ જ ષોડશ વિદ્યાદેવ્યાદિનાં સ્વરૂપ-લક્ષણ તથા પ્રતિષ્ઠાવિધિ વચ્ચે કેટલુંક પરિપાટીનું અને એથી વિગતવિષયક અંતર વરતાય છે; તો પણ નિર્વાણકલિકા ગ્રંથ ઉપલબ્ધ તમામ મધ્યકાલીન, જૈન વાસ્તુ એવં પ્રતિમાલક્ષણ-સાહિત્યથી, પ્રાચીન હોઈ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ (આ ઈ સ૰ ૭૦૦૭૭૦ કે ૭૮૫) પંચાશક અંતર્ગત કથેલ જૈન બિંબ-પ્રતિષ્ઠા-વિધિ પછી ક્રમમાં જો કોઈનું તરતનું સ્થાન હોય તો તે છે નિર્વાણકલિકાનું. પણ જેમ આચાર્ય ભદ્રબાહુ, કાલકાચાર્ય, તેમ જ મલ્લવાદિસૂરિ સંબંધમાં બન્યું છે તેમ ‘પાલિત્ત’ કિંવા ‘પાદલિપ્ત' અભિધાન ધરાવતા સૂરિઓ એકથી વિશેષ થઈ ગયા છે. સોલંકીયુગના અને પછીના પ્રબંધકારો-ચરિત્રકારોએ પાદલિપ્તસૂરિના જીવન-આલેખનમાં જનરંજક, ચમત્કારપૂર્ણ કિંવદંતીઓનો સંભાર ઠાંસવા ઉપરાંત ભિન્ન એવા, નોખા નોખા કાળે થઈ ગયેલા, ત્રણેક પાદલિપ્તસૂરિઓની ઐતિહાસિક જણાતી ઘટનાઓ નામ-સામ્યને કારણે ભેળવી મારી ભારે ગૂંચવાડો ઊભો કરી દીધો છે. સાંપ્રત શોધપ્રયાસો દ્વારા આમાંથી બેને તો અલગ તારવામાં સફળતા મળી છે; તદનુસા૨ કુષાણકાલીન આચાર્ય આર્ય નાગહસ્તિના શિષ્ય (ઈ. સ૰ની દ્વિતીય શતાબ્દી આખરી ચરણ અને ત્રીજી શતાબ્દી પ્રારંભ) એવં સુપ્રસિદ્ધ પ્રાકૃત તરંગવઈકહા(તરંગવતીકથા)ના સર્જક, તથા પ્રતિષ્ઠાનના કોઈ સાતવાહન રાજા(ઉપનામ ‘હાલ’, વા ‘કર્ણા')ના, અને પાટલિપુત્ર-સ્થિત મુરુRsરાજ(કુષાણોના શક મંડલેશ્વર)ના સમકાલિક, વૈનેયિકી બુદ્ધિ માટે પ્રશંસા પામેલ પાલિત્તસૂરિ, અને પ્રતિમાવિધિગ્રંથ નિર્વાણકલિકાના કર્ત્ત પાદલિપ્તસૂરિ એક ન હોઈ શકે તે તથ્ય હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. વસ્તુતયા આ હકીકત તો નિર્વાણકલિકાકારના ગ્રંથ-સમાપ્તિ સમયના ઉદ્ગારથી પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે. પ્રસ્તુત કૃતિકાર પાદલિપ્તસૂરિ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા ઃ યથા ઃ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीविद्याधरवंशभूषणमणिः प्रख्यातनामा भुवि । श्रीमत्सङ्गमसिंह इत्यधिपतिः श्वेताम्बराणामभूत् ।। शिष्यस्तस्य बभूव मण्डनगणिर्योवाचनाचार्य इत्युच्चैः पूज्यपदं गुणैर्गुणवतामग्रेसर: प्राप्तवान् ॥१॥ क्षान्तेः क्षेत्रं गुणमणिनिधिस्तस्य पालिप्तसूरिर्जातः शिष्यो निरुपमयशःपूरिताशावकाशः ॥ विन्यस्तेयं निपुणमनसा तेन सिद्धान्तमन्त्रा ण्यालोच्यैषा विधिमविदुषां पद्धतिर्बोधिहेतोः ॥२॥ અહીં પુરાતન આર્ય નાગહસ્તિનું ગુર-રૂપેણ નામ નથી. પાદલિપ્તસૂરિનું ચરિત જેમાં સમાવિષ્ટ છે તે પ્રભાવકચરિતના કર્તા રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮) નિર્વાણકલિકાકારની ઉપર્યુક્ત પ્રાંતપુષ્પિકાથી, અને એથી પાદલિપ્તસૂરિના ગુરુકમથી, અજ્ઞાત નહોતા. વાતનો મેળ ખવડાવવા, વિસંગતિ દૂર કરવા, તેમણે પ્રસ્તુત સંગમસિંહસૂરિને આર્ય નાગહસ્તિના ગુરુબંધુ ઠરાવી દીધા અને બાળવયમાં દીક્ષિત પાલિત્તનો સંગમસિંહ-શિષ્ય મંડનગણિ પાસે ઉછેર પણ કરાવ્યો ! પહેલી વાત તો એ છે કે ઈસ્વીસની આરંભિક સદીઓમાં “સિંહાંત' નામો પડતાં નહીં. આવાં નામો મધ્યયુગ, પ્રાઝ્મધ્યયુગ, અને અનુગુપ્ત કાળમાં જ ખાસ તો મળે છે. એ જ પ્રમાણે શિષ્યોને આગમોની વાચના દેનાર આચાર્યો પ્રાચીન કાળ (અને પાંચમા શતક સુધી તો) “વાચક” કહેવાતા, “વાચનાચાર્ય” નહીં; બન્ને ઉપાધિઓનો અર્થ અસલમાં એક જ હોવા છતાં. ઈસ્વીસની ચોથી-પાંચમી શતાબ્દીથી “વાચક” અતિરિક્ત, ને ઘણી વાર એને સ્થાને, “ક્ષમાશ્રમણ” શબ્દ વ્યવહૃત થયેલો; અને એના પર્યાય “વાચનાચાર્ય” અભિયાનનો પ્રાપ્ત થતો સૌ પહેલો ઉલ્લેખ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા પ્રતિષ્ઠિત આકોટાની બે ધાતુ-પ્રતિમાઓ (આ. ઈ. સ. ૫૭૫) પર અંકિત થયેલો છે. નિર્વાણકલિકા વૃદ્ધ પાદલિપ્તસૂરિના સમયથી તો ઘણી અર્વાચીન હોવાનું સૌથી પ્રબળ પ્રમાણ તેની અંદર અપાયેલ વસ્તુના પરીક્ષણ પરથી મળી રહે છે. તીર્થકરોના યક્ષ-યક્ષિાદિનો, તેમજ (તાંત્રિક પ્રભાવથી ઉદ્ભવેલ) સોળ વિદ્યાદેવીઓનો વિભાવ અનુગુપ્ત કાળથી, ઓછામાં ઓછું બપ્પભટ્ટસૂરિના સમયથી (ઈસ્વીસનની ૮મી સદીના ઉત્તરાર્ધ અને ૯મીના પ્રથમ ચરણથી) લઈ ધીરે ધીરે આકાર લેતાં લેતાં પ્રાફમધ્યકાળમાં, અને વિશેષે મધ્યયુગના આરંભે સ્પષ્ટ બનેલો. કુષાણકાળમાં, એટલે કે આદિ પાદલિપ્તના સમયમાં, જિનના યક્ષ-યક્ષિીની કલ્પના ઉપસ્થિત હોવાનાં કોઈ જ સાહિત્યિક, આભિલેખિક, કે પુરાતત્ત્વીય પ્રમાણો નથી. આગમોમાં તો શું પણ પછીની ઉપલબ્ધ આગમિક વ્યાખ્યાઓમાં-નિર્યુક્તિ-ભાષ્યાદિમાં-કે Page #116 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ નાગૅદ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (આઈસ૪૭૩) અને સંઘદાસગણિના વસુદેવહિપ્પી (છઠ્ઠ શતક) સરખી વિસ્તૃત અને સમૃદ્ધ કથાઓમાં પણ આવી યોજનાના કોઈ સ્પષ્ટ નિર્દેશ મળતા નથી. વિધિવિધાનમાં ગ્રંથકર્તાએ જે તાંત્રિક રંગના મંત્રોનો પણ પ્રયોગ કર્યો છે તે વાત પણ ગ્રંથ પ્રાચીન હોવાનો––આદિ પાદલિપ્તસૂરિએ રચ્યો છે તેવી વાતનો— સર્વથા અપવાદ કરે છે. નિર્વાણલિકા ગ્રંથ અન્ય કેટલાક મુદ્દાઓ સાથે આ કારણસર પણ પ્રાચીન યુગમાં લખાયો હોવાનું સંભવતું નથી. આ ગ્રંથના દઢતર, સંભાવ્ય તેમ જ સ્વીકાર્ય સમય-વિનિર્ણય અંગે અહીં આગળ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું. તે પહેલાં સાંપ્રત વિષય અનુષંગે ઉપસ્થિત થતા બીજા કેટલાક પ્રશ્નો, જેનો ઉત્તર મેળવવો હજુ બાકી છે, તે વિશે જોઈ જવું જરૂરી છે. જેમકે : ૧) ખગોળવિદ્યાના શ્વેતાંબર જૈન આગમિક ગ્રંથ જ્યોતિષકરડક રચનાર પાલિત્તસૂરિ કોણ ? તરંગવતીકાર ? નિવણકલિકાકાર ? કે પછી કોઈ ત્રીજા જ પાદલિપ્તસૂરિ ? પ્રાથમિક દૃષ્ટિએ જોતાં મને લાગે છે કે જ્યોતિષકરંડકકાર અને તરંગવતીકાર એક હોઈ શકે; અને એ કારણસર નિર્વાણકલિકાકારથી ભિન્ન માનવા ઘટે. આગમોમાં “પ્રકીર્ણક” વર્ગમાં મુકાતા જ્યોતિષકરડક ગ્રંથને એની શૈલીનાં લક્ષણો પરથી તે ઈસ્વીસન્ના બીજા ત્રીજા સૈકા જેટલો પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય તો પ્રાકૃત ભાષાના તજજ્ઞો અને આગમિક શૈલીના અધ્યેતાઓ કરી શકે. આ ગ્રંથ દિનકરપ્રજ્ઞમિ પુરાતન સૂર્યપ્રજ્ઞમિ(ઈ. સ. પૂ. બીજી-પહેલી શતાબ્દી)ના આધારે રચાયો હોવાની કબૂલાત તેના આરંભમાં જ કરવામાં આવી હોઈ તે સ્પષ્ટતયા તે પછીની રચના છે. જ્યોતિષકરણ્ડક પર શિવગંદી વાચકે કરેલી પ્રાકૃત “વૃત્તિ પણ હવે ઉપલબ્ધ બની છે, જે જૈનાગમો પરની અદ્યાવધિ મળી આવેલી પ્રાકૃત વૃત્તિઓમાં સૌથી પ્રાચીન માનવી ઘટે; અને તે પાંચમા-છઠ્ઠા શતક બાદની તો નહીં જ હોય કેમકે “શિવનંદી” સરખાં નંદ્યાત નામોનો પ્રચાર કુષાણ અને અનુકુષાણ કાળ પછી ઉત્તરાપથના નિર્ઝન્થ સંપ્રદાયોમાં નહોતો રહ્યો : અપવાદ રૂપે અલબત્ત ઉચ્ચનગર શાખાના તત્ત્વાર્થાધિગમસૂત્રકાર વાચક ઉમાસ્વાતિના ગુરુ “ઘોષનંદિ” ક્ષમણ (આ. ઈસ્વી. ચોથી શતાબ્દી પૂર્વાર્ધ) ગણાવી શકાય. બીજી બાજુ દક્ષિણમાં યાપનીય તેમ જ દિગંબર સંપ્રદાયના મુનિઓમાં નંદ્યાત નામધારી ઘણા મુનિઓનો ઉલ્લેખ પાંચમા-છઠ્ઠા શતકના અભિલેખોમાં (અને તે પછી પણ), તેમ જ તેમની આગમવત્ અને અન્ય રચનાઓમાં મળી આવે છે. (વૃત્તિકાર શિવનંદી વાચક કાં તો શ્વેતાંબર આમ્નાયની ઉચ્ચસ્નગર શાખામાં, કે કદાચ યાપનીય સંઘમાં થયા હોય.) અન્યથા વૃત્તિની નિરૂપણ-શૈલી આગમો પરના છઠ્ઠા શતકમાં લખાયેલાં ભાષ્યોના અને પ્રાચીનતમ ચૂર્ણિઓની સરાસરી ગદ્ય-લેખન જેવી હોવાનો ભાસ જરૂર કરાવે છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ ગ્રંથ અને વૃત્તિ સંબંધમાં ૧૨મા શતકથી ચાલતો આવતો એક સંભ્રમ આ ટાંકણે દૂર કરવો જરૂરી બની જાય છે. જ્યોતિષકરણ્ડકના સંસ્કૃત-વૃત્તિકાર મલયગિરિ આ ગ્રંથને વલભીના કોઈ ચિરંતન પૂર્વાચાર્યની રચના માનતા હોવાનું અને તે પરની વૃત્તિને પાદલિપ્તસૂરિની રચના માનતા હોવાનું જણાય છે. મલયગિરિના આવા વિધાનથી મોહનલાલ મહેતાએ પણ એવું જ સૂચન કર્યું છે, પણ મુનિ પુણ્યવિજયજીને ખંભાત તેમજ જેસલમેરના ભંડારોમાંથી પ્રાપ્ત થયેલી પ્રતોની અંતિમ ગાથાઓને આધારે તો મૂળ જ્યોતિષકરડક ગ્રંથ પાદલિપ્તસૂરિની રચના હોવાનું સ્પષ્ટ થાય છે. ૨) પ્રભાવકચરિતકાર પાદલિપ્તસૂરિ પર કાલજ્ઞાન નામક જ્યોતિષ ગ્રંથનું કર્તૃત્વ આરોપિત કરે છે. કહેવાય છે કે આ ગ્રંથ હાલ અનુપલબ્ધ છે. મને લાગે છે કે જ્યોતિષકરણ્ડક જ આ કાલજ્ઞાન ગ્રંથ છે; પ્રસ્તુત મૂલ-ગ્રંથની ઉત્થાનિકામાં બે વાર આવતા “કાલજ્ઞાન” શબ્દ પરથી એને કાલજ્ઞાન એવું અપહરનામ મળી ગયું હોય : (જુઓ પાદટીપ ૧૧). જે હોય તે; મૂલકાર પાલિત્તસૂરિ વૃત્તિકાર શિવગંદી વાચકથી અગાઉ થઈ ગયા છે તેટલી વાત તો ચોક્કસ; અને આથી પ્રથમ દૃષ્ટિએ તેમને કુષાણકાળના પાલિત્તસૂરિથી અભિન્ન માની શકાય. ૩) શત્રુંજય પર જિન વીરની પ્રતિષ્ઠા સમયે પાલિત્તસૂરિએ ગાથારૂપેણ ગાતાજુઅલેણ” શબ્દોથી આરંભાતી વિદ્યાગર્ભિત સ્તુતિ રચી હોવાનું પ્રભાચંદ્રાચાર્ય કહે છે. નિર્વાણકલિકાના સંપાદક (સ્વ) મોહનલાલ ભગવાનદાસ ઝવેરીએ અનુપલબ્ધ મનાતી આ વિરલ રચના પોતાની અંગ્રેજી પ્રસ્તાવનામાં ઉફ્રેંકી છે": યથા : गाहा-जुअलेण जिणं मय-मोह-विवज्जियं जियकसायं । थो(स्)सामि ति-संझाए तं निस्संगं महावीरं ॥१॥ सुकुमार-धीर सोमा रत्त-किसिण-पंडुरा सिरिनिकेया । सीयंकुसगहभीरू जल-थल-नह मंडला तिन्नि ॥२॥ न चयंति वीरलीलं हाउं जे सुरहि-मत्त-पडिपुन्ना । पंकय-गयंद-चंदा लोयण-चक्कम्मिय-मुहाणं ॥३॥ एवं वीरजिणंदो अच्छरगण-संघ-संथुओ भयवं । पालित्त-यमय-महयो दिसउ खयं सव्वदुरियाणं ॥४॥ આ નાનકડી કૃતિના રચયિતા પાલિત્તસૂરિ કોણ? પ્રસ્તુત ગાથાદ્વયનાં છંદોલય તેમ જ સંરચના અને કવિત-લક્ષણ જોતાં તે તરંગવતીકાર પાલિત્તના સમય જેટલી પુરાણી રચના જણાતી નથી. (શૈલી કંઈક અંશે ““ઉવસગ્ગહર” સ્તોત્ર, પ્રાયઃ નવમી-દસમી શતાબ્દીનું સ્મરણ કરાવે છે.) વળી જિનવીરનું મંદિર ઈસ્વીસની બીજી શતાબ્દી જેટલા પુરાતન કાળે Page #118 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ શત્રુંજયગિરિ પર હોવાના ક્યાંયથીયે નિર્દેશ મળતા નથી*. વિશેષમાં પ્રસ્તુત ગાથાયુગલમાં શત્રુંજયનો ઉલ્લેખ પણ નથી. જ્ઞાતાધર્મકથાંગ અને અંતકૃતદશાંગ (બન્ને વલભી પ્રથમ વાચનાના સમયના, એટલે કે ઈસ્વીસન્ની ચોથી સદીના મધ્યભાગના) આગમોમાં તો શત્રુંજય કિંવા પુંડરીકપર્વત પાંડવોની અને અરિષ્ટનેમિના કેટલાક શિષ્યોની નિર્વાણભૂમિ હોવાની કથાઓ છે૭. અને ઉપલબ્ધ નિર્યુક્તિઓ, ભાષ્યો, કે ચૂર્ણિઓમાં શત્રુંજયને તીર્થની સંજ્ઞા દીધી નથી, કે નથી ત્યાં કોઈ જિનાલયના અસ્તિત્વની નોંધ. નિર્વાણકલિકાથી તો ઉપર ઉદ્ભકિત સ્તુતિ પ્રાચીન હોવાનો ભાસ અલબત્ત થાય છે. સંભવતયા પાદલિપ્તસૂરિ દ્વિતીયની આ રચના હોવી જોઈએ; મોટે ભાગે મૈત્રકકાળના ઉત્તરાર્ધની હોવાનો સંભવ છે. ૮૯ ૪) ભદ્રેશ્વરસૂરિની કહાવલિ(પ્રાયઃ ઈસ્વી ૯૭૫-૧૦૦૦)માં, તેમ જ પછીના પ્રબંધોમાં કથિત શત્રુંજય, ઉજ્જન્ત-ગિરિનગર, ઢંક(ઢાંક), અને મથુરાની યાત્રા કરનારા, અને મણખેડ(પુરાણા માન્યખેટક, હાલના મડખેડ)માં ‘‘કૃષ્ણ-ભૂભૃત’”ની મુલાકાત લેનાર૯ પાદલિપ્તસૂરિ કોણ ? પ્રતિષ્ઠાન-નગરમાં સાતવાહન રાજાને (બીજી સદીમાં) મળનાર અને જેમની કેટલીક પ્રાકૃત ગાથાઓ સાતવાહન રાજા ‘‘હાલ”ના ગાથાસપ્તશતીમાં સંગૃહીત થઈ છે તે (તરંગવતીકાર) પાલિત્તસૂરિ તો ન જ હોઈ શકે. માન્યખેટ રાજધાની રૂપે રાષ્ટ્રકૂટ સમ્રાટ નૃપતંગ અમોઘવર્ષ પ્રથમનાં આરંભિક વર્ષોમાં (આ ઈ. સ. ૮૧૪-૮૨૦) કે તેથી થોડું પૂર્વમાં બની; અને આ કારણસર પ્રબંધકથિત કૃષ્ણરાજ તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ દ્વિતીય (ઈ. સ. ૮૭૮-૯૧૪) અથવા તો કૃષ્ણ તૃતીય (ઈ. સ. ૯૩૯-૯૬૭) એમ એ બેમાંથી એક હોઈ શકે. આથી સાતમી શતાબ્દીમાં થઈ ગયા હશે તે દ્વિતીય પાલિત્તસૂરિ પણ આ પાલિત્તસૂરિ ન હોઈ શકે. આ તૃતીય પાલિત્તસૂરિ તે નિર્વાણકલિકાના રચયિતા પાદલિપ્તસૂરિ હોવાનો સંભવ છે. (મથુરા, શત્રુંજય, ગિરનાર, અને ઢાંકની યાત્રાએ જનાર પાલિત્તસૂરિ વિશે આગળ વિચારીશું.) ૫) આગમિક પ્રકીર્ણકોમાં ગણાતા પુંડરીકપ્રકીર્ણક અપરનામ સારાવલિપ્રકીર્ણકના રચિયતા પણ કોઈ પાદલિપ્ત સૂરિ હોવાનું પરોક્ષ પ્રમાણ છે. પ્રસ્તુત કલ્પની વસ્તુ તથા વિગત તેમજ તેના આત્યંતિક પૌરાણિક, તીર્થમાહાત્મ્ય પૌરાણિક, તીર્થમાહાત્મ્ય તરબોળ રંગઢંગ જોતાં તેના કર્તા પાદલિમ તે તૃતીય પાલિત્તસૂરિથી અભિન્ન હોવા ઘટે૧. વજસ્વામી (દ્વિતીય) કૃત શત્રુંજયલઘુકલ્પ (પ્રાયઃ ઈ. સ. ૧૦૩૨-૩૩)૨૨, જિણાયશનું પુંડરીકગિરિસ્તવન (આ ઈ. સ. ૧૧મી શતાબ્દી, હેમચંદ્રસૂરિનું શત્રુંજયાષ્ટક (આ ઈ. સ. ૧૧૨૭ વા ૧૧૫૫) તેમ જ તપાગચ્છીય ધર્મકીર્તિ ગણિનો બૃહદ્શત્રુંજયકલ્પ (આ ઈ. સ. ૧૨૬૪)૨૪ પણ પાલિત્તસૂરિની ઉપર્યુક્ત પ્રકીર્ણક કૃતિના ઋણી છે. અને જિનપ્રભસૂરિનો કલ્પપ્રદીપ અંતર્ગતનો વિખ્યાત ‘‘શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ / ઈ સ ૧૩૨૯)૨૫ ઉપર્યુક્ત સૌ રચનાઓના આધારે નિ ઐ ભા. ૧-૧૨ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ રચાયો છે. ૭) પ્રભાવક ચરિતકાર પ્રશ્નપ્રકાશ નામક ગ્રંથનું કર્તૃત્વ પણ પાદલિપ્તસૂરિ પર આરોપિત કરે છે. ગ્રંથ આજે ઉપલબ્ધ નથી; પણ ગ્રંથાભિધાન “પ્રકાશાંત” હોઈ ગ્રંથ બહુ પ્રાચીન હોવાની વાત સંદેહપ્રદ બની જાય છે. આવો કોઈ ગ્રંથ પાદલિપ્તસૂરિએ રચ્યો હોય તો તે ત્રીજા પાદલિપ્તસૂરિનો હોવો જોઈએ. “પ્રશ્નને લગતો ગ્રંથ હોઈ તેનો વિષય નિમિત્ત વિદ્યા હશે. પાલિતાણા–પ્રાચીન પાલિત્તાનક–અભિધાન સ્પષ્ટતયા “પાલિત્ત' પરથી નીપજેલું છે. “આનક' પ્રત્યય ધરાવતાં ગ્રામનામો વ્યક્તિઓ કે વિશેષનામો પરથી પડ્યાનો સંભવ દર્શાવતા મૈત્રક-અનુમૈત્રક દાખલાઓ છે. બીજી નોંધનીય વાત એ છે કે કોઈ બૌદ્ધ વા બ્રાહ્મણીય સ્રોતમાંથી “પાલિત્તાનક' નામની ઉત્પતિનો ખુલાસો કરતા નિર્દેશો હજી સુધી મળી આવ્યા નથી. પણ ઉપર ચર્ચિત ત્રણમાંથી કયા પાલિત્તસૂરિના નામ પરથી પાલિતાણા ઊતરી આવ્યું હશે? કુમારપાલપ્રતિબોધ (અસલી નામ જિનધર્મપ્રતિબોધ) તો પોતાને આકાશગમન સહાયભૂત રસ-લેપમાં ખૂટતી ક્રિયાનું જ્ઞાન કરાવનાર પાલિત્તસૂરિના નામ પરથી અહેસાનમંદ સિદ્ધ નાગાર્જુને પાદલિપ્તપુર વસાવ્યાનું કહે છે : અને આ અનુશ્રુતિને સમર્થને એથી પૂર્વના ગ્રંથ રાજગચ્છીય સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ- (સં. ૧૨૪૧ | ઈસ. ૧૧૮૫)માં મળે છે; જો કે કદાચ આથીયે પહેલાં રચાયેલ “પાદલિપ્તસૂરિચરિત”, જેની સં૧૨૯૧/ઈ. સ. ૧૨૩૫ની હસ્તપ્રત મળી છે તેમાં ૯, અને ભદ્રેશ્વરસૂરિની કહાવલિ(પ્રાયઃ ઈ. સ. ૯૭પ૧૦૦૦)માં તો તે અનુશ્રુતિ નોંધાયેલી નથી. આથી પ્રભાચંદ્રાચાર્ય પાસે તેમ જ સોમપ્રભાચાર્ય સમક્ષ કોઈ અન્ય સાધન હશે. પાલિત્તાનકનો રાષ્ટ્રકૂટ લાટેશ્વર ગોવિંદરાજ તૃતીય પ્રભુતવર્ષના દેવળીના વસં. ૫00 | ઈ. સ. ૮૧૮-૮૧૯ના તામ્રપત્રમાં ઉલ્લેખ હોઈ”તેની સ્થાપના તે કાળ પૂર્વે થઈ ચૂકેલી તે નિર્વિવાદ છે; નિર્વાણકલિકાકાર પાદલિપ્ત આ મિતિથી (આગળ જોઈશું તેમ) પોણોસો-સોએક વર્ષ બાદ થયા હોઈ તેમના નામથી તો પાલિત્તાનક અભિધાન પડ્યું નથી તેટલી વાત તો ચોક્કસ. એ જ રીતે આદિ પાલિત્તસૂરિના નામ પરથી, પછીથી એમના સ્મરણ રૂપે પણ તે પડ્યું હોવાનો સંભવ નથી. શત્રુંજયની તીર્થરૂપેણ કોઈ ખ્યાતિ મૈત્રક કાળના ઉત્તરાર્ધ પહેલાં નહોતી. કે નથી મળતો આદિ પાદલિપ્તસૂરિનો શત્રુંજયાચલ સાથે સંબંધ સૂચિત કરતો કોઈ પ્રાચીન સંદર્ભ યા ઉલ્લેખ; અને આનકાંત ગ્રામાભિધાનો મૈત્રયુગ પૂર્વેના સ્રોતોમાંથી એકાદ અપવાદ સિવાય મળી આવતા નથી એમ ભાષાવિદ્ પ્રા. હરિવલ્લભ ભાયાણી સપ્રમાણ માને છે. પ્રાપ્ય મૈત્રક તામ્રશાસનોમાં તો પાલિત્તાનકનો ઉલ્લેખ નથી અને સંભવ છે કે આ ગામનું તોરણ ઉત્તર મૈત્રક કાળમાં ક્યારેક બંધાયું હોય, બીજી બાજુ છેલ્લા પાંચેક મૈત્રક રાજાઓનાં તામ્રપત્રો પણ પ્રમાણમાં જૂજવાં મળ્યાં છે; એટલે પાલિત્તાનકનો ઉલ્લેખ થયો હોય તેવાં ઉત્તરકાલિક મૈત્રક Page #120 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ ૯૧ તામ્રપત્રો હશે તો તે હજી હાથ લાગ્યાં નથી. ઉપલબ્ધ મુદ્રિત સાહિત્યમાં જોઈએ તો પાલિત્તાનકની સ્થાપના અંગેની કથામાં પ્રભાચંદ્ર તેમજ તેમનાથી ૯૨ વર્ષ પૂર્વે સોમપ્રભાચાર્ય તે શહેર નાગાર્જુને વસાવ્યાનું કહે છે. નાગાર્જુન માટે સોમપ્રભાચાર્યે “ભિખુ” શબ્દનો પ્રયોગ કર્યો છે, જે એમનું બૌદ્ધત્વ સૂચિત કરે છે. ઢાંક સાથેનો તેમનો પ્રભાવકચરિતમાં નિર્દેશેલ સંબંધ પણ સૂચક છે કેમકે અઢી દાયકા પૂર્વે ડૉ. હરિલાલ ગૌદાનીને, ત્યાંથી સાતમા શતકના આરંભની બૌદ્ધ મૂર્તિઓ જડી આવેલી અને બન્ને ઢાંકને બદલે ગિરિનગરમાં મળ્યા હોય તો સાતમા શતકમાં ત્યાં મહાયાન બૌદ્ધો સારી સંખ્યામાં હોવાનું પ્રસિદ્ધ ચીની બૌદ્ધ મુનિ-યાત્રી શ્યન ચાંગનું કથન છે (આ. ઈ. સ. ૬૪૨)૨૭. પ્રસ્તુત નાગાર્જુન “રસસિદ્ધ' હોઈ તેઓ ઈસ્વીસનની બીજી શતાબ્દીના અરસામાં થઈ ગયેલા પ્રસિદ્ધ મહાયાન દાર્શનિક નાગાર્જુન નહીં પણ ઉત્તરકાલીન મહાયાન સંપ્રદાયના— વજયાનના પ્રારંભથી અતિ દૂર નહીં એવા કોઈ-ભિક્ષુ હોઈ શકે છે. (બૌદ્ધોમાં નાગાર્જુન નામધારી એકથી વિશેષ આચાર્યો થઈ ગયા છે.) બીજી બાજુ પાદલિપ્તસૂરિ પણ ઢાંક તેમ જ ગિરિનગર ગયેલા એવું કહાવલિથી માંડી પ્રભાવકચરિત સુધીના જૈન મધ્યકાલીન ચરિત્રકથા સાહિત્યમાં નોંધાયેલું છે. (ઢાંકમાં છઠ્ઠી-૭મી સદીની શરૂઆતમાં મૂકી શકાય તેવી જૈન ગુફાઓ છે.) અને પ્રબંધોનાં વર્ણનો પરથી તો પાદલિપ્તાચાર્યનાં પણ મંત્ર-તંત્ર તરફની રુચિ અને કીમિયાઓનો શોખ સિદ્ધ નાગાર્જુનથી ઉતરે એવાં હોય તેવું લાગતું નથી ! (બન્નેની મિત્રતા પણ એ જ કારણે થઈ હશે !) પાલિત્તાનકની સ્થાપના શિષ્યભાવે (કે મૈત્રીભાવે) જો સિદ્ધ નાગાર્જુને કરેલી હોય તો તે સાતમા શતકમાં, મોટે ભાગે એના ઉત્તરાર્ધમાં, થઈ હોવી જોઈએ. આદિ પાલિત્તસૂરિની જેમ આ બીજા પાલિત્તસૂરિ પણ જૈનાગમો આદેશિત કઠોર મુનિચર્યાનું અનુશીલન કરતા હોવાનું જણાતું નથી. હકીકતે આ દ્વિતીય પાલિત્ત તો ચૈત્યવાસી પરંપરાના જૈન યતિ હોવાની સ્પષ્ટ છાપ ઉપસાવે છે; પણ શિથિલાચાર હોવા છતાંયે પોતે જ ઊઠીને પોતાના નામથી ગામ વસાવવા જેટલી ધૃષ્ટતા આચરે તેવો સંભવ ઓછો છે. આથી નાગાર્જુને પાલિતાણા વસાવ્યાની અનુશ્રુતિ કાઢી નાખવા જેવી નથી. પાલિતાણાની પ્રાચીનતા ઈ. સ. ૮૧૮-૮૧૯વાળા ઉલ્લેખથી આગળ લઈ જઈ શકાય તેવું એક આડકતરું પ્રમાણ ઉપલબ્ધ છે. ઉદ્યોતનસૂરિની કુવલયમાલાકહા(સં. ૮૩૫ | ઈ. સ. ૭૭૯)માં શત્રુંજયગિરિ પરનાં સિદ્ધો (સિદ્ધાયતનો)ની વંદનાર્થે જતા ચારણનો ઉલ્લેખ આવે છે. ગિરિ પરના તે સમયના મંદિરો વિશે વિચારીએ તો મુખ્યત્વે તે જિન વીર, યુગાદિદેવ, અને શાંતિનાથનાં હશે અને તેની સ્થાપના કુવલયમાલાકારના કાળ પૂર્વે થઈ ચૂકેલી એટલું તારવી શકાય. પ્રભાવકચરિતકાર આમાંથી જિન વીરના મંદિરનું નિર્માણ નાગાર્જુન પર આરોપિત કરે છે; અને પાદલિપ્તસૂરિએ અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા કરી તેમ Page #121 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કહે છે, જે ઋષભદેવ અને શાંતિનાથનાં હોવાં જોઈએ. ગિરિસ્થિત આ મંદિરોની યાત્રાએ જનાર યાત્રીઓના વિશ્રામ અને ભોજનાદિ વ્યવસ્થા માટે નીચે તળેટી સમીપ ગામનો આશરો વ્યાવહારિક આવશ્યકતાની સીમામાં હોઈ વિશ્વાસનીય છે. આથી પાલિતાણા પણ ઈ. સ. ૭૭૯થી પહેલાં વસી ગયું હશે જ. આમ સમગ્ર રીતે જોતાં કહાવલિમાં જે પાલિત્તસૂરિ ઢાંક, ગિરિનગર અને શેત્રુજાની જાત્રાએ ગયાની વાત આવે છે તે આ સિદ્ધ નાગાર્જુનના સમકાલિક દ્વિતીય પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હોઈ શકે છે. (પ્રસ્તુત સૌરાષ્ટ્રવાસી નાગાર્જુન સંબંધમાં જૈન દંતકથાઓ સિવાય વિશેષ હકીકત અદ્યાવધિ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત નથી. ગુજરાત-સ્થિત બૌદ્ધોનું સાહિત્ય લાંબા કાળથી વિનષ્ટ થયું છે. પણ પાછળ કહ્યું તેમ ઢાંકમાંથી ૭મી સદીની બૌદ્ધ પ્રતિમાદિ અવશેષો ઢાંકમાંથી ડૉ. હરિલાલ ગૌદાનીને મળી આવ્યા હતા. એટલે ત્યાં મહાયાનિક કોઈક સંપ્રદાયનું બેસણું હતું એટલું ચોક્કસ. ઉપરના બન્ને પાદલિપ્તાચાર્યોથી ભિન્ન એવા નિવણકલિકાકારનો, એટલે કે તૃતીય પાલિત્તસૂરિનો, સમય એક કોયડો છે. નિર્વાણકલિકાનો સમય-વિનિશ્ચય થઈ શકે તો ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષો પણ વિશેષ સ્થિર બની શકે. કલેતિહાસકાર વિદ્વર્ય ડૉ. ઉમાકાંત શાહનું કથન છે કે શત્રુંજય પરની સં. ૧૦૬૪ ઈ. સ. ૧૦૦૮ની પ્રતિષ્ઠામિતિવાળા પુંડરીકસ્વામીના આસન લેખમાં કહેલ વિદ્યાધર કુલના સંગમસિદ્ધ મુનિ (જના નિર્વાણ નિમિત્તે પ્રસ્તુત પ્રતિમાનું નિર્માણ થયેલું તે) અને નિર્વાણકલિકાકારના પરમ ગુરુ, વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિ અભિન્ન હોઈ શકે. આથી નિર્વાણકલિકાની રચના ૧૧મી શતાબ્દીમાં થઈ હોવી ઘટે. નિર્વાણકલિકામાં ઉલિખિત વાસ્તુ-પરિભાષાદિના અવલોકન સમયે મેં તેનો અગાઉ રચનાકાળ ૧૧મી શતાબ્દીનો સૂચવેલોપ. પરંતુ કૃતિની ભાષા ધારાવાહી, વિશદ, અને પ્રાણવાન છે; અને શૈલી તેમ જ વાક્યરચનાના ઢંગ અને ઢાંચા એકંદરે મધ્યયુગના ઉપલબ્ધ જૈન દૃષ્ટાંતોથી પુરાતન જણાય છે. જો કે તેમાં પંચાશકનો પ્રભાવ હોઈ હરિભદ્રસૂરિ બાદની રચના છે. તેમાં અપાયેલ યક્ષયક્ષાદિનાં વર્ણનોમાં અષ્ટભુજ ચક્રેશ્વરી આદિ દિગંબર પરંપરામાં એલાપુર(ઈલોરા)ની છોટા કૈલાસ નામક એકશૈલ મંદિર(નવમું શતક)થી મળવા લાગે છે. (એકંદરે ગ્રંથની તત્સંબદ્ધ કેટલીક વિગતો અને પ્રતિમાવિધિનો પ્રાફમધ્યકાલીન શ્વેતાંબર તેમ જ પ્રારંભિક મધ્યકાલીન દિગંબર પરંપરાની સમીપ જાય છે.) આથી આ અનુલક્ષે વિશેષ પરીક્ષણ કરી, નિર્વાણલિકાનો સમય દૃઢ અને સાંકડી સીમામાં આવી શકે તો તે વિશે અહીં યત્ન કરી જોવા વિચાર્યું છે. આ સમસ્યાના ઉકેલમાં “સંગમસિંહસૂરિનું નામ ચાવી રૂપે છે. ઉપલબ્ધ શ્વેતાંબર જૈન સાહિત્યમાંથી આ નામ ધરાવતા મુનિના યથાર્થ સમય વિશે જો કંઈક પ્રકાશ લાધે તો તેનો Page #122 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ ઉપયોગ નિર્વાણકલિકાના સમય-વિનિર્ણયમાં કરી શકાય. લભ્યમાન સાહિત્યમાં તો ‘સંગમસિંહ’ને લગતા કેવળ બે જ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેમાં એક તો છે ચૈત્યપરિપાટી-સ્તવના કર્તા ‘સંગમમુનિ', જેમનું પૂરું નામ સિહાંત છે કે નહીં તે નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી; સ્તવાન્તે એમણે પોતાના ગુરુ કે ગણ-ગચ્છ સંબંધમાં કોઈ જ નિર્દેશ દીધો નથી; તેમ જ સ્તવની અંદરની વસ્તુના પરીક્ષણ પરથી રચના વહેલામાં વહેલી ૧૧મી શતાબ્દીના આખરી ચરણમાં, કે (વિશેષ કરીને) કે ૧૨મી શતાબ્દીના પ્રારંભમાં મૂકી શકાય॰. એની ભાષા અને કલેવર એટલાં સાધારણ છે કે એ કોઈ વિદગ્ધ કે વિદ્વાન્ મુનિની રચના જણાતી નથી. નિર્વાણકલિકા એનાથી પ્રાચીન હોવા સંબંધમાં કોઈ શંકા રહેતી નથી. વળી આ સંગમમુનિ નિર્વાણકલિકાકારના પરમ ગુરુ હોય તો કર્તા પાલિત્તસૂરિનો સમય તો ઠેઠ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં પડે, જે માની શકાય તેવી સ્થિતિ નથી. પણ ‘સંગમસિંહસૂરિ’ એવા પૂરા સિહાંત નામ સાથેનો સ્પષ્ટ ઉલ્લેખ અન્યત્રે યક્ષદેવ કૃત પંચશ્લોકી હરિભદ્રસૂરિ-સ્તુતિના અંતે મળે છે૪૮. પોતાને જયસિંહસૂરિના શિષ્ય તરીકે ઓળખાવતા મુનિ યક્ષદેવ પોતે સંગમસિંહસૂરિ પાસે હરિભદ્રસૂરિ (આ ઈ. સ. ૭૦૦-૭૭૦ કે ૭૮૫)ના પ્રસિદ્ધ દાર્શનિક ગ્રંથ અનેકાંતજયપતાકાનું અધ્યયન કર્યાનું તેમાં પ્રકટ કરે છે. સ્તુતિના અંત ભાગનું પદ્ય આ મુદ્દા અનુષંગે કામનું છે. श्रीमत्सङ्गमसिंहसूरिसुकवेस्तस्याङ्घ्रिसेवापरः शिष्य : श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः । यः श्रीनागपुर प्रसिद्धसुपरस्थायी श्रुतायागतः श्लोकान् पञ्च चकार सारजडिमाऽसौ यक्षदेवो मुनिः ||५|| ૯૩ : જયસિંહસૂરિ નામધારી જૈનાચાર્યો જુદાજુદા મધ્યકાલીન શ્વેતાંબર ગચ્છોમાં ૧૧મી શતાબ્દીથી ઠીક ઠીક સંખ્યામાં મળે છે : એટલે એમના વિશે સીધેસીધી શોધ ચલાવવાથી કોઈ નિર્ણય પર આવી શકાય તેમ નથી; પણ જેમ ‘સંગમસિંહ’ નામ જૂજવું જ મળે છે તેમ ‘યક્ષદેવ’ નામવાળા મુનિ પણ પ્રાપ્ત સાહિત્યમાં એક અન્ય દાખલા સિવાય મળતા નથી. ગંભૂતા(પાટણ પાસેના ગાંભૂ)ના જિનાલયમાં શ૰ સં૰ ૮૨૬ / ઈ. સ. ૯૦૪માં શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્ર (કિંવા વંદિત્તુસૂત્ર) પરની વૃત્તિ પૂરી કરનાર મુનિ પાર્થ પોતાનો પરિચય ‘સિદ્ધાંતિક (સૈદ્ધાંતિક)યક્ષદેવ'ના શિષ્ય રૂપે આપે છે; પોતાના ગચ્છ, ગણ, કે કુલ વિશે અલબત્ત કશું જણાવતા નથી. પણ “સૈદ્ધાંતિક”જેવી માનપ્રદ ઉપાધિ તો આગમોના જ્ઞાતા (અને ઘણી વાર સાથે સાથે ન્યાયાદિમાં પ્રવીણ) હોય તેવા જ્ઞાની મુનિવરો માટે જ સંભવી શકે : આ સંયોગ ધ્યાનમાં લેતાં જે યક્ષદેવ મુનિએ નાગપુરમાં સંગમસિંહસૂરિ પાસે ન્યાયવિષયક શિક્ષા લીધેલી Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે, અને પાર્થ મુનિના ગુરુ, ઉપર કથિત સૈદ્ધાંતિક યક્ષદેવ, અભિન્ન હોવા ઘટે; ને તેમ હોય તો યક્ષદેવના ગુરુ જયસિંહ તેમ જ તેમના ન્યાયવિદ્યા-ગુરુ સંગમસિંહસૂરિ ઈસ્વીસની નવમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હોવા જોઈએ. આવું માનવાને કોઈ યોગ્ય પ્રમાણ છે ખરું? પ્રમાણ અવશ્ય છે, અને ‘નાગપુર–રાજસ્થાનનું વર્તમાન નાગોર–આમાં આ સૌને જોડતી કડી બની જાય છે. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહસૂરિ સ્વરચિત ધર્મોપદેશમાલાવિવરણ-વૃત્તિ (પ્રાકૃત : સં. ૯૧૫ | ઈ. સ. ૮૫૯) નાગપુરના જિનાલયમાં પૂરી કરી એવું ગ્રંથપ્રાંતે પ્રકટ કરે છે : યથા : संवच्छराण नवहि सएहिं पण्णरस-चास-अहिएहिं । भद्दवय-सुद्धपंचमि-बुहवारे साइ-रिक्खम्मि ॥२८ सिरिभोजदेव-रज्जे पवट्टमाणम्मि जण-मणाणंदे । नागउर-जिणायतणे समाणियं विवरणं ॥२९ विवरण-करणा कुसलं जं किंचि समज्जिय गए तेण । भव्वा लहंतु मोक्खं कय(इ)णा सह सासयं सोक्खं ॥३० इय जय-पयड-कण्हमुनि-सीस-जयसिंहसूरिणा रइयं । धम्मोवएसमाला-विवरणमिह विमल-गुण-कलियं ॥३१ એટલું નહીં પણ વૃત્તિમાં એક સ્થળે “સંગમાચાર્યના મતનો ઉલ્લેખ પણ કરે છે : देहाणुरूव-वीरियं खेत्ताइसु भावओ निसेवेज्जा । जंघाबल-परिहीणा निदस्सिणं संगमायरिया ॥४५ [देहानुरूप-वीर्य क्षेत्रादिषु भावतो निसेवेत । जङ्घाबल-परिक्षीणा निदर्शनं सङ्गमाचार्याः //૪] (પૃ. ૧૩૨) અહીં “સંગમાચાર્યથી સ્પષ્ટતઃ “સંગમસિંહસૂરિ વિવક્ષિત છે; અને જે જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવ મુનિ નાગપુરમાં સંગમસિહસૂરિ પાસે અભ્યાસ કરવા ગયા તે જયસિંહસૂરિ પોતાના સમકાલિક (મોટે ભાગે વૃદ્ધ સમકાલિક) નાગપુર-સ્થિત આચાર્ય સંગમસિંહસૂરિની આગમિક-દાર્શનિક પ્રજ્ઞા પ્રત્યે શ્રદ્ધા અને સારો એવો આદર ધરાવતા હશે તેમ જણાય છે; તદન્વયે એમની પરિજ્ઞાનો લાભ પોતાના શિષ્ય યક્ષદેવને મળે તે માટે તેમની પાસે અભ્યાસ કરવા મોકલ્યા હશે તેમ લાગે છે. મહત્ત્વની વાત એ છે કે ત્રણેના–જયસિંહ, યક્ષદેવ, અને સંગમસિંહના–સમયનો પણ લગભગ બરોબર મેળ મળી રહે છે. ગંભૂતાના પાર્શ્વમુનિના ગુરુ સૈદ્ધાંતિક યક્ષદેવ, અને જયસિંહસૂરિના ન્યાયપ્રવીણ શિષ્ય યક્ષદેવ આ કારણસર પણ અભિન્ન Page #124 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ જણાય છે૧. જ્ઞાનવૃદ્ધ સંગમસિંહસૂરિને પોતાના પણ શિષ્યો હશે અને તેમને પણ વિદ્યાસમ્પન્ન બનાવ્યા હશે. એમાંથી કોઈ મુનિ તેમની જેમ પ્રખર બુદ્ધિમાન, શાસ્ત્રપ્રજ્ઞ પણ નીવડ્યા હશે. નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિએ સ્વગુરુ સંગમસિંહસૂરિ-શિષ્ય મંડનગણિને “વાચનાચાર્ય’ સરખા અતિ માનવાચક બિરુદથી સંબોધ્યા છે એ વાત અહીં વિચારવા યોગ્ય બની જાય છે. મંડનગણિનો મધ્યકાલીન જૈન શ્વેતાંબર સાહિત્યમાં તો પત્તો લાગતો નથી. સંભવતયા આ આચાર્ય મધ્યયુગ પહેલાના હોવા જોઈએ. સોલંકી-ચાહમાન યુગમાં વિદ્વત્તાના પુંજ સમા આચાર્યો બૃહદ્ગચ્છ, રાજગચ્છ, હર્ષપુરીયગચ્છ, પૂર્ણતલ્લગચ્છ, ખરતરગચ્છાદિમાં થઈ ગયા છે; પણ તેમાંથી કોઈ પણ ‘વાચનાચાર્ય” કહેવાતું હોય તેવાં પ્રમાણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આગળ જોઈ ગયા તેમ શ્રુતમહોદધિ જિનભદ્રણિ ક્ષમાશ્રમણ સરખી મહાન્ વિભૂતિને શિષ્યોને આગમોની વાચના દેવાના અધિકારનું આ સમ્માન-સૂચક અભિધાન અપાયું છે; અને એ માનાર્હ ઉપાધિ મધ્યકાળના આરંભ સુધી, કદાચ દશમા શતક સુધી, પ્રયોગમાં હશે તેમ જણાય છે; જો કે તે પછી તેનો ભાગ્યે જ ઉલ્લેખ થયો હોઈ વાચનાચાર્ય મંડનગણિ આથી મધ્યકાળના આરંભે કે તે પહેલાં થઈ ગયા હોવા જોઈએ એમ માનવાને વિશેષ બળ મળે છે. સાંપ્રત સંદર્ભમાં એક અન્ય વિચારવા જેવી વાત એ છે કે મધ્યકાળ પૂર્વે, સોલંકી યુગ પહેલાં પશ્ચિમ ભારતમાં શ્વેતાંબર જૈન સમાજ અલ્પસંખ્યક હતો. લાટદેશમાં ભૃગુકચ્છ અને અંકોટ્ટક, (આકોટા) આનર્તમાં સારસ્વતમંડલ એવં વર્દ્રિવિષય મળીને અણહિલ્લપાટક (પાટણ), વાયટ (વાયડ), ગંભૂતા (ગાંભુ), થારાપદ્ર (થરાદ), મોઢે૨ક (મોઢેરા), પાટલા (પાટડી), અને આ પ્રદેશથી પૂર્વમાં આનર્તપુર કે આનંદપુર (વડનગર) સરખાં થોડાં નાનાં નાનાં જૈન કેન્દ્રો ગુજરાતમાં હતાં; જ્યારે સૌરાષ્ટ્રમાં ઉજ્જયંતગિરિ-ગિરિનગર, શત્રુંજય-પાલિત્તાનક, અને ચંદ્રપ્રભસ્વામીના પ્રભાસ સરખાં થોડાંક તીર્થધામો હતાં; અને રાજસ્થાનમાં ભિલ્લમાલશ્રીમાલ (ભિલ્લમાલ, ભિન્નમાલ ઓસિયાં), જાબાલિપુર (જાલોર), સત્યપુર (સાચો૨), નાગપુર(નાગોર), ઓસિયાં (ઉકેશ), ચિત્રકૂટ (ચિતોડ), તેમ જ કૂર્ચપુર (કુચેરા) અને રાજગૃહ વા રાજિગિર (રાજોરગઢ) સરખાં થોડાંક કેન્દ્રો હતાં. આ કાળના મળી આવતા થોડાઘણા પ્રતિમાલેખો પરથી, તેમ જ થોડી શી ગ્રંથપુષ્પિકાઓ-પટ્ટાવલિઓમાં તો કેવળ નાગેન્દ્ર, નિવૃત્તિ, વિદ્યાધર, અને ચંદ્રકુલના અસ્તિત્વના ઉલ્લેખો જોવા મળે છે; પણ મધ્યકાળમાં ખૂબ વિસ્તરેલા અનેક ગચ્છોમાંથી કોઈનોયે ઉલ્લેખ મળતો નથી. “ગચ્છ” શબ્દ પણ ભાગ્યે જ વપરાય છે : એને સ્થાને પ્રાચીન અભિધાન ‘કુલ’ (કે વિકલ્પે વંશ) હજી પ્રયોગમાં છે. સાધુસંખ્યા પણ અલ્પ જોવાય છે અને મોટા ભાગના મુનિઓ ચૈત્યવાસી પરંપરાને અનુસરે છે. આવી દશામાં નવમા શતકના ઉત્તરાર્ધમાં એક જ સમયે પૃથક્ પૃથક્ ત્રણેક ૯૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મહાવિદ્વાન્ સંગમસૂરિઓ થયા હોય, ને બેએક સૈદ્ધાંતિક વા ન્યાયવેત્તા યક્ષદેવ મુનિ થયા હોય એવું માન્યામાં આવતું નથી. બધા જ સંયોગો લક્ષમાં લેતાં જયસિંહસૂરિના શિષ્ય યક્ષદેવના નાગપુરસ્થ વિદ્યાગુરુ સંગમસિંહ મુનિ, નાગપુર સ્થિત જયસિંહસૂરિ દ્વારા માનપૂર્વક ઉલ્લિખિત સંગમાચાર્ય, અને વાચનાચાર્ય મંડનગણિના ગુરુ સંગમસિંહસૂરિ એકકાલિક હોવા અતિરિક્ત એક જ વ્યક્તિ હોવાની શક્યતા માટે પૂરતો અવકાશ છે. એ જ દલીલ અન્વયે ગાંભૂની પ્રતવાળા સૈદ્ધાંતિક યક્ષદેવ અને જયસિંહસૂરિશિષ્ય યક્ષદેવ પણ અભિન્ન જણાય છે. જો તેમ હોય તો સંગમસૂરિશિષ્ય મંડનગણિના શિષ્ય નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિ નવમા શતકના આખરી ચરણમાં અને દશમા શતકના પ્રથમ ચરણ દરમિયાન થઈ ગયા હોવા જોઈએ. ઉપર ચલ સમીકરણોનું કોષ્ટક આ પ્રમાણે રજૂ કરી શકાય : (વિદ્યાધર વંશીય) (કૃષ્ણર્ષિ-શિષ્ય) સંગમસિંહસૂરિ જયસિંહસૂરિ (ઈ. સ. ૮૫૯) વાચનાચાર્ય મંડનગણિ સૈદ્ધાંતિક યક્ષદેવ ન્યાય-ગુરુ, તૃતીય પાદલિપ્તસૂરિ પાર્શ્વમુનિ (ઈ. સ. ૯૦૪) (નિર્વાણકલિકાકાર) આ સમીકરણો દ્વારા તૃતીય પાલિત્તસૂરિ એવં પાર્શ્વમુનિ સમાંતર અને સમકાલિક ઠરે છે; માન્યખટપતિ રાષ્ટ્રકૂટરાજ કૃષ્ણ(દ્વિતીય)નો પણ આ જ (ઈ. સ. ૮૭૪-૯૧૪) સમય છે. નિર્વાણકલિકાની રચના આથી સરાસરી તોર પર ઈ. સ. ૯૦૦ના અરસામાં થઈ હોવી ઘટે. કૃતિનાં આંતરિક પ્રમાણો–ભાષા, શૈલી, વસ્તુ અને પરિભાષા–સ્પષ્ટ રૂપે મધ્યકાળ પૂર્વેનાં છે જ, અને ઉપર પહોંચ્યા તે નિષ્કર્ષનું પૂર્ણતયા સમર્થન કરે છે. આ નિર્ણયના પ્રકાશમાં શત્રુંજય પર સં. ૧૦૬૪ / ઈ. સ. ૧૦૦૮માં નિર્વાણ પામેલા સંગમસિદ્ધ મુનિ નિર્વાણકલિકાકાર પાલિત્તસૂરિ(તૃતીય)ના પરમ ગુરુ ન હોઈ શકે. પુંડરીક પ્રકીર્ણક કિંવા સારાવલી પ્રકીર્ણક કર્તૃત્વને કારણે આ પાલિત્તસૂરિ શત્રુંજય અને ઉજ્જયંતિગિરિની યાત્રાએ જરૂર ગયા હશે અને શત્રુંજય પર કદાચ એમણે પણ સંથારો કર્યો હોય. સંગમસિદ્ધ મુનિ તેમ જ આ પાલિત્તસૂરિ (તૃતીય) વિદ્યાધર કુલના અલબત્ત છે; પરંતુ “સંગમસિંહ' તેમ જ “સંગમસિદ્ધ' નામાભિધાનમાં થોડુંક અંતર પણ છે. આમ આ તથ્ય પણ તેમને સાંકળવા માટે અનુકૂળ નથી; છતાં સંગમસિદ્ધ મુનિ અને સંગમસિહ મુનિને એક માનીને ચાલીએ તો પાલિત્તસૂરિ(તૃતીય)ના પરમ ગુરુ સંગમસિંહનો અંદાજી શકાતો સમય (નવમા શતકનું બીજું-ત્રીજું ચરણ) અને સંગમસિદ્ધ મુનિ (નિર્વાણ ઈ. સ. ૧૮૦૫) વચ્ચે ખાસ્સે Page #126 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ સવાસો વર્ષ જેટલું અંતર પડી જાય છે, જે ઉપર રજૂ કર્યા અને ચર્ચા તે સૌ પ્રમાણોની વિરુદ્ધ જાય છે. એ જોતાં આ બન્ને મુનિઓ ભિન્ન હોવા સંબંધમાં કોઈ સંશય-સ્થિતિ રહેતી નથી. ઉપસંહાર (૧) ઈસ્વીસના બીજા શતકના અંત ભાગમાં કે ત્રીજા શતકના આરંભમાં તરંગવતીકથાના સર્જક જ્યોતિષકરંડકના રચયિતા, તેમ જ પ્રતિષ્ઠાનપતિ રાજા સાતવાહન અને મરુંડરાજના સમકાલિક પાલિત્તસૂરિ નિર્વાણકલિકાના કર્તા નથી અને એમને શત્રુંજયગિરિ કે પાલિત્તાનક સાથે સંબંધ હોવાનું પણ વાસ્તવમાં કોઈ જ પ્રમાણ નથી. (૨) મૈત્રક યુગમાં, મોટે ભાગે તો ઈસ્વીસનુના સાતમા શતકના ઉત્તરાર્ધમાં, બીજા પાલિત્તસૂરિ થઈ ગયા છે. ગાહા જુહલેણ નામક વીરસ્તુતિના તેઓ રચયિતા હોય તેમ લાગે છે. એમણે નહીં પણ શિવનંદી વાચકે જ્યોતિષકરંડક પર પ્રાકૃતમાં લગભગ પાંચમા-છઠ્ઠા સૈકામાં વૃત્તિ રચેલી. પ્રભાવકચરિતકાર (મોટે ભાગે ચૂર્ણિઓના આધાર પર કે પછી મલયગિરિના એક વિશિષ્ટ સંબોધનને કારણે) “કાલજ્ઞાન” એવું નામ આપે છે તે કોઈ સ્વતંત્ર ગ્રંથ નહીં, આગળ કહી તે વૃત્તિ પણ નહીં, પણ આદિ પાદલિપ્તસૂરિત જ્યોતિષકરંડક મૂલ ગ્રંથ જ સંભવે છે. કથાના બૌદ્ધ ભિક્ષુ રસસિદ્ધ નાગાર્જુન જેમને (ગિરિનગર કે ઢંકમાં) મળેલા તે આ મૈત્રકકાલિન દ્વિતીય પાદલિપ્તસૂરિ જણાય છે, તરંગવતી તેમ જ જ્યોતિષકરંડકના કર્તા પ્રથમ પાલિત્તસૂરિના નામથી નહીં પણ જેમના નામ થકી પાલિત્તાનકની સ્થાપના સિદ્ધ નાગાર્જુન દ્વારા થયેલી હશે તે આ દ્વિતીય પાદલિપ્તસૂરિ હોય તેમ લાગે છે; અને તેમના સમયમાં પ્રથમ વાર શત્રુંજય પર જિન વીર, જિન ઋષભ, અને જિન શાંતિનાથનાં મંદિરો સ્થપાયેલાં, જેનો કુવલયમાલાકહામાં “સિદ્ધાયતનો” રૂપે મોઘમ ઉલ્લેખ થયેલો છે. શત્રુંજય, ઉજ્જયંત, ઢંક અને મથુરાનાં જૈન તીર્થસ્થાનોની યાત્રાએ આ પાલિત્તસૂરિ ગયા હશે. શત્રુંજય પર સલ્લેખના દ્વારા દેહમુક્ત થનાર પણ આ પાદલિપ્તસૂરિ હોઈ શકે છે. તેમના કુલ, ગણ, શાખા કે ગુરુકમ વિશે કોઈ માહિતી હાલ પ્રાપ્ત નથી. (૩) ઈસ્વીસના નવમા શતકના આખરી ચરણમાં (કે દશમાના પૂર્વાર્ધમાં) ત્રીજા પાલિત્તસૂરિ થયા છે, જેઓ નિર્વાણકલિકાના કર્તા છે. એમના પોતાના જ કથન અનુસાર તેઓ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિશિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા. રાષ્ટ્રકૂટ નરેન્દ્ર કૃષ્ણ(દ્વિતીય) (ઈ. સ. ૮૭૮-૯૧૪)ને માન્યખેટકમાં જે પાલિત્તસૂરિ મળ્યાનું ચરિત્રકારોપ્રબંધકકારો કહે છે તે આ ત્રીજા પાલિત્તસૂરિ હોવા ઘટે. એમની અન્ય ઉપલબ્ધ રચના સારાવલી પ્રકીર્ણક છેv૭. સંભવ છે કે હાલ અનુપલબ્ધ પ્રશ્નપ્રકાશ ગ્રંથના કર્તા પણ તેઓ હોય. કહાવલિમાં પાલિત્તસૂરિ શત્રુંજય-ઉજ્જયંત અને મડખેડ ગયાનો અને પ્રભાવક ચરિતમાં જે નિઐ ભા. ૧-૧૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મડખેડના માન્યખેટક) કૃષ્ણરાજને મળ્યાનો એક વિશેષ જે ઉલ્લેખ મળે છે૫૪ તે આ ત્રીજા પાદલિપ્તસૂરિને અનુલક્ષીને હશે. શત્રુંજય પર અનશન એમણે પણ કર્યું હોવાનો સંભવ છે. અનુપૂર્તિ મૂળ લેખ લગભગ ૨૩ વર્ષ પૂર્વે લખાઈ ગયેલો. તે પછી આ વિષય પર પ્રકાશ વેરતું એક નવું પ્રમાણ ઉપલબ્ધ થયું છે. તે અનુસાર જીવદેવસૂરિના જિન-સ્નાત્ર-વિધિ (પ્રાયઃ ૯મી સદી) પર સમુદ્રાચાર્યની સંભવતઃ ઈ. સ. ૯૫૦માં લખાયેલી પંજિકામાં મળી આવતું એક પદ્ય નિર્વાણકલિકામાં ઉદ્ધત થયેલું છે. તે જોતાં નિર્વાણકલિકાકાર ક્રમમાં આવતા ત્રીજા પાદલિપ્તસૂરિ હોવાની પ્રતીતિ થાય છે. ઉપરાંત તેઓ મડખડમાં જે કૃષ્ણ રાજાને મળેલા તે રાષ્ટ્રકૂટ કૃષ્ણ તૃતીય હોવાની સંભાવના બળવત્તર બની જાય છે. આથી નિર્વાણકલિકાનો રચનાકાળ પ્રાયઃ ઈ. સ. ૯૭૫ આસપાસમાં મૂકીએ તો સત્યની વધારે નજીક હશે. ટિપ્પણો : ૧. આમાં કહેલાં વિધાનો પછીના ગ્રંથોનાં વિધાનોથી કેટલીયે વાર વિગતોમાં જુદાં પડે છે. ૨. આ સૂરિના કાર્ય સંબદ્ધ જૂનામાં જૂના ઉલ્લેખો બૃહકલ્પભાષ્ય આદિ ગ્રંથોમાં મળે છે. વિગતો માટે જુઓ ભોગીલાલ જે. સાંડેસરા, જૈન આગમ સાહિત્યમાં ગુજરાત, ભો. જે. વિદ્યાભવન અમદાવાદ ૧૯૫૨, અને ત્યાં લેખકે ટાંકેલા સંદર્ભો. ૩. તરંગવતી કથા મહારાષ્ટ્ર પ્રાકૃતમાં થયેલી રચના છે અને નિર્વાણકલિકા સંસ્કૃતમાં છે. ઈસ્વી ૨૦૦ આસપાસ જૈનો સંસ્કૃતમાં લખતા હતા એવું કોઈ જ પ્રમાણ ઉપલબ્ધ નથી. વિશેષમાં નિકનાં ભાષાશૈલી, અને નિરૂપણ-વસ્તુ પણ સ્પષ્ટતયા મધ્યકાલીન જે છે. ૪. જુઓ પ્રભાવક ચરિત, સિંધી ગ્રંથમાલા ક્રમાંક ૧૩, સં. જિનવિજય, મુંબઈ વિ. સં. ૧૯૯૭ (ઈસ્વી ૧૯૪૦), પૃ. ૨૯. ૫. મથુરાથી પ્રાપ્ત કુષાણકાલીન અભિલેખોમાં સૂચિત નામો, નંદીસ્થવિરાવલીમાં વાચકવંશના આચાર્યોની યાદી, તેમ જ વાચક ઉમાસ્વાતિના સભાષ્ય-તત્ત્વાથધિગમસૂત્રની પ્રશસ્તિ પરથી એવો અંદાજ નીકળી શકે છે. 5. U. P. Shah, Akota Bronzes, Bombay 1959, pp. 4, n 16, and 63 ff. ૭. બપ્પભદિની ચતુર્વિશતિકા અંતર્ગત તેમની સ્તુતિઓમાં પ્રતિભાવૈધાનિક વિગતો મળે છે. જુઓ હીરાલાલ રસિકદાસ કાપડિયા, મુંબઈ ૧૯૨૬. ૮. સમવાયાંગસૂત્રમાં પ્રસ્તુત સ્તુતિ ૨૪મા સ્થાને છે. ૨૪ તીર્થકરો વિશે તો વિગતો મળે છે. પણ ત્યાં જિનના ૨૪ યક્ષ-યક્ષિીઓ વિશે જરા પણ નિર્દેશ નથી. આ વિષય સંબંધમાં જૂના મૂળ ગ્રંથો જોઈ વળતાં આવો નિર્ણય સહેજ બંધાઈ જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત નિર્વાણકલિકા'નો સમય અને આનુષંગિક સમસ્યાઓ ૯૯ ૯. આદિ પાદલિપ્તસૂરિના સમયમાં તંત્રવાદ જ નહીં, મંત્રવાદનું પણ જૈનોમાં પ્રચલન નહોતું. દશવૈકાલિક, ઉત્તરાધ્યયન સુત્ર અને ઋષિભાષિતાની આદિ આગમોમાં મંત્રનો સ્પષ્ટ રૂપે નિષેધ કરેલો છે જ. ૧૦. પ્રસ્તુત ગ્રંથ પર શિવગંદી વાચકની દીપિકા સરખી પ્રાકૃત વૃત્તિ મળી છે. આ વાચક શિવનંદી પાંચમા શતકના હોવા ઘટે. કદાચ કર્મ ગ્રંથોના રચયિતા કહેવાતા “શિવશર્મા' અને આ “શિવનંદી' એક જ વ્યક્તિ હોઈ શકે. ૧૧. પરંતુ એ દિશામાં સંપાદકોએ ખાસ કોઈ પ્રયત્ન કર્યા નથી. ૧૨. ગ્રંથસમામિની નોંધની ગાથાઓ ક્રમાંક ૪૦૪-૪૦૫માં એ મુજબ જણાવાયું છે. જુઓ જ્યોતિષકરંડક, જૈન આગમ ગ્રંથમાળા, ગ્રંથાંક ૧૭ (ભાગ ૭), સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૮૯, પૃ. ૧૧૧. ૧૩. નૈન સાહિત્ય વૃદન્ તિહાસ, ભાગ ૩, પાર્શ્વનાથવિદ્યાશ્રમ ગ્રંથમાળા-૧૧ મોહનલાલ મહેતા, વારાણસી ૧૯૬૭, પૃ. ૪૨૩-૪૨૬. ૧૪. વિગત માટે જુઓ, જ્યોતિષકરંડક, “પ્રસ્તાવના,” પંઅમૃતલાલ મોહનલાલ ભોજક, પૃ. ૨૦-૨૧. ૧૫. જુઓ ત્યાં “Introduction,” Palitana and Vira stuti,' Bombay 1926, p. 13. ૧૬. પશ્ચાત્કાલીન પ્રબંધાત્મક ચરિતાત્મકાદિ સાહિત્યમાં આ મંદિરનો ક્વચિત્ ઉલ્લેખ મળી આવે છે, પણ તે જે પાદલિપ્તસૂરિના સંદર્ભે હોઈ શકે તે તૃતીય પાદલિપ્ત નહીં તો દ્વિતીય પાદલપ્તસૂરિ હોવાનો વિશેષ સંભવ છે. ૧૭. આ વિશેની ચર્ચા સાક્ષીપાઠો સહિત મારા હાલ પૂર્ણ થઈ રહેલા The sacred Hills of Satrunjayaમાં અપાનાર છે. ૧૮. કહાવલિ અદ્યાવધિ અપ્રકાશિત છે, પણ તેમાં જે પાદલિપ્તસૂરિ સંબંધમાં વક્તવ્ય દીધું છે એને, અને પ્રભાવકચરિત આદિ પ્રબંધોને આધારે મેં વિધાન કર્યું છે. ૧૯. આ હકીકત પ્રભાવક ચરિતમાં નોંધાયેલી છે. જુઓ ત્યાં પૃ. ૩૨. ૨૦. પાદલિપ્તસૂરિએ જે શત્રુંજયકલ્પની રચના કર્યાની વાત આવે છે. તે આ પુંડરીકપ્રકીર્ણક સંબંધી જ માનવી ઘટે. આ ગ્રંથની એક પ્રતમાં હાંસિયામાં પાદલિપ્તસૂરિકત હોવાની વાત નોંધાયાનું મને સ્મરણ છે. ૨૧. મૂળ કૃતિ જોતાં એ વાત તદ્દન સ્પષ્ટ બની જાય છે. તેમાં માહાભ્ય ગ્રંથોની શૈલી અનુસાર ત્યાં કરેલાં દાનો, તીર્થને આપેલી ભેટો, વ્રતાદિ ક્રિયાઓના ફળરૂપે જે કંઈ કહ્યું છે તે આ રચના પ્રાચીન હોવાનો અપવાદ કરે છે. જુઓ “સારાવલિ-પ્રકીર્ણક,” પ્રકીર્ણક-સૂત્રાણિ, સંત પં. અમૃતલાલ મોહનલાલ ભોજક, જૈન-આગમ-ગ્રંથમાલા ગ્રંથાંક ૧૭ ભાગ-૧ મુંબઈ ૧૯૮૪, પૃ. ૩૫૦-૩૬૦. ૨૨. શ્રી શત્રુંજય સૌરભ યાને શ્રી જિનતીર્થદર્શન, પ્રકાશક શાહ જયંતિલાલ પ્રભુદાસભાઈ તથા શા. વરજીવનદાસ રેવાલાલ, મુંબઈ વીર સંવત ૨૪૮૫ (ઈ. સ. ૧૯૫૮), “શત્રુંજય લઘુકલ્પ', પૃ. ૪૧૧. 23. Catalogue of Palm-leaf Manuscripts in the Säntinātha Jaina Bhandara Cambay, Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ Part-two, Ed. Muni Punyavijaya, G.O.S. No-149, Baroda 1966, P. 202. ૨૪. (૧) મીરવં નીર મખનન પ્રથ, સંપાદુલ રશરથ મ, રાજસ્થાન ૨૨૭૬, પૃ. ૨૮૮-૨૬૦. (૨) શ્રી શત્રુંજય સૌરભ પૃ. ૧૧-૧૯. ૨૫. જુઓ વિવિધ તીર્થધાન્ય, સિંધી નૈન ગ્રન્થમાતા, ઝળ્યાંજ-૨૦, સં. જિનપ્રભસૂરિ, શાંતિનિકેતન, વિ. સં. ૧૯૯૦ | ઈ. સ. ૧૯૩૧, “શત્રુંજય તીર્થકલ્પ, પૃ. ૧-૫. ૨૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ-ગ્રંથ ૩ મૈત્રકકાલ અને અનુમૈત્રકકાલ, સંપાદક રસિકલાલ છોટાલાલ પરીખ, અને હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, અમદાવાદ, ઈ. સ. ૧૯૭૪, માંથી તારવણી કાઢતાં નીચેનાં નામો જોવા મળે છે, જેમ કે, ચિંચાનક, સિરવાતાનક, રોહાણક, અયાનક, ઇષિકાનક, જંબુવાનક, અરૂાણક.... આ ઉપરાંત કોઈ સેંધવ તામ્રશાસનમાં હરિયાનક ઉલ્લેખ હોવાનું મને સ્મરણ છે. ૨૭, પતિત્તાપાં મો પત્નિત્તયજ્ઞ નામેળ . नागज्जुणेण ठविओ इमस्स तित्थस्स पुज्जत्थं ॥ – કુમારપાન પ્રતિવાદ, દિ. પ્રસ્તાવ સોમપ્રભાવાર્થ વિરવત: કુમારપાત્ર પ્રતિવોથઃ વિનયવસૂરિ પ્રમાતા, પ્રસ્થા-૨૨, મૂલ સંપાદક - મુનિ જિનવિજય, અમદાવાદ વિ. સં. ૨૦૫૧ | ઈસ. ૧૯૯૪, દ્વિતીય આવૃત્તિ, પૃ. ૨૦૨. ૨૮. એજન. ૨૯.પ્રબંધ-ચતુષ્ટય, સંપાદક- રમણીક મ. શાહ, અમદાવાદ ઈ. સ. ૧૯૯૪, “પાદલિપ્તસૂરિ-કથાનક,” પૃ. ૮-૩૧. ૩૦. લા. દરમાં જોયેલી લિયંતર નકલ પરથી આમ કહેવા પ્રેરાયો છું. ૩૧. સંભવતઃ મેં આ વસ્તુ ડૉ. હરિપ્રસાદ ગ. શાસ્ત્રીના મૈત્રકકાલીન ગુજરાતમાંથી લીધી હોય, પણ હાલ એ ગ્રંથ મને સુલભ નથી. પાલિત્તાણકના રાષ્ટ્રકૂટ તામ્રશાસનોના ઉલ્લેખ જુઓ, ગુ.રા. સાં છે. ગ્રંથ ૩, પૃ. ૧૫૮. ૩૨. આ વિષયમાં સાધાર ચર્ચા મારા The Sacred Hills of Satrunjaya નામક ગ્રંથમાં થઈ રહી છે. ૩૩. ભાયાણી સાહેબ સાથે થયેલી રૂબરૂ વાતચીત અનુસાર. પછીથી એમણે એ વિષય પર ટૂંકી નોંધ છાપી હોવાનું સ્મરણ છે. ૩૪. અલબત્ત, આ અંગેની છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિ શું છે એનાથી હું વાકેફ નથી. ૩૫. કુપ્ર, પ્રસ્તાવ ૨. પૃ. ૨૦૧. ૩૬. ડૉ. ગૌદાની પાસે રૂબરૂ જોયેલ તસવીરો : પછીથી એમણે એ મૂર્તિઓ ઉપર કોઈ વર્તમાનપત્રમાં લેખ લખ્યો હોવાનું સ્મરણ છે. આજથી વીસેક વર્ષ પહેલાં અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ તરફથી મેં પણ એની તસ્વીરો લેવડાવેલી. Page #130 -------------------------------------------------------------------------- ________________ પાદલિપ્તસૂરિ વિરચિત “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ ૧૦૧ ૩૭. આ હકીકત યુ. એન. ત્સાંગ(ચેનચાંગ)ની મુસાફરીની નોંધ વર્ણવતાં પુસ્તકમાં છે. પરંતુ એ પુસ્તક મને આ પળે પ્રાપ્ત ન હોઈ તેનો ઉલ્લેખ ટાંકી શક્યો નથી. ૩૮. પ્રાચીન નાગાર્જુન માટે “રસસિદ્ધ” કે “માંત્રિક” જેવા શબ્દો બૌદ્ધ સાહિત્યમાં જોવામાં આવતા નથી. ૩૯. સુવર્નયાત્રા પ્રથમ, સિંધી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૪૫, સંપા. જિનવિજયમુનિ, મુંબઈ વિ. સં. ૨૦૧૫ | ઈ. સ. ૧૯૫૯, પૃ. ૮૦, પંક્તિ ૧૨-૨૧. ૪૦. અલબત્ત આ વિધાન મધ્યકાલીન સ્રોતોના આધારે મેં કરેલું છે. ૪૧. જુઓ. પ્ર. ચ૦, પૃ. ૩૮, શ્લોક ૨૯૯-૩૦૧ कृतज्ञेन ततस्तेन विमलादेरुपत्यकाम् । गत्वा समृद्धिभाक् चके पादलिमाभिधं पुरम् ॥ अधित्यकायां श्रीवीरप्रतिमाधिष्ठितं पुरा । चैत्यं विधापयामास सिद्धः साहसीश्वरः ॥ गुरुमूर्ति च तत्रैवास्थापयत् तत्र च प्रभुम् । प्रत्यष्ठापयदाहूयार्हद्बिम्बान्यपराण्यपि । 82. Umakant Premanand Shah, "Madhyakālina Gujarāti Kalā-nāñ Ketalāňka silpo" (GUJ), Sri Jaina-Satyaprakāśa, year 17, No-l, Ahmedabad, 15.10.51, p. 22, The Original article had appeared in Hindi in the Jñānodaya, Kāśi, year 3, No-3. ૪૩. એજન. ૪૪. એજન. 84. gzil, M. A. Dhaky, “Architectural data in the Nirvāņkalikā of Pādaliptasūri," Sambodhi, Vol. 3, No-1, 1974, p. 11 to 14. ૪૬. “સંગમસૂરિ કૃત ચૈત્ય પરિપાટી” નિગ્રંથ ૩માં પ્રકાશિત થઈ રહી છે. ૪૭. એજન. ૪૮.અનેકાંતનાતાવ, દ્વિતીય ભાગ, સં. એચ. આર. કાપડિયા, Gos, vol. CV, બરોડા ૧૯૪૭, પૃ. ૨૪૧. ૪૯. આ નાગપુર તે રાજસ્થાનમાં આવેલ વર્તમાન નાગોર શહેર છે. ૫૦. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મોહનલાલ દલીચંદ દેશાઈ, મુંબઈ ૧૯૩૩, પૃ. ૨૮૨. ૫૧. થપાનાના વિવરણ, સિંઘી જૈનગ્રંથમાલા, ગ્રંથાંક ૨૮ સં પં, લાલચંદ્ર ભગવાન દાસ ગાંધી, મુંબઈ વિસં. ૨૦૦૫ / ઈસ. ૧૯૪૯ પૃ. ૨૩૦. ૫૨. આ સિવાય ઢાંકમાં ઈ. સ.ના ૬-૭મા સૈકામાં મૂકી શકાય એવી બહુ સાધારણ ગુફાઓ છે. અને વલભીમાં પણ એ જ કાળમાં જિનમંદિર હતું. પણ એથી વિશેષ કોઈ સ્થાનો વિશે હજુ સુધી સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો મળી આવ્યાં નથી. Page #131 -------------------------------------------------------------------------- ________________ નિર્ગન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૫૩. લા ૬ વિદ્યામંદિરની એક પ્રત પર હાંસિયામાં મેં શ્રી પાદલિપ્તસૂરિ વિરચિત,' એવી જૂની નોંધ પૈલી. ૧૦૨ ૫૪. પ્ર ચ પૃ૦ ૩૨, શ્લો ૧૧૪. ૫૫. અનુસંધાન - ૪, અમદાવાદ ૧૯૫૫, ‘ટૂંક નોંધ’-“વાચક ઉમાસ્વાતિજીના પથ વિશે,' પૃ. ૧૬-૧૭ તથા અનુસંધાન - ૫, અમદાવાદ ૧૯૫૫, “ઉમાસ્વાતિ આર્ય સમુદ્રનાં નવપ્રાપ્ત પો વિશે, મધુસૂદન ઢાંકી, પૃ. ૫૫-૫૭, બન્ને અંકોના સંપાદક : મુનિ શીલચંદ્રવિજય, હરિવલ્લભ ભાયાણી. ૫૬. તૃતીય કૃષ્ણનો સમય પ્રાય : ઈ. સ. ૯૪૦-૯૬૧નો છે. આથી સાવચેતી ખાતર નિર્વાણકલિકાનો સમય ઈ. સ. ૯૭૫નો સૂચિત કર્યો છે. જો કે એનાથી બે'એક દશકા વહેલો પણ હોઈ શકે. Page #132 -------------------------------------------------------------------------- ________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે અદ્યાવધિ અપ્રકાશિત, પ્રાકૃત-ભાષા નિબદ્ધ, કહાવલિ નામક કથા-ચરિત સંગ્રહ તેની બે સંપૂર્ણ પણ અન્યથા પરસ્પર પૂરક પ્રતોની ટૂંકી મધ્યાંતર-પુષ્પિકા અન્વયે ભદ્રેશ્વરસૂરિની કૃતિ હોવાનું લાંબા સમયથી જ્ઞાત છે. કલ્પિત જૈન પૌરાણિક પાત્રો અતિરિક્ત આર્ય વજ, કાલભાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, મલવાદિ ક્ષમાશ્રમણ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ, ઇત્યાદિ નિર્ઝન્થ-શ્વેતાંબર દર્શનની અગ્રિમ વિભૂતિઓનાં ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ, અને સાથે જ વિપુલ પ્રમાણમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને ભાષા સંબદ્ધ સામગ્રી ધરાવતા આ બહુમૂલ્ય ગ્રંથના કર્તાની સાચી પિછાન અને કૃતિના સમય વિશે સારો એવો મતભેદ પ્રવર્તે છે. કહાવલિના આજે ઉપલબ્ધ કેવળ પ્રથમ પરિચ્છેદ'થી અપેક્ષિત “દ્વિતીય પરિચ્છેદના પ્રાંત ભાગે ગ્રંથકર્તાની પોતાના ગણ-ગચ્છ અને ગુરક્રમને પ્રકટ કરતી પ્રશસ્તિ હશે, જે લભ્યમાન ન હોઈ એમના સમયાદિ અનુષંગે સ્વાભાવિક જ જુદી જુદી, અને એથી કેટલીકવાર પરસ્પર વિરોધી અટકળો થઈ છે. એ વિષયમાં જોઈએ તો દાટ ઉમાકાંત શાહે કહાવલિની ભાષામાં આગમિક ચૂર્ણિઓમાં દેખાય છે તેવાં લક્ષણો, તેમ જ એકાદ અન્ય કારણસર તેને ઠીક ઠીક પ્રાચીન, અને કેમકે તેમાં છેલ્લું ચરિત્ર યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ (સંભવત : ઈ. સ. ૭૦૦-૭૮૫) સંબદ્ધ છે એટલે તેમના પછી તુરતના કાળની કૃતિ માની છે. ઊલટ પણે (સ્વ) પં. લાલચંદ્ર ગાંધીએ તે વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધની, એટલે કે ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનો મત પ્રકટ કર્યો છે. તો બીજી બાજુ પં. અમૃતલાલ ભોજકના કથન અનુસાર તેમાં શીલાંકસૂરિ(શીલાચાર્ય)ના ચઉપન્નમહાપુરિસચરિય(સં. ૯૨૫ / ઈસ૮૬૯)ના કથા-સંદર્ભો તેમ જ તે કૃતિ અંતર્ગત જોવા મળતા વિબુધાનન્દ-નાટક'નો પણ સમાવેશ થયો હોઈ તેની રચના નવમા સૈકાથી પરવર્તી કાળમાં, મોટે ભાગે વિ. સં. ૧૦૫૦-૧૧૫ (ઈ. સ. ૯૯૪૧૦૯૪)ના ગાળામાં, થઈ હોવી ઘટે. આ સિવાય પં. અંબાલાલ પ્રેમચંદ શાહે સૂચવ્યું છે કે વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(સં૧૧૯૭ | ઈ. સ. ૧૧૪૧)માં જે ભદ્રેશ્વરસૂરિના દીપવ્યાકરણમાંથી ઉતારો ટાંક્યો છે તે સૂરિ કહાવલિકાર ભદ્રેશ્વરસૂરિથી અભિન્ન હોઈ શકે. (આ વાત સાચી હોય તોયે તેટલાથી ભદ્રેશ્વરસૂરિનો સમય-વિનિશ્ચય થઈ શકતો નથી.) અને છેલ્લે પં, દલસુખ માલવણિયા કહાવલિના કર્તા રૂપે બૃહચ્છીય વાદીન્દ્ર દેવસૂરિશિષ્ય ભદ્રેશ્વરસૂરિ હોવાની સંભાવના પ્રકટ કરે છે; તદનુસાર કહાવલિની રચના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં કયારેક થઈ હોવી ઘટે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ અપૂર્ણ-લબ્ધ પણ ઉપયોગી એવા બૃહદ્ઘાયલ કથા-ગ્રંથનું પ્રા. હરિવલ્લભ ભાયાણી તથા દાવ રમણીક શાહ સંપાદન કરી રહ્યા છે. એમની વિદ્વત્તાપૂર્ણ, વિસ્તૃત, અને વિશદ પ્રસ્તાવનામાં થનાર કહાવલિના અનેકવિધ પાસાંઓની છણાવટમાં ભદ્રેશ્વરસૂરિના કાળ વિષયે પણ સવિસ્તાર ચર્ચા થશે. આથી હું તો અહીં કેવળ મૂલગત ઐતિહાસિક સમસ્યાઓ વિશે જે વાતો પ્રાથમિક દૃષ્ટિએ ધ્યાનમાં આવે છે તે, લભ્ય બની શક્યાં છે તે પ્રમાણોના આધારે, રજૂ કરીશ. ઉપલબ્ધ ગ્રંથ-પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં ત્યાં તો મધ્યકાળમાં થયેલા ભિન્ન ભિન્ન ગચ્છના અનેક ભદ્રેશ્વરસૂરિઓનાં નામ નજરે પડે છે એમાંથી કયા ભદ્રેશ્વરસૂરિએ કહાવલિ રચી હશે તે શોધવું આમ તો કપરું છે, પણ પ્રયત્ન કરી જોવામાં ખોટું નથી. અંતિમ નિર્ણય ભવિષ્ય પર છોડવો ઘટે. કહાવલિના આંતર-પરીક્ષણથી ફલિત થતા કોઈ કોઈ મુદ્દાઓ કેટલેક અંશે પ્રાથમિક કાળ-નિર્ણયમાં સહાયક બને છે ખરા. આ ચર્ચામાં ૧૨મા શતક પછી થઈ ગયેલા ભદ્રેશ્વર નામધારી સૂરિઓને છોડી દીધા છે, કેમકે કોઈ જ વિદ્વાન્ કહાવલિને ૧૨મા શતક પછીની રચના હોવાનું માનતા નથી. સ્વયં કહાવલિ–એ મોડેની રચના હોઈ શકવાનો–એની અંદરની વસ્તુ, ભાષા, તેમ જ શૈલી આદિનાં લક્ષણો અન્વયે અપવાદ કરે છે. અહીં એથી ૧૨મા શતકમાં, તેમ જ તેથી પહેલાં થઈ ગયેલા, “ભદ્રેશ્વર' નામક સૂરિઓની જ સૂચિ આપી ગવેષણાનો આરંભ કરીશું. ઈસ્વીસના ૧૧મા-૧૨મા શતક દરમિયાન પ્રસ્તુત અભિધાનધારી આઠેક સૂરિઓ થઈ ગયા સંબંધે નોંધો મળે છે : યથા : (૧) બૃહદ્રગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિના શિષ્ય (આ. ઈ. સ. ૧૧૫૦-૧૨00); (૨) મંડલિમંડન મહાવીરદેવના પ્રતિષ્ઠાપક, ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિના શિષ્ય (ઈસ્વી. ૧૨મા શતકનો ઉત્તરાર્ધ); (૩) પર્ણમિક ધર્મઘોષસૂરિના શિષ્ય (આ. ઈ. સ. ૧૧૧૦-૧૧૫૦); (૪) રાજગચ્છીય ચંદ્રપ્રભસૂરિના વિનેય (આ. ઈ. સ. ૧૦૯૦-૧૧૩૦); (૫) ચંદ્રગથ્વીય દેવેન્દ્રસૂરિથી સાતમી પેઢીએ થઈ ગયેલા ભદ્રેશ્વરાચાર્ય (આઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); (૬) અજ્ઞાત (ચંદ્ર ?)ગચ્છીય પરમાનંદસૂરિથી ચોથી પેઢીએ થઈ ગયેલા પૂર્વાચાર્ય (આ૦ ઈ. સ. ૧૦૭૦-૧૧૦૦); Page #134 -------------------------------------------------------------------------- ________________ કહાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૦૫ (૭) ચંદ્રગથ્વીય રત્નાકરસૂરિથી ગુરુક્રમમાં સાતમા પૂર્વજ (આ. ઈ. સ. ૧૦૫૦-૧૧OO); અને (૮) ઉજ્જૈનના સં. ૧૩૩૨ / ઈસ. ૧૨૭૬ના ગુરુમૂર્તિ-લેખના આચાર્યોમાં પ્રથમ (આ. ઈ. સ. ૧૦૦૦-૧૦૨૫?) આગળ અવગાહન કરતાં પહેલાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વાતની નોંધ લેવી આવશ્યક છે. બૃહદ્ગચ્છીય આશ્રદત્તસૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ(સં. ૧૧૮૯ | ઈ. સ. ૧૧૩૩)માં દીધેલ સિદ્ધસેન દિવાકરનું સંક્ષિપ્ત વૃત્તાંત કહાવલિકારના સમાંતર કથાનકને વસ્તુ અને વિગતની દૃષ્ટિએ ઘણું જ મળતું આવે છે"; અને તેમાં અપાયેલ મલવાદિની કથા તો કહાવલિમાં જોવા મળતા પ્રસ્તુત કથાનકની પરિષ્કૃત, સંમાજિત પણ અન્યથા બિંબ-પ્રતિબિંબ શી રજૂઆત માત્ર છેઆથી કહાવલિના કર્તા ન તો ઉપરના ક્રમાંક ૧ વાળા બૂહગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, કે ન તો ક્રમાંક ૨ માં ઉલ્લિખિત ચંદ્રગચ્છીય ભદ્રેશ્વરસૂરિ હોઈ શકે, કેમકે તે બન્ને સૂરિવરોનો સમય વૃત્તિકાર આશ્રદત્તસૂરિ પછીનો છે. આ કારણસર બાકીના છ ભદ્રેશ્વર નામધારી સૂરિઓમાંથી કોઈ કહાવલિકાર હોવાની સંભાવના હોય તો તે તપાસવું ઘટે. આમાંથી ક્રમાંક ૩ વાળા (પૌર્ણમિક) ભદ્રેશ્વરસૂરિ તો આમ્રદત્તસૂરિના સમકાલિક હોઈ તેમને પણ છોડી દેવા પડશે. હવે જોઈએ ક્રમાંક “જ” વાળા રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ. તેમના ઉપદેશથી સજ્જન દંડનાયકે ઉજ્જયંતતીર્થનો પુનરુદ્ધાર (સં. ૧૧૮૫ ઈ. સ. ૧૧૨૯) કરાવેલો તેવી પરોક્ષ અને સીધી નોંધો મળે છે. રાજગચ્છના પ્રશસ્તિકારો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ “તપસ્વી” હોવાના તેમ જ તેમના સદોપદેશથી વટપદ્ર(વડોદરા)માં યાદગાર રથયાત્રાઓ સાજૂમંત્રી તેમ જ (ઉપર કથિત) સજ્જન મંત્રીએ કાઢેલી તેવા પણ ઉલ્લેખ કરે છે. પં. લાલચંદ્ર ગાંધી જો કે આ ભદ્રેશ્વરસૂરિને કહાવલિના કર્તા માને છે, પણ પ્રશસ્તિકારોએ તો તેમણે આવી રચના કરી હોવાનો કોઈ જ નિર્દેશ દીધો નથી. વિશેષમાં આ સૂરિ પણ આશ્રદત્તસૂરિના સમકાલિક જ છે. કહાવલિ તો અનેક કારણોસર ૧૨મા શતકથી વિશેષ પુરાતન લાગતી હોઈ આ રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ પણ તેના કર્તા હોવાનો સંભવ નથી. છેલ્લા કહ્યા તે બન્ને સૂરિવરોથી થોડા દાયકા અગાઉ થઈ ગયેલા, અને એથી ૧૧મા. શતકના આખરી ચરણમાં મૂકી શકાય તેવા, બે ભદ્રેશ્વરસૂરિ થયેલા છે. એક તો જેમની પરિપાટીમાં દેવેન્દ્રસૂરિ (ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધારકાર) (સં. ૧૨૯૮ | ઈ. સ. ૧૨૪૨) ૪ થઈ ગયા તે (અહીં ક્રમાંક ૫); બીજા તે અજ્ઞાત (કદાચ ચંદ્રગથ્વીય) પરમાનંદસૂરિ(સં. ૧૨૨૧ ( ઈ. સ. ૧૧૬૫)ના ચોથા પૂર્વજ ભદ્રેશ્વર" (અહીં ક્રમાંક ૬), પણ કહાવલિ આ બેમાંથી એકેયે રચી હોય તેવા સગડ એમના સંબંધમાં રચાયેલ પ્રશસ્તિઓમાંથી જડતા નથી વસ્તુતયા કહાવલિ તો તેમના સમયથી પણ પ્રાચીન હોવાનું ભાસે છે. નિ. એ. ભા. ૧-૧૪ Page #135 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હવે જોઈએ સાતમા ભદ્રેશ્વરસૂરિ વિશે. તેઓ આત્મગર્હાસ્તોત્ર અપરનામ રત્નાકરપંચવિંશતિકા (પ્રસિદ્ધ રત્નાકર-પચ્ચીસી)ના કર્જા ચંદ્રગચ્છીય રત્નાકરસૂરિ(ઉપલબ્ધ મિતિઓ સં ૧૨૮૭ / ઈ સ ૧૨૩૧ તથા સં૰ ૧૩૦૮ / ઈ સ ૧૨૫૨)થી સાતમા વિદ્યાપૂર્વજ'' હોઈ તેમનો સરાસરી સમય ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હશે ? એ સંબંધમાં વિશેષ વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વરસૂરિ વિશે જોઈ લેવું ઉપયુક્ત છે. ૧૦૬ આઠમા ભદ્રેશ્વરસૂરિની ભાળ ઉજ્જૈનના શાંતિનાથ જિનાલયમાં પૂજાતી, સં૰૧૩૩૨ / ઈ. સ. ૧૨૭૨ની એક વિશિષ્ટ ગુરુમૂર્તિના લેખમાંથી પ્રાપ્ત થાય છે૭. પ્રતિમા ભરાવનાર પં. નરચંદ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે અને પ્રતિષ્ઠાપક આચાર્ય રૂપે વર્ધમાનસૂરિનું નામ મળે છે. પ્રતિમા-ફલકમાં વચ્ચે એક મોટી આચાર્ય-મૂર્તિ અર્ધપર્યંકાસનમાં કંડારેલી છે, જ્યારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોની નાની નાની મૂર્તિઓ કોરી છે. નીચે આસનપટ્ટી પરના લેખ અનુસાર આ મૂર્તિઓના સંબંધમાં ભદ્રેશ્વરસૂરિ, જયસિંઘસૂરિ, હેમહર્ષસૂરિ, ભુવનચંદ્રસૂરિ, દેવચંદ્રસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનદેવસૂરિ, જિનચંદ્રસૂરિ, અને શાંતિપ્રભસૂરિ એમ નવ નામો બતાવ્યાં છે, જે સૌ કારાપક એવં પ્રતિષ્ઠાપક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાનાં છે; પણ લેખમાં કોઈનોય ગચ્છ દર્શાવ્યો નથી. સવાલ એ છે કે આ આચાર્યો ભદ્રેશ્વરસૂરિથી આરંભાતી કોઈ નિશ્ચિત મુનિ-પરંપરામાં ક્રમબદ્ધ પટ્ટધરો રૂપે થયા છે, વા એક ગચ્છ કે ગુરુની પરિપાટીના “સતીર્થો” છે, કે પછી અહીં મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગચ્છના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેશ્વર અને જિનચંદ્ર પ્રાક્ખરતર-ગચ્છમાં, દેવચંદ્ર પૂર્ણતલ્લીય-ગચ્છમાં, ભુવનચંદ્ર ચૈત્રવાલ-ગચ્છમાં, જયસિંહસૂરિ નામક આચાર્ય તો ત્રણ ચાર પૃથક્ પૃથક્ ગચ્છોમાં મળી આવે છે. આમ આ લેખમાંથી નિષ્પન્ન થતું અર્થઘટન સંદિગ્ધ હોઈ, લેખ પ્રારંભે મળતા ભદ્રેશ્વરસૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “ક્રમબદ્ધ” માનીને ચાલીએ તો પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિનો સમય ઈસ્વીસન્ની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં સહેજે આવે. આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વરસૂરિ પર કહાવલિના કર્તૃત્વનો કળશ ઢોળીએ તે પહેલાં કહાવલિની આંતરિક વસ્તુ તેમ જ તેની ભાષા અને શૈલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે પર વિચારીને જ નિર્ણય કરવો ઠીક રહેશે. પં માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાવલિકારે પાલિત્તસૂરિ (પ્રથમ)કૃત તરંગવઇકહા (ઈસ્વીસન્ની દ્વિતીય શતાબ્દીનો ઉત્તરાર્ધ વા અંત ભાગ), સંઘદાસ ગણિ કારિત વસુદેવહિણ્ડી (છઠ્ઠો સૈકો મધ્યભાગ), તીર્થાવકાલિકપ્રકીર્ણક (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકચૂર્ણિ (આ૰ ઈ. સ. ૬૦૦-૬૫૦), મહાનિશીથસૂત્ર (ઈસ્વી ૮મું શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓનો ઉપયોગ કર્યો છે. તેમ તેમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કહાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે પં. ભોજકે નિર્દેશ કર્યા અનુસાર, ચઉપન્નમહાપુરીસીરિય(ઈસ્વી ૯મા શતકનું ત્રીજું ચરણ)ના “વિબુધાનંદ નાટક”નો પણ પૂરી કૃતિ રૂપે સમાવેશ હોઈ તેનો પણ તેમાં પરિચય-પરામર્શ વરતાય છે. આથી એટલું તો ચોક્કસ કે ભદ્રેશ્વરસૂરિ ઈસ્વીસન્ ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન પર સૂક્ષ્મતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાંત શાહ તથા પં, લાલચંદ્ર ગાંધી વચ્ચે કહાવલિના રચનાકાળ સંબંધમાં જે મતભેદ થયેલો તેના મુદ્દાઓ જોઈ લઈએ. પં. ગાંધી રાજગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, જે સાજૂમંત્રી, સજ્જન દંડનાયક (અને એ કારણસર ચૌલુક્ય જયસિંહદેવ સિદ્ધરાજ)ના સમકાલીન છે, તેમને કહાવલિના કર્તા માને છે. આમ તેઓ તેને વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં (ઈસ્વી ૧૨મી શતાબ્દી પૂર્વાર્ધમાં) થયેલા માને છે. દા. શાહે પ્રસ્તુત સમય હોવા સંબંધે સંદેહ પ્રકટ કરી ભદ્રેશ્વરસૂરિ એ કાળથી સારી રીતે વહેલા થઈ ગયા હોવા સંબંધમાં સાધાર ચર્ચા કરી છે. ખાસ કરીને જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે “સંપર્ય દેવલોય ગઓ” સિમ્મત રેવનોવં તો] એવો જે ચોક્કસ ઉલ્લેખ ભદ્રેશ્વરસૂરિએ કર્યો છે તે છે. એમનું એ સંદર્ભમાં ઠીક જ કહેવું છે કે “વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલ “કહાવલિ કાર એવો પ્રયોગ ન જ કરે એટલે “કહાવલિ કાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે”. દા. શાહના અનુરોધથી કેટલાંક અવતરણો તપાસી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પ્રસ્તુત કૃતિની પ્રાકૃત “વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની હોવાનો અભિપ્રાય આપેલો. તે પછી પં. ગાંધીએ વાળેલ ઉત્તરમાં દા. ઉમાકાંત શાહની ચર્ચામાં ઉપસ્થિતિ થયેલ કેટલાક ગૌણ મુદ્દાઓનું તો ખંડન છે પણ ઉપર ટાંકેલ એમના બે મજબૂત મુદ્દાઓ સામે તેઓ કોઈ પ્રતીતિજનક વાંધાઓ રજૂ કરી શક્યા નથી. (દાઇ શાહે પોતાના પ્રત્યાવલોકનમાં પં. ગાંધીનાં અવલોકનોમાં રહેલી આ નબળાઈઓ વિશે તે પછી સવિનય પણ દઢ ધ્વનિપૂર્વક ધ્યાન દોર્યું હતું.) દા. શાહ તેમ જ દાસાંડેસરાનાં અવલોકનો-અભિપ્રાયોને એમ સહેલાઈથી ઉવેખી નાખી શકાય નહીં. એને ધ્યાનપૂર્વક તેમ જ પૂરી સહાનુભૂતિથી નિરીક્ષવા ઘટે. તેમાં પહેલાં તો જિનભદ્રગણિવાળા મુદ્દા વિશે વિચારતાં તેનો ખુલાસો એ રીતે થઈ શકે કે ભદ્રેશ્વરસૂરિએ કોઈ સાતમા શતકના પ્રત્યક્ષ યા પરોક્ષ સ્રોતનો આધાર લીધો હશે. કેમકે તેઓ હરિભદ્રસૂરિ જ નહીં, શીલાંકદેવની પણ પાછળ થયા હોઈ તેઓ પોતે તો “સંપઈ દેવલોય ગઓ” એવા શબ્દો દેખીતી રીતે જ વાપરી શકે નહીં. આથી તાત્પર્ય એ જ નીકળે કે તેમણે પોતાની સામે રહેલ કોઈ પુરાણા સ્રોતનું વાક્ય યથાતથા ગ્રહણ કરેલું છે. બીજી બાજુ જોઈએ તો કહાવલિકારની પોતાની પ્રાકૃત, જે અનેક સ્થળે જોવા મળે છે, તે પ્રમાણમાં પ્રાચીન તો દેખાય જ છે, પણ તેને તો પ્રાચીન સ્રોતોના દીર્ઘકાલીન અને તીવ્રતર અનુશીલન-પરિશીલનને કારણે, પરંપરાગત બીબામાં ઢળાયેલી-ઘડાયેલી, અને જૂનવાણી રંગે તરબોળાયેલી પ્રૌઢી દર્શાવનાર Page #137 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ માની શકાય. જ્યારે કેટલાંક વાક્યો, કંડિકાઓ આદિ જૂના સ્રોતોમાંથી સીધાં લઈ લીધાં હોય તો એને જ જોઈએ તો તેમની ભાષા પોતાની ભાષા જૂની હોવા સંભ્રમ થાય. હસ્તપ્રત જોતાં એટલું તો સ્પષ્ટ લાગે છે કે ભદ્રેશ્વરસૂરિની અભિવ્યક્તિમાં પરિષ્કાર અને વૈદગ્ધનો, કાવ્યત્વ અને આયોજનની સુશ્લિષ્ટતાનો, પ્રાયઃ અભાવ છે. પૂર્ણતલ્લગચ્છીય ગુરુ-શિષ્ય દેવચંદ્રહેમચંદ્રસૂરિ કે બૃહદ્ગચ્છના નેમિચંદ્ર-આમ્રદતસૂરિ, ચંદ્રગચ્છના વર્ધમાનસૂરિ, અથવા ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ સરખા મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓની ઓજસ્વી ભાષા અને તેજસ્વી પરિષ્કૃત શૈલી સામે કહાવલિનાં પ્રાકૃત એવં શૈલ્યાદિને તુલવતાં એની જૂનવટ એકદમ આગળ તરી આવે છે. આથી દા શાહ તથા દારૂ સાંડેસરાના કહાવલિની ભાષા સંબદ્ધ કથનો અમુકાંશે તથ્યપૂર્ણ જરૂર છે. પં. ગાંધીએ કહાવિલ ૧૨મા શતકની રચના હોવાનું કોઈ જ પ્રમાણ આપ્યું નથી. સમય સંબંધે એમની એ કેવળ ધારણા જ હતી અને તે અસિદ્ધ ઠરે છે. ૧૦૮ કહાવલિના સમયાંકનમાં નીચે રજૂ કરીશ તે મુદ્દાઓ એકદમ નિર્ણાયક નહીં તો યે ઠીક ઠીક સહાયક અને ઉપકારક જણાય છે. વિશેષ દૃઢતાપૂર્વકનો નિશ્ચય તો સમગ્ર કહાવલિનાં આકલન, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય તે યુક્તિઓ દ્વારા જ થઈ શકે. (૧) ભદ્રેશ્વરસૂરિએ, ‘ક્ષમાશ્રમણ’, ‘દિવાકર’, અને ‘વાચક' શબ્દને એકાર્થક માન્યા છે૫ : આમાં ‘ક્ષમાશ્રમણ’ અને ‘વાચક’ તો લાંબા સમયથી પ્રયોગમાં પર્યાયવાચી છે જ, પણ ‘દિવાકર’તો કેવળ બિરુદ જ છે, ઋષ્યંક નહીં; અને એ પણ સન્મતિપ્રકરણના કર્તા પ્રસિદ્ધ આચાર્ય સિદ્ધસેન(ઈસ્વીસનું પાંચમું શતક)ને છોડતાં બીજા કોઈ વાચક વા ક્ષમાશ્રમણ માટે ક્યાંયે અને ક્યારેય પ્રયુક્ત થયું નથી; એટલું જ નહીં, સિદ્ધસેન વિષયે આ બિરુદનો યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ પૂર્વે કોઈએ ઉલ્લેખ વા પ્રયોગ કર્યો નથી. એ જ રીતે ‘વાદી’સાથે ‘વાચક’અને ‘ક્ષમાશ્રમણ' અભિધાનો એકાર્થક નથી. ‘વાચક’પ્રાયઃ આગમિક, અને ‘વાદી’ મુખ્યતયા તાર્કિક-દાર્શનિક, વિદ્વાન હોય છે. આથી ભદ્રેશ્વરસૂરિએ વાળેલ આ છબરડો તેમને બહુ પ્રાચીન આચાર્ય હોવા સંબંધમાં મોટો સંદેહ ઊભો કરે છે. (૨) કહાવલિ-કથિત ‘“પાદલિપ્તસૂરિકથા”માં ત્રણ, પણ જુદા જુદા સમયે થઈ ગયેલા, એકનામી સૂરીશ્વરોનાં ચરિત્રો ભેળવી દીધાં છે. આમાં પાદલિપ્તસૂરિ માનખેડ ગયાની જે વાત કહાવલિકારે નોંધી છે તે તો નિર્વાણકલિકા તથા પુંડરીકપ્રકીર્ણકના કર્તા ત્રીજા પાદલિપ્તસૂરિને જ લાગુ પડી શકે. કેમકે માનખેડ (સંસ્કૃત માન્યખેટક, કન્નડ મળખેડ) રાષ્ટ્રકૂટ ગોવિંદ દ્વિતીયના સમયમાં બંધાવું શરૂ થયેલું અને અમોઘવર્ષ પ્રથમે ઈસ્વીસન્ ૮૧૫ બાદ (એલાપુર કે ઇલોરા અને જંબૂણ્ડિથી) ત્યાં ગાદી ખસેડેલી; અને રાષ્ટ્રકૂટ કૃષ્ણ(તૃતીય)ને માનખેડમાં મળેલા ત્રીજા પાદલિપ્તસૂરિનો સમય ઈસ્વી ૯૨૫-૯૭૦ના ગાળામાં પડે છે. આથી સ્પષ્ટ છે કે ભદ્રેશ્વરસૂરિ તે સમયથી ઓછામાં ઓછું પચીસ-પચાસ વર્ષ બાદ જ થયા હોવા Page #138 -------------------------------------------------------------------------- ________________ કહાવલિનકર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૦૯ જોઈએ. તેઓ ત્રીજા પાદલિપ્તસૂરિની તદ્દન સમીપવર્તી હોત તો તો આ ગોટાળાથી અમુકાશે મુક્ત રહી શક્યા હોત. આ જોતાં તો એમ લાગે છે કે તેઓ ઈ. સ. ૯૭૫-૧૦૨૫ના અરસામાં થઈ ગયા છે. એમના પોતાના લખાણના જૂના રંગઢંગ પણ આ સમયને પુષ્ટિકર છે. આ વાત સ્વીકારીએ તો ઉપર જે સાતમા (તથા આઠમા) ભદ્રેશ્વર વિશે કહી ગયા તેમનાથી કહાવલિકાર ત્રણ નહીં તોયે એકાદ બે પેઢી તો યેષ્ઠ હોવાનો સંભવ છે. એમ જ હોય તો છેલ્લા કહ્યા તે બન્ને પ્રમાણમાં જૂના કાળના ભદ્રેશ્વરસૂરિઓથી પણ વધારે જૂના, કોઈ અન્ય, ભદ્રેશ્વર હોવા અંગે કંઈક સૂચન ક્યાંકથી પણ મળવું જરૂરી છે. વસ્તુતયા આ પ્રાચીનતમ ભદ્રેશ્વર થયા હોવાનાં બે પ્રમાણો છે, જેના તરફ કહાવલિકાર વિશે વિચારનારા વિદ્વાનોનું ધ્યાન નથી ગયું. જેમકે ચંદ્રકુલના વર્ધમાનસૂરિના પ્રાકૃત ઋષભચરિત્રના કર્તા પોતાની ગુર્નાવલી ભદ્રેશ્વરસૂરિથી આરંભે છે. તેમાં પ્રસ્તુત સૂરિવર પછી મુનિચંદ્રસૂરિ, પછી કોઈ સૂરિ (જેમને લગતાં-પદ્ય-ચરણો ખંડિત છે), ત્યારબાદ “+ સૂરિ” (“નગ્ન' હશે), તે પછી કોઈ-કવિ-સૂરિ (જેમનું નામ ગયું છે) તે આવે છે. પ્રશસ્તિનો તે પછીનો ભાગ નષ્ટ થયો છે. સંભવ છે કે તેમાં રચના સંવત્ તથા કર્તાનું નામ (વઢમાણ ?) દીધાં હોય, જો તેમ હોય તો વર્ધમાનસૂરિથી (એકાદ વધુ નામ ઊડી ન ગયું હોય તો) પ્રસ્તુત ભદ્રેશ્વરસૂરિ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થાય : યથા : (૧) ભદ્રેશ્વરસૂરિ (૨) મુનિચંદ્રસૂરિ (૪) (ન) સૂરિ (૫) (વર્ધમાનસૂરિ ?) પ્રશસ્તિની ભાષા અને શૈલી ૧૧મી સદીના આખરી ચરણ બાદનાં લાગતાં નથી. વસ્તુતયા એની રીતિ-પરિપાટી કહાવલિની પ્રાકૃત અને શૈલીની પરિપાટીનાં જ લક્ષણો ધરાવે છે. એ વાત ધ્યાનમાં લેતાં તો આ પરંપરામાં આરંભે આવતા ભદ્રેશ્વરસૂરિ કહાવલિકાર હોવાનો સંભવ છે. વર્ધમાનસૂરિથી તેઓ ઓછામાં ઓછું પાંચમી પેઢીએ થયા હોઈ તેમનો સરાસરી સમયે ઈ. સ. ૯૭૫-૧૦૦૦ના અરસાનો ઘટી શકે. Page #139 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રશસ્તિકાર વર્ધમાનસૂરિના સમયમાં એમની પરંપરાના મુનિઓ “ભદ્રેશ્વરગચ્છીય’’ ગણાતા હશે, કેમ કે ભદ્રેશ્વરસૂરિ-શિષ્ય મુનિચંદ્રસૂરિ માટે ‘એમના ગચ્છોદધિના વૃદ્ધિ કરનાર’ (શોયહિસ્સ ડ્ડિરો) એવી વિશેષતા સૂચવી છે. પશ્ચિમ ભારતમાં રચાયેલી અનેક જૂની શ્વેતાંબર ગ્રંથ-પ્રશસ્તિઓ તેમ જ અભિલેખો જોઈ વળતાં તેમાં તો ભદ્રેશ્વરાચાર્યના નામથી શરૂ થયેલો કોઈ ગચ્છ નજરે પડતો નથી; પણ મથુરા, કે જ્યાંના સુવિશ્રુત જૈન સ્તૂપના દર્શને પશ્ચિમ ભારતના શ્વેતાંબર મુનિવરો મધ્યકાળ સુધી તો જતા આવતા અને પ્રતિમા-પ્રતિષ્ઠાઓ પણ કરાવતા, ત્યાંથી એક અતિ ખંડિત, પણ સદ્ભાગ્યે સાલ જાળવતા, પ્રતિમા-લેખમાં સં. ૨૦૪ શ્રી ભદ્રેશ્વરાચાર્ય છે નિતિ... એટલો, પણ મહત્ત્વપૂર્ણ, ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ લેખ પરથી સિદ્ધ થાય છે કે ઈ સ ૧૦૪૮માં ‘ભદ્રેશ્વરાચાર્યગચ્છ’ વિદ્યમાન હતો અને તે પ્રસ્તુત મિતિ પૂર્વે સ્થપાઈ ચૂકેલો. આ ‘ભદ્રેશ્વરાચાર્ય ગચ્છ’ ઉપરચર્ચિત વર્ધમાનસૂરિના પૂર્વજ ભદ્રેશ્વરસૂરિના નામથી નીકળ્યો હોવાનો સંભવ છે. ૧૧૦ સમગ્ર રીતે જોતાં જેના નામથી ગચ્છ નીકળ્યો છે તે જ ભદ્રેશ્વરસૂરિ કહાવલિના કર્તા હોવાનું સંભવિત જણાય છે. કહાવલિના આંતર-પરીક્ષણથી નિશ્ચિત બનતી ઈ. સ. ૯૭૫ની પૂર્વસીમા, અભિલેખથી નિર્ણીત થતી ભદ્રેશ્વરાચાર્યગચ્છની ઈ. સ. ૧૦૪૮ની ઉત્તરાધિ, તેમ જ વર્ધમાનસૂરિની પ્રશસ્તિથી સૂચવાતો ભદ્રેશ્વરસૂરિનો સરાસરી ઈસ્વીસન્ ૯૭૫-૧૦૦૦ના અરસાનો સમય, અને એ કાળે અન્ય કોઈ ભદ્રેશ્વરસૂરિ અભિધાનક આચાર્યની અનુપસ્થિતિ, એ સૌ સંયોગોનો મેળ જોતાં તો લાગે છે કે સંદર્ભગત ભદ્રેશ્વરસૂરિની મુનિરૂપેણ કાલાવધિ ઈસ ૯૭૫-૧૦૨૫ના ગાળામાં સીમિત થવી ઘટે અને એથી કહાવલિનો અંદાજે રચનાકાળ ઈ. સ. ૧૦૦૦ના અરસાનો હોય તેવું નિબંધ ફલિત થઈ શકે છે. લેખ સમાપનમાં એક નાનકડું અનુમાન ઉમેરણરૂપે રજૂ કરવું અયુક્ત નહીં જણાય. કહાવલિના વિનષ્ટ દ્વિતીય પરિચ્છેદમાં શું વિષય હશે તે અંગે વિચારતાં લાગે છે કે તેમાં જૈન દંતકથાગત પુરુષોનાં ચરિત્રો અતિરિક્ત હરિભદ્રસૂરિના સમયમાં થઈ ગયેલા (પણ તેમનાથી લઘુવયસ્ક) કૃષ્ણર્ષિ, ત્યારબાદ શીલસૂરિ (શીલાચાર્ય કિંવા શીલાંકસૂરિ), અને સિદ્ધર્ષિનાં વૃત્તાંત હશે. કદાચ ભક્તામરસ્તોત્રકાર માનતુંગસૂરિ (અને વાયટગચ્છીય જીવદેવસૂરિ ?) વિશે પણ ચરિત્રચિત્રણ હોય. (પ્રભાવકચરિતમાં આ વિશેષ ચરિત્રો મળે છે.) કહાવલિ બૃહદ્કાય ગ્રંથ હોઈ, તેમ જ તેનાં ભાષા-શૈલી સાધારણ કોટીનાં એવું જૂનવાણી હોઈ, પ્રભાવકચરિત જેવા ગ્રંથો બની ગયા બાદ તેનું મૂલ્ય ઘટી જતાં તેની પછીથી ઝાઝી પ્રતિલિપિઓ બની જણાતી નથી. એથી જ તો આજે આ ગ્રંથની હસ્તપ્રતો દુષ્પ્રાપ્ય બની જણાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧ ૧ ૧ ટિપ્પણો : ૧. કહાવલિની પ્રથમ પરિચ્છેદના બે ખંડ ધરાવતી સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૩૧ની પ્રત માટે જુઓ C.D.Dalal (& L.B.gandhi), A Descriptive Catalogue of Manuscripts in the Jaina Bhandars at Pattan, Gaekwad's Oriental Series No. LXXVI, Baroda 1937, p. 244. આ મૂળ અને અન્ય પ્રતો તેમ જ તેની નકલોની વિગતવાર નોંધ માટે જુઓ પંત દલસુખ માલવણિયાના 246422-114 444 "On Bhadreśvarasūri's Kahavali," Indologica Taurinensia, vol. XI, Torino 1983, pp. 77-95. ૨. “વિશેષાવશ્યકભાષ્યકાર શ્રી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ,” શ્રી જૈન સત્ય પ્રકાશ ૧૭.૪ (૧૫.૧.૫૨), પૃ. ૮૯-૯૧. 3.gaul Brel 344 cze RECT “Jaina Iconography : A Brief Survey,” streefter gratia (પુરાતત્ત્વાચાર્ય મુનિ જિનવિજય અભિનંદન ગ્રંથ), જયપુર ૧૯૭૧, પૃ. ૨૦૩. ૪. “પ્રાયો વિનીય દશતાબ્દી ઉત્તરાર્ધ વિદ્યાનો ક્રેશ્વરસૂરિ પ્રતિભાષામથ્યા થાવત્યાં ... ઇત્યાદિ. જુઓ વિનિયમ ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાલા (ગ્રં૧૧૬) વટપદ્ર ૧૯૫૨, “પ્રસ્તાવના' પૃ. ૯, ૫. પ્રસ્તુત ગ્રંથની સંપાદકીય ‘પ્રસ્તાવના' પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૩, વારાણસી ૧૯૬૧, પૃ. ૪૧. ૬. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૪, “સોલંકીકાલ” “ભાષા અને સાહિત્ય”, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૮-૨૯૯. ૭, “On Bhadresvarasuri's,pp. 79-81. ૮. આમ તો આ ભદ્રેશ્વરસૂરિની ખાસ કોઈ રચના મળતી નથી. દેવસૂરિની હયાતીમાં તો તેઓ તેમના સહાયક રૂપે દેખા દે છે. દેવસૂરિની ઈસ્વીસનું ૧૧૭૦માં થયેલ દેવગતિ બાદ તેઓ આચાર્ય રૂપે આગળ આવેલા. ૯. ઉપલબ્ધ પ્રથમ પરિચ્છેદનું ગ્રંથમાન ૨૩૮૦૦ શ્લોકપ્રમાણ છે. બીજો પરિચ્છેદ લભ્યમાન હશે ત્યારે પુરો ગ્રંથ તો બહુ જ મોટા કદનો હશે. ૧૦. અહીં તો હું આવશ્યક હશે, ચર્ચાને ઉપકારક હશે, તેટલામાં જ સ્રોત-સંદર્ભો યથાસ્થાને ટાંકીશ. ૧૧. મલ્લવાદી સંબદ્ધ કથાનક-ચરિત-પ્રબંધાદિમાંથી એકત્ર કરેલ પાઠો માટે જુઓ પં. લાલચંદ્ર ગાંધી, ‘પ્રસ્તાવના પૃ. ૧૧-૨૧, તથા મુનિ જંબૂવિજય, દાહશાનયમ, ભાવનગર ૧૯૬૬, (સંસ્કૃત) ‘પ્રસ્તાવના', પૃ. ૧૧-૧૪. ૧૨. આખ્યાનકમણિકોશવૃત્તિ અંતર્ગત દીધેલા પાઠના મૂળસ્થાન માટે જુઓ પં. અમૃતલાલ ભોજક, પ્રાકૃત ગ્રંથ પરિષદ ગ્રંથાંક ૫, વારાણસી ૧૯૬૨, પૃ. ૧૭૨-૧૭૩. તથા કહાવલિના પાઠ માટે જુઓ જંબૂવિજયજી, પૃ. ૧૧-૧૩.' ૧૩. જુઓ Dalal, A Descriptive Catalogue., શ્રેયાંસનાથવરિત્ર of Devaprabhasuri, pp. 244-46. ૧૪. મોહનલાલ દલીચંદ દેશાઈ. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૫૭૧, પૃ. ૩૯૭. Page #141 -------------------------------------------------------------------------- ________________ નિર્ધન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૫. Ed. Muni Punyavijaya, Catalogue of Paln leaf Manuscripts in the Santinitha Jain Bhandara, Cambay (pt 1), GOS No. 135, Baroda 1961, ધ્યયન યુદ્ધોના વૃત્તિ-પ્રતિ p. 117-118. ૧૧૨ ૧૬. ચંદ્રગચ્છ નન્નસૂરિ T વાદિસૂરિ I સર્વદેવ ૨૧. એજન, પૃ. ૯૧. ૨૨. એજન, પૃ. ૯૦. I પ્રધુમ્ન ભદ્રેશ્વર I દેવભદ્ર (પ્રથમ) I સિદ્ધસેન 1 યશોદેવ I માનદેવ I રત્નાકરસૂરિ (પ્રશસ્તિ સં. ૧૩૦૮ । ઈ. સ. ૧૨૫૨) ૧૭. અગરચંદ નાહટા, ‘‘નવ આચાર્યોની એક સંયુક્ત મૂર્તિ," શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૧૯, ક્રમાંક ૨૧૮૨૧૯, અંક ૨-૩, ૧૫.૨ ૧૯૫૩, પૃ. ૩૧-૩૪ તથા Title page (2), રત્નપ્રભ I દેવભદ્ર (દ્વિતીય) ૧૮. Malvaniya, “On Bhadreśvarasāri's., p. 81. ૧૯, ‘‘પ્રાચીન વટપતના ઉલ્લેખો,” સુવાસ, સં ૧૯૯૪, વૈશાખ ઃ (ઈ. સ. ૧૯૩૮, મે માસ), ૨૦. ઉમાકાંત પ્રેમચંદ શાહ, ‘‘વિશેષ આવશ્યક ભાષ્યકાર શ્રી જિનપ્રભગણિ ક્ષમામણના સ્વહસ્તે પ્રતિષ્ઠિત પ્રાચીન જૈન પ્રતિમાઓ, " શ્રી જૈન સત્યપ્રકાશ વર્ષ ૧૭, અંક ૪, ક્રમાંક ૧૯૬, ૧૫.૧.૫૨, પૃ ૮૯-૯૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ કહાવલિ-કર્તા ભદ્રેશ્વરસૂરિના સમય વિશે ૧૧૩ ૨૩. “શ્રી ભદ્રેશ્વરસૂરિની કહાવલિ,” શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૭, અંક ૫-૬, ક્રમાંક ૧૯૭-૧૯૮, ૧૫.૩ પર, પૃ. ૧૧૦-૧૧૨. ૨૪. “શ્રી ભદ્રેશ્વરસૂરિની કહાવલિ વિશે વધુ ખુલાસો,” શ્રી જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૧૭, અંક ૮-૯, ક્રમાંક ૧૯૯-૨૦૦, ૧૫.૬.૫૨ Title page (3) તથા અનુસંધાને, પૃ. ૧૬૮. २५. वायग समाणत्था य समण्णउ वाई-खमासमण-दिवायरा, भणियं च वाइ खमासमणो दिवायरो वायगो त्ति एगठाउ । पुव्वगयं जस्सेसं तस्सिमे णामे ॥ ર૬. પં. માલવણિયાજીએ કંઈક આ સંબંધમાં ક્યાંક ચર્ચા કરી હોવાનું સ્મરણ છે. પણ સ્રોત હવે સ્મરણમાં આવતું નથી. 29. Dalal, GOS No. LXXVI, pp. 169-170. 26. V.S. Agarawal, Mathura Museum Catalogue, pt. III, Varanasi 1963, p. 25. નિ, ઐ, ભા. ૧-૧૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ “ગૌતમસ્વામિસ્તવના કર્તા વજસ્વામી વિશે ચરમ તીર્થંકર જિન વર્ધમાન મહાવીરના પટ્ટધર ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમને ઉદ્દેશીને રચાયેલ જે થોડાંક સ્તોત્રો મળે છે તેમાં વજસ્વામીનું બનાવેલું મનાતું ગૌતમસ્વામિસ્તવ પ્રાચીનતર હોવા ઉપરાંત નિર્ચન્થસર્જિત સંસ્કૃત સ્તોત્રસાહિત્યની એક અભિજાત કૃતિ પણ છે. - શાર્દૂલવિક્રીડિત છંદમાં, દ્વાદશવૃત્તોમાં નિબદ્ધ, ચારુ શબ્દાવલી અને નિર્મલ ભાવોન્મેષથી રસમય બનેલ આ કર્ણપેશલ સ્તવના કર્તાનો નિર્દેશ મૂળ કૃતિમાં તો નથી, તેમ તેના પર કોઈ વૃત્તિ વા અવચૂર્ણિ લખાઈ હોય–જેમાં વ્યાખ્યાકારે કર્તાનું એમને પરંપરાથી જ્ઞાત હોય તે નામ, વજસ્વામી જણાવ્યું હોયતો તે જાણમાં નથી. સંપાદક (સ્વ) મુનિ ચતુરવિજયજીએ પ્રસ્તુત સ્તવના કર્તા પુરાતન વજસ્વામી માનવા સંબંધનાં કારણો વિશે પોતાની પ્રસ્તાવનામાં કોઈ જ સ્પષ્ટતા કરી નથી. સંભવ છે કે લિપિકારોમાંના કોઈએ, કોઈક પ્રતમાં, સ્તવાન્ત આવું નોંધ્યું હોય, યા તો સંપ્રદાયમાં પરંપરાથી આ પ્રમાણે મનાતું હોય. સંપાદકે સ્તોત્રકર્તા વજસ્વામીને ઈસ્વીસનુની પહેલી શતાબ્દીમાં થઈ ગયેલ પુરાતન આચાર્ય “આર્ય વજ' માન્યા છે, અને સંભવ છે કે વર્તમાન પરિપાટીમાં પણ આવી માન્યતા પ્રચલિત હશે. વસ્તુતયા આ માન્યતા ભ્રમમૂલક જ છે તેમ અનેક કારણોથી સિદ્ધ થાય છે : (૧) સંસ્કૃતમાં જૈનોની સૌ પ્રથમ જ્ઞાત કૃતિ તે વાચક ઉમાસ્વાતિનું સભાષ્ય તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. ઉમાસ્વાતિ સિદ્ધસેનદિવાકરથી પૂર્વે થઈ ગયેલા હોઈ, બ્રાહ્મણીય દર્શનોના સૂત્રો પરના ભાષ્યો બાદ થોડાંક વર્ષોમાં થઈ ગયા હોય, તેમ જ તેમની લેખનશૈલી ઉપરથી અને તત્ત્વાર્થાધિગમના આંતર-પરીક્ષણથી જે નિષ્કર્ષો નીકળે છે તે જોતાં, તેમનો - સરાસરી સમય ઈ. સ. ૩૫૦-૪૦૦ વચ્ચેના ગાળામાં આવી શકે તેવા અંદાજો થયા હોઈ, ઉપર્યુક્ત સ્તવને પહેલી શતાબ્દીમાં મૂકતાં પહેલાં ખૂબ વિચારવું પડે તેમ છે. ઉમાસ્વાતિના ભાષ્યમાં ક્યાંક કયાંક સંસ્કૃત પદ્યો ઉઠ્ઠતિ છે, જેના કલેવર અને આત્મા જૈન હોઈ એમના સમય પૂર્વે પણ જૈનો સંસ્કૃતમાં લખતા હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પણ પં. સુખલાલજી તો પ્રસ્તુત પદ્યો ઉમાસ્વાતિનાં જ માને છે, અને તે ગુપ્તકાળ પૂર્વેનાં હોય તેમ ભાસતું પણ નથી. મહાયાન સંપ્રદાયના બૌદ્ધ દાર્શનિકો-કવિજનો–અશ્વઘોષ, માતૃચેટ, નાગાર્જુનાદિઈસ્વીસની પહેલી શતાબ્દીના ઉત્તરાર્ધ અને બીજીના પૂર્વાર્ધના ગાળામાં, મોટે ભાગે કુષાણ સમ્રાટ કનિષ્કના સમયમાં, થઈ ગયા છે : અને તેઓ સૌ, બૌદ્ધોમાં સંસ્કૃત-લેખનના ક્ષેત્રમાં અગ્રચારી મનાય છે. પ્રાકૃત-પરસ્ત જૈનોમાં તો ઉમાસ્વાતિ તેમ જ ચંદ્રગુપ્ત દ્વિતીયના સમકાલીન સિદ્ધસેન દિવાકર પૂર્વેનો કોઈ જ સંસ્કૃત લેખક કે કોઈ કૃતિ નજરે ચડતાં નથી. Page #144 -------------------------------------------------------------------------- ________________ ‘ગૌતમસ્વામિસ્તવ’ના કર્તા વજસ્વામી વિશે આથી ગૌતમસ્વામિસ્તવના કર્તારૂપે આર્ય વજ્ર હોવાનું તો ઉપલબ્ધ તમામ ઐતિહાસિક પ્રમાણોથી વિરુદ્ધ જઈને જ માની શકાય. (૨) આર્ય વજ્રની એ કૃતિ હોવાની વિરુદ્ધમાં તો સ્તવમાં જ અનેક પ્રમાણો છે. સ્તવનો વિશિષ્ટ પ્રકાર સામાસિક ઢાંચો, તેમાં વરતાતો માંજુલ્યનો આગ્રહ, માર્દવ સમેતના આલંકારિક લાલિત્યનો ડગલે ને પગલે સ્પર્શ—આમ કાવ્ય-કલેવરનો સમગ્ર વિભાવ તેમ જ શબ્દોની પસંદગી, છંદોલય અને પદ્યગુંફનમાં પ્રાચ્યતાનો પૂર્ણતયા અભાવ—તેને ઈસ્વીસન્ના આરંભકાળની કૃતિ માનવાની વાત તો એક બાજુએ રહી પણ તે પ્રાક્ર્મધ્યકાલીન હોવાની પણ ના પાડે છે ! સિદ્ધસેન દિવાકર (ઈસ્વીસન્ની પાંચમી શતાબ્દી પૂર્વાર્ધ), હારિલ વાચક (પાંચમો-છઠ્ઠો સૈકો), સમંતભદ્ર (છઠ્ઠી-સાતમી સદી), માનતુંગાચાર્ય (છઠ્ઠો-સાતમો સૈકો), પૂજ્યપાદ દેવનંદી (આ ઈ. સ. ૬૨૫-૬૮૦), યાકિનીસૂનુ હરિભદ્રસૂરિ તેમ જ ભદ્રકીર્તિબપ્પભટ્ટસૂરિ (આઠમું શતક) ઇત્યાદિ શ્વેતાંબર-દિગંબર સંપ્રદાયના મધ્યકાલીન મહાન્ તત્ત્વજ્ઞ-સ્તુતિકારોની કૃતિઓ સાથે સરખાવતાં આ વાત સ્પષ્ટ બની રહે છે. બીજી બાજુ વિજયસિંહાચાર્યની નેમિસ્તુતિ (આ ઈ સ ૧૦૨૦-૫૦)* તેમ જ સોલંકીસમ્રાટ કુમારપાલ(ઈ. સ. ૧૧૪૪-૭૪)ના સમય પૂર્વે રચાઈ ગયેલી, ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિ, જિનદત્તસૂરિ આદિ મધ્યકાનીલ મહાન્ સ્તુતિકારોની પ્રસિદ્ધ જૈન સ્તોત્રાદિ રચનાઓ સાથે તુલના કરતાં પ્રકૃત ગૌતમસ્વામિસ્તવ એ જ વર્ગનું, એવી જ સમસાધારણ શૈલીનું, અને એ જ કાળમાં રચાયેલું છે તેમ તુરત જ પરખાઈ આવે છે. આ સ્તુતિ-કાવ્યની ઉદ્યોતક૨-પ્રસન્નકર ગુણવત્તાની ઉત્કૃષ્ટતાને લક્ષમાં લઈએ તો તે ઈસ્વીસન્ની ૧૨મી શતાબ્દીથી તો પહેલાંનું, મોટે ભાગે ૧૧મીના પૂર્વાર્ધનું હોવાની સહસા છાપ પડે છે. ૧૧૫ (૩) સ્તવ મધ્યકાલીન હોવાનું શૈલી અતિરિક્ત તેની ભીતર રહેલી વસ્તુના પરીક્ષણથી પણ સિદ્ધ થાય છે. પહેલી વાત એ છે કે સ્તવ ગણધર ગૌતમની કોઈ પ્રસિદ્ધ પ્રતિમાને ઉદ્બોધીને રચાયું છે. ગૌતમ લબ્ધિશાળી—સિદ્ધિસંપન્ન—મુનિવર હતા તેવી માન્યતા તો પશ્ચાત્કાલીન આગમિક સાહિત્યમાં આવી ગયેલી, પણ તેઓ ‘ચારણલબ્ધિ’ના પ્રભાવે દુર્ગમ એવા અષ્ટાપદપર્વત પર પહોંચી, ભરતચક્રી કારિત ઋષભાદિ ચતુર્વિશતિ જિનોના પ્રાસાદની યાત્રા કરી આવેલા એવી કિંવદંતી વિશેષે ઈસ્વીસના નવમા શતકથી જ વહેતી થયેલી, અને ત્યારથી તેમનો મહિમા વધ્યો અને એ કારણસર જિન તેમ જ અંબિા સરખી યક્ષીની મૂર્તિઓ સાથે તેમની પ્રતિમાઓ પણ ઉપાસનાર્થે બનવા લાગી હોય તેમ જણાય છે. ગૌતમને સ્તવના પ્રથમ પદમાં ૧૦૦૮ પાંખડીવાળા સુવર્ણકમલ ૫૨ આસનસ્થ બતાવ્યા છે, જે કલ્પના સ્પષ્ટતયા મધ્યકાળની જ છે, અને છેલ્લા (૧૨મા) પદ્યમાં જે દેવતાઓનું કર્તાએ સ્વશ્રેયાર્થે આહ્વાન કર્યું છે તેમાં ‘નગેશ્વરી’ (અનુસાર સૂરિમંત્રમાં ઉલ્લિખિત મહાલક્ષ્મી,) Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અને વીસભુજાયુક્ત “યક્ષાધિપ (ગણિપિટક યક્ષ)નું સ્મરણ કરેલું છે, તેમ જ શાસનદેવતાઓને પણ ત્યાં સ્મર્યા છે. બીજી બાજુ શાસનદેવતાઓનો વિભાવ ઈસ્વીસના નવમા શતકના ઉત્તરાર્ધ પહેલાં જોવામાં આવતો નથી, ને જૈનોમાં અતિભુજાયુક્ત દેવોની કલ્પના પણ નવમા શતકના મધ્યભાગ પૂર્વેની નથી. આથી પ્રસ્તુત સ્તોત્ર આર્ષ રચના નથી જ. આવી સ્થિતિમાં તેને ઈસ્વીસના આરંભમાં મૂકવાની ચેષ્ટા નિરાધાર જ ઠરે છે. કાવ્યના રંગ-ઢંગ તેમ જ શૈલીનો મુદ્દો પણ ઉપર ચર્ચા ગયા તેમ મધ્યકાલીન જ છે. આમ સ્તવને ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકવા માટે કોઈ જ બાધક પ્રમાણ નથી, સૌ પ્રમાણો તે નિર્ણયનાં સાધક છે. સ્તવના સમયવિનિશ્ચય બાદ તેના કર્તા મનાતા વજસ્વામી સંબંધમાં નિર્ણય લેવાનો રહે છે. કર્તા ખરેખર વજસ્વામી નામધારી કોઈ મુનિ હોય તો તેઓ પ્રાચીન આર્ય વજ તો ન જ હોઈ શકે : કોઈ બીજા જ, મધ્યકાલીન, વજાચાર્ય હોવા જોઈએ. જેમ દ્વિતીય શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા તરંગવતીકાર પાદલિપ્તસૂરિ પશ્ચાત્ એ જ નામધારી બે અન્ય સૂરિવરો થઈ ગયા છે૧૦, જેમ પ્રાચીન આર્ય વજના એક શિષ્ય, લાટવિહારી વજસેનનું અભિધાન ધરાવતા મધ્યયુગમાં પણ એક વજસેન થઈ ગયા છે", તેમ વજસ્વામી નામયુક્ત બીજા, પણ મધ્યકાલીન, મુનિવર થઈ ગયા હોવાની વાત પ્રથમ દૃષ્ટિએ તો નકારી શકાય નહીં. આ સંબંધમાં ગવેષણા ચલાવતાં આ અન્ય વજસ્વામીની મધ્યકાળ અંતર્ગત ભાળ મળે છે. તેમાં પુરાતનપ્રબંધસંગ્રહ (૧૫મું શતક)ના બે પ્રબંધો અનુસાર, કહેવાતા ધનેશ્વરસૂરિના શત્રુંજયમાહાભ્ય (ઈ. સ. ૧૩૨૯ બાદ અને ઈ. સ. ૧૪૫૫ પહેલાં૩)નાં વિધાનો અનુસાર, ઉપકેશગચ્છીય કક્કસૂરિકૃત નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ (સં. ૧૩૯૩-ઈ. સ. ૧૩૩૭)ના કથન પ્રમાણે, તેમ જ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહકલ્પ'ના કથન અનુસાર વજસ્વામીએ શત્રુંજય પર આદિનાથની પ્રતિષ્ઠા કરેલી. ઉપર્યુક્ત ગ્રંથોમાં દીધેલ કથાનકો અનુસાર પ્રસ્તુત પ્રતિષ્ઠા મધુમતી (મહુવા)ના કાવડિ શ્રેષ્ઠીએ વિ. સં. ૧૦૮ | ઈ. સ. પરમાં કરાવેલી. આ ઉલ્લેખ જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંદરના “શત્રુંજય તીર્થકલ્પ” (સં. ૧૩૮૫, ઈ. સ. ૧૩૨૯) અતિરિક્ત ઈ. સ. ૧૩૧૫ પશ્ચાતુ અને ૧૩૨૪ પૂર્વ રચાયેલ વિજયચંદ્રસૂરિની શત્રુંજય મહાતીર્થત્યપરિપાટિકામાં પણ મળે છે. વાઘેલાકાલીન બે સંસ્કૃત કૃતિઓ, કવિ બાલચંદ્રનું વસંતવિલાસ (ઈ. સ. ૧૨૩૯ પશ્ચાત્ તુરતમાં) ૫ અને તેનાથી થોડાંક વર્ષો પૂર્વે રચાઈ ગયેલ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ-શિષ્ય ઉદયપ્રભસૂરિની સુકૃતકીર્તિકલ્લોલિની (આ. ઈ. સ૧૨૩૦)માં તથા તેમના ધર્માભ્યદયમહાકાવ્યમાં શત્રુંજયતીર્થના પુનરુદ્ધારની મિતિ તો નહીં પણ તીર્થના ઉદ્ધારકોમાં પ્રાગ્વાટકુલના જાવડનું નામ ગણાવ્યું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામિસ્તવ'ના કર્તા વજસ્વામી વિશે ૧ ૧૭. ઉપર્યુક્ત સાહિત્યના નિરીક્ષણથી તો એક વાત સુનિશ્ચિત છે કે પ્રતિષ્ઠા કરાવનાર વ્યક્તિ “જાવડ” કે “જાવડિ શ્રેષ્ઠી” અને એમના પિતા “ભાવડ” સરખાં અભિધાનો પ્રાચીન ન હોતાં મધ્યકાલીન જ વ્યક્તિ જણાય છે. તેનો નિશ્ચય જુદા જુદા કાળના સાહિત્ય અને અભિલેખોના અધ્યયનથી થઈ જાય છે. પ્રતિષ્ઠાપક આચાર્ય વજસ્વામી પણ પુરાતન આર્ય વજ ન હોઈ શકે, કે ન તો વિસં. ૧૦૮ વાળી મિતિ સત્ય હોઈ શકે. આ સંબંધમાં સાહિત્યિક ઉલ્લેખો પરથી જે ફલિત થઈ શકે છે તેમાં મુખ્ય મુદ્દાઓ આ છે : (૧) આર્ય વજે શત્રુંજય પર પ્રતિષ્ઠા કરેલી તેવી વાત આગમોમાં તો શું પણ છઠ્ઠા શતકના પૂર્વાર્ધથી રચાતી આવેલી આગમિક વ્યાખ્યાઓ–નિયુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિ, વૃત્તિઓમાં વજસંબદ્ધ ઉલ્લેખોમાં ક્યાંયે નોંધાયેલી નથી. એટલું જ નહીં, વજની કથા કથનાર ભદ્રેશ્વરસૂરિની કહાવલિ (ઈ. સ. ૧૦મી સદી ઉત્તરાર્ધ), કે પૂર્ણતલગચ્છીય હેમચંદ્રાચાર્યના પરિશિષ્ટપર્વ (ઈ. સ.ની ૧૨મી શતાબ્દીનું ત્રીજું ચરણ)ના “વજચરિત્ર”માં, કે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈસ. ૧૨૭૮)માં દીધેલા વિસ્તૃત “વજસ્વામિચરિત”માં પણ નથી. આથી સ્પષ્ટ છે કે ઉપર્યુક્ત સોલંકીકાલીન કર્તાઓ, કે જેમની પાસે પ્રાચીન સાધનો હતાં, તેઓની સામે શત્રુંજય-આદિનાથના પ્રતિષ્ઠાપકરૂપે આર્ય વજ હોવાની કલ્પના નહોતી. (૨) શત્રુંજય પર સૌ પહેલાં જૈન મંદિરોની પ્રતિષ્ઠા પાદલિપ્તસૂરિ દ્વિતીય (મૈત્રક યુગઃ મોટે ભાગે ૭મો સૈકી–ઉત્તરાર્ધ) દ્વારા થયેલી. આગમોમાં કે આગમિક વ્યાખ્યાઓમાં, ત્યાં પૂર્વે આદિનાથનું મંદિર હોવાનું કે તેનું ભરતચક્રીએ નિર્માણ કરેલું તેવી વાત–જેના દશમા શતકના ત્રીજા ચરણમાં રચાયેલ પાદલિપ્તસૂરિ તૃતીયના લઘુશત્રુંજયકલ્પથી લઈને જ ઉલ્લેખો મળે છે તેના અણસાર પણ નથી. આથી ઈસ્વીસના આરંભકાળે આર્ય વજે ત્યાં ગિરિ પર પ્રતિષ્ઠા કરાવી એવી વાત તો પાછળના યુગના જૈન લેખકોની ગેરસમજણ, ભળતું જ ભેળવી માર્યાની હકીકત માત્ર હોય તેમ લાગે છે ! (૩) પ્રતિષ્ઠા કરાવનાર જાવડિ શ્રેષ્ઠી (જાવડસાહ) તેમ જ કથાનકોમાં અપાયેલ તેમના પિતાના ભાવડ સરખાં અભિધાનો જોતાં તો તેઓ સ્પષ્ટ રીતે મધ્યકાલીન વ્યક્તિઓ જ જણાય છે! પ્રાગ્વાટ જ્ઞાતિ (પોરવાડ)ના પણ ગુજરાતમાં દશમા-૧૧મા શતક પૂર્વે કયાંયે સગડ મળતા નથી. (મહુવાનું ઈસ્વી પહેલી શતાબ્દીમાં અસ્તિત્વ હતું કે કેમ તે પણ નક્કી નથી). બીજી બાજુ શત્રુંજયના અધિષ્ઠાયક દેવ કપર્દીયક્ષનો સંબંધ કથાનકકારો ત્યાં જોડે છે, પણ આ કપર્દીયલની કલ્પના પણ પ્રાશ્મધ્યકાળથી વિશેષ પુરાણી નથી. (૪) શત્રુંજયમાહાભ્યમાં તથા તપાગચ્છીય ધર્મઘોષસૂરિના લઘુશત્રુંજયકલ્પ Page #147 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (આ ઈ. સ. ૧૨૬૪) પરની તપાગચ્છીય શુભશીલગણિની વૃત્તિ (સં. ૧૫૧૮ / ઈ સ ૧૪૬૨)માં૧૯ જાડિસંબદ્ધ અપાયેલ હકીકત બહુ સૂચક છે. તેમાં જણાવ્યા પ્રમાણે તો મ્લેચ્છોના સોરઠ પરના આક્રમણ પછી જે લોકોને (ગુલામ તરીકે) ગર્જનક (હઝના) ઉપાડી ગયેલા તેમાં આ જાવડસાહ પણ હતા ! માલિકને ખુશ કરી, માંડ પોતાનો પિંડ છોડાવી, જાવડસાહ મહુવા હેમખેમ પાછા પહોંચેલા. અહીં જે આક્રમણ વિવક્ષિત છે તે તો મહૂમદ ગ્લુઝનવીનું જણાય છે॰. અને તેથી શત્રુંજય પરની જાવડિ કારાપિત પ્રતિષ્ઠા કાં તો ૧૦૨૬થી થોડું પૂર્વે વા થોડાં વર્ષ પશ્ચાત્ થઈ હોવાનો જ સંભવ છે. ૧૧૮ (૫) આ વાત લક્ષમાં લેતાં ૧૪મા શતકના લેખકો પ્રતિષ્ઠાનું જે વિ સં. ૧૦૮ વર્ષ બતાવે છે તેમાં ચોથો, મોટે ભાગે ચોથો અંક છૂટી ગયો લાગે છે. સંભવ છે કે આ મિતિ આદિનાથના ગર્ભગૃહની જાવડિવાળી પ્રતિમા પરના લેખ પરથી, કે મંડપમાં વા અંતરાલમાં મૂકાયેલ એના પ્રશસ્તિલેખ ૫૨થી લીધી હોય અને તેમાં ચોથો આંકડો ઘસાઈ ગયો હોય, વા ખંડિત થયો હોય, યા (૧૪મા શતકના) વાંચનારની અસાવધાનીને કારણે જે નોંધ લેવાઈ હશે તેમાં ભ્રમવશ ૧૦૮નો અંક લખાતાં અને, અભિલેખમાં વજસ્વામીનું નામ હશે તે જોતાં, તેમને પુરાણા વજસ્વામી માની લેવામાં આવ્યા હોય તો તે બનવા જોગ છે. (ઊલટ પક્ષે અભિલેખને સ્થાને કોઈ જૂની ગ્રંથપ્રશસ્તિમાં ઉપરની ચોથા અંક વગરની સાલ વાંચીને પ્રથમ હશે તે લેખકે એવી નોંધ લીધી હોય અને પછી ગતાનુગત એ સાલ માનતી આવતી હોય). હઝનાવાળી વાત લક્ષમાં લેતાં મૂળ સાલ વિ. સં. ૧૦૮ની નહીં પણ વિ સં. ૧૦૮૦ | ઈ સ ૧૦૨૪ના અરસાની હોવી જોઈએ'. કેમ કે જિનપ્રભસૂરિના કથન પ્રમાણે પ્રસ્તુત પ્રતિષ્ઠા પછી બીજે વર્ષે બોહિત્થો (મ્લેચ્છો ?) આવેલા. (ગ્લુઝનાનું આક્રમણ ઈ. સ. ૧૦૨૫ના અંતે કે ૧૦૨૬ના પ્રારંભે થયેલું) કદાચ ઘટના આમ ન બની હોય તો એવો તર્ક થઈ શકે હઝનાના આક્રમણ પશ્ચાત્ના, નજદીકના કોઈક વર્ષમાં, સં. ૧૦૮૮ (ઈસ્વી ૧૦૩૨)ના અરસામાં પ્રતિષ્ઠા થઈ હોય?. આજે તો આ બાબતમાં સાધનોના અભાવે એકદમ નિશ્ચિતરૂપે કંઈ કહી શકાય તેમ નથી. આમ સાધુ જાવિડના શત્રુંજયોદ્ધારના પ્રતિષ્ઠાપક આચાર્યનું નામ વજસ્વામી હોય તો તે આચાર્ય પ્રાચીન આર્ય વજ નહીં પણ મધ્યકાલીન વજ્રસૂરિ હોવા ઘટે, અને અહીં ચર્ચિત ગૌતમસ્વામિસ્તવ જો તેમની રચના હોય તો તે એમના દ્વારા ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં, કદાચ શત્રુંજય-પ્રતિષ્ઠા બાદ તુરંતમાં, એટલે કે ઈ. સ. ૧૦૨૪ અથવા ૧૦૩૨ના અરસામાં થઈ હોવાનો સંભવ છે. આગળ થયેલી ચર્ચામાં પરીક્ષણ પરથી સ્તોત્રની સરાસરી મિતિ ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનું જે નિર્ણિત થાય છે તે સાથે વજસ્વામી (દ્વિતીય) દ્વારા થયેલ શત્રુંજય-આદિનાથની પ્રતિષ્ઠાનો ઈ. સ. ૧૦૨૪ (કે વિકલ્પે ૧૦૩૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામિસ્તવના કર્તા વજસ્વામી વિશે ૧૧૯ આસપાસ)નો સંભાવ્ય સમય જોતાં બરોબર મેળ બેસી જાય છે. જો કે ઉપલબ્ધ અભિલેખો, ગ્રંથપ્રશસ્તિઓ અવતરણાદિમાં આ દ્વિતીય વજસ્વામીનો ઉલ્લેખ નથી મળતો, તો પણ ઉપર ચર્ચિત સાહિત્યના, તેમ જ સાંયોગિક પૂરાવા લક્ષમાં લેતાં, આ બીજા વજસ્વામી થયા છે તેમ તો લાગે છે જ. સાહુ જાવડિએ આ મધ્યકાલીન દ્વિતીય વજ પાસે શત્રુંજયની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી તે વાત તો વાઘેલાકાલીન તેમ અનુસોલંકીકાલીન લેખકોની સાક્ષી જોતાં સ્વીકારવા યોગ્ય છે. સંભવ છે કે આ દ્વિતીય વજસ્વામી નાગેન્દ્રગચ્છમાં થયા હોય : પ્રભાસના સંબંધમાં નાગેન્દ્રગચ્છના સમુદ્રસૂરિ તથા તેમના શિષ્ય, ભુવનસુંદરીકથા(પ્રાકૃત : શ. સં. ૯૭૫ | ઈ. સ. ૧૦૫૩)ના રચયિતા, વિજયસિંહસૂરિનો ઉલ્લેખ મળે છે. સૌરાષ્ટ્રના કંઠાળ-પ્રદેશમાં એ કાળે મહુવા સુધી, શત્રુંજય સુધી, વિચરનાર મુનિઓમાં આ દ્વિતીય વજસ્વામી પણ એક હોય અને તે નાગેન્દ્રગચ્છીય હોય તો તે અસંભવિત નથી. અલબત્ત, આ સૂચન તો કેવળ અટકળરૂપે જ અહીં કર્યું છે. ટિપ્પણો : ૧. મુનિ ચતુરવિજય, જૈન સ્તોત્ર ૬, પ્રથમ ભાગ, પ્ર. સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૧૪-૧૧૬. ૨. એજન, પૃ. ૭-૮. આ માન્યતા સમીચીન છે કે મિથ્યા તેની કોઈ જાતની તરતપાસ, પ્રમાણોની ખોજ, અને તેમાં પરીક્ષણ આદિ કરવામાં આવ્યાં જ નહીં. ૩. જુઓ, (૫) નાથૂરામ પ્રેમી, “માસ્વાતિ / સમાષ્ય તત્ત્વાર્થ," જૈન સાહિત્ય ગૌર તિહાસ, પ્ર. હિન્દી ગ્રંથરત્નાકર (પ્રાઈવેટ) લિમિટેડ, મુંબઈ ૧૯૫૬, પૃ. ૫૨ ૧. પાદટીપ ૧. ૪. જુઓ તત્ત્વાર્થસૂત્ર, સં. પં. સુખલાલ સંઘવી, શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળા-૧૭, ચતુર્થ આવૃત્તિ, અમદાવાદ ૧૯૭૭, પૃ ૧૯. ૫. જો અષ્ટસહસ્ત્રિકા પ્રજ્ઞાપારમિતાનો સમય ખરેખર કુષાણકાળ પૂર્વનો હોય તો એમ માની શકાય કે બૌદ્ધોમાં સંસ્કૃતમાં લખવાની પ્રથાનાં કંઈ નહીં તોયે ઈસ્વીસના આરંભના અરસામાં મંડાણ થયાં હોય. ૬. મધુસૂદન ઢાંકી “નેમિસ્તુતિકાર વિજયસિંહસૂરિ' વિશે,” સ્વાધ્યાય, પુ. ૨૨ અંક ૧, ઑક્ટોબર, ૧૯૮૪, પૃ. ૩૯-૪૩. (પ્રસ્તુત લેખ સાંપ્રત ગ્રંથમાં પણ સંકલિત થયો છે.) ૭. જુઓ અહીં લેખાંતે અપાયેલ મૂળ કૃતિનાં પદ્ય ૨ થી ૮: ત્યાં મૂર્તિને ભાવાત્મક જ નહીં, દ્રવ્યાત્મક પણ માની છે. ૮. મને આ માહિતી શ્રી ભદ્રબાહુવિજય તરફથી મળેલી છે. એમનો હું હર્ષપૂર્વક ઋણસ્વીકાર કરું છું. ૯. ઇલોરાની જૈન ગુફા સમૂહમાં “છોટા કૈલાસ' નામના એકાશ્મ જિનાલયની પ્રતોલીની ઉત્તર ભિત્તિમાં એક અતિભૂજ ચક્રેશ્વરીની પ્રતિમા કંડારેલી છે, જે નવમા શતકના મધ્યભાગ પૂર્વેની નથી. બહુ ભુજાળી મૂર્તિનું જૈન સમુદાયમાં જોવા મળતું હાલ તો આ કદાચ સૌથી પુરાતન દષ્ટાંત છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૦. આ સંબંધમાં વિસ્તારપૂર્વક ચર્ચા હું મારા “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ” નામના લેખમાં કરી છે. જુઓ આ ગ્રંથમાં પૃ. ૮૫. ૧૧. ચૈત્રગચ્છીય ક્ષેમકીર્તિકૃત કલ્પટીકા(સં૧૩૩૨ / ઈ. સ. ૧૨૭૬)માં આચાર્ય વિજયચંદ્રસૂરિના ત્રણ શિષ્યોમાં ક્ષેમકીર્તિના સતીર્થ્યરૂપેણ વજસેન મુનિનું નામ દીધેલું છે : (જુઓ L. B. Gandhi, A Descriptive catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. 1, Baroda 1937, p. 356.) ૧૨. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ. ૯૯-૧૦૧. ૧૩. શત્રુંજયમાહાભ્યમાં ઈસ. ૧૩૧૫માં શ્રેષ્ઠી સમરસિંહ દ્વારા થયેલ ઉદ્ધારનો ઉલ્લેખ છે, ને જિનપ્રભસૂરિ આ કૃતિથી અજ્ઞાત છે. બીજી બાજુ તેની જૂનામાં જૂની હસ્તપ્રત સં. ૧૫૧૧ | ઈ. સ. ૧૪૫૫ની આ luya-ti Rajasthan Research Institute "A Catalogue of Sanskrit and Prakrit Manuscripts in the Rajasthan Research Institute (Jodhpur Collection) PT. II (A)," (zie મુનિ જિનવિજય), જોધપુર ૧૯૬૪ (પાન. ૨૮૨૨૮૩), પ્રત ક્રમાંક ૨૪૫૫ ૫૦૧૨ રૂપે નોંધાયેલ છે. ઈ. સ. ૧૫૦૫ના અરસામાં રચાયેલ એ કાળે ઉપલબ્ધ તેવા પ્રાચીન જૈન ગ્રંથોની સૂચિરૂપ બૃહટિપ્પણિકામાં આ શત્રુંજયમાહાભ્ય ગ્રંથને “કૂટગ્રંથ” (બનાવટી) કહ્યો છે તેવું (સ્વ) મુનિ કલ્યાણવિજયજીએ નોંધ્યું છે : ('પ્રાચીન જૈનતીર્થ'' ૮, “શત્રુંજય-પર્વત',- વન્ય-પરિણાતિ, જાલોર ૧૯૬૬, પૃ૦ ૨૮૫). ૧૪, આને સંપાદિત કરી મેં પ્રગટ કરી છે. જુઓ નિર્ચન્થ પ્રથમ અંક, અમદાવાદ ૧૯૯૫, પૃ. ૩૪-૪૫. આને ફરીથી સાંપ્રત પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે. જુઓ અહીં પૃ. ૨૮૬. 94. Chimanlal D. Dalal (Ed.), GOS, No. VII Baroda 1917. ૧૬. સં. મુનિ પુણ્યવિજય, સુતર્તિવાસોનિચરિ વસ્તુપાત્રપ્રાપ્તિ સંઘ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, મુંબઈ ૧૯૬૧. પૃ ૧૫. ૧૭. પૂણીતુઃ સા: પ્રસુતિરસ્ત્રાગામમ: श्रीरामोऽपि युधिष्टिरोऽपि च शिलादित्यस्तथा जावडिः । मन्त्री वाग्भटदेव इत्यभिहिताः शत्रुञ्जयोद्धारिणस्तेषामञ्चलतामियेष सुकृती यः सद्गुणालङ्कृतः ।। - વસન્તવિલાસ ૧૪.૨૩ देवो दाशरथिः पृथासुतपतिः प्राग्वाटभूर्जावडिः । शैलादित्यनृपः स वाग्भटमहामन्त्री च तस्योद्धृतिम् ॥ સુતવરવિત્રિની ૨૬. ततो मधुमतीजातजन्मना सत्त्वसद्मना । देवतादेशमासाद्य, तपो-ब्रह्ममयात्मना । Page #150 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામિસ્તવ'ના કર્તા વજસ્વામી વિશે ૧ ૨ ૧. पुण्यप्राप्यं प्रतिष्ठाप्यं प्रतिष्ठाप्य प्रभूतद्रविणव्ययात् । ज्योतिरसाश्मनो बिम्बं जावडेनं न्यवेश्यत ।। –થwટુથમ વાવ્ય ૭.૭૧-૭ર. (ધર્મોલ્યુદયમહાકાવ્ય માટે જુઓ સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪, મુંબઈ ૧૯૪૯, સં. મુનિ પુણ્યવિજય, પૃ. ૬૩). ૧૮. આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા મારા “નિર્વાણકલિકાનો રચનાકાળ અને આનુષંગિક સમસ્યાઓ”માં થયેલી છે. ૧૯. મુનિ લાભસાગરગણિ સં. લિન-ખો, પ્ર. શા. રમણલાલ જયચંદ, ખેડા વિ. સં. ૨૦૨૬ (ઈ. સ. ૧૯૭૦), પૃ. ૧૦૬, ૧૧૭, શત્રુંજયમાહાભ્યની અંદરની વાત મેં મારી જૂની નોંધને આધારે લીધી છે. મૂળ પુસ્તક આ પળે ઉપલબ્ધ ન હોઈ પ્રસ્તુત પ્રકાશન સંબંધમાં નોંધવી ઘટે તે માહિતી અહીં લઈ શકો નથી. ૨૦. બધા જ ગ્રંથકારો જાવડશાહવાળા ઉદ્ધારની વાત ઉદયનપુત્ર વાભઠ્ઠ મંત્રીએ ઈ. સ. ૧૧૫૫-૫૭માં કરાવેલ ઉદ્ધાર પૂર્વેના ઉદ્ધારરૂપે નોંધે છે. ૨૧. સન ૧૯૭૪માં (સ્વ) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ સાથે આ સંબંધમાં મારે વાત થયેલી ત્યારે તેમણે પણ મને કહ્યું હતું કે આ આંકડામાં ચોથો અંક ઘટે છે. ૨૨. કદાચ એમ બન્યું હોય કે મહમૂદ હઝનીની ફોજનો એક ભાગ જે મહુવા તરફ ગયો હશે તે શત્રુંજય તરફ વળ્યો હોય અને આદિનાથનું દેવળ ખંડિત કરતાં પુન:પ્રતિષ્ઠાની આવશ્યકતા ઊભી થઈ હોય. જાવડિ શાહ હઝનીથી છૂટીને આવ્યા બાદ ચાર પાંચ વર્ષે સ્વસ્થ બની, વ્યાપારમાં ફરીને સ્થિર થઈ, ધન કમાઈને પછી જ પુનઃ પ્રતિષ્ઠા માટે પ્રવૃત્ત થયા હોય એવો સંભવ પણ રહેલો છે. સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨માં આબુના વિમલમંત્રીના યુગાદિદેવના દેવાલયની પ્રતિષ્ઠા થયેલી. ઈ. સ. ૧૦૮૩માં મોઢેરાના પુરાણા પણ ઈ. સ. ૧૦૨૫-૨૬માં ખંડિત થયેલા દેવાલયને દૂર કરી તેને સ્થાને હાલ છે તે નવા મંદિરના (નિર્માણનું કાર્ય શરૂ થયેલું. આ સૌ વાતો ધ્યાનમાં રાખીએ તો શત્રુંજયતીર્થનો જાવડિકારિત ઉદ્ધાર (ઈ. સ. ૧૦૨૪ને બદલે) ઈ. સ. ૧૦૩૨ આસપાસ પણ હોઈ શકે. ૨૩. મુનિ પુણ્યવિજય, સં. Catalogue of Palm-leaf manuscripts in the antinātha Jain Bhandāra, Cambay- [Part Two), GOS, No. 149, Baroda 1966, pp. 362-366. નિ, ઐ- ભા. ૧-૧૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ ૨ નિન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीवज्रस्वामिविरचितम् श्रीगौतमस्वामिस्तवम् (शार्दूलविक्रीडित छन्दः) स्वर्णाष्टाग्रसहस्रपत्रकमले पद्मासनस्थं मुनि स्फूर्जल्लब्धिविभूषितं गणधरं श्रीगौतमस्वामिनम् । देवेन्द्राधमरावलीविरचितोपास्ति समस्ताद्भुत श्रीवासातिशयप्रभापरिंगतं ध्यायामि योगीश्वरम् ॥१॥ किं दुग्धाम्बुधिगर्भगौरसलिलैश्चन्द्रोपलान्तर्दलैः ? किं किं श्वेतसरोजपुञ्जरुचिभिः किं ब्रह्मरोचिःकणैः ? । ' कि शुक्लस्मितपिण्डकैश्च घटिता किं केवलत्वामृतै मूर्तिस्ते गणनाथ ! गौतम ! हृदि ध्यानाधिदेवी मम ॥२॥ श्रीखण्डादिपदार्थसार्थकणिकां किं वर्तयित्वा सतां किं चेतांसि यशांसि किं गणभृतां निर्यास्य तद्वाक्सुधाम् । स्त्यानीकृत्य किमप्रमत्तकमुनेः सौख्यानि सञ्चूर्ण्य किं ? __ मूर्तिस्ते विदधे मम स्मृतिपथाधिष्ठायिनी गौतम ! ॥३॥ नीरागस्य तपस्विनोऽद्भुतसुखवाताद् गृहीत्वा दलं तस्याः स्वच्छशमाम्बुधे रसभरं श्रीजैनमूर्तेर्महः । तस्या एव हि रामणीयकगुणं सौभाग्यभाग्योद्भवं __ मद्ध्यानाम्बुजहंसिका किमु कृता मूर्तिः प्रभो ! निर्मला ॥४॥ किं ध्यानानलगालितैः श्रुतदलैराभासिसद्भावना___ऽश्मोद्धृष्टैः किमु शीलचन्दनरसैरालेपि मूर्तिस्तव ? | सम्यग्दर्शनपारदैः किमु तप:शुद्धैरशोधि प्रभो ! मच्चित्ते दमिते जिनैः किमु शमेन्दुग्रावतश्चाघटि ॥५॥ किं विश्वोपकृतिक्षमोद्यममयी ? किं पुण्यपेटीमयी ? किं वात्सल्यमयी ? किमुत्सवमयी पावित्र्यपिण्डीमयी ? । किं कल्पद्रुमयी मरुन्मणिमयी कि कामदोग्धीमयी या धत्ते तव नाथ ! मे हृदि तनुः कां कां न रूपश्रियम् ? ||६|| Page #152 -------------------------------------------------------------------------- ________________ ગૌતમસ્વામિસ્તવના કર્તા વજસ્વામી વિશે ૧ ૨૩ किं कर्पूरमयी सुचन्दनमयी पीयूषतेजोमयी कि चूर्णीकृतचन्द्रमण्डलमयी किं भद्रलक्ष्मीमयी ? । किं वाऽऽनन्दमयी कृपारसमयी किं साधुमुद्रामयी त्यन्तर्मे हृदि नाथ ! मूतिरमला नाऽभावि किंकिंमयी ? ||७|| अन्तःसारमपामपास्य किमु किं पार्थ्यव्रजानां रसं सौभाग्यं किमु कामनीयसुगुणश्रेणी मुषित्वा च किम् ? | सर्वस्वं शमशीतगोः शुभरुचेरौज्ज्वल्यमाच्छिद्य किं ? जाता मे हृदि योगमार्गपथिकी मूर्तिः प्रभो ! तेऽमला ||८|| ब्रह्माण्डोदरपूरणाधिकयशःकर्पूरपारीरजः पुजैः किं धवलीकृता तव तनुर्मद्ध्यानसद्मस्थिता । किं शुक्लस्मितमुद्गरैर्हतदलदुःकर्मकुम्भक्षरद्__ध्यानाच्छामृतवेणिभिः प्लुतधरा श्रीगौतम ! भ्राजते ॥९॥ किं त्रैलोक्यरमाकटाक्षलहरीलीलाभिरालिङ्गिता ? कि वोत्पन्नकृपासमुद्रमकरोद्गारोत्करम्बीकृता ? । किं ध्यानानलदह्यमाननिखिलान्तः कष्टकष्टावलीरक्षाभिर्धवलीकृता मम हृदि श्रीगौतम ! त्त्वत्तनुः ॥१०॥ इत्थं ध्यानसुधासमुद्रलहरीचूलाञ्चलान्दोलन क्रीडानिश्चलरोचिरुज्ज्वलवपुः श्रीगौतमो मे हृदि । भित्त्वा मोहकपाटसम्पुटमिति प्रोल्लासितान्तःस्फुर ज्ज्योतिर्मुक्तिनितम्बिनी नयतु मां सब्रह्मतामात्मनः ॥११॥ श्रीमद्गौतमपादवन्दनरुचिः श्रीवाङ्मयस्वामिनी मर्त्य क्षेत्रनगेश्वरी त्रिभुवनस्वामिन्यपि श्रीमती । तेजोराशिरुदात्तविंशतिभुजो यक्षाधिपः श्रीः सुराधीशाः शासनदेवताश्च ददतु श्रेयांसि भूयांसि नः ॥१२॥ Page #153 -------------------------------------------------------------------------- ________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ સ ૧૨૭૮)માં અપાયેલ “વિજયસિંહસૂરિ-ચરિત’'માં' એમના જીવન સંબદ્ધ માહિતી અત્યલ્પ પ્રમાણમાં મળે છે : જેમ કે તેઓ પરંપરાથી ઈસ્વીસન્ના આરંભકાળના, ભૃગુકચ્છ સાથે સંકળાયેલા મનાતા, નિર્પ્રન્થાચાર્ય આર્ય ખપટની પરિપાટીમાં થઈ ગયેલા; અને ત્યાંનું સુવિશ્રુત જિન મુનિસુવ્રતનું ચૈત્ય તેમના આમ્નાયનું હતું. (આથી તેઓ ચૈત્યવાસી મુનિ હોવાનું ઠરે છે.) પ્રસ્તુત ચૈત્ય આગથી ભસ્મીભૂત થતાં—મંદિર ઈંટ અને કાષ્ઠનું હશે—તેમણે ભરૂચના બ્રાહ્મણોએ કરેલી ધનસહાયથી તેનું પુનર્નિર્માણ કરાવેલું. તેમણે શત્રુંજય તેમ જ ઉજ્જયંતગિરિની યાત્રા કરેલી. (ચરિતકારે આપેલી દંતકથા અનુસાર ઉજ્જયંત પર અંબાદેવીએ આપેલી સિદ્ધ-ગુટિકાના પ્રભાવે તેઓ ઉત્તમ કોટીના કવિ બનેલા અને ત્યાં) તેમણે તત્ક્ષણે “નેમિસમાહિતધિયાં”. પદથી પ્રારંભાતી ૨૪ કાવ્યયુક્ત, રૈવતાચલાધીશ જિન અરિષ્ટનેમિની મનોહર સ્તુતિ કરેલી. પ્રભાચંદ્રાચાર્યના કથન અનુસાર એ રચના તેમના સમયમાં ઉપલબ્ધ હતી. ચરિતનાયક વિજયસિંહસૂરિની વિદ્યમાનતાના કાળ વિશે પ્રભાચંદ્રાચાર્ય કશું જ જણાવતા નથી. (સ્વ.) મુનિ કલ્યાણવિજયજીના કથન અનુસાર સૂરિએ સુવ્રતજિનનું પુનર્નિર્મિત કરાવેલ કાષ્ઠમય મંદિર જીર્ણ થતાં સં ૧૧૧૬ / ઈ સ ૧૦૬૦ કે સં ૧૧૨૨ | ઈ. સ. ૧૦૬૬માં ઉદયન મંત્રીના પુત્ર દંડનાયક આમ્રભટ્ટે (આંબડે) પુનરુદ્ધાર કરાવ્યાનો ચરિતકારે ઉલ્લેખ કર્યો છે તે વાત લક્ષમાં લેતાં “અનુમાને આંબડ મંત્રીથી આ આચાર્ય વધારેમાં વધારે ૨૫૦થી ૩૦૦ પૂર્વના હોઈ શકે અને જો આ કલ્પના માનવા યોગ્ય હોય તો વિજયસિંહસૂરિનો સમય વિક્રમની દશમી સદીથી પહેલાંનો માની શકાય નહીં; છતાં એમના સમય વિશેની કોઈ પણ કલ્પના અટકળથી વધુ વજનદાર ગણાય નહિ. એ નામના બીજા પણ અનેક આચાર્યો થઈ ગયા છે પણ આમાંથી કોઈ પણ દશમી સદીથી પૂર્વે થયાનું પ્રમાણ મળતું નથી ’૨ કલ્યાણવિજયજીના પ્રસ્તુત ‘પ્રબંધપર્યાલોચન’(ઈ. સ. ૧૯૩૧)ના અવલોકન પછી, કેટલાંક વર્ષ બાદ, ચરિતકાર-કથિત વિજયસિંહસૂરિવિરચિત સ્તુતિ-કાવ્યની તાડપત્રીય નકલજેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. પત્રની પ્રતિલિપિનો સમય સં ૧૧૬૨ / ઈ સ ૧૧૦૬ હોઈ, કાવ્ય—અને એથી સૂરિ કવિ—તે પૂર્વે થઈ ગયા છે તેટલું તો સુનિશ્ચિત છે જ. બાકીનું કેટલુંક તો પ્રસ્તુત કાવ્ય હવે મુદ્રિત રૂપેણ ઉપલબ્ધ હોઈ', તેના પરીક્ષણ પરથી અંદાજી શકાય છે. (સ્તુતિ-પ્રાંતે કર્તાએ પોતાનું ‘વિજયસિંહ” નામ પ્રકટ કર્યું છે). Page #154 -------------------------------------------------------------------------- ________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે ૧૨૫ પ્રભાચંદ્રાચાર્ય પ્રસ્તુત રચનાને “અમરવાક્યો-યુક્ત” કહે છે જે મૂળ સ્તુતિને તપાસતાં વાસ્તવિક જણાય છે. સ્તુતિ નિઃશંક ઉત્તમ કાવ્યકૃતિ છે. તેમાં એક તરફથી ચેતોહરતા, આકારનું લાલિત્ય અને સરસતા પ્રગટ થાય છે, તો બીજી તરફ તેનું અંતરંગ સદોર્મિ, ભક્તિરસ, અને શરણ્યના ભાવથી ભીંજાયેલું છે. તેના પ્રારંભ અને અંતનાં પડ્યો અહીં પ્રસ્તુત કરવાથી સ્તુતિની કાવ્યરૂપેણ ઉત્તમતાનું પાસું સ્પષ્ટ થશે : नेमिः समाहितधियां यदि दैवयोगाच्चित्ते परिस्फुरति नीलतमालकान्तिः । तेषां कुठार इव दूरनिबद्धमूल दुष्कर्मवल्लिगहनं सहसाच्छिनत्ति ॥१॥ તથા इति जगति दुरापाः कस्यचित् पुण्यभाजो बहुसुकृतसमृद्ध्या सम्भवन्त्येव वाचः । जिनपतिरपि यासां गोचरे विश्वनाथो दुरितविजयसिंहः सोऽस्तु नेमिः शिवाय ॥२४॥ આમ એક ઉત્કૃષ્ટ રચના હોવા છતાં સમગ્ર દૃષ્ટિએ તેનાં શૈલી, કલેવર, રંગઢંગ અને છંદોલય મધ્યકાળના આરંભથી–ઈસ્વીસની દશમી-અગિયારમી શતાબ્દીથી–વિશેષ પ્રાચીન હોવાનો તો ભાસ નથી કરાવતાં. સૂરિકવિનું “વિજયસિંહ” અભિધાન પણ તેમને મધ્યકાળથી વિશેષ પુરાતન માનવાની તરફેણ કરતું નથી. જો તેમ જ હોય તો તેમની પિછાન તેમ જ તેમના સમય-વિનિશ્ચય વિશે અન્વેષણા દ્વારા થોડીક તો પ્રગતિ થવાનો અવકાશ અવશ્ય છે. મધ્યકાલીન સાહિત્ય તપાસી જોતાં તેમાં વિજયસિંહ નામક સૌથી જૂના (અને સમકાલિક) એવા બે સૂરિવરો દૃષ્ટિગોચર થાય છે. એક તો છે નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય જેમણે (શ) સં. ૯૭૫ / ઈ. સ. ૧૦૫૩માં પ્રભાસમાં રહી પ્રાકૃતભાષા-નિબદ્ધ ભુવનસુંદરીકથા રચી છે; જ્યારે બીજાનો ઉલ્લેખ, વલભીવિનિર્ગત કાયસ્થવંશીય કવિ સોઢલે સ્વરચિત સંસ્કૃત રચના ઉદયસુંદરીકથામાં, પોતાના મિત્રરૂપે, અને તેમની ખડ્ઝકાવ્ય-રચનાઓથી સંતુષ્ટ બની રાજા નાગાર્જુને તેમને “ખગ્રાચાર્યનું બિરુદ આપેલું એવી નોંધ સાથે, ઉલ્લેખ કર્યો છે. સ્થાનાધીશ શિલાહારવંશીય નાગાર્જુનની એક સ્પષ્ટ મિતિ ઈ. સ. ૧૦૩૯ની હોઈ આ વિજયસિંહાચાર્ય પણ ઈસ્વીસની ૧૧મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયેલા છે. મોટો સંભવ છે કે સંદર્ભગત નેમિનાથસ્તુતિના રચયિતા ઉપર કથિત આ બેમાંથી એક આચાર્ય હોય શકે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હોય શકે. ભુવનસુંદરીકથાકાર પ્રથમ વિજયસિંહાચાર્યની તરફેણમાં એક જ મુદ્દો છે; પ્રભાસ ગિરનારની નજીક હોઈ ત્યાંથી તેઓ યાત્રાર્થે સરળતાથી ગયા હોય; પણ તેઓ ભૃગુકચ્છચૈત્યના અધિષ્ઠાતા હોય તેમ જણાતું નથી. તેમની પોતાની પ્રશસ્તિમાં એવો આછોપાતળો પણ ઇશારો નથી. તેમ જ તેઓ તો નાગેન્દ્રકુલના છે, આર્ય ખપતના વંશના નહીં; અને તેમની અદ્યાવધિ કોઈ સંસ્કૃત રચના ન તો મળી આવી છે કે ન તો ક્યાંય ઉલ્લિખિત છે. આ મુદ્દાઓ તેમની સ્તુતિકાર હોવાની સામે જાય છે. બીજી બાજુ ભૃગુપુરવાસી વિજયસિંહ એક સિદ્ધહસ્ત સંસ્કૃત કવિ છે; લાટ દેશથી જલ વા સ્થલમાર્ગે ઉત્તર કોંકણની રાજધાની સ્થાન(થાણા, ઠાણે)સ્થ શિલાહારરાજની સભામાં જવું સુગમ હોઈ, સોઢલ-કથિત ખગ્રાચાર્ય શ્વેતાંબર મુનિકવિ વિજયસિંહ તે “નેમિસમાહિતધિયાં”ના કર્તા-સ્તુતિની ગુણવત્તા લક્ષમાં રાખતાંભૃગુપુરમૈત્યના પરિપાલકમુનિ વિજયસિંહથી અભિન્ન હોવાના નિષ્કર્ષ તરફ દોરી જાય છે. સ્તુતિનું અંતરંગ જોઈ જતાં તે ઉજ્જયંતગિરિમંડન નેમિનાથને ઉદ્દેશીને રચાઈ હોય તેવું સીધું પ્રમાણ તો તેમાં નથી મળતું; પણ સ્તુતિમાં નેમિનાથની કોઈ પ્રસિદ્ધ પ્રતિમા અવશ્ય ઉદિષ્ટ છે તે તો નીચેનાં બે પદ્યો પરથી સિદ્ધ થઈ જાય છે. पूजापत्रचयैर्निरन्तरलसत्पत्रावलीमण्डितो नानावर्णसुगन्धिपुष्पनिकरैः सर्वत्र यः पुष्पितः । पादान्ते परिणामसुन्दरफलैः सम्भूषितः सर्वतो नेमिः कल्पतरुः सतामविकलं देयात् तदग्यूं फलम् ॥३॥ અને मूर्तिस्ते जगतां महात्तिशमिनी मूर्तिर्जनानन्दिनी मूर्तिर्वाञ्छितदानकल्पलतिका मूर्तिः सुधास्यन्दिनी । संसाराम्बुनिधि तरीतुमनसा मूर्तिर्दृढा नौरियं मूतिर्नेत्रपथं गता जिनपते ! किं किं न कर्तुं क्षमा ? ॥९॥ ભરૂચમાં તો સુવ્રતજિનના પુરાણપ્રસિદ્ધ ચૈત્યાલય અને સં૧૧૬૮ | ઈ. સ. ૧૧૧૨માં વીર જિનના એક મંદિર સિવાય અન્ય કોઈ, તેમાં યે જિન નેમિનાથનું કોઈ જ મંદિર હોવાનું કોઈ પણ સ્રોતમાંથી જાણમાં નથી. એથી પ્રભાવકચરિતકારનું એ કથન, કે પ્રસ્તુત “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ ગિરનારસ્થ નેમિનિને સંબોધાયેલી છે, તેની સત્યતા વિશે શંકા કરવાને ખાસ કોઈ મુદ્દો ઉપસ્થિત થતો નથી. સજ્જન મંત્રીના નેમિતીર્થના સં. ૧૧૮૫, ઈ. સ. ૧૧૨૯ના પુનરુદ્ધારથી લગભગ સોએક વર્ષ પૂર્વેનો આ સાહિત્યિક સંદર્ભ હોઈ, પ્રસ્તુત Page #156 -------------------------------------------------------------------------- ________________ નેમિ-સ્તુતિકાર વિજયસિંહસૂરિ વિશે ૧૨૭ જિનની ગિરનાર પર્વત પર સજ્જન મંત્રીની સંરચના પૂર્વે રહેલ પુરાણી પ્રતિમા, અને એથી એના ભવનના અસ્તિત્વ સંબદ્ધ, જે અનેકાનેક પ્રમાણો ઉપસ્થિત છે તેમાં એક સુદઢ પ્રમાણનો આથી વધારો થાય છે. મુનિ ચતુરવિજયજીએ તો વિજયસિંહસૂરિ અનેક થઈ ગયા છે કહી નેમિસ્તુતિકાર વિજસિહસંબદ્ધ ગષણા ચલાવી નથી. તો બીજી બાજુ પં. અંબાલાલ પ્રેમચંદ શાહની ખગ્રાચાર્ય વિજયસિંહ સંબદ્ધ ટિપ્પણ અનુસાર “એમનાં કાવ્યો પૈકી કોઈ કાવ્ય હજી સુધી ઉપલબ્ધ થયું નથી.”૧૦ પણ ઉપરની ચર્ચાથી હવે આ બન્ને અનિશ્ચિતતાનો અંત આવે છે. ભૃગુકચ્છ-વિભૂષણ જિન મુનિસુવ્રતના પુરાણા ચૈત્યના અધિપાલક વિજયસિંહાચાર્ય તે જ શિલાહારરાજ સમ્માનિત ખઞાચાર્ય વિજયસિંહ છે અને “નેમિસમાહિતધિયાં.” સ્તુતિ એ એમની કૃતિ છે એવા નિર્ણય વિનિર્ણય સામે કોઈ આપત્તિ આ પળે તો ઉપસ્થિત થતી હોવાનું જણાતું નથી. પરિશિષ્ટ મૂળ લેખ પ્રસિદ્ધ કરવા મોકલી આપ્યા બાદ, વાદિવેતાલ શાન્તિસૂરિના ગુરુ વિજયસિંહસૂરિ “ખદ્ગાચાર્ય હોવા સંબંધમાં પં. અંબાલાલ પ્રેમચંદ શાહે વ્યક્ત કરેલી સંભાવના વિશેનું કથન આકસ્મિક નજરમાં આવ્યુંઃ યથા : “પાટણમાં “સંપક-વિહાર' નામના જિનમંદિર પાસે આવેલા થારાપદ્રગચ્છીય ઉપાશ્રયમાં વિજયસિંહસૂરિ નામના આચાર્ય રહેતા હતા. ખગ્ગાચાર્ય' બિરુદથી પ્રસિદ્ધ આચાર્ય આ હોવાનો સંભવ છે.” (“ભાષા અને સાહિત્ય,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૧.) પરંતુ પણ આ વાત સંભવિત જણાતી નથી. પ્રભાવકચરિતકારના કથન અનુસાર વાદિવેતાલ શાંતિસૂરિ (વૃદ્ધવયે) ઉજ્જયંતગિરિ પર સં. ૧૦૯૬ / ઈ. સ. ૧૦૪૦માં પ્રાયોવેશન કરી દિવંગત થયેલા. એમના ગુરુનો સમય આથી ઈસ્વીસની દશમી શતાબ્દીનો ઉત્તરાર્ધ (કે થોડું ખેંચીને ૧૧મીના આરંભ સુધીનો) હોવો ઘટે, અને એ કારણસર તેઓ શિલાહારરાજ નાગાર્જુન(ઈ. સ. ૧૦૩૯)થી તો પાંચેક દાયકા પૂર્વે થઈ ગયા છે. વળી પાટણથી ઠેઠ કોંકણ સુધી તેઓ ગયા હોય, ઊંચી કોટીના કવિ પણ હોય તે બધા વિશે ક્યાંથીયે સૂચન મળતું નથી. એ જ પ્રમાણે ખદ્ગાચાર્ય વિજયસિંહ થારાપદ્રગચ્છના હતા એવી પણ કોઈ સૂચના કોઈ જ અઘાવધિ ઉપલબ્ધ સ્રોતમાં તો નથી. આથી મૂળ લેખમાં ભૃગુકચ્છીય- . નેમિસ્તુતિકાર—વિજયસિંહ સૂરિ અને ખગ્રાચાર્ય વિજયસિંહ અભિન્ન હોવાની જે સપ્રમાણસયુક્તિ ધારણા ઉપર રજૂ કરી છે તે જ ઠીક જણાય છે. લેખ લખતે સમયે થારાપદ્રગથ્વીય વિજયસિંહસૂરિ ધ્યાનમાં હતા જ; પણ તેમના સમયનો મેળ વાત સાથે બેસતો ન હોઈ એમના વિશે કોઈ ઉલ્લેખ કરવો ઉપકારક લાગ્યો નહોતો. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ટિપ્પણો : ૧. જિનવિજયમુનિ, (સં.) પ્રથમ ભાગ-પૂલ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૪૧-૪૬, ૨. “પ્રબંધ પર્યાલોચન”, (૬) “વિજયસિંહસૂરિ', પૃ. ૪૦, શ્રી પ્રભાવકચરિત્ર [ગુજરાતી ભાષાંતર જૈન આત્માનંદ સભા-ભાવનગર, શ્રી આત્માનંદ ગ્રંથમાળા નં. ૬૩, વિ. સં. ૧૯૮૭ સિન્ ૧૯૩૧]. ૩. પંડિત લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, “સિદ્ધરાજ અને જૈનો”, ઐતિહાસિક લેખસંગ્રહ (૧) “વિજયસિંહ સૂરિ', પૃ. ૭૯; તથા Muni shri Punyavijayaji, New Catalogue of Sanskrit and Prakrit Manuscripts, Jesalmer collection, L. D. Series 36, Ahmedabad, 1972, p. 73. ૪. ચતુરવિજય મુનિ, (સં.) નૈન સ્તોત્ર લોદ (પ્રવીન-સ્તોત્ર-સંપ્રદ) પ્રથમ માT: અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૯૦-૧૯૫. ५. नेमिसमाहितधियामित्यादिभिरमरवाक्यसंकाशैः । काव्यैरस्तौत्, श्रीमन्नेमिम् स्तुतिरस्ति साऽद्यापि ॥११९॥ –(જિનવિજયજી, પૃ. ૪૫) Egzil Eds. C. D. Dalal and Embar Krishnamacharya, Gaekwad's Oriental Series, No. 11, Baroda, 1920, p. 155; તથા મોહનલાલ દલીચંદ દેસાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૦૮-૨૦૯, કંડિકા ૨૮૫, ટિપ્પણ ૨૨૩. ૭. આ સંબંધમાં વિશેષ ચર્ચા માટે જુઓ V. V. Mirashi, “The Udayasundarikatha of Soddhala,” Professor K. A. Nilakanta Sastri Felicitation Volume, Madras, 1971, P. 431; HUL BALI % dwaj 444491, Literary and Historical Studies in Indology, Delhi 1975, p. 86. C. Cf. M. A. Dhaky, “Urjayantagiri and Jina Aristanemi,” Journal of the Indian Society of Oriental Art, NS VOL. XI, Calcutta 1980. ૯. ચતુરવિજયજી, “પ્રસ્તાવના”, પૃ. ૯. ૧૦. રસિકલાલ છોટાલાલ પરીખ અને હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, (સં.) ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ ૪, સોલંકીકાલ, “ભાષા અને સાહિત્ય”, પૃ. ૨૭૮. Page #158 -------------------------------------------------------------------------- ________________ સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો ગુજરાતના સોલંકીકાલીન ઇતિહાસ વિશે લખનારાઓએ કેટલીક વાર કોઈ કોઈ મહત્ત્વપૂર્ણ મૂળ સ્રોતોના અસ્તિત્વની તેમને જાણ નહીં હોવાને કારણે, કે લખતી વેળાએ આવાં સાધનો ધ્યાન બહાર રહી જવાથી યા અપૂરતી ગવેષણાને કારણે, કેટલાક મહત્ત્વના રાજપુરુષો વિશે કશું કહ્યું નથી, કે કોઈક કિસ્સામાં અલ્પમાત્ર જ ઇશારો કર્યો છે. સોલંકીયુગના ઇતિહાસ લેખનમાં અમુક અંશે ઉપેક્ષિત રહેલાં આવાં ત્રણેક પાત્રો વિશે જે કંઈ માહિતી મળી શકે છે તે એમને ભવિષ્યના ગ્રંથોમાં સ્થાન મળે અને એમના વિશે યથોચિત નોંધ લેવાય તેવા આશયથી અહીં રજૂ કરીશું. આ ત્રણ સંદર્ભગત પાત્રો ચૌલુક્યરાજ ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨)ના સમયમાં થયેલા રાજમાન્ય અને અધિકાર ભોગવતા રાજપુરુષો છે. એક છે દંડનાયક અભય, બીજા છે રાજપ્રધાન જગદેવ પ્રતિહાર, અને ત્રીજા છે મહાપ્રતિહાર સોમરાજદેવ. ચર્ચા કેટલીક સરળતા ખાતર સોમરાજથી કરીશું. મહારાજ ભીમદેવ દ્વિતીયના સં૧૨૬૬, સિંહ સંવત ૯૬ = ઈ. સ. ૧૨૧૦ના તામ્રપત્રમાં સુરાષ્ટ્રમંડલના મહાપ્રતિહાર) સોમરાજનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત સોમરાજ સંબંધમાં વિશેષ અન્વેષણ થયું નથી, પણ સંગીત-વિષયક અદ્યાવધિ અપ્રસિદ્ધ ગ્રંથ નીતરત્નાવતીના કર્તા સોમરાજદેવ અને આ મહાપ્રતિહાર સોમરાજ અભિન્ન જણાય છે. સંગીતરત્નાવલીકાર સુભટ સોમરાજ પ્રારંભે પોતે ચાપોત્કટવંશીય હોવાનું અને ચૌલુક્યનરેન્દ્રના “વેતૃતિલક” ( પ્રતિહાર ચૂડામણિ) પદે હોવાનું જણાવે છે : યથા : क्षोणिकल्पतरुः समीक सुभटचापोत्कटग्रामणीर्योगीन्द्रोनवचन्द्रनिर्मलगुणस्फूर्जत्कलानैपुनः । श्रीचौलुक्यनरेन्द्रवेतृतिलकः श्रीसोमराजस्वयं विद्वनमण्डलमण्डलाय तनुते सङ्गीतरत्नावलीम् ॥ આ પછી “વાઘાધ્યાયને અંતે “ચુલુકનૃપતિ અને “ચાપોત્કટ'નો ફરીને ઉલ્લેખ કરે છે : चुलुकनृपतिलक्ष्मीलुब्धसामन्तचक्रप्रबलबलपयोदवातसंवर्तवातः । अगणितगुणसंमत्स्वेन चापोत्कटानामधिकृतरतिहृद्यां वाद्यविद्यां ततान् ॥ સંદર્ભગત “ચૌલુક્ય નૃપતિ' કોણ, તેની સ્પષ્ટતા ગ્રંથાંતે પુષ્યિકામાં કરતાં તેને ચૌલુક્યચૂડામણિભમનૃપ કહે છે અને પોતાની ગજવિદ્યાના જ્ઞાતા (કે ગજશાળાના ઉપરી?) તરીકે પણ ઓળખાણ આપે છે : યથા : નિ. ઐ ભા. ૧-૧૭ Page #159 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ प्रत्यार्थन्मितिमालकालरजनीदो:स्तम्भबन्धाश्रय श्रीसंरक्षणसौविदः परकरिस(क्नध?)च्छिदाकोविदः । यः पङ्गु कुरुतेस्म राज्यमखिलं चौलुक्यचूडामणे: श्रीमद् भीमनृपस्यनेन तदितं द्वांस्येनशास्त्रकृतम् ॥ આ ભીમદેવ તે “ભીમદેવ પ્રથમ (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૬) કે “ભીમદેવ દ્વિતીય (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૦) તેનો ઉત્તર નીચે ટાંકેલ સંદર્ભમાં ગ્રંથકર્તા “ગીતાધ્યાય'માં આપે છે : ત્યાં ગ્રંથકર્તા પોતે અજયપાળના પ્રતિહાર જગદેવનો પુત્ર હોવાનું જાહેર કરે છે : सततमजयपाल क्षोणिपालादिसेवासमधिगतगरिष्ठः प्रतिहार्यप्रतिष्ठः । सकलसुमनिदानं श्रीजगदेवसूनु तिपरिणत कीर्तिर्गीतमुच्चस्तवीति । રાજા અજયપાલ (ઈ. સ. ૧૧૭૩-૧૧૭૫), બાલ મૂલરાજ અને ભીમદેવ દ્વિતીયનો પિતા એવં પુરોગામી હતો. જગદેવ વિશે વિશેષ કહેતાં સોમરાજ તેને “હમ્મીર લક્ષ્મી હઠહરણ'નું અભિધાન આપે છે. એને દઢ, પ્રૌઢ કૃપાણવાળો સંગ્રામવીર, ચાપોત્કટકુળ કમલ દીપક એવો ભીમનૃપનો પ્રતિહાર કહી, પોતે તેનો પુત્ર હોવાનું ફરીને જણાવે છે. आमीदहम्मीरलक्ष्मीहठहरणदृढप्रौढ + ल्गत्कृपाणः संग्रामोरचापोत्कटकुलनलिनीखण्डचण्डांशुरुपी । द्वां स्थः श्रीभीमभर्तृनॅपमुकुटमणिः श्रीजगदेवनामा तस्य श्रीसोमराजः समजनि तनयः काश्यपीकल्पवृक्षः ॥ સંગીતરત્નાવલીનો રચનાકાળ સંગ્રહકર્તા રામચંદ્ર કવિ એક સ્થાને ઈ. સ. ૧૧૮૦ અસંદિગ્ધપણે જણાવે છે, તો બીજે સ્થળે પ્રસ્તુત ગ્રંથ ઈ. સ. ૧૨૦૦ના અરસામાં રચાયો હોવાનું કહે છે. એટલું ખરું કે આ ગ્રંથ ભીમદેવની પ્રારંભિક કારકિર્દીના સમયમાં રચાયો હોવો જોઈએ અને ત્યારે સોમરાજ કવિ કહે છે તેમ, પોતે ગજશાળાનો પણ અધિપતિ હોય અને પછી ઈ. સ. ૧૨૧૦ પહેલાં તે સુરાષ્ટ્રમંડલમાં મહાપ્રતિહારરૂપે નિયુક્ત થયો હશે. સોમરાજ-વિરચિત સંગીતરત્નાવલી એ ભારતીય સંગીત-વિષયક સાહિત્યના ઉત્તમોત્તમ ગ્રંથોમાંનો એક છે. તેમાં પ્રથમ પ્રકરણમાં સંગીત વિશેની સામાન્ય વાત કર્યા બાદ બીજા પ્રકરણમાં સ્વર-ગ્રામ વિશે, ત્રીજામાં પ્રબંધગાન સંબંધી, ચોથામાં માર્ગીશૈલીનાં છ રાગ અને ૩૬ ભાષાઓ વિશે, પાંચમામાં દેશીરાગની ચર્ચા છઠ્ઠામાં તાલ વિષય અને સાતમાઆઠમા-નવમા પ્રકરણમાં વાદ્ય વિષયની ચર્ચા કરેલી છે. સમાસયુક્ત પ્રાસાદિક સંસ્કૃતમાં Page #160 -------------------------------------------------------------------------- ________________ સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો .રચાયેલ સોમરાજનો આ ગ્રંથ મરુ-ગુર્જર પરંપરાની એક બહુમૂલ્ય કૃતિ છે અને ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પ્રતિહારચૂડામણિ સોમરાજદેવનું અને સોલંકીયુગનું આ એક મહાન્ યોગદાન છે, જેની નોંધ લેવાની ઘટે. નિજી યોગ્યતા ઉપરાંત તેનો પિતા જગદેવ, ભીમદેવના શાસનતંત્રમાં એક અગ્રણી અધિકારી હોઈ, તે કારણસર પણ સોમરાજને રાજકાજમાં ભાગ લેવાની તક અને સારાં સ્થાન મળ્યાં હશે. પોતાનો, પોતાના કુળનો, અને પિતાનો પરિચય સોમરાજ સ્વોદ્ગાર દ્વારા વિગતે કરાવતાં હોઈ, તેની પ્રમાણભૂતતા એવં મૂલ્ય વિશે શંકાને કોઈ જ સ્થાન નથી. સોમરાજપિતૃ જગદેવ પ્રતિહારના સંબંધમાં બે ધ્યાન ખેંચે તેવા પ્રસંગો આપણને સં ૧૩૦૫ / ઈ. સ. ૧૨૪૯ના અરસામાં રચાયેલી, ખરતરગચ્છીય આચાર્ય જિનપતિસૂરિના શિષ્ય જિનપાલોપાધ્યાયની ખરતરગચ્છ-બૃહત્ ગુર્વાવલી(પૂર્વાર્ધ)માંથી પ્રાપ્ત થાય છે, જે સમીપકાલિક લેખક દ્વારા નોંધાયેલ હોઈ, પૂર્ણતયા વિશ્વસ્ત છે. તેમાં જણાવ્યા અનુસાર, સં ૧૨૪૪ / ઈ સ ્ ૧૧૮૮માં જિનપતિસૂરિ અણહિલ્લવાડ પાટણમાં આવેલા ત્યારે તેમણે સુપ્રસિદ્ધ કોટ્યાધિપતિ ભાંડશાલિક ‘વૈશ્ય અભયકુમાર’ (જેનો પ્રબંધોમાં ‘વસાહ આભડ’ નામે ઉલ્લેખ થયેલો છે ને અજયમેરુ(અજમે૨)ના સંઘને ઉજ્જયંત-શત્રુંજયતીર્થની યાત્રા કરવા માટે લેખિત રાજાદેશ મેળવી આપવા સૂચન કરેલું, અને શ્રેષ્ઠીવર અભયે રાજપ્રધાન જગદેવને મળી, પ્રસ્તુત આદેશ મેળવી, અજમે૨સંઘને તે ખાસ વાહક દ્વારા મોકલી આપેલો અને પછી સૂરીશ્વરે સંઘસહિત યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ૧૩૧ બીજો પ્રસંગ છે આ યાત્રામાંથી પાછા વળતાં જિનપતિસૂરિના આશાપલ્લીમાં થયેલા રોકાણ સમયનો. તે વખતે સૂરીશ્વરને ત્યાં (બૃહદ્ગચ્છીય) પ્રદ્યુમ્નાચાર્ય સાથે (ઉદયનવિહારની યતિ દ્વારા પ્રતિષ્ઠા વિધિયુક્ત ગણાય કે નહીં તે સંબંધમાં) વાદ થયેલો, જેમાં પ્રદ્યુમ્નાચાર્યનો પરાજય થતાં, તેમના અનુરાગી અને અનુયાયી દંડનાયક અભયે સપાદલક્ષના સંઘને રાજા ભીમદેવના નામથી આજ્ઞા આપી, આશાપલ્લી છોડવા મનાઈ કરી, સંઘની છાવણી ફરતો સો સૈનિકોનો ઘેરો નાખી દીધો. એ દરમિયાન માલવા તરફ ગુર્જર કટક સાથે ગયેલા જગદેવ પ્રતિહારને મારતે ઘોડે પત્ર મોકલી, સંઘને લૂંટી ગુજરાતનો ખજાનો ત૨ ક૨વાની મંજૂરી માગી, ઉત્તરમાં કુપિત થયેલ જગદેવે લખી જણાવ્યું કે મેં મહામહેનતે પૃથ્વીરાજ સાથે સંધિ કરી છે : જો સપાદલક્ષના લોકો પર તમે હાથ નાખશો તો (તમને) ગધેડાના ઉદરમાં સીવી દઈશ. આથી ૧૪ દિવસથી લાદેલો ઘેરો ઉઠાવી, દંડનાયક અભયે સંઘને માન સંહ વિદાય આપી. ગુર્વાવલીમાં આ ઘટના પછી સાલ સાથેની નોંધ સં ૧૨૪૫ / ઈ સ ૧૧૮૯ની મળતી હોઈ, પ્રસ્તુત પ્રસંગ સં. ૧૨૪૫ના પ્રારંભના માસમાં ક્યારેક બન્યો હશે. આ ઉલ્લેખોથી જગદેવ પ્રતિહારની સત્તા અને ઈ સ ૧૧૮૮-૮૯માં તેની વિદ્યમાનતાનું પ્રમાણ મળી રહે છે. જગદેવે Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બાલ મૂળરાજના સમયમાં ગુજરાત પર ચઢી આવેલ મોજુદ્દીન સુલતાનના કટકને પરાજય આપવામાં ભાગ લીધો હોય, કે પછી સિંધના કોઈ અમીર (હમ્મીર) સાથેની લડાઈમાં ભાગ લીધો હોય તેમ જણાય છે. અને તેણે અજયપાળ તેમ જ ભીમદેવ બન્નેની સેવા કર્યાનું અને ભીમદેવના રાજ્યકાળના પ્રારંભિક વર્ષોમાં તો તે દંડનાયકને દબાવી શકે તેવા રાજપ્રધાનના મોટો હોદા પર રહ્યો હોવાનું જણાય છે. અહીં જે દંડનાયક અભયનો ઉલ્લેખ થયો છે તેના સંબંધમાં તપાસ કરતાં કેટલીક વધુ હકીકતો પ્રાપ્ત થાય છે. સં. ૧૨૪૮ | ઈ. સ. ૧૧૯૨માં આશાપલ્લીમાં લખાયેલી દશવૈકાલિકટીકાની તાડપત્રીય પ્રતની પ્રશસ્તિમાં તે કાળે દંડનાયક અભયડ હોવાનું જણાવ્યું છે: યથા : संवत् १२४८ वर्षे श्रावण सुदि ९ सोमे । अद्येह आशापल्लयां दंड० श्री अभयड प्रतिपत्तौं लघु दशवैकालिकटीका लिखिता ।। આથી આગળ બની ગયેલ બનાવ પછીના ત્રીજે-ચોથે વર્ષે પણ તે આશાપલ્લિકર્ણાવતીમાં જ દંડનાયક હોવાનું સિદ્ધ થાય છે. પ્રબંધોમાં અન્યત્રે “દંડાધિપ અભય' એ દંડપતિ આભૂના જે ઉલ્લેખો પ્રાપ્ત થાય છે તેમાં ઉદ્દેશિત “અભય” વા આભૂ અને આ આશાપલ્લિના દંડનાયક “અભય” કે “અભયડ એક જ વ્યક્તિ છે કે નહીં તે વિશે હવે વિચારીએ. સોમપ્રભાચાર્યના જિધર્મપ્રતિબોધ(સં. ૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તારંગા પરના કુમારપાળ નિર્મિત અજિતનાથના પ્રાસાદનું બાંધકામ જસદેવ(યશોદેવ)ના પુત્ર “દંડાધિપ અભય” દ્વારા (દેખરેખ નીચે) થયાનું કહ્યું છે. અજિતનાથ ચૈત્યની પ્રતિષ્ઠામિતિ વિરવંશાવલીમાં સં. ૧૨૨૧ | ઈ. સ. ૧૧૬૫ આપેલી છે, જે વિશ્વસનીય જણાય છે. પર્વતસ્થિત આ જબરા મેરુમંદિરના બાંધકામમાં દશેક વર્ષ તો સહેજે લાગી જાય તે હિસાબે ઓછામાં ઓછું ઈ. સ. ૧૧૫૬માં દંડનાયક અભય પોતાના પદ પર વિદ્યમાન હોવો જોઈએ. સવાલ એ છે કે કુમારપાળના સમયનો દંડાધિપ અભય શું ભીમદેવના સમયમાં, ઈ. સ. ૧૧૯૨ સુધી એ દંડનાયક પદે રહ્યો હતો? અજયપાળના સમયમાં તેની શું સ્થિતિ હતી? કુમારપાળના કપર્દી, આમ્રભટ્ટ, અને પછીથી સામંતસિંહ સરખા જૈન મંત્રીઓનો ઘાત કરાવનાર અને કુમારપાળે બાંધેલ કેટલાંયે જૈન મંદિરો તોડાવનાર અજયપાળ તારંગાના (કુમારપાલકારિત) જૈન મંદિરના બાંધકામ પર ધ્યાન રાખનારની શું વલે કરે તે પણ વિચારવું જોઈએ. મોટો સંભવ એ છે કે કુમારપાળનો દંડાધિપ અભય અને ભીમદેવનો દંડનાયક અભયડ એ બે ભિન્ન વ્યક્તિઓ હોવી જોઈએ : યા તો એણે અજયપાળ સાથે સમાધાનપૂર્વક કામ લીધું હોય. Page #162 -------------------------------------------------------------------------- ________________ સોલંકીયુગીન ઇતિહાસનાં કેટલાંક ઉપેક્ષિત પાત્રો ૧૩૩ આ બાબતમાં કંઈક પ્રમાણ આપણને જિનહર્ષગણિકૃત “વસ્તુપાલચરિત્ર”(સં. ૧૪૯૭ | ઈ. સ. ૧૪૪૧)માંથી મળે છે. જિનહર્ષગણિના કથનાનુસાર મંત્રીશ્વર વસ્તુપાલના પિતા અશ્વરાજ કે આસરાજ પ્રાગ્વાટકુળના દંડપતિ આભૂની પુત્રી કુમારદેવીને પરણેલા. આ લગ્ન ઈસ. ૧૧૮૦ કે તે પછીના તરતના કાળમાં થયાં હોવાં જોઈએ. બીજા શબ્દોમાં વસ્તુપાલના માતામહ જૈન દંડપતિ આભૂનો સમય અને ભીમદેવના દંડનાયક જૈન અભયનો સમય લગભગ એક જ થાય છે. એક જ સમયે એક જ નામધારી બે દંડનાયકો હોવાનું ઓછું સંભવે છે. જિનહર્ષગણિ આભૂની પૂર્વજાવલી સામંતસિંહ-શાંતિ-બ્રહ્મનાગનાગડપુત્રઆભૂ એ રીતે આપે છે : પણ કુમારપાળના દંડનાયક અભયના પિતાનું નામ નાગડ’ નહીં પણ “જસદેવ' હતું : આથી દંડાધિપ અભય અને દંડપતિ આભૂ એ બન્ને ભિન્ન વ્યક્તિઓ હોવાનું સિદ્ધ થાય છે, પણ ભીમદેવના ઉપર ચર્ચિત દંડનાયક અભયડ અને જિનહર્ષ કથિત દંડપતિ આભૂનો સમય, આગળ કહ્યું તેમ, લગભગ એક જ હોઈ, તે બન્ને અભિન્ન હોવાનો ઘણો સંભવ છે. જગદેવ નામધારી પણ જ્ઞાતિએ શ્રીમાળી વણિક એવા એક દંડનાયક કુમારપાળના સમયમાં થયા હોવાનું ગિરનાર પરના સં. ૧૨૫૬ | ઈસ. ૧૨૦૦માં ભરાયેલ નંદીશ્વર દ્વીપના પટ્ટ પર કોરેલ લેખથી જણાય છે. પણ આ દંડનાયક જગદેવ પ્રસ્તુત પ્રતિહાર જગદેવથી કંઈક સમયની દૃષ્ટિએ અને વિશેષતઃ નાત-જાત અને ધર્મથી ભિન્ન જણાય છે. આ જગદેવ દંડનાયક સાંપ્રત ઇતિહાસ લેખકોના ધ્યાન બહાર રહ્યા છે, તેમના વિશે પણ અન્વેષણ દ્વારા વિશેષ માહિતી પ્રાપ્ત કરવી જરૂરી છેe. ટિપ્પણો : ૧. જુઓ, આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨જો મુંબઈ ૧૯૩૫. પૃ. ૯૭. 2. Bharata Kośa, Ed. M. Ramakrishna Kavi, Tirupati 1951, p. 4. ૩. Cf. Kavi, p. 5. ૪. Ibid. 4. Ibid. E. Ibid. ૭. Kavi, pp. 4 & 17. ૮. Kavi, pp. 4-5. ૯. સંત આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ ૧૯૫૬. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૦. એજન, પૃ. ૩૪. ૧૧. એજન, પૃ. ૪૩. દંડનાયક અભયદેવવાળી વાતનો અશોકકુમાર મજુમદારે અન્ય સંદર્ભમાં અને અન્ય પ્રયોજન અર્થે ઉલ્લેખ કર્યો છે. See Chaulukyas of Gujarat, Bombay 1956, p. 141. ૧૨. સંજિનવિજય મુનિ, જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, સિંઘી જૈન ગ્રંથમાલા, (ગ્રંથાક ૧૮), મુંબઈ ૧૯૪૩, પૃ. ૧૧૩. ૧૩. તત્થ માણસ ના-fબfસ ફિર તું ! दंडाहिव-अभएणं जसदेव-सुएणं निम्मावयं ॥ कुमारपालप्रतिबोध, प्र० ५, पृ० ४४३. (Ed. Muniraj Jinavijaya, GOS. No. 14, Baroda 1920.) ૧૪. શ્રી શાંતિસૂરિ જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૫, અમદાવાદ ૧૯૪૧, પ્રથમ પ્રસ્તાવ ૩૧-૩૨, પૃ. ૧. ૧૫. એજન. પાટણનો આભડવસાહ નેમિનારનો પુત્ર હતો, એવું અન્ય સાધનોથી નિર્દેશિત છે. પરંતુ તે દંડનાયક નહીં, શ્રેષ્ઠી હતો. સંભવ છે કે આ સંદર્ભમાં પ્રસ્તુત આભડવસાહ વિવલિત હોય. ૧૬. “મંત્રીશ આભૂએ થારાપદ્રપુરથી સંધપતિ બની ગિરનાર-શત્રુંજયની યાત્રા કર્યાનો ઉલ્લેખ સોમધર્મગણિકૃત ઉપદેશસાહતિકા(સં. ૧૫૦૩ = ઈ. સ. ૧૪૪૭)માં આવે છે : (સં. અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. ૧૯૯૮, પૃ.૪૩), પણ આ “મંત્રીશ આભૂ તે કુમારપાળવાળા દંડનાયક અભયડ કે ભીમદેવવાળા દંડાધિપ આભૂ, કે અન્ય કોઈ તેનો નિર્ણય થઈ શકતો નથી. ૧૭. સં. આચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ ૧૯૪૨, મૃ. ૧૯૨. - ૧૮. એક છે ચાવડા મેશ્રી, બીજા છે જૈન વણિક. ૧૯. ભીમદેવના સમયના આ મહાપ્રતિહારે સોમરાજદેવ, જગદેવ પ્રતિહાર, અને દંડનાયક અભયડ ઉપરાંત એક બીજા પણ મહત્ત્વના અધિકારી હતા કોણાધિપ મોક્ષદેવ, તેમણે પણ સંગીત-વિષયક એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખેલો છે. See Kai, p. IV-. આપણા પ્રતિહાર જગદેવે પ્રભાસમાં સોમનાથનો મેઘનાદ (મંડ૫) કરાવેલો તેવો ઉલ્લેખ વેરાવળથી પ્રાપ્ત (પણ મૂળે સોમનાથના મંદિર સાથે સંલગ્ન, ભીમદેવ બીજાના સમયના (મિતિનષ્ટ) ખંડિત લેખમાંથી પ્રાપ્ત થાય છે. જુઓ ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, ભાગ ૨જો, શ્રી ફાર્બસ ગુજરાતી સભા-ગ્રન્થાવલી ૧૫, મુંબઈ ૧૯૩૫, પૃ ૧૬૮. તેમાં જગદેવે તે કરાવ્યો એવો ૩૪મી પંક્તિમાં ઉલ્લેખ છે, અને ૩પમી પંક્તિમાં આવતો પ્રાતિહારશિરોમણિ ઉલ્લેખ પણ તેને ઉદેશીને થયો જણાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ “મીનળદેવી'નું અસલી અભિધાન સોલંકીકાળ ઉપલક્ષે લભ્યમાન લોકકથાઓમાં, એવું સાંપ્રતકાલીન નવલોમાં સમ્રાટ જયસિંહદેવ સિદ્ધરાજની માતા મીનળદેવી' કે “મીનલદેવી' નામથી સુવિદ્યુત છે. નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈસ. ૧૩૦૫) અંતર્ગત “સિદ્ધરાજાદિપ્રબંધ”માં સિદ્ધરાજ-પિતૃ કર્ણદેવ(પ્રથમ) (ઈ. સ. ૧૦૨૬-૧૦૯૫)ના વિવાહ સંબંધી કથેલ અનુશ્રુતિમાં, તેમ જ ત્યાં “મંત્રી સાંતૂ-દઢસમતાપ્રબંધ”માં, તથા “દેવસૂરિપ્રબંધ”માં તો “મયણલ્લદેવી' એવું અભિધાન હોવાની સૂચના મળે છે. મેરૂતુંગાચાર્ય પૂર્વે ખરતરગચ્છીય અભયતિલક ગણિએ સ્વકૃત દયાશ્રયકાવ્ય-વૃત્તિ (સં. ૧૩૧૨ | ઈ. સ. ૧૨૫૬)માં અને એથી મૂલકાર પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્યે પણ પ્રસ્તુત ન્યાશ્રયકાવ્ય (આ. ઈ. સ. ૧૧૪૦)માં સિદ્ધરાજની જનની રૂપે એ જ નામ દર્શાવ્યું છે; એટલું જ નહીં, મૂળમાં (અને એથી ટીકામાં પણ) મયણલ્લદેવી ચંદ્રપુર(ગોવા-પંથકના ચાંદોર)ના (કદંબરાજ) જયકેશી (પ્રથમ) (ઈ. સ. ૧૦૫૦-૧૦૮૦)ની દુહિતા હોવાની હકીકત પણ નોંધી છે. મૂળ શ્લોકો મહત્ત્વના હોઈ અહીં તેને વૃત્તિ સમેત ઉર્ફકીશું: अवाच्यां स्फारिकाक्ष्यस्ति नाम्ना चन्द्रपुरं पुरम् । कडकस्फलकस्त्रैणं धर्मानुद्विजितृप्रजम् ॥१२॥ ९९. अवाच्या दक्षिणस्यां दिशि नाम्ना चन्द्रपुरं पुरमस्ति । कीदृक् । स्फरिका स्फुरन्ती श्रीलक्ष्मीर्यत्र तत् । “तद्धिताकं" [३.२.५४] इत्यादिना न पुंवत् । तथा कडकानि माद्यन्ति स्फलकानि सविलासानि स्त्रैणानि यत्र तत् । तथा धर्मादनुद्विजित्र्योमुद्विजमानाः प्रजा यत्र तत् । एतेनात्रार्थकामधर्माणां संपदुक्ता । दिशां प्रोणुविता कीर्त्या द्विषां प्रोर्णवितौजसा । राजेह जयकेशी यं स्तुतो वित्तश्च रोदसी ॥१००। इह चन्द्रपुरे जयकेशी नाम राजास्ति । कीदृक् । ओजसा प्रतापेन बलेन वा द्विषां प्रोर्णविता छादकोत एव कीर्त्या दिशां प्रोणुविता व्यापकोत एव च यं जयकेशिनं रोदसी स्तुतः श्लाघेते वित्तश्च जानीतश्च ।। कन्या जयति तस्यैषा मयणल्लेति नामतः । समीधेस्या न दध्वंसे कान्तिर्निन्ये जगन्मुदम् ॥१०१॥ १०१. नामतो मयणल्लेति मयणलाख्यैषा चित्रपटस्था तस्य जयकेशिनः कन्या पुत्री Page #165 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ जयति सर्वस्त्रैणादुत्कर्षेणास्ति । यतोऽस्याः कन्यायाः कान्तिः कमनीयता समीधे दिदीपे न दध्वंसे न क्षीणा । अत एवास्याः कान्तिर्जगन्मुदं हर्षं निन्ये प्रापयत् ॥ ૧૩૬ ‘મીનળદેવી’ના પ્રસ્તુત ‘મયણલ્લદેવી’ મૂળ અભિધાન વિશે ગુજરાતનો મધ્યકાલીન ઇતિહાસ લખનાર—ચર્ચનાર સાંપ્રતકાલીન કોઈ જ ઇતિહાસવેત્તાએ શંકા ઉઠાવી નથી. સોલંકીકાળના સમકાલીન લેખક હેમચંદ્રસૂરિ તેમ જ અનુગામી વૃત્તિકાર અભયતિલક ગણિ તથા પ્રબંધકાર મેરુત્તુંગાચાર્યનાં સાક્ષ્યો ધ્યાનમાં રાખતાં સિદ્ધરાજની માતાનું મૂળ નામ આજે કહેવાય છે તેમ ‘મીનળદેવી’તો નહોતું જ એટલું તો સ્પષ્ટ જ છે. પ્રસ્તુત અભિધાન અસલમાં ‘મયણલ્લદેવી’ પરથી ઊતરી આવ્યું હશે તેવો સંભાવ્ય તર્ક કરવા સાથે ધ્વનિ પરથી તે કન્નડ ભાષાનું હોય તેવી પણ પ્રતીતિ થાય છે : પણ આ વિષય પરત્વે ગવેષણા ચલાવવા—ખાસ કરીને કર્ણાટક દેશના ઐતિહાસિક સ્રોતો જોઈ લેવા—તરફ ગુજરાતના ઇતિહાસકારોનું ધ્યાન ગયું હોવાનું જણાતું નથી. મધ્યકાલીન કન્નડ સાહિત્યમાં તો મારો શ્રમ નથી, પ્રવેશ પણ નથી; એટલે એ દિશા છોડી કર્ણાટક સંબદ્ધ તે કાળના અનુલક્ષિત પ્રકાશિત અભિલેખો તરફ વળતાં ત્યાંથી આ મુદ્દાને સ્પષ્ટ કરતાં કેટલાંક ચોક્કસ પ્રમાણો, નિર્ણાયક સૂચનો, અવશ્ય પ્રાપ્ત થાય છે. એને લક્ષમાં લેતાં અસલી અભિધાન ‘મીનળદેવી’ હોવાનું તો જરાયે લાગતું નથી જ, પણ ‘મયણલ્લદેવી' હોવાનું પણ સિદ્ધ નથી થતું. ત્યાં તો તેને બદલે ‘મૈળલદેવી’ એવું નામ વારંવાર જોવામાં આવે છે અને સંબંધિત લેખોની સમય-સ્થિતિ તેમ જ ત્યાં સંદર્ભગત રાજવંશોમાં નામો જોતાં તો મૂળે એ જ નામ મીનળદેવી સંબંધમાં પણ અભિપ્રેત હોવાનો પૂરો સંભવ છે. વિષયને ઉપર્યુક્ત બનતા લેખો આ પ્રમાણે છે : (૧) કલ્યાણપતિ ચાલુક્ય સમ્રાટ આહવમલ્લ સોમેશ્વર (પ્રથમ) (ઈ. સ. ૧૦૪૪૧૦૬૯)ની અનેક રાણીઓમાંની એકનું નામ ‘મૈળલદેવી’ હતું. પ્રસ્તુત રાણીના ઉલ્લેખ ઈ સ ૧૦૫૩માં એના વનવાસી-વિષય પરના શાસન દર્શાવતા અભિલેખમાં તેમ જ સોમેશ્વરની સાથેની એની શ્રીશૈલમ્ની યાત્રાની નોંધ લેતા ઈ. સ. ૧૦૫૭ના લેખમાં મળે છે. તદુપરાંત ઈ. સ. ૧૦૬૪ના મહામંડલેશ્વર મા૨૨સના અભિલેખમાં ચૌલુક્ય રાજ્ઞી મેળલદેવીનો તે અંકકાર હતો તેવો નિર્દેશ થયેલો છે. (૨) વનવાસી-વિષયના અધિપતિ કદંબરાજ તૈલપ (પ્રથમ) અપરનામ તોમીયદેવ (ઈ. સ. ૧૦૪૫-૧૦૭૫)ની રાણીનું નામ પણ ‘મૈળલદેવી’ હતું એવો નિર્દેશ પ્રસ્તુત રાશીએ પોતાના સ્વામી સહ, હોટ્ટરના કેશવેશ્વરના મંદિરને, સમર્પિત કરેલ તામ્રશાસનમાં મળે છે. (૩) ચાલુકચરાજ સોમેશ્વર પ્રથમના અનુગામી—તેના જયેષ્ઠ પુત્ર—— Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ મીનળદેવી'નું અસલી અભિધાન સોમેશ્વર(દ્વિતીય) (ઈ. સ. ૧૦૬૮-૧૦૭૯)ની ત્રણ રાણીઓમાંથી એકનું નામ “મળલદેવી હતું તેમ શિવપુરના અભિલેખ પરથી જાણી શકાય છે. (૪) સૌદત્તી(પ્રાચીન સુગંધવર્તી)ના અધિરાજ રટ્ટવંશીય કન્નકેરના ઈ. સ. ૧૦૯૬ના, સ્વપિતૃ કાલસેને કરાવેલ જિનાલયને ઉદ્દેશીને અપાયેલ દાનશાસનમાં, કાલસેનની રાણી રૂપે “મૈળલદેવી” અભિધાન પ્રાપ્ત થાય છે”. (૫) સોમેશ્વર(દ્વિતીય)ના લઘુબંધુ ચાલુક્ય સમ્રાટ ત્રિભુવનમલ વિક્રમાદિત્ય ષષ્ટમ્ (ઈ. સ. ૧૦૬૮-૧૧૨૭)ની એક પુત્રીનું નામ પણ “મૈળલદેવી હતું. એને ગોવાના કદંબરાજ જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૪-૧૧૩૫) વેરે પરણાવેલી'. કિરુસંપગાડિના જિનાલયને અર્પિત, કદંબ વંશીય રાજબંધુઓ વીર પેર્માડિ તથા વિજયાદિત્યના દાનશાસનમાં, તેમના પિતારૂપે જયકેશી દ્વિતીય અને સાથે જ માતારૂપે ઉપરકથિત “ઐળલદેવી'નો પણ ઉલ્લેખ થયો છે. (૬) ધૂલિ (પ્રાચીન પૂલિ)નગરના ગંગવંશીય પિટ્ટનૃપના પુત્ર બિજ્જલે બંધાવેલ જિનાલયને સમર્પિત શિલાશાસન(ઈ. સ. ૧૨મી શતાબ્દી પ્રથમ ચરણ)માં દાતાએ પોતાના બંધુઓનાં નામ આપવા સાથે ભગિની “મળલદેવી'નો પણ ઉલ્લેખ કર્યો છે. કર્ણાટકના આમ ઈસ્વીસની ૧૧મી તેમ જ ૧૨મી શતાબ્દીના ચાલુક્ય, કદંબ, રદ તથા ગંગવંશીય અભિલેખોમાં મુદ્દાગત અભિયાનના અસંદિગ્ધ ઉલ્લેખો જોતાં ત્યાં મયણલ્લાદેવી' નહીં પણ “મળલદેવી' રૂપ પ્રચલિત હતું : સર્વત્ર એ જ રૂપ મળે છે. લેખનમાં “મૈને વિકલ્પ “મઈ” કે “મય' રૂપ ઘટી શકે; અને “-ળલ'ના ‘લવ્યંજનનો હલન્ત ઉચ્ચાર ન કરતાં પૂરો કરવામાં આવે અને સાથે જ જો તેનું જરા નાસિકાશ્રિત ઉચ્ચારણ કરવામાં આવે તો તે ણલ્લ જેવું સંભળાય. હેમચંદ્રાચાર્યે આ દ્રાવિડી “મૈનલ’નો નાસિકાશ્રિત ધ્વનિ મયણલ્લ' જેવો સાંભળ્યો હશે અને એ કારણસર (તેમ જ કદાચ પદ્યમાં છંદ-માત્રા સાચવવા) તેમણે તેવું રૂપ રજૂ કર્યું હોય તેમ બને. સિદ્ધરાજમાતુ “મૈનલદેવી'નું નામ જનભાષામાં તો “મીનળદેવી’ જ રહેવાનું અને તે રૂઢ થયેલ (અને વસ્તુતયા કર્ણશિલ) અભિધાનને ફેરવવાના આયાસ-પ્રયાસ નિષ્ફળ જ જવાના; પરંતુ ઇતિહાસવેત્તાઓની વાત જુદી છે; સોલંકીકાલના ઇતિહાસનાં પ્રમાણભૂત પુસ્તકોમાં તો તથ્ય ખાતર, અસલી કન્નડ રૂપને રજૂ કરવું ઈષ્ટ માની શકાય. કંઈ નહીં તોયે તત્સંબદ્ધ નિર્દેશ તો થવો જરૂરી બની જાય છે. નિ. એ. ભા. ૧-૧૮ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ટિપ્પણો :૧. સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧, સં. જિનવિજય મુનિ, શાંતિનિકેતન ૧૯૩૩, પૃ. ૨૪-૫૫. ૨. એજન, પૃ. ૫૭. ૩. એજન પૃ૦ ૬૭. ૪. સં. મુનિચંદ્રવિજય, મનફરા (કચ્છ, વિ. સં. ૨૦૩૯ ઈ. સ. ૧૯૮૩), પૃ.૭૧૫-૭૧૬, અને તેમાંથી અહીં લીધેલું અવતરણ. ૫. જુઓ : જી. એમ. મોરાયસ, The Kadamba Kula, મુંબઈ ૧૯૩૧, પૃ. ૧૧૭. E. North Indian Inscriptions, Vol. IX, pt.1, p. 123. ૭. Annual Report of South Indian Epigraphy ૧૯૩૨-૩૩, ગ્રં. ૧૮૯. C. L. D. Barnet, "The Inscriptions from Hotur". (other details unavailable) ૯. SII, p. 20, no. 46. ૧૦. નૈન શિત્તાત્રે ઉસંહ (દ્વિતીયો HT) સં. ક૫૭ વિજયમૂર્તિ શાસ્ત્રાચાર્ય, માણિક્યચંદ્ર દિગંબર-જૈન ગ્રંથમાલા, પુષ્ય ૪૫, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૫૩-૩૫૫. 91. L. D. Barnet, "Inscriptions at Narendra of the time of Vikramāditya VI and the Kadamba Jayakesin I, A. D. 1125", Epigraphia Indica ૧૩, પૃ. ૨૯૯, ૩૦૪-૩૦૮, ૩૧૨, ૩૧૪, ૩૧૬-૩૩૭. આ સિવાય સિદાપુરના ઈ. સ. ૧૧૩૫ના અભિલેખમાં પ્રસ્તુત જયકેશી તથા ઐળલદેવી ભોગુઊરમાં શાસન કરતા હોવાનો ઉલ્લેખ છે : (જુઓ SHI, Vol. xv, No. 14); પ્રસ્તુત રાણી મૈળલદેવીનો ઈ. સ-૧૧૩૯નો પણ લેખ છે, જેમાં તેને કેન્દ્રમાં શાસન કરતી હોવાનો ઉલ્લેખ છે: જુઓ ARIE ૧૯૫૦૫૧ appendix બી નં. ૯૨) આ ઉપરાંત માદનભાવ ગામના શિલાશાસનમાં તેનો તથા પતિ જયકેશીનો પરમાડી અને વિજયાદિત્યના માતાપિતા રૂપે ઉલ્લેખ થયો છે : (જુઓ SII, pp. 15, 16 No 16) ૧૨. ARIE ૧૯૫૦-૫૧, નં. ૧૫. 43. Barnet, o 22, "Inscription of Hubli of the Reign of Vikramāditya VI, p. 18, 201.” ૧૪. સિદ્ધરાજ-માતુ મળલદેવીના પિતૃપક્ષીય વંશવૃક્ષનો સંબંધકર્તા ભાગ આ પ્રમાણે છે : Page #168 -------------------------------------------------------------------------- ________________ ‘મીનળદેવી’નું અસલી અભિધાન મૈળલદેવી= ચૌલુક્ય કર્ણદેવ (ઈ. સ. ૧૦૬૬-૧૦૯૫) કદંબ જયકેશી (પ્રથમ) (ચંદ્રપુર-ગોવા) (ઈ. સ. ૧૦૫૦-૮૦) ગુહલ્લદેવ તૃતીય (ઈ. સ. ૧૦૮૦-૧૧૦૦) ૧૩૯ વિજયાદિત્ય= ગંગરાજ્ઞી ચટ્ટલદેવી (ઈ. સ. ૧૧૦૦-૧૧૦૪) I ચાલુક્ય મૈળલદેવી = જયકેશી (દ્વિતીય) (ઈ. સ. ૧૧૦૦-૧૧૩૫) પેર્માડ વિજયાદિત્ય જો કે ગોવાના કદંબ વંશીય લેખોમાં સિદ્ધરાજ-માતૃ મૈળલદેવીનો ઉલ્લેખ થયો નથી, પણ તેનાં કારણોમાં તો તેનો વિવાહ કર્ણાટ બહાર થયો હોઈ સંપર્ક તથા તેના સંબંધમાં સ્થાનિક સંદર્ભોના પછીથી રહેલા અભાવને માની શકાય. Page #169 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ સોલંકી સમ્રાટ જયસિંહદેવ સિદ્ધરાજ તેમ જ કુમારપાલના સભાકવિ, પ્રાગ્વાટવંશીય કવિરાજ શ્રીપાલ, તેમના પુત્ર કવિ સિદ્ધપાલ, તથા પૌત્ર વિજયપાલ ધર્મે જૈન હતા તેવું ઉપલબ્ધ મધ્યકાલીન સાધનોથી ઇતિહાસવેત્તા મુનિ જિનવિજય એવં જૈન સાહિત્યવેત્તા મોહનલાલ દલીચંદ દેશાઈ, મુનિવર કલ્યાણવિજય, મુનિ ચતુરવિજય, દા. ભોગીલાલ સાંડેસરા, પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયા", મુનિ ત્રિપુટી, તથા પં. અંબાલાલ પ્રેમચંદ શાહ ઇત્યાદિ સાંપ્રતકાળમાં થઈ ગયેલા જૈન વિદ્વાનોનું કથન હતું. સોલંકીકાલીન જૈનો એવું જૈનદર્શન પરત્વે ખાસ સહાનુભૂતિ ન ધરાવતા હોવા છતાં દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પણ શ્રીપાલને “જૈન પોરવાડ વૈશ્ય માનતા હતા. પ્રસ્તુત સર્વ વિદ્વાનોની માન્યતાથી ભિન્ન મત તાજેતરમાં શ્રીમદ્ શાંતિકુમાર પંડ્યાએ પ્રકટ કર્યો છે. તેમના કહેવા પ્રમાણે લભ્યમાન પ્રમાણોથી શ્રીપાલ અને તેમના વંશજ “જૈન નહીં પણ હિંદુધર્મી હોવાની સ્પષ્ટ છાપ પડે છે”૧૦. સાંપ્રત લેખમાં આથી આ બન્ને મતોની સમીક્ષા કરી તથ્ય શું હોઈ શકે તે અંગે વિચારી જોવા યત્ન કરીશું. શ્રીપાલ અને તેના વંશજ જૈન હોવાના પક્ષમાં જે મત છે તે તો અસ્તિત્વમાન સમકાલિક તથા ઉત્તરકાલિક સાહિત્યિક પ્રમાણોનો પ્રથમ દૃષ્ટિએ જે સીધો અર્થ થઈ શકે છે તેના આધારે, વિશેષ વિચારણા કર્યા સિવાયનો છે; પ્રસ્તુત વિદ્વાનોના મનમાં એ વિષય સંબદ્ધ સ્વાભાવિક જ કોઈ શંકા ઊઠી જ નથી; એટલે તેમણે તે સંબંધમાં કોઈ સાધક-બાધક પ્રમાણોના આધારે ચર્ચા કરી નથી, ઊહાપોહ કર્યો નથી. આથી અહીં સૌ પ્રથમ એ વિષય પર જે ઐતિહાસિક નોંધો એવં પ્રમાણાદિ ઉપલબ્ધ છે તે પેશ કરી, તે પછી તેનું જે પ્રકારે અર્થઘટન શ્રી પંડ્યાને અભિમત છે તે બાબત પર એમનાં મંતવ્યો ઉદ્ધત કરી, વિસ્તારથી નિરીક્ષણપરીક્ષણ કરવાનો જ માર્ગ ગ્રહણ કરવો જોઈશે... શ્રીપાલ-સિદ્ધપાલ-વિજયપાલ અંગે ઉપલબ્ધ થતાં જે સૌથી મહત્ત્વપૂર્ણ પ્રમાણો છે તે તેમની પોતાની કૃતિઓનાં છે, અને કોઈક કોઈક સમકાલિક અન્ય લેખકોનાં સાઠ્યો પણ મોજૂદ છે, જે આ પ્રમાણે છે : (૧) જયસિંહ સિદ્ધરાજે માળવામાં રતલામ-કોટા પંથકમાં (પુરાણા ઉપલા માળવામાં) આવેલા બિલ્પાંકના શિવાલયના સં. ૧૧૯૮ | ઈસ. ૧૧૪૨માં કરાવેલા ઉદ્ધારની શ્રીપાલ કવિ વિરચિત પ્રશસ્તિ; (૨) કુમારપાળે બંધાવેલા આનંદપુર (વડનગર)ના પ્રકારની કવિ શ્રીપાલે રચેલી Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ પરિવારનો કુલધર્મ ૧૪૧ સં. ૧૨૦૮ | ઈ. સ. ૧૧૫રની પ્રશસ્તિપ. (૩) બૃહગચ્છીય અજિતદેવસૂરિશિષ્ય હેમચંદ્રના નાભેયનેમિદ્વિસંધાનકાવ્યનું સંશોધન શ્રીપાલે કર્યા સંબંધનો મૂલíનો ઋણ-સ્વીકારવું. એની મિતિ પ્રાપ્ત નથી પણ રચના સંભવતયા કુમારપાળ-યુગના પૂર્વાર્ધમાં થઈ હોવી ઘટે. (૪) શ્રીપાલ-કારિત ચતુર્વિશતિજિનસ્તવન કવિરાજ શ્રીપાલની આ સિવાયની અનુપલબ્ધ કૃતિઓમાં સિદ્ધરાજ દ્વારા નિમપિત સહસ્ત્રલિંગ-તટાક (પુરાણું અભિધાન દુર્લભરાજસર; નવનિર્માણ પ્રાયઃ ઈસ્વી ૧૧૩૭)ની, તથા સિદ્ધપુર ખાતેના રુદ્રમહાલય(પ્રાયઃ ઈસ્વી ૧૧૩૮-૧૧૪૪ના ગાળામાં ક્યારેક)ની પ્રશસ્તિઓ, અને તેમણે વેરોચનપરાજય નામક સાહિત્યિક કૃતિ (નાટક ? કાવ્ય ?) રચેલી તેવા ૧૩મા-૧૪મા શતકના ચરિતાત્મક-પ્રબંધાત્મક ઉલ્લેખો. (તદતિરિક્ત શ્રીપાલની વર્તમાને અપ્રાપ્ય કાવ્ય-કૃતિઓમાંથી ચૂંટી કાઢેલાં પડ્યો જલ્પણની સૂક્તમુક્તાવલી (ઈસ્વી ૧૨૪૭-૬૦) તેમ જ શાર્ગધર કૃત શાર્શ્વધરપદ્ધતિ (આ ઈ. સ૧૩૬૩) અંતર્ગત મળે છે; પણ પ્રસ્તુત સૂક્તિઓનો તો શુદ્ધ લલિત સાહિત્યના ક્ષેત્રમાં સમાવેશ થતો હોઈ સાંપ્રત ચર્ચામાં તેની ઉપયુક્તતા નથી.) (૫) શ્રીપાલપુત્ર સિદ્ધપાલે પૌષધશાળા બંધાવેલી; અને તેમાં વાસ કરીને બૃહદ્ગચ્છીય વિજયસિંહસૂરિ શિષ્ય સોમપ્રભાચાર્યે સં૧૧૪૦ | ઈ. સ. ૧૧૮૪માં જિણધમ્મપડિબોહો | જિનધર્મપ્રતિબોધ નામે કુમારપાળની જૈન ગાશ્મધર્મ-શિક્ષાદીક્ષા સંબંધની હકીકતને કેન્દ્રમાં રાખીને ઉપદેશાત્મક ગ્રંથ રચેલો. સિદ્ધપાલની કોઈ અખંડ કૃતિ પ્રાપ્ત નથી; પણ તેની લુપ્ત કૃતિનાં, ઉજજયંતગિરિતીર્થ સમ્બદ્ધ બેએક પદ્ય સોમપ્રભાચાર્યે ઉદ્ધત કરેલાં છે". (૬) શ્રીપાલ-બંધુ શોભિતના સ્વર્ગગમન પશ્ચાતની, તેના સ્મારક રૂપની, અબ્દ પર્વત પર દેલવાડાગ્રામની વિખ્યાત વિમલવસહીના પશ્ચાત્કાલીન બલાનક-મંડપમાં રાખવામાં આવેલ મિતિવિહીન પ્રતિચ્છાન્દક, ખાંભીરૂપી, પ્રતિમા". (૭) સિદ્ધપાલપુત્ર કવિ વિજયપાલની એક માત્ર કૃતિ દ્રૌપદી સ્વયંવર (નાટક) ઉપલબ્ધ છે. આટલા સ્રોત તો સમકાલિક છે; પણ કવિવર શ્રીપાલના જીવન વિશે કંઈક વિશેષ અને નવીન હકીકતો રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૩ | ઈ. સ. ૧૨૭૭) તથા નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | Page #171 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈ. સ. ૧૩૦૫) અંતર્ગત નોંધાયેલી છે. તે પછીના કાળની નોંધોમાં કોઈ ખાસ ઉપયુક્ત યા નવી વાત મળતી નથી. ૧૪૨ હવે પ્રાયઃ ઉપરના સ્રોતોના આધારે એક એક મુદ્દા પર પંડ્યા મહોદયે જે છણાવટ કરી છે તે જોઈ તેના પર અહીં ક્રમશઃ વિચાર કરીશું. વિચારણા પ્રમાણોની જે ઉપર ક્રમવારી રજૂ કરી છે તે અનુસાર નહીં પણ શ્રીમાન્ પંડ્યા જે ક્રમમાં પોતાની સ્થાપનાના મુદ્દાઓ પ્રસ્તુત કરે છે તે ક્રમવાસને અનુસરીને કરીશું. (૧) ‘‘વિજયપાલના દ્રૌપદીસ્વયંવરના નાન્દી શ્લોકો અને શ્રીપાલના ‘વડનગર પ્રાકારપ્રશસ્તિ'ના ઘણા શ્લોકો આપણને વિજયપાલ અને તેના પૂર્વજો હિંદુધર્મી હતા એવું અનુમાન કરવા પ્રેરે છે. ‘દ્રૌપદીસ્વયંવર’ના પ્રથમ શ્લોકમાં કવિ વિજયપાલે ભગવાન શિવના ત્રિપુરાન્તક સ્વરૂપનું જે સુરેખ અને સસંદર્ભ વર્ણન કર્યું છે તે કવિનો આ પૌરાણિક કથાનક માટેનો ઊંડો આદર અને પરિચય પ્રગટ કરે છે”૧૯. ‘“બીજા નાન્દી શ્લોકમાં લક્ષ્મીપતિ વિષ્ણુની સ્તુતિ કરવામાં આવી છે. એમાં કવિનો દેવી લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુ તરફનો આદર પ્રગટ થાય છે. કવિએ ‘દ્રૌપદીસ્વયંવર’ નાટકમાં ભગવાન કૃષ્ણને પણ જે રીતે કેન્દ્રસ્થાને મૂકી આપી એમના ચરિત્રને ઉઠાવ આપ્યો છે તે પણ કવિનો કૃષ્ણ તરફનો આદરાતિશય પ્રગટ કરે છે. ‘‘દ્રૌપદીસ્વયંવર”નું વાચન કરતાં કવિ જૈન હશે એમ જરા પણ લાગતું નથી. ઊલટાનું તે હિંદુધર્મી હોવાનું વિશેષ પ્રતીત થાય છે’૨૦ આ દલીલ પ્રશ્ન દૃષ્ટિએ તો ઘણી જ પ્રતીતિજનક લાગે છે; પણ આની સામે કેટલાક મુદ્દાઓ છે. પ્રસ્તુત નાટક વેદમાર્ગી રાજા ભીમદેવ દ્વિતીયની આજ્ઞાથી પાટણના પુરાણમાર્ગી ત્રિપુરુષપ્રાસાદમાં ભજવવા માટે રચાયું હતું. આથી નાંદીના શ્લોકો તેમ જ કથાવસ્તુ પુરાણ એવં ભારતાદિ સાહિત્ય આશ્રિત હોય તે ઉચિત, સયુક્ત, અને સ્વાભાવિક છે. આવો જ એક દાખલો જૈન પક્ષે મોજૂદ છે. જેમકે ભૃગુકચ્છના શકુનિકાવિહારના ચૈત્યવાસી અધિષ્ઠાતા જયસિંહસૂરિ દ્વારા વિરચિત હમ્મીરમદમર્દન નાટક ત્યાં ભીમેશ્વર મંદિરમાં ભજવવા માટે રચાયું હતું અને તેમાં નાંદી મંગલ રૂપે બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ દ્વારા ‘‘જ્યોતિ’(પરબ્રહ્મ)ની સ્તુતિ છે, જિનેન્દ્રની નહીં. કાશ્મીરી મહાકવિ બિલ્હણે પોતાના જૈન પ્રશ્રયદાતૃ સાન્ડ્રૂમંત્રી કારિત શાન્ત્યત્સવગૃહ (સાન્દૂ-વસહિકા ?)માં આદિનાથની રથયાત્રાના ઉત્સવ પ્રસંગે ભજવવા કર્ણસુંદરી-નાટિકા રચેલી અને તેમાં નાંદીના શ્લોક રૂપે જિનસ્તુતિ છે૨૨. એથી કરીને બિલ્હણ જૈન હોવાનું કોઈ જ કહેતું નથી ! તેમ છતાં વિજયપાલ મૂળે જૈન હોય, ને જૈનધર્મ છોડી માહેશ્વરી બન્યા હોય તો તેવી ઘટના પણ અસંભવિત તો નથી જ. વાઘેલાયુગના મધ્યમાં આવા કોઈ કોઈ દાખલાઓ બન્યાનું નોંધાયું છે”. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ (૨) શ્રીયુત પંડ્યા આગળ વધતાં લખે છે : ‘‘વિજયપાળના પિતામહ શ્રીપાલ પણ હિંદુ હશે એમ એમણે રચેલી ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ'ને આધારે કહી શકાય એમ છે’૨૫ ‘શ્રીપાલે રચેલી ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ'ના પ્રારંભમાં ભગવાન શિવને પ્રણામ કરી પ્રથમ શ્લોકમાં એમની સંકલ્પશક્તિને પ્રણામ કર્યા છે. આ જ પ્રશસ્તિના અઢારમા શ્લોકમાં ગણેશનો અને શત્રુમંડળનો સંહાર કરનાર દેવીમંડળનો પણ ભાવપૂર્વક ઉલ્લેખ છે. પંદરમા શ્લોકમાં ચંડીનું રક્ત પીને પ્રસન્ન થતાં દેવી તરીકે ઉલ્લેખ છે. વીસમા અને એકવીસમા શ્લોકમાં અનુક્રમે બ્રહ્માજીએ કરેલા મહાયજ્ઞોને અવસરે ઊભા કરેલા યજ્ઞસ્થંભોનો અને બ્રાહ્મણોના અવિરત વેદઘોષનો ઉલ્લેખ છે. શ્લોક ૧૪મામાં પૃથ્વીનો ઉદ્ધાર કરનાર સિદ્ધરાજ જયસિંહને દેવાધિદેવ મહાદેવની આજ્ઞાથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન વિષ્ણુ સાથે સરખાવ્યા છે. જ્યારે કુમારપાલને સ્વર્ગમાંથી ઊતરેલા હરિ સાથે સરખાવ્યા છે. શ્લોક ૨૩માં વડનગરના બ્રાહ્મણો યજ્ઞો વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક તથા પૌષ્ટિક કર્મ વડે ભુવન અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે એવો બ્રાહ્મણને માટે આદરભર્યો ઉલ્લેખ છે. કવિ પ્રશસ્તિમાં વારંવાર બ્રાહ્મણોના વેદઘોષનો ઉલ્લેખ કરે છે અને શ્લોક ૨૪માં આ કિલ્લાની રચના બ્રાહ્મણોના રક્ષણ માટે કરવામાં આવી હોવાની નોંધ કરે છે. ‘આ કોટ અમર રહો,” એવી અભિલાષા પ્રગટ કરતાં કવિ અંત ભાગમાં પૃથુ અને સગર રાજાના અક્ષુણ્ણ યશનો ઉલ્લેખ કરે છે જે એનું પુરાણકથાઓનું જ્ઞાન પ્રગટ કરે છે.” આમ સમગ્ર પ્રશસ્તિનું અનુશીલન કરતાં એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે કવિને બ્રાહ્મણો માટે ઊંડો આદર છે અને બ્રાહ્મણધર્મ તથા હિંદુપુરાણો સાથે એને ઘનિષ્ઠ નાતો છે. હિંદુ ધર્મના દેવદેવીઓનો પણ તે એમના પૌરાણિક સંદર્ભો સાથે સાદર ઉલ્લેખ કરે છે. વારંવાર એનું ધ્યાન બ્રાહ્મણો અને એના વેદઘોષ તરફ વળે છે એટલે કવિ હિંદુધર્મ પાળતો હોવાનું સબળ કારણ પ્રાપ્ત થાય છે. ‘વડનગરપ્રાકારપ્રશસ્તિ' લેખ કુમારપાલે વડનગર ફરતો કિલ્લો બંધાવ્યો તેને લગતો અર્થાત્ નાગરિક સ્થાપત્યને લગતો વિ૰ પ્રશસ્તિલેખ છે, ધાર્મિક સ્થાપત્યને લગતો નહિ. આથી અહીં નાગરબ્રાહ્મણોનું કે હિંદુ દેવદેવીઓનું આટલું સંકીર્તન કરવાની કવિને કોઈ અનિવાર્ય આવશ્યકતા ન હતી. દા૰ તo સોમેશ્વર પોતે બ્રાહ્મણ પુરોહિત હોવા છતાં આબૂ ઉપર તેજપાલે બંધાવેલા નેમિનાથચૈત્યની પ્રશસ્તિ રચતાં મંગલાચરણમાં તથા અંતમાં નેમિનાથની સાદર સ્તુતિ કરે છે તે એ સ્થાપત્ય ધાર્મિક હોઈ ત્યાં આવશ્યક ગણાય. એવી રીતે વસ્તુપાલે રચેલા ‘નરનારાયણાનંદ'માં પણ મહાકાવ્યના નાયક તરીકે શ્રીકૃષ્ણની સ્તુતિ હોય તે સ્વાભાવિક છે. ૧૪૩ શ્રી પંડ્યાએ ઉઠાવેલ આ મુદ્દો પણ પહેલી દૃષ્ટિએ ધ્યાન ખેંચે તેવો જ નહીં, જચી જાય તેવો પણ લાગે છે. પણ કવિવર્ણિત વિભાવો મરુગૂર્જર નાગરિક વાસ્તુશાસ્ત્રના દુર્ગવિધાનના Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરિપ્રેક્ષ્યમાં તો બરોબર બંધબેસતા થાય છે. દુર્ગનો હેતુ સંરક્ષણનો અને એથી વીર અને રૌદ્ર રસનો છે, જિનેશ્વર-યોગ્ય પ્રશમરસને ત્યાં સ્થાન નથી. એથી જ તો દુર્ગની પ્રતોલી-પુરદ્વારમાં કોષ્ઠકનાં ખત્તકો પર વિઘ્નહર્તા વિનાયક તેમ જ ભૈરવ, ચંડિકા, કાત્યાયિની આદિ ઉગ્ર દેવતાઓની મૂર્તિઓ તેમ જ અંદરની ભિત્તિઓ પર માતૃકાદિ શક્તિઓનાં રૂપો કંડારવામાં આવે છે. ઝીંઝુવાટક (ઝીંઝુવાડા) તેમ જ દર્ભાવતી (ડભોઈ)ના ૧૨મી-૧૩મી શતાબ્દીના સોલંકી એવં વાઘેલાકાલીન પુરદ્વારના નિરીક્ષણથી આ વાત સ્પષ્ટ બનશે. કવિ જૈન ઉપાસક હોય તો પણ લૌકિક દૃષ્ટિએ આવી પ્રશસ્તિ રચી શકે છે. ત્યાં તે સ્વધર્મને નહીં, રાજકુલધર્મ એવં પ્રચલિત લોકધર્મને અનુસરે છે. આથી શ્રીપાલ પૌરાણિક પરંપરા અને આલેખનોને અનુરૂપ દેવસ્તુતિ પ્રશસ્તિ અંતર્ગત કરે તે સંદર્ભના સ્વરૂપને જોતાં સુસંગત મનાય, યોગ્ય જ ગણાય. બીજી વાત એ છે કે દુર્ગ-પ્રતોલી આદિ “દેવાલય' ન હોવા છતાં વાસ્તુવિધિના કર્મકાંડ અનુસાર તેમની સ્થાપના કિંવા પ્રતિષ્ઠા દેવતાઓના આહ્વાન-પૂજન-યજનાદિ ક્રિયાઓ દ્વારા સમ્પન્ન થાય છે. જો મનુષ્યને રહેવાના આવાસ પણ ખાતમુહૂર્તથી લઈ ગૃહપ્રવેશ પર્યંત વાસ્તુગ્રંથો અને કર્મકાંડના ગ્રંથો કથિત ધાર્મિક વિધિપૂર્વક થતાં હોય તો નગરદુર્ગ, કુંડ, વાપી આદિની શું વાત કરવી૭પૌરાણિક ક્રિયાકાંડ-વિધિ મધ્યકાળમાં તો જીવનમાં સર્વત્ર વણાઈ ગયેલી. આથી વડનગરનો પ્રાકાર “નાગરિકવાસ્તુ'ની વ્યાખ્યા અંતર્ગત આવી જતો હોવા છતાં એની રચનાથી લઈ સ્થાપના સુધીની બ્રાહ્મણીય કિંવા પૌરાણિક ધર્મવિધિઓથી પર નથી. આથી કવિ સોમેશ્વર વેદવાદી બ્રાહ્મણ હોવા છતાં મંત્રી તેજપાળ નિર્માપિત દેલવાડા સ્થિત જિનમંદિરની પ્રશસ્તિ પ્રસ્તુત સંરચના “દેવાલય’ જિનદેવની સ્તુતિથી પ્રારંભ કરી શકે, પણ એ જ ન્યાયે, કવિ શ્રીપાલ જૈન હોય તો પણ વડનગરના દુર્ગની પૌરાણિક દેવતાપરક પ્રશસ્તિ તે નાગરિક વાસ્તુકૃતિ હોવાથી રચે નહીં પણ એમનો પોતાનો ધર્મ વૈદિક હોય તો જ રચવા પ્રેરાય તેવી દલીલ તથ્યસમ્મત કે તર્કગમ્ય જણાતી નથી. જો નાગરિક સ્થાપત્યની રચનામાં ધાર્મિક-પૌરાણિક ઉલ્લેખો લાવી જ ન શકાતા હોત તો તો શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોય તો એ તેમાં એવા ઉલ્લેખો લાવે જ નહીં! વસ્તુતયા પ્રશસ્તિ દેવમંદિરની હોય કે દુર્ગ સરખી નાગરિક સંરચનાની હોય, પ્રશસ્તિકારનો વ્યક્તિગત ધર્મ તેમાં પ્રભાવી બની શકતો નથી. બ્રાહ્મણ સોમેશ્વર જિનાલયોની પ્રશસ્તિઓ રચી શકે તો જૈન શ્રાવક શ્રીપાલ શા માટે બ્રાહ્મણીય દેવમંદિરોની એવં દુર્ગ-તટાકાદિની પ્રશસ્તિ ન રચે ? દિગંબર જૈન મુનિ રામકીર્તિએ કુમારપાળની ચિત્રકૂટ(ચિતોડ)ના સમિઢેશ્વરના મંદિરની ઈસ્વી૧૧૫૧ની રાજા કુમારપાળની દાન-પ્રશસ્તિ શિવસ્તુતિ સાથે રચી છે ૮; અને શ્વેતાંબર બૃહગચ્છીય જયમંગલાચાર્યે રાજસ્થાનમાં સુંધા પહાડ પરની ચાહમાન ચાચિગદેવની ઈસ્વીસન્ ૧૨૯૯ની પ્રશસ્તિ પણ શિવની જટાના ચંદ્રમાને તથા દેવી પાર્વતીને વંદના દઈને રચી છે૯. રાજાઓની વિનંતીને માન આપીને જો જૈન મુનિઓ પણ શિવાલયાદિની પ્રશસ્તિઓ રચી શક્તા હોય તો ગૃહસ્થ જૈન Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૪૫ કવિ, એમાંયે પાછા દરબારી શાયર, બ્રાહ્મણીય પૌરાણિક ઢંગની સ્તુતિ સમેતની પ્રશસ્તિ રચે તો તેમાં કશું અયુક્ત વા અજુગતું નથી, કે નથી એ કોઈ આશ્ચર્યજનક યા અસંભવિત ઘટના. એને લઈને પ્રશસ્તિકારના ધર્મ વિશેની કલ્પના બાંધવી તર્કપૂર્ણ નથી. આથી આ, અને તદ્ આનુષંગિક મુદ્દાઓ પર તો શ્રીપાલને પુરાણમાર્ગી ઠરાવી શકાય તેમ નથી. આખરે શ્રીપાલ કે વિજયપાલના પદ્યાદિમાં રસપૂર્વક સન્માનપૂર્વક પૌરાણિક દેવતાઓના જે પ્રાસંગિક ઉલ્લેખો છે તે પણ કાવ્યમય ઉક્તિઓમાં પૌરાણિક વર્ણના માત્ર છે. પોતે તેવું સ્વધર્મ-દષ્ટિથી આસ્થાપૂર્વક માને છે તેવું ત્યાં અભિપ્રેત નથી. બીજી એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ પણ છે કે જૈન પંડિતો, કવિઓ બ્રાહ્મણીય દાર્શનિક તેમ જ કથા-સાહિત્યના ઉચ્ચ કોટીના અધ્યેતા હતા. બ્રાહ્મણધર્મી બહુમતી સમાજમાં રહેવાથી, અને અન્યથા ભારતની બૃહદ્ આર્ય સંસ્કૃતિની જ સંતતિ હોવાથી, શ્રમણમાર્ગી હોવા છતાંયે જૈનો બ્રાહ્મણીય દૃષ્ટિથી સારી રીતે પરિચિત હતા. આથી જ પ્રસંગ પડ્યે બ્રાહ્મણીય કથા-વિષયો પર પણ નૈપુણ્યપૂર્વક લખી શકતા, સરસ રચનાઓ કરી શકતા, કે એનો ઉલ્લેખ પોતાની રચનાઓમાં (ક્યારેક વ્યંગમાં પણ) કરતા. (શ્રી પંડ્યાએ મંત્રીશ્વર વસ્તુપાલ વિરચિત નરનારાયણાનંદકાવ્ય” અંતર્ગત (મંગલાચરણમાં નહીં) કૃષ્ણ-પરમાત્માની જે ગંભીર શબ્દોમાં પ્રાસંગિક સ્તુતિ છે તેને સંદર્ભની દષ્ટિએ શ્રી પંડ્યાએ પ્રસ્તુત તો ઠરાવી છે. પણ ત્યાં તે કારણસર વસ્તુપાળ જૈન નહીં, ભાગવતધર્મી હશે તેવો તર્ક ઉપસ્થિત કર્યો નથી. વસ્તુપાલ સંબંધી તેઓ કુલધર્મે જૈન હોવાનાં ઢગલાબંધ પ્રમાણો મોજૂદ ન હોત તો શ્રી પંડ્યાએ શ્રીપાલ સંબંધમાં જે તર્કણા અને અભિગમ અપનાવ્યાં છે તેના અનુસરણમાં વસ્તુપાલને પણ વેદવાદી જ ઘટાવવા પડે.) વડનગરના અનુલક્ષમાં ત્યાંના બ્રાહ્મણો અને ત્યાં વેદઘોષાદિના ઉલ્લેખો પણ વડનગરના વિશિષ્ટ દરજ્જાના સંદર્ભમાં સુસંગત છે. વડનગર નાગર-બ્રાહ્મણોનું જબરજસ્ત કેન્દ્ર હતું. ત્યાં વૈદિક ધર્મ અને બ્રાહ્મણોની બહુમતી જ નહીં, સર્વોપરિતા તેમ જ તેનું વડનગર સાથે એકત્વ હતું. ત્યાંના કર્મકાંડી વેદનિષ્ઠ બ્રાહ્મણોની ચતુર્દિશામાં પ્રસિદ્ધિ હતી. આનંદપુરના નગરદેવતા, હાટકેશરૂપે રહેલ, ભગવાન શંકરની ભારે પ્રતિષ્ઠા હતી. ૧૨મા શતકનાં ત્યાં અવશિષ્ટ રહેલાં જબ્બર તોરણો અને તેનું પ્રતિમાવિધાન દર્શાવે છે કે વડનગરમાં પણ રુદ્રમહાલયની બરોબરીનું એક મહાનું, હાલ વિનષ્ટ, મહામેરુ જાતિનું (મોટે ભાગે સિદ્ધરાજ કારિત) શિવમંદિર પણ હતું. બીજાં પણ અનેક પૌરાણિક દેવ-દેવીઓનાં મંદિરો ત્યાં હોવાનું સ્કન્દપુરાણના “નાગરખણ્ડ"થી સિદ્ધ છે. આ બધું જોતાં જે બ્રાહ્મણ પ્રાબલ્યયુક્ત પુરાતન નગરની રક્ષા ખાતર કુમારપાળ વપ્રની રચના કરાવે તેની પ્રશસ્તિમાં પ્રસંગોચિત યથાર્થવાદી ઉલ્લેખો આવે તેના આધારે પ્રશસ્તિકારના નિજી ધર્મનો નિર્ણય કરી શકાય નહીં. નિ. એ. ભા. ૧-૧૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૩) મહાનામ પંડ્યા આગળ વધતાં અવલોકે છે : “ “પ્રભાવકચરિત' કે જ્યાં શ્રીપાલનું વૃત્તાંત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂર્તિઓમાં એનો હિંદુધર્મ તરફનો પ્રેમ પ્રગટ થતો જણાય છે. શ્રીપાલ સાથે સ્પર્ધા કરનારા ગર્વિષ્ઠ દેવબોધે પાદપૂર્તિ માટે જે પાદો મૂક્યાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતું “પૌત્ર સોડા વિતામ€” કવિ શ્રીપાલે એ પાકની પૂર્તિ આ પ્રમાણે કરી છે : मूर्तिमेकां नमस्यामः शम्भोरम्भोमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सोऽपि पितामहः ॥ – vમાવવરિત “વરિત', સ્નો. ૨૨૮, પૃ. . અહીં કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપો પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એનો હિંદુધર્મ અને શિવ તરફનો ભક્તિભાવ પ્રગટ થતો જણાય છે. આમ શ્રીપાલ બ્રાહ્મણધર્મી હોવાનો પૂરો સંભવ છે. કવિ પ્રાગ્વાટવંશનો હતો એટલા માત્રથી એને જૈન માની લેવો તે બહુ પ્રતીતિકર લાગતું નથી, કારણ કે બધા જ પ્રાગ્વાટવંશીઓએ પહેલેથી જૈનધર્મ જ અંગીકાર કર્યો હતો એવું કોઈ પણ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકો જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પોરવાડમાં જૈન અને વૈષ્ણવો બન્ને પ્રકારના વણિકો હોય છે.” ઉપરના મુદ્દાનો મહદ્ અંશે ઉત્તર પાછળ થઈ ગયેલી ચર્ચામાં આવી જાય છે. પ્રાગ્વાટ વણિકોમાં આજે તો જૈન અને વૈષ્ણવ ધર્મીઓ દેખાય છે. પણ મધ્યયુગના પ્રાગ્વાટોના જે કુડીબંધ અભિલેખો મળ્યા છે તે લગભગ બધા જૈન જ છે. (ઘણા જૈનધર્મીઓએ ૧૬મા શતકના અંતિમ ચરણના અરસામાં શ્રીમદ્ વલ્લભાચાર્યની કંઠી બાંધેલી.) જો પ્રાગ્વાટ કવિ શ્રીપાલ વૈષ્ણવ હોત તો સ્વયૂથીય હોવાને કારણે ભાગવત આચાર્ય દેવબોધે તેની જે પ્રથમ મુલાકાતે જ, તેના અંધત્વને લક્ષ્ય કરીને, કૂર ઉપહાસપૂર્વક વિડંબના કરેલી તે ન કરી હોત. એ કારણસર લાંબા સમય સુધી બન્ને વચ્ચે ચાલેલા વૈમનસ્યની પ્રભાવકચરિતમાં લંબાણપૂર્વક નોંધ લેવાયેલી છે. બીજી વાત એ છે કે સમસ્યાપૂર્તિ સંબદ્ધ જે વાતો ચરિતકારો-પ્રબંધકારો લખે છે તેને પ્રામાણિક માની લેવાની જરૂર નથી. ઘણી વાર એવી ઉક્તિઓના કર્તા જુદા જ કવિઓ હોય છે ! પ્રબંધકારો પ્રસંગોચિત ગમે તે પાત્રના મુખમાં તે ગોઠવી દે છે. ઉપર્યુક્ત ઉક્તિ શ્રીપાલ કવિની જ હોય તો પણ એની કોઈ કૃતિમાંથી, પ્રશસ્તિમાંથી (જેવી કે સહસ્ત્રલિંગતટાકની)માંથી તે લીધેલી હોઈ શકે. કવિ શ્રીપાલ વિરરિ પર મહાભાગ પંડ્યાના ખાસ વિચારો છે. યથા : Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ‘કવિએ રચેલી ‘‘વસ્તુવિંશિિગનસ્તુતિ''નો અભ્યાસ કરતાં જણાય છે કે કવિ જૈનોના તીર્થંકરોને સ્તવે છે ખરા પણ એમાં ભાવો કે ભક્તિની ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈનધર્મ, પુરાણ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તીર્થંકર સંભવનાથને કવિ ‘શંભવ’ તરીકે સંબોધે છે. આ સ્તોત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક, સરળ અને યમકમયી ભાષામાં તીર્થંકરોની સ્તુતિ કરી છે. તીર્થંકરોના ગુણોનું આલેખન સામાન્ય પ્રકારનું છે, અને કોઈ પણ તીર્થંકરનું વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચંદ્રાચાર્ય અને શ્વેતાંબરવાદી દેવસૂરિ સાથે નિકટનો સંબંધ હતો એટલે એમની સાથેના સંબંધોને કારણે પોતે હિંદુધર્મી હોવા છતાં તીર્થંકરોની સર્વસાધારણ સ્તુતિ કરતું આ સ્તોત્ર રચી આપ્યું હોય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ અને કુમા૨પાલના જૈનધર્મ તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધર્મીઓ વચ્ચેનું ઝનૂન મોટે ભાગે ઓસરી ગયું હતું તે આપણે જાણીએ છીએ એટલે જે રીતે હેમચંદ્રાચાર્યે સોમનાથની સ્તુતિ કરતું સ્તવન રચ્યું હતું તે જ રીતે શ્રીપાલે વેદધર્મી હોવા છતાં એનું ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યું હોવાનો સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણધર્મ અંગીકાર કર્યો હોય એમ પણ માની શકાય એમ નથી, કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હોય એવું લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિંદુધર્મી હોય અને શ્રીપાલ તથા સિદ્ધપાલે જૈનધર્મીઓ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે જૈનધર્મ તરફ આદર અને અહોભાવ રાખ્યા હોય એમ માનવાને કારણ છે. સિદ્ઘપાલે પાટણમાં જૈન પૌષધશાળા બંધાવી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ. એમ તો મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈન પ્રાસાદો બંધાવી આપ્યા હતા પરંતુ પોતે પરમ માહેશ્વર હતા.’ ,૩૩ " બ્રાહ્મણધર્મીએ જૈન તીર્થંકરની સ્તુતિ રચી હોય તેવો મારા ધ્યાનમાં એક જ દાખલો છે : મહાકવિ બિલ્હણ (ઈસ્વી ૧૧મી શતીનું અંતિમ ચરણ). એમણે પાર્શ્વનાથ-અષ્ટક૪ કદાચ પોતાના પ્રશ્રયદાતા સાન્ત્મંત્રીના પરિતોષ માટે રચ્યું હોય. તેની શૈલી તેમ જ પદ્યગુમ્ફનનાં રીત-રંગ જૈન રચયિતાઓની મૌલિક રચનાઓથી જુદાં પડી જતાં હોવાનું મને લાગ્યું છે. પણ શ્રીપાલના વિષયમાં તેવું નથી. ત્યાં કવિએ ચોવીસે જિનની સ્તુતિ કર્યા બાદના પદ્યમાં સર્વ જિનની", ત્યાર બાદ જિનાગમની, અને પછી વાગીશ્વરીની સ્તુતિ ધરાવતું પદ્ય દઈ, આખરી પદ્યમાં કર્રારૂપે પોતાનું નામ પ્રગટ કર્યું છે. આ પ્રકારની ચતુર્વિધ સ્તુતિની પ્રથા બપ્પભટ્ટીસૂરિની ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ઈસ્વી ૮મી શતી આખરી ચરણ)થી લઈ પછીથી અનેક શ્વેતાંબર જૈન સ્તોત્રોમાં મળે છે. ઉપર્યુક્ત સ્તુતિના રચયિતા શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોત તો પ્રસ્તુત પ્રણાલીની સૂક્ષ્મ વિગતો તેમના ખ્યાલમાં હોત કે કેમ તે વસ્તુ પ્રશ્નાર્થ બની રહે છે. જૈન સ્તોત્રો સાધારણતયા તીર્થંકરોના ગુણાનુવાદ-લક્ષી જ હોય છે અને તેમાં જૈન પૌરાણિક આખ્યાયિકાઓ-ચરિતોના સંદર્ભો—અરિષ્ટનેમિ સમ્બદ્ધ કોઈ કોઈ વિરલ સ્તોત્રના અપવાદ ૧૪૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બાદ કરતાં–મળતા નથી : અને જે સ્તુતિકારો સૈદ્ધાત્તિક વા દાર્શનિક ઢંગની સ્તુતિ રચે છે–શ્વેતાંબર પક્ષે સિદ્ધસેન દિવાકર (પંચમ શતી પૂર્વાર્ધ), હેમચંદ્ર (૧૨મું શતક) ઇત્યાદિ સ્તુતિકારો અને દિગંબર પક્ષે સમંતભદ્ર આઈ. સ. ૧૭૫-૬૨૫), પાત્રકેસરિ (૭મી શતાબ્દી), ભટ્ટ અકલંકદેવ (૮મી સદી), વિદ્યાનંદ (૧૦મી સદી પૂર્વાર્ધ), અમિતગતિ (૧૦મી ૧૧મી સદી) ઇત્યાદિ–તેમાં જ તત્ત્વજ્ઞાનની ઝલક મળે છે, અન્ય મુનિઓ રચિત સ્તોત્રોમાં નહીં. વીતરાગરૂપ તીર્થકરો આત્મિક ગુણો, સર્વથા સાત્ત્વિક સ્વભાવ, અને કર્મમુક્ત સ્થિતિને કારણે અનુગ્રહ કે અભિશાપ દેવા અસમર્થ છે. આથી તેમની પાસે ઐહિક વાસનાઓઆકાંક્ષાઓ તૃપ્ત કરવાની, કે ભૌતિક કલ્યાણની કૃપા યાચનાઓ-પ્રાર્થનાઓ કરવી અર્થહીન બની જાય છે. વળી પૌરાણિક દેવતાઓની જેમ તેમના બહિરંગની સ્તુતિ–આભૂષણો, આયુધો, વાહન, સંગિની, ઈત્યાદિની સ્તુતિપૂર્વક વર્ણના કરવાની પ્રથા–સ્વાભાવિક રીતે જ જૈન સ્તોત્રોમાં જોવા મળતી નથી, કેમકે તેને ત્યાં અવકાશ નથી. ત્યાં તેમના આત્મિક ગુણોને સ્પર્શતી ઉક્તિઓ જ જોવા મળે છે. આથી શ્રીપાલ કારિત સ્તુતિ સંપૂર્ણપણે જૈન રીતિનું અનુસરણ અને જૈન સ્તુતિના વણલખ્યા નિયમોનું પાલન વા અનુસરણ કરે છે. જૈન સ્તોત્રોમાં શ્વેતાંબર માનતુંગાચાર્યકૃત ભક્તામર સ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી છઠ્ઠી-સાતમી શતી), કે દિગંબર કુમુદચંદ્રાચાર્યના કલ્યાણમંદિર સ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીનું પ્રથમ ચરણ) જેવી થોડીક કૃતિઓને બાદ કરતાં ભક્તિરસની ઉત્કટતા આદિ તત્ત્વો જોવા મળતાં નથી. એથી શ્રીપાલ કારિત સ્તુતિમાં એ તત્ત્વોની અનુપસ્થિતિને કારણે કર્તા જૈન નથી તેમ કહી શકાય તેમ નથી. મેં પંદરસો જેટલાં જૈન સ્તુતિ-સ્તોત્રોનો અભ્યાસ કર્યો છે, ને તેના આધારે કહી શકું છું કે શ્રીપાલની સ્તુતિ બહિરંગ-અંતરંગથી બિલકુલ જૈનકારિત હોવાનો જ ભાસ આપે છે, અને એથી તેના કર્તા જૈન હોવાની સમીચીનતાને પડકારી શકાય તેમ નથી. કવિએ પદ્યોમાં પાદાંતયમકનો ઉપયોગ કર્યો છે, જેવું તેમની પૂર્વે બપ્પભટ્ટસૂરિ, શોભનમુનિ, જિનેશ્વરસૂરિ, ઇત્યાદિ અને તેમના પછી દિગંબર દ્વિતીય દેવનદી (ઈસ્વી ૧૨મી શતી ઉત્તરાર્ધ) એવં અનેક અજ્ઞાત મધ્યકાલીન-ઉત્તર મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓની કૃતિઓમાં જોવા મળે છે. આલંકારિક ચાતુરીના પ્રદર્શનથી રસાત્મક્તાની થતી હાનિ તો કેટલાંયે જૈન સ્તોત્રોમાં જોઈ શકાય છે, જેવું શ્રીપાલની કૃતિમાં પણ બન્યું છે. અન્યથા કાવ્ય-ચમત્કૃતિની દૃષ્ટિએ ઊંચી ગુણવત્તા ધરાવતી કુડીબંધ જૈન સ્તુતિઓ પણ આ જ પ્રકારની, એટલે કે બુદ્ધિજનિત હોઈ, કંઠસ્થ કરવા યોગ્ય નથી હોતી. આ પળે મને એક સમાંતર દૃષ્ટાંત યાદ આવે છે; દિગંબર પરંપરામાં પ્રાયઃ ઈસ્વી આઠમી શતાબ્દીમાં થઈ ગયેલા મહાકવિ ધનંજયના રાઘવપાણ્ડવીયમ્ નામક દ્વિસંધાન કાવ્યનું. પ્રસ્તુત કાવ્યમાં બ્રાહ્મણીય રામાયણ તથા ભારતકથા અનુક્રમથી એકએક દિ-અર્થક પદ્યમાં વણી Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૪૯ લેવામાં આવી છે. દ્રાવિડસંઘીય દિગંબર મુનિ વાદિરાજે તેમના પાર્શ્વનાથચરિત (ઈ. સ. ૧૦૨૫)માં, અને તેમની પહેલાં પ્રતીહારરાજના બ્રાહ્મણીય સભાકવિ, મહાનું કાવ્યશાસ્ત્રી રાજશેખરની એક ઉક્તિ(પ્રાયઃ ઈસ્વી ૯૦૦)માં ઉપર્યુક્ત કાવ્યની પ્રશંસા કરી છે. કાવ્યવસ્તુ ઉપરથી તો પહેલી નજરે કવિ ધનંજય બ્રાહ્મણમાર્ગી જ જણાય : પણ તેમની અન્ય પ્રસિદ્ધ કૃતિ નામમાલામાં જૈન નિર્દેશો છે. અને એમણે વિષાપહારસ્તોત્ર નામથી પ્રસિદ્ધ દર્શનપરક સાધારણ-જિનસ્તવ' પણ રચ્યું છે. શ્રી પંડ્યાની કવિ શ્રીપાલ અંગે પ્રસ્તુત કરેલી સ્થાપનાના મૂલગત સિદ્ધાન્તો પ્રમાણે તો આ જૈનધર્મી મનાતા કવિરાજ ધનંજયને પણ વેદવાદી જ ગણવા જોઈએ અને ઉપર્યુક્ત સ્તોત્ર તેમણે કોઈ ને કોઈ દિગંબર જૈન મુનિ પરત્વેના તેમના આદરઅનુરાગને કારણે જ બનાવ્યું હશે તેમ કહેવું જોઈએ ! તેમ જ નામમાલામાં જિન મહાવીરને લગતા ઉલ્લેખો પણ એ જ કારણથી કર્યા હશે, તેમ માનવું ઘટે ! અલબત્ત, મને ધ્યાનમાં છે ત્યાં સુધી તો કોઈએ રાઘવપાણ્ડવીયમુને લઈને ધનંજય જૈન ન હોવાનો તર્ક કર્યો નથી તે અહીં જણાવવું જોઈએ”. ચર્ચામાં એક નાનો મુદ્દો રહી જાય છે. વાદી દેવસૂરિ તેમ જ આચાર્ય હેમચંદ્ર સ્વય ઉચ્ચ કોટિના સ્તુતિકારો હતા. તેમની સાથે નિકટનો સંબંધ હોવાને કારણે ““તેમને માટે” શ્રીપાલ ચતુર્વિશતિજિનસ્તુતિ રચી આપે તેમ માનવું વધુ પડતું ગણાય. હવે રહ્યો “સંભવ' અને “શંભવ' અંગેનો મુદ્દો. મહારાષ્ટ્રી આદિ પ્રાકૃતોમાં તાલવ્ય “શને સ્થાને દત્ય “સ”નો પ્રયોગ થાય છે. તૃતીય તીર્થંકરનું “સંભવ' રૂપે અભિધાન મૂળે અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ સુપ્રસિદ્ધ આગમિક ચતુર્વિશતિસ્તવ (પ્રાયઃ ઈસ્વી પ્રથમ શતાબ્દી), તેમ જ તે પછી દેવવાચક કૃત નંદીસૂત્ર (પ્રાયઃ ઈસ્વી પંચમ શતી મધ્યભાગ)ની ઉત્થાનિકાના મંગલસ્તવમાં મળે છે. અને કેટલાક સંસ્કૃત જૈન સ્તુતિકારોએ તેમ જ ટીકાકારોએ તેનો યથાતથ સ્વીકાર પણ કર્યો છે. પણ બીજા ઘણા સ્તુતિકારોને સંસ્કૃત ભાષામાં તો મૂળ અભિધાન “શમ્ભવ’ હોવાનું અભિમત છે, જેના ઈસ્વી છઠ્ઠી શતાબ્દીથી લઈ ૧૭મી શતાબ્દીનાં અનેકાનેક દૃષ્ટાંતો છે. અહીં તેમાંથી થોડાંક પ્રમાણરૂપે ઉદ્દેકીશું, જેથી એ મુદ્દાનું સ્વતઃ નિરાકરણ થશે. દક્ષિણની દિગંબર જૈન પરંપરામાં થઈ ગયેલા દાર્શનિક કવિ, વાદિમુખ્ય સમંતભદ્રના બૃહસ્વયંભૂસ્તોત્ર (પ્રાયઃ ઈસ્વી ૬00) નામક “ચતુર્વિશતિ જિનસ્તોત્ર'માં “શમ્ભવ' રૂપ છે, સંભવ' નહીં. યથા : વં શમ્ભવઃ ભવ-તર્પોને. सन्तप्यमानस्य जनस्य लोके । Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧પ૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ आसीरिहाऽऽकस्मिक एव वैद्यो वैद्यो यथाऽनाथरुजां प्रशान्त्यै ।।१।। નાગેન્દ્રકુલના વિમલસૂરિના પહેમચરિય (પ્રાયઃ ઈસ્વી ૪૭૩)માં ગ્રંથારંભે કરેલી સ્તુતિમાં “સંભવ' રૂપ છે, કેમકે રચના પ્રાકૃતમાં છે, પણ તેના પલ્લવિત સ્વરૂપે રચાયેલા, દાક્ષિણાત્ય પરંપરાના આચાર્ય રવિષેણના સંસ્કૃત પદ્મચરિત (ઈસ્વી ૬૭૭)માં, પાદાંત-મક સાથે “શંભવ' રૂપ જોવા મળે છે. शंभवं शं भवत्यस्मादित्यभिख्यामुपागतम् ॥ – પાપુ ૨-૪" રવિષેણના પ્રાયઃ સમકાલીન અને કર્ણાટમાં થયાનું મનાતા જટાસિહમંદીના વરાંગચરિતના ચતુર્વિશતિજિન સ્તુત્યાત્મક પદ્યસમૂહમાં પણ “શંભવ'રૂપ જ મળે છે. યથા : नाभेय आद्योऽजित शंभवै च ततोऽभिनन्दः सुमतिर्यतीशः । – તરગતિ , ર૭.૩૭' પુત્રાટ સંઘના આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (ઈ. સ. ૭૮૪)માં પણ ગ્રંથારંભે “ચતુર્વિશતિ-જિનસ્તુતિ” અંતર્ગત યમકાંતિ ચરણમાં “શંભવ' રૂપ જ જોવા મળે છે. યથા : शं भवे वा विमुक्तौ वा भक्ता यत्रैव शम्भवे । भेजुर्भव्या नमस्तस्मै तृतीया च शम्भवे ॥ – હરિવંશપુરા ૨.૫ શ્વેતાંબરાચાર્ય ભદ્રકીર્તિ અપનામ બપ્પભટ્ટસૂરિની પદાંતયમયુક્ત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ૮મી શતાબ્દી અંતિમ ચરણોમાં પણ “સંભવ'ને બદલે “શમ્ભવ' જ રૂપ છે. પદાંતમક પણ તેની પુષ્ટિ કરે છે. યથા : नमो भुवनशेखरं दधति ! देवि ! ते वन्दितामितिस्तुतिपराऽगमत्रिदशपावली वन्दिता । यदीयजननी प्रति प्रणुत तं जिनेशं भवं निहन्तु मनसः सदाऽनुपमवैभवं शम्भवम् ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ઉપરના ઈસ્વી. આઠમી શતીની સ્તુતિના દાંત પછી, દશમી / ૧૧મી શતાબ્દીના સંધિકાળે થયેલા, પરમારરાજ મુંજ અને ભોજના સભાકવિ ધનપાલના લઘુબંધુ શ્વેતાંબર જૈન મુનિ શોભનની પદાંતયમક યુક્ત ચતુર્વિશતિનિસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૧૦૦૦)માં પણ ‘શમ્ભવરૂપ છે. અહીં પણ પદાંતયમકથી “શમ્ભવ” રૂપ જ હોવાનું સિદ્ધ થાય છે : યથા : निर्भिन्नशत्रुभवभय ! शं भवकान्तारतार ! तार ! ममारम् । वितर त्रातजगत्रय ! शम्भव ! कान्तारतारतारममारम् ॥ આ છ દૃષ્ટાંતો કવિરાજશ્રીપાલના સમય પૂર્વેનાં છે. એમના કાળ પછીનાં તો અનેક દૃષ્ટાંતો છે, તેમાંથી માત્ર ત્રણેકનાં ઉદ્ધરણ આપી બાકીનાના સંદર્ભો દર્શાવવા પર્યાપ્ત થશે. એમાં જોઈએ તો તપાગચ્છીય ધર્મકીર્તિ અપનામ ધર્મઘોષસૂરિ(ઈસ્વી ૧૩મી શતાબ્દી ઉત્તરાર્ધ)ના ચતુર્વિશતિજિનસ્તવનમાં “શમ્ભવ' રૂપ આ રીતે મળે છે : जय मदगजवारिः, शम्भवान्तर्भवाऽरिव्रजभिदिह तवाऽरि-श्रीन केनाप्यवारि । यदधिकृतभवाऽरि-स्रंसन ! श्रीभवाऽरिः, प्रशमशिखरिवारि, प्रोन्नमद्दानवारिः મધ્યકાળમાં રચાયેલા, દિગંબર સંપ્રદાયમાં પ્રસિદ્ધ, “સુપ્રભાતસ્તોત્ર”માં પણ ‘શમ્ભવ' રૂપ મળે છે૫૦ . श्रीमन्नतामर कीरिटमणि प्रभाभिरालिढपादयुग दुर्धर कर्म दूर । श्रीनाभिनन्दन ! जिनाजिन ! शम्भवाख्य त्वर्द्धयानतोऽसततं मम सुप्रभातम् ॥ એ જ રીતે ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રભસૂરિ(કાર્યકાલ પ્રાયઃ ઈસ્વી. ૧૨૯૦૧૩૪૦)ના ચતુર્વિશતિજિનસ્તવમાં પણ વરતાય છે. श्रीमान् कैरवबन्धुरविलोचनो गारुडच्छविवपुर्वः । शम्भवजिनोऽस्त्वहीनस्थितिभाक् ताह्मध्वजः प्रीत्यै ! ॥ તે પછી તો ૧૫માથી ૧૭મા શતકનાં અનેક સ્તોત્રમાં એ જ તથ્ય સામે આવે છે : જેમકે તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિપર (ઈસ્વી ૧૩૯૦ / ૧૪૬૦), એમના મહાન્ શિષ્ય મુનિસુંદરસૂરિ (૧૫મી શતી પૂર્વાર્ધ), અને એ બન્ને મહાનું આચાર્યોના કેટલાક શિષ્ય-પ્રશિષ્યાદિની રચનાઓમાં અને છેવટે મોગલકાલીન સુપ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાનું Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઉપાધ્યાય યશોવિજયની કૃતિમાં પણ એ જ રૂપ જોવા મળે છે: યથા : शम्भव ! सुखं ददत्त्वं भाविनि भावारवारवारण ! विश्वम् । वासवसमूहमहिताऽभाविनिभाऽवाऽरवारवाऽरण ! विश्वम् ॥ આ બધું જોતાં “શમ્ભવ'ના પ્રયોગથી શ્રીપાલને અજૈન ઘટાવવાનું તો એક કોર રહ્યું, ઊલટું તેઓ આ સૂક્ષ્મતર વાતથી માહિતગાર હોઈ જૈન હોવાની વાતને વિશેષ પુષ્ટિ મળે છે !૫૫ હવે જોઈએ કવિરાજપુત્ર સિદ્ધપાલ કારિત જૈન વસતીની વાત. એ સંબંધમાં શ્રી પંડ્યાની વાત આમ તો ઠીક જણાય છે. પણ શૈવ સોલંકી રાજાઓ જિનમંદિરો બંધાવે તે વાત સાથે માહેશ્વરી યા ભાગવત ગૃહસ્થો દ્વારા જિનાલયો વા પૌષધશાળાઓના નિર્માણને સરખાવી શકાય નહીં. રાજાઓનો ધર્મ સર્વ ધર્મીઓના પાલન અને પ્રત્યેક ધર્મના ઈષ્ટદેવો પ્રતિ આદર દેખાડવાનો હોય છે. પણ ગૃહસ્થ સંબદ્ધ દાખલાઓ એક અપવાદ સિવાય–વસ્તુતયા જૈન સંદર્ભમાં જાણમાં નથી. પૂર્ણિમાગચ્છના મુનિરત્નસૂરિના અમમસ્વામિચરિત(ઈ. સ. ૧૧૬૯)ની પ્રાંતપ્રશસ્તિમાં કુમારપાળના મહામૌદૂર્તિક રુદ્રના પુત્ર મંત્રી નિર્નયભટ્ટભૂદનભટ્ટનો જૈન શ્રાદ્ધ(શ્રાવક)ની જેમ જિનેન્દ્ર શાસનની ઉન્નતિ અર્થે ધનવ્યય કરનાર વિપ્રરૂપે ઉલ્લેખ છે. યથા: श्रीरुद्रस्य कुमारभूपतिमहामौहूर्त्तिकस्यात्मजो मंत्री निर्नय इत्युदात्तचरितो विप्रोऽपि सुश्राद्धवत् । भट्टः भूदनसंज्ञितश्च सुगुरोस्तस्यैव बोधाव्धधात् सार्द्धं येन जिनेंद्रशासनधनौनत्यं धनस्य व्ययात् ।। અને આ દાખલાના આધારે તો દ્રૌપદી સ્વયંવરનાટકના રચયિતા એવં જૈન પૌષધશાળા બંધાવનાર સિદ્ધપાલને પણ પુરાણમાર્ગી ઘટાવી શકાય. ફરક (યા વાંધો) એટલો જ છે કે અમચરિતના પ્રશસ્તિકારે જિનશાસન પરત્વે સહાનુભૂતિ હોવા છતાં ત્યાં તેમને બ્રાહ્મણ જ, શ્રાદ્ધ નહીં, વસ્તુતયા શ્રાદ્ધવત્ એટલે કે જૈન શ્રાવકવતું હોવાનું કહ્યું છે, સ્વીકાર્યું છે. જ્યારે કવિરાજ શ્રીપાલ કે કવિ સિદ્ધપાલ (કે વિજયપાલ) વેદમાર્ગી હોવા સંબંધમાં કોઈ જ નોંધ સમકાલિક યા ઉત્તરકાલીન જૈન લેખકોએ લીધી નથી! આથી કવિ શ્રીપાલનો વાદીન્દ્ર દેવસૂરિ એવું હેમચંદ્રાચાર્ય સાથેનો અનુરાગપૂર્વકનો સંબંધ, દેવસૂરિ-કુમુદચંદ્રના સિદ્ધરાજની સભાના વાદ પ્રસંગે નાગર મંત્રી ગાંગિલ તેમ જ (સરસ્વતીપુરાણકાર) કેશવ અને એ જ નામધારી બે અન્ય બ્રાહ્મણ પંડિતોની જેમ કુમુદચંદ્રનો પક્ષ લેવાને બદલે દેવસૂરિ પક્ષે રહેવાનું પસંદ કરવું, કુમારપાળની ઉજ્જયંતગિરિ-શત્રુંજયગિરિની યાત્રામાં કવિનું શામિલ થવું, Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૫૩ ચતુર્વિશતિજિનસ્તવની જન્મજાત જૈન કવિની જેમ જ રચના કરવી, ભાગવત દેવબોધ દ્વારા કવિની નિર્દય નિર્ભત્સના, કવિવરના બંધુ શોભિતની ખાંભીની સ્થાપના પાટણના કોઈ શિવમંદિરના પ્રાંગણમાં થવાને બદલે, અને જો અર્બુદાચલ પરના દેવકુલગ્રામમાં જ કોઈ કારણસર એને થાપવાની હતી તો ત્યાંના જ પ્રસિદ્ધ અચલેશ્વરના પુરાતન મંદિરના પરિસરમાં ન કરતાં વિમલવસહીમાં કેમ સ્થાપી એ બધા પ્રશ્નોનો શ્રીપાલને અને તેના પરિવારને જૈન કપ્યા સિવાય સંતોષજનક ઉત્તર મળી શકતો નથી. શોભિતને શ્રી પંડ્યા જૈન હોવાનું કહે છે તેનું કારણ તો એના અભિલેખમાં જ એને નાભેય(જિન ઋષભના પદપંકજનો ભ્રમર કહ્યો છે એ હોઈ શકે; પણ એ જ લેખમાં તેને વિષ્ણુ સાથે કે પત્ની શાન્તાને લક્ષ્મી સાથે સરખાવ્યાં છે અને પુત્ર શાંતકને પ્રદ્યુમ્ન કહ્યો છે તેનું શું? પકડ જ કરવી હોય તો એમ કહી શકાય કે આવી ઉપમાઓ તો બ્રાહ્મણધર્મીને જ ઘટી શકે, જૈનને નહીં. મને લાગે છે કે સોલંકીકાલીન જૈન સમાજને, સોલંકીયુગની સંસ્કૃતિ, સંસ્કાર, અને તે કાળે સર્જાયેલ જૈન સાહિત્યની સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો શ્રીપાલ, સિદ્ધપાલ, કે વિજયપાલ જૈન નથી અને વેદમાર્ગી છે તેવો આગ્રહ કે સ્થાપના કરવા કે તારતમ્ય દોરવા પ્રેરાઈશું નહીં. એમ કહેવા માટે તો તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે; અને એવાં પ્રમાણો મળે તો શ્રીપાલપરિવારના કુલધર્મ વિશે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે. વિદ્રપુંગવ પંડ્યાનો લેખ વિચારણીય હોવા ઉપરાંત એમની આરપાર જતી નજર એવં આગવા અભિગમને સરસ રીતે પ્રક્ટ કરે છે. આવા ધ્યાન ખેંચે તેવા અભ્યાસપૂર્ણ, ચર્ચાભૂષિત, એવં ચર્ચાકર્ષક લેખન માટે તેઓ સોલંકીયુગના ઇતિહાસના અભ્યાસીઓ તરફથી સાધુવાદને પાત્ર સહેજે જ બની જાય છે. ખોજપ્રક્રિયામાં વિદ્યાર્થીઓને તાલીમ અર્થે આવા લેખોનાં પઠનની ઉપયુક્તતા અપ્રશ્નીય બની રહે છે. ટિપ્પણો : ૧ “પ્રસ્તાવના”, ટીવીસ્વયંવરમ, પ્રવર્તક શ્રીકાંતિવિજય-જૈન ઇતિહાસમાલા-પચ્ચમ પુષ્પ, શ્રી જૈન આત્માનન્દસભા-ભાવનગર, ભાવનગર ૧૯૧૮, પૃ. ૧-૨૩, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૩૫, ૨૩૬, કંડ ૩૨૧. ૨. “પ્રબંધાર્યાલોચન”, “શ્રી હેમચંદ્રસૂરિ', શ્રીપ્રભાવરિત્ર (ભાષાંતર), શ્રીજૈન આત્માનંદ સભા ભાવનગર, ભાવનગર, વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૦-૩૧), પૃ. ૧૦૨-૧૦૩. ૩. “પ્રસ્તાવના', જૈન સ્તોત્રનોદ, પ્રથમો મા; અમદાવાદ ૧૯૩૨, પૃ. ૪૯-૫૧. 8." Śripāla--the blind poet-laureate at the court of Siddharāja Jayasimha, (1094-1143 A. D.) and Kumarapala (11431174 A. D.).” Journal of the Oriental Institute, Vol. 13 No. 3 (March 1964), P.P 252-ff; તથા “સિદ્ધરાજ જયસિંહ નિ, ઐ. ભા૧-૨૦ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અને કુમારપાલનો પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલ”, ઇતિહાસ અને સાહિત્ય, અમદાવાદ ૧૯૬૬, પૃ. ૧૨૨૧૩૪; તેમ જ એ જ લેખ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રંથ, મુંબઈ ૧૯૬૮, ગુજરાતી વિભાગ, પૃ. ૭૨-૭૮ પર પુનર્મુદ્રિત. ૫. જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ખંડ ૨ : “ધાર્મિક સાહિત્ય” ઉપખંડ ૧ : લલિત સાહિત્ય, શ્રીમુક્તિ કમલ જૈનમોહનમાલા : પુષ્પ ૬૪, વડોદરા ૧૯૬૮, પૃ. ૨૪૧-૨૪૨-૫૨૨, ૫૨૪. ૬. જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ બીજો) શ્રીચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં. ૫૪, અમદાવાદ ૧૯૬૦, ૫૦ ૬૬૭-૬૭૨. (ત્યાં ક્રમશઃ શ્રીપાલ, સિદ્ધપાલ, તેમ જ વિજયપાલ વિશે મૂલ સાધનોના આધારે નોંધો, લીધેલી છે.) ૭. “ભાષા અને સાહિત્ય , ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪ સોલંકી કાળ, પ્ર૧૨, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૯૭. ૮. ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા ગ્રંથાંક ૪૧મો, ગુજરાત વિદ્યાસભા, દ્વિતીય સંસ્કરણ, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૬-૩૦૭. ૯, “મહાકવિ શ્રીપાલ, સિદ્ધપાલ, વિજયપાલ અને એમનો ધર્મ', સ્વાધ્યાય ૫૦ ૨૪, અંક ૩, ૪, મે, ઑગસ્ટ ૧૯૮૭, પૃ. ૩૧૯-૩૨૪. પ્રસ્તુત લેખ જરા શા ફેરફાર સાથે દ્રૌપદીસ્વયંવરના પુનર્મુદ્રણમાં એમની “પ્રસ્તાવના” રૂપે ફરીથી છપાયો છે : (જુઓ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ શિક્ષણ-સંસ્કાર નિધિ, ક્રમાંક ૭, અમદાવાદ ૧૯૯૩.) ૧૦. એજન, પૃ. ૩૨૪, આ વાક્ય લેખની ફલશ્રુતિરૂપે સૌથી આખરમાં છે; અને પૂરા લેખમાં પ્રસ્તુત અનુમાનના સમર્થનમાં મૂળ સ્રોતોના આધારે યુક્તિઓ રજૂ કરવામાં આવી છે. ૧૧. જુઓ અરવિંદ કુમાર સિંહ, “નસિંદ સિદ્ધચન +વિપક્ષ મન્દિર (વિનાં%) 1 પત્તેરવ, સંવત ૨૨૬૮,'' Sambodhi, Vol. 13, Nos. 1-4, April 2, 1984–March 1985, Ahmedabad, પૃ. ૬-૬. ૧૨. સં. ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૨, મુંબઈ ૧૯૩૫, પૃ૦ ૪૧. ૧૩. વિગત માટે જુઓ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૩૫-૨૩૬. ૧૪. સં. ચતુરવિજય મુનિ, જૈનસ્તોત્રસંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્વારગ્રંથાવલી, પ્રથમ પુષ્પ, સ્તોત્રાંક ૪૯, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૧૨૧-૧૨૩, ૧૫. ઉપરકથિત શ્લોકો કુમારપાલ પ્રતિબોધ G.0.s. No. 14, First Ed. Baroda 1920, Reprint, 1992, સં. મુનિરાજ જિનવિજય. ટિપ્પણ લખતે સમયે મૂળ ગ્રંથ ઉપલબ્ધ ન હોઈ, પૃષ્ઠ ક્રમાંક અને શ્લોકો ઉëકિત કરી શકાયા નથી. ૧૬. સંદર્ભગત લેખ મુનિ જયંતવિજયજી દ્વારા આબુ ભાગ ૨માં પ્રસિદ્ધ થયો છે, પણ તે ગ્રંથ સંદર્ભાર્થે આ પળે લભ્ય ન હોતાં મુનિ કલ્યાણવિજયજી દ્વારા સંપાદિત પાઠ અહીં ટિપ્પણ પદમાં ઉદ્ધત કર્યો છે. (મૂળ સ્રોત “(૩) કાવૂ નૈને નૈરવ-સંપ્રદુ,'' પ્રવચ પરિણાતિ, જાલોર ૧૯૬૬, પૃ. ૩૭૫). ૧૭. જુઓ સ્રોત માટે ટિપ્પણ ૧. Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૫૫ ૧૮. આથી અહીં તે સૌનો ઉલ્લેખ કરવો છોડી દીધો છે. ૧૯. પંડ્યા, “મહાકવિ શ્રીપાલ,” પૃ. ૩૨૧. ૨૦. એજન. ૨૧. વેદન્મોહતતવ્યતિપ્રસ્તાર સારસ્વતં ध्येयं ब्रह्महरीश्वरप्रभृतिभिर्कोतिर्जयत्यव्ययम् । यस्मिन्नद्भुतशुरमण्डल समुद्भूतास्त्रिलोकीगृह क्रोडोद्दीपनदीपिकास्तृणलवायन्ते प्रतापोर्मयः ॥१॥ (સં. ચિમનલાલ સી. દલાલ, G. O. s. X, Baroda 1920, p. 1. ૨૨. પ્રસ્તુત નાટિકાનો નાંદીનો શ્લોક આ પ્રમાણે છે : अर्हनार्हसि मामुपेक्षितुमपि क्षामां त्वदर्थे तनुं कि नालोकयसे भविष्यति कुतः स्त्रीघाति नस्ते सुखम् । अङ्गैः काञ्चन कान्तिभिः कुरु परिष्वङ्गं सुपर्वाङ्गना लोकैरित्थमुदीरितः क्षितिधरस्थायी जिनः पातु वः ॥१॥ (મહાકવિ બિલ્પણ રચિત “કર્ણસુંદરી નાટિકા'દુર્ગાપ્રસાદ કાશીનાથ શર્મા સંપાદિત કાવ્યમાના, T૦ ૭, નિર્ણય સાગર પ્રેસ, મુંબઈ ૧૯૩૨). ૨૩. કેમ કે વિજયપાલ સ્પષ્ટ રૂપે પોતાને જૈન હોવાનું કહેતા હોય તેવું સીધું પ્રમાણ નથી. ૨૪. ઉદયન મંત્રીના વંશમાંથી ચોથી-પાંચમી પેઢીએ થયેલા મંત્રી સલસણ, તદુપરાંત પાટણના છાડા શ્રેષ્ઠિની સંતતિમાંથી કોઈ કોઈ, ઈત્યાદિના દાખલાઓ અભિલેખ તથા ઉત્તર-મધ્યકાલીન પ્રબંધાદિ સાહિત્યમાં નોંધાયા છે. અહીં તે સૌનો ઉલ્લેખ ઉપયુક્ત ન હોઈ મૂળ સંદર્ભે ટાંકવાનું છોડી દીધું છે. ૨૫. પંડ્યા, પૃ. ૩૨૧. ૨૬. એજન, પૃ. ૩૨ ૧-૩૨૨. ૨૭. જુદાં જુદાં વાસ્તુશાસ્ત્રોમાં આ વિધિઓનાં વિધાનો મળી આવે છે. ૨૮, ઝ નમ: | સર્જ(જ્ઞા): | નમો....[૪] વિશ્વ(ધ) સંત્વનન્મને ! शर्वाय परमज्योति(द्धीस्तसंकल्पजन्मने ॥ जयतात्स मृङ: श्रीमान्मृडादनाम्बुजे । यस्यकण्ठच्छवी रेजे से(शे)वालस्येव वल्लरी । यदीयशिखरस्थितोल्लसदनल्पदिव्यध्वजं समण्डपमहो नृणामपि वि[दूरतः पश्यतां अनेकभवसंचितं क्षयमितिं पापं द्रुतं स पातु पदपंकजानतहरिः समिद्धेश्वरः ॥ (gall F. Kilhorn, “XXXIII. - Chitorgadh Stone Inscription of the Chaulukya Kumarapala. The (Vikrama) year 1207," Epigraphia Indica Vol. II, p. 422). Page #185 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૯. ૩ઝ શ્વેતામોગાતપત્ર ઉમુ રિદિતુ: સ્વમિન્યા જેવાક્ષ: / किंवा सौख्यासनं वा महिमुखमहासिद्धिदेवीगणस्य । त्रैलोक्यानन्दहेतोः किमुदितमनघं श्लाघ्यनक्षत्रमुच्चैः । शंभो लस्थलेन्दुः सुकृतिकृतनुतिः पातु वो राज्यलक्ष्मी ॥१॥ (F. kilhorn, "No. 9 - The Chahamanas of Naddula, G. - Saundhā Hill Inscription of Châchigadêva; [Vikrama-] Samvat 1319," Epigraphia Indica, Vol. IX p. 74. ૩૦. શ્રીપાલ વિરચિત માનવાસ્થિત બિલ્પાંકના વિરૂપાક્ષ મંદિરની પ્રશસ્તિનો આરંભ પણ શિવસ્તુતિથી જ થાય છે. યથા : I ૩% નમ: શિવાય | यमष्टाक्षो व्र(ब्रह्मा स्मरति भजति द्वादशाक्षः कुमारः सहस्राक्षः शक्रो नमति नुवति द्विस्तदक्षः फणींद्रः । असौ वामाक्षीणां स्मरपरवसं(शं) लक्षणीयोक्षिलक्ष विरूपाक्षः क्षिप्रं क्षपयतु सतां कर्मजातं विरूपं ॥१॥ ૩૧. પંડ્યા, પૃ. ૩૨૨, ૩૨૩. ૩૨. પ્રભાવકચરિત, પૃ. ૧૯૦ પરનું વૃત્તાન્ત જોવું, ૩૩. પંડ્યા, પૃ. ૩૨૩. ૩૪. જુઓ જૈન સ્તોત્ર સંગ્રહ, ભાગ ૧ વારાણસી વી. નિસં. ૨૪૩ર ઈસ૧૯૧૨, પૃ. ૧૧૬-૧૧૮. ૩૫. જુઓ પ્રસ્તુત સ્તુતિનાં પદ્ય ૨૬-૨૮, (જૈ. સ્તો. સં. ભાગ ૧, પૃ. ૧૨૩.) ૩૬. શિવ, વિષ્ણુ, દેવ્યાદિનાં અનેક સ્તોત્રોમાં આ બહિરંગવર્ણના સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ૩૭. આ વાત આમ સુસ્પષ્ટ છે. ૩૮. આના ઘણા દાખલાઓ જુદાં જુદાં જૈન સ્તુતિ-સ્તોત્રોમાં સારા પ્રમાણમાં આવે છે, અને જિજ્ઞાસુ પાઠકોએ ત્યાં જોઈ લેવા. ૩૯. જુઓ પંનાથુરામ પ્રેમી, “ધનંજય વા દિસંધાન,'' જૈન સાહિત્ય ગૌતિહાસ, વન્ડર્ડ ૨૨૬૬, પૃ. ૨૦૧ ૨૨. ૪૦. એજન. ૪૧. એમ પણ બન્યું હોય કે જ્યારે એમણે રાઘવપાડવીયમું રચ્યું ત્યારે તેમણે હજી જૈન ધર્મનો સ્વીકાર ન કર્યો હોય. કર્ણાટકમાં બ્રાહ્મણોમાંથી કોઈ કોઈએ જૈન ધર્મ અંગીકાર કર્યાના દાખલાઓ છે. ૪૨. ૩સમનતં ૪ વંટું સંપવનંd a | આ અતિ પ્રસિદ્ધ સ્તોત્ર ષડાવશ્યકમાં સમાવિષ્ટ હોઈ અનેક સ્થાનેથી પ્રકાશિત થયું છે. ૪૩. સંઆ ને ઉપાધ્ય, પુનર્મુદ્રણ (હિંદી અનુવાદ સહિત), વારાણસી ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૪. સંત પં. દરબારીલાલ, માણિક્યચંદ્ર-દિગંબર-જૈનગ્રંથમાલા-સમિતિ, ગ્રંથાંક ૧૯, મુંબઈ વિસં. ૧૯૮૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૫૭ (ઈ. સ. ૧૯૨૯). ૪૫. સં. આ૮ ને ઉપાધે, હિંદી અનુવાદ સમેત પુનર્મુદ્રણ, પ્રકાશન સ્થળ અનુલ્લિખિત, ૧૯૯૬, પૃ. ૫૩૯. ૪૬. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા સંગ્રહ ૨૭, તૃતીય આવૃત્તિ, દિલ્હી ૧૯૯૪, પૃ. ૧. ૪૭. સ્તુત્તિ તuિt [સંસ્કૃત મા ૨], સં. વિજયભદ્રંકરસૂરિ, મદ્રાસ વિસં. ૨૦૪૩ (ઈ. સ. ૧૯૮૭), પૃ. ૨. ૪૮. એજન પૃ. ૧૮. ૪૯. એજન પૃ. ૧૧૩. પ૦. જુઓ સં. લલ્લલાલ જૈન, શ્રી દિગંબર જૈન કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ, પુષ્પ ક્રમાંક ૪, જયપુર - ૧૯૮૨, પૃ. ૬. ૫૧. જે સ્તો. સં., પૃ. ૨૧૭. પર. મૂળ ગ્રંથ આ સમયે ઉપલબ્ધ ન થતાં તેમાંથી ઉદ્ધરણ લઈ શકાયું નથી. પ૩. રમ રમતો ત્વત વિત્તમન भवदभवदमेपि स्याद्यतोऽस्मात् विशुद्धम् । चरणचरणयोगः शम्भवेशोऽथ तस्मादरतिदरतिरस्कुन्निश्चितं मुक्तिशम || - ઘતુર્વિતિવા, રૂ. (જુઓ સ્તુતિ તરંગિણી ભાગ ૩, મદ્રાસ વિસં., ૨૦૩૯ | ઈસ્વી ૧૯૮૩, પૃ. ૨૪૧.) ૫૪. તુ. ત•[ ૨,] પૃ૦ ૭૭. ૫૫. છતાં શ્રી પંડ્યાની વાત માની લઈએ તો જિનસ્તુતિઓમાં “શંભવ’ પ્રયોગ કરનારા સૌ કર્તાઓને જૈન | મુનિ માનવાને બદલે બ્રાહ્મણીય પારિવ્રાજકો જ માનવા ઘટે ! પ૬. મસ્વિામિત્ર, દ્વિતીય વિભાગ, સંવિજયકુમુદસૂરિ, અમદાવાદ વિસં. ૧૯૯૯ | ઈ. સ. ૧૯૪૩, પૃ. ૫૪૯. ૫૭. પ્રવાહૃા વંશમી#િમળઃ શ્રી બ્રહ્માસ્યાત્મનઃ, श्री श्रीपालकवीन्द्रबंधुरमलप्रज्ञालतामंडपः ।। श्री नाभेयजिनांहिपद्ममधुपस्त्यागाद्भुतैः शोभितः, શ્રીમાન શfમત q (9) પુષ્યવિપર્વઃ સ્વ (?)માવિવાન III, चित्तोत्कीर्णगुणः समग्रजगतः श्री शोभितः स्तंभकोत्कीर्णःशांतिकया समं यदि तया लक्ष्म्येव दामोदरः । पुत्रेणाशुकसंज्ञकेन च धृतप्रद्युम्नरूपश्रिया । सार्द्ध नंदतु यावदस्ति वसुधा पाथोधिमुद्रांकिता ॥२॥ ॥ मंगलं महाश्रीः ।। Page #187 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર સોલંકી યુગના સંસ્કૃત વાયકારોમાં નિર્ગસ્થદર્શન–શ્વેતાંબર આમ્નાય–ના રામચંદ્ર નામક બે, તેમ જ સાગરચંદ્ર નામના કેટલાક કવિ-મુનિવરો થઈ ગયા છે. આથી અલગ, પણ એક નામધારી આ કર્તાઓની કૃતિઓ અને કાળ વિશે સાંપ્રતકાલીન લેખનોમાં સંભ્રમ વરતાય છે. પ્રસ્તુત કર્તાઓની નિત થયેલ પિછાન તેમ જ સમય-વિનિશ્ચય વિશે એ કારણસર પુનરાવલોકન થવું જરૂરી બને છે. કવિ રામચંદ્ર ‘રામચંદ્ર અભિધાન ધરાવતા એક તો છે સિદ્ધરાજ-કુમારપાલકાલીન, સુપ્રસિદ્ધ પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્યના શિષ્ય. એમની સ્તુતિઓ, પ્રબંધો, નાટકો, આદિ અનેક ઉચ્ચ કોટીની રચનાઓના સંદર્ભો મળે છે, અને તેમાંની કેટલીક તો આજે ઉપલબ્ધ પણ છે. મુદ્રિત કૃતિઓમાં જૈન સ્તોત્ર સંદોહ (પ્રથમ ભાગ) અંતર્ગત પ્રકટ થયેલી ૧૦ લાત્રિશિકાઓ, એક ચતુર્વિશતિકા, અને ૧૭ ષોડશિકાઓ પ્રસ્તુત પંડિત રામચંદ્રની છે તેવો સંપાદક (સ્વ) મુનિરાજ ચતુરવિજયજીનો અભિપ્રાય છે; જો કે ચતુરવિજયજીની જ વિશેષ નોંધ અનુસાર (સ્વ) મુનિરાજ શ્રી કલ્યાણવિજયજીના મતે તેના કર્તા બીજા જ રામચંદ્ર–બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિના પ્રશિષ્ય—છે. પંડિત અંબાલાલ પ્રેમચંદ શાહ પણ ધાત્રિશિકાઓ બૃહદ્ગચ્છીય રામચંદ્ર સૂરિની માને છે. જ્યારે ત્રિપુટી મહારાજ આ સંબંધમાં ચતુરવિજયજી જેવો મત ધરાવે છે. આથી આ બે નિર્ણયોમાંથી કયો સાચો તેનો નિશ્ચય થવો ઘટે. ચતુરવિજયજી પોતે પહોંચેલ નિષ્કર્ષના સમર્થનમાં (૧૭ માંથી ૧૬) ષોડશિકાઓમાં મળતા સમાન અને સૂચક પ્રાંત-પદ્ય પ્રતિ ધ્યાન દોરે છે : પ્રસ્તુત પદ્ય આ પ્રમાણે છે : स्वामिन्ननन्तफलकल्पतरोऽभिरामचन्द्रावदातचरिताञ्चितविश्वचक !। शक्रस्तुताङ्घ्रिसरसीरुह ! दुःस्यसार्थे देव ! प्रसीद करुणां कुरु देहि दृष्टम् । આ પદ્યના અંતિમ ચરણમાં કર્તાનું “રામચંદ્ર' અભિધાન હોવા ઉપરાંત તેમાં દષ્ટિ– ત્રિપુટી મહારાજના મતે (શ્લેષથી ?) દિવ્યદૃષ્ટિ–પ્રાપ્ત કરવાની આર્જવભરી યાચના વ્યક્ત થયેલી છે, જે તેમના પ્રજ્ઞાચક્ષુ હોવાના તર્ક તરફ ખેંચી જાય છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) તથા નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના Page #188 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૫૯ પ્રબંધચિંતામણિ(સં. ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦૫)માં આચાર્ય હેમચંદ્રના શિષ્ય રામચંદ્રનું એક લોચન ગયાની અનુશ્રુતિ નોંધાયેલી છે, જે લક્ષમાં લેતાં સંદર્ભસૂચિત સ્તુતિઓના કર્તા તે જ રામચંદ્ર હોવા ઘટે તેવું ચતુરવિજયજીનું કથન છે. - બીજી બાજુ કલ્યાણવિજયજીએ પોતાની ધારણા પાછળ શું યુક્તિઓ પ્રસ્તુત કરેલી તેનો નિર્દેશ ચતુરવિજયજી મહારાજે દીધો નથી; કે કયા લેખમાં સ્વર્ગીય મુનિશ્રીએ પોતાનો એ અભિપ્રાય પ્રકટ કરેલો, તે વિશે પણ તેમણે જણાવ્યું ન હોઈ તે સંબંધમાં તાત્કાલિક તો કંઈ કહી શકાય તેમ નથી. પણ હું માનું છું કે બૃહચ્છને વિધિચૈત્ય રૂપે સમર્પિત સોલંકી સમ્રાટ કુમારપાળ કારિત જાબાલિપુર(જાલોર)ના કાંચનગિરિગઢ પરના જિન પાર્શ્વનાથના કુમારવિહારના (સં. ૧૨૬૪ ઈસ. ૧૨૦૮ના) લેખમાં ધ્વજ-દંડની પ્રતિષ્ઠા કરનાર મુનિ રામચંદ્રના ઉલ્લેખ પરથી૧૨, તેમ જ સંદર્ભગત લાત્રિશિકાઓ માંહેની કેટલીકના આંતરપરીક્ષણ પરથી તેઓ આવા નિષ્કર્ષ તરફ પહોંચ્યા હોય. મુનિ રામચંદ્રની સંદર્ભસૂચિત સ્તુતિ-કાવ્ય કૃતિઓ તપાસી જોતાં મારો ઝુકાવ કલ્યાણવિજયજીએ કરેલ નિર્ણય તેમ જ પં. અંબાલાલ પ્રેમચંદ શાહના મત તરફ ઢળે છે : કારણો આ પ્રમાણે છે. (૧) ૧૦ દ્વાત્રિશિકાઓમાંથી ૬ જિન પાર્શ્વનાથને ઉદ્દેશીને રચાયેલી છે અને તે સૌમાં સ્પષ્ટ રૂપે જાબાલિપુરના કાંચનગિરિ-સ્થિત પાર્શ્વનાથ ઉલ્લિખિત વા વિવક્ષિત છે એટલું જ નહીં, એકમાં તો પ્રસ્તુત જિનનો પ્રાસાદ ત્યાં કુમારપાળે બંધાવ્યાનો પણ ઉલ્લેખ છે : આ સંબંધના સ્પષ્ટ સંદર્ભો નીચે મુજબ છે. उत्तप्तजात्यतपनीयविनिद्रभद्रपीठप्रतिष्ठितविनीलतनुः सभायाम् । चामीकराद्रिशिखरस्थितनीलरत्नसापत्नकं दधदयं जयताज्जिनेन्द्रः ॥८॥ पार्श्वप्रभोः परिलसत्पुरतस्तमांसि तद्धर्मचक्रमचिरान्मुकुलीकरोतु । प्राच्यचलेन्द्रशिखरस्य पुरस्सरं यद् बिम्बं विडम्बयति वारिजबान्धवस्य ॥१३॥ देवः सदा सिततनुः सुमनोजनानां पौरन्दरद्विरदवत् प्रमदं प्रदत्ताम् । स्वर्णाचले कलयति स्म कलां यदीयालानस्य मन्दिरमदः सहिरण्यकुम्भम् ।।२१।। कल्याणभूधरविभूषण ! तीर्थलक्ष्मीमल्लीमयैकमुकुटे शशिशुभ्रधाम्नि । कृष्णाभ्रकप्रियसखीं द्युतिमुद्वहन् वस्तीर्थङ्करः सकलमङ्गलकेलयेऽस्तु ॥३१।। -उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ पादौ तवाऽऽसाद्य गुरो ! क्षमाभृतां विश्वं मनो मे न तृणाय मन्यते । उत्तुङ्गधात्रीघरशृङ्गसङ्गतः सर्वं हि खर्वं मनुतेतरां न कः ? ॥८॥ लोकोत्तरः कोऽप्यसि देवदेव ! तत् कस्ते महिम्नः कलने प्रगल्भताम् । को वा दवीयः स्थमहामहीधरोत्सेधं परिच्छेत्तुमतुच्छसाहसः ||२०|| स्वर्णक्षोणीधरवरशिरः शेखर ! श्रीजिनेश ! व्यक्तं सेयं परमहिमता काचिदुज्जृम्भते वः । पुंसां पादास्थितिसमुचिता यत्तडागापगाम्भःसम्भाराणां परमहिमता स्यादनुद्वेगहेतुः ||२१|| નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ — दृष्टान्तगर्भस्तुतिद्वात्रिंशिका - प्रसादद्वात्रिंशिका एकातपत्रामिव शासनस्य लक्ष्मीं दधानः फणभृत्फणामिः । आरुढ 'जाबालि 'पुराद्रिहस्ती श्रियेऽस्तु वः पार्श्वजिनाधिराजः || १ || महीभृतोऽमुष्य महाप्रभावः प्रासादवर्यस्तिलकीभवंस्ते नेत्रातिगे मेरुगिरौ व्यनक्ति युक्तं सुवर्णाचलराजलक्ष्मीम् ||३|| द्युलोकलक्ष्मीप्रणयं परत्र कल्याणमत्रापि च दातुकामः । शङ्के प्रभोऽभ्रंलिहचारुचूलं चामीकरक्ष्माधरमध्यरोहः ||६|| जिनाधिनाथ ! प्रतिमा यथा ते कल्याणजन्माकरतां दधाति । चामीकराद्रिप्रतिमस्तथैष मन्येऽस्ति जाबालिपुराचलोऽपि ॥११॥ श्रीअश्वसेनक्षितिभृत्कुमार ! सुवर्णधात्रीधरमौलिरत्न ! | अमोघवाचस्तव पार्थिवत्त्वं सम्प्रत्यनन्यप्रतिमं चकारित ॥ १३ ॥ -भक्त्यतिशयद्वात्रिंशिका सुवर्णशैलः किल नायमत्र ते जिनेन्द्र ! नैतद् भवनं च निर्मलम् । असौ कुमारक्षितिभृद्शोङ्कुरः शुभैककन्दाद्भु(दु) दगादपि त्वतः ॥१२॥ - अपह्नुतिद्वात्रिंशिका येन काञ्चनगिरौ विनिर्ममे शासनोन्नतिवधूकरग्रहः युक्तमेतदथवा कुमारतां बिभ्रतां खलु भुजङ्गसङ्गिनाम् ॥४॥ यः स्वयं दधदनश्चरात्मतामिष्टसिद्धिघटनामिषुः सताम् । अध्युवास कनकाद्रिचूलिकां शैलवासरतयो हि योगिनः ॥ १८ ॥ Page #190 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૧ यं प्रभुं समधिगम्य धारयत्युच्चकैः कनकभूधरः शिरः । कंः क्षितौ सकलकाघ्रितप्रदं प्राप्य रत्नमथवा न दृप्यति ? ॥२४॥ यः सुवर्णगिरिविस्फुरत्यदस्तत्प्रकाशयति वृत्तमात्मनः । कस्य गोप्रकटितप्रभावतः श्लोकसिद्धिरुदयं न याति वा ? ॥२७॥ भारती यदुपदेशपेशलामर्थसिद्धिमनुधावति ध्रुवम् । काञ्चनाचलकलामुपेयुषां सिद्धयो हि वृषलीसमाः सताम् ॥२८॥ -अर्थान्तरन्यासद्वात्रिंशिका આ સૌ પદ્યોમાં કાંચનગિરિનો નિર્દેશ એકવિધતા ટાળવા અને છંદમેળ જાળવવા વિવિધ પર્યાયો દ્વારા કર્યો છે. આવી વિશિષ્ટ અને સૂચક સ્તુતિઓની રચના તો જેને જાબાલિપુર-પાર્શ્વનાથ પર ખાસ મમતા અને ભક્તિભાવ રહ્યાં હોય તેવી વ્યક્તિ જ કોઈ કરી શકે. આ કારણસર તેના રચયિતા અણહિલપત્તન-સ્થિત પૂર્ણતલ્લગચ્છના પંડિત રામચંદ્ર હોય તેના કરતાં જાબાલિપુર સાથે સંકળાયેલ બૃહગચ્છીય મુનિ રામચંદ્ર હોય તેવી સંભાવના વિશેષ સયુક્ત, બલવત્તર, અને સ્વાભાવિક જણાય છે. આખરે કુમારપાળે પ્રસ્તુત જિનાલય વાદિ દેવસૂરિના ગચ્છને સમર્પિત કરેલું તે વાત પણ સ્મરણમાં રાખવી ઘટે. (મંદિર મૂળે સં. ૧૨૧૧ ઈ. સ. ૧૧૬પમાં બનેલું. તેનો સં. ૧૨૪રમાં પુનરુદ્ધાર થયેલો; સં. ૧૨૫૬ | ઈ. સ. ૧૨૦૦માં તોરણાદિની પ્રતિષ્ઠા થયેલ અને સં. ૧૨૬૮ | ઈ. સ. ૧૨૧૨માં સંદર્ભગત રામચંદ્રાચાર્ય દ્વારા સુવર્ણ કલશારોપણ-પ્રતિષ્ઠા થયેલ.) (૨) કવિના અંધત્વના વિષયમાં ષોડશિકાઓ અતિરિક્ત “ઉપમાભિ : કાત્રિશિકા”કે જે કાંચનગિરિ-પાર્શ્વનાથ સંબદ્ધ છે, તેમાં પ્રાંતપદ્યમાં “જન્માંધ” કવિએ (આંતરદષ્ટિથી) નિરખેલ જિનના રૂપનો કરુણ અંત સ્ફટ અને હૃદયસ્પર્શી શબ્દોમાં ઉલ્લેખ છે : યથા : जन्मान्धेनाऽमृतकर इव त्वं मया नाथ ! दृष्टो दुःस्थेन स्वविटपिन इव प्रापि ते पादसेवा । तन्मे प्रीत्यै भव सुरभिवत् पञ्चमोद्दामगत्या तन्वानस्य श्रुतिमधुमुचं कोकिलस्येव वाचम् ॥३२॥ -उपमाभिः जिनस्तुतिद्वात्रिंशिका આ મહત્ત્વપૂર્ણ સ્વ-સંબદ્ધ ઉલ્લેખ પરથી તો સ્પષ્ટ થાય છે કે જાબાલિપુર સાથે સંકળાયેલ બૃહદ્ગચ્છીય રામચંદ્ર મુનિ “અંધ”હતા, શ્રીપત્તનના પૂર્ણતલ્લગચ્છીય રામચંદ્ર અંધ વા અર્ધાધ થયાનું તો લાગતું નથી ! મને તો લાગે છે કે પ્રભાવકચરિતકારે તેમ જ પ્રબંધચિંતામણિકારે નામસામ્યથી બૃહદ્ગચ્છીય પૂર્ણદેવ-શિષ્ય રામચંદ્રને વિશેષ પ્રસિદ્ધ નિ, ઐ, ભા. ૧-૨૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ હેમચંદ્ર-શિષ્ય રામચંદ્ર માની લઈ, એમણે એક લોચન ગુમાવ્યાનું કહી, અને એ રીતે એમને અર્ધું અંધત્વ અર્પી, પ્રસ્તુત અંધત્વનો ખુલાસો કરવા એક દંતકથા ઘડી કાઢી છે, યા તો આવી ભ્રાંતિયુક્ત લોકોક્તિ એમના સમયમાં જૈન વિદ્વદ્ સમાજમાં પ્રચારમાં હોય અને તેની તેમણે માત્ર નોંધ લીધી હોય". જાબાલિપુરવાળા રામચંદ્રની સ્તુતિઓ, રસ, ભાવ, પ્રસાદ અને ઓજની દૃષ્ટિએ અણહિલ્લપત્તનના સુવિખ્યાત પંડિત રામચંદ્રના કુમારવિહારશતક સરખી કૃતિઓથી જરાયે ઊતરે તેમ નથી. આમ સંસ્કૃત ભાષા પર સમાન પ્રભુત્વ તેમ જ સમકક્ષ કવિતાસામર્થ્ય ધરાવનાર, અને સમયની દૃષ્ટિએ બહુ દૂર નહીં એવા, બે રામચંદ્ર કવિવરોનું પૃથક્ત્વ પ્રભાચંદ્રાચાર્ય તથા મેરુત્તુંગાચાર્યના ધ્યાનમાં ન આવ્યું હોય તો તે સમજી શકાય તેવું છે. ૧૬૨ જાલો૨ના કુમારવિહારના સં૦ ૧૨૬૮ના, તેમ જ સુંધા પહાડી(સુગંધાદ્રિ)ના સં ૧૩૧૮ / ઈ. સ. ૧૨૬૨ના અભિલેખના આધારે°, જયમંગલસૂરિના અપભ્રંશમાં રચાયેલા મહાવીરજન્માભિષેક કિંવા મહાવીરકલશના પ્રાંતપઘ અનુસાર, એવં મુનિ સોમચંદ્રની વૃત્તરત્નાકરવૃત્તિ (સં. ૧૩૨૯ / ઈ. સ. ૧૨૭૩)૧૯ અન્વયે, તેમ જ જયમંગલાચાર્યના એક અન્ય શિષ્ય અમરચંદ્રના પ્રશિષ્ય જ્ઞાનલશના સંદેહસમુચ્ચયના આધારે બૃહદ્ગચ્છીય મુનિ રામચંદ્રની પરંપરા આ પ્રમાણે નિશ્ચિત બને છે : (દીક્ષા-પર્યાય : ઈ. સ. ૧૦૯૬-૧૧૭૦) વાદીન્દ્ર દેવસૂરિ અમરચંદ્ર ધર્મઘોષ T ધર્મતિલક ।। પૂર્ણદેવસૂરિ 1 રામચંદ્રાચાર્ય T જયમંગલાચાર્ય સોમચંદ્ર (ઉપલબ્ધ મિતિ : જાલોર અભિલેખ : સં ૧૨૪૨ / ઈ સ ૧૧૮૬) (ઉપલબ્ધ મિતિ : જાલોર અભિલેખ : સં. ૧૨૬૮ / ઈ. સ. ૧૨૧૨) જ્ઞાનકલશ (ઉપલબ્ધ મિતિ : સુગન્ધાદ્રિ (સુંધા પહાડી) અભિલેખ : સં. ૧૩૧૮ / ઈ સ ૧૨૬૨) (ઉપલબ્ધ : વૃત્તરત્નાકરવૃત્તિ સં. ૧૩૨૯ / ઈ સં. ૧૨૭૩) સંદેહ સમુચ્ચય (ઈ. સ. ૧૪મી શતાબ્દી મધ્યાહ્ન) ઉપર્યુક્ત રામચંદ્રાચાર્યની પરંપરામાં આવતા તેમના શિષ્ય જયમંગલાચાર્ય પણ જબરા Page #192 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૩ કવિ હતા. એમણે સંસ્કૃતમાં કવિશિક્ષા નામક કાવ્યશાસ્ત્રનો ગદ્યમય લઘુગ્રંથ, ભટ્ટિકાવ્ય પર વૃત્તિ, જાબાલિપુરના ચાહમાન રાજા ચાચિગદેવની ઉપર કથિત સુંધા ટેકરી પરની પ્રશસ્તિ, અને અપભ્રંશમાં મહાવીરજન્માભિષેક નામક ૧૮ કડીનું કાવ્ય રચ્યું છે. આ જયમંગલાચાર્યના સમય વિશે પણ ભ્રમ પ્રવર્તે છે. એમને બધાં જ પ્રમાણોની વિરુદ્ધ જઈ જયસિહદેવ સિદ્ધરાજના સમકાલિક માની લેવામાં આવ્યા છે. મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિમાં સહસ્ત્રલિંગ-તટાક સંબંધમાં એમના નામથી ઉફૅકિત એક પ્રશંસાત્મક પદ્ય પરથી એમ ધારી લેવામાં આવ્યું હોય તેમ જણાય છેપણ પ્રબંધકારો ગમે તે કાળ અને ગમે તે કર્તાની કૃતિનાં પદ્દો ઉઠાવી, પ્રસંગાનુસાર ગમે તેના મુખમાં, કે પ્રાપ્ત પરિસ્થિતિ અનુકૂળ ગમે તે સંદર્ભમાં ગોઠવી દેતા હોવાના પણ દાખલાઓ મળતા હોઈ (કેટલાક તો પ્રબંધચિંતામણિમાં જ છે !) મેરૂતુંગાચાર્યે જે પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત પદ્ય ગોઠવ્યું છે તે પ્રમાણભૂત છે તેમ છાતી ઠોકીને કોઈ કહી શકે તેમ નથી ! સિદ્ધરાજના કાળમાં કોઈ બીજા જ જયમંગલાચાર્ય થયા હોય તો તેમનો અન્ય ઉપલબ્ધ કોઈ સ્રોતમાં ઇશારો સરખો પણ મળતો નથી. આ વાત લક્ષમાં લેતાં જયમંગલાચાર્ય સિદ્ધરાજકાલીન હોવાનું કહી શકાય તેમ નથી. સિદ્ધસરોવર સંબંધની કારિકાના રચયિતા કદાચ તેઓ ન પણ હોય; કદાચ હેમચંદ્ર-શિષ્ય રામચંદ્ર પણ હોઈ શકે, કેમકે પાટણથી તેઓ ખૂબ પરિચિત હતા. અથવા તે જયમંગલાચાર્યની રચેલી હોય તો તે જયમંગલાચાર્ય બૃહચ્છીય હોવા જોઈએ અને તેઓએ તે પોતાના જ કાળમાં, એટલે કે ૧૩મી શતાબ્દીના ત્રીજા ચરણમાં રચી હોવાનું માનવું જોઈએ. સંપ્રાપ્ત પ્રમાણો જોતાં તો એક જ જયમંગલાચાર્યના અસ્તિત્વ વિશે વિનિશ્ચય થઈ શકે છે. ઉપર ચર્ચિત જયમંગલાચાર્યના શિષ્ય વૃત્તરત્નાકર પર વૃત્તિ રચી છે, જેનો ઉલ્લેખ આગળ થઈ ગયો છે; અને પછી તેમનાથી ચોથી પેઢીએ થયેલ જ્ઞાનકલશે સંદેહસમુચ્ચય ગ્રંથની રચના કરી છે. આમ રામચંદ્રાચાર્ય, તેમના શિષ્ય જયમંગલાચાર્ય, પ્રશિષ્ય સોમચંદ્ર, અને એથીયે આગળ જ્ઞાનકલશ એમ સૌ સંસ્કૃત ભાષા અને સરસ્વતીના પરમ ઉપાસકો રૂપે, એક ઉદાત્ત, વ્યુત્પન્ન, અને વિદ્વદ્ મુનિ-પરંપરાનાં સદશ્યો રૂપે રજૂ થાય છે. કવિ સાગરચંદ્ર (અજ્ઞાતગચ્છીય) ગોવિંદસૂરિશિષ્ય વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(સં. ૧૧૯૭ | ઈ. સ. ૧૧૪૧)માં કવિ સાગરચંદ્રનાં થોડાંક પદ્યો અવતારેલાં છે?", જેમાંના બેએક જયસિહદેવ સિદ્ધરાજની પ્રશંસારૂપે છે. આ સાગરચંદ્ર આથી સિદ્ધરાજના સમકાલીન ઠરે છે. સિદ્ધરાજના માલવવિજય (આત ઈ. સ. ૧૧૩૭) પશ્ચાતુ તુરતમાં જ એને બિરદાવતી જે કાવ્યોક્તિઓ રચાઈ હશે તેમાં આ સાગરચંદ્રની પણ રચના હશે તેમ જણાય છે. આથી તેઓ ઈસ્વીસના ૧૨મા શતકના દ્વિતીય ચરણમાં સક્રિય હોવાનું સુનિશ્ચિતપણે માની શકાય. Page #193 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ એમની ગુરુપરંપરા વિશે પ્રસ્તુત ગણરત્નમહોદધિ કે અન્ય પટ્ટાવલિઓમાંથી કશું જાણી શકાતું નથી. બીજી બાજુ રાજગચ્છીય કવિવર માણિચચંદ્રસૂરિ પોતાના ગુરુ રૂપે ‘સાગરેન્દુ(સાગરચંદ્ર)'નું નામ આપે છે. આથી કેટલાક વિદ્વાનો સિદ્ધરાજ સમયના સાગરચંદ્ર અને રાજગચ્છીય સાગરચંદ્રને એક જ વ્યક્તિ માને છે. આવી સંભાવના તો માણિક્યચંદ્રસૂરિના સમયની સાનુકૂળ અને સુનિશ્ચિત પૂર્વ તેમ જ ઉત્તર સીમા પર અવલંબિત રહે. પણ માણિક્યચંદ્રના મુનિજીવનનો સમયપટ કેવડો હતો ? ૧૬૪ માણિક્યચંદ્ર અને વસ્તુપાલનું સમકાલત્વ સૂચવતા બે પ્રબંધો જુદા જુદા મધ્યકાલીન પ્રબંધ સમુચ્ચય ગ્રંથો પરથી પુરાતનપ્રબંધસંગ્રહમાં (સ્વ) મુનિશ્રી જિનવિજયજીએ સંકલિત કરેલા છે॰. તેમાંનો એક પ્રબંધ, જે “B” સંગ્રહમાંથી લીધો છે, તેની પ્રત ૧૬મી શતાબ્દીની છે. જ્યારે “G” સંગ્રહ મૂળ ૧૪મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં સંકલિત થયેલો૯. (જો કે ભોગીલાલ સાંડેસરા આ પ્રબંધોને (નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભવિનેય) જિનભદ્રની સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪માં રચાયેલ નાનાકથાનકપ્રબંધાવલિનો ભાગ માને છે, પણ હસ્તપ્રતો સંબદ્ધ જે તથ્યો મુનિજીએ નોંધ્યાં છે તે જોતાં તો તેવું કહી શકાય તેવી સ્થિતિ નથી. જિનભદ્રવાળા પ્રાકૃત પ્રબંધોમાંથી કેટલાંક “p” સમુચ્ચયમાં (અલબત્ત સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત થઈને) સમાવિષ્ટ થયા હશે, જેમકે ત્યાં પ્રતમાં જ એક સ્થળે જિનભદ્રની પુષ્પિકા સંકલિત છે; અને આ “ઝ” પ્રતમાં તો માણિક્યસૂરિ-વસ્તુપાલ સંબદ્ધ કોઈ જ પ્રસંગ નોંધાયો નથી. છતાં ઉપર કહેલ અન્ય પ્રબંધો, જે ઈસ્વીસન્ના ૧૪મા શતક જેટલા તો પુરાણા જણાય છે, તેમાં વર્ણવેલ માણિક્યચંદ્ર-વસ્તુપાલ સંબદ્ધ પ્રસંગો શ્રદ્ધેય જણાય છે. અને એથી માણિક્યચંદ્રસૂરિ તથા મહામાત્ય વસ્તુપાલ સમકાલિક હોવાની વાતમાં સંદેહ નથી. માણિક્યચંદ્રસૂરિની પાર્શ્વનાથચરિત્રની રચનામિતિ સં૰ ૧૨૭૬ / ઈ. સ. ૧૨૨૦ની હોઈ ઉ૫૨ની વાતને સમર્થન મળી રહે છે. પણ જો તેમ જ હોય તો તેમના ગુરુ સાગરચંદ્ર સિદ્ધરાજના સમકાલીન નહીં પણ અજયપાળ-ભીમદેવ(દ્વિતીય)ના સમકાલીન હોવાનો સંભવ માની શકાય. બીજી બાજુ જોઈએ તો માણિક્યચંદ્રની એક અન્ય સુપ્રસિદ્ધ કૃતિ—મમ્મટના કાવ્યપ્રકાશ પરની સંકેત નામની એમની ટીકા—અંતર્ગત દીધેલ રચનાનું વર્ષ સંદિગ્ધ છે. ‘ગણિતશબ્દ’ કિંવા ‘શબ્દાંક'માં પ્રસ્તુત મિતિ “રસ-વક્ત-રિવ” એ રીતે વ્યક્ત થયેલી છે. ત્યાં રવિ (૧૨) અને રસ (૬) વિશે તો કોઈ સંશય-સ્થિતિ નથી; પણ “વર્ક્સ”થી ક્યો અંક ગ્રહણ કરવો તે વાત વિવાદાસ્પદ બની છે. આ સમસ્યાના ઉકેલમાં ભોગીલાલ સાંડેસરા, તેમ જ (સ્વ) રસિકલાલ પરીખ વચ્ચે અભિપ્રાયભેદ છે. ડૉ. સાંડેસરા ‘વક્ત્ર'થી ચાર (બ્રહ્માના ‘ચાર’મુખ) કે છ (સ્કંદ-કુમારના “છ” મોઢાં) એમ બેમાંથી ગમે તે એક અંક લેવાનું પસંદ કરે છે૨. (શિવ ‘પંચવક્ત' હોઈ, વકત્રથી પાંચનો આંકડો પણ નિર્દિષ્ટ બને ખરો.) જ્યારે Page #194 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૫ (સ્વ) પરીખને “વત્રથી એકનો અંક સૂચિત હોવાનું અભિપ્રેત છે. બન્નેએ પોતાના અર્થઘટનના સમર્થનમાં દલીલો રજૂ કરી છે. “વફત્રને એકાંક માનવાથી નિષ્પન્ન થતા સં. ૧૨૧૬ ( ઈ. સ. ૧૧૬૦ વર્ષથી ફાયદો એ છે કે માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર એ મિતિથી એક પેઢી પૂર્વના હોઈ સિદ્ધરાજના સમકાલીન બની શકે છે; અને એથી ગણરત્નમહોદધિમાં ઉદ્ધારેલ એમની ઉક્તિઓ કાળના ચોગઠામાં બરોબર ગોઠવાઈ જાય છે; પણ તેમાં આપત્તિ એ છે કે ઈ. સ. ૧૧૬૦માં પ્રૌઢ સંસ્કૃત ગ્રંથની રચના કરનાર માણિક્યચંદ્રની ઉંમર મંત્રીશ્વર વસ્તુપાલના સમયમાં, ઈ. સ. ૧૨૨૦-૧૨૩૯ના ગાળામાં, કેવડી હોય ? માણિક્યચંદ્ર ૧૧૬૦માં ત્રીસ આસપાસના હોય તો ઈસ્વી ૧૨૩૦માં તેઓ પૂરા સો વર્ષના હોય ! માણિક્યચંદ્રને (જમ ડૉ. પરીખે માન્યું છે તેમ) અતિ દીર્ધાયુષી માનીએ તો પણ આપત્તિ તો એ છે કે માણિક્યચંદ્રથી ચોથી પેઢીએ થયેલા વિદ્યાપૂર્વજ ભરતેશ્વરસૂરિના સાધમ વાદીન્દ્ર ધર્મસૂરિ ચાહમાનરાજ અર્ણોરાજ-વિગ્રહરાજના સમકાલીન છે; અને એ કારણસર તેઓ સિદ્ધરાજ-કુમારપાળના પણ સમકાલીન છે ! આથી ડૉ. પરીખની વાત માનીએ તો માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર અને એમની ચોથી પેઢીએ થયેલા પૂર્વજ ભરતેશ્વરસૂરિ એમ બન્ને મુનિવરો સિદ્ધરાજના સમકાલિક થાય! (જુઓ અહીં રાજગચ્છનું વંશવૃક્ષ), આ વાત સંભવિત નથી, અને ડૉ. સાંડેસરાએ જે વર્ષ સૂચવ્યું છે તે જ યથાર્થતાની સમીપ જણાય છે. “વફત્ર' સૂચિત અંકમિતિને યથાર્થ રીતે ઘટાવતાં વહેલામાં વહેલી સં. ૧૨૪૬ / ઈ. સ. ૧૧૯૦, અને મોડામાં મોડી સં. ૧૨૬૬ | ઈ. સ. ૧૨૧૦ હોય તેમ જણાય છે. માણિકયચંદ્રનું વસ્તુપાલ મંત્રી સાથેનું સમકાલિકત્વ જોતાં કાવ્યશિક્ષાને સં. ૧૨૬૬ | ઈસ. ૧૨૧૦માં મૂકવી વધારે ઠીક લાગે છે. આ કારણસર માણિક્યચંદ્રના ગુરુ સાગરચંદ્ર તે ગણરત્નમહોદધિ (ઈ. સ. ૧૧૪૧) કથિત સાગરચંદ્ર ન હોઈ શકે. તો પછી આ પહેલાં, સિદ્ધરાજકાલીન, સાગરચંદ્ર કોણ? એનો ઉત્તર ઈસ્વીસના ૧૪મા શતકમાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત “કુમારપાલદેવ-પ્રબંધ” (પ્રતિલિપિ ઈસ્વીસન્ ૧૫મા શતકનો પૂર્વાર્ધ) માંથી મળે છે. તેમાં કહ્યું છે કે (પૂર્ણતલગચ્છીય કલિકાલ સર્વજ્ઞ) હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાનું વિદ્વાન્ શિષ્ય હતા. રાજાએ (કુમારપાળે, વારસહીન હોવાથી) આચાર્ય પાસે રાજ્યાર્થે એમને સોંપી દેવાની માગણી કરી. આચાર્ય આ માગણીને સર્વથા અનુચિત કહી તેનો અસ્વીકાર કર્યો. સાગરચંદ્ર ક્રિયાગુરૂક ચતુર્વિશતિ-નમસ્કારસ્તવની રચના કરેલી જેનો સંધ્યાપ્રતિક્રમણ સમયે પાઠ કર્યો; જે સાંભળી રાજાએ કુમારપાળે) ઉદ્ગાર કાઢ્યા “અહો કવિતા ! અહો રૂપ !”૩૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ રાજગચ્છ-પટ્ટાવલિ પ્રદ્યુમ્નસૂરિ (દિગંબરજેતા) તર્કસંચાનન અભયદેવસૂરિ (વાદમહાર્ણવના કર્તા) વાદિ ધનેશ્વરસૂરિ (પરમાર મુંજ અને ભોજના સમકાલિક) અજિતસિહસૂરિ વર્ધમાનસૂરિ શીલભદ્રસૂરિ દેવચંદ્રસૂરિ વાદી ધર્મસૂરિ શ્રીચંદ્રસૂરિ (ચાહમાન અર્ણોરાજવિગ્રહરાજના સમકાલિક આઈ. સ. ૧૧૨૦૧૧૮૦) પદ્મદેવ જિનદત્ત જિનેશ્વરસૂરિ ચંદ્રપ્રભસૂરિ ભરતેશ્વરસૂરિ વૈરસ્વામિ ભદ્રેશ્વરસૂરિ નેમિચંદ્ર અજિતસિંહસૂરિ હરિભદ્રાચાર્ય સાગરચંદ્ર દેવભદ્રા ચન્દ્રપ્રભસૂરિ માણિકયચંદ્ર (પાર્શ્વનાથચરિત્ર સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૨૦) પ્રભાચંદ્રાચાર્ય (પ્રભાવકચરિત સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮) સિદ્ધસેન (તત્ત્વજ્ઞાનવિકાસની સં. ૧૨૭૮ | ઈ. સ. ૧૨૨૨) Page #196 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૭ આ ઘટના અલબત્ત કલ્પિત હોઈ શકે છે; પણ એથી એટલું તો સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યને સાગરચંદ્ર નામક કવિ-શિષ્ય હતા. પૂર્ણતલ્લગચ્છની પરિપાટીમાં ૧૧મા શતકના ઉત્તરાર્ધથી તો ચંદ્રાન્ત નામો ખાસ કરીને રખાતા. જેમકે હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ દેવચંદ્ર, અને જયેષ્ઠ ગુરુબંધુનું નામ અશોકચંદ્ર હતું. હેમચંદ્રાચાર્યના પોતાના શિષ્યોમાં રામચંદ્ર, બાલચંદ્ર, યશશ્ચન્દ્ર, અને ઉદયચંદ્ર નામો જાણીતાં છે. આ સિલસિલામાં તેમના એકાદ અન્ય જયેષ્ઠ શિષ્યનું નામ સાગરચંદ્ર હોય તો તેમાં આશ્ચર્ય કે સંદેહને અવકાશ નથી. આ વજનદાર સંભવિતતા લક્ષમાં રાખતાં, અને સમયફલક તરફ નજર કરતાં, હેમચંદ્ર-શિષ્ય સાગરચંદ્રની ઉક્તિઓ ગણરત્નમહોદધિ(ઈ. સ. ૧૧૪૧)માં નોંધાઈ શકે; પણ રાજગચ્છીય માણિકયચંદ્રના ગુરુ સાગરચંદ્ર એમના સમયના ૪૦-૫૦ વર્ષ બાદ થયા જણાય છે°; અને એથી તેઓ નામેરી, પણ જુદા જ ગચ્છના, અલંગ જ મુનિ છે. આ બન્ને એક નામધારી પણ લગભગ અર્ધી સદીના અંતરે થયેલા સાગરચંદ્રો વચ્ચે સાંપ્રત વિદ્ધ૪નોના લેખનોથી ઉપસ્થિત થયેલ ભ્રાંતિ આથી દૂર થાય છે. ટિપ્પણો: ૧. જેમકે કુમારવિહારશતક (કાવ્ય), ધોળકાની ઉદયનવિહાર-પ્રશસ્તિ (અભિલેખન), મલ્લિકામકરંદપ્રકરણ ઇત્યાદિ. વિસ્તૃત નોંધ માટે જુઓ ચતુરવિજયજી પૃ. ૪૬-૪૭; તથા મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૩૨૩-૩૨૫; તથા અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, સંશોધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૬૯, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૯. ૨. જૈને પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિ, પ્રથમ પુષ્પ, અમદાવાદ ૧૯૩૨. ૩. એજન, પૃ. ૧૩૦-૧૮૯. ૪. એજન, પ્રસ્તાવના, પૃ. ૪૯. ૫. એજન, પૃ. ૪૮. ૬. જૈનતીર્થ સર્વસંગ્રહ-ભાગ પહેલો, ખંડ બીજો, શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૮૯. પં. શાહ પ્રસ્તુત કાત્રિશિકાને માટે ૭ નો આંકડો આપે છે. ૭. જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો, શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬૧૯-૬૨૧. ૮. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, તથા ગ્રંથાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩. ૯. એજન, પૃ. ૬૪, જયસિંહ સિદ્ધરાજે મહાકવિ શ્રીપાલ રચિત “સહસ્ત્રલિંગ તટાક પ્રશસ્તિ”ના સંશોધન માટે બોલાવેલા પંડિત પરિષદમાં પં. રામચંદ્ર પ્રસ્તુત રચનામાં દોષો બતાવેલા. ચરિતકાર તથા Page #197 -------------------------------------------------------------------------- ________________ નિર્ગન્ધ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રબંધકારના કહેવા પ્રમાણે આ કારણસર રાજાની મીઠી નજર રામચંદ્ર પર પડવાથી, ઉપાશ્રયે આવ્યા બાદ, સૂરિના જમણા લોચનમાં પીડા ઊપડી અને અંતે તેમની નેત્રદીપ્તિ નષ્ટ થઈ. ૧૬૮ ૧૦. ચતુરવિજયજી, પૃ. ૪૯. ૧૧. (સ્વ) મુનિ કલ્યાણવિજયજીનાં જુદા જુદા સામયિકોમાં વિખરાયેલા લેખો એકત્ર કરી છપાવવા જરૂરી છે. અહીં વારાણસીમાં મારી પાસે તેમનું લખેલું કેટલુંક સાહિત્ય ઉપસ્થિત છે, કેટલુંક નથી. ૧૨. સં૰ જિનવિજય, પ્રાચીન જૈન લેખ સંગ્રહ (ભાગ બીજો), પ્રવર્તક કાંતિવિજયજી જૈન ઇતિહાસ ગ્રંથમાળા પુષ્પ છઠ્ઠું, શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર ૧૯૨૧, પૃ ૨૧૧, લેખાંક ૩૫૨. ૧૩.જિનવિજય, પ્રાચીન, પૃ. ૨૧૧. ૧૪, સાંપ્રત લેખમાં પાછળ મૂળ પથ ઉતૃત થયું છે. ૧૫. પ્રબંધકારો પંડિત રામચંદ્રનું જમણું લોચન ગયાની જ વાત કરે છે. અંધ થયા તેવું કહેતા નથી. કવિતાઓમાં તો સ્પષ્ટપણે અંધત્વ ઉલ્લિખિત હોઈ, તેમાં દષ્ટિદાનની અભ્યર્થના વ્યક્ત થઈ હોઈ, તે વાત કંઈ જુદી જ, અને એથી જુદા જ રામચંદ્ર અનુષંગે છે તેમ માનવું ઘટે. ૧૬. પંડિત રામચંદ્રની અણહિલ્લપત્તનના કુમારવિહાર અનુલક્ષે રચાયેલ કુમારવિહારશતક તથા ધોળકાની હૃદયનવિહા૨પ્રશસ્તિની શૈલીને મુનિ રામચંદ્રની હાર્દેિશિકાઓ, પોશિકાઓ સાથે સરખાવતાં થોડુંક શૈલીગત ને થોડુંક સમયગત વૈભિન્ય વરતાય છે. ૧૭. F. Keilhorn, “The Cahmanas of Naddula", cf. Sundha Hill Inscription of Ciacigadeva; [Vikrama] Samvat 1319' Epigraphia Indica, Vol. IX-1907-08, p. 79. ૧૮. H. K. Kapadia, Descriptive Catalogue of the Goverriment Collections of Manuscripts Library, Vol. XVII, Pt. IV, Bhandarkar Oriental Research Institute, Poona 1948, Pp. 216-217; તથા Catalogue of Sanskrit and Prakrit Manuscripts : Muniraja Sri Punyavijayaji's Collection, Part II, L. D. Series No. 5, Ed. Ambalal P., Shah, Ahrmedabad 1965, p. 362. કાપડિયાએ જયમંગલસૂરિને સ્થાને “મંગલસૂરિ"વાંચ્યું છે. પણ કર્તાએ સોળમી કડીમાં “જયઈ મંગલસૂરિ બુલ્લઈ’એમ સ્પષ્ટ નોંધ્યું છે. ૧૯. Catalogue of Sanskrit and Prakrit Manuscripts, Ac Vijayadevhsirl's and A, Ksantisuri's Collections, Part IV, L. D. Series No. 20 Ed. Pt. Ambalal P. Shah, Ahmedabad 1968, p. 95. ૨૦. Catalogue of Sanskrit and Prakrit Marnuscripts : Muniraj Sri Punyavijayaji's Collections, Part 1, L. D. Series No 2, Ed. Pt. Ambalal P. Shah, Ahmedabad 1962, p. 182. ૨૧. વિગત માટે જુઓ પાદટીપ ૧૮. Page #198 -------------------------------------------------------------------------- ________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૯ ૨૨. જુઓ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૫૩, તથા દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, સંશોધન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧મો, સંસ્કરણ રજું, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૩૦૭. શાસ્ત્રીજી નોંધે છે : “..વાલ્મટ કવિએ વાલ્મટાલંકાર તથા જયમંગલાચાર્યે કવિશિક્ષા નામના ગ્રંથો સિદ્ધરાજના રાજ્યકાળમાં રચ્યા છે.” (જયમંગલાચાર્યના સંદર્ભમાં આમ કહેવા માટે એમનો આધાર એમણે ટાંકેલ “પીટર્સનનો રિપોર્ટ ૧૮૮૨-૮૩, પૃ. ૮૦, ભૂમિકા પૃ. ૩૧ હોય તેમ જણાય છે) આ સિવાય જુઓ હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, “સોલંકી રાજયની જાહોજલાલી”, ગુજરાતનો રાજકીય, પ્રકરણ ૪, પૃ. ૫૬. ૨૩. Jથ વિદ્રાજ્ઞા થતાવા ગામમૂરથ: પુરવન પૃષ્ઠ : एतस्यास्य पुरस्य पौरवनिताचातुर्यतानिर्जिता, मन्ये हन्त सरस्वती जडतया नीरं वहन्ती स्थिता । कीर्तिस्तम्भमिषोच्चदण्डरुचिरामुत्सृज्य बाहोर्बलात्तन्त्रीकां गुरुसिद्धभूपतिसरस्तुम्बां निजां कच्छपीम् ।। (જિનવિજયજી, પૃ. ૬૩) ૨૪. સિદ્ધરાજ સંબંધી તેમના કોઈ કાવ્યમાં વા અન્ય કોઈ કૃતિમાં હોય. ૨૫ મો દઇ દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૨૫૫માં દેશાઈ સૂચવે છે કે “મુનિરત્નસૂરિના અમચરિત્રની પ્રથમદર્શકત લખનાર સાગરચંદ્ર તે જ આ હોય” (એજન, પાદટીપ ૨૮૮.) આ વાત સંભવિત નથી. અમચરિત્રનો રચનાકાળ સં. ૧૨૫૨ / ઈ. સ. ૧૧૯૬ છે. જ્યારે સાગરચંદ્રની ઉક્તિઓ તો તેનાથી પ૫ વર્ષ પૂર્વે રચાઈ ગયેલા વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિમાં મળે છે. વધુમાં વધુ તેમને રાજગચ્છીય માણિજ્યચંદ્રના ગુરુ માની શકાય, પણ તે શક્યતા મને તો લાગતી નથી. આ કોઈ ત્રીજા જ સાગરચંદ્ર જણાય છે. ૨૬. અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય, પ્ર. ૧૨. પૃ. ૨૯૭. ૨૭. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ. ૭૬-૭૭. ૨૮. એજન. જુઓ ત્યાં “પ્રાસ્તાવિક વક્તવ્ય”, પૃ. ૧૦-૧૧. ૨૯. એજન, પૃ. ૧૮-૧૯. 30. Literary Circle of Mahamatya Vastupala, Shri Bahadur Singh Singhi Memories Volume No. 3, Bombay 1953, pp. 72, 81, and 144-145. ૩૧. મો. દ. દેશાઈ, જૈન સાહિત્યનો, પૃ. ૩૯૨. પ્રવચનસારોદ્ધારવૃત્તિ સં. ૧૨૯૫ | ઈ. સ. ૧૨૩૯માં માણિક્યસૂરિના વચનથી લખવામાં આવી તેની નોંધ મળે છે. મિતિ જોતાં આ માણિજ્યસૂરિ પ્રસ્તુત માણિક્યચંદ્રસૂરિ જ જણાય છે. (જુઓ-New Catalogue of Sanskrit and Prakrit Manuscripts Jesalmer Collection, L. D. Series 36, Col. Muni Shri Punyavijayaji, Ahmedabad 1972, p. 71. 32. Literary Circle., pp. 79-81. 33. Kāvyaprakāśa of Mammata, Part second, "Introduction", Rajasthan Puratana નિ, ઐ, ભા૧-૨૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ Granthamala, No. 47, Jodhpur 1959, pp. 12-13. ૩૪. એજન. ૩૫. સં. આચાર્ય જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૬, “નરવર્મપ્રબંધ”, પૃ ૧૧૨-૧૧૭. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૩૬. એજન. ત્યાં કુમારપાળના પુત્ર નૃપસિંહના મરણની વાત કહી છે જે અન્યત્ર ક્યાંય નોંધાયેલી નથી. ૩૭. એજન. આ સ્તોત્ર મળી આવ્યું છે અને નિગ્રન્થ અંક ૩(અમદાવાદ ૨૦૦૧)માં જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા સંપાદિત થયું છે. ૩૮. દ્રવ્યાલંકારટીકા (સં. ૧૨૦૨ / ઈ. સ. ૧૧૪૬) અને વિવૃત્તિ સહિતના નાટ્યદર્પણમાં પં. રામચંદ્રના સહલેખક રૂપે જે ગુણચંદ્ર આવે છે તે રામચંદ્રના ગુરુબંધુ છે કે તેમના પોતાના શિષ્ય તે વાત ચોક્કસ નથી. સં ૧૨૪૧ / ઈ સ૰ ૧૧૮૫માં પૂર્ણ થયેલ સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધના પ્રથમ શ્રવણ વખતે આ ગુણચંદ્ર ગણિ ઉપસ્થિત હતા. ૩૯. આ ઉપરથી તો નિઃશંક નિશ્ચય થાય છે કે માણિક્યચંદ્ર વિરચિત સંકેતનો સમય ઈ. સ. ૧૧૬૦ હોવો અસંભવિત છે. ઈ. સ. ૧૨૩૯માં પણ માણિચસૂરિની વિદ્યમાનતા હોવા વિશે અગાઉ અહીં નોંધાઈ ગયું છે. વિશેષ નોંધ : ઉપર્યુક્ત લેખ પ્રગટ થઈ ગયા બાદ સાંપ્રત લેખક અને શ્રી જિતન્દ્ર શાહ દ્વારા નિગ્રન્થ ૩ (૨૦૦૧)માં એક સાગરચંદ્રનું ‘ક્રિયાગર્ભિત ચતુર્વિંશતિસ્તવ' સંપાદિત કરવામાં આવ્યું છે, જેમાં તેના કર્જા ઉપરકથિત હેમચંદ્રશિષ્ય સાગરચંદ્ર હોવાનું નિશ્ચિત કર્યું છે. પ્રસ્તુત લેખ આ સંકલનમાં પૃ ૨૪૫૨૫૨ પર સમાવિષ્ટ કરેલો છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ‘અમમસ્વામિચરિત’નો રચનાકાળ પૂર્ણિમાગચ્છના આચાર્ય મુનિરત્નસૂરિની કૃતિ અમમસ્વામિચરિત ભાવી તીર્થંકર ‘અમમ’ સંબંધી એક ધર્મકથાનક ગૂંથી લેતી જૈન રચિત મધ્યકાલીન સંસ્કૃત કૃતિ છે'. પ્રસ્તુત રચનાનું સાહિત્યિક દૃષ્ટિએ અમુકાંશે મૂલ્ય જે હોય તે, ઐતિહાસિક દૃષ્ટિએ તો ત્યાં અપાયેલી જિનસિંહસૂરિ રચિત પ્રાંતપ્રશસ્તિનું વિશેષ મૂલ્ય છે. પ્રશસ્તિમાં રચનાવર્ષ શબ્દાંકમાં “દ્વિપંચદિનકૃર્ષે” એમ બતાવ્યું છે, જેને (વામગતિ નિયમ અનુસા૨) સં ૧૨૫૨(ઈ સ. ૧૧૯૬) (સ્વ) મુનિ પુણ્યવિજયજીએ, અને એ જ પ્રમાણે (સ્વ) પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ઘટાવ્યું છે”. તો વળી પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પ્રસ્તુત રચનાનું મિતિ વર્ષ સં ૧૨૫૫ / ઈ સ ૧૧૯૯ બતાવે છે. બીજી બાજુ (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ તેને સં ૧૨૨૫ / ઈ સ ૧૧૬૯ માન્યું છે. રચના-મિતિ સંબંધ પ્રસ્તુત ભિન્ન અભિપ્રાયો આથી પરીક્ષણીય બની જાય છે, રચનાના શબ્દાંકમાં કથિત વર્ષથી વાસ્તવિક મિતિ શું ફલિત થઈ શકે તે સંબંધમાં તો પ્રશસ્તિ અંતર્ગત નોંધાયેલી ઘટનાઓ, તેના ઐતિહાસિક સંદર્ભોની સાથે સંકળાયેલાં પાત્રોની સમયસ્થિતિને લક્ષમાં લેતાં ખ્યાલ મળી રહે છે. પૌર્ણમિક મુનિરત્નસૂરિની પ્રશસ્તિમાં દીધેલ ગુર્વાવલી નીચે મુજબ છે : ચંદ્રપ્રભસૂરિ T ધર્મઘોષસૂરિ I સમુદ્રઘોષસૂરિ મુનિરત્નસૂરિ સુરપ્રભસૂરિ પૂર્ણિમાગચ્છની સંસ્થાપના ચંદ્રપ્રભસૂરિ દ્વારા સં ૧૧૪૯ / ઈ. સ. ૧૦૯૩માં થઈ હોવાનું અન્ય સાધનો દ્વારા વિદિત છે॰. ચંદ્રપ્રભસૂરિ-શિષ્ય ધર્મઘોષસૂરિ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવાનું અમમસ્વામિચરિત અતિરિક્ત પ્રસ્તુત ગચ્છ પરંપરામાં થઈ ગયેલા અન્ય મુનિઓની રચનાઓથી પણ સિદ્ધ છે. ધર્મઘોષના શિષ્ય સમુદ્રઘોષ પણ સિદ્ધરાજ દ્વારા સમ્માનિત હોવા ઉપરાંત ગોધક(ગોધરા)ના રાજા દ્વારા, તેમ જ માલવપતિ પરમાર નરવર્માની સભામાં વાદિજેતા રૂપેણ માનપ્રાપ્ત મુનિ હતા એવું જિનસિંહસૂરિ પ્રશસ્તિમાં નોંધે છે. સ્વયં મુનિરત્નસૂરિએ પણ મહાકાલમંદિરમાં નરવર્માની પરિષદ સમક્ષ શૈવ વાદિ વિદ્યાશિવને Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરાજિત કર્યાની પણ પ્રસ્તુત પ્રશસ્તિમાં નોંધ જોવા મળે છે. ઉપરની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક હકીકતોના સંદર્ભમાં જ અમમસ્વામિચરિતની મિતિનો વિનિશ્ચય થવો ઘટે. એને ધ્યાનમાં રાખતાં ધર્મઘોષસૂરિનો સમય સિદ્ધરાજના પ્રારંભિક બે દશકામાં પડે અને તેમના શિષ્ય સમુદ્રઘોષસૂરિનો સિદ્ધરાજના શાસનના ઉત્તરાર્ધમાં પડે. પરમાર નરવર્માનો કાળ ઈસ્વીસન્ ૧૧૦૫-૧૧૩૩નો છે; આથી સમુદ્રઘોષસૂરિની જ નહીં, મુનિરત્નસૂરિની માળવાની મુલાકાત પણ ઈ. સ. ૧૧૩૩ પહેલાના કોઈક વર્ષમાં થઈ હોવી ઘટે; અંદાજે તેને ઈ. સ. ૧૧૩૦ના અરસામાં માનીએ તો પ્રસ્તુત કાળે મુનિરત્નસૂરિ વૃદ્ધ નહીં તોયે જ્ઞાન અને વયમાં પરિપક્વ અવસ્થામાં આવી ચૂક્યા હશે. આ હકીકત ધ્યાનમાં લેતાં તેમણે છેક ઈ. સ. ૧૧૯૬માં એટલે કે માળવામાં મેળવેલ વાદ-જયથી લગભગ ૬૬ વર્ષ બાદ અમમસ્વામિચરિતની રચના કરી હતી તેવી વાત તો બિલકુલ અવ્યાવહારિક, અને એથી તથ્યસંગત, જણાતી નથી; એ જ રીતે ઈસ. ૧૧૬૯ની મિતિ પણ દૂર તો પડી જાય છે. વધુમાં એ બીજી ગણતરીમાં વામગતિના નિયમનું પાલન પણ થતું નથી (છતાં તે સાચી હોઈ શકે કે નહીં તે વિશે આગળ જોઈશું.) મિતિના પ્રારંભિક ગણિત-શબ્દનો અર્થ જરા જુદી રીતે પણ ઘટાવી શકાય. “પિં"નો અર્થ ગુણાકાર ક્રમે “૧૦” પણ થતો હોવાનું વાસ્તુશાસ્ત્રોમાં મેં જોયાનું સ્મરણ છે. એ રીતે ઘટાવતાં મિતિ સં. ૧૨૧૦ | ઈસ. ૧૧૫૪ની આવે છે. આ મિતિ મુનિરત્નસૂરિની માલવાવાળી ઘટનાથી ૨૪ વર્ષ બાદનો સમય દર્શાવે છે, જે વ્યાવહારિક દૃષ્ટિએ તો એકદમ બંધ બેસી જાય છે તેમ છતાં ઈ. સ. ૧૧૬૯નું વર્ષ પણ કુમારપાળના શાસનકાળ અંતર્ગત આવે છે. અને પ્રશસ્તિમાં ઉલ્લિખિત કુમારપાળના સમયની કેટલીક અન્ય વ્યક્તિઓ, જેમ કે કુમારપાળના મહામૌર્તિક રુદ્રનો પુત્ર મંત્રી નિર્નય, કુમારપાળના મંત્રી યશોધવલનો પુત્ર બાલકવિ જગદેવ, રાજાનો અક્ષપાટલિક કુમારકવિ, ઇત્યાદિ ઈસ્વી ૧૧૬૯માં હયાત હોવાનો ઘણો સંભવ છે. વસ્તુતયા આ બીજી મિતિને પ્રબળ સમર્થન તો મુનિરત્નસૂરિએ કરેલ હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રના ઉલ્લેખથી સહજ રૂપે મળી જાય છે. પ્રસ્તુત ગ્રંથમાં એક સ્થળે કુમારપાળ આરંતુ ચૈત્યોથી પૃથ્વીને શણગારશે એવી ભવિષ્યવાણી, અને બીજે સ્થળે શણગારી' એવી ભૂતવાણી પ્રકટ કરતો ઉલ્લેખ થયો છે. કુમારપાળ દ્વારા પાટણમાં કુમારવિહાર, ત્રિભુવનપાલ વિહાર, ત્રિવિહાર ઇત્યાદિ જિનાલયો સૌ પ્રથમ બંધાયાં હશે, પણ ક્યારે, તે વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ તારંગાના કુમારવિહાર અને જાલોરના કાંચનગિરિગઢના કુમારવિહારની મિતિઓ ઈસ. ૧૧૬૫-૬૬ ની હોવાનું જ્ઞાન છે. કુમારપાળની જૈન ધર્મ પ્રતિ વિશેષ રુચિ ખાસ તો ઈ. સ. ૧૧૬૦થી જ દેખાય છે. ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્રની રચનાના સમયે કુમારપાળ દ્વારા નિર્મિત જુદાં-જુદાં સ્થળોના કુમારવિહારો બંધાઈ ચૂકેલા હોવા જોઈએ. તે જોતાં પ્રસ્તુત ગ્રંથની રચના Page #202 -------------------------------------------------------------------------- ________________ અમમસ્વામિચરિત'નો રચનાકાળ ૧૭૩ ઈ. સ. ૧૧૬૬ પૂર્વેની હોવાનો સંભવ નથી. અને એથી તે ગ્રંથનો ઉલ્લેખ કરનાર અમમસ્વામિચરિતનો સમય ઈ. સ. ૧૧૬૯ હોવાનો સંભવ દઢતર બને છે. અને એ મિતિ જ ગણિતશબ્દના અર્થઘટન અતિરિક્ત ઐતિહાસિક પરિપ્રેક્ષણમાં વિશેષ બંધબેસતી થાય છે. મુનિરત્નસૂરિ આથી સિદ્ધરાજ ઉપરાંત કુમારપાળના પણ સમકાલીન બને છે, જે અંગે અન્ય પ્રમાણ પ્રશસ્તિ અંતર્ગત મોજૂદ છે, જે હવે જોઈએ. અમસ્વામિચરિતનું સંશોધન ગૂર્જરનૃપાક્ષપાટલિક કુમાર કવિએ કર્યાની નોંધ ત્યાં પ્રાંત પ્રશસ્તિમાં છે. પ્રસ્તુત “કુમાર” તે દ્વિતીય ભીમદેવ તેમ જ વાઘેલા વરધવલ તેમ જ વિશળદેવના રાજપુરોહિત, અને મંત્રી વસ્તુપાળના વિદ્વમિત્ર કવિ સોમેશ્વરદેવના પિતા હોવાનું માનવામાં આવ્યું છે. પરંતુ તે વાત અમચરિતની ઉપર નિશ્ચિત કરેલ મિતિ અને આનુષંગિક સમય-વિનિર્ણયના મુદ્દાઓના સંદર્ભમાં અમુકાશે પ્રશ્નાર્થ રૂપ બની જાય છે. સોમેશ્વરદેવની પોતાની કૃતિ સુરથોત્સવમાં અપાયેલ પ્રશસ્તિ અનુસાર તેમની પોતાની વંશાવળી નીચે મુજબ છે : સોલશર્મા (ચૌલુક્ય મૂલરાજનો પુરોહિત) લલ્લશર્મા (ચામુંડરાજનો પુરોહિત) મુંજ (પ્રથમ) (દુર્લભરાજનો પુરોહિત) સોમેશ્વર (પ્રથમ) (ભીમદેવ પ્રથમનો પુરોહિત) આમશર્મા (કર્ણદેવનો પુરોહિત) કુમાર (પ્રથમ) (જયસિંહ સિદ્ધરાજનો પુરોહિત) સર્વદવ (પ્રથમ) (કુમારપાળનો સમકાલીન) આમિગ (કુમારપાળનો પુરોહિત) (પ્રબંધચિંતામણિ(ઈ. સ. ૧૩૦૫)ના આધારે) સર્વદેવ (દ્વિતીય) કુમાર(દ્વિતીય) લક્ષ્મી મુંજ(દ્વિતીય) (અજયપાળના સમકાલીન) આહડ મહાદેવ વિજય (કવિ) સોમેશ્વરદેવ (દ્વિતીય) (ચૌલુક્ય ભીમદેવ દ્વિતીય, વાઘેલા વરધવલ તેમ જ વીસલદેવનો સમકાલીન) Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સોમેશ્વરદેવે પોતાના પિતા કુમાર વિશે જે નોંધ આપી છે તે અનુસાર તે અજયપાળ, મૂળરાજ (દ્વિતીય), અને ભીમદેવ(દ્વિતીય)ના સમકાલીન હતા. તેમને કુમારપાળના પુરોહિત વા અક્ષપાટલિક હોવાનું અને તેઓ “કવિ' હતા તેમ પણ ત્યાં કહ્યું નથી. (જો તેમનો સંબંધ કુમારપાળ સાથે વસ્તુતઃ હોય તો આવી મહત્ત્વની નોંધ લેવી સોમેશ્વર કેમ ભૂલી ગયા હશે ?) જે કુમાર કવિએ ઈ. સ. ૧૧૬૯માં અમમસ્વામિચરિતનું શોધન કર્યું, તે સોમેશ્વર પિતૃકુમાર હોય તો તેમના પુત્ર સોમેશ્વરદેવે છેક ઈસ. ૧૧૫૫માં ડભોઈની હીરાભાગોળની પ્રશસ્તિ લખી હતી, તે વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. કેમ કે આ બન્ને મિતિઓ વચ્ચે ખાસ્સો ૮૬ વર્ષ જેવડો મોટો ગાળો પડી જાય છે. સોમેશ્વરની પ્રથમ કૃતિ કીર્તિકૌમુદી ઈ. સ. ૧૨૨પના અરસાની છે. ઈ. સ. ૧૨૨૦માં મહામંડલેશ્વર વિરધવલ વાઘેલાને સહાય કરવા મંત્રી બંધુ વસ્તુપાળ-તેજપાળ જ્યારે ભીમદેવ દ્વિતીયના અનુરોધથી ધોળકા આવ્યા તે અરસામાં સોમેશ્વરદેવ પણ ત્યાં રાજપુરોહિતરૂપે આવી વસ્યા હોય તેમ જણાય છે. કુમારપાળના અક્ષપાટલિક રૂપે રહેલ કુમારની નિયુક્તિ તો ઈ. સ. ૧૧૬૯થી પૂર્વના કોઈક વર્ષમાં થઈ ચૂકી હોવી જોઈએ. એ હિસાબે તો અક્ષપાટલિક કવિ કુમાર સોમેશ્વર-પિતા રાજપુરોહિત કુમારથી યેષ્ઠ એવં ભિન્ન પુરુષ હોય તેમ જણાય છે. સંભવતયા આ બન્ને કુમારો વચ્ચે રહેલ નામસામ્ય અને સમય સ્થિતિના સંદર્ભમાં અમુક વર્ષ પૂરતાં બન્ને વચ્ચેના સંભવિત સમકાલીનત્વથી બન્નેને એક માની લેવામાં આવ્યા છે. પણ કુમાર પુરોહિતની કારકિર્દી અજયપાળના સમયથી જ શરૂ થતી હોય તેવું સુરથોત્સવ પરથી તો લાગે છે. કુમાર નામધારી બન્ને વ્યક્તિઓ એક હોવાના તર્ક માટે સબળ પ્રમાણ અપેક્ષિત છે. અમમસ્વામીચરિતનો મિતિ-વિનિર્ણય કરવા પાછળ આટલા ખુવાર થવાનું કારણ એ છે કે એની પ્રશસ્તિમાં નોંધાયેલ કવિજનોમાંના કેટલાકનો સંપ્રદાય-વિનિશ્ચય આદિ સમસ્યાઓમાં, ઉત્તર સીમાદિ નિર્ણયોમાં ખપ પડશે. પ્રશસ્તિમાં તરંગવતીકાર પાલિત્તસૂરિ(પ્રાયઃ ઈ. સ. ૧૭૫-૨૨૫), વાચક ઉમાસ્વાતિ (પ્રાયઃ ઈ. સ. ૩૫0-800), સિદ્ધસેન દિવાકર(પ્રાયઃ ઈ. સ. ૪૦૦-૪૪૪), જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ(આત ઈ. સ. ૫૫૦પ૯૪), માનતુંગાચાર્ય (આ. ઈ. સ. પ૭૫-૬૨૫), તારાગણકાર ભદ્રકીર્તિ(બપ્પભટ્ટસૂરિ) (પ્રાયઃ ઈ. સ. ૭૪૪-૮૩૯), ઉપમિતિભવપ્રપંચાકાર સિદ્ધર્ષિ (આ. ઈ. સ. ૮૮૦-૯૨૦), ભોજના સમકાલીન કવિ દેવભદ્રસૂરિ, સ્વગચ્છસ્થાપક ચંદ્રપ્રભસૂરિ, અને ત્રિષષ્ટિનરસદવૃત્તકાર (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતકાર હેમચંદ્ર) સરખા મહાન ઐતિહાસિક જૈન વિદ્વદ્વરોનો ઉલ્લેખ કર્યો છે. આ બધા જ શ્વેતાંબર સંપ્રદાયમાં થઈ ગયેલા મનાતા મહાપુરુષો છે; અને ઈ. સ. ૧૧૬૯માં પણ મુનિરત્નસૂરિનું પણ એ પ્રમાણે માનવું છે. અમમસ્વામિચરિતનો રચનાકાળ મનાયો છે તેથી ત્રીસેક વર્ષ પૂર્વનો સાબિત થઈ જતાં એ નિર્ણયનું મૂલ્ય ઉપર્યુક્ત Page #204 -------------------------------------------------------------------------- ________________ અમમસ્વામિચરિત'નો રચનાકાળ સંદર્ભમાં સ્વતઃસિદ્ધ છે. ટિપ્પણો : ૧. જુઓ, પન્યાસ મણિવિજયજી ગણિવર ગ્રંથમાલા, ગ્રંથી ૮-૯, અમદાવાદ વિ. સં ૧૯૯૮ અને ૧૯૯૯. આ ગ્રંથ આજે સહેલાઈથી ઉપલબ્ધ નથી. 2. Ed. Muni Punyavijay, Catalogue of Palm-Leaf Manuscripts in the Santinatha Jain Bhandara, Cambay, Part II, GOS, No. 149, Baroda 1966, pp. 353 ff. ૧૭૫ ૩. Ibid., p. 350. ૪. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, શ્રીમુક્તિ-કમલ-જૈન-મોહનમાલા, પુષ્પ ૬૪, ખંડ ૨, ધાર્મિક સાહિત્ય; ઉપખંડ ૧, લલિત સાહિત્ય; વડોદરા, ૧૯૯૮, પૃ. ૪૯, પણ અન્યત્ર એ જ ગ્રંથમાં તેમણે પ્રસ્તુત ગ્રંથની મિતિ વિ. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯) કહી છે : (એજન, પૃ ૧૦૮). ૫. 'ભાષા અને સાહિત્ય', ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, ‘સોલંકી કાલ’, પ્રકરણ ૧૨, અમદાવાદ, ૧૯૭૬, પૃ ૨૭૦. પણ એ જ ગ્રંથમાં તેઓ પ્રસ્તુત ગ્રંથની મિતિ સં ૧૨૫(૨) (ઈ. સ. ૧૧૯૯૬) હોવાનું પક્ષ નોંધે છે (એજન, પૃ. ૩૦૬). ૬. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૪૦૪, પૃ. ૨૮૧. ૭. આ મિતિ જુદી જુદી ઉત્તર-મધ્યકાલીન પટ્ટાવલીઓમાં મળે છે, અને તે વિશ્વસનીય છે. અહીં પ્રસ્તુત મુદ્દો ગૌણ હોઈ તે સર્વના સંદર્ભી દેવાનું જતું કર્યું છે. ૮. જુઓ તિલકાચાર્યની આવશ્યસૂત્રલપુવૃત્તિની પ્રશસ્તિ, સં. ૧૨૯૬ / ઈ. સ. ૧૨૪૦, પથ બીજું, તથા દશવૈકાલિકસૂત્રટીકા (સં. ૧૩૦૪ / ઈ સ ૧૨૪૮) પઘ ૨. Ed. Muni Puriyavijaya, Catalogue of Palm-Leaf Manuscripts in the Śāntinātha Jain Bhandara, Cambay, [Part I]. GOS, No. 135, pp. 83 and 105. બંને પ્રશસ્તિઓમાં અપાયેલા પદ્મ એક સરખાં છે. મુનિરત્નસૂરિની પ્રશિસ્તના સંબંધકન પઘ માટે જુઓ GOS, No. 149, p. 453, પદ્મ ૫. 5. GOS, 149, p. 353, પદ્મ ૭-ke. ૧૦. એજન પદ્મ ૨૨ ૨૩. ગુજરાતનો સૌલંકીકાલનો ઇતિહાસ આલેખનારાઓના લેખનમાં આ હકીકત નોંધાયેલી જોવા મળતી નથી. ૧૧. મહાભારત, “આદિપર્વ'માં પરશુરામે ૨૧ વાર પૃથ્વીને નક્ષત્રી કરી તેવા ઉલ્લેખમાં ૨૧ની સંખ્યા માટે ત્રિ:સન્ન એવો પ્રયોગ છે; યથા ત્રિ:સતત્વ: પૃથિવી ઋત્વા નિ:ક્ષત્રિયા પુરા । (V. S. Sukhthankar(ed.), Bhandarkar Oriental Research Institute. Poona, 1933, p. 255, 1,5864) પણ “દ્વિપંચ”નો અર્થ પ્રા. બંસીધર ભટ્ટના મતે ‘૨૫' માનવો ઘટે અને એથી ૧૨૨૫ ગણી શકાય, મને લાગે છે કે જુદા જુદા લેખકોએ ઐતિહાસિક તથ્યો તપાસ્યા વિના પોતપોતાની રીતે ગણતરી કરી છે. ૧૨. ત્રિ શઃ પુ ચના દશમ પર્વમાં ચેાિં ખૂબમિતિ સમસમ્પ્રત સભ્યતા । એવો ઉલ્લેખ છે. સમસ્ત પૃથ્વી અર્હત્તાં ચૈત્યો વડે સુશોભિત કરી દીધી છે, તેથી સાંપ્રત કાળમાં સંપ્રતિ રાજા સમાન થયો Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છું એવું કુમારપાળના મુખે કહેવડાવ્યું છે (જુઓ દેશાઈ, પૃ. ૨૫૭). ત્રિશપુચના “મહાવીરચરિત” અંતર્ગત કુમારપાળ સંબદ્ધ રજૂ કરાયેલ ભવિષ્યવાણી(પર્વ ૧૦, સર્ગ ૧૧-૧૧)માં કહ્યું છે કે અનહદ વૈભવશાળી તે રાજા પ્રાયઃ પ્રત્યેક ગ્રામમાં જિનાયતન દ્વારા પૃથ્વીને આભૂષિત કરશે; (જુઓ પે લાલચંદ્ર ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખ સંગ્રહ, શ્રીસયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૨૬૬). ૧૩. કુમારપાળના જૈનધર્મ સ્વીકારની મિતિ તપાગચ્છીય જિનમંડન ગણિએ કુમારપાલપ્રબંધ (સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬)માં સં. ૧૨૧૬ | ઈસ. ૧૧૬૦ની આપી છે જેને મહદ્અંશે સમકાલીન ગ્રંથકાર મંત્રી યશપાલના મોહપરાજય(પ્રાય: ઈસ્વી ૧૧૭૨-૭૪)નો ટેકો છે. પણ આ વાતનો કુમારપાળે જૈન શ્રાવકનાં વ્રતો ધારણ કરેલાં એટલો જ અર્થ ઘટાવવાનો છે. ૧૧૬૦ના તુરતના કોઈ વર્ષમાં તેણે સૌરાષ્ટ્ર સ્થિત જૈનોનાં મહિમ્ન તીર્થધામો, ગિરનાર-શત્રુંજયાદિની યાત્રા કરેલી. ૧૪. જુઓ મુનિ પુણ્યવિજયજી, Catalogue., p. 356. થથા પતકિમતો દિપંનિઝર્ષે તે પ્રત્તને મુખ્ય शोधित्वान् नृपाक्षपटलाध्यक्ष: कुमारः कविः ।२९'। ૧૫. આવી ધારણા સંભવતઃ સૌ પ્રથમ ડૉ. ભોગીલાલ જેચંદ સાંડેસરાએ પ્રકટ કરેલી. (જુઓ એમનું મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો, અમદાવાદ ૧૯૫૭, પૃ. ૬૬) સાંડેસરાને અનુસરીને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી પણ તેવું જ કહે છે (જુઓ “નામાંકિત કુલો અને અધિકારીઓ ગુરા. સાંઇ, ગ્રંથ ૪, (સોલંકીકાળ), અમદાવાદ, ૧૯૭૬, પૃ. ૭ અને ૧૧૬) યથા કુમારે ગુર્જર રાજયના અક્ષપટલાધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી હતી ને મુનિચંદ્રસૂરિકત અમમસ્વામિચરિતનું સંશોધન કર્યું હતું. “પ્રસ્તુત સંકલનગ્રંથમાં “ભાષા અને સાહિત્ય” વિભાગમાં (પ્રકરણ ૧૨, પૃ. ૨૭૦) પં. અંબાલાલ પ્રેમચંદ શાહ પણ લખે છે કે “સોમેશ્વરના પિતા કુમારે (સં. ૧૨૫૫ | ઈ. સ. ૧૧૯૯માં) આ. મુનિરત્નસૂરિએ રચેલા અમમસ્વામિચરિતનું સંશોધન કર્યું હતું.” ૧૬. સોમેશ્વર લખે છે કે રણમાં ઘાયલ થયેલ અજયપાળને કટુકેશ્વરદેવની આરાધના કરીને કુમારે સાજો કરેલો. ગ્રહણ સમયે અજયપાળે આપવા માંડેલ રત્નરાશિનો સ્વીકાર કરેલો નહીં. મૂલરાજ દ્વિતીયના સમયમાં દુષ્કાળ પીડિત ગ્રામજનોનો કર માફ કરાવેલો અને (ભીમદેવ દ્વિતીયના સમયમાં) સેનાપતિ બની માલવપતિ વિમ્બવર્માનો પરાભવ કરેલો. ૧૭. જુઓ મુનિ પુણ્યવિજય, GOs, 135, p. 351. ૧૮. જિતેન્દ્ર શાહ અને મારા દ્વારા લિખિત માનતુંવાર્ય ર ૩ન સ્તોત્ર (અમદાવાદ ૧૯૯૭, હિ. સં. ૧૯૯૯)ની હિદી પ્રસ્તાવનામાં આ મિતિનો યથોચિત ઉપયોગ કર્યો છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ પૂરપ્રકરનો રચનાકાળ નૈતિક ઉપદેશ ઉદ્દેશિત, કથાપ્રતીકાત્મક સૂક્તાવલીયુક્ત પદ્યો ધરાવતી શ્વેતાંબર જૈન રચનાઓમાં “કપૂરપ્રકર' એક, પ્રમાણમાં અલ્પજ્ઞાત પરંતુ ધ્યાન ખેંચે તેવી, રચના છે. વિવિધ સંસ્કૃત વૃત્તોમાં નિબદ્ધ આ સરસ, સુખું, અને પ્રસન્નકર કૃતિ ઘણા સમયથી દુષ્માપ્ય બની છે. અનુગુપ્તકાલીન શ્વેતાંબર આચાર્ય ધર્મદાસગણિની પ્રાકૃત રચના ઉપદેશમાલા અને એ જ કાળમાં મૂકી શકાય તેવી યાપનીય સંઘના અગ્રણી શિવાર્યની આરાધનાની જેમ અહીં પણ નીતિપ્રવણ સૂક્તોને, જૈન સાહિત્યમાં તેમ જ લૌકિક વ્યવહારમાં (અને પૌરાણિકાદિ સાહિત્યમાં) જાણીતા દષ્ટાંતરૂપ સારા કે નરસા પાત્રોના ઉલ્લેખ સાથે, અનાયાસે ગૂંથી લીધાં છે. કુલ ૧૭૯ પદ્યોમાં નિબદ્ધ આ મનોહર કૃતિના આરંભ અને અંતમાં પદ્યો આ પ્રમાણે છે : कर्पूरप्रकरः शमामृतरसे वक्त्रंदुचंद्रातपः शुक्लध्यानतरुप्रसूननिचयः पुण्याब्धिफेनोदयः ॥ मुक्तिश्रीकरपीडनेच्छसिचयो वाक्कामधेनोः पयो, व्याख्यालक्ष्यजिनेशपेशलरदज्योतिश्चयः पातु वः ॥१॥ श्री वज्रसेनस्य गुरोस्त्रिषष्टिसारप्रबंधस्फुटसद्गुणस्य ॥ शिष्येण चक्रे हरिणेयमिष्टा, सूक्तावली नेमीचरित्रकर्ता ॥१७९|| અંતિમ પદ્યમાં કવિએ પોતાનો ત્રિષષ્ઠિસારપ્રબંધ-કર્ન એવા વજસેનગુરુના શિષ્ય હરિ રૂપે પરિચય આપ્યો છે; અને રચનાને સૂક્તાવલી અભિધાન આપ્યું છે, કપૂરપ્રકર નહીં. પરંતુ જેમ બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની એક અત્યંત પ્રસિદ્ધ ઉપદેશપ્રવણ રચના સૂક્તમુક્તાવલી એના ઉપોદ્દાત પદ્યના આદિમ શબ્દોથી સિંદૂરપ્રકર નામથી સુવિશ્રુત બની છે તેમ આ રચનાને પણ તેના પ્રારંભના શબ્દો પરથી કપૂરપ્રકર એવું અભિધાન મળી ગયું છે, અને પછીથી તો તે જ વિશેષ પ્રચારમાં રહ્યું હોય તેમ લાગે છે. કર્તા હરિ કવિ પોતાની એક અન્ય રચના નેમિચરિત્ર હોવાનું જણાવે છે; પણ પ્રસ્તુત રચના હજી સુધી મળી આવી નથી. કર્તાએ પોતાનાં ગણ-ગચ્છ, કે ગુરુ વજસેનની ગુર્વાવલી દીધાં નથી. કદાચ આ કારણસર (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ કર્તાના સમય વિશેના અવલોકનમાં જણાવે છે કે “તેમનો સમય નિર્ણત થઈ શક્યો નથી. નિ, ઐ, ભા. ૧-૨૩ Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કપૂરપ્રકર પર ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિ શિષ્ય સાગરચંદ્ર(સં. ૧૪૮૯-૧૫૦૫ | ઈ. સ. ૧૪૩૩-૧૪૪૯) દ્વારા અવચૂર્ણિ-લઘુ ટીકા રચાઈ છે; આથી એટલું તો ચોક્કસ કે રચના ૧૫મા સૈકા પહેલાંની છે. વજસેન વિશે વિચારતાં પ્રસ્તુત નામધારી પાંચેક આચાર્યો શ્વેતાંબર પરંપરામાં થઈ ગયા છે, જેમાંથી ઈસ્વીસના આરંભકાળના અરસામાં થઈ ગયેલા આર્ય વજના શિષ્ય આર્ય વજસેન અહીં વિવક્ષિત નથી; તેમ જ ૧૫મા શતકના નાગોરી તપાગચ્છના વજસેન, કે પછી વાદીન્દ્ર દેવસૂરિની પરિપાટીમાં થયેલા બૃહચ્છીય વજસેન(સં. ૧૩૮૪ | ઈ. સ. ૧૩૨૮) પણ સંબંધકર્તા વજસેન હોવાનો સંભવ ઓછો છે. ચોથા વજસેન, બૃહદ્ગચ્છીય વાદિ દેવસૂરિના શિષ્ય મહેશ્વરને પાક્ષિકસપ્તતિ પરની એમની સુખપ્રબોધિની વૃત્તિની રચનામાં સહાયકરૂપે નોંધાયા છે, અને એમનો સમય ઈસ્વીસની ૧૨મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ઘટી શકે, છેલ્લે પાંચમા વજસેન તપાગચ્છની વડી પોસાળના પ્રવર્તક વિજયચંદ્રસૂરિના શિષ્ય રૂપે, અને પ્રસિદ્ધ આગમિક વૃત્તિકાર ક્ષેમકીર્તિના સાધર્મા રૂપે દેખા દે છે; એમનો સમય પ્રાયઃ ઈ. સ. ૧૨૫૦-૧૨૮૦ના ગાળામાં પડે. કૃતિમાં રજૂ થયેલ પ્રૌઢીના અધ્યયન બાદ, તેમ જ કેટલાક સાંયોગિક પુરાવાઓના આધારે તેઓ ઉપરકથિત ચોથા યા તો પાંચમા વજસેન હોઈ શકે તેમ પ્રથમ દૃષ્ટિએ લાગે છે; ૧૨મા શતકના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા રાજગચ્છીય ધર્મસૂરિ, ખરતરગચ્છીય જિનપતિસૂરિ, અને બૃહદ્ગચ્છીય સોમપ્રભાચાર્યની સમકક્ષ શૈલીનું અહીં અનુસરણ છે. “કપૂરપ્રકર' જેવા ઉપાડની પાછળ સોમપ્રભસૂરિની રચનાના “સિંદૂરપ્રકર' શબ્દો અને પ્રણાલી આદર્શરૂપે રહ્યાં હોય તો ના નહિ. વસ્તુતયા કૃતિમાં જ તેનો કાળ, તેની પૂર્વ સીમા નિર્ધારિત કરનારાં પ્રમાણો મોજૂદ છે. પદ્યોમાં ઉદાહરણરૂપે જે વ્યક્તિઓનાં નામ ઉલિખિત છે તેમાંના ઘણાખરાં તો પુરાણા જૈન ઇતિહાસ તેમ જ જૈન કથાનકોનાં પાત્રોનાં જ છે; પણ ત્યાં બે ઐતિહાસિક નામો ધરાવતાં સ્થાન એવાં છે કે સાંપ્રત વિષયમાં નિર્ણાયક બને છે. તેમાં એક તો છે યાકિનીસૂનુ હરિભદ્રસૂરિનો, તેમને પ્રવ્રાજિત કરવામાં નિમિત્તભૂત બનનાર શ્રમણી યાકિની મહત્તરાનો, યથા : किं पूज्या श्रमणी न सा श्रुतरसा दुर्बोधहन्मोहहत्, मात्रासक्तकुबेरदत्तदयिता साध्वीव जातावधिः ॥ धन्या एव चिरंतना व्रतधना अप्याधुनिक्यः शुभा, याकिन्या हरिभद्रवादिमुकुटः सोऽबोधि वाङ्मात्रतः ॥६९।। આના આધારે આપણા કર્તા નિશ્ચયતયા ઈસ્વીસની આઠમી સદી બાદના ઠરે છે; અને બીજો Page #208 -------------------------------------------------------------------------- ________________ કપૂરપ્રકર'નો રચનાકાળ ૧૭૯ એથીયે વિશેષ મહત્ત્વનો તે “ચૌલુક્ય” એટલે કે કુમારપાળનો, જેને વિશે ત્યાં આગળ કહ્યું છે કે ક્ષત્રિય હોવા છતાં એણે માંસભક્ષણાદિનો પરિત્યાગ કરી દીધેલો. યથા : नि:स्वत्त्वं निर्दयत्वं विविधविनटनाः शौचनाशात्महानी, अस्वास्थ्यं वैरवृद्धिर्व्यसनफलमिहामुत्र दुर्गत्यवाप्तिः ॥ चौलुक्यक्ष्मापवत्तव्यसनविरमणे किं न दक्षा यतध्वं, जानन्तो माऽन्धकूपे पतत चलत मा दृग्विषाहे: पथा हे ? ॥१०४॥ આથી એટલું તો નિશ્ચિત છે કે કર્તા કાં તો કુમારપાળના સમયમાં, કે તે પછી બહુ દૂર નહિ તેવા સમયમાં થઈ ગયેલા. આ કારણસર પીછાનમાં ઉપરના બેમાંથી એક વજસેનકાં તો તપાગચ્છીય અને કાં તો બૃહગચ્છ સાથે સંકળાયેલા—મુનિને પસંદ કરવા પડશે. તપાગચ્છીય મુનિ વજન જો કે ક્ષેમકીર્તિ સરખા સુયોગ્ય વિદ્વાન અને સમર્થ વૃત્તિકારના ગુરુબંધુ છે; પણ પ્રસ્તુત વજસેનની કૃતિઓ સંબંધમાં કશું જ જાણમાં નથી, જ્યારે બૃહદ્ગચ્છીય મહેશ્વરસૂરિના વૃત્તિ-સર્જન સહાયક વજસેનના શાસ્ત્રજ્ઞાન ઉપરાંત સંસ્કૃત પરના પ્રભુત્વ સંબંધમાં જોરદાર ગવાહી આપોઆપ મળી રહે છે. આ કારણસર, તેમ જ હરિ કવિની ૧૨મા શતકની સરાસરી પ્રૌઢીને ધ્યાનમાં લેતાં, કપૂરપ્રકરના કર્તા રૂપે, હાલ અજ્ઞાત એવા કોઈ અન્ય જ વજન-શિષ્ય સંબંધમાં પ્રમાણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી તો ૧૨મી સદીવાળા વજનનો જ સમય-વિનિશ્ચયમાં ઉપયોગ કરીએ તો કોઈ આપત્તિ દેખાતી નથી. તદન્વયે કપૂરપ્રકરનો રચનાકાળ ઈ. સ. ૧૧૮૦-૧૨૩૦ના ગાળામાં મૂકી શકાય. લેખનનું મૂળ કથન તો અહીં પૂરું થાય છે; પણ સિંદૂરપ્રકર અપરનામ સોમશતક વા સૂક્તમુક્તાવલીના કર્તુત્વ વિશે કેટલીક સ્પષ્ટતા જરૂરી બની રહે છે. પ્રસ્તુત ગ્રંથની દિગંબર સંપ્રદાયમાં પણ માન્યતા હોવાનું કહેવાય છે; કદાચ એથી જ તો દિગંબર વિદ્વાન્ ગુલાબચંદ્ર ચૌધરીએ તેને શ્વેતાંબર સોમપ્રભાચાર્યની ગણાવવાને બદલે “અજ્ઞાતકર્તક” ઘટાવી છે. પણ પહેલી વાત તો એ છે કે કૃતિના અંતિમ પદ્યોમાં કર્તાએ પોતાનો પરિચય આપ્યો જ છે, જે કૃત્રિમ નથી કેમ કે જે શૈલીમાં પૂર્વનાં ૯૮ પદ્યો રચાયાં છે તે જ શૈલીમાં છેલ્લાં બે પદ્યો છે જે નીચે મુજબ છે, યથા : सोमप्रभाचार्यमभा च यन्न, पुंसां तमःपङ्कमपाकरोति ॥ तदप्यमुष्मिन्नुपदेशलेशे, निशम्यमानेऽनिशमेति नाशम् ॥१९॥ अभजदजितदेवाचार्यपट्टोदयाद्रि-धुमणिविजयसिंहाचार्यपादारविन्दे । मधुकरसमतां यस्तेन सोमप्रभेण, व्यरचि मुनिपराज्ञा सूक्तमुक्तावलीयम् ॥१००। આ છેલ્લાં બે પદ્યો કાઢી નાખીએ તો સિંદૂરપ્રકરનું “શતક” રૂપ નષ્ટ થઈ જાય; એ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કારણસર પણ એ પદ્યોની ઉપસ્થિતિ અનિવાર્ય બને છે; અને અંતિમ પઘોમાં કર્તા પોતાનાં નામાદિ પ્રકટ કરે તે પણ કાવ્યપરિપાટીમાન્ય વસ્તુ છે. તદતિરિક્ત કપૂરપ્રકરની જૂનામાં જૂની પ્રતો પણ ઠીક સંખ્યામાં શ્વેતાંબર જૈન ભંડારોમાં જ મળે છે. વિશેષમાં તેના પર રચાયેલ ત્રણ ટીકાઓ–ખરતરગચ્છીય ચારિત્રવર્ધનની સં. ૧૫૦૫ - ઈ. સ. ૧૪૪૯ની, બાદ એ જ ગચ્છના જિનસાગરસૂરિના શિષ્ય ધર્મચંદ્રગણિની (ઈસ્વીસન્ના ૧૫મા સૈકાનું આખરી ચરણ), અને ૧૭મા શતકના આરંભે નાગોરી-તપાગચ્છીય ચંદ્રકીર્તિ-શિષ્ય હર્ષકીર્તિ ગણિની શ્વેતાંબર કર્તાઓની જ છે. સોમપ્રભાચાર્યના સ્વકીય જિનધર્મપ્રતિબોધ(પ્રાકૃત)માં તેનાં કેટલાંક પદ્યો ઉદ્ધત પણ કર્યા છે; બન્ને વચ્ચે વિષય-વસ્તુ તેમ જ સારવારમાં સમાનતા પણ છે. આમ તો કૃતિમાં પ્રસ્તુત થયેલ કેટલાયે ભાવો જૈનોના બન્ને સંપ્રદાયોને માન્ય છે; પણ કૃતિમાં જિનપૂજા પર અને તેના ફળ પર અપાયેલું વિશેષ જોર, આગમને અપાયેલ મહત્ત્વ ઇત્યાદિ લક્ષમાં લેતાં રચયિતા ન તો દિગંબર સંપ્રદાયના છે કે ન તો કૃતિ “અજ્ઞાતકર્તૃક”. સોમપ્રભાચાર્યની એક અન્ય પ્રાપ્ત કૃતિ સુમતિનાથચરિત્ર છે; પણ સંસ્કૃતમાં પણ તેમની બે અન્ય કૃતિઓ જાણીતી છે; એક તો છે શૃંગાર-વૈરાગ્યતરંગિણી તેમ જ બીજી છે શતાર્થી. પ્રથમમાં પ્રત્યેક પદ્ય ચર્થક-શૃંગાર તેમ જ વૈરાગ્યનો ભાવ પ્રકટ કરનારા હોઈ એક પ્રકારે દ્વિસંધાન-કાવ્ય કહી શકાય. સંપાદક મુનિવર પ્રદ્યુમ્નવિજય (વર્તમાન આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ) પ્રાક્કથનમાં સિંદૂરપ્રકરનો રચના સંવત્ ૧૨૩૩ (ઈ. સ. ૧૧૭૭) જણાવે છે, જે સંભાવ્ય તથ્ય મૂળ કૃતિમાં કે અન્યત્ર નોંધાયાનું જાણમાં નથી. ટિપ્પણો : ૧. પ્રકટકર્તા હરિશંકર કાલિદાસ, અમદાવાદ ૧૯૦૧, ૨. આ મહત્ત્વપૂર્ણ કૃતિનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે. ૩. મો. . દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧-૩૨, પૃ. ૪૭૫, પાદટીપ ૪૫૫. 8. Cf. C. D. Dalal, A Descriptive Catalogue of Manuscripts in the Jain Bhandars at Pattan, Vol. I, Baroda 1937, p. 243, પં. લાલચંદ્ર ગાંધી બાદશાહ અલાઉદ્દીન ખિલજી) દ્વારા સન્માનિત જે આચાર્ય વજસેનની વાત કરે છે તે આ હશે? સમય તો એ જ છે. (જુઓ ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ ૩૩૫, વડોદરા, ૧૯૬૩, પૃ. ૨૩૫, કક્કસૂરિકૃત નાભિનંદનજિનો દ્વારપ્રબંધમાં ઈ. સ. ૧૩૧૫માં સમરાસાહની સંગાથે ભંગ પશ્ચાત્ શત્રુંજય તીર્થના ઉદ્ધાર માટે ચાલેલા સંઘમાં અનેક આચાર્યો સાથે હેમસૂરિ-સંતાનીય વજસેન સૂરિની પણ નોંધ મળે છે, તે વળી બીજા જ વજસેન હોઈ શકે. Page #210 -------------------------------------------------------------------------- ________________ કપૂરપ્રકર'નો રચનાકાળ ૧૧ ૫. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૩૬ કે. ૪૮૪. ૬. એજન, પૃ. ૪૧૫, કં. ૫૯૮. ૭. જુઓ જૈન સાહિત્ય | ગૃહત્ કૃતિહાસ, પા૬, વારાણસી, ૬૭૬, પૃ. ૧૬૦. ८. श्रतज्ञान प्रसारक सभा. अहमदाबाद. १९८४. ‘સિંદૂરપ્રકર' કાવ્યનું ઉપોદ્દાત પદ્ય આ પ્રમાણે છે : सिन्दूरप्रकरस्तपः करिशिरः कोडे कषायाटवी, दावाचिनिचयः प्रबोधदिवसप्रारंभसूर्योदयः । मुक्तिस्त्रीकुचकुम्भकुङकुमरस: श्रेयस्तरोः पल्लवप्रोल्लास: कमयोर्नखद्युतिभरः पार्श्वप्रभोः पातु वः ॥१॥ એક હિંગુલમકર નામક કાવ્યકૃતિનો ઉલ્લેખ પણ જોવા મળ્યો છે. એ અભિધાન પણ સિંદૂરપ્રકરને આભારી હોઈ શકે છે. (આવી નોંધ (સ્વ) હીરાલાલ રસિકદાસ કાપડિયાએ ક્યાંક આપ્યાનું સ્મરણ છે.) Page #211 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદમંજરી'કર્ઝ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? પૂર્ણતલ્લગચ્છના ખ્યાતનામ આચાર્ય હેમચંદ્રની એક બહુ પ્રસિદ્ધ દાર્શનિક દ્વાત્રિશિકા અન્ય યોગવ્યવચ્છેદ (ઈસ્વી. ૧૨મી શતાબ્દી તૃતીય ચરણ) પર સ્યાદ્વાદમંજરી' નામક વિશદ એવું વિસ્તૃત વ્યાખ્યાના કર્તા હતા મલ્લિષેણ સૂરિર. મલ્લવાદીના દ્વાદશારાયચક્ર (પ્રાયઃ ઈસ્વી ૫૫૦-૫૭૫) પરની સિંહજૂર ક્ષમાશ્રમણની વૃત્તિ (પ્રાયઃ ઈસ્વી ૬૭૫), ચંદ્રગચ્છીય (રાજગચ્છીય) અભયદેવસૂરિની સિદ્ધસેન દિવાકરના સન્મતિપ્રકરણ (પ્રાયઃ ઈસ્વી પાંચમી શતી પૂર્વાર્ધ) પરની તત્ત્વબોધબોધાયની અપરના વાદમહાર્ણવ નામક બૃહદ્દીકા (આઈ. સ. ૯૭પ-૧૦00), અને બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિની પ્રમાણનયતત્તાલોકાલંકાર પરની સ્વોપજ્ઞ ટીકા, નામે સ્યાદ્વાદરત્નાકર (ઈસ્વી ૧૨મી શતાબ્દી દ્વિતીય ચરણ), પછી શ્વેતાંબર પક્ષે જો કોઈ મહત્ત્વપૂર્ણ દાર્શનિક ટીકા હોય તો તે સ્યાદ્વાદમંજરી છે. પ્રસ્તુત વૃત્તિની પ્રાંતપ્રશસ્તિમાં કર્તાએ પોતાનો પરિચય નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિના શિષ્યરૂપે આપ્યો છે, અને રચનાવર્ષ શકાબ્દ ૧૨૧૪ (ઈસ્વી. ૧૨૯૨) બતાવ્યું છે : યથા : नागेन्द्रगच्छगोविंदवक्षेऽलंकार कौस्तुभाः । ते विश्ववन्द्या नन्द्यासुरुदयप्रभसूरयः ॥६॥ श्रीमल्लिषेणसूरिभिरकारि तत्पदगगनदिनमणिभिः । कृत्तिरियं मनुरविमितशकाब्दे दीप महसिसनौ ॥७॥ સાંપ્રતકાલીન જૈન વિદ્વવર્યોએ વૃત્તિકાર મલ્લિષણના ગુરુ ઉદયપ્રભસૂરિને મંત્રીશ્વર વસ્તુપાલના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના શિષ્યરૂપે ઘટાવ્યા છે. જેમ કે (સ્વ) મોહનલાલ દલીચંદ દેશાઈ (મુંબઈ ૧૯૩૧-૩૨) લખે છે : “સં. ૧૩૪૯(શક ૧૨૧૪)માં નાગેન્દ્રગચ્છના વિજયસેન શિષ્ય અને ધર્માલ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણ સૂરિએ રચી."" આનંદશંકર બાપુભાઈ ધ્રુવ પણ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિને મલ્લિષણના ગુરુ માને છે. પંલાલચંદ્ર ગાંધીનું પણ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ વિશે આવું જ કથન છે યથા : “આ ઉદયપ્રભસૂરિ, સિદ્ધરાજના સ્વર્ગવાસ પછી પોણોસો વર્ષ ઉપર વિદ્યમાન હતા. અને વિ. સં. ૧૩૪૯માં સ્યાદ્વાદમંજરી રચનાર મલ્લિષેણસૂરિના ગુરુ હતા.” ત્રિપુટી મહારાજ પણ મલ્લિષણને વિજયસેનસૂરિના પટ્ટધર ઉદયપ્રભસૂરિના અનુગામી રૂપે પ્રસ્તુત કરે છે. અને સ્યાદ્વાદમંજરીનું હિંદી સાનુવાદ સંપાદન કરનાર દિગંબર મનીષી જગદીશચંદ્ર પણ એમ જ માને છે. તદુપરાંત પ્રા. હીરાલાલ રસિકદાસ કાપડિયાનું પણ એવું Page #212 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદમંજરીક મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? ૧૮૩ જ કહેવું છે: “આ વિદ્વત્તાપૂર્ણ ટીકા “નાગેન્દ્ર ગચ્છના મલિષેણે શક સંવત ૧૨૧૪માં અર્થાત વિસં. ૧૩૪૯માં રચી છે. એઓ ધર્માલ્યુદયકાવ્યના કર્તા ઉદયપ્રભસૂરિના શિષ્ય થાય છે”10 જો કે એમણે ફોડ નથી પાડ્યો તો પણ પંત અંબાલાલ પ્રેમચંદ શાહને પણ એ જ વાત અભિમત હશે તેમ માની શકાય: યથા: નાગેન્દ્રગચ્છીય આ ઉદયપ્રભસૂરિના શિષ્ય મલ્લિષેણસૂરિએ હેમચંદ્રાચાર્ય રચિત અન્યયોગવ્યવચ્છેદ-દ્વાત્રિશિકા નામક ધાત્રિશિકા ઉપર સ્યાદ્વાદમંજરી નામક ન્યાયવિષયનો ટીકાત્મક ગ્રંથ રચ્યો છે. (ઈ. સ. ૧૪મી સદીના પૂર્વાર્ધ). આ ટીકાની રચનામાં ખરતરગચ્છીય આ જિનપ્રભસૂરિએ મદદ કરી હતી".” આમ સ્યાદ્વાદમંજરીનો ઉલ્લેખ કરનાર, કે તે પર કલમ ચલાવનાર બધા જ ગણ્યમાન વિદ્વાનો નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિશિષ્ય મલ્લિ ણસૂરિને નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના વિનેયરૂપે ઘટાવવામાં એકમત છે : પણ સામાન્ય સમજ એવું લભ્યમાન ઐતિહાસિક સાક્યોના પરિપ્રેક્ષ્યમાં મને તો ઉપલો નિર્ણય સર્વસમંત હોવા છતાં ભ્રાંત લાગે છે. કારણ એ છે કે ઈસ્વીસના ૧૩મા શતકમાં નાગેન્દ્રગચ્છ અંતર્ગત સંભવતઃ ભિન્ન એવા બે ઉદયપ્રભ નામધારી સૂરિવરો એક પેઢીને અંતરે અવાંતર સંઘટકોમાં થઈ ગયા હોય તેવા નિર્દેશ મળી આવે છે. તદનુસાર સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણના ગુરુ તે વિજયસેનસૂરિશિષ્ય નહીં પણ અન્ય ઉદયપ્રભ હોય તેવો વિશેષ સંભવ છે, જે સંબંધમાં અહીં થોડા વિસ્તારથી બંને સૂરિવરોની સમયસ્થિતિના અનુલક્ષમાં ચર્ચા કરવા વિચાર્યું છે. પ્રથમ તો વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ સંબંધમાં પ્રારંભિક નોંધરૂપે થોડુંક જોઈ વળીએ. એમના ધર્માલ્યુદયકાવ્ય (અપરનામ સંઘપતિચરિત્રમહાકાવ્ય) (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૦-૩૨) અતિરિક્ત કેટલીક અન્ય રચનાઓ પણ છે; જેમ કે શત્રુંજયગિરિ પર સચિવેશ્વર વસ્તુપાલે ઈન્દ્રમંડપની પ્રશસ્તિ રૂપે લગાવેલ સુકૃતકીર્તિકલ્લોલિની (પ્રાયઃ ઈસ્વી. ૧૨૩૨), સંસ્કૃતમાં નેમિનાથ ચરિત્ર, પ્રાચીનકર્મગ્રંથ કર્મસ્તવ પર તેમ જ ખરતરગચ્છીય જિનવલ્લભસૂરિરચિત કર્મગ્રંથષડશીતિ (પ્રાયઃ ઈ. સ. ૧૧૦૦) પર ટિપ્પણ; ધર્મવિધિટીકા, જ્યોતિષનો ગ્રંથ આરંભસિદ્ધિ, અને ધર્મદાસગણિ કૃત ઉપદેશમાલા (ઈસ્વી છઠ્ઠી શતાબ્દી મધ્યભાગ) પર કર્ણિકા નામક વૃત્તિ (સં. ૧૨૯૯ | ઈ. સ. ૧૨૪૩) એમના ગુરુ વિજયસેનસૂરિની સુપ્રસિદ્ધ રચના રેવંતગિરિરાસની રચના ઈ. સ. ૧૨૩૨ પછી તરતની છે, અને વિજયસેનસૂરિએ પ્રતિષ્ઠા કરાવેલ જિન-પ્રતિમાઓ ઈત્યાદિની મિતિઓ ઈ. સ. ૧૨૦૯થી લઈ ૧૨૪૮-૪૯ પર્વતની મળે છે; બીજી બાજુ પ્રસ્તુત ઉદયપ્રભસૂરિશિષ્ય જિનભદ્રની નાનાકથાનકમબંધાવલિનો રચનાકાળ એક ૧૫મી શતાબ્દીના પ્રબંધમાં જળવાયેલી ગાથાને આધારે સં૧૨૯૦ ઈ. સ. ૧૨૩૪ છે. મંત્રીશ્વર વસ્તુપાળનું સ્વર્ગગમન ઈ. સ. ૧૨૪૦ના પ્રારંભમાં થયું છે, અને એમના બંધુ તેજપાળ મંત્રીનો દેહાંત મોડામાં મોડો ઈ. સ. ૧૨૧ર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ૩ના અરસામાં થયો છે. ઉપર્યુક્ત ધર્માલ્યુદયકાવ્ય પ્રસ્તુત ઉદયપ્રભસૂરિની એક પ્રૌઢ સંસ્કૃત કૃતિ છે તે જોતાં તેમણે તે રચ્યું હશે ત્યારે તેઓ નાના બાળ હશે તેમ માની શકાય નહીં, ખાસ કરીને તેમના શિષ્ય જિનભદ્રની ઉપરકથિત રચનાનું વર્ષ ઈ. સ. ૧૨૩૪ સરખું છે ત્યારે". સંયત જીવનને કારણે તેઓ વધુ જીવ્યા હોય તોયે ઈ. સ. ૧૨૬૫-૭૦ પછી તેઓ હયાત હોય તેવી અટકળ થઈ શકતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ઉદયપ્રભસૂરિના એક શિષ્ય જિનભદ્ર ઈ. સ. ૧૨૩૪માં, જ્યારે તેમના માની લેવામાં આવેલ) બીજા શિષ્ય મલ્લિણ છેક ઈ. સ. ૧૨૯૨માં પોતાની કૃતિ રચે છે ! આમ બન્ને જો સતર્યો હોય તો તેમની રચનાઓમાં ૫૮ વર્ષ જેટલું મોટું અંતર પડી જાય છે ! અને મલ્લિષેણ જો પ્રસ્તુત ઉદયપ્રભસૂરિના શિષ્ય હોય તો પોતાના સુવિખ્યાત પ્રગુરુ વિજયસેનસૂરિનો પુષ્યિકામાં કેમ ઉલ્લેખ કરતા નથી? એ જ રીતે પ્રશિસ્ત લેખના શિરસ્તા અનુસાર પોતાના ગુરુની ગ્રંથસંપદામાંથી એકાદ પણ જાણીતી કૃતિનો નિર્દેશ કેમ દેતા નથી ? આથી સાંપ્રતકાલીન વિદ્વાનો પાસે મલ્લિષણગુરુ ઉદયપ્રભ વિજયસેનસૂરિના શિષ્ય છે એવું કહેવા માટે તો સમાન ગચ્છાભિધાન અને નામસામ્યથી નિષ્પન્ન થતું અનુમાન માત્ર છે તેમ કહેવું જોઈએ; કોઈ જ સીધું, અભ્રાંત પ્રમાણ નથી. વિજયસેનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિની વિદ્ધવર્ગમાં વિશેષ ખ્યાતિને કારણે પણ બધા જ તો તત્સંબદ્ધ ગષણા ચલાવ્યા સિવાય ગતાનુગત એક જ રાહે ચાલ્યા છે. બીજી બાજુ મલ્લિષેણ સ્યાદ્વાદમંજરીના શોધનમાં પોતાને (ખરતરગચ્છીય) જિનપ્રભસૂરિની સહાય હતી તેમ સ્વીકારે છે". જિનપ્રભસૂરિની મિતિયુક્ત ઉપલબ્ધ રચનાઓમાં એમના સુપ્રસિદ્ધ કલ્પપ્રદીપની રચના સં. ૧૩૮૯ | ઈસ. ૧૩૩૩ છે અને કદાચ એમની આરંભની રચનાઓમાં હશે તે કાતત્ર વિશ્વમટીકા સં. ૧૩૫ર | ઈ. સ. ૧૨૯૬માં રચાયેલી છે. આ મિતિઓ જોતાં તો ઈ. સ. ૧૨૯૨માં સંશોધક જિનપ્રભસૂરિ પાકટ વયના ન હોઈ શકે, અને મલ્લિષેણસૂરિ પણ વિદ્વાન્ હોવા છતાં હજુ એકદમ યુવાવસ્થામાં હોવાનું ન કલ્પીએ તોયે આધેડ વયના જ હોવા જોઈએ. આ બધી વાત લક્ષમાં લેતાં તેઓ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિના શિષ્ય હોવાની વાત પ્રથમ દૃષ્ટિએ જ સંદેહાસ્પદ બની જાય છે. હકીકત તો એવી છે કે નાગેન્દ્રગચ્છની જ એક મધ્યકાલીન પણ અવાંતર શાખામાં પણ એ કાળે એક ઉદયપ્રભસૂરિ થઈ ગયા છે. સં. ૧૨૯૯ | ઈસ. ૧૨૪૩માં વાસુપૂજ્યચરિત રચનાર અને સં. ૧૩૦૫ / ઈ. સ. ૧૨૪૯માં સૌરાષ્ટ્રના તીરે ઉના પાસે આવેલ અજાહરા પાર્શ્વનાથના મંદિરમાં જિન શીતલનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર૭, ભીમદેવ દ્વિતીયના ગલ્લકવંશીય મંત્રી આલાદનના ગુરુ વર્ધમાનસૂરિ, નાગેન્દ્રગચ્છમાં પણ જુદા જ સંઘાડામાં થઈ ગયા છે : તેઓ પોતાની ગુર્નાવલીના અંતભાગમાં પોતાના ત્રણ શિષ્યો હોવાનું અને તેમાંના એકનું નામ “ઉદયપ્રભસૂરિ' આપે છે : યથા : Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સ્યાદ્વાદમંજરી' કá મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? सूरेविजयसिंहस्य शिष्यो गुर्वाज्ञया ततः । सूरिः श्री वर्धमानोऽस्मिन् गच्छे यामिकतां ययौ (द्रधौ) ॥७॥ उदयाद्रिरिवं श्रीमान् सेनन्द्यादुदयप्रभुः । त्रयोदयी वचो भानुर्भव्याम्भोजानि भासयेत् ॥८॥ જો કે અહીં તેમણે પોતાના બાકી રહેતા બે શિષ્યનાં નામ ત્યાં આપ્યાં નથી, પણ લઘુપ્રબંધસંગ્રહ (પ્રાયઃ ઈસ્વી ૧૫મી સદી) અંતર્ગત પ્રસ્તુત સૂરિએ પોતે વામનસ્થલીવંથળી–માં બિરાજતા હતા તે વખતે પ્રભાસમાં દેવમહાનંદ નામક ગૌલિક વાદી સાથે વાદ કરવા બે શિષ્યોને મોકલેલા તેવી નોંધ છે”. આ બે શિષ્યો તે કદાચ ઉપર્યુક્ત નોંધમાં જેનાં નામ જણાવ્યાં નથી તે શિષ્યો હોઈ શકે. પ્રસ્તુત બીજા ઉદયપ્રભસૂરિ આમ ધર્માલ્યુદયકાર ઉદયપ્રભસૂરિથી એક પેઢી પાછળ, અને તેમના લઘુવયસ્ક સમકાલીન મુનિવર હતા. વર્ધમાનસૂરિના સ્વર્ગગમન પછી તેઓ આચાર્ય બન્યા હશે. આ સંદર્ભમાં ગિરનારના સં. ૧૩૩૦ / ઈસ. ૧૨૭૪ના લેખમાં જે આચાર્ય ઉદયપ્રભસૂરિનું નામ મળે છે તે આ ઉદયપ્રભસૂરિ હોવાનો સંભવ છે. જો કે ત્યાં એમના ગચ્છનું કે ગુરુનું નામ આપ્યું નથી પણ તે કાળે અન્ય કોઈ ઉદયપ્રભસૂરિ નામક આચાર્યની કયાંયથીયે ભાળ મળતી નથી. અને નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિની એમની શાખાના મુનિવરોના સોરઠી શહેરો—ઉના, અજાહરા, પ્રભાસ, વંથળી–બાજુના વિહારને લક્ષમાં લેતાં, તેમ જ સમયસ્થિતિને ધ્યાનમાં લેતાં ગિરનારના ઉદયપ્રભસૂરિ તે વર્ધમાનસૂરિ શિષ્ય ઉદયપ્રભસૂરિ હોવાનું સંભવી શકે છે. ગિરનારનો લેખ નીચે મુજબ છે: सं० १३३० वैशाख शु० १५ श्रीमदर्जुनदेवराज्ये सुराष्ट्रायां तन्नियुक्त ठ श्रीपाल्हे श्रीमदुदयप्रभसूरिभृत्याचार्यैर्महं. धांधाप्रमुखपंचकुलेन समस्तश्रीसंघे नाथ मेवाडाज्ञातीय सू. गोगसूत सू. हरिपालस्य श्री उज्जयंतमहातीर्थं श्रीनेमिनाथप्रासादादि धर्मस्थानेषु सूत्रधारत्वं सप्रसादं प्रदत्तं ॥ इद. सूत्रधारत्वं सू. हरिपालेन पुत्रपौत्रपरंपरया आचंद्राक्र्कं यावद्भोक्तव्यं ।। अन्यसूत्रधारस्य कस्यापि संबंधोनहि शुभं भवतु सूत्रधारेभ्यः ।। भ्रातृ नरसिंहसूत्र. गोगसुत सू. हरिपालः तद्भार्या सू. रुपिणिः ॥ सू. पदमल: આ સંબંધમાં વડોદરાની મનમોહન પાર્શ્વનાથ જિનાલયની એક ધાતુ મૂર્તિ પણ ઉલ્લેખનીય બની જાય છે. પ્રસ્તુત પ્રતિમાની પ્રતિષ્ઠા સં. ૧૩૩૮ | ઈ. સ. ૧૨૮૨માં નાગેન્દ્રગચ્છીય ઉદયપ્રભસૂરિ-શિષ્ય મહેન્દ્રસૂરિએ કરાવેલી તેવો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. મિતિના મુદ્દાને ધ્યાનમાં રાખતાં તેમ જ પ્રતિમા ભરાવનાર શ્રાવક ગલ્લક જ્ઞાતિના છે તે જોતાં આ લેખના ઉદયપ્રભસૂરિ તે નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિશિષ્ય નહીં પણ વર્ધમાનસૂરિશિષ્ય નિ, ઐ, ભા. ૧-૨૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઉદયપ્રભસૂરિ હોવાનો જ સંભવ છે, અને ગિરનારના લેખમાં ઉલિખિત ઉદયપ્રભસૂરિ પછીના આ આઠ વર્ષના ગાળા પશ્ચાનો લેખ હોઈ આ બંને અભિલેખના ઉદયપ્રભસૂરિ એક જ મુનિવર હોવાનો પૂરો સંભવ છે. મલ્લિષેણ સૂરિએ પણ એક પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવેલી. આ પ્રતિમાનું પબાસણ જૂનાગઢના ઉપરકોટમાંથી મળી આવેલું. યથા : (१) संवत १३४३ माघ वदि २ शनौ सूविक चांडसीहसुत चांडाकेन स्वश्रेयसे (२) श्रीपार्श्वनाथ बिंब कारितं प्रतिष्ठितं श्रीमल्लिशेणसूरिभिः । આ તથ્યોના પ્રકાશમાં જોઈએ તો સ્યાદ્વાદમંજરી-ક નાગેન્દ્રગથ્વીય મલ્લિષેણસૂરિના ગુરુ વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ નહીં પણ ગલ્લક કુલગુરુ વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિ હોવા પ્રતિ જ સંકેત થાય છે. વર્ધમાનસૂરિએ સ્વશિષ્ય ઉદયપ્રભસૂરિ માટે જે કંઈ કહ્યું છે, અને સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષેણસૂરિએ સ્વગુર મલ્લિષણ માટે જે લખ્યું છે તે વચ્ચે થોડુંક શબ્દગત-ભાવગત સામ્ય છે. નાગેન્દ્ર ગચ્છની ચર્ચાગત બંને શાખાઓની ગુવવલી આ સાથે પ્રસ્તુત કરવાથી સ્થિતિ સ્પષ્ટ થશે. વિજયસેનસૂરિની શાખાવાળા ઉદયપ્રભસૂરિનું વંશવૃક્ષ તો એમની પોતાની જાણીતી કૃતિઓમાં તેમ જ વસ્તુપાળ-તેજપાળના સુપ્રસિદ્ધ પ્રશસ્તિ લેખોમાં અંકિત હોઈ, તેના સંદર્ભો અહીં આપીશ નહીં. બીજી સાંપ્રતકાલીન શાખા વિશે વર્ધમાનસૂરિના વાસુપૂજ્યચરિત ઉપરાંત વર્ધમાનસૂરિના ગુરુ વિજયસિંહસૂરિના સતીથ્ય દેવેન્દ્રસૂરિના સં. ૧૨૬૪ | ઈ. સ. ૧૨૦૮માં સોમેશ્વર-પત્તન(પ્રભાસ)માં લખાયેલા ચંદ્રપ્રભચરિતની પ્રાંત પ્રશસ્તિમાંથી મળે છે. દેવેન્દ્રસૂરિ ગુર્નાવલી રામસૂરિથી શરૂ કરે છે, જયારે વર્ધમાનસૂરિ પ્રસ્તુત રામસૂરિના પ્રગુરુ પરમાર વંશીય વીરસૂરિથી પ્રારંભે છે. નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી મહેન્દ્રસૂરિ શાંતિસૂરિ (વાઘ શિશુ) આનંદસૂરિ પ્રભાનંદસૂરિ (સ્વ. ઈ. સ. ૧૧૮૭) અમરચંદ્રસૂરિ (સિંહશિશુ) કલિકાલગૌતમહરિભદ્રસૂરિ (ઉપલબ્ધ મિતિ, ઈ. સ. ૧૧૯૪) Page #216 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદમંજરી'કર્ણ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? ૧૮૭ વિજયસેનસૂરિ (ઉપલબ્ધ મિતિઓ : ઈ. સ. ૧૨૦૯, ૧૨૪૮-૪૯) ઉદયપ્રભસૂરિ(ઉપલબ્ધ મિતિઓ : . આઠ ઈ. સ. ૧૨૩૦, ૧૨૪૩) જિનભદ્રસૂરિ (ઈસ્વી, ૧૨૩૪) (૨) નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિશિષ્ય ઉદયપ્રભસૂરિની ગુર્નાવલી (પરમારવંશીય) વીરસૂરિ પ્રથમ વર્ધમાનસૂરિ રામસૂરિ ચંદ્રસૂરિ દેવસૂરિ અભયદેવસૂરિ ધનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (ઈસ્વી. ૧૨૦૮) વિજયસિંહસૂરિ દ્વિતીય વર્ધમાનસૂરિ (ઈસ્વી. ૧૨૪૩, ૧૨૪૯) ઉદયપ્રભસૂરિ (ઈસ્વી. ૧૨૭૪) મલ્લિષેણસૂરિ (ઈ. સ. ૧૨૮૨) (ઈ. સ. ૧૨૯૨) આ બન્ને વંશવૃક્ષો અને તેમાં સન્નિહિત મિતિઓની તુલનાથી વ્યાવહારિક દૃષ્ટિએ તો મલ્લિષેણસૂરિ મહેન્દ્રસૂરિવાળી નહિ પણ વીરસૂરિ રામસૂરિવાળી બીજી શાખામાં થઈ ગયા હોવાનો જ સ્પષ્ટ આભાસ થાય છે. તેઓ પ્રથમ શાખામાં થઈ ગયા હોવાનું કોઈ જ પ્રમાણ હાલ તો ઉપસ્થિત થઈ શકતું નથી. એથી મલ્લિષણને મેં આ દ્વિતીય વંશમાં થયા માની પ્રસ્તુત વૃક્ષમાં તેમનું સ્થાન બતાવ્યું છે. જ્યાં સુધી સ્યાદ્વાદમંજરીકાર મલ્લિષણ વિજયસેનસૂરિની Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પરંપરામાં થઈ ગયાનું સુસ્પષ્ટ અને અબાધ્ય પ્રમાણ ન મળે ત્યાં સુધી તો એમને વીરસૂરિવર્ધમાનસૂરિવાળી શાખામાં થઈ ગયા હોવાનું માનવું વિશેષ પ્રમાણભૂત, સયુક્ત, અને એથી વિશેષ વિશ્વસ્ત જણાય છે. ટિપ્પણો : ૧. સ્યાદ્વાદમંજરીના ચાર પાંચ પૃથફ પ્રથ; સંપાદકોનાં સંસ્કરણો પ્રકટ થયા છે. સાંપ્રત લેખમાં જેનો જેનો ઉપયોગ કર્યો છે, તેની યથાસ્થાને નોંધ લેવાશે. ૨. “મલ્લિષણ' નામક બે'એક આચાર્યો દિગંબર સંપ્રદાયના દ્રાવિડ સંઘમાં મધ્યયુગમાં થઈ ગયા છે. ' ૩. વચ્ચે વચ્ચેના ગાળામાં સિદ્ધર્ષિની ન્યાયાવતાર પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાયઃ ૧૦મી સદીનો પ્રારંભ), જિનેશ્વરસૂરિની પ્રસ્તુત ન્યાયાવતારની પ્રથમ કારિકા પરની સટીક શ્લોકવાર્તિક અપરનામ પ્રમાલક્ષ્મ યા પ્રમાણલક્ષણ નામક રચના (આત ઈ. સ. ૧૦૩૫), સંભવતયા પૂર્ણતલગચ્છીય શાંતિસૂરિની ન્યાયાવતાર પર સ્વરચિત વાર્તિકો પરની સ્વોપજ્ઞ ટીકા (પ્રાય : ઈસ્વી. ૧૧૦૦-૧૧૧૦). તથા પૂર્ણતલગચ્છના મહેન્દ્રસૂરિના શિષ્ય ચંદ્રસેનસૂરિની સટીક રચના ઉત્પાદસિદ્ધિ (ઈ. સ. ૧૧૫૧) ઇત્યાદિને પણ ગણાવી શકાય. પણ તે સૌ ઉપર્યુક્ત રચનાઓને મુકાબલે ઓછી જાણીતી છે. ૪. જુઓ જગદીશચંદ્ર જૈન, શાસ્ત્રાવનારી, ચતુર્થ આવૃત્તિ, અગાસ, ૧૯૭૯, પૃ. ૨૭૦. ૫. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૧૬, કંડિકા ૬૦૧. 8. S'yädvādamañjarī of Mallisena, Bombay Sanskrit and Prakrit Series, No. LXXXIII, Bombay, 1933, "Introduction," p. XIII, infra. ૭. “સિદ્ધરાજ અને જૈનો.” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા,પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૩. ૮. જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો , શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા, ગ્રંથ ૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૭. ૯. જૈન, પૃ. ૧૦. ૧૦. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય : ઉપખંડ ૧ : લલિત સાહિત્ય; શ્રીમુક્તિ કમલ-જૈન-મોહનમાલા, વડોદરા ૧૯૬૮, પૃ. ૩૪૪, ૧૧. “ભાષા અને ઇતિહાસ,” ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ. ગ્રંથ ૪, સોલંકી કાલ, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૩૨૮, પં. અંબાલાલ શાહ ત્યાં લખે છે : “દિગંબરાચાર્ય જિનસેનના શિષ્ય મલ્લિષેણસૂરિએ રચેલા “ભૈરવ પદ્માવતી કલ્પ'માં આ મલ્લિષેણે સહાય કરી હતી.” આ અવલોકન સમૂળગું ભ્રમમૂલક છે. ભૈરવપદ્માવતી કલ્પના કર્તા દ્રાવિડસંઘમાં થયા છે અને તેમનો સમય ૧૧મી શતાબ્દીનો મધ્યભાગ છે. તેઓ નાગેન્દ્રગથ્વીય શ્વેતાંબર મલ્લેિષણથી દોઢસો સાલ પૂર્વે કર્ણાટકમાં થઈ ગયા છે. બન્નેના દેશ-કાળ આમ સ્પષ્ટ રીતે ભિન્ન છે. ૧૨. જુઓ દેશાઈ, પૃ. ૩૮૬, કંડિકા ૫૫૩. Page #218 -------------------------------------------------------------------------- ________________ ‘સ્યાદ્વાદમંજરી’કર્તૃ મલ્લિષણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ? १३. सिरिवत्थुपालनंदणमंतीसरजयतसिंह भणणत्थं । नागिंदगच्छमंडण उदयप्पहसूरिसीसेणं ॥ जिणभद्देण य विक्कमकालाउ नवइ अहियबारसए । नाणा कहाणपहाणा एस पबंधावली रईआ || (સં૰ જિનવિજય મુનિ, પુરાતન પ્રબંધ સંગ્રહૈં, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬, પૃ ૧૩૬.) ૧૮૯ ૧૪. એ જોતાં તો ઉદયપ્રભસૂરિ એ કાળે વૃદ્ધ નહીં હોય તોયે આધેડ વય વટાવી ચૂક્યા હોવાનો સંભવ છે. ૧૫. જૈન., પૃ. ૨૭૦, પ્રશસ્તિ, શ્ર્લો ૮. ૧૬. શ્રીવાસુપૂગ્યરિતમ્. અષ્ટમ ભાગ, અમદાવાદ ૧૯૪૨, પૃ. ૩૨૮. १७. संवत् १३०५ ज्येष्ठ वदि ८ शनो श्रीप्राग्वाटयन्वयेण विवरदेव मंत्रिणी महाणु श्रेयोऽर्थं सुत मंडलिकेन श्री शीतलनाथ बिबं कारितं श्रीनागेन्द्रगच्छे श्रीवीरसूरि संताने श्रीविजयसिंहसूरिशिष्यैः श्रीवर्धमानसूरिभिः प्र[ति]ष्ठितम् ॥ (જુઓ શિવનારાયણ પાંડે ‘શ્રી અજારા પાર્શ્વનાથ જૈન તીર્થથી મળી આવેલા અમુક શિલ્પો,’ સ્વાધ્યાય, પૃ ૧૭, અંક ૧, પૃ- ૪૫-૪૭. પાંડેની વાચનામાં કેટલીક ભૂલો છે તે સુધારીને ઉપરનો પાઠ આપ્યો છે.) ૧૮. વાસુપૂષ્પતિમ્. પૃ૦ રૂ૨૮. ૧૯. Jayant P. Thakar, (ed.) “તા શ્રીવર્ધમાનસૂરિ-પ્રબંધ," યુપ્રબંધસંગ્રહ:, Baroda 1970, pp. 30-31. ૨૦. એજન. ૨૧. શિષ્યોનાં નામ અપભ્રંશમાં આપ્યાં છે : ‘વાઘલઉ' અને ‘સિંઘલઉ’ આ નામો નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના પ્રગુરુ અમરચંદ્રસૂરિ તથા તેમના સાધર્મ આનંદસૂરિના ‘સિંહશિશુ’ અને ‘વ્યાઘ્રશિશુ’ સરખા સિદ્ધરાજ પ્રદત્ત બિરુદોનું સ્મરણ કરાવે છે. શું નામો મનઘડંત હશે ? બંને શિષ્યોને ઘોડેસવાર થઈ દેવપત્તન જતાં બતાવ્યા છે; તો શું આ મુનિશાખા ચૈત્યવાસી આમ્નાયમાં હશે ? ૨૨. આચાર્ય ગિરજાશંકર વલ્લભજી (સંગ્રાહક), ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ જો, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, ગ્રંથાવલિ ૧૫, ધી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ ૧૯૪૨, પૃ ૨૧૦. ૨૩. એજન. ૨૪. બુદ્ધિસાગર સૂરિ, (સં.) જૈન ધાતુપ્રતિમાલેખસંગ્રહ, ભાગ બીજો, વડોદરા ૧૯૨૪, પૃ ૧૬, લેખાંક ૯૪. યથા : सं० १३३८ ज्येष्ठ सु० १२ बुधे श्रीगल्लकज्ञा. ठ. राणाकेन निजपितुः ठ. आसपालस्य श्रेयोर्थं श्रीचतुर्विंशतिपट्टः का. श्रीनागेन्द्रगच्छे श्रीउदयप्रभसूरिशिष्य श्रीमहेन्द्रसूरिभिः प्रतिष्ठितः । ૨૫. જુઓ હરિશંકર પ્રભાશંકર શાસ્ત્રી, જૂનાગઢ મ્યુઝિયમના કેટલાક અપ્રસિદ્ધ શિલાલેખો, સ્વાધ્યાય, પુ ૧, લેખાંક ૪. ૨૬. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૩૪૦-૩૪૧, કંડિકા ૪૯૫. Page #219 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે સન્ ૧૯૫૫-૧૯૫૯ દરમિયાન જૂનાગઢના સરકારી સંગ્રહાલયના રક્ષપાલ તરીકે હું કામ કરતો હતો ત્યારે, બપોરે વિશ્રાંતિસમયે, ત્યાંનાં પ્રાણીસંગ્રહસ્થાનનો વિદ્વાન્ અને ઇતિહાસપ્રેમી ચોકીદાર ભાઈ જમો મારી પાસે અવારનવાર બેસવા આવતો, (જમાનાં ઊર્દ અને કારસી ઉચ્ચારણોની ખુમારીભરી, મીઠી, ખાનદાની અસલિયત ફરીને સાંભળવા મળી નથી.) વાતો દરમિયાન જૂમાએ ઘણી વાર એ બાબતનો ઉલ્લેખ કરેલો કે જૂનાગઢનું નામ “જૂનાખાં પરથી પડેલું છે; ને મિરાતે અહમદીમાં એવી નોંધ લેવાઈ છે, વગેરે. મિરાતે અહમદી ગ્રંથમાં એ સંદર્ભ છે કે નહીં તે તપાસી જોવા જેટલી ઉત્સુકતા ત્યારે થઈ નહોતી (ને આજે પણ નથી), પણ ભાઈ જૂમાની વાત તથ્યપૂર્ણ હોવા અંગે તે ઘડીએ મનોમન વિશ્વાસ બેઠેલો નહીં. મધ્યકાલીન જૈન લેખકોના કથિત “જીર્ણદુર્ગ” નામ પરથી જ “જૂનાગઢ' નામ જનભાષામાં પછીથી આવી ગયું હશે, અને “જીર્ણ” એટલે “જૂનું” અને “દુર્ગ'નો પર્યાય “ગઢ' હોઈ, તેમ જ ઉચ્ચારણની દૃષ્ટિએ જીર્ણદુર્ગ” કરતાં “જૂનાગઢ' શબ્દમાં સુગમતા રહેતી હોઈ, નગરની નામ-સંજ્ઞાનો મૂલાર્થ કાયમ રાખી રૂપાંતર-ભાષાંતરની પ્રક્રિયાના આશ્રયે જેમ અન્યત્ર પરિવર્તન થયાનાં દષ્ટાંતો છે તેવું જ અહીં પણ બન્યું હશે તેવું મનમાં ઘોળાતું હોવાનું યાદ છે. પણ “શિલાલેખોમાં કુતિયાણા” નામક લેખ અંતર્ગત જૂનાગઢના નામોત્પત્તિ વિશે શ્રી છો. મ. અત્રિ(અમદાવાદ ૧૯૭૦)એ કરેલ જે રસમય ચર્ચા જોવા મળી, તેમાં ભાઈ જૂમાએ કહેલ મતનું એક રીતે સમર્થન મળી રહે છે : આથી આ સમસ્યા પર વધુ વિચારવાની હવે જરૂરિયાત ઊભી થતી હોવાનું મને લાગતાં અહીં તેનાં વિવિધ પાસાંઓ તપાસી જે કંઈ નિર્ણયો થઈ શકે તે રજૂ કરીશ. - શ્રી અત્રિએ “કુષ્ઠિનપુર' પરથી “કુતિયાણા' નામ ઊતરી આવ્યું છે કે નહીં તે મૂળ મુદ્દાની કાળજીપૂર્વકની કરેલી તપાસણીમાં નામ-પરિવર્તનના નિયમોની શોધ ચલાવતાં ત્યાં જે સંદર્ભગત સામગ્રી રજૂ કરી છે તેમાં જૂનાગઢ' નામોત્પત્તિ સંબંધ વિશે જે બન્યું હોવું જોઈએ તે સંભાવ્ય હકીકત પુરાવા તરીકે મૂકી છે. અહીં શ્રી અત્રિની ચર્ચાના સંબંધભૂત મૂળ લેખનભાગ ટાંકી, તેમની તારવણીઓ પરથી ઉપસ્થિત થતા મુદ્દાઓ વિશે અવલોકીશું. શ્રી અત્રિએ અન્ય ગામોની સાથે જૂનાગઢના પર્યાયો વિશે અભિલેખોના આધારે પ્રથમ તો કાલક્રમબદ્ધ તાલિકા રજૂ કરી છે : “જૂનાગઢ ગામ તેમાં પ્રારંભે મૂકયું છે; એ જૂનાગઢવાળા ભાગને જ અહીંની ચર્ચા સાથે નિસબત હોઈ મૂળ લાંબી તાલિકાના તેટલા ભાગને જ અહીં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું : ક્રમ તળપદી સંજ્ઞા સંસ્કારેલું રૂપ લેખ-વર્ષ પ્રકાશન-સંદર્ભ વિક્રમ-ઈસુ ૧. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૩પ | ૧૩૭૮ ડિસકળકર ૨. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૪૪પ | ૧૩૮૯ ડિસકળકર Page #220 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૧૯૧ ૩. જૂનાગઢ જીર્ણપ્રાકાર ૧૪૬૯ / ૧૪૧૩ ડિસકળકર ૪. જૂનાગઢ જીર્ણદુર્ગ ૧૫૭૨ { ૧૫૧૬ નાહર તાલિકા આપ્યા બાદ શ્રી અત્રિએ “જૂનાગઢ પર કરેલ ચર્ચા-વિસ્તારને અહીં યથાતથ રજૂ કરી તે પછી તેના પર આગળ વિચાર કરવો અનુકૂળ રહેશે : ઉપર્યુક્ત તાલિકા જોતાં જણાઈ આવશે કે “જીર્ણપ્રાકાર’ અને ‘જીર્ણદુર્ગ” બંને જૂનાગઢનાં સંસ્કૃત તત્સમ રૂપ હોવાને બદલે સંસ્કૃત અનુવાદ માત્ર છે. આમ “જીર્ણપ્રાકાર' કે “જીર્ણદુર્ગ”માંથી જૂનાગઢ બનેલ નથી, પરંતુ “જૂનાગઢમાંથી “જીર્ણદુર્ગ” આદિ બનાવી દેવામાં આવેલ છે. વસ્તુતઃ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦માં ગુજરાતના સુલતાન મહંમદ “જૂના' એ રા'ખેંગાર ચોથાને હરાવીને ઉપરકોટનું નામ કદાચ પોતાના જૂના (એટલે કે બચપણના) નામ જૂના” ઉપરથી જૂનાગઢ રાખ્યું, અને ઉપરકોટની બહાર વસેલા શહેરને પણ એ નામ મળ્યું એવી પણ એક માન્યતા છે. આમ સુલતાન “જૂનાને જાણે કે ભૂલી જઈ પ્રાચીનતાના અર્થમાં જૂનાગઢને કારણે “જીર્ણદુર્ગ” “જીર્ણપ્રાકાર' જેવાં મઠારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં. એથી જ પ્રાયઃ ઈ. સ. ૧૩૫૦ પહેલાંના અભિલેખોમાં એ ઉભયે સંસ્કૃત સંજ્ઞાઓને બદલે ઉગ્રસેનગઢ/ખેંગારગઢ આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી : છતાં જીર્ણદુર્ગ'ના લેખમાં મળી પણ આવે છે.” શ્રી અત્રિના ઉપલા વક્તવ્ય પરથી નીચેના નિર્ણયો તારવી શકાય : (૧) “જૂનાગઢ' નામ પરથી “જીર્ણદુર્ગ” એવું સંસ્કૃતિકરણ પછીથી થયું છે : અર્થાત આ કિસ્સામાં વ્યુત્પત્તિનો વ્યુત્કમ થયો છે. (૨) “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સુલતાન મહંમદ જૂના પરથી ઈ. સ. ૧૩૫૦ (ઈ. સ. ૧૩૪૭૧)માં રા'ખેંગાર ચોથાને એણે હરાવ્યા બાદ પ્રચારમાં આવી હોય. અને “જૂનાગઢ'નો જીર્ણદુર્ગ જેવો થતો શબ્દાર્થ, બાહ્ય રૂપના ભળતાપણાને કારણે ઉદ્ભવ્યો માનવો ઘટે. (૩) “જૂનાગઢ' સંજ્ઞાને સ્થાને “જીણદુર્ગ” કે “જીર્ણપ્રાકાર' જેવાં સંસ્કારાયેલાં રૂપો અભિલેખોમાં ઈ. સ. ૧૩૫૦ બાદ પ્રચલિત બન્યાં : તે પહેલાં “ઉગ્રસેનગઢ “ખેંગારગઢ' આદિ સંજ્ઞાઓ પ્રચલિત હતી. * શ્રી અત્રિની આ સ્થળે પાદટીપ ક્રમાંક ૬ આવે છે : “ભાષાશાસ્ત્રની દષ્ટિએ યોગ્ય પ્રક્રિયા દ્વારા જીર્ણદુર્ગ'માંથી “જૂનાગઢ' સંજ્ઞા કદાચ સાધી શકાય, પરંતુ અહીં એ સિદ્ધાંતનો વ્યુત્ક્રમ થયો જણાય છે.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૭ : “શાસ્ત્રી (અ) કે. કા. સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ.' પથિક, એપ્રિલ-મે ૧૯૬૯, પૃ. ૪૯. શ્રી કે. કા. શાસ્ત્રીનું મૂળ વિધાન આ પ્રમાણે છે : “બીજે મત મહંમદ તઘલઘની સંજ્ઞા “જૂના” હતી તેના નામથી આ “જૂનોગઢ' કહેવાયું.” + અત્રિ, પાદટીપ ક્રમાંક ૮: “શાસ્ત્રી ડૉ. હરિપ્રસાદ ગુજરાતી દૈનિક વૃત્તપત્ર “ફૂલછાબ'ના તા. ૨૬-૧૨-૬૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલો લેખ.” (શ્રી શાસ્ત્રીજીનો આ લેખ મને સંદર્ભથે જોવા મળી શક્યો નથી.) Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦૨ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આ ફલશ્રુતિ તત્ત્વાર્થમાં સાચી હોય તો એને જૂનાગઢના ઇતિહાસને અજવાળતું એક નોંધપાત્ર તથ્ય ગણી શકાય પરંતુ શ્રી અત્રિના નિર્ણયોને સ્વીકારતાં પહેલાં તેના ઉપલક પરીક્ષણથી ઊભા થતા કેટલાક પ્રશ્નોના સંતોષપ્રદ ખુલાસા મેળવવા જરૂરી બની રહે છે. પ્રશ્નમાલા આ પ્રમાણે રચી શકાય : ૧) “જૂનાગઢ' સંજ્ઞાનો પ્રયોગ બતાવતા જૂનામાં જૂના ઉત્કીર્ણ લેખો તેમ જ વાડ્મયનાં પ્રમાણો ક્યાં છે અને કેટલાં મળે છે : ઈ. સ. ૧૩૫૦ પહેલાનાં ખરાં ? ૨) એ જ પ્રમાણે “જીર્ણદુર્ગ” અભિધાનના ઉલ્લેખો કેટલા પ્રાચીન મળે છે: “જૂનાગઢ) માટે ઈ. સ. ૧૩૫૦ પહેલાં “જીર્ણદુર્ગ એ સંજ્ઞા પ્રચારમાં હતી કે નહીં? ૩) “જૂનાગઢ સંજ્ઞા “સુલતાન મહંમદ જૂના પરથી પડી આવી છે કે “જીર્ણદુર્ગનું જ એ તદર્થભૂત તળપદું રૂપાંતર છે. ૪) “ઉગ્રસેનગઢ” કે “ખેંગારગઢ'નું “જૂનાગઢ' (કે પછી “જીર્ણદુર્ગ') સાથે સમીકરણ થઈ શકતું હોવાનું સીધું પ્રમાણ છે કે નહીં? આ સવાલોના હાર્દ વિશે વિચારતાં અને ઉપલબ્ધ સાધનોના પરીક્ષણથી પ્રાપ્ત થતા જવાબો હવે ક્રમબદ્ધ જોઈ જઈએ. ૧) લભ્ય અભિલેખોમાં મને ખ્યાલ છે ત્યાં સુધી) “જૂનાગઢ) રૂપ મળી આવતું નથી. મધ્યકાલીન અભિલેખો તથા સંસ્કૃતમાં જ રચાતા અને વાક્ય કે પદરચના માટે તદ્દભાષાની પ્રકૃતિને લક્ષમાં લેતાં “જૂનાગઢ' શબ્દ લોકજીભે ચાલતો હોય તોપણ, ત્યાં “જીર્ણદુર્ગક જીર્ણપ્રાકાર' જેવું રૂપ જ વાપરવું સુસંગત, ઔચિત્યપૂર્ણ, ઇષ્ટ ગણાય; પણ સંસ્કૃતેતર વામય–પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ઇત્યાદિ સાહિત્યમાં–આવું બંધન ન હોઈ શકે, ને ત્યાં જૂનાગઢ અભિધાન મળી આવે છે કે નહીં, અને હોય તો આવા સંદર્ભો કેટલા પ્રાચીન છે તે વિશે તપાસ ધરતાં મને બે જૂના ઉલ્લેખો હાથ લાગ્યા છે. તેમાં પહેલો ખરતરગચ્છીય ઉપાધ્યાય વિનયપ્રભની ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં રચાયેલી જૂની ગુજરાતી “તીર્થમાળાસ્તવન”માં : નવકારી નમઉ સિરિપાસ મંગલકર મંગલપુરે હિ | વીરહ એ વલણથલીયંમિ જુનઇગઢિ સિરિપાસ પહુ // ચડિયલ એ ગિરિગિરનારિ દીઠી નયણિહિ નેમિજણ . નાથી એ ભવસય પાવુ જગગુરુ જાગિઉ પુત્રગણુ /૨વા આમાં મંગલપુર(માંગરોળ-સોરઠ)ના શ્રી પાર્શ્વ, વલણથલી (વંથળી-સોરઠ)ના શ્રી વીર, જૂનઈગઢ (જૂનાગઢ)ના શ્રી પાર્શ્વ, અને ગિરનારસ્થ શ્રી નેમિનાથને વાંદ્યાની નોંધ છે. બીજો ઉલ્લેખ રજૂ કરીશ એ કાળથી એક સદી બાદના (રત્નાકરગચ્છના હેમચંદ્રસૂરિશિષ્ય) શ્રી જિનતિલકસૂરિના જૂની ગુજરાતીમાં રચાયેલ “ચૈત્યપરિપાટી સ્તવન”માંથી . Page #222 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે - ૧૯૩ જુનઈગઢી પાસ તેજલવિહાર નવપલ્લવ મંગલપુરિ મઝાર ! પુરિ પાસ રિસહ મયણી મુઝારિ ભુભિલીય સંપ્રતિ કે ગઈ વિહારી II અહીં પણ “જૂનઈગઢી(જૂનાગઢ)ના “પાર્થનો ઉલ્લેખ છે. (સાથે સાથે “મંગલપુરના પ્રસિદ્ધ નવપલ્લવ પાર્શ્વનાથ, ને વિશેષમાં “પુર'(પોરબંદર)ના પાર્શ્વનાથ, “મયણી' (મિયાણી)ના ઋષભદેવ તેમ જ ભુભિલી (ઘૂમલી)ના સંપ્રતિનિર્મિત વિહારનો ઉલ્લેખ છે.) ઉપલા બંને સંદર્ભો પરથી સિદ્ધ થાય છે કે ઓછામાં ઓછું ૧૪મા શતકના છેલ્લા ચરણ જેટલા જૂના કાળમાં લોકબાનીમાં “જૂનઈગઢીમાં વર્તમાન “જૂનાગઢનું સાતમી વિભક્તિનું વપરાયું હતું. પણ એ બંને રચનાઓ ઈ. સ. ૧૩૫૦ બાદની છે; તેથી “જૂનાગઢ' સંજ્ઞા સુલતાન મહંમદ જૂના” પરથી વ્યુત્પન્ન નથી જ થઈ એવું પ્રથમ દર્શને તો પુરવાર કરવા માટે તેની સાક્ષી ઉપયુક્ત નથી નીવડતી. એનાથી જૂનાગઢ” અભિયાનની ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણની પૂર્વસીમા જ નિદર્શિત થાય છે. (૨) “જૂનાગઢને “જીર્ણદુર્ગ” તરીકે સંબોધતા ઉલ્લેખો–ઈ. સ. ૧૩૫૦ પહેલાંના ચોક્કસ પ્રાપ્ત છે. અલબત્ત થોડી માત્રામાં ઉફ્રેંકિત લેખોમાંથી તો હજી સુધી નજરે ચડ્યા નથી, પણ સાહિત્યમાં જે મળે છે તેમાં મુખ્યત્વે આ છે ઉપકેશગચ્છીય “સિદ્ધસૂરિના શિષ્ય “કક્કસૂરિએ સં. ૧૩૯૩ | ઈ. સ. ૧૩૩૭માં રચેલ નાભિનંદનજિનોદ્ધાર પ્રબંધમાં સંઘપતિ સમરાશા શત્રુંજય પર તેમણે કરાવેલ આદિજિનની પુનઃપ્રતિષ્ઠા બાદ “જીર્ણદુર્ગ ગયાનો ઉલ્લેખ છે. એ જ ગ્રંથમાં સૌરાષ્ટ્રના અન્ય જૈન તીર્થોની યાત્રા બાદ સંઘમાં સાથે રહેલા સિદ્ધસૂરિ કંઈક રોગથી પીડિત થતાં “જીર્ણદુર્ગમાં રોકાયા હતા એવી નોંધ છે°. (૩) આથી સ્પષ્ટ થાય છે કે શ્રી અત્રિએ ટાંકેલ ઈસ. ૧૩૭૮ અને ઈ. સ. ૧૩૮૭ના તુલ્યકાલીન અભિલેખોમાં વપરાયેલા “જીર્ણપ્રાકાર” “જીર્ણદુર્ગ” એ જૂનાગઢનું સંસ્કૃતીકરણ નહીં, પણ “જૂનાગઢનું અસલી (સંસ્કૃત) નામ-સ્મરણ સંસ્કૃત રચનાઓ પૂરતું, જીવંત રહ્યાનું સૂચન કરે છે. “સુલતાન મહંમદ જૂના સાથે તેનો કોઈ સંબંધ નથી જ. ભળતી નામછાયાને કારણે મુસ્લિમ ઇતિહાસકારોએ પાછળથી પોતાને અનુકૂળ એવી વ્યુત્પત્તિ કલ્પી લીધી હોય તેમ લાગે છે, જો મિરાતે અહમદીમાં કે એવા કોઈ અન્ય સાધનગ્રંથમાં એવો ઉલ્લેખ હોય તો. આથી જૂના મિયાં'નું નામ ભુલાઈ જઈ, “જૂના' એટલે ગુજરાતી શબ્દ “જૂનું એવો અર્થ કરી, પછીથી જીર્ણદુર્ગ થયું એમ ઘટાવવા માટે કોઈ આધાર તો નથી જ, પણ પુરાણાં પ્રમાણો “જીર્ણદુર્ગ” અને જૂનાગઢને પર્યાયાર્થ-મૂલાર્થ દષ્ટિએ, સ્પષ્ટ રીતે, તદ્ભવ સંબંધથી સાંકળી દે છે. (૪) “ઉગ્રસેનગઢ' ખેંગારગઢ” અને “જીર્ણદુર્ગ એ એકબીજાના પર્યાયો છે તેમ સિદ્ધ કરતું મહત્ત્વનું પ્રમાણ શ્રી જિનપ્રભસૂરિની સુપ્રસિદ્ધ રચના કલ્પપ્રદીપ અંતર્ગત પ્રાકૃત “રૈવત ગિરિકલ્પમાં મોજૂદ છે : तेजलपुरस्स पूवदिसाए उग्गसेणगढं नाम दुग्गं जुगाइनाप्पमुह जिणमंदिररेहिल्लं विज्जइ । નિ, ઐ. ભા. ૧-૨૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ तस्स य तिण्णि नामधिज्जाइं पसिद्धाइं । इं जहा-उग्गसेणगढं ति वा, खंगारगढं ति वा, जुण्णदुग्गं ति वा ॥ કલ્પપ્રદીપનું સમાપ્તિનું વર્ષ સં૧૩૮૯ | ઈ. સ. ૧૩૩૩ આપ્યું છે. રૈવતગિરિકલ્પ”એ પહેલાં થોડા વર્ષ અગાઉ રચાઈ ચૂક્યો હશે; જેમ કે તે ગ્રંથ અંતર્ગતનો “વૈભારગિરિકલ્પ” સં. ૧૩૬૪ | ઈ. સ. ૧૩૦૮માં રચાયો હતો, આ સમીકરણમાં “જુણદુગ' શબ્દ આપ્યો છે, “ જિણદુગ' (એટલે કે જીર્ણદુર્ગ)નહીં તે વાત નોંધવી જોઈએ. પ્રાકૃત “જુષ્ણ સંસ્કૃત “જૂર્ણ” પરથી આવ્યો છે; અને જૂર્ણ તેમ જ “જીર્ણ' શબ્દો પર્યાયવાચી છે. આ મુદ્દો “જૂનાગઢ' શબ્દની વ્યુત્પત્તિ નિશ્ચિત કરવા માટે અત્યંત મહત્ત્વનો બની રહે છે. આ દૃષ્ટિકોણથી જોતાં “જૂર્ણદુર્ગ–“જુણ્યઉદુમ્મુજૂનોગઢ- જૂનાગઢ' એ રીતે ક્રમિક રૂપપલટો થયો હોય તેમ જણાય છે : સ્વાભાવિક લાગે છે. “જૂના' ભાગ “જીર્ણ પરથી સીધી રીતે નહીં, પણ તેના પર્યાય “જૂર્ણ પરથી ઊતરી આવ્યો છે અને “ગઢ” અને “દુર્ગ” એકબીજાના પર્યાય હોઈ “જૂર્ણદુર્ગને બદલે સારલ્યમૂલક ‘જૂનોગઢ' અને પછીથી “જૂનાગઢ' શબ્દ લોકભાષામાં પ્રચલિત બની ગયો. ‘જૂનાગઢ'નું સાતમી વિભક્તિનું એક ઉચ્ચારણ “જૂનેગઢ' પણ વૃદ્ધજનોને કરતાં મેં બચપણમાં સાંભળેલા.(“હું પરમણે “દિ જૂનેગઢ ગ્યોતો” જેવી વાક્ય રચનામાં.) આ રૂપ “જૂની ગુજરાતી’ કે ‘ગૂર્જર ભાષામાં વપરાતું “જૂનઇગઢિ' પરથી ઊતરી આવ્યું છે. જૂનાગઢના વિવિધ નામકરણ વિશે થોડું વિચારીએ તો તેમાં “ઉગ્ગએણગઢ' એટલે કે ઉગ્રસેનગઢ' એ પૌરાણિક બ્રાહ્મણીય, તેમ જ નેમિનાથ સંબંધીનાં જૈન કથાનકોને અનુસરતું પારંપરિક નામ હશે. જ્યારે “ખેંગારગઢ' નામ જયસિંહ સિદ્ધરાજના સમકાલીન ચૂડાસમા રા'ખેંગાર પરથી પડ્યું હશે. ખેંગારનું નામ જોડાવાના કારણમાં તો વંથળીથી જૂનાગઢ ગાદી બદલનાર રા'ખેંગારે “જૂનાગઢ'ના ઉપરકોટને સમરાવી વિસ્તાર્યો હશે તે હોવું જોઈએ. ઉપરકોટની જૂની આલંકારિક પ્રતોલીનાં લક્ષણો ૧૨મા શતકના પૂર્વાર્ધનાં હોઈ એને રા'ખેંગારની સમયની કૃતિ ગણવી જોઈએ. જ્યારે “જીર્ણદુર્ગ” કે “જુષ્ણદુગ્ગ” નામ એ સૂચવે છે કે ઉપરકોટને સ્થાને મૂળ ઘણા પુરાતન કાળનો ગઢ(રા'ગ્રહરિપુએ દશમા શતકમાં સમરાવેલ કે નવ નિર્માવેલ ?) ગઢ હશે જેનું ‘જીર્ણદુર્ગ એવું નામ રા'ખેંગારના સમયના નવોદ્ધાર પછી પણ આદતને કારણે પ્રચારમાં રહી જવા પામ્યું હશે, જે છેક “જૂનાગઢ' નામરૂપમાં આજ દિવસ સુધી ટકી રહ્યું છે. ટિપ્પણો : ૧. આના દાખલાઓ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં વિશેષ છે. મૂળ વિષય સાથે તેની બહુ ઉપયુક્તતા ન હોઈ અહીં વિગતોમાં ઊતરવું અનાવશ્યક છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ જીર્ણદુર્ગ-જૂનાગઢ વિશે ૧૯૫ ૨. પથિક વર્ષ ૯, અંક ૮-૯, મે જૂન ૧૯૭૦, (ખાસ સૌરાષ્ટ્ર અંક), પૃ. ૯૬-૯૭. ૩. એજન, પૃ. ૯૬. ૪. અત્રિ, પૃ. ૯૭. ૫. શ્રી જૈન સત્યપ્રકાશ, વર્ષ ૧૭, અંક ૧. (ક્રમાંક ૧૯૩), અમદાવાદ ૧૫-૧૦-૫૧, પૃ. ૨૧. આનું સંપાદન ભંવરલાલજી નાહટાએ સં. ૧૪૩૦ | ઈ. સ. ૧૩૭૪ની પ્રત પરથી કર્યું છે. ૬. જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાળા : પુષ્પ ૩૮મું, અમદાવાદ ૧૯૪૯, પૃ. ૫૬૯. સં. મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી). ૭, “પુરિ પાસ'નો અર્થ “પુરે પાર્થ થાય. આમાં કહેલું “પુર ગામ તે “ભૂતામ્બિલિકાના રાણક બાષ્પદેવના સં. ૧૦૪૫ ( ઈ. સ. ૯૮૯ના તામ્રપત્રમાં કહેલ “પૌરવેલાકુલ' અને ઉત્તર મધ્યકાલીન લેખોમાં આવતું પુરબંદિર' એટલે કે હાલનું “પોરબંદર' હોવું જોઈએ. “પોરબંદરમાં આજે તો પાર્શ્વનાથનું કોઈ જ મંદિર નથી. (સંપાદકે પુરની પિછાન આપવાનો પ્રયત્ન કર્યો નથી.) ૮. મયણી તે પોરબંદરથી ૨૨ માઈલ વાયવ્ય આવેલું સમુદ્રતટવર્તી પુરાણું ગામ “મિયાણી (મણિપુર) જણાય છે. (સંપાદક આ ગામની સાચી પિછાન આપી શક્યા નથી.) આજે “મિયાણી'માં ગામના જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના પૂર્વાભિમુખ સં ૧૨૬૦ | ઈ. સ. ૧૨૦૪ના લેખવાળા પૂર્વાભિમુખ મંદિરની સમીપ, પણ ઉત્તરાભિમુખ, જૈન મંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દૃષ્ટિએ ૧૩મી શતાબ્દીનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૯. ઘૂમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભા છે. તેમાંથી મળી આવેલ જિનપ્રતિમાનું રેખાંકન James Burgessના Antiquities of Kathiawad and Kutch, London 1876, plate XLVI રજૂ કર્યું છે. ૧૦. જુઓ ૫, લાલચંદ્ર ગાંધી, “શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરાસાહ,” જૈનયુગ, પુ. ૧, અંક ૯ વૈશાખ ૧૯૮૨, પૃ. ૩૦૪. ૧૧. સિઘી જૈન ગ્રંથમાલા, સં. (મુનિ) જિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૧૦. ૧૨. એજન પૃ. ૨. ૧૩. આનાં પ્રમાણો અહીં રજૂ કરવાથી વિષય-વિસ્તાર થવાનો ભય હોઈ તે વાત છોડી દીધી છે. પરિશિષ્ટ પ્રા. બંસીધરે “જૂનાખાં' સંબંધમાં નીચેની નોંધ મોકલાવી છે જે શબ્દશઃ અહીં પેશ કરું છું. “જૂનાખાં”—અરબીમાં ““જૂના” = હિંસકપ્રાણી, ખાં = ઘર, રહેઠાણ. જુના” (“જુ”-હૃસ્વ) = ઝનૂન ઝનૂની ખાં = ઘર, રહેઠાણ. આપે મિરાતે અહમદીનો reference ટાંક્યો હોત તો સારું થાત. ત્યાં ફારસીના કોઈ વિદ્વાનું પાસેથી મળી રહેત. કદાચ ગિરનાર પર વાઘ-સિહ હિંસક પશુઓ રહેવાથી “જૂના-ખાં” જેવું ફારસી-ઉર્દૂ નામ તો નથી ?' Page #225 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ-શિષ્ય કવિ લાવણ્યસમયના જૂની ગુજરાતીમાં રચાયેલા પ્રસિદ્ધ વિમલપ્રબંધ(સં. ૧૫૬૮ / ઈ. સ. ૧૫૧૨)માં અપાયેલી દંતકથા અનુસાર અર્બુદપર્વત પર દેલવાડાગ્રામમાં બ્રાહ્મણીય દેવી શ્રીમાતાના ક્ષેત્રની ભૂમિ દંડનાયક વિમલે મોંમાગ્યા મૂલે ખરીદી, એ પર મંદિર બંધાવવા પ્રારંભ કર્યો ત્યારે એ સ્થાનનો ક્ષેત્રપાલ(ખેતરપાલ) ‘વાલીનાહ’ નામક વ્યંતરદેવ ઉપદ્રવ કરી રોજબરોજ થતું બાંધકામ રાત્રે તોડી નાખવા લાગ્યો. વિમલે એને પછીથી નિર્દોષ ભોગાદિ ધરાવી સંતુષ્ટ કરવાથી કામ નિર્વિઘ્ને આગળ ધપ્યું. પુરાતન પ્રબંધસંગ્રહ અંતર્ગત પ્રબંધસંગ્રહ “B”(લિપિ ઈસ્વીસન્ ૧૬મી શતાબ્દી)માં પણ આ દંતકથા સંગ્રહાયેલી છે. ત્યાં અપાયેલ પ્રબંધ અનુસાર જ્યાં અત્યારે વિમલવસહી છે ત્યાં આગળ આ વ્યંતર વાલીનાહની દહેરી હતી૪. ઉપદ્રવકર્તા વ્યંતરસંબદ્ધ આવી જ વાત પંડિત મેઘની ૧૫મા સૈકાના મધ્યભાગમાં રચાયેલ તીર્થમાળામાં પણ છેપ. ત્યાં એને ‘ક્ષેત્રપાલ', ‘ખેતલવીર’ અને ‘વાલીનાગ’ કહ્યો છે. (અહીં ‘નાગ’ નહિ પણ “નાહ' હોવું ઘટે.) તપાગચ્છીય રત્નમંડનગણિના શિષ્ય શુભશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ (સં. ૧૫૨૧ / ઈ. સ. ૧૪૬૫)માં પણ આ જ કથા થોડા વિગતફરક સાથે સંક્ષિપ્ત રૂપે નોંધાયેલી છે. ત્યાં વળી “વાલીનાહ નાગ' કહ્યું છે, જે ભૂલ જ છે. વાલીનાહ વ્યંતર ‘નાગ' નહિ, પણ ઉપર કથિત સાધનો અનુસાર ક્ષેત્રપાલ હોવાનું મનાતું. બે અન્ય તપાગચ્છીય કૃતિઓ— સોમધર્મગણિની ઉપદેશ-સાતિ (સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭) અને રત્નમંદિરગણિના ભોજપ્રબંધ (સં. ૧૫૦૭ / ઈ. સ. ૧૪૫૧)—માં પણ થોડેવત્તે અંશે ઉપરની વિગતો નોંધાયેલી છે. આ બધું જોતાં વાલીનાહ સંબદ્ધ દંતકથા ૧૫મા શતકમાં પ્રચારમાં આવી ચૂકેલી એમ જણાય છે. વ્યંતર વાલીનાહ વિશે ખોજ કરતાં બે તથ્ય પ્રકાશમાં આવ્યાં. એક તો એ કે વાલીનાહનું મૂળ સંસ્કૃત અભિધાન ‘વલભીનાથ’ અથવા ‘વિરૂપાનાથ' છે; બીજું એ કે એની પ્રતિમા આજે પણ દેલવાડા-સ્થિત વિમલવસહીની પશ્ચિમે રહેલા શ્રીમાતાના મંદિરસમૂહમાં મોજૂદ છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૮)માં૧૦ ઈસ્વીસન્ની ૧૧મી શતાબ્દીના આરંભકાળે થઈ ગયેલા, અને સોલંકીરાજ દુર્લભદેવના સમકાલીન, વીરગણિના સંદર્ભમાં સ્થિરાગ્રામ(થિરા)માં ‘વલભીનાથ અપરનામ વિરૂપાનાથ’ના નડેલા ઉપસર્ગની લંબાણપૂર્વક દંતકથા આપી છે૧, જેમાં પ્રસ્તુત ક્ષેત્રપાલ દેવ Page #226 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે અપભ્રંશ રૂપ “વલીનાહ” થઈ શકે, જે વિવર્તનાંતરે ‘વાલીનાહ” બની શકે. ‘વિરૂપાનાથ’ પર્યાય તેની બીભત્સ અને ભયાનક રૂપિણી સંગિની ભૈરવીના (કોઈક સ્વરૂપના) પતિત્વને અનુલક્ષીને હોય. અંગ્રેજીમાં (મૂળ જર્મન પરથી) ઉપદ્રવી પ્રેતાત્મા માટે ‘poltergeist’ શબ્દ છે તે જ આ વલભીનાથ વા વલીનાહ છે. મરીને અવગતે જતા અને વાસના રહી ગઈ હોય તે સ્થાનમાં રહી ઉપદ્રવ કરતા જોરદાર અશાંત આત્માને ખેતરપાળ-રૂપે પૂજવાની મધ્યકાલ અને ઉત્તર મધ્યકાલમાં પ્રથા હતી૧૨, વાલીનાહસંબદ્ધ એક વિશેષ ઉલ્લેખ હર્ષપુરીયગચ્છના નરેંદ્રપ્રભસૂરિની ‘વસ્તુપાલપ્રશસ્તિ’ (આ ઈ. સ. ૧૨૩૨) અંતર્ગત જોવા મળ્યો જે પ્ર૰ ચના ઉલ્લેખથી જૂનો છે. પ્રસ્તુત પ્રશસ્તિમાં વસ્તુપાલનાં સુકૃતોની સમકાલીન કૃતિઓમાં મળતી સૌથી વિશેષ લાંબી સૂચિ અપાયેલી છે ને એમાં મંત્રીશ્વરે નિરીંદ્રગ્રામમાં રહેલ ‘વોડ’ નામક ‘વાલીનાથ’ના મંદિરનો પ્રજાના વિઘ્નનો નાશ કરવા અર્થે ઉદ્ધાર કરાવ્યાનું કહ્યું છે ઃ યથા૧૪ : निरीन्द्रग्रामे वोडाख्यवालीनाथस्य मंदिरम् । विघ्नसंघातघाताय प्रजानामुद्धराय च ॥४६॥ પ્રશસ્તિકર્તાએ પ્રાકૃત ‘વાલીનાહ’નું સંસ્કૃત પુનઃરૂપાંતર ‘વલભીનાથ’ કરવાને બદલે ‘વાલીનાથ’ કર્યું છે, જે કદાચ છંદનો મેળ સાચવવા કર્યું હશે, પણ એક વાત આ પદ્ય પરથી એ જાણવા મળે છે કે ‘વાલીનાથ’ વ્યંતરની એક વિશિષ્ટ ઉપજાતિ છે, જેમાં તેનું વિશેષનામ ‘વોડ’ દીધું છે. ૧૯૭ આ ક્ષેત્રપાળ વલભીનાથનું સ્વરૂપ ધર્મઘોષગચ્છીય (રાજગચ્છીય) રવિપ્રભસૂરિશિષ્ય વિનયચંદ્રસૂરિની કાવ્યશિક્ષાપ (આ ઈ સ ૧૨૩૦-૧૨૩૫)૧૬ અંતર્ગત “વલભીપતિ” નામે આપેલું છે યથા° : कपालपाणिवलभीपतिर्गगनगामुकः । सुरापानरतो नित्यं देवोऽयं वलभीपतिः જાવ્યશિક્ષા, ૪.૬૨ ઉપર વર્ણવેલ સ્વરૂપ પ્રતિમાવિધાનની દૃષ્ટિએ ક્ષેત્રપાલનું જ જણાય છે. (ક્ષેત્રપાલને ભૈરવનું પણ એક રૂપ માનવામાં આવે છે.) જૈનોમાં ક્ષેત્રપાલની ઉપાસના થતી હોવાનાં કેટલાંક પ્રમાણ છે; જેમ કે ખરતરગચ્છીય જિનકુશલસૂરિએ શ્રીપત્તન(પાટણ)માં સં. ૧૩૮૦ / ઈ સ ૧૩૨૪માં કરેલી પ્રતિષ્ઠાઓમાં ક્ષેત્રપાલની મૂર્તિનો પણ સમાવેશ હતો એવું ખરતરગચ્છગુર્વાવલી(ઉત્તરાર્ધ : સં ૧૩૯૩ / ઈ સ૰ ૧૩૩૭)માં નોંધાયેલું છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ દેલવાડામાં જોઈએ તો શ્રીમાતાના મંદિરની સામેના મંદિરમાં રાખેલ મૂર્તિઓમાં મુખ્ય મૂર્તિ ક્ષેત્રપાલની છે૧૯, જેને આજે “રસિયો વાલમ” નામથી ઓળખવામાં આવે છે અને એની માંત્રિક યોગીરૂપે શ્રીમાતા સાથે જોડતી લોકકથા જાણીતી છે. આ દંતકથાનું જૂનું રૂપ ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતર્ગત ““અન્દાદ્રિકલ્પ'માં જોવા મળે છે. કહેવાતા રસિયા વાલમની આરસની દ્વિભુજ પ્રતિમાનું સમ્મશ્ર, કરાલ નહિ તો યે કરડું મુખ, ભીષણ ભૂકુટિ-ભંગ અને કુટિલાક્ષ, શિર પર ભૈરવ કે નિર્ઝતિને હોય તેવા બંધયુક્ત ઊર્વેકેશ, વામકરમાં સુરાપાત્ર અને દક્ષિણહસ્તમાં કોઈ વસ્તુ (ખગની અવશિષ્ટ મૂઠ ?) ધારણ કરી છે. જમણી બાજુ અર્ધભાસ્કર્થમાં ત્રિશૂલ બતાવ્યું છે. નીચે પગ પાસે દક્ષિણ બાજુ આરાધક અને ડાબી બાજુ કૂદતું ચોપગું પ્રાણી (શ્વાન?) કંડાર્યું છે (જુઓ રેખાંકન.) શૈલીની દૃષ્ટિએ આ ક્ષેત્રપાલ-પ્રતિમા ૧૨મા શતકના અંતભાગની જણાય છે, એટલે વિમલમંત્રીના કાળની નથી. સંભવ છે કે આ ઉપદ્રવવાળી દંતકથા પછીથી જોડી કાઢવામાં આવી હોય. વસ્તુતયા વિમલના સમયના બનાવોની સ્મૃતિ પ્રબંધોમાં અલ્પ પ્રમાણમાં વરતાય છે !) અને કલ્પપ્રદીપમાં કે તપાગચ્છીય જિનહર્ષગણિના વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ | ૧૪૪૧)માં આ વાલીનાહવળી વાત નોંધાયેલી નથી, પણ એટલું ખરું કે ઉપરચર્ચિત જૈન કથાઓનો દેલવાડાના ક્ષેત્રપાલ વાલીનાહ યા વલીનાહ (વલભીનાથ) તો આ “રસિયો વાલમ (ઋષિ વાલ્મીકિ) જ જણાય છે. ત્રીજા તબક્કાના (શક-કુષાણ સમયમાં) વર્તમાન રૂપ પામેલા જૈન આગમો(વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગ, પ્રજ્ઞાપના સૂત્ર ઇત્યાદિ)માં (વાન)વ્યંતર દેવોની આઠ જાતિ બતાવી છે : પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંગુરુષ, મહોરગ, અને ગાંધર્વ. વાલીનાહનું સ્થાન એનું પ્રતિમાવિધાન લક્ષમાં રાખતાં જૈન માન્યતા અનુસાર રાક્ષસ વર્ગમાં જઈ શકે. દિક્યાલ નિર્ઝતિ કે જે બ્રાહ્મણીય પરંપરામાં બહુ પ્રાચીન (વેદ) કાળે “રાક્ષસી' અને પછી નરરૂપે રાક્ષસરાજ’ ગણાય છે, તેનું પ્રતિમાવિધાન ક્ષેત્રપાલ અને અહીં ચર્ચલ વ્યંતર વાલીનાહની અત્યંત નજીક છે. કેવળ નિર્ઝતિના “ખેટકને સ્થાને અહીં ભૈરવને હોય છે એમ સુરાપાત્રાવા કપાલ)ની કલ્પના છે. આથી બ્રાહ્મણીય પરંપરા, જે જૈન પરંપરાથી વિશેષ પ્રાચીન છે, તે અનુસાર પણ વ્યંતર વાલીનાહની યોનિ “રાક્ષસ' હોવાનું નિશ્ચિત બને છે. એક બીજી વાત એ છે કે સોલંકીયુગમાં આજે આપણે જાણીએ છીએ તેનાથી વિશેષ પ્રમાણમાં અને વિશાળ પ્રદેશમાં વાલીના આદિ ક્ષેત્રપાલ-દેવોની પૂજા પ્રચારમાં હતી. દેલવાડા, થરા, અને આ નિરીંદ્રગ્રામ અતિરિક્ત બીજાં પણ સ્થાનોમાં વાલીનાહની ગ્રામરક્ષક દેવરૂપે પૂજા થતી હશે. આ ક્ષેત્રપાલને ‘વલભીનાથ' નામ કેમ પ્રાપ્ત થયું હશે એ વિચારણીય છે. વલભી નગરીનો નાથ (કોઈ મૈત્રક રાજા) મરીને વ્યંતર થયાની પુરાણી અનુશ્રુતિ હશે, કે હણ્ય પર Page #228 -------------------------------------------------------------------------- ________________ વ્યંતર વાલીનાહ વિશે થતા વળીઓ દ્વારા સર્જાતા નૌપૃષ્ઠ ઘાટના ‘વલભી’ જાતિના શિખરના પોલાણમાં તે વાસ કરતો હોવાનું મનાતાં ને અવગતે ગયેલ ઘોરકર્મી આત્મા પરથી વલભીનાથ નામ બન્યું હશે, કે કોઈ ત્રીજા જ કારણે, એ વાત તો પ્રાચીન ભાષા અને સંસ્કૃતિના ગવેષકો જ કહી શકે. ક્ષેત્રપાલને બ્રાહ્મણીય ઉપાસનામાં માંસબલ દેવાતું, જ્યારે નિગ્રંથો દ્વારા અડદના બાકળાનો ભોગ ધરાતો એવું મધ્યકાલીન પ્રબંધો પરથી અને ખં મેઘની તીર્થમાળા પરથી જાણવા મળે છે. ૧૯૯ ટિપ્પણો : ૧. અર્બુદ પર્વત ૫૨ની આ પ્રાચીન દેવી છે. દંતકથાઓને બાજુએ રાખતાં શ્રીમાતા તે મૂળે લક્ષ્મીનું કોઈ સ્વરૂપ હશે ? એની વર્તમાન આરસી પ્રતિમા તો ૧૩મા શતકથી પુરાણી હોય એમ લાગતું નથી. ૨. અહિંસાના સિદ્ધાંતને વરેલા હોઈ તાંત્રિક પ્રકારની બ્રાહ્મણીય હિંસ પૂજાવિધિ જૈનો માટે શક્ય નથી. ૩. સં૰ જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬. ૪. એજન, પૃ. ૫૨. ૫. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લો, ભાવનગર, સં. ૧૯૭૮ (ઈ. સ. ૧૯૨૨), પૃ ૪૮-૫૬. ૬. એજન, પૃ. ૫૧-૫૩. ૭. સં. મુનિશ્રી મૃગેંદ્રમુનિજી, સુરત ૧૯૬૮. ૮. એજન, પૃ- ૩૫૦-૩૫૧. ૯. આ બન્ને ગ્રંથ મને હાલ અહીં અનુપલબ્ધ હોઈ ચોક્કસ સંદર્ભો ટાંકી શક્યો નથી. ૧૦. સં૰ જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦. ૧૧. એજન, ‘‘શ્રીવીરસૂરિચરિત', પૃ ૧૨૮-૧૩૦. ૧૨. પાછળના યુગમાં જો કે ખેતરપાળની પ્રતિમાને બદલે સૂરાપૂરાની ખાંભી પૂજવાની પ્રથા શરૂ થયેલી; જેમ કે પોરબંદરના ખેતલિયાના થાનકમાં પાળિયો છે. ખિલોસ(ધ્રોળ પાસે, સૌરાષ્ટ્ર)માં પણ ખેતલાદાદાના થાનકમાં એ જ પ્રમાણે જોવાય છે. ૧૩. સં. મુનિ પુણ્યવિજય, ‘સુતીતિનિયારિ વસ્તુપાલપ્રશસ્તિસંગ્રહ', ૧૬૬૬. ૧૪. એજન, પૃ ૨૬. ૧૫. Ed. Dr. Hariprasad G. Shastri, Lalbhai Dalpatbhai Series No. 3, Ahmedabad, 1964, p. 90. ૧૬. કૃતિના સમય-નિર્ણય માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૮૩૨, પૃ. ૩૯૩-૯૪. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 49. Shastri, p. 95. ૧૮. સં. આચાર્ય જિનવિજયમુનિ, ખરતરગચ્છ-બૃહદ્ગુર્નાવલિ, સિંઘી જૈન ગ્રંથમાલા ગ્રંથાંક ૪૨, મુંબઈ ૧૯૫૬, પૃ. ૭૨. ૧૯. મુનિ જયંતવિજયજી, આબૂ ભાગ પહેલો, ઉજજૈન ૧૯૩૩, પૃ. ૨૦૬ સામેનું ચિત્ર. ૨૦. જિનવિજયજી, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૧૫. ૨૧. રેખાંકન જયંતવિજયજીના ઉપરકથિત ચિત્રના આધારે શ્રી પોગુસ્વામીએ દોરી આપ્યું છે, જે માટે લેખક એમનો આભારી છે. ૨૨. જૈન દર્શનમાં આમ તો ઉગ્ર અને અઘોર દેવ-દેવતાઓની ઉપાસના વર્જિત છે, પણ મધ્યયુગમાં મહિષમર્દિની કે ચંડિકા (સચ્ચિકામાતારૂપે) ઓસવાળ (પ્રા. ઊકેશવાલ) વણિકોની કુલદેવી હોવાને નાતે રાજસ્થાનનાં કેટલાંક જૈન મંદિરોમાં તેમ જ શત્રુંજય પર આદિનાથના મંદિર-સમુહમાં એની પ્રતિમા મળી છે. એ જ રીતે ક્ષેત્રપાલની પણ ઉપાસના વિશેષ રાજસ્થાનમાં પ્રવેશી ગયેલી, એટલું જ નહિ, પણ મુસ્લિમ સુલતાનો સાથેની મૈત્રીને કારણે ખરતરગચ્છમાં તો પીરની પણ રક્ષકદેવ-રૂપે સ્થાપના (કે ઉપાસના) શરૂ થયેલી ! ૨૩. ઉપર્યુક્ત લેખ છપાયો તે દરમિયાન પ્રા. હરિવલ્લભ ભાયાણીનો પણ “વાલીનાહ' ઉપરનો લેખ છપાયેલો. તેમાં તેમણે અપભ્રંશ, જૂની ગુજરાતી આદિ સાહિત્યિક કૃતિઓને આધારે આ વ્યંતરનો સંબંધ ઘોડાર' સાથે જોડેલો. ઘોડાનો તબેલો તળે લંબચોરસ હોઈ જૂના કાળમાં તેના પર “વલભી' જાતિનું શિખર કરવામાં આવતું હશે અને તેમાં આ રાક્ષસ(કે પછી યક્ષ ?)નો વાસ હોવાનું મનાતું હશે. દુર્ભાગ્યે ભાયાણી સાહેબનો લેખ ફરીને મેળવી ન શકતાં તેનો સંદર્ભ અહીં ટાંકી શક્યો નથી. અનુપૂર્તિ પ્રા. બંસીધર ભટ્ટે આ વિષય પર નીચે મુજબ નોંધ મોકલી છે વાલીનાહ/વાલીનાગ:- વ્યાત આ પ્રમાણે પણ વપરાય છે, તે ઉપરથી આ નામ બંધ બેસે છે? ગ્રાનોફે આવા પ્રબંધોની biographiesમાં જણાવ્યું છે કે મુસલમાનો તરફથી હિંદુજૈન-બૌદ્ધ મંદિરોમાં ઉપદ્રવ થયો; તેના પરિણામે પ્રબંધ સાહિત્યમાં આવી દંતકથાઓ ઘુસાડી દેવામાં આવી છે. મુસલમાનોમાં “વલી' નામ હોય છે. “રસિયો વાલમ”માં “વાલમ” શબ્દનો “પતિ/વહાલો” એમ અર્થ તો નથી? જુઓ એક લોકગીત = “હોરનારો હોંશિલો નાવલીયો નાનો વાલમીયા !” (મને મોઢે છે; પણ source નથી). (વિસનગર પાસે એક વાલમ ગામ પણ છે !) હિંદીમાં એને “વામ' કહે છેઃ જુઓ હિન્દી-filmનું ગાન :- “વા મા વસો રે મન મેં ” અને “સિવ વત્નમાં, નેહા I....etc. Page #230 -------------------------------------------------------------------------- ________________ અંતર વાલીના વિશે નિ ઐ ભા. ૧-૨૬ # OUTLY no my રેખાંકન : વ્યંતર વાલીનાહ ૨૦૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો નિર્મન્થ સંપ્રદાયના પ્રાચીનતમ આગમો(પ્રાયઃ ઈ. સ. પૂ. પાંચમી શતાબ્દીથી ઈ. સ. પૂ. બીજી શતાબ્દી)ના અવલોકનથી એક વાત તો એ સ્પષ્ટ થાય છે કે તે કાળ સુધી તો કેવળ “અહિત પાર્થ” અને “વીર (જિન વર્ધમાન મહાવીર) સંબદ્ધ જ, અને કેવળ સંક્ષિપ્ત ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. સંઘદાસ ગણિકૃત બૃહકલ્પભાષ્ય(પ્રાય: ઈસ્વી પ૫૦)ના કથન અનુસાર (પ્રાયઃ ઈ. પૂ. પ્રથમ શતાબ્દી ઉત્તરાર્ધમાં) આર્ય શ્યામે પાટલિપુત્રમાં સંઘ ભેગો કરી તેની સમક્ષ સ્વરચિત પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, અને લોકાનુયોગ સમા ગ્રંથોનું વાચન કરી તેને માન્યતા દેવડાવેલી. આમાં પ્રથમાનુયોગમાં ૨૪ તીર્થંકરાદિ શલાકા પુરુષોના જીવન-ચરિત્રનાં વ્યાખ્યાન આપવામાં આવેલાં, એવી ભાષ્યાદિમાં નોંધો છે. સંભવ છે કે ચતુર્વિશતિ તીર્થકરોની કલ્પનાનો આવિષ્કાર યા વિભાગ સૌ પ્રથમ પ્રસ્તુત ગ્રંથમાં થયો હોય. પણ સ્પષ્ટ રૂપે ચોવીસ તીર્થકરોની નામાવલી અર્ધમાગધી ભાષામાં નિબદ્ધ ચતુર્વિશતિ-સ્તવ (પ્રાયઃ ઈ. સ. પૂ. પહેલી સદી કે ઈ. સની પહેલી સદી) અંતર્ગત મળે છે. આ સ્તોત્ર આર્ય શ્યામ વિરચિત પ્રથમાનુયોગના મંગલ રૂપે રચાયું હશે ? ગમે તે હોય, કુષાણથી લઈ ગુપ્તકાળ સુધીમાં રચાઈ ચૂકેલ સ્થાનાંગાદિ આગમોમાં તીર્થકરોનાં પૂર્વભવો, જન્માદિનાં નક્ષત્રો અને માસ-તિથિ, માતાપિતાનાં નામ, એમનાં ગણધરાદિ(પ્રમુખ શિષ્યાદિ)નાં નામ, તીર્થકરોનાં આયુષ્ય, શરીરનાં કદ, ઇત્યાદિની સંક્ષિપ્ત વિગતો અન્યથા પૂરા નિગ્રંથ-પૌરાણિક રંગપૂર્વકના ભગીરથ આંકડાઓ સમેત અપાયેલી છે. અહત વર્ધમાનનું અમુકાશે ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ આચારાંગ-સૂત્રના પ્રથમ સ્કંધ “ભાવના” અધ્યયન (એનો પ્રાચીનતમ ભાગ પ્રાયઃ ઈસ્વી ૧-૨ શતાબ્દી) અને પર્યુષણાકલ્પ અંતર્ગત “જિનચરિત્ર” (સંકલન ઈસ્વી ૫૦૩ | પ૧૬) તેમ જ આવશ્યકચૂર્ણિ (પ્રાયઃ ૬૦૦ | ૬૫૦)માં અપાયેલું છે : (કેટલીક હકીકતો ઈસ્વીસની ત્રીજી શતાબ્દીમાં, અમુક કિસ્સાઓમાં સંભવતઃ પૂર્વ સ્મૃતિઓ પર આધારિત-સંકલિત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના પાંચમા “અંગ” આગમમાં પણ મળે છે.) જિન ઋષભનું પૌરાણિક ચરિત્ર જંબૂઢીપપ્રજ્ઞપ્તિના પ્રક્ષિપ્ત “કથાનુયોગ” હિસ્સામાં (પ્રાયઃ ઈસ્વી ત્રીજી શતાબ્દી), તેમ જ પછીના પ ક અંતર્ગત ઉપર કથિત “જિનચરિત્ર”માં), અને જિન અરિષ્ટનેમિ સંબદ્ધ હકીકતો ઉત્તરાધ્યયનસૂત્રના રથનેમિ” અધ્યયન(પ્રાય : ઈસ્વી પહેલી-બીજી શતાબ્દી)થી શરૂ કરી છૂટા છવાયા રૂપમાં સ્થાનાંગ (વર્તમાન સંકલન પ્રાયઃ ઈસ્વી ૩પ૩), વૃષ્ણિદશા, (ત્રીજી-ચોથી શતાબ્દી), આદિ આગમોમાં પ્રાપ્ત છે. આ સિવાય આગમિક વ્યાખ્યાઓ-નિર્યુક્તિઓ ભાષ્યો, અને વિશેષ કરીને આવશ્યકચૂર્ણિ આદિમાં પણ મળી આવે છે. અહેતુ પાર્શ્વના સિદ્ધાંત સંબદ્ધ સામાન્ય વિગતો ઋષિભાષિતાનિ (સંકલન ઈ. પૂ. Page #232 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો પ્રથમ શતાબ્દી) અને તેમના સંઘ વિશે સ્થાનાંગ, પર્યુષણાકલ્પ (“જિનચરિત્ર” વિભાગ), આદિ આગમોમાં છૂટી છવાયી હકીકતો રૂપે પ્રાપ્ત છે. જ્યારે અન્ય જિનો વિશે તો બહુ જ ટૂંકાણમાં ઉપર્યુક્ત આગમોમાં નોંધો મળે છે. આચારાંગનિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી ૫૨૫)માં નિર્પ્રન્થ દૃષ્ટિએ ‘તીર્થ’ની વ્યાખ્યા કરતી વખતે તેની અંદર તીર્થંકરોનાં જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ, અને નિર્વાણપ્રાપ્તિનાં સ્થાનોને આવરી લીધાં છે. અને આમ એ પ્રથા બૌદ્ધ સંપ્રદાયમાં પ્રાચીન કાળથી પ્રવર્તમાન પરંપરાની ઘણી સમીપ જાય છેપ. ૨૦૩ તીર્થંકરોની જન્મભૂમિ રૂપેણ નગર-નગરીઓની નામાવલી સંબંધકર્તા આગમોમાં ગણાવી દીધી છે; પણ નિર્વાણભૂમિ સંબંધમાં તેમ નથી. ઐતિહાસિક દૃષ્ટિએ તો જિન મહાવીરની નિર્વાણભૂમિ ‘મલ્લ' ગણતંત્રની એક રાજધાની, પુરાતન કુશીનગર(કુશીનારા, કસીયા)ની ઉત્તર બાજુએ રહેલ મધ્યમા પાવા (સંભવતઃ હાલનું પડરોના) હતી અને પાર્શ્વનાથનું નિર્વાણસ્થળ ‘સમ્મેયસેલ’ (સંમેતશિખર કે સમ્મેદશૈલ) હતું. આદિ જિન ઋષભનું નિર્વાણ સ્થાન જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ, પર્યુષણાકલ્પ અને પછીનાં સ્તોત્રો અનુસાર અષ્ટાપદપર્વત હતું; જ્યારે ૧૨મા તીર્થંકર વાસુપૂજ્યનું મુક્તિ-સ્થળ પર્યુષણાકલ્પ, તીર્થાવકાલિકપ્રકીર્ણક (પ્રાયઃ ઈસ્વી ૫૫૦) આદિ અનુસાર ચંપા હતું; તો ૨૨મા જિન અરિષ્ટનેમિ ઉજ્જયંતગિરિ (ગિરનાર) ૫૨ મોક્ષે ગયાનું જ્ઞાતાધર્મકથા (પ્રાયઃ ઈસ્વી ત્રીજી-ચોથી શતાબ્દી) આવશ્યકનિયુક્તિ (પ્રાયઃ ઈસ્વી ૫૨૫), તીર્થાવકાલિક-પ્રકીર્ણક, અને જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ધૃત વિશેષાવશ્યકભાષ્ય(પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં નોંધાયેલું છે. જ્યારે વીર નિર્વાણના સ્થાનરૂપે પાવાનો ઉલ્લેખ આગમોમાં તો પશ્ચાત્કાલીન પર્યુષણાકલ્પ અને આવશ્યક નિર્યુક્તિ તેમ જ વિશેષાવશ્યકભાષ્ય જેવા આગમિક વ્યાખ્યા-ગ્રંથો તેમ જ તીર્થાવકાલિક પ્રકીર્ણકમાં જ મળે છે. (અલબત્ત છઠ્ઠા-સાતમા સૈકાની આ નિર્પ્રન્થ સાહિત્યની નોંધોથી પ્રાચીનતર બૌદ્ધ પાલિ ત્રિપિટક ગ્રંથોમાં પણ પાવામાં જ ‘નિગંઠ નાતપુત્ત' એટલે કે જિન મહાવીર નિર્વાણ પામ્યાનું નોંધાયું છે.) પણ બાકી રહેતા ૨૦ જિનોનું નિર્વાણ ક્યાં થયેલું તેની તો મોડેથી બનેલા પર્યુષણાકલ્પ (‘‘જિન ચરિત્ર” વિભાગ) સમેત ઉપલબ્ધ આગમોમાં તો ક્યાંયે નોંધ નથી. પણ પછીથી તરતના કાળમાં આ પ્રશ્નનો ઉત્તર આવશ્યકનિર્યુક્તિ અને કદાચ તેને અનુસરીને તીર્થાવકાલિકપ્રકીર્ણક અને વિશેષાવશ્યકભાષ્યમાં એ રીતે આપવામાં આવ્યો કે શેષ બધા (એટલે કે બાકી રહેતા ૨૦) પણ “સંમેય-સેલ” પર મોક્ષે ગયેલા. દાક્ષિણાત્ય નિગ્રન્થ પરંપરાના આગમવત્ ગ્રંથ ત્રિલોકપ્રશપ્તિ (પ્રાય : ઈસ્વી ૫૫૦)માં પણ ઉપરની જ હકીકતોનું સમર્થન છે. બુદ્ધની નિર્વાણભૂમિ પર તેમ જ એમના શરીરાવશેષો પર અન્યત્ર સ્તૂપો રચાયેલા તેવું Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નિર્ચની ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પાલિ ત્રિપિટકો પરથી અને પુરાવશેષો પરથી જાણીએ છીએ; પણ જિન મહાવીરનાં અસ્થિ પર પાવામાં કે અન્યત્ર સ્તૂપ રચાયાનું નોંધાયેલું નથી. પણ અષ્ટાપદ પર્વત પર ઋષભ-પુત્ર ચક્રવર્તી ભરતે જિનનું મંદિર બાંધ્યાનું આવશ્યકચૂર્ણિ કહે છે. અને સંભવ છે કે સંમેત-શિખર પર પાર્શ્વનાથનો સૂપ હોય; કંઈ નહીં તોયે મથુરામાં તો આવો સૂપ હતો જ. નિગ્રંથ સંપ્રદાયની અસ્તિત્વમાન પરંપરાઓમાં પ્રાકૃત અતિરિક્ત સંસ્કૃતમાં સેંકડો સ્તવ-સ્તોત્રો, સ્તુતિ-સ્તવનો રચાયેલાં છે. તેમાં ગુણવત્તાના દૃષ્ટિકોણથી કેટલાંક તો સમગ્ર ભારતીય સ્તોત્ર સાહિત્યમાં અગ્રિમ હરોળમાં સ્થાન પામવાની યોગ્યતા ધરાવે છે. સ્તોત્ર સાહિત્યના અધ્યયન દરમિયાન તીર્થકરોની નિર્વાણભૂમિ સંબદ્ધ બે સ્તોત્રો મારા જોવામાં આવ્યાં છે. બંને નિર્ઝન્થ દર્શનની દાક્ષિણાત્ય પરંપરામાં રચાયેલાં છે. તેમાં એક તો મહાન સૈદ્ધાત્તિક એવં દાર્શનિક વિદ્વાન્ તેમ જ લક્ષણશાસ્ત્રી અને બેજોડ વ્યાખ્યાકાર પૂજયપાદ દેવનંદિ(પ્રાયઃ ઈસ્વી ૬૩૫-૬૮૦)ની રચના મનાય છે, જે તેની શૈલીનાં લક્ષણો ધ્યાનમાં લેતાં એમની હોવાનો ઘણો સંભવ છે. બીજું પણ જો કે સંપ્રદાયમાં તો તેમની જ કૃતિ મનાય છે, પણ તેની શૈલી અત્યંત ઊંચી કોટીની હોવા છતાં ભિન્ન પ્રકારની, પ્રાર્મધ્યકાલીન પછીની તો નહીં જ, અને સાહિત્યિક દૃષ્ટિએ થોડીક વિશેષ વિકસિત દશાની છે. બેઉ સ્તોત્રો નિઃશંક ઉત્તમ કોટીનાં હોઈ, તેમ જ ગુજરાત તરફના નિર્ચન્થ-નિર્ઝન્વેતર વિદ્વાનો તેનાથી પ્રાયઃ અજ્ઞાત હોઈ અહીં એ બંનેના સાર-ભાગને ઉદ્દેકીને તેનાં ગુણ-લક્ષણાદિની સંક્ષિપ્ત રૂપે સમાલોચના કરવા વિચાર્યું છે. પ્રથમ સ્તોત્ર “દ્વાદશિકા” રૂપે રચાયું છે, તેનું પહેલું પદ્ય ઉપોદ્દાત સ્વરૂપનું છે અને પછીનાં પદ્યોમાં અનુક્રમે જિન ઋષભ, જિન વાસુપૂજ્ય, અરિષ્ટનેમિ અને વીરનાં નિર્વાણસ્થાનો ઓજસપૂર્વક ઉલ્લિખિત છે. (તે પછીનાં પડ્યો જિનેન્દ્રોની નિર્વાણ તિથિઓ અને નિર્ઝન્ય ઇતિહાસ તેમ જ પૌરાણિક કથાનકોનાં પાત્રોની નિર્વાણભૂમિઓ સંબંધિત છે. તેમાંથી નિર્ચથદર્શનમાં પાંડવોની નિર્વાણભૂમિ તરીકે મનાતા શત્રુંજયગિરિ વિષયક પદ્યાર્ધનું પણ અવતરણ અહીં તેની અતીવ સુંદર ગુંફનલીલાને કારણે ત્યાં અંતભાગે સમાવિષ્ટ કરી લીધું છે.) यत्रार्हतां गणभृतां श्रुतपारगाणां निर्वाणभूमिरिह भारतवर्षजानाम् । तामद्य शुद्धमनसा क्रियया वचोभिः संस्तोतुमुद्यतमति: परिणौमि भक्त्या ॥२१॥ कैलासशैलशिखरे परिनिर्वृतोऽसौ शैलेशिभावमुपपद्यवृषो महात्मा । चंपापुरे च वसुपूज्यसुतः सुधीमान् सिद्धि परामुपगतो गतराबबंध ॥२२॥ यत्प्रार्थ्यते शिवमयं विबुधेश्वराद्यैः पाखंडिभिश्च परमार्थगवेषशीलैः । नष्टाष्टकर्मसमये तदरिष्टनेमिः संप्राप्तवान् क्षितिधरे बृहदूर्जयन्ते ॥२३॥ Page #234 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૫ पावापुरस्य बहिरुन्नतभूमिदेशे पद्मोत्पलाकुलवतां सरसां हि मध्ये । श्रीवर्धमानजिनदेव इति प्रतीतो निर्वाणमाप भगवान्प्रविधतपाप्मा ॥२४॥ शेषास्तु ते जिनवरा जितमोहमल्ला ज्ञानार्कभूरिकिरणैरवभास्य लोकान् । स्थानं परं निरवधारितसौख्यनिष्ठं सम्मेदपर्वततले समवापुरीशाः ॥२५॥ અને __ शत्रुजये नगवरे दमितारिपक्षाः पंडोः सुताः परमनिर्वृतिमभ्युपेताः ॥२८॥ નિર્વાણભૂમિની નામાવલી એક એવી વસ્તુ છે કે તેને આમ તો સરસ અને સુષુ પદ્યબંધમાં ગૂંથી લેવી જ દુષ્કર છે; અને બીજી બાજુ વિષયની ગંભીરતા તેમ જ ગરિમાને લક્ષમાં રાખતાં ત્યાં નિત્ય ઉપયોગમાં લેવાતા લાલિત્યદ્યોતક સાહિત્યિક અલંકારો, રમણીય ચેષ્ટાઓ, આફ્લાદજનક વિશેષણો અને ચમત્કારોત્પાદક ચાતુરીને સ્થાન નથી. આવી પરિસ્થિતિમાં કૃતિનું સાફલ્ય અત્યંત લાઘવપ્રધાન, સઘન પણ ઋજુ અને પ્રશાંત રીતે વહેતા મૈત્રીપૂર્ણ શબ્દસમૂહોની ઔચિત્યપૂર્ણ પસંદગી અને તેના સુયોજિત સંઘટન પર જ અવલંબે; અને આવું કઠિન કાર્ય પૂજ્યપાદ દેવનંદિ સરખી વિભૂતિ સિવાય બીજું કોણ કરી શકે ? એમની એક અન્ય ઉત્કૃષ્ટ પઘાત્મક કૃતિ, સમાધિતંત્ર અપરનામ સમાધિશતકના બેએક પદ્ય પ્રસ્તુત ગુણોનાં જ અવલંબનનાં દૃષ્ટાંત રજૂ કરતાં હોઈ તુલનાર્થે અહીં ઉદ્ધત કરીશું: जयन्ति यस्यावदतोऽपि भारती-विभूतयस्तीर्थकृतोऽप्यनीहितुः । शिवाय धात्रे सुगताय विष्णवे जिनाय तस्मै सकलात्मने नमः ॥२॥ मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च संसारदुःखजननी जननाद्विमुक्तः । ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठस्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०५॥ નિર્વાણભૂમિ સંબદ્ધ બીજી કૃતિ છે નન્દીશ્વરદ્વીપસ્તુતિ. એમાં નંદીશ્વરતીપની પ્રભાવકારી, રસાત્મક, સમાસપૂર્વકની સુગ્રથિત વર્ણના પછીનાં પદ્યોમાં ૧૭૦ ધર્મક્ષેત્રોના જિનેન્દ્રોને વંદના દેવાના સંકલ્પ સાથે પાંચ પદ્યોમાં સાંપ્રત અવત્સર્પિણી કાળનાં ચતુર્વિશતિ તીર્થકરોની નિર્વાણભૂમિના વિષયને સ્પર્યો છે : યથા : अस्यामवसर्पिण्यां वृषभजिनः प्रथमतीर्थकर्ता भर्ता । अष्टापदगिरिमस्तकगतस्थितो मुक्तिमाप पापान्मुक्तः ॥२९॥ श्रीवासुपूज्यभगवान् शिवासु पूजासु पूजितस्त्रिदशानां । चंपायां दुरितहरः परमपदं प्रापदापदामन्तगतः ॥३०॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ मुदितमतिबलमुरारिप्रपूजितो जितकषायरिपुरथ जातः । बृहदूर्जयन्तशिखरो शिखामणिस्त्रिभुवनस्यनेमिर्भगवान् ॥३१॥ पावापुरवरसरसां मध्यगतः सिद्धिवृद्धितपसां महसां । वीरो नीरदनादो भूरिगुणश्चारुशोभमास्पदमगमत् ॥३२॥ सम्मदकरिवनपरिवृत- सम्मेद - गिरिन्द्रमस्तके विस्तीर्णे । शेषा ये तीर्थकराः कीर्तिभृतः प्रार्थितार्थसिद्धिमवापन् ॥३३॥ આ પઘોનું ગ્રથન-કૌશલ પણ વિદગ્ધ અને ઉદાત્ત આભિજાત્ય સાથે લાઘવદર્શી ઊર્જસ્વિતા દાખવી રહે છે. સારુંયે સ્તોત્ર ઝંકૃત ધ્વનિથી દેદીપ્યમાન બની ઊઠ્યું છે. કર્તાનાં આગમપ્રવણ વલણ, કર્તૃત્વ-સામર્થ્ય, અને અંતરંગમાં વિલસતા કાવ્યગુણો આમ તો દેવનંદિની કૃતિઓમાં દેખાય છે તેની અમુકાંશે સમીપનાં છે.પણ સવાલ એ છે કે શું એના એ વિષય પર કર્તાએ બે જુદે જુદે સ્થળે કથન કર્યું હશે ? કે પછી નજદીકના જ સમયમાં, કદાચ સાતમીના અંતભાગે, થયેલા કોઈ સમર્થ પણ અજ્ઞાત કર્તાની આ રચના હશે ? સંઘટનની પ્રકૃતિમાં અને શબ્દોની પસંદગીમાં અને કાવ્યપોતના તાણાવાણામાં બંને વચ્ચે થોડોક ફરક તો જરૂર વરતાય છે. એનો તો કંઈક અંશે એ રીતે ખુલાસો કરી શકાય કે બંનેનાં છંદ અલગ પ્રકારનાં છે; અને છંદ જુદા હોય તો કેટલીક વાર ઉપલક દૃષ્ટિએ એક જ કર્તાની કૃતિઓમાં પણ નોખાપણું લાગે. આ બાબતમાં વિશેષ ચોક્કસ નિર્ણય તો ભવિષ્યના વિશેષ ઊંડાણભર્યા, વિશ્લેષણયુક્ત પરીક્ષણ પર છોડું છું. જોકે પ્રથમ દૃષ્ટિએ મને એની શૈલી વરાંગચરિતકાર જટાસિંહનંદી(પ્રાયઃ ઈસ્વી ૬૫૦-૭૦૦)ની હોવાનો ભાસ થયો છે. ઉત્તરની નિગ્રન્થ પરંપરાની ઈસ્વીસન્ની પાંચમીથી લઈ ૧૭મી સદીના લગભગ હજારેક સંસ્કૃત-પ્રાકૃત સ્તોત્રો હું જોઈ વળ્યો છું; પણ તેમાં નિર્વાણભૂમિને વિષય બનાવી તેનું આલેખન કરતી કોઈ જ રચના નજરે પડી નથી. દાક્ષિણાત્ય નિર્ગન્ધ પરંપરા એનાં સંસ્કૃત ભાષા પરના અદ્ભુત પ્રભુત્વ, કવિતામાં અજોડ સંગ્રથન નૈપુણ્ય અને ઉચ્ચતમ ગુણવત્તા માટે જ નહીં, પણ નિર્વાણભૂમિ સરખા કપરા, શુષ્ક, અને ગમગીન વિષયને પણ સ્તોત્ર-કાવ્યના માધ્યમ દ્વારા, પ્રશાંત-ગંભીરતાનાં તત્ત્વો સમેત નિર્બાધરૂપે નિર્વાહિત કરી શકી છે તે ઘટના સહેજે જ પ્રશંસાને પાત્ર બની જાય છે. ટિપ્પણો : ૧. આગમોમાં આચારાંગ (પ્રથમ સ્કંધ), સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, ઋષિભાષિતાનિ તેમજ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ શૈલી તેમ જ વસ્તુની દૃષ્ટિએ સૌથી પ્રાચીન છે. જો કે આ પ્રત્યેકમાં જુદા જુદા સમયનાં અને નોખી નોખી શૈલીના સ્તરો છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરોની નિર્વાણભૂમિઓ સંબદ્ધ સ્તોત્રો ૨૦૭ ૨. આચારાંગ(પ્રથમ સ્કંધ)ના “ઉપધાન સૂત્રમાં જિન ‘વીરની તપસ્યાના કાળ(પ્રાયઃ ઈસ્વી પૂર્વે ૫૧૯ ૫૦૭)નું વિવરણ છે. ૩. આ સ્તોત્રની ઉત્તરની પરંપરામાં ઈસ્વીસનની ચોથી શતાબ્દી સુધી, વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થાધિગમ સભાષ્યસૂત્ર (પ્રાયઃ ઈસ્વી ૩૭૫-૪૦૦) સુધીના કાળમાં, તેમ જ દેવવાચકના નંદીસૂત્ર(પ્રાયઃ ઈ. સ. ૪૫૦-૪૭૫)ના સમય સુધીમાં તો ષડૂઆવશ્યકમાં ગણતરી થતી. તે પછી ઈસ્વીસનની પાંચમી સદીના અંતિમ ચરણમાં સંકલિત આવશ્યકસૂત્રમાં તેનો સમાવેશ થયો. થોડા પાઠાંતર સાથે આ સ્તોત્ર દિગંબર પરંપરામાં પણ (સંભવતઃ યાપનીય સંઘના માધ્યમ દ્વારા) ઉપલબ્ધ છે. ૪. પાર્શ્વનાથનો “નિર્ઝન્થ” સંપ્રદાય ક્રમશઃ મહાવીરના સંપ્રદાયમાં ભળી જવાથી પ્રસ્તુત જિન તેમ જ તેમના ઉપદેશ સંબદ્ધ મૌલિક જૂનું સાહિત્ય વિલુપ્ત થઈ ગયું. ૫. બૌદ્ધોમાં બુદ્ધનું જન્મસ્થાન (લુમ્બિની વન), બોધિપ્રાપ્તિ સ્થાન બુદ્ધ ગયા), ધર્મચક્ર પ્રવર્તન (વારાણસી સમીપ સારનાથ) અને નિર્વાણના સ્થાન(કુશિનગર)નું યાત્રા નિમિત્તે ઘણું મહત્ત્વ હતું. નિર્ચન્થોમાં તીર્થકરોનાં એવાં સમાંતર ધામોને પંચકલ્યાણક તીર્થો(ગર્ભ, જન્મ, નિષ્ક્રમણ, કૈવલ્યપ્રાપ્તિ અને નિર્વાણ)માં સમાવી લેવામાં આવ્યાં. ૬. ઉત્તરની પરંપરાના સંસ્કૃત ટીકાકારો આદિ પ્રાકૃત શબ્દ “સમ્મય'નું સંસ્કૃત રૂપાંતર “સમ્મત' કરે છે; જયારે દક્ષિણવાળાઓ “સમ્મદ' કરે છે. “સમ્મદ' શબ્દ વિશેષ સમીચીન જણાય છે. મેદ (Mass) પર્વતના ઘોર દળદારપણાના વિશેષ લક્ષણને સ્પષ્ટ કરે છે. જેમ કે “મેદિની' એટલે પૃથ્વી, ૭. દાક્ષિણાત્ય નિન્ય પરિપાટીમાં અષ્ટાપદ પર્વતને બદલે ઘણી વાર “કૈલાસ” ઉલિખિત છે, જે વાત ઉત્તરની આગમિક પરંપરા અને તદનુષંગી વ્યાખ્યાત્મક સાહિત્યમાં ક્યાંય જોવા મળતી નથી પણ પૂર્ણતલગચ્છીય આચાર્ય હેમચંદ્રના અભિધાનચિંતામણિ ૪ / ૧૦૨૮ (પ્રાયઃ ઈ. સ. ૧૧૪૦)માં કૈલાસ’ની “અષ્ટાપદના પર્યાય રૂપેણ નોંધ લેવાઈ છે. ૮. આ સમ્મદ-શિખર તે હાલનું સુપ્રસિદ્ધ તીર્થધામ પાર્શ્વનાથ-હિલ’ નહીં પણ ગયા પાસેનો કહુઆ ડુંગર છે એવું અન્વેષકોનું માનવું છે. પાર્શ્વનાથ-હિલ પર કોઈ જ પ્રાચીન અવશેષો નથી મળતા જ્યારે કોહુઆ ડુંગર પરે ખડક પર ૨૦ જિનમૂર્તિઓ કંડારેલી જોવાય છે અને એક “સમ્મદ...” જેવો શબ્દખંડ ધરાવતા અભિલેખનો ટુકડો મળી આવ્યો છે. ૯. સંભવ છે કે સમ્મદ-શૈલના મૂળ સ્તૂપ ખોલી, તેમાંથી અચ્યવશેષોનો અમુક અંશ કાઢી, મથુરાના સુપની તે પર રચના ઈસ્વીસન પૂર્વની કોઈક સદીમાં, કદાચ મૌર્ય સંમતિના સમયમાં થઈ હોય. ૧૦. અધ્યયનમાં ‘સ્તોત્ર-સાહિત્ય' એ મહદંશે ઉપેક્ષિત વિષય રહ્યો છે. હાલમાં જિતેન્દ્ર શાહ સાથે હું શ્રીબૃહ નિર્ચન્થ-સ્તોત્ર-૨ન-મંજૂષા ગ્રંથનું સંકલન એવું સંપાદન કરી રહ્યો છું. ૧૧. આ સ્તોત્રો દશભક્તિ અંતર્ગત, ધારાના મહાન્ દિગંબર વ્યાખ્યાનકાર પ્રભાચંદ્ર(કાર્યકાલ પ્રાયઃ ઈ. સ. ૧૦૨૫-૧૦૬૦)ની વૃત્તિ સાથે (યા અન્યથા) અનેક સ્થળોથી છપાયેલાં છે. મેં અહીંની ચર્ચામાં નીચેનાં બે પ્રકાશનોનો ઉપયોગ કર્યો છે. (૧) ક્રિયા તાપ (સં. પન્નાલાલ-સોની-શાસ્ત્રી), આગરા વિ. સં. ૧૯૯૩ (ઈ. સ. ૧૯૩૭); Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૨) દુખ્યુન-કમ-સિદ્ધાન્ત પાઠાવત્તિ, શ્રી દિગંબર જૈન કુંથ વિજય ગ્રંથમાલા સમિતિ, જયપુર ૧૯૮૨, પૃ. ૧૩૯-૧૪૦ તથા પૃ. ૧૪૪–૧૪૫. ૧૨.પ્રભાચંદ્રના કથન અનુસાર સંસ્કૃત ભક્તિઓ પાદપૂજય સ્વામી(પૂજ્યપાદ દેવનંદિ)ની રચેલી છે. પણ પં. નાથુરામ પ્રેમી આદિ વિદ્વાનોને આ અનુશ્રુતિની સત્યતામાં સંદેહ છે. (જુઓ પ્રેમી, “દેવનંદિકા જૈનેન્દ્ર વ્યાકરણ”. જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, મુંબઈ, ૧૯૫૬, પૃ. ૪૮; તથા સદરહુ ગ્રંથમાં “હમારે તીર્થક્ષેત્ર”, પૃ. ૪૨૩.) ૧૩. દશભક્તિઓમાં “નિર્વાણ ભક્તિ” આજે જે રૂપે મળે છે તેમાં પ્રથમનાં ૨૦ પદ્યો તો “વીર પંચાલ્યાણક સ્તોત્ર” રૂપેણ કોઈ અલગ કર્તાની ભિન્ન શૈલીમાં (મોટે ભાગે જટા સિંહનંદીની શૈલીમાં) જુદા જ છંદમાં, નોખી જ રચના છે. ૧૪. ઉપર્યુક્ત “નિર્વાણભક્તિમાં “વીર પંચકલ્યાણક સ્તોત્ર” પછીથી આવતાં ૧૨ પઘો જ અસલી “નિર્વાણભૂમિસ્તોત્ર” છે. ૧૫. આ માન્યતા ક્ષત્રપકાળના ઉત્તરાર્ધમાં રચાયેલ આગમોમાં સૌ પ્રથમ જ દેખા દે છે. ૧૬. દશ ભક્તિઓમાં “નંદીશ્વરભક્તિ” નામની રચના મૂળે બે ભિન્ન ભિન્ન રચનાઓનું જોડાયેલું સ્વરૂપ છે. ૧થી ૨૮ પદ્યો સુધીની જ રચના “નંદીશ્વરસ્તુતિ” છે. તે પછીના ૨૯થી ૩૭ સુધીનાં પડ્યો “નિર્વાણભૂમિસ્તુતિ” છે અને ત્યાર બાદના ૩૮થી લઈ ૬૦ સુધીનાં ૨૩ પદ્યો તીર્થકરોનાં અતિશય અને અષ્ટામહાપ્રાતિહાર્ય સંબદ્ધ છે. આમ આ ત્રણે રચનાઓ જો એક જ કર્તાની હોય તો પણ ત્રણ પ્રથકુ વિષયને આવરી લેતી રચનાઓ જ માનવી જોઈએ. (આ સંબંધમાં વિસ્તારપૂર્વક અને સપ્રમાણ ચર્ચા હું અન્યત્ર એક અંગ્રેજી લેખમાં કરી રહ્યો છે.) Page #238 -------------------------------------------------------------------------- ________________ આર્યાનંદિલકૃત વિરોદ્યાદેવીસ્તવ' તથા ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ઈ. સ. ૧૨૭૮) અંતર્ગત “આર્ય નંદિલચરિત”નો સમાવેશ છે. પ્રસ્તુત “ચરિત'ની (સ્વ) મુનિરાજ કલ્યાણવિજયજીએ આલોચના કરતાં લખ્યું છે કે આને “આર્ય નંદિલચરિત” કહેવાને બદલે “વૈરોચ્યાચરિત” કહીએ તો ઠીક ! કેમકે તેમાં આર્યનંદિલ (વા આનંદિલ) વિષયે કશું જ કહ્યું નથી, સિવાય કે તેઓ આર્ય રક્ષિતના વંશજ હતા અને તેમના સદુપદેશથી શ્રેષ્ઠીપુત્ર “પઘ'ની ભાર્યા “વૈરાટ્યા” મરીને નાગદેવી બની નાગરાજ ધરણેન્દ્રની મહિષી થઈ. કથાનક દેખીતી રીતે જ કાલ્પનિક છે અને જનકથાઓમાં નાગપંચમી-માહાભ્યની પ્રચલિત દંતકથાઓમાંથી “વૈતવ” કે “તુક” (motif) ઉઠાવી તેને ઘડી કાઢવામાં આવ્યું છે; અલબત્ત પ્રભાચંદ્રાચાર્યે જ તે ઉપજાવી કાઢ્યું હશે તેમ કહેવા માટે તો પ્રમાણ ઉપલબ્ધ નથી. આર્ય નંદિલને “આર્ય રક્ષિતવંશીય” કહ્યા છે; આથી તેઓ ઈસ્વીસની પહેલી શતાબ્દી પછી થયા હશે. દૂષ્યગણિ-શિષ્ય દેવવાચકકૃત નંદિસૂત્ર (આ. ઈ. સ. ૪૫૦) અંતર્ગત અપાયેલી વાચકવંશીય સ્થવિરાવલીમાં પુરાણા વાચકોની સૂચિમાં અજ્ઞાનતં(આર્યાડડનંદિલ)ને સ્થાન મળ્યું છે , જે તેમના સમયની ઉત્તરસીમા નિર્ણત કરે છે. સંભવ છે કે તેઓ ઈસ્વીસની બીજી (યા ત્રીજી) શતાબ્દીમાં, કુષાણયુગમાં, થયા હોય. અને “આર્ય નંદિલને બદલે “આનંદિલ (આર્ય આદિલ) અભિધાન વિશેષ સાચું હોય. (આ ધારણાને આધારે શીર્ષકમાં “આર્યાનંદિલ’ અભિધાન કલ્યાણવિજયજી એવં પુણ્યવિજય દ્વારા સ્વીકારાયેલું છે.) દાક્ષિણાત્ય નિર્ગસ્થ પરંપરાના, પુષ્પદંત-ભૂતબલિકૃત ષખડાગમ (પ્રાય: ઈસ્વી ૪૭૫-૫૦૦) પરની પંચતૂપાન્વયના દિગંબરાચાર્ય સ્વામી વીરસેનની ધવલા-ટીકા(ઈ. સ. ૮૧૬)માં બે સ્થળે મહાવાચક આર્યનંદીને લગતાં અવતરણો જોવા મળે છે, અને પ્રસ્તુત આર્યનંદી સચેલક વા અર્ધચેલક પરંપરાના આર્યનંદિલ વા આર્યાનંદિલ જ હોવા વિષે મેં અન્યત્ર સવિસ્તર ચર્ચા કરી છે. આ આર્યાનંદિલની બનાવેલી મનાતી એક કૃતિ–વૈરોચ્ચાદેવીસ્તવન–પાંચેક દાયકા ઉપર પ્રકટ થઈ છે. પ્રસ્તુત સ્તવનમાં ૧૩મા પદ્યમાં અજ્ઞાવિજોગ સંવિઠ્ઠ સરખો ઉલ્લેખ મળતો હોઈ સ્તવના રચયિતા આર્યાનંદિલ હોવાનું ઉપલક દૃષ્ટિએ લાગે; પરંતુ તે ઈસ્વીસની નિ. ઐ, ભા. ૧-૨૭ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બીજી શતાબ્દી જેટલું પુરાણું હોવા સામે તો સ્તવ જ અપવાદ કરે છે, જેનાં કારણો વિષે જોઈએ : ૧. સ્તવમાં વૈરોચ્યા તેમ જ પદ્માવતીને ધરણોરગ(ધરણંદ્ર)ની દેવીઓ રૂપે ઉલ્લેખ થયો છે : યથા : जा धरणोरगदइआ देवी पउमावई य वइरुट्ठा । सप्पसहस्सेहि जुआ देवा किर किंकरा जाया ॥२॥ તથા धरणिदपढमपत्ती वइरुट्ठानाम नागिणी विज्जा । सप्पकरंडगहत्था सप्पाभरणा य जा निच्चं ॥४॥ પણ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ઈ. સ. ૧૦૦-૩૦૦) અને સ્થાનાંગસૂત્ર (ઈ. સ. ૩૫૦ ૩૬૩)"માં નાગરાજ ધરણંદ્રની જે છ (કે ચાર) મહિષીઓનાં નામ ગણાવ્યાં છે તેમાં ન તો વૈરોચ્યા કે ન તો પદ્માવતીનું નામ જોવા મળે છે. આથી પ્રસ્તુત કલ્પના અનાગમિક અને પશ્ચાત્કાલીન જણાય છે. (દિગંબર સંપ્રદાયના આગમવતુ વા આગમસ્થાનીય ગ્રંથ તિલોયપણસ્તી ( ત્રિજ્ઞા ) (આ. ઈસ. પ૫૦) ગ્રંથમાં પણ ધરણંદ્રના સંદર્ભમાં પ્રસ્તુત બન્ને નામો અનુપસ્થિત છે.) ૨. વૈરોચ્યા કે પદ્માવતીદેવીની ઉપલબ્ધ પ્રતિમાઓમાંથી એકેય છઠ્ઠા શતકથી પૂર્વે લઈ જઈ શકાય તેમ નથી. (સાહિત્યમાં અલબત્ત આનાથી થોડા કાળ પૂર્વે ઉપાસના-સૂચક સ્તોત્રો થઈ ગયાં હોઈ શકે. પદ્માવતીના, ઈસ્વી પ૭૫-૬૦૦માં કોરાયેલાં લયન મંદિરો અંતર્ગત, શિલ્પ ઐઠોળ અને બદામીમાં [દિગંબર સંપ્રદાયમાં] મળે છે. આ સિવાય પદ્માવત્યાલયના ઉલ્લેખ કર્ણાટકમાં કદંબવંશીય તામ્રશાસનોમાં ઈસ્વી પમી ઉત્તરાર્ધ અને છઠ્ઠીના પૂર્વાર્ધ સુધીના મળી આવે છે.) ૩. સંદર્ભગત સ્તોત્રમાં પદ્ય ૩માં વૈરોટ્યાનું જે વર્ણન કર્યું છે તે પ્રાચીનને બદલે તેના પ્રતિમાવિધાનમાં પછીથી દેખાતાં લક્ષણોને આવરે છે : યથા : नागिणि नागारूढा नागकरा नागभूसियसरीरा । नागेहिं सिरमाला नागमुहा सा जए जयउ ॥३॥ ૪. ચોથા પદ્યમાં તેને “ વિજ્જા” (“વિદ્યા=શક્તિ) કહી છે જે હકીકત પણ વૈરોચ્યા નિર્મન્થ-દર્શન અંતર્ગત બહુ પ્રાચીન દેવતા હોવાનું માનવામાં બાધા ઊભી કરે છે; આગમિક સંદર્ભોમાં ઠેકઠેકાણે આવતા લૌકિક યક્ષો અને યક્ષીઓના ઉલ્લેખોમાં વૈરોટ્યાનું નામ જોવા Page #240 -------------------------------------------------------------------------- ________________ આર્યાનંદિલકત વૈરોટ્યાદેવીસ્તવ' તથા ‘ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨ ૧ ૧ મળતું નથી. ૫. છઠ્ઠા પદ્યમાં વીંછી આદિ ઝેરી જંતુઓ, જાનવરો, રાની પશુઓ તેમ જ વ્યંતરાદિ અગોચર સૃષ્ટિનાં મલિન સત્ત્વો (એના પ્રતાપથી) નાસી જતા હોવાની વાત કરી છે, જે પણ સ્તોત્ર પ્રાશ્મધ્યકાળથી વિશેષ પ્રાચીન માનવામાં રુકાવટ ઊભી કરે છે. ૬. એ જ રીતે પદ્ય ૧૮થી લઈ ૨૮ સુધીમાં ભૂજગ, રાક્ષસ, યાકિની, શાકિની, ડાકિની, ચોર, (ભાલક), હિંન્ન, (મૂષક?"), (મુદ્ગર?''), ગુહ્યકાદિથી બચવાની વાત છે, જે પરથી તો તે માનતુંગ સૂરિના પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્ર(આ ઈસ્વીટ દા-૭મા સૈકા)થી પણ પછીની રચના હોવાનું ભાસે છે. ૭. અને પદ્ય ૮ અને ૯ તો ઉઘાડી રીતે તાંત્રિક છે : हुंकारंतं च विसं अविसट्ट विसट्टपल्लवे च । पारस नाम श्रीं ह्रीं पउमावइ धरणराएणं ॥८॥ सप्प ! विसप्प सरीसव ! धरणिं गच्छाहि जाहि रे तुरिअं। जंभिणि थंभिणि बंधणि मोहणि हुं फुट्टकारेणं ॥९॥ આ પઘો જોતાં તો તેને આઠમા-નવમા સૈકાથી તો પ્રાચીન માની શકાય તેવી સ્થિતિ રહેતી નથી. બીજી બાજુ પદ્માવતીનો શ્વેતાંબર સંપ્રદાયમાં સ્વીકાર દશમા શતક પૂર્વે હોવાનું ન સાહિત્યમાં, ન શિલ્પમાં પ્રમાણ છે. સ્તોત્રરચયિતા શ્વેતાંબર છે એટલે તે તથ્યનો પણ કાળનિર્ણય કરતે સમયે ધ્યાનમાં લેવો ઘટે. ઉપર્યુક્ત તમામ મુદ્દાઓ લક્ષમાં લેતાં પ્રસ્તુત સ્તવને કુષાણકાલીન આચાર્ય આર્ય નંદિક, આર્ય નંદિલ, વા આર્ય નંદીની કૃતિ હોવાનું માની શકાય તેમ નથી. જૈનોમાં મંત્રવાદ જ નહીં, તંત્રવાદના પ્રવેશ પછીની જ એ રચના હોઈ શકે. પ્રભાવકચરિતકાર પ્રસ્તુત સ્તોત્રથી પરિચિત છે૧૭; પણ તેમણે દીધેલા કથાનક માટેનું મૂળ સ્રોત તો પકડાય ત્યારે ખરું. વૈરોયા-સ્તવની વસ્તુતયા આજે તો પ્રસિદ્ધિ નથી અને ભૂતકાળમાં પણ આગમોની આજ્ઞાની ઉપેક્ષા કરનાર માંત્રિક જૈન જતિઓ દ્વારા થતી હશે તે ઉપાસના સિવાય એ કેટલું પ્રચારમાં હતું તે જાણવાને કોઈ સાધન ઉપસ્થિત નથી; પરંતુ “ઉપસર્ગહરસ્તોત્ર (ઉવસગ્ગહરથોત્ત)” તો એક અતિ પ્રસિદ્ધ, અને નિર્ઝન્થોના શ્વેતાંબર-દિગંબર એમ બન્ને આમ્નાયોમાં પ્રચલિત, સ્તોત્રોમાંનું એક છે. કેવળ પાંચ જ ગાથામાં નિબદ્ધ આ સ્તોત્રના કર્તા, નંદયુગના અંતે અને મૌર્ય યુગના આરંભે થઈ ગયેલા, ચરમ શ્રુતકેવલી ભદ્રબાહુ હોવાનું શ્વેતાંબર સંપ્રદાયમાં પરંપરાથી મનાય છે; કંઈ નહીં તોયે પ્રબંધકારોનું એમ કહેવું છે. પણ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ મૂળ સ્તોત્રમાં, કે તેની પાશ્વદેવગણિ વિરચિત વૃત્તિ (ઈસ્વીસનું ૧૨મું શતક) કે ચંદ્રાચાર્ય કારિત લઘુવૃત્તિ (ઈસ્વીસનો ૧૩મો સૈકો૯) અંતર્ગત, તેના કર્તા ભદ્રબાહુ (કે અન્ય કોઈ) હોવાનો જરા સરખો પણ ઇશારો નથી. સ્વ. મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ પહેલાં તો પ્રસ્તુત કૃતિ ઉપરકથિત ભદ્રબાહુસ્વામિ કારિત માનેલી એવો ભાસ થાય છે”; પણ પછીથી મત બદલીને તેને જૈન કથાનકોમાં વરાહમિહિરના બંધુ મનાયેલ, પ્રથમથી ભિન્ન એવા, નિર્યુક્તિકાર ભદ્રબાહુ (દ્વિતીય)ને, તેના કર્તા માન્યા હોય તેમ લાગે છે. (સ્વ) મુનિવર્ય પુણ્યવિજયજી પણ એવી માન્યતા ધરાવતા હતા. પણ દ્વિતીય ભદ્રબાહુના અસ્તિત્વને સિદ્ધ કરે એવું એક પણ પ્રમાણ ઉપસ્થિત નથી. ચરિત-કથાનક-પ્રબંધાદિમાં એક તરફથી ભદ્રબાહુને ગુપ્તકાલીન વરાહમિહિરના ભાઈ, તો બીજી તરફથી વળી એમને મૌર્યકાલીન આર્ય યશોભદ્રના શિષ્ય અને આર્ય સ્થૂલભદ્રના ગુરુ બતાવ્યા છે ! આ ઘોર કાલાતિક્રમ અને વિસંવાદ, તેમ જ કથામાં કથેલ સામ્પ્રદાયિક તત્ત્વો પાછળ તથ્ય એટલું જ છે કે વરાહમિહિરથી ભદ્રબાહુની સરસાઈ જૈન કથાકારોને બતાવવી હતી, પણ તેથી તો કોઈ ઐતિહાસિક સચ્ચાઈ સિદ્ધ નથી થતી. હકીકતમાં નિર્યુક્તિઓના કર્તા કોણ હતા અને ઉપસર્ગહરસ્તોત્રના કર્તા કોણ હતા તેનો નિર્દેશ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત થયો નથી. પુણ્યવિજયજીની એટલી વાત તો સાચી લાગે છે કે નિર્યુક્તિઓ (કેટલેક અંશે ઉત્તર કુષાણ અને ગુપ્તકાલીન સંગ્રહણીઓને આધારે) જૈનાગમોની વાલભી દ્વિતીય વાચના (ઈ. સ. ૧૦૩/પ૧૬) પછી તુરતમાં થયેલી છે. (એને ઈ. સ. પરપના અરસાની રચના ગણી શકાય.) પણ એથી ઉપસર્ગહરસ્તોત્રના કર્તા અને કાળની સમસ્યાનો ઉકેલ થતો નથી. મહારાષ્ટ્ર પ્રાકૃતમાં રચાયેલ મૂળ સ્તોત્ર આ પ્રમાણે છે : उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मंगलकल्लाण आवासं ॥१॥ विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ । तस्सग्गहरोगमारी दुट्ठजरा जंति उवसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा पावंति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मते लद्धे चिंतामणि कप्पपायवब्भहिए । पावंति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥४॥ इय संथुओ महायस ! भत्तिब्भरनिब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास ! जिणचंद ! ||५|| Page #242 -------------------------------------------------------------------------- ________________ આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨૧૩ તેનો શબ્દાર્થ શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતમાં આપ્યો છે જેના આધારે ગુજરાતમાં ભાવાર્થ નીચે મુજબ તારવી શકાય: ૧. ઉપસર્ગને હરનાર, વિષધરના વિષનો વિનાશ કરનાર (યક્ષ) પાર્શ્વને, તેમ જ કર્મ નથી મુક્ત, મંગલ અને મંગલ-કલ્યાણના આવાસ રૂપ (જિન) પાર્શ્વને વંદું છું. ૨. (આ) વિષધરફુલિંગમંત્રને જે મનુષ્ય સદા કંઠસ્થ રાખે તેને ગ્રહ દશાનું, રોગ, મરકી(ઇત્યાદિ)ના આવિર્ભાવનું, કે આકરા તાવનું ઉપશમન થાય. ૩. મંત્ર તો દૂર પણ આપના પ્રણામ માત્ર પણ બહુ ફળ આપનાર છે. આપને પ્રણામ કરનાર મનુષ્યો વા પ્રાણીઓ દુ:ખ કે દુર્ગતિને પ્રાપ્ત થતા નથી. ૪. આપને સમ્યફ રીતે ગ્રહણ કરવાથી ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પ્રાપ્ત થાય તેનાથી) પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે, અને જીવો નિર્વિબે અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. ૫. હે મહાયશ, હે દેવ, હે ચંદ્ર સમાન પાર્શ્વજિન, ભક્તિથી પૂર્ણ ભરેલ હૃદયથી હું સંતુતિ કરું છું કે ભવોભવ સંબોધિ દેજો ! આમ સ્તોત્ર મંત્રપૂત છે અને નાગવિષ ઉતારવા માટે, ગ્રહદશાના પ્રભાવથી મુક્ત થવા માટે, મહામારી સમાન રોગ-વિમોક્ષ, તથા જવારોપશમનના ઉદ્દેશથી કર્તાએ રચ્યું છે. દેખીતી રીતે જ આનો રચયિતા આગમ યુગનો નથી જ અને રચના-રીતિ અને ભાષા પણ પ્રાફમધ્યકાળ પૂર્વેનો કાળ બતાવતા હોવાનું ભાગ્યે જ માની શકાય. પણ કાળનિર્ણયની ચાવી તો પહેલા જ પદ્યના પ્રથમ ચરણમાં છે. તેમાં પાસ (પાર્થ) શબ્દ બે વાર આવે છે. ટીકાકારે પહેલા, ઉપસર્ગને હરનાર “પાસ”નો અર્થ “પાર્શ્વયક્ષ કર્યો છે, જયારે બીજા, કર્મ-વૃત્તિથી મુક્ત થવામાં નિમિત્ત બનનાર “પાસ”નો અર્થ “જિન પાર્શ્વ કર્યો છે ને તેના ઔચિત્ય વિષે કોઈ શંકાને કારણ નથી; કેમકે સિદ્ધાત્મા(વિમુક્ત-આત્મા)ને નિર્ઝન્થદર્શન સર્વજ્ઞ-સર્વદર્શી તો માને છે પણ કર્તા રૂપે નહીં. આથી જિન પાર્શ્વ ઉપસર્ગને હરી ન શકે, પણ શાસન-દેવતા.આ કાર્ય કરી શકે; એથી ઉપસર્ગ કરવાની પ્રાર્થના પાર્શ્વજિનને નહીં, એમના નામેરી અને એમના જ શાસનદેવ, પાર્શ્વનયક્ષને કરે છે. પણ પાર્શ્વયક્ષની કલ્પના પણ મોડેની જ માનવાની રહે છે. તીર્થકરોના શાસન રક્ષકરૂપે યક્ષ-યક્ષિીઓનો વિભાવ સાહિત્ય કે પ્રતિભા-સર્જનમાં નવમ શતક અંતિમ ચરણથી પૂર્વેનો નથી, એને લગતું કોઈ જ પ્રમાણ નથી. સમવાયાંગસૂત્રમાં ૨૪મા સ્થાનમાં યક્ષ-યક્ષિીઓનો ઉલ્લેખ જ નથી. અને અનુગુપ્ત કાળ સુધીના આગમિક કે અન્ય સાહિત્યમાં પણ તે નિર્દેશ મળતા નથી. શૈલીની દૃષ્ટિએ પણ સ્તોત્ર પાદલિપ્ત સૂરિ(દ્વિતીય) (પ્રાયઃ ઈસ્વી ૭૦૦-૭૨૫)ની “ગાતાજુહલેણ” નામક બે જ ગાથામાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ નિબદ્ધ વીરસ્તુતિને (જે સુવર્ણસિદ્ધિ-સ્તવ મનાય છે) અમુકાંશે મળતું આવે છે. જોકે દિગંબર સંપ્રદાયમાં આ સ્તોત્ર ભક્તામર સ્તોત્રકાર માનતુંગ સૂરિનું રચેલું મનાય છે; પણ માનતુંગસૂરિના પ્રાકૃત સ્તોત્ર–ભયહર–ની શૈલીથી આ સ્તોત્રની શૈલી જુદી પડી આવે છે : તેમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ વરતાય છે અને “માનતુંગનું મુદ્રારૂપેણ નામ પણ અંતિમ પદ્યમાં ઉપસ્થિત નથી. કોઈ મંત્ર-પરસ્ત ચૈત્યવાસી જતિની આ રચના છે. શૈલી અને વસ્તુને લક્ષમાં લેતાં “ઉપસર્ગહરસ્તોત્ર'ને વહેલામાં વહેલું ઈસ્વીસના નવમાં શતકના ઉત્તરાર્ધમાં મૂકી શકાય. ટિપ્પણો : ૧. સં. જિન વિજયમુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦. ૨. જુઓ શ્રીપ્રભાવકચરિત્ર (ભાષાંતર), શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર વિસં. ૧૯૮૭ (ઈસ. ૧૯૩૧), ‘‘પ્રસ્તાવના,” પૃ. ૨૨, ૩, વૈરોટ્યાની મૂર્તિઓનાં અંકન દસમા શતક (કે બહુ બહુ તો પ્રાશ્મધ્યકાળ) પહેલાં મળતાં નથી. એના સંબંધી આખીયે દંતકથા ચૈત્યવાસીઓએ ઉપજાવી કાઢેલી જણાય છે. ૪. સં. મુનિ પુણ્યવિજય, જૈન-આગમ ગ્રંથમાલા, ગ્રંથ ૧, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૬૮, સૂત્ર ૬, ‘થરાવલિયા,' પૃ. ૬, ५. णाणम्मि दंसणम्मि य तव विणए णिच्चकालमुज्जुत्तं । अज्जानंदिलखमणं सिरसा वंदे पसण्णमणं ।। રિઝૂત્ર ૬.૨૬ ૬. નંદીસૂત્રમાં જે થેરાવલી છે તેમાં આર્ય ભદ્રબાહુ પછી આવતાં નામો ક્રમબદ્ધ નથી. અહીં જે સમયાંકન કર્યું છે તે આર્ય મંગુ (માઘહસ્તી), આર્યનાગહસ્તી આદિનો સંભાવ્ય કાળ લક્ષમાં લઈ તેના આધારે આર્યનન્દિલની વિદ્યમાનતાનો કાળ પણ કુષાણયુગમાં માન્યો છે ૭. જુઓ મારો લેખ, “Apropos of Mahavācaka Aryā Nandi Ksamasramana, Sri Dinesacandrika (Studies in Indology), Eds. B. N. Mukherjee et al, Delhi 1983, pp. 141-147. ૮. જુઓ “વૈરોઢટ્રેવીસ્તવ,” જૈન સ્તોત્રસંવાદ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્ધારણગ્રંથાવલી, પ્રથમ ભાગ, સં. ચતુરવિજયમુનિ, અમદાવાદ ૧૯૩૨, પૃ. ૩૪૭-૩૫૦. ૯. એજન, પૃ. ૩૪૮. ૧૦. સંત પં. બેચરદાસ જીવરાજ દોશી, વિયાદિપત્તિસુત્ત, દ્વિતીય ભાગ, જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૪ (ભાગ ૨), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૭૮, સૂ. ૧૩, પૃ. ૫૦૦. ૧૧. સં. મુનિ જંબૂવિજય, ટાઇiાસુન્ન સમવાયંસુ , જૈન-આગમ-ગ્રંથમાલા, ગ્રંથાંક ૩, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૫, તદંતર્ગત સ્થાનાંગસૂત્ર, ૪.૧ ૨૭૩, પૃ ૧૦૫. Page #244 -------------------------------------------------------------------------- ________________ આનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨૧૫ ૧૨. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ““છ” નામ આપ્યાં છે અને સ્થાનાંગમાં “ચાર” નામ બતાવ્યાં છે. બન્નેનાં નામો બિલકુલ જુદાં છે. ૧૩. નૈ તો ૦, ભાગ ૧, પૃ. ૩૪૭. ૧૪. પ્રાચીન સ્તોત્રોમાં અષ્ટમહાભયાદિ દૂર થતા હોવાની તો વાત કહી છે; પણ અહીં કથિત ઝેરી જંતુઓ આદિની વાત નથી. આથી પણ સ્તોત્ર મધ્યકાલીન હોવાનું સંભવે છે. ૧૫. વ્યાલકનો એક અર્થ ‘સર્પ સરખા સરિસૃપ સરખો થાય છે. ૧૬. શબ્દ સ્પષ્ટ નથી એટલે અર્થ પણ સ્પષ્ટ નથી. ૧૭. એજન. એમણે પ્રસ્તુત “ચરિત'માં તેનો ઉલ્લેખ કર્યો છે. જુઓ y૦ ૨૦, પૃ. ૨૧. ત્યાં સ્તોત્રની શરૂઆત નમક ઉનના સ્તવ આર્યાનન્ટિલે બતાવ્યાનું કહ્યું છે, જયારે ઉપલબ્ધ પ્રકાશિત સ્તોત્રમાં તે નમન પાસનાë એવા શબ્દોથી પ્રારંભ કર્યો છે. ૧૮. રાજશેખર કૃત પ્રબંધકોશ(ઈસ્વી ૧૩૪૯)ના “ભદ્રબાહુ-વરાહ પ્રબંધ”માં તેવો સ્પષ્ટ નિર્દેશ છે. જુઓ સં. જિનવિજય, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૬, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૨. આ સિવાય સંઘતિલકની સમ્યક્તસખલિકાવૃત્તિ ઈ. સ. ૧૩૬૬)માં પણ એવો જ ઉલ્લેખ છે. નોંધ માટે જુઓ સં. ચતુરવિજયમુનિ “પ્રસ્તાવના,” મંત્રાધિરાજચિંતામણિ (જૈનસ્તોત્રસંદોહ, દ્વિતીય વિભાગ), શ્રી પ્રાચીન જૈન સાહિત્યોદ્ધાર ગ્રંથાવલી, ચતુર્થપુષ્પ, અમદાવાદ ૧૯૩૬, પૃ૦ ૮. ૧૯. પાર્જચંદ્રગણિની લઘુવૃત્તિ માટે જુઓ જૈનસ્તોત્રસંદોહ, દ્વિતીય વિભાગ, પૃ. ૧-૭, અને ચંદ્રસૂરિની લઘુવૃત્તિ માટે જુઓ જૈનસ્તોત્ર સંદોહ, પ્રથમ ભાગ, પ્રાચીન (જૈન) સાહિત્યોદ્ધારગ્રંથાવલી, પ્રથમ પુષ્પ, અમદાવાદ ૧૯૩૨, “ગ-પરિશિષ્ટ', પૃ. ૬૭-૭૬. ૨૦. જુઓ ‘‘પ્રસ્તાવના” (સંસ્કૃત) જૈવ સ્તોસંત, ૧, પૃ. ૫-૬. ૨૧. જુઓ એમની ગુજરાતી “પ્રસ્તાવના” જૈ. સ્તો. સં, ૨, પૃ. ૩-૧૨. ૨૨. નિર્યુક્તિઓ પ્રથમ ભદ્રબાહુ પ્રાયઃ (ઈ. સ. પૂ. ૩૨૫-૨૯૦) દ્વારા રચાયેલી હોવાની જે માન્યતા ઈસ્વી છઠ્ઠી સદીથી ચાલી આવી છે તેને પ્રસ્તુત કૃતિઓની ભાષા, છંદ, અને આંતરિક વસ્તુથી જરાયે સમર્થન મળતું નથી. આ વિશે (સ્વ) મુનિવર પુણ્યવિજયજી, જર્મન વિદ્વાનો, અને આ ક્ષેત્રના અન્ય ભારતીય વિદ્વાનો દ્વારા ઊહાપોહ થઈ ચૂક્યો છે. ૨૩. આ કથન ટીકાકારોનું છે. પંદરેક વર્ષ પૂર્વે બનારસમાં મારે ઘેર પં. દલસુખભાઈ માલવણિયા તથા સાગરમલ જૈનને મેં કહેલું કે ઉપસર્ગહરસ્તોત્ર એ પ્રથમ ભદ્રબાહુનું તો નથી જ પરંતુ કહેવાતા દ્વિતીય ભદ્રબાહ(વરાહમિહિરના મનાતા બંધુ)નું પણ હોઈ ન શકે, કેમકે તીર્થકરો સાથે સંબદ્ધ ૨૪ યક્ષયક્ષીઓની કલ્પનાનો નવમી શતાબ્દી પૂર્વે ન તો શિલ્પમાં કે ન તો સાહિત્યમાં સગડ મળે છે. પછીથી, મોટે ભાગે શ્રમણના એક અંકમાં, તે હકીકત સાગરમલ જૈનના લેખમાં (એમની પોતાની શોધરૂપે) પ્રગટ થઈ હોવાનું સ્મરણ છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ' સંદર્ભગત સંસ્કૃત “ચૈત્યપરિપાટીસ્તવન”નો પાઠ સન ૧૯૭૪માં ચાર હસ્તપ્રતોના આધારે તૈયાર કરેલો અને ટિપ્પણો સિવાયનો લેખનો મુખ્ય મુસદો પણ ત્યારે જ લખી રાખેલો. ચારેય પ્રત “શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના સંગ્રહની છે, જેનો સંપાદનાર્થે અહીં સાભાર ઉપયોગ કર્યો છે. તેમાંની “A” અને “B' સંજ્ઞક પ્રતો લિપિ તેમ જ અન્ય લક્ષણોથી ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જયારે C” અને “D' પ્રત ૧૦મા શતકથી પ્રાચીન જણાતી નથી : તેના ક્રમાંક નીચે મુજબ છે: A. ૮૪૭૧ / ૧૩ B. ૩૪૪૮ C. ૪૩૯૮ D. રાધનપુરથી નવપ્રાપ્ત : (ક્રમાંક અપાયો નથી.) બધી જ પ્રતોમાં થોડાં થોડાં વ્યાકરણનાં, તેમ જ અક્ષરો ઊડી ગયા જેવાં અલનો છે: પણ મિલાન દ્વારા તૈયાર થયેલા પાઠમાં પૂરી સ્પષ્ટતા વરતાય છે. મારો મેળવેલો પાઠ અમદાવાદ નિવાસી (સ્વ) પં. હરિશંકર અંબાશંકર શાસ્ત્રી, (સ્વ) પં. બાબુલાલ સવચંદ દોશી, અને એ વર્ષોમાં વારાણસીમાં રહેતા પં. શતકરિ મુખોપાધ્યાયે સંશોધી આપેલો છે, જે બદલ એ ત્રણે વિદ્વધર્યોનો અહીં સાનંદ ઋણ સ્વીકાર કરું છું. પ્રતોના પાઠમાં, શ્લોકોના ક્રમમાં, ખાસ કરીને શ્લોક ૧૪ પછી મેળ નથી, કેમ કે કોઈ કોઈ પ્રતોમાં શ્લોકો વધતા-ઓછા છે. તો કોઈમાં એક શ્લોક મળે છે તો કોઈમાં બીજો : (આમાંના કેટલાક પ્રક્ષિપ્ત જણાય છે, જે વિશે આગળ ઉપર વિશેષ કહીશ.) પણ અહીં સંપાદનના નિયમ પ્રમાણે (અને એ કાળે લાદ.માં અનુસરાતી પદ્ધતિ અનુસાર) કોઈ એક પ્રતને મુખ્ય માનવાની જરૂર હોઈ, “A' ને પસંદગી આપેલી. જોકે તે પણ ક્ષેપક શ્લોકથી તદ્દન મુક્ત નથી. એકંદરે “B' પ્રતનો પાઠ સૌમાં વિશેષ શુદ્ધ છે : પણ તે પ્રત પાછળથી મળી હોઈ તેને મૂલાધાર બનાવી શકાઈ નથી; કિંતુ તેનાં પાઠાંતરો નોંધી, મૂળપાઠમાં તેનાં વિશુદ્ધ રૂપો આવરી લીધાં છે. સ્તવકાર “સંગમસૂરિનું નામ બધી જ પ્રતોમાં, છેવટના ભાગમાં અંતિમ શ્લોક પૂર્વેના શ્લોકમાં, મળે છે. તેમના ગચ્છ, કે ગુરુપરંપરા વિશે ત્યાં કંઈ જ જણાવવામાં આવ્યું નથી, કે ન તો ઉપલબ્ધ સાધનો દ્વારા તે વિષયમાં કશું જાણી શકાય છે. સ્તવમાં રચના-સંવત્ પણ Page #246 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃત ભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ ૨૧૭ આપ્યો નથી. પુરાતન કાળના “સંગમ સ્થવિર’, કે આઠમા-નવમા શતકમાં થયેલા સંગમસીહ મુનિ, કે શત્રુંજય પર સં. ૧૦૬૪ / ઈ. સ. ૧૦૦૮માં અનશન કરી કાળધર્મ પામેલા મુનિ “સંગમસિદ્ધ તો તેના કર્તા હોઈ ન શકે, પણ ભરૂચની એક સં. ૧૧૧૩ / ઈસ્વી ૧૦૬૩ની તુલ્યકાલીન જિન ધાતુપ્રતિમાના લેખમાં ઉલિખિત “સંગમસિંહસૂરિ' સાંપ્રત રચયિતા હોવાનો સંભવ વિશે વિચાર કરીશું. સ્તવનો રચનાકાળ, અને એથી સ્તવકાર સંગમસૂરિ'ની વિદ્યમાનતાના સમયનો નિર્ણય અંદરની સામગ્રીના પરીક્ષણ પરથી આગળ ઉપર અહીં કરીશું. સ્તવ વિશે વધુ વિચારતાં પહેલાં તેની અંદરની વસ્તુ વિશે જાણી લઈએ. સંગમસૂરિ પ્રારંભના ત્રણ શ્લોકમાં જુદા જુદા દેવલોકોમાં તેમ જ વૈતાઢ્ય, કુલાચલ, નાગદંતગિરિ, વક્ષારકૂટ, ઇષકાર, માનુષોત્તર, નંદીશ્વર, રુચકગિરિ આદિ જૈન આગમપ્રણીત ભૂગોળના પ્રતિષ્ઠિત પર્વતો પર અને હૃદ (તટાક), કુંડ, વર્ષ (પર્વત), સાગર અને નદી તટે બિરાજમાન જિનવરાવલીનો જયકાર બોલાવી, પછી ભારતવર્ષના પ્રમુખ ઐતિહાસિક અને મહિમાપૂત જૈન તીર્થોનો અને પ્રસ્તુત તીર્થોના મૂલનાયક જિનોનો ઉલ્લેખ કરી, તેમનો જય વાંચ્છે છે. તે પછી બહુકોટિ સંખ્યામાં પુંડરીકાદિ સાધુજનો જ્યાં સિદ્ધ થયા છે તે, સૌ તીર્થોમાં આદિ એવા, શત્રુંજયગિરિનો જય થાઓ તેમ કહી (૪), અષ્ટાપદાદ્રિ પર પોતપોતાનાં વર્ણ અને કદ સહિત ભરતચક્રીકારિત રત્નમય (ચોવીસ) જિનબિંબ (પ), ત્યારબાદ જ્યાં વીસ જિનો મોક્ષે ગયા છે ને જ્યાં (તેમનાં) દેવનિર્મિત સ્તૂપોની હાર છે તે સમેતગિરિરાજ (૬), તે પછી તક્ષશિલાનગરીમાં યુગાદિ ઋષભજિનનાં પગલાં પડેલાં તે સ્થાને ચક્રીબંધુ બાહુબલિએ નિર્માવેલ હજાર આરાનું રત્નમય ધર્મચક્ર (૭), ને ત્યારબાદ મથુરાનગરીમાં સુપાર્શ્વજિનના સમયનો અને હજી પણ દેવતાઓ જેની અર્ચના કરે છે તે દેવનિર્મિત સ્તૂપનો જયકાર ગજાવે છે (૮). આ પછી બ્રહ્મદ્ર, દશાનન (રાવણ), અને રામચંદ્રાદિથી પૂજિત અંગદિકાનગરના રત્નમય જિનબિંબનો (૯), અને ગોપગિરિ પર આમરાજાએ દોઢ કરોડનો ખર્ચ કરી બનાવેલ જિન વીરના ભવનનો (૧૦), હરિવંશભૂષણમણિ ભૃગુકચ્છમાં, મહાનદી નર્મદાના તટે, શકુનિકાવિહારમાં જિનવર મુનિસુવ્રતનો જય કહે છે (૧૧). ત્યારબાદ ક્રમમાં, જેના અમરોમાં મુખ્ય એવા ઇંદ્ર કલ્યાણત્રય કર્યા છે તે (જિનવર) નેમિ જ્યાં બિરાજે છે તે મહાગિરિ રૈવતકનો (૧૨), તે પછી બ્રહ્મશાંતિ યક્ષ દ્વારા પ્રતિસ્થાપિત મોઢેરપુર(મોઢેરા)ના સહસ્ત બિબવાળા શ્રી વીરજિનેશ્વર (૧૩), ને વલભીપુરથી આસો સુદિ પૂર્ણિમાને દિને રથમાં રવાના થઈ નિ, ઐ. ભા૧-૨૮ Page #247 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ શ્રીમાલપુર(ભિન્નમાલ)માં સ્થિર થયેલા શ્રીવીર જિન (૧૪), તે પછી સ્તંભનક(થાંભણા)ના જિનભવનમાં સતિશયયુક્ત જિન પાર્શ્વ, અને જ્યાં પોતે પગલાં કરેલાં તે મુંડસ્થલમાં સંસ્થિત જિન વી૨ (૧૫), તે પછી વિદ્યાધર નિવિનિમ કુલના નાથ કાલિકાચાર્યે કાશÇદમાં પ્રતિષ્ઠિત કરેલ જિન વૃષભ (૧૬), ત્યારબાદ પાંડવમાતા કુંતીસૂનુ યુધિષ્ઠિરના પુત્રોએ નાશિક્ય(નાશિક)માં સ્થાપેલા શ્રી ચંદ્રપ્રભ (૧૭), તે પછી નાગેન્દ્ર-ચંદ્ર-નિવૃત્તિ-વિદ્યાધર (ગચ્છના આચાર્યોએ) સોપારકમાં (કે પાઠાંતરે અર્બુદાચલે) રહેલા યુગાદિ જિનપુંગવનો (૧૮), અને વિમલમંત્રીએ કરાવેલ, અર્બુદનગ પરના ઋષભનો, ને એ જ પદ્યમાં ગોકુલવાસી (શ્રીકૃષ્ણના પાલક-પિતા નંદ)' દ્વારા પ્રતિષ્ઠિત શાંતિજિન(૧૯)નો જય થાઓ તેમ કહ્યું છે. ૨૧૮ આટલું કહ્યા પછીના બે શ્લોકો(૨૦-૨૧)માં સાધારણ રૂપેણ કલિકુંડકુકુટેશ્વર, ચંપા, શ્રાવસ્તિ, ગજપુર (હસ્તિનાપુર), અયોધ્યા, વૈભારગિરિ, પાવા (પાવાપુરી), જયંતિ (ઉજ્જૈન), ઓમકાર (ઓંકારમાંધાતા), વાયટ (વાયડ), જાલ્યોધર (જાલિહર), ચિત્રકૂટ (ચિતોડ), સત્યપુર (સાંચોર) બ્રહ્માણ (વરમાણ), અને પલ્લિકા (પાલિ) ઇત્યાદિ સ્થળોના ઋષભાદિ તીર્થંકરોનો જયકાર કહી, બીજા પણ જે કોઈ ત્રિલોકને વિશે તીર્થો હોય ત્યાંનાં બિંબોને ‘સંગમસૂરિ’ વંદે છે તેમ કહ્યું છે. તે પછી આવતો અને અન્યથા જાણીતો શ્લોક પાછળથી ઉમેર્યો હોઈ પ્રક્ષિપ્ત ગણવો જોઈએ. (B પ્રતમાં તે મળતો નથી.) તેમાં ત્રિલોકસ્થિત શાશ્વત-અશાશ્વત (કૃત્રિમ-અકૃત્રિમ) તીર્થભવનનોને પોતે નમસ્કાર કરતા હોવાનું જણાવે છે. આ સ્તવના કલેવરને તપાસી જતાં તેમાં બે વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સામે આવે છે. કર્તા તેને એક બાજુથી સકલતીર્થવંદનાસ્તોત્ર (કે શાશ્વતાશાશ્વત-ચૈત્યવંદના સ્તવ) બનાવવા માગે છે અને એથી ઊર્ધ્વલોકમાં રહેલાં જિનભવનો તેમ જ ચૂર્ણિઓ કથિત માનુષી પહોંચ બહારના, જૈન ભૂગોળ-કથિત, પર્વતો પર કલ્પેલાં તીર્થોની વાત કરે છે; તો બીજી બાજુથી ઇતિહાસપ્રસિદ્ધ માનવનિર્મિત તીર્થો, ૫૨મ મહિમાવંત જિન પ્રતિમાઓ ધરાવતાં જિનાલયસ્થાનો આદિનો થોડાક વિસ્તારથી ઉલ્લેખ કરે છે. કર્તા પોતે પશ્ચિમ ભારતના હોય તેમ જણાય છે; પણ તેમના વ્યાપમાં કેટલેક અંશે ઉત્તર ભારત આવી જાય છે : અને તેમ થવાથી તેમની કૃતિ ‘તીર્થમાલા'નો પણ આભાસ કરાવે છે. તેમાં યાત્રાહેતુ ન હોઈ, તે આમ તો ‘ચૈત્યપરિપાટી’ વર્ગમાં મૂકી શકાય નહીં. એ એક પ્રકારનું ‘તીર્થવંદનાસ્તવન' જ બની રહે છે. મહિમ્ન જિનભવનો અને એવાં જ સ્થાનો વંદનાર્થે પસંદ કર્યાથી આવાં સ્થળોની વચ્ચે રહેલાં અન્ય ઘણાં જૈન દેવસ્થાનો છોડી દેવામાં આવ્યાં છે. તે કાળનાં પશ્ચિમ ભારતનાં સુપ્રસિદ્ધ જૈન કેન્દ્રોમાંથી પત્તન (અણહિલ્લપાટક) અને તેના પંચાસરા પાર્શ્વનાથનો, અને દેવપત્તન તેમ જ ત્યાંના વલભ્યાગત જિન ચંદ્રપ્રભનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે બીજી બાજુ સત્યપુરનો ઉલ્લેખ થયો હોવા છતાં તે સંદર્ભમાં તેના પરમ પ્રતિષ્ઠિત વીરજિનનો ઉલ્લેખ નથી. જાલોરના, ત્યાં Page #248 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨૧૯ રહેલા આઠમા શતકનાં ત્રણ પ્રસિદ્ધ મંદિરો–પ્રતીહારરાજ નાગભટ્ટ કારિત મનાતી યક્ષવસતી', ને ઉદ્યોતનસૂરિના ગુરુ વિરભદ્રાચાર્યે બંધાવેલા આદિનાથના મંદિરનો, કે ત્યાંના દશમા શતકમાં પરમારરાજ ચંદને બંધાવેલ શ્રીવીરના “ચંદનવિહાર'નો–પણ ઉલ્લેખ નથી. છતાં એકંદરે તેમાં અન્યથા એ કાળે પ્રસિદ્ધ અને ગરિમા-મહિમામંડિત સૌ જિનતીર્થોની નોંધ લેવામાં આવી છે; અને ક્યાંક ક્યાંક થોડી શી, પણ અન્યત્ર નહીં મળતી તેવી, મહત્ત્વપૂર્ણ માહિતી પણ નોંધી છે, જે વિશે હવે વિગતવાર જોઈએ. શત્રુંજય પ્રત્યક્ષ અને સ્પૃશ્ય, દર્શનલભ્યતીર્થોમાં પુંડરીકાદિ મહાત્માઓ જયાં મુક્તિ પામ્યા છે, ને આદીશ્વરદેવનાં જ્યાં (મધ્યકાલીન માહાભ્યાદિ ગ્રંથો અનુસાર) પગલાં થયાં છે, તે શત્રુંજયગિરિને સૌ પ્રથમ સ્તવકારે સ્મર્યા છે. શત્રુંજયશૈલાલંકાર યુગાદિદેવ સંબંધમાં વિશેષ કહ્યું નથી. અષ્ટાપદ અષ્ટાપદ પહાડ અયોધ્યા પાસે હતો કે હિમાલયની શૃંગમાલામાં આવેલ પરમ પુનિત કૈલાસ એ જ અષ્ટાપદ તે એકદમ સુનિશ્ચિત નથી. પણ પછીના જૈન કથાનકોમાં ઋષભદેવ અને મહાવીર સ્વામીના ગણધર ગૌતમના ઉપલક્ષની કથાઓમાં તે ખૂબ પ્રસિદ્ધ છે. અષ્ટાપદની પૂજનાર્થે પ્રતીક રચનાઓ પશ્ચિમ ભારતમાં ઓછામાં ઓછું ૧૨મા શતકથી થવા લાગેલી; આથી એનો મહિમા મધ્યકાળમાં ઘણો હશે તેમ જણાય છે. આ પહાડ પર ભરતચક્રી વિનિર્મિત (યુગાદિદેવ સહિત) પોતપોતાનાં વર્ણ-માન-અને સ્થાનયુક્ત (૨૪) જિનોનાં રત્નમય બિંબોનો નિર્દેશ સંગમસૂરિ કરે છે. સમેતશિખર બિહારમાં આવેલા અને પાર્શ્વનાથના પહાડ તરીકે ઓળખાતા સમેતશિખર વા સમ્મદગિરિનો મહિમા ૧૩માં શતકમાં પશ્ચિમ ભારતમાં ખૂબ હશે તેમ મંત્રીશ્વર વસ્તુપાલે ગિરનાર પર કરાવેલ તેના પ્રતીક-તીર્થ ઉપરથી જણાય છે. સમેતશિખરના પટ્ટો પણ ઈસ્વીસના ૧૨મા-૧૩મા શતકમાં થવા લાગેલા. સમ્મદગિરિ પર વીસ તીર્થંકરો મોક્ષધર્મ પામ્યાની આગમિક અનુશ્રુતિ છે. (કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ સખ્ખતાચલતીર્થને કેમ છોડી દીધું તે સમજાતું નથી.) આ પહાડ પર પ્રાચીનકાળે જિનચૈત્યો હતો તેવા તો ઉલ્લેખ મળતા નથી; પણ સંગમસૂરિ ત્યાં દેવનિર્મિત સ્તૂપોની હાર હતી કહી એક મહત્ત્વની વાત તરફ ધ્યાન દોરે છે. સંભવ છે ત્યાં મૂળે પાર્શ્વજિનનો સ્તૂપ કરવામાં આવ્યો હોય, અને તેથી તેનું તીર્થરૂપે મહત્ત્વ સ્થપાઈ જતાં ત્યાં સલ્લેખના દ્વારા દેવગત થયેલા, પછીના પાર્થાપત્ય મુનિઓના પણ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ નાના નાના સ્તૂપોની રચના થઈ હોય. તક્ષશિલા તક્ષશિલામાં ઋષભદેવનાં જ્યાં પગલાં થયેલાં ત્યાં બાહુબલિએ હજાર આરાનું મણિમય ધર્મચક્ર કરાવ્યાનું સંગમસૂરિ કહે છે. તક્ષશિલાના ધર્મચક્રતીર્થનો ઉલ્લેખ આચારાંગનિર્યુક્તિ (આ. ઈ. સ. પ૨૫) તેમ જ પ્રાકૃમધ્યકાળ એવં મધ્યકાલીન સાહિત્યમાં મળે છે. મથુરા મથુરાના કુબેરાદેવી નિર્મિત મનાતા સુપાર્શ્વજિનના સૂપનો જિનપ્રભસૂરિએ કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાભિધાન કલ્પમાં આખ્યાયિકા સમેત ઉલ્લેખ કર્યો છે. એનાથી આ લગભગ બસોએક વર્ષ પૂર્વેનો ઉલ્લેખ હોઈ, અને એથી જિનપ્રભસૂરિથી પ્રાચીન પણ ભાષ્યકારો ચૂર્ણિકારોની છઠ્ઠા-સાતમા સૈકાની નોંધો પછીનો હોવા છતાં, મહત્ત્વનો ગણાય. સૂપ અલબત્ત સુપાર્શ્વનાથનો નહીં પણ ૨૩મા જિન પાર્શ્વનાથનો હતો. અંગદિકા અહીંના કથાનક-પ્રતિષ્ઠિત રત્નમયબિંબને પૂજવાનું કહેવામાં આવ્યું છે. આ તીર્થ વિચ્છેદ પામ્યું છે અને તે સંબંધમાં વિશેષ ખોજ કરવાની જરૂર છે. ગોપગિરિ અહીં આમરાજાએ કોટિ દ્રવ્યના વ્યયથી નિર્માવેલા મોટા મંદિરના વિરજિનનો જય કહ્યો છે. પ્રબંધાદિ સાહિત્ય અનુસાર આ મંદિર બપ્પભટ્ટિસૂરિના ઉપદેશથી આમરાયે ઈસ્વીસના આઠમા શતકના ત્રીજા કે ચોથા ચરણમાં બંધાવ્યું હશે, પણ તેનો પત્તો લાગતો નથી. આ મંદિરનો અન્ય ચૈત્યપરિપાટીકારો પણ ઉલ્લેખ કરે છે, અને સાંપ્રત ઉલ્લેખ આ સંબંધના જૂનામાં જૂના પૈકીનો એક છે”. ભૃગુકચ્છ ભૃગુકચ્છમાં, પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮) આદિ ગ્રંથો અનુસાર આર્ય ખપૂટાચાર્યે, ઈસ્વીસનની ત્રીજી-ચોથી સદીમાં ઉદ્ધરાવેલ જિન મુનિસુવ્રતનું, ‘શકુનિકાવિહાર' નામક વિખ્યાત તીર્થ હતું તેનો જય સૂરિ-કવિએ અહીં ગાયો છે. આ મંદિરનું ઉદયન મંત્રીના પુત્ર આદ્મભટ્ટ ઈ. સ૧૧૬પના અરસામાં નવનિર્માણ કરાવેલું. Page #250 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨ ૨૧ રૈવતકગિરિ અરિષ્ટનેમિ જિનના ત્રણ કલ્યાણક જ્યાં થયેલાં તે મહાગિરિ રૈવતકનો જય કહ્યો છે. નેમિનાથના આ પુરાતન આલયનો દંડનાયક સજજને ઈ. સ. ૧૧૨૯ (કે પછી ઈસ્વી ૧૧૨૦ ?)માં નવોદ્ધાર કરાવેલો. મોઢેરપુર મોઢેરામાં બપ્પભટ્ટિસૂરિના ગુરુ સિદ્ધસૂરિ દ્વારા વંદિત વીરજિનના મંદિરનો ઉલ્લેખ પ્રભાવકચરિત આદિ ગ્રંથોમાં મળે છે. મધ્યકાળમાં તેની ઘણી ખ્યાતિ હતી. એને લગતો આ એક પ્રાચીનતમ સાહિત્યિક ઉલ્લેખ હોઈ, તેનું મૂલ્ય ઘણું છે. પ્રતિમા બ્રહ્મશાંતિ યક્ષ કારિત હતી તેવી દંતકથા સાથે તે સાત હાથ (લગભગ ૧૦ ફીટ) ઊંચી હતી તેવી અગત્યની માહિતી અહીં મળે છે. અસલી મંદિરનો તો મુસ્લિમ આક્રમણ સમયે નાશ થઈ ચૂક્યો છે. હાલનું મંદિર ઘણા કાળ પછીનું છે. મોઢેરપુર-મહાવીરનું મહિમાસ્વરૂપ-અવતારરૂપ-મંદિર વસ્તુપાલના સમય પૂર્વે શત્રુંજય પર હતું. શ્રીમાલપુર આઠમા શતકના અંતિમ ચરણમાં વલભીભંગ સમયે કેટલીક જિનપ્રતિમાઓ અન્ય સુરક્ષિત સ્થળે ગયાની અનુશ્રુતિઓ કલ્પપ્રદીપ (ઈસ્વીસની ૧૪મી સદીનો પૂર્વાર્ધ) અને પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ / ઈ. સ. ૧૩૦૫) આદિ પ્રબંધાત્મક સાહિત્યમાં મળે છે". વલભીથી, નગરના યવનો દ્વારા ઈ. સ. ૭૮૪માં થયેલા ભંગ પૂર્વે, રથમાં નીકળેલી જિન મહાવીરની પ્રતિમા અશ્વિન પૂર્ણિમાને દિને શ્રીમાલપુર(ભિન્નમાલ, ભિલ્લમાલ)માં આવી સ્થિર થયાનો આ ઉલ્લેખ જૂનામાં જૂનો હોઈ, તેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય રહ્યું છે. સ્તંભનક સ્તંભનકમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ સં. ૧૧૧૧(ઈ. સ. ૧૦૫૫; પણ નવા મળેલા પ્રબંધ પ્રમાણે ઈસ્વી સં. ૧૧૩૧ | ઈ. સ. ૧૦૭૫)માં જમીનમાંથી પ્રગટેલી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી. આ પ્રતિમા સદ્દઅતિશયયુક્ત મનાતી અને તેનું મધ્યકાલીન પશ્ચિમ ભારતનાં જૈન તીર્થોમાં આગળ પડતું સ્થાન હતું. આ મહિમ્નતીર્થનો સૂરિકવિએ જય ગાયો છે. સ્તંભન પાર્શ્વનાથનાં અવતારરૂપ મંદિરો મંત્રીશ્વર વસ્તુપાળે ગિરનાર અને શત્રુંજય પર બંધાવેલાં. મુંડસ્થળ મુંડસ્થળમાં ૧૧મા શતકના મધ્ય ભાગે કે ઉત્તરાર્ધમાં બંધાયેલ જિનવીરનું મંદિર છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨ ૨ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અહીં સ્વયં મહાવીર છદ્મસ્થાવસ્થામાં આવી ગયાની માન્યતા ઈસ્વીસના ૧૩મા-૧૪મા શતકના સાહિત્યમાં (અને અભિલેખમાં પણ) મળે છે તેમ જ અબ્દપંથકમાં જીવંતસ્વામી મહાવીરની ૧૧મા શતકની મૂર્તિઓ મળી આવી છે (જે સિરોહીના અજિત જિનના મંદિરમાં, જોધપુરના સરકારી સંગ્રહાલય આદિ સ્થળોમાં જોવા મળે છે.) આ અન્વયે આ તીર્થનું મધ્યકાળમાં ઠીક ઠીક મહત્ત્વ હશે તેવું લાગે છે અને આ માન્યતાની નોંધ લેતો આ કદાચ સૌથી જૂનો વાલ્મયિક ઉલ્લેખ છે. સ્તવકાર આ તીર્થને પૂજવાનું કહે છે. કાશ૯દ અમદાવાદ પાસેના કોસિન્દ્રામાં, વિદ્યાધરપતિ કાલિકાચાર્ય-પ્રતિષ્ઠિત મનાતા, જિન ઋષભનું પ્રાચીન મંદિર હતું. સ્તવકાર તેનો જય કહે છે. વલભીભંગ સમયે દેવપત્તન, વર્ધમાનપુર, શ્રીમાલ ઉપરાંત કાશહૃદમાં પણ પ્રતિમા આવેલી, એવી પશ્ચાત્કાલીન અનુશ્રુતિઓ આ તીર્થની પ્રાચીનતાનું કંઈક અંશે સમર્થન કરે છે. આથી સાંપ્રત સ્તોત્રમાં આ તીર્થનો ઉલ્લેખ મૂલ્યવાન બની જાય છે. (વર્તમાનમાં તો આ તીર્થનું મહત્ત્વ રહ્યું નથી.) નાશિફ્ટ નાસિક કિંવા નાશિકમાં ચંદ્રપ્રભનું સ્થાન હોવાનું જિનપ્રભસૂરિના કલ્પથી સિદ્ધ છે. આ મંદિર પાંડવપુત્ર દ્વારા પ્રતિષ્ઠિત મનાતું. તેને લગતો આ પ્રાચીનતમ ઉલ્લેખ છે". સોપારક સોપારકમાં જીવિતસ્વામી ઋષભદેવ ભગવાનનું તીર્થ હોવાનું જિનપ્રભસૂરિએ નોંધ્યું છે. રાજશેખરસૂરિ કૃત પ્રબંધકોશમાં “હેમસૂરિપ્રબંધ” અંતર્ગત પ્રાસંગિક રૂપે સોપારકના ભરતચક્રીકારિત જીવિતસ્વામી ઋષભદેવનો ઉલ્લેખ કરેલો છે. મધ્યકાળમાં સોપારક વિખ્યાત જિનતીર્થ હશે તેમ લાગે છે. ૧૫મા શતકમાં બૃહતપાગચ્છીય ઉદયધર્મસૂરિ અહીંના જીવિતસ્વામીનો ઉલ્લેખ કરે છે અને સોપારા શત્રુંજયની તળેટી હોવાનું કહે છે. આ સિવાય સોપારકતીર્થ પર કેટલાંક સ્તોત્રો પણ ૧૫-૧૬મા સૈકામાં રચાયેલાં. - સ્તવકાર અહીં નાગેન્દ્રાદિ ચાર પ્રાચીન કુલોના આચાર્યોએ સ્થાપેલા ઋષભદેવના મંદિરનો જયકાર કરે છે. આ ચાર કુલોની વજસ્વામીના સમયમાં સોપારામાં ઉત્પત્તિ થઈ હોવાની માન્યતા મધ્યકાળમાં હતી. આજે આ પ્રાચીન જૈનતીર્થ પ્રાયઃ વિચ્છેદ થયું છે. અબ્દનગ આ પછી, વધારામાં, વિમલ “નરેન્દ્ર (મંત્રી)એ કરાવેલ અર્બદ પર્વત પરના ઋષભનો જય કહ્યો છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિષ્કૃત સંસ્કૃતભાષાબદ્ધ ‘ચૈત્યપરિપાટીસ્તવ’ ગોકુલવાસ (ગોકુલમાં આવેલ,) ગોકુલવાસી (નંદ) કૃત શાંતિનાથને પૂજવાનું કહી તેનો જય કહ્યો છે. સોમપ્રભાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮)માં બપ્પભટ્ટિસૂરિએ ગોકુલવાસમાં નંદે કરાવેલા તીર્થેશ્વર શાંતિને વાંઘાના ઉલ્લેખ મળે છે, તે ઉ૫૨થી પ્રસ્તુત મંદિર ગોકુલમાં હતું અને તે (શ્રીકૃષ્ણના પાલકપિતા) નંદે કરાવ્યાનું મધ્યકાળમાં મનાતું હોવાનું સૂચિત કરે છે. હાલ આ તીર્થ નષ્ટ થઈ ચૂક્યું છે. પ્રભાવકચરિતથી સાંપ્રત ઉલ્લેખ પ્રાયઃ દોઢસોએક વર્ષ પુરાણો હોઈ મૂલ્યવાન બની રહે છે. પ્રક્ષિપ્ત ગાથાઓ ૧૪મા શ્લોક સુધી તો બધી પ્રતોમાં પાઠ થોડા થોડા ભેદ સાથે એકસરખો ચાલ્યો આવે છે; પણ પછીથી આવતા મૂળ શ્લોકોની ન્યૂનાધિકતા તેમ જ કેટલીક ક્ષેપક ગાથાઓ આવતી હોઈ, ક્રમમેળ રહેતો નથી. વળી એક પ્રતમાં એક પદ્ય પ્રક્ષિપ્ત થયું છે તો બીજામાં બીજું, બધામાં મળી, આવા વધારાનાં કુલ ચાર પ્રક્ષિપ્ત પદ્યો મળે છે, જેના વિશે થોડો ઊહાપોહ કરવો જરૂરી બની રહે છે. ૨૨૩ આમાં પ્રથમ જોઈએ વડોદરાના, સમુદ્રમાંથી વહાણ મારફત પ્રાપ્ત જિનબિંબનો ઉલ્લેખ. આ કેવળ એક જ પ્રતમાંથી મળે છે : અને ત્યાં તે (એવી જ કથા ધરાવતા) સ્તંભન પાર્શ્વનાથની પહેલાં આવે છે. એમ જણાય છે કે વડોદરાવાસી યા વડોદરાના પ્રેમી કોઈ મુનિમહારાજે આ શ્લોક બનાવી દાખલ કરેલો છે. એટલું ખરું કે વડોદરામાં સંપ્રતિરાજાએ કરાવ્યાનું મધ્યકાળમાં મનાતું હતું એવું એક પાર્શ્વનાથનું પુરાતન મંદિર હતું, જે જીર્ણ થવાથી (વસ્તુપાલબંધુ) મંત્રી તેજપાળે તેનો ઉદ્ધાર કરાવ્યાનું જિનહર્ષગણિએ વસ્તુપાલચરિત્ર(ઈ. સ૰ ૧૪૪૯)માં નોંધ્યું છે”. આમ આ જિનાલય પ્રાચીન હોઈ, પ્રક્ષેપકર્તાને કંઈક આધાર પણ મળી ગયો. આ પછી જોઈએ તો (અહીં ૧૫મા શ્લોક પછી) સ્તંભનપુર પાર્શ્વનાથને લગતું એક વધારાનું પદ્ય આવે છે, જે પણ કેવળ એક જ પ્રતમાં (‘D’માં) જોવા મળ્યું છે. વળી પ્રસ્તુત પ્રતમાં તે ‘અંગદિકા’ પછી, એટલે કે નવમી ગાથા પછી ઘુસાડવામાં આવ્યું છે. સ્તવની શરૂઆતનાં પદ્યોમાં ઉત્તર તરફનાં જ તીર્થોની વાત હોઈ, આ પઘની ક્રમમાં ત્યાં ઉપસ્થિતિ પણ વિસંગત છે : (અહીં મેં તેને સ્તંભન-પાર્શ્વનાથવાળા અસલી ૧૫મા પઘ પછી કૌંસમાં ગોઠવ્યું છે.) સંદર્ભગત પદ્ય એક જ વાતની બીજા શબ્દોમાં પુનરુક્તિ કરતું હોઈ, તેમ જ આગળ દર્શાવ્યા તે કા૨ણોસ૨, પ્રક્ષિપ્ત છે. આ પછીનું ક્ષેપક પઘ (અહીં ૧૯ બાદ) છે તે વિમલમંત્રીએ અર્બુદશિખર પર Page #253 -------------------------------------------------------------------------- ________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કરાવેલા ઋષભ જિનેશ્વરના બિંબને લગતું છે, જે પણ માત્ર ‘D’ પ્રતમાં જ મળે છે. પણ એની ભાષા કૃત્રિમ જણાય છે, અને વિમલમંત્રીવાળી વાત ઉપર્યુક્ત પદ્ય ૧૯માં એક વાર આવી ગઈ છે. ૨૨૪ આના પછી તરત આવે છે જાબાલિપુ૨(જાલોર)ના કાંચનિગિર પરના પાર્શ્વજિનેશ્વરનો ઉલ્લેખ કરતું પદ્ય. પ્રસ્તુત જિનનું આલય ગુર્જરેશ્વર કુમારપાળે સં ૧૨૨૨ / ઈ સ. ૧૧૬૬માં બંધાવેલું : પણ તેની પ્રાચીન મહિમાવંત તીર્થોમાં ગણતરી નહોતી થતી. શ્લોક નિપજાવનારે શૈલી મૂળ સ્તવકારની પકડી છે ખરી; પણ આ પદ્ય કેવળ ‘C” પ્રતમાં જ મળે છે. કોઈએ, જાલોર તરફના કે પ્રસ્તુત મંદિર સાથે સંબંધ ધરાવતા વિદ્વાન્ ગોષ્ઠિક કે મુનિએ, તે પદ્ય દાખલ કર્યું હશે. (સ્તવ-રચનાનો સમય તો આ મંદિરના નિર્માણ કાળ પૂર્વે, કેટલાયે દશકાઓ પૂર્વેનો છે, જે વિશે અહીં આગળ ઉપર જોઈશું.) સ્તવના સમાપન પછી, પુષ્પિકારૂપી શ્લોક પછી (એટલે કે ૨૨ પછીથી) આવતું પદ્ય સ્પષ્ટતયા ક્ષેપક છે. એક સમસ્યા ૧૮મી ગાથામાં નાગેન્દ્રાદિ ચાર ગચ્છોએ પ્રતિષ્ઠાવેલ બિંબ સોપારાનું વિવક્ષિત છે કે અર્બુદાચલ પરનું વિમલમંત્રી કારિત પ્રાસાદનું છે તે વાત થોડી સમસ્યાપ્રદ છે. સોપારા તેમ જ અર્બુદાચલવાળી એમ બન્ને તીર્થોની આદિનાથની પ્રતિમા ચાર ગચ્છોના આચાર્યોએ પ્રતિષ્ઠાવેલી તેવી વાતો મધ્યકાલીન સાહિત્યમાં નોંધાયેલી છે. અહીં B’ અને ‘C” પ્રતોમાં સોપારકને સ્થાને ‘અર્બુદકૃત’ શબ્દ છે. જ્યારે ‘D’માં અહીંના ક્રમમાં આપેલ ૧૯-૨૦ પદોને સ્થાને અહીં ગાથા ૧૯ બાદ કૌંસમાં મૂકેલી અર્બુદવાળી ક્ષેપક ગાથા જોવા મળે છે. તો આમાં સાચી વાત શું હોઈ શકે તે વિચારવા જેવું છે. ચાર આચાર્યો વિશે કહ્યા બાદ બે પ્રતોમાં (B’ અને ‘C’ માં) મળતા “અર્બુદકૃત” શબ્દમાં છંદોભંગ હોઈ ‘A’ પ્રતમાં છે તેમ ‘સોપારક’ હોવું વિશેષ સમીચીન જણાય છે : ‘D’ પ્રતવાળા લિપિકા આ અસામંજસ્યથી અનભિજ્ઞ નહોતા, એટલે તેમણે તો એ આખું પદ જ ઉડાડી કેવળ આબૂને લગતી નવીન જ ગાથા રચી મૂકી દીધી છે. સ્તવકાર નાશિકની વાત કર્યા બાદ આ વાત કરતા હોઈ, ભૌગોલિક દૃષ્ટિએ આબૂ કરતાં સોપા૨ક સ્થાન વધારે બંધ બેસે છે. આની સાથે તરત જ વિમલમંત્રીકારિત અર્બુદશિખર પરના બિંબની વાત સ્તોત્રકારે વણી લીધેલી છે અને સોપારા પછી, સોપારાની જેમ ચાર આચાર્યોએ પ્રતિષ્ઠા કરાવેલ આબૂ ૫૨ વિમલમંત્રીએ કરાવેલા ઋષભ જિનના બિંબની વાતને, તુરત જ ‘વિશેષકો જયતિ’ ઉલ્લેખ દ્વારા સમાવી લીધી છે. આ આખી ગરબડ સોપારા તેમ જ આબૂમાં ચારે પ્રાચીન કુલના આચાર્યોએ કરાવેલ પ્રતિષ્ઠાની એક સરખી અનુશ્રુતિ પરથી થવા પામી છે : સંદર્ભગત ગાથામાં ‘સોપારક’ હોવું વિશેષ ગ્રાહ્ય જણાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨ ૨૫ રચનાકાળ આ સ્તવના રચનાકાળ સંબંધમાં (સ્વ) પં. લાલચંદ ભગવાનદાસ ગાંધીએ ઊહાપોહ કરેલો છે, જે અહીં તેમના મૂળ શબ્દોમાં ઉદ્ધત કરી આગળ ચર્ચા કરીશું: “વિ. સં. ૧૯૮૨માં પાટણ જૈનસંઘનો જૂનો ભંડાર તપાસતાં ડા૩૯, નં. ૩૫ની ૧૫૫ પત્રવાળી પુસ્તિકા(પા. ૧૧૬થી ૧૧૭)માં એક પ્રાચીન તીર્થમાલા-સ્તવન (શ્લો. ૨૨) મારા જોવામાં આવ્યું હતું, જે મેં ઉતારી લીધું છે. તેના ૨૧મા શ્લોક ઉપરથી તેના કર્તાનું નામ સંગમસૂરિ જણાય છે. આ જ સ્તોત્રવાળી બીજી એક પ્રતિ ફોટોસ્ટેઈટ કરાવવા વકીલ કેશવલાલ પ્રે. મોદીએ તથા શ્રીયુત જીવણચંદ સા. ઝવેરીએ મારી તરફ મોકલાવી હતી, તેના અંતિમ ઉલ્લેખમાં તે સ્તવનને પાદલિપ્તગુરુ-શ્રીસંગમસૂરિકૃત (રૂતિ શ્રીપતિતપુરુશ્રીસંમજૂનિવૃત સ્તવન) સૂચવ્યું છે. આ સ્તોત્રના ૧૬મા પદ્યને વિ. સં. ૧૨૯૫માં રચેલી ગણધર સાર્ધશતકબૃહવૃત્તિ (પૃ. ૩૮૪)માં સુમતિગણિએ ચિરંતન સ્તોત્રમાંનું સૂચવ્યું છે, તેમ છતાં આ સ્તોત્રમાં વિમલે આબૂ પર કરાવેલ નાભિનંદન(આદીશ્વર)નું અને સ્તંભનપાર્શ્વનાથનું સ્મરણ કરેલ હોવાથી આ સ્તોત્રની રચના વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધ લગભગમાં સંભવે છે” ૨૫ કુલ ત્રણ પાદલિપ્તસૂરિ જાણમાં છે; એક તો તરંગવઈકહા અને જ્યોતિષકરંડકના કર્તા, જે આર્ય નાગહસ્તીના શિષ્ય હતા, અને જેઓ પ્રતિષ્ઠાનપુરના રાજા હાલ-સાતવાહનના તેમ જ પાટલિપુત્રના (શક) મુરુંડરાજના સમકાલિક હતા અને એથી ઈસ્વીસનની બીજી-ત્રીજી શતાબ્દીમાં થયેલા. બીજા હતા શત્રુંજય પર પ્રતિષ્ઠા કરાવનાર તેમ જ ભિક્ષુ નાગાર્જુનના ગુરુ વા મિત્ર, જેઓ મૈત્રકકાળમાં, મોટે ભાગે સાતમા સૈકા ઉત્તરાર્ધ અને આઠમા શતક પ્રારંભમાં થયા છે. ત્રીજા છે નિર્વાણકલિકાકાર એવં પુંડરીકપ્રકીર્ણકકાર પાદલિપ્તસૂરિ, જેઓ સંગમસિંહસૂરિના શિષ્ય મંડનગણિના શિષ્ય હતા : તેઓ રાષ્ટ્રકૂટ કૃષ્ણ(તૃતીય)ને મળખેડ(માન્યખેટક)માં મળ્યાનો ઉલ્લેખ ૧૨માથી લઈ ૧૫મા શતકના સાહિત્યમાં છૂટક છૂટક મળે છે. આ તૃતીય પાદલિપ્તસૂરિનો કાળ આથી ઈસ્વીસના દશમા શતક બીજા-ત્રીજા ચરણનો ઠરે છે. સાંપ્રત સ્તોત્રના રચયિતા સંગમમુનિ સમયની દૃષ્ટિએ આથી મોડા હોઈ, ત્રણેમાંથી એકેય પાદલિપ્તસૂરિના ગુરુ ન હોઈ શકે. નોંધ સારી પેઠે પશ્ચાત્કાલીન હોઈ ભ્રમમૂલક જણાય છે. પં, લાલચંદ ગાંધીએ તેને આધારરૂપ ગણી નથી તે વાત સ્પષ્ટ છે. રચનાકાળ વિશે વિચારતાં વિમલમંત્રીકારિત અબુંદનગ પરનો પ્રાસાદ (સં. ૧૦૮૮ | ઈ. સ. ૧૦૩૨) અને નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિ પ્રતિષ્ઠિત સ્તંભન-પાર્શ્વનાથ(ઈ. સ. ૧૦૭૫)નો સ્તવમાં ઉલ્લેખ હોઈ, તેમ જ સુમતિગણિકૃત ગણધરસાર્ધશતક-બૃહદ્રવૃત્તિ(સં. ૧૨૯૫ / ઈ. સ. ૧૨૩૯)માં સાંપ્રત સ્તવનો ઉલ્લેખ હોઈ, પ્રસ્તુત સ્તવ ઈ. સ. ૧૦૭પ નિ, ઐ, ભા. ૧-૨૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૨૩૯ વચ્ચેના ગાળામાં બન્યું હોવું જોઈએ; પણ ઈ. સ. ૧૨૩૯માં તેને ચિરંતન” (પુરાતન) સ્તોત્રોમાં ગણાવા જેટલી પ્રતિષ્ઠા મળી ચૂકી હતી. આથી એની રચનાનો અસલકાળ ૧૩માં શતકમાં જ્ઞાત નહોતો. પં. ગાંધી તેને વિક્રમના ૧૨મા શતકના ઉત્તરાર્ધ એટલે કે ઈસ્વીસના બારમા શતકના પૂર્વાર્ધમાં મૂકે છે, તે અનુમાન પ્રમાણમાં સત્યની નજીક જણાય છે. સ્તોત્રાની ભાષા બહુ ઊંચી કોટિની નથી; તેમાં મુંડસ્થલમહાવીરની “પાયાત્ પ્રતિકૃતિ” વાળી વાત, કે જેની સાહિત્યમાં તેમ જ શિલાલેખોમાં ૧૩મા શતક પહેલાં નોંધ મળતી નથી, તે દીધેલી હોઈ આ સ્તોત્ર એ અનાગમિક વાત (જિન મહાવીરે અબૂદક્ષેત્રમાં વિહાર કર્યો હોવાની સંબંધની વાત) પ્રચારમાં આવવી શરૂ થઈ હશે તે અરસામાં બન્યું હશે. વિશેષ પ્રકાશ અજ્ઞાતગચ્છીય વીરચંદ્રસૂરિશિષ્ય દેવચંદ્રસૂરિના જીવાનુશાસન (સં. ૧૧૬૨ | ઈસ્વી ૧૧૦૬)માં ઉદ્ભૂત પદ્ય પરથી મળે છે : “તથા ૨ વાગઢતીય જનસ્તોત્રે પદ્યતે– 'नमिविनमिकुलान्वयिभिविद्याधरनाथ कालिकाचार्यैः । काशहदशंखनगरे प्रतिष्ठितो जयति जिनवृषभः ॥' "२७ ઉપર્યુક્ત પદ્ય આપણા સ્તોત્રમાં “શહૃશંવનારે' ને બદલે “દિવાક્યનારે' એવા વિશેષ સમીચીન પાઠ સાથે ૧૬મા સ્થાને આવે છે, અને ત્યાંથી જ તે ઉદ્ધત થયેલું જણાય છે. આ જોતાં સ્તોત્ર ઈ. સ. ૧૧૦૬ પહેલાં બની ગયું હશે. મોટે ભાગે ઈસ્વી ૧૦૮૦-૧૧૦૦ના અરસામાં બન્યું હોવું જોઈએ. આ મિતિનો સ્વીકાર કરીએ તો તે ઉપલબ્ધ અન્ય ઘણાં મધ્યકાલીન સ્તોત્રોને મુકાબલે ઠીક ઠીક પ્રાચીન ગણાય અને કેટલાંક જૈન તીર્થો સંબધમાં તેમાં મૂલ્યવાન નિર્દેશો હોઈ સ્તવ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનું છે. “સાધારણાંક” સિદ્ધસેનના તીર્થમાલાસ્તવ(પ્રાયઃ ઈ. સ. ૧૦૫૦-૧૦૭૫)૨૯થી કાળક્રમમાં તે તરત આવતું હોઈ તેનું મહત્ત્વ છે. બીજાં ઉપલબ્ધ થયેલાં શ્વેતાંબર-દિગંબર તીર્થવંદના કોટીનાં સ્તવો આ પછીના કાળનાં છે. ટિપ્પણો : ૧. આ વિષયમાં અહીં સ્પષ્ટતા સાથે ચર્ચા આગળ ઉપર કરી છે. ૨. આ પદ્ય અન્ય રચનાનું છે, જે અહીં પ્રક્ષિપ્ત થયેલું છે. આના સ્રોત વિશે હું અન્યત્ર વિસ્તારથી ચર્ચા કરી રહ્યો છું. ૩. “અષ્ટાપદ' પરનો મારો અંગ્રેજીમાં લેખ ઘણા સમયથી તૈયાર પડ્યો છે, જે નિર્ગસ્થના ચતુર્થ અંકમાં છપાશે. ૪. બિહારમાં ગયા શહેર પાસેનો કહલુઆ પહાડ એ અસલી સમેતશૈલ (સમ્મદશૈલ) હતો. ત્યાં ખડક પર ૨૦ જિન કંડારાયેલા છે અને ગુફામાં પાર્શ્વનાથની મૂર્તિ છે, તેમજ એક મધ્યકાલીન ખંડિત લેખમાં સમ્મદ...' અક્ષરો પણ વાંચવામાં આવેલા. Page #256 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨ ૨૭ ૫. અન્યથા તો તક્ષશિલા પૂર્ણતયા બૌદ્ધતીર્થ જ રહ્યું છે. આ ધર્મચક્રતીર્થ વિશે વિશેષ ખોજ થઈ હોવાનું જાણમાં નથી. ૬. મથુરાના સૂપ પર લખનારાઓ હવે સાહિત્યિક ઉલ્લેખોમાં આ સ્તવના ઉલ્લેખનો પણ સમાવેશ કરી શકશે. ૭. પ્રબંધાદિ સાહિત્યમાં તેનો સૌ પ્રથમ ઉલ્લેખ પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવકચરિત(ઈ. સ. ૧૨૭૮)માં મળે છે. તેથી પૂર્વે “બપ્પભટ્ટસૂરિચરિત” (ઈસ્વી ૧૨૩૫ પૂર્વે) અંતર્ગત પ્રબંધચતુટ્યમાં તેનો ઉલ્લેખ થયો હશે. ૮.વિશેષ માહિતી માટે જુઓ સાંપ્રત સંકલનના દ્વિતીય ખંડમાં મારો “ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો,” શીર્ષકવાળો લેખ. ૯. વંથળીથી થોડાં વર્ષ પહેલાં મળેલા એક લેખ અનુસાર આ બીજી મિતિ તરફ પણ નિર્દેશ જાય છે. સનું ૧૧૨૯ તો નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસ(પ્રાય: ઈસ્વી ૧૨૩૨ પછી તરત)ના આધારે મનાય છે. ૧૦. વિસ્તાર માટે જુઓ મારો લેખ “વાદી-કવિ બપ્પભદિસૂરિ', નિર્ગસ્થ ૧, અમદાવાદ ૧૯૫, પૃ. ૧૨ ૩૦, તેમ જ અહીં પૃ. ૫૯-૮૪. ૧૧. આ અંગે ડાળ હરિપ્રસાદ શાસ્ત્રી એમના પ્રસિદ્ધ ગ્રન્થ મૈત્રકકાલીન ગુજરાત, ભાગ ૧-૨માં ચર્ચા કરી ચૂક્યા હોઈ અહીં વિશેષ વિસ્તાર કરવો અનાવશ્યક છે. ૧૨. જુઓ વિજયશીલચંદ્રસૂરિ, “ત્રી તન્મનાધીશપ્રવંધસંપ્રદ', પ્રબંધ ૩૨, અનુસંધાન અંક ૯, પૃ. ૫૫. ૧૩. ઈસ્વીસની ૧૩મી સદી દ્વિતીય ચરણમાં પ્રાકૃતમાં રચાયેલી, અંચલગચ્છીય મહેન્દ્રસિંહ સૂરિની અષ્ટોત્તરીતીર્થમાલામાં મુંડસ્થલ તીર્થમાં છદ્મસ્થાવસ્થામાં મહાવીર અહીં વિચરી ગયેલા તેવી (પણ આગમથી અપ્રામાણિત) વાત નોંધાયેલી છે અને એ યુગના થોડાક અભિલેખોમાં પણ ટૂંકમાં એ વાતનો ઉલ્લેખ મળી આવ્યો છે. એ બધા કરતાં સાંપ્રત કૃતિનો ઉલ્લેખ લગભગ સો એક વર્ષ વિશેષ જૂનો છે. ૧૪. આ તીર્થ વિશે પુરાતત્ત્વની દૃષ્ટિએ સર્વેક્ષણ કરવાની આવશ્યકતા છે. ૧૫. આજે તો એનો મહિમા ભુલાઈ ગયો છે. ૧૬, મૂળ પાઠ માટે જુઓ “નાસિક્યપુરકલ્પ,”વિવિધ તીર્થજન્ય, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રન્થમાલા ગ્રંથાંક ૧૦, શાંતિનિકેતન ૧૯૧૦, પૃ. ૩૪-૫૪. ૧૭. જુઓ ““હેમસૂરિ પ્રબંધ”, ધન્યવોશ, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૩, સં. જિનવિજય, શાંતિનિકેતન ૧૯૩૫, પૃ. ૯૮. ૧૮. અહીં જે જિનાલય હશે તે કોંકણદેશની સ્થાપત્યશૈલીમાં ભૂમિજાદિ વર્ગની પ્રાસાદજાતિમાં વિનિર્મિત હશે. ૧૯. આના વિશે વિશેષ પ્રસ્તુત તીર્થમાલાના સંપાદન સમયે કહેવામાં આવશે. ૨૦. શ્રી બૃહદ્ નિર્ગસ્થ સ્તુતિમણિમંજૂષા, ભાગ ૩, અંતર્ગત આ સ્તોત્રો લેવામાં આવનાર છે. ૨૧. સોપારકમાંથી નાગેન્દ્રાદિ ચાર ગચ્છોની ઉત્પત્તિની (ભ્રમમૂલક) માન્યતા મધ્યયુગમાં પ્રચારમાં આવી Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ગયેલી. ૨૨. જુઓ કમાવવા વરત, સિંધી જૈન ગ્રન્થમાલા, ગ્રંથાંક ૪, સં. જિનવિજય મુનિ, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, પૃ. ૧૦૫. ૨૩. જુઓ અહીં મૂળ પાઠ અને ત્યાં પાદટીપો. ૨૪. સંહીરાલાલ હંસરાજ, જામનગર ૧૯૧૧, પૃ. ૧૩૯, શ્લો ૫૧-૫૪. ૨૫. જુઓ એમનો લેખ “સિદ્ધરાજ અને જૈનો” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાલા, પુષ્પ ૩૩૫, વડોદરા ૧૯૬૩, પૃ. ૧૪૭. ૨૬. મૂળ સ્રોત માટે જુઓ અહીં ટિપ્પણ ૧૨. ૨૭. બીવાનુશાસન (શ્રીહેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી : ૧૭, સંશો. ભગવાનદાસ પ્રભુદાસ વીરચંદ, પાટણ વિ. સં. ૧૯૮૪ | ઈસ. ૧૯૨૮, પૃ. ૧૧. ૨૮. થોડાં વર્ષ પૂર્વે મુનિ મહાબોધિવિજય સંપાદિત, બૃહદ્ગચ્છીય અજિતદેવસૂરિનો સ્વોપજ્ઞ ટીકા સહિત મોહોબ્યુલનવાદસ્થાનક ગ્રંથ (વિ. સં. ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯) પ્રકાશિત થયો છે (મુંબઈ વિ. સં. ૨૦૫૧ | ઈ. સ. ૧૯૯૫) તેમાં સ્વોપજ્ઞ ટીકામાં ઉપર્યુક્ત પદ્ય “સ્તવ”માંથી ટાંક્યું છે અને ત્યાં જે પાઠ છે તેમાં ‘કાશહૃદાખ્ય નગરે' જ છે (ત્યાં પૃ૯ પ૨). જો કે ત્યાં પણ વળી બીજે થોડો પાઠભેદ તો છે જ, ત્યાં ઉફૅકિત પદ્ય આ પ્રમાણે છે. यदि स्तवनप्रामाण्येन सा श्रावकेण कार्या, तदा“ન-વિનમિત્તાન્વય: વિદ્યાધરનાથાવાર્થેઃ काशहृदाख्ये नगरे प्रतिष्ठितो जयति जिनवृषभः ॥" ૨૯. પ્રકાશિત સમીક્ષિત આવૃત્તિ માટે જુઓ ૨૦ મ. શાહ, “સાધારણાંક સિદ્ધસેનસૂરિ-વિરચિત પ્રાકૃતભાષાબદ્ધ સકલ-તીર્થ-સ્તોત્ર,” sambodhi Vol. 7, No. 1-4, April 1978-Jan. 1979, પૃ૯૫-૧૦૦. Page #258 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિષ્કૃત સંસ્કૃતભાષાબદ્ધ ‘ચૈત્યપરિપાટીસ્તવ’ श्रीसङ्गमसूरिकृतम् श्रीचैत्यपरिपाटीस्तवनम् (आर्यावृत्तम्) पञ्चानुत्तरशरणा ग्रैवेयककल्पतल्पगत सदनाः । ज्योतिष्कव्यन्तर भवनवासिनी जयति जिनपराजी ॥१॥ वैताढ्यकुलाचल' नागदन्तवक्षारकूटशिखरेषु । हृद - कुण्ड - वर्ष - सागर - नदीषु जयताज्जिनवराली ॥२॥ इषुकारमानुषोत्तरनन्दीश्वररु चककुण्डल' नगेषु । सिद्धालयेषु जीयाज्जिनपद्धतिरिद्धतत्त्वासौ ॥३॥ यत्र बहुकोटिसङ्ख्याः सिद्धिमगुः पुण्डरीकमुख्यजिनाः । तीर्थानामादिपदं स जयति शत्रुञ्जयगिरीशः ||४|| अष्टापदाद्रिशिखरे निजनिजसंस्थानमानवर्णधराः । भरतेश्वरनृपरचिताः सद्रत्नमया" जयन्तु जिनाः ||५|| विंशत्यातीर्थकरैरजिताद्यैर्यत् शिवपदं प्राप्तम् । देवकृतस्तूपगण: स जयति सम्मेतगिरिराजः १२ ॥६॥ ऋषभजिनपदस्थाने बाहुबलिविनिर्मितं सहस्त्रारं । रत्नमयधर्मचक्रं तक्षशिला पुरवरे जयति ॥७॥ मधुरापुरी" प्रतिष्ठः सुपार्श्वजिनः कालसम्भवो जयति । अद्यापि सुराभ्यर्च्यः श्रीदेव"विनिर्मितस्तूपः ॥८॥ ब्रह्मेन्द्रदशानन रामचन्द्रमुख्यैः प्रपूजितो १६ जयति । अंगदिकानगरस्थे जिनबिम्बे दिव्यरत्नमये ||९|| यस्तिष्ठति वरवेश्मनि ९७ सार्द्धाभिर्द्रविणकोटिभिस्तिसृभिः । निर्मापितोऽ (S )मराज्ञा गोपगिरौ " जयति जिनवीरः ||१०|| हरिवंशभूषणमणिर्भृगुकच्छे नर्मदासरित्तीरे" । श्रीशकुनिकाविहारे मुनिसुव्रतजिनपतिर्जयति ॥११॥ नेमेः कल्याणकत्रिकम भवन्निष्क्रमणममरमुख्यकृतं । यस्मिन्नसौ महात्मारैवतकमहागिरिर्जयति ||१२|| ૨૨૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩) નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ मोढेरपुर निवासी ब्रह्मोपपदेन शान्तिनारचितः । स्वयमेव सप्तहस्त:२२ श्रीवीरजिनेश्वरो जयति ॥१३॥ श्रीवलभीपुरनिर्गत रथाधिरूढो२३ जिनो महावीरः । अश्वयुजिपूर्णिमास्यां श्रीमालपुरस्थितो जयति ॥१४॥ (उदधिजलमध्यलब्धं प्रवहणमानीतमतिशयसुरम्यम् । वटपद्रकनगरस्थं जिनविंबं नौमि रत्नमयम् ||*) जयतिसदतिशययुक्त स्तम्भनक निकेतनो जिनःपार्श्वः । पायात् प्रतिकृतिपूज्यो२४ मुण्डस्थल संस्थितो वीरः ॥१५॥ (अमरन विनतचरणाः सकलाधिव्याधिदुरितशत हरणा । स्तंभनकपुरवरस्थो श्रीपार्श्वजिनेश्वरो जयति ॥)* नमिविनमिकुलान्वयभिविद्याधरनाथ कालिकाचार्यैः । काशहृदाख्येनगरे५ प्रतिष्ठितो२६ जयति जिनवृषभः ॥१६।। पाण्डवमात्राकुन्त्या संजाते श्रीयुधिष्ठिरे पुत्रे । श्रीचन्द्रप्रभनाथः प्रतिष्ठितो२७ जयति नाशिक्ये ||१७|| नागेन्द्र-चन्द्र-निर्वृत्ति-विद्याधर सकलसङ्घमुख्येन । सोपारक प्रतिष्ठितो युगादिजिनपुङ्गवो जयति ॥१८॥ विमलनरेन्द्रकृतस्तुतिऋषभोऽर्बुदनगविशेषको जयति । जयतीह जगति शान्तिः श्रीगोकुलवासि कृतपूजः ॥१९॥ (अर्बुदशिखरे रम्ये श्रीऋषभजिनेश्वररम्य प्रतिबिम्बम् । विमलेन विमलमतिना जयति कृतं त्रिदशकृतपूजम् ॥). (श्रीजाबाल[लि]पुर स्थितकाञ्चनगिरिशिखरशीर्षमाणिक्यम् । सकलकलिकालेऽपि श्रीपार्श्वजिनेश्वरो जयति ।।)* कलिकुण्डकुक्कुटेश्वरः चम्पा-श्रावस्ति -गजपुरायोध्या:३२ । वैभारगिरि-पावा-जयन्ति पुण्यानि तीर्थानि ॥२०॥ ॐकारनगर५-वायट-जाल्योधर-चित्रकूट-सत्यपुरे । ब्रह्माण-पल्लिकादिषु ऋषभादिजिना जयन्त्यनघा:३९ ॥२१॥ Page #260 -------------------------------------------------------------------------- ________________ સંગમસૂરિષ્કૃત સંસ્કૃતભાષાબદ્ધ ‘ચૈત્યપરિપાટીસ્તવ’ इत्येवमन्यदपि यत्तीर्थं भुवनत्रयेऽपि तीर्थकृताम् । तम्बानि च वन्दे श्रीसङ्गमसूरि विनुतानि ॥२२॥ ( मालिनी) (अवनितलगतानां कृत्रिमाऽकृत्रिमाणां वरभुवनगतानां दिव्यवैमानिकानां । इहमनुजकृतानां देवराजार्चितानां जिनवरभवनानां भावतोऽहं नमामि * ) (આ પદ્ય હેમચંદ્રાચાર્યના ‘સકલાર્હતસ્તોત્ર’ના ૩૦મા પદ્ય રૂપે મળે છે.) ( A चैत्यपरिपाटीस्तवनम् ) ( B इतिश्री तीर्थमालास्तवनम् ) (C इतिस्तोत्रम्) ( D इतिसर्वचैत्यस्तवनः समाप्तः ) ★ क्षेपपद्य ૨૩૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ पाठान्तराः विलप्त्यादि १. A 'गत' शब्द मध्येलुप्तः २. C, D भुवन ३. A राजिनी ४. A, B जिनराजी ५. A कुलोचल ६. C वर्ष ७. C कुण्ड B वृक्ष ८. C कुण्डलायेषु ९. A तत्त्वासिः, B तयाशी D तचासी १०. A सिदरत्नमया ११. A मध्ये 'शिव' शब्द लुप्तः १२. A, B, D नाथ: १३. A तद्रक्षशिला १४. C मथुरापुरी १५. A देवि १६. D प्रपूजिते जयते १७. D देवकुले १८. D णावगिरौ १९. C नदीतीरे २०. A मुख्यममस्कृतं २१. A मोघेरपुर २२. C सनहस्त २३. A.C.D रथमधिरूढो ★ केवल A मध्ये प्राप्ताः २४. C पूजो + मात्र D मध्ये उपलब्धाः २५. B, D कासप्रहाख्य २६. A प्रकाशितो २७. A, D प्रकाशितो, B प्रकारितो २८. A मुख्यसकलसंघेन २९. B, C अर्बुदकृत | B एवं D मध्ये अप्राप्यम् ३०. C गोकुलवास ★ D मध्ये न प्राप्तां + D मध्ये इति पाठाः + केवल C मध्ये उपलब्धाः ३१. B, D स्त्रावस्ति ३२. B गजपुरादिनी ३३. C, D पापा ३४. B मध्ये स्थानानि च जयं इति पाठः ३५. A वोयंकारक ३६. C वायड ३७. C जलंधर ३८. B ब्राह्माण ३९. D नाथ ४०. A विनतानाम् ४१. A विमानिकानां ४२. B त्तत्तानां; A गतानां ४३. A, C स्थितानां ★ B मध्ये नास्ति Page #262 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત ‘ચિકુર દ્વાત્રિંશિકા’ : નિગ્રન્થ-દર્શનના કર્ણાટક-સ્થિત દિગંબર સંપ્રદાયના, મધ્યકાળે થઈ ગયેલા, આચાર્ય કુમુદચંદ્રની એક કૃતિથી ઉત્તરની પરંપરામાં પ્રભવેલ શ્વેતાંબર સંપ્રદાય પ્રાયઃ ૮૫૦ વર્ષોથી સુપરિચિત છે ઃ એ છે જિન પાર્શ્વને ઉદ્દેશીને રચાયેલું સુપ્રસિદ્ધ કલ્યાણમંદિરસ્તોત્ર. ઉપર્યુક્ત બન્ને પ્રધાન નિર્પ્રન્થ સંપ્રદાયો અને તેના ઉપાસ્નાયોમાં સમાન રૂપે પ્રતિષ્ઠિત આ સ્તોત્રનું સ્થાન માનતુંગાચાર્યના જગખ્યાત ભક્તામરસ્તોત્ર પછી તરતનું છે; પરંતુ તેનાં કૃતિત્વ એવં કાળ સંબંધમાં બન્ને સંપ્રદાયોમાં ભિન્ન મત પ્રવર્તે છે. રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(ઈ. સ. ૧૨૭૮)ના કથનના આધારે શ્વેતાંબર એને સિદ્ધસેન દિવાકરની રચના માને છે, અને એ કારણસર ત્યાં તે ગુપ્તકાલીન હોવાની ધારણા આપોઆપ બની જાય છે. સ્તોત્રના અંતિમ પદ્યમાં કર્તાએ શ્લિષ્ટરૂપે કુમુદચંદ્ર નામ સૂચિત કર્યું છે એ વાતને લક્ષમાં રાખી પ્રભાચંદ્રે વધારામાં કલ્પી લીધેલું કે સિદ્ધસેનાચાર્યનું દીક્ષા સમયે અપાયેલ અભિધાન કુમુદચંદ્ર હતું. શ્વેતાંબર વિદ્વાનોમાં સ્વ. હીરાલાલ રસિકદાસ કાપડિયા તેમ જ (સ્વ) મુનિવર ન્યાયવિજયાદિ પ્રાયઃ સમસ્ત મુનિગણને પ્રભાચંદ્ર-કથિત માન્યતા અભિમત છે." કિંતુ દિગંબર વિદ્વાનો (અને સમસ્ત દિગંબર સમાજ) કર્તાને સ્વસંપ્રદાય અંતર્ગત મધ્યયુગમાં થઈ ગયેલા કુમુદચંદ્રની કૃતિ માને છે. એ જ રીતે શ્વેતાંબર વિદ્વાનોમાં (સ્વ.) પં. સુખલાલજી તથા (સ્વ.) પં. બેચરદાસ દોશી, (સ્વ) શ્રેષ્ઠિવર અગરચંદ નાહટા એવં જૈનેતર વિદ્વાનોમાં પિનાકિન ત્રિવેદી તેને સિદ્ધસેન દિવાકરની કૃતિ માનતા નથી. અમારો પણ એવો જ અભિપ્રાય છે, જે નીચેનાં કારણો એવં પ્રમાણો પર આધારિત છે ઃ ૧. શ્વેતાંબર સંપ્રદાયમાં કુમુદચંદ્ર અભિધાન ધરાવતા કોઈ જ જૂના આચાર્ય વા મુનિ થઈ ગયા હોય તેવું અભિલેખો, ગ્રંથ-પ્રશસ્તિઓ, કે પછી પટ્ટાવલીઓ-ગુર્વાવલીઓમાં પણ ક્યાંયે સૂચિત નથી : પ્રસ્તુત નામ ત્યાં બિલકુલેય, પરોક્ષ રીતે પણ, જ્ઞાત નથી૧૦. બીજી બાજુ દિગંબર સંપ્રદાયમાં કર્ણાટકના મધ્યકાલીન શિલાલેખોમાં કુમુદચંદ્ર નામ ધરાવતા પ્રાયઃ પાંચેક આચાર્યો યા મુનિઓ વિશે ઉલ્લેખો પ્રાપ્ત છે'. ત્યાં પ્રસ્તુત અભિધાન આમ ઠીક પ્રમાણમાં પ્રચલિત હતું. ૨. સ્તોત્રની શૈલી સિદ્ધસેન દિવાકરની સ્તુતિઓથી તદ્દન ભિન્ન પ્રકારની છે. સંરચનાની દૃષ્ટિએ, અને ક્યાંક ક્યાંક ભાવ-વિભાવાદિના અનુલક્ષમાં, એ વિશેષ વિકસિત પણ છે; તેમ જ તેમાં અન્યથા અનેક મધ્યકાલીન લક્ષણો સ્પષ્ટ રૂપે વરતાય છે. વિશેષમાં શબ્દોની પસંદગી અને લગાવર, એ જ રીતે ઉપમાઓ, અલંકારાદિના ત્યાં પ્રયોગમાં લેવાયેલ નિ ઐ ભા. ૧-૩૦ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અનેકવિધ પ્રકારો પણ પ્રસ્તુત કૃતિ મધ્યકાલીન હોવાના તર્ક પ્રતિ દોરી જાય છે. ૩. એ અમુકાશે ભક્તામરસ્તોત્ર(પ્રાયઃ ઈસ્વી ૫૭૫-૬૨૫)ની અનુકૃતિ જેવું, અને એ જ પ્રમાણે વસંતતિલકા છંદમાં નિબદ્ધ છે; પદ્યોની સંખ્યા પણ ત્યાં પ્રકૃતિ સ્તોત્રની જેટલી– ૪૪–જ છે; પણ તેનાં કાવ્યકલા-કક્ષા, સંગ્રથન, અને છંદોલય સરસ હોવાં છતાં ભક્તામરની તુલનામાં તો નીચલા દરજ્જાનાં હોવાનું વરતાય છે. તે ભક્તામર પછી પાંચસોએક વર્ષ બાદ રચાયું હોય તેવું તેની પ્રકૃતિ અને રચનાપદ્ધતિ પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ૪. તેમાં જો કે કેટલાંક પઘો સુરમ્ય અન મનોહર જરૂર છે, પરંતુ કેટલાંયે પદ્યોનાં ચરણોનું બંધારણ ક્લિષ્ટ,અસુષુ, આયાસી ભાસે છે; એ તત્ત્વો કાવ્યના પ્રવાહમાં રુકાવટ ઊભી કરે છે. ૫. ત્યાં પ્રયોજિત કોઈ કોઈ શબ્દો અને શબ્દસમૂહો અન્ય શ્વેતાંબર સ્તુતિ-સ્તોત્રાદિમાં નથી મળતા, જયારે દિગંબર કૃતિઓમાં તે જોવા મળે છે". ૬. કાપડિયા એને શ્વેતાંબર કૃતિ માનતા હોવા છતાં તેના ૨૫મા પદ્યમાં વર્ણિત સુરદુંદુભિ-પ્રાતિહાર્યનું ક૯૫ન વા આકલન દિગંબર-માન્ય ગ્રંથ તિલોયપણસ્તી (ત્રિલોકપ્રજ્ઞપ્તિ: પ્રાયઃ ઈસ્વી પ૫૦) અનુસાર હોવાનું બતાવે છે. ૭. પ્રાતિહાર્યના વિષયમાં શ્વેતાંબર માન્યતાથી જુદા પડતા, પણ દિગંબર માન્યતાને પૂર્ણતયા અનુકૂળ, એવા અન્ય પણ બે દાખલા સ્તોત્ર અંતર્ગત મોજૂદ છે, ચામર પ્રાતિહાર્ય વિશે જોઈએ તો શ્વેતાંબરમાં તો બે યક્ષો (વા માન્યતાંતરે બે ઇંદ્રો) દ્વારા ગૃહીત ચામર-યુગલનો જ ભાવ પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે વ્યક્ત થયેલો છે; પરંતુ દિગંબર સંપ્રદાયમાં તો સહસ્રો ચામરk, “ચામરાવલી”, તથા “૬૪ ચામરો”૧૯નો નિભાવ રહ્યો છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં ચામર પ્રાતિહાર્યની વર્ણનામાં “ચામરૌઘ” સરખા સમૂહવાચક શબ્દસમાસનો પ્રયોગ છે”, જે વાત નોંધનીય બની રહે છે. હવે દિવ્યધ્વનિ-પ્રાતિહાર્ય વિશે જોઈએ. શ્વેતાંબર પરંપરાની માન્યતા અનુસાર સમવસરણ-સ્થિત જિનેન્દ્ર નમો તિર્થક્સ કહી અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે, જે શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વતઃ પરિવર્તિત થાય છે. જ્યારે દિગંબર પરિપાટીમાં તો તીર્થંકરના હૃદયસમુદ્રમાંથી–મુખમાંથી પ્રકટતા ભાષા-પુગલોને લઈને નહીં–દિવ્યધ્વનિ ઊઠે છે, જે શ્રવણકર્તા સૌ નિજીનિજી ભાષામાં સમજી લે છે. કલ્યાણમંદિર સ્તોત્રમાં પ્રસ્તુત પ્રકારનું આકલ્પન સ્પષ્ટ રૂપે પરિલક્ષિત છે : યથા : Page #264 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકર દ્વાર્નાિશિકા' ૨૩૫ स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति पीत्वा यतः परसम्मदसङ्गभाजो भव्या व्रजन्ति तरसाऽप्यजरामरत्वम् - कल्याणमन्दिरस्तोत्रम् २१ ૮. કુમુદચંદ્રકૃત એક અન્ય કૃતિ, યુગાદિ ઋષભદેવને સમર્પક સ્તુતિ, તેમાં આરંભે આવતા “ચિકુર” શબ્દથી ચિકુર-દ્વાત્રિશિકા અભિધાનથી જ્ઞાત છે, જે અહીં સંપાદિત કરવામાં આવી રહી છે. તેમાં પણ કલ્યાણમંદિર સ્તોત્રની જેમ છેલ્લા પદ્યમાં કર્તાનું શ્લેષપૂર્વક કુમુદચંદ્ર નામ જોવા મળે છે, અને આ સ્તુતિથી શ્વેતાંબર સમાજ તદ્દન અજાણ છે, પણ તે દક્ષિણ તરફ અલ્પાંશે પણ જાણમાં છે. તેમાં દ્વિતીય પદ્યમાં આવતો “હેવાક૨૨ શબ્દ, જે મૂળ અરબી ભાષાનો છે, તેના તરફ ડા, પિનાકિન્ન દવેએ ધ્યાન દોર્યું છે. કુમુદચંદ્ર મધ્યકાળમાં થઈ ગયા હોવાના તથ્યને આથી વિશેષ પુષ્ટિ મળે છે. કુમુદચંદ્ર આમ દિગંબર સંપ્રદાયમાં થઈ ગયા હોવાની સાથે પ્રાચીનને બદલે મધ્યયુગમાં થઈ ગયા છે. તેઓ ક્યા શતકમાં થઈ ગયા તે વિશે વિચારતાં એમ જણાય છે કે ઈ. સ. ૧૧૨૫માં સોલંકીરાજ જયસિંહદેવ સિદ્ધરાજની અણહિલ્લ પાટકની રાજસભામાં, બૃહદ્ગચ્છીય વાદી દેવસૂરિ સાથે વાદ કરનાર દિગંબર મુનિ કુમુદચંદ્ર હોવાનો ઘણો સંભવ છે. પ્રબંધો અનુસાર પાટણ જતાં પહેલાં તેઓ કર્ણાવતીમાં કેટલોક કાળ રોકાયેલા. સંભવ છે કે તે સમયે તેમના કલ્યાણ મંદિર સ્તોત્રની પ્રતિલિપિઓ થઈ હશે. સૌ પ્રથમ તો તે ગુજરાતસ્થિત તત્કાલીન દિગંબર સમાજમાં પ્રચારમાં આવ્યું હશે અને તે પછી શ્વેતાંબર ગ્રંથભંડારોમાં તેની નકલોનો પ્રવેશ થઈ જતાં, એવં સ્તોત્ર ભાવાત્મક અને અન્યથા ઉત્તમ કોટીનું હોઈ, શ્વેતાંબર સંપ્રદાયમાં તેને વિના વિરોધ અપનાવી લેવામાં આવ્યું હોય. કાળાંતરે એના કર્તાના સંપ્રદાયનું જ્ઞાન ન રહેવાથી તેને શ્વેતાંબર કર્તાની કૃતિ માની લેવામાં આવી હોય અને તેમાં પઘાંતમાં આવતા કુમુદચંદ્ર અભિધાનનો ખુલાસો પ્રભાચંદ્રાચાર્યે સિદ્ધસેન દિવાકરનું દીક્ષા સમયનું નામ હોવાની કલ્પના કરીને કરી દીધો હોય ! (એ વખતે તેમણે વિચાર ન કર્યો કે સ્તોત્ર કાત્રિશિકા વર્ગનું નથી".) ઉપર ચર્ચિત ઐતિહાસિક પશ્ચાદભૂમાં જોઈએ તો મૂળ સ્તોત્ર ઈસ્વીસનના ૧૨મા શતકના પ્રથમ ચરણમાં રચાયું હોવું ઘટે. પ્રભાચંદ્ર, સ્તોત્રના અસલી રચનાકાળથી લગભગ દોઢસોએક વર્ષ ઉપરાંતના કાળ બાદ, તેની નોંધ લે છે; એટલે અજ્ઞાનવશ તેમણે જે લખી નાખ્યું તેને યથાતથ સત્ય માની શ્વેતાંબરોમાં આજ દિવસ સુધી આ ભ્રાંતિ ચાલી આવી છે, જેનાથી વર્તમાને જૂજવા જ વિદ્વાનો પર રહી શક્યા છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ દેવ-સ્તુતિ કરનારા આ “ચિકુર’ સ્તોત્રમાં દેવ-વિષયક રતિનિર્વેદ સ્થાયીભાવને કારણે શાંતરસ સ્પષ્ટતયા પ્રફુરિત થયો છે. શિખરિણી છંદમાં નિબદ્ધ આ સ્તોત્રમાં ભગવાન ઋષભદેવના કેશની વિભિન્ન ઉપમાઓ દ્વારા સ્તુતિ કરવામાં આવી છે. કાવ્યના અપેક્ષિત લક્ષણોમાં જોઈએ તો નવીન અર્થયુક્તિ, સંસ્કારિત ભાષા, શ્લેષરહિતતા, સરળતા, ફુટ રસયુક્તિ, અને વિકટાક્ષરબંધવાળી રચના સર્વોત્તમ મનાઈ છે. કિંતુ એક જ કાવ્યમાં આ તમામ ગુણોની પ્રાપ્તિ દુષ્કર હોય છે. કુમુદચંદ્રાચાર્ય વિરચિત પ્રકૃતિ સ્તુતિકાવ્યમાં પણ શ્લેષરહિતત્વ અને સારત્યે સરખા ગુણો અનુપસ્થિત છે, પરંતુ બાકીના સૌ ગુણોને યથાસ્થાને યથાસંયોગમાં પ્રયોજિત કરવામાં આવ્યા છે. કવિએ સ્તુતિમાં જિનના કેશને લક્ષ્ય કરી અનેકવાર શ્લેષાલંકારનો પ્રયોગ કર્યો છે, તેમ જ દીર્ઘ સમાસબહુલ તથા પર્યાય બહુલ એવું અલંકાર-પ્રધાન તથા ઓછા વપરાતા શબ્દોનો વિનિયોગ કરતું હોવાને કારણે સંરચનામાં સરસતા હોવા છતાંયે સ્વાભાવિક સરળતા વિલુપ્ત થઈ ગઈ છે. આથી કેટલીક પંક્તિઓ ક્લિષ્ટ બની છે, જે સામાન્ય બુદ્ધિવાળાઓને સમજવામાં ક્લેશ કરે તેવું હોવાથી એમના અન્ય વિખ્યાત, કલ્યાણમંદિર સ્તોત્રની જેમ આ સ્તોત્ર જનસામાન્યમાં પ્રચલિત બની શકયું નહીં. આખરી પદ્ય અનુસાર સ્તોત્ર “વિમલાચલ-વૃંગારમુકુટ” એટલે કે શત્રુંજયગિરિના અધિનાયક ભગવાન આદીશ્વર ઋષભદેવને સંબોધીને, એમને લક્ષ્ય કરીને રચવામાં આવ્યું હોઈ, સ્તોત્રનું ઐતિહાસિક મૂલ્ય પણ રહ્યું છે. જોકે એક દિગંબર મુનિ શ્વેતાંબર તીર્થાધિપતિને ઉબોધીને સ્તોત્ર રચે તે ઘટના વિરલ ગણવી જોઈએ.) પ્રસ્તુત સ્તુતિની ૧૬મા-૧૭મા સૈકામાં લખાયેલી પ્રત શ્રી ભારતીય વિદ્યાભવન, મુંબઈથી પ્રાપ્ત થયેલી. અહીં મુદ્રિત સ્તોત્રનો પાઠ એક માત્ર ઉપલબ્ધ પ્રત પરથી તૈયાર કર્યો હોઈ કેટલીક અશુદ્ધિઓ દૂર થઈ શકી નથી. પ્રતની નકલ માટે તેમ જ સંપાદન કરવાની પરવાનગી આપવા બદલ સંપાદકો સદરહુ સંસ્થાના આભારી છે. ટિપ્પણો : ૧. જુઓ પ્રભાવકચરિત, સં. જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૧૩, “વૃદ્ધવાદી સૂરિચરિત'', અમદાવાદ-કલકત્તા ૧૪૦, પૃ. ૫૬. અહીં કહ્યું છે કે, સિદ્ધસેને વાદમાં હારીને વૃદ્ધવાદી પાસે પ્રવ્રયા ગ્રહણ કરી તે સમયે તેમનું નામ “કુમુદચંદ્ર’ રાખવામાં આવેલું. ૨. સિદ્ધસેનના સમય સંબંધમાં મતભેદ છે. અમારા મતે તેઓ (હાલ કેટલાક દિગંબર વિદ્વાનો અકારણ માને-મનાવે છે તેમ છઠ્ઠા સૈકા ઉત્તરાર્ધના નહીં પણ) પાંચમા શતકના પૂર્વાર્ધમાં થઈ ગયા છે. આ વિષય પર વિસ્તારથી ચર્ચા અમે અમારા શ્રીબૃહદ્ સ્તુતિમણિમંજૂષાના પ્રથમ ખંડમાં કરી રહ્યા છીએ. ૩. આ શક્યતા ઘણી જોરદાર છે. ૪. કાપડિયા લખે છે : “..કલ્યાણ મંદિરના કર્તાની પ્રતિભા વિચારતાં તો તે શ્રી સિદ્ધસેન દિવાકરની કૃતિ Page #266 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકુર કાત્રિશિકા' તરીકે ગણવા લાયક છે એમ કહેવામાં વાંધો જણાતો નથી.” જુઓ એમની “પ્રસ્તાવના”, મmમરીચાળમંદિરમિ૩Uસ્તિોત્રરથમ, શ્રેષ્ઠિ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ગ્રંથાંક ૭૯, સુરત ૧૯૩૨, પૃ. ૩૩. એ પુસ્તકમાં એમણે અનેક સ્થળે પ્રસ્તુત સ્તોત્રને સિદ્ધસેનની જ કૃતિ ઘટાવી છે. ૫. મુનિરાજ દર્શનવિજય, “શ્રી ભક્તામર સ્તોત્ર”, જૈન સત્ય પ્રકાશ, વર્ષ ૮, અંક ૧, પૃ. ૨૫. ૬. આ જગજાહેર હકીકત પ્રસ્તુત સંપ્રદાયના વિદ્વાનોમાં અનેક સ્થળોનાં લખાણોમાં પ્રકટ થઈ ચૂકી હોઈ અહીં તેના સંદર્ભો ટાંકવા જરૂરી માન્યા નથી. ૭. સંમતિપ્રકરણ, દ્વિતીય આવૃત્તિ, અમદાવાદ ૧૯૫૨, પૃ. ૧૦૨. ૮. જુઓ એમનો લેખ, “સત્યાન મં િસ્તોત્ર પ્રયતા', શોથાવ, ૨૫, નવે. ૧૯૯૧, પૃ. ૨૯. . Siddhasena Divākara : A Study, Summary of the content of his thesis in 3. Studies etc. by Modern Scholars' in Siddhasena's Nyāyāvatāra and Other works, Ed. A.N. Upadhye, Bombay 1971, p. 68. ૧૦. અપવાદ રૂપે શત્રુંજય પર મળેલા સં. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ના લેખમાં બુદ્ધિનિવાસના ગુરુરૂપે કમુદચંદ્રનો ઉલ્લેખ થયેલો છે: જુઓ “શત્રુંજયગિરિના કેટલાક અપ્રકટપ્રતિમાલેખો”, સં. મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક, Sambodhi, Vol.7, Nos. 1-4, પૃ. ૨૧, લેખાંક ૨૨. પરંતુ પ્રસ્તુત કુમુદચંદ્ર તો ઈસ્વીસન્ના ૧૩મા શતકના બીજા-ત્રીજા ચરણમાં થઈ ગયા હોઈ તેઓ પ્રભાવકચરિતકારના જયેષ્ઠ સમકાલીન છે. એ કાળે “કુમુદચંદ્રએ સિદ્ધસેન દિવાકરનું દીક્ષાકાળનું અભિધાન હતું એવી માન્યતા પ્રચારમાં આવી ગયેલી; અને એના પ્રભાવ નીચે જ આવું અભિધાન આ શ્વેતાંબર મુનિએ ધારણ કર્યું હોવાનો સંભવ રહે છે. ગમે તેમ પણ આ એક જ અને પ્રમાણમાં પશ્ચાત્કાલીન દાખલો છે. ૧૧. સર્ગીના ૧૧-૧૨મીના લેખમાં કુમુદચંદ્ર ભટ્ટારકદેવનો ઉલ્લેખ છે. જુઓ જૈન શિનાg સંપર્ટ: દ્વિતીયો ભાગ, માણિકચંદ્ર-દિગંબર-જૈન ગ્રંથમાલા, પુષ્ય ૪૫, સં. પં. વિજયમૂર્તિ, મુંબઈ ૧૯૫૨, પૃ. ૩૬૪, ત્યાં લેખાંક ૨૪૬. તદુપરાંત ચિડગુરુ (પ્રાયઃ ઈસ્વી ૧૨૯૦)ના લેખમાં કુમુદચંદ્રદેવ'નો ઉલ્લેખ છે. જુઓ નૈન શિતાનેa સંગ્રહ: તૃતીયો ભાગ, સં. પંવિજયમૂર્તિ, મા-દિવ-જૈટ-ગ્ર, પુ. ૪૬, મુંબઈ વિ. સં. ૨૦૧૩ ઈ. સ. ૧૯૫૭, ત્યાં પૃ. ૨૯૮, લેખાંક ૪૩૨. તે સિવાય તે જ ગ્રંથમાં ઐહોળના ૧૨મા-૧૩મી સદી લેખમાં : કુમુ(દ? દેન્દુ એવા નામના મુનિનો ઉલ્લેખ થયો છે. પૃ. ૨૬૯, લેખાંક ૪૪૪. અને હળબીડના સન્ ૧૨૬૫ લેખમાં આચાર્યોની નામાવલીમાં કુમુદેન્દુ-માધવનનંદિ-કુમુદચંદ્ર એવો ઉલ્લેખ થયેલો છે : જુઓ નૈન શિતાનેર સંગ્રહ (ભાગ ૪), મા-દિવ-જૈવ-પ્ર., ગ્રંથાંક ૪૮, પૃ. ૨૫૮-૨૫૯, લેખાંક ૩૪૨. એ સિવાય જોઈએ તો કેલગેરેના ૧૩મી સદીના ઉત્તરાર્ધના લેખમાં પણ માઘનંદિ-શિષ્ય કુમુદચંદ્રનો ઉલ્લેખ છે. (એજન, પૃ. ૨૭૧-૨૭૨, લેખાંક ૩૭૬), ૧૨. જેમ કે વાળમજમુદારેમવદ્યપેરિ (૨'), માતાવિન્દષ્ટિમા...(૭”), વૈરિવાશુ યશવ: પ્રતાયઃ (૭''') (૭) તાતા વત કથંવિત કર્મવીરા (૨૩) પાનીયમથકૃતનિત્યનુન્યમાન (૨૭”), ઈત્યાદિ અનેક દાખલાઓ છે. ૧૩. જુઓ તદ્વિષયક પ્રાકાપડિયાની વિસ્તૃત ચર્ચા “સ્તોત્રયુગલનું તુલનાત્મક પર્યાલોચન,” . . ન. તો. 2, પૃ. ૧૯-૩૧. Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૪. જેવા કે, પદ્ય ૩૯, ૪૧. त्वं नाथ ! दुःखिजनवत्सल ! हे शरण्य ! कारुण्यपुण्यवसते ! वशिनां वरेण्यं ! । भक्त्या नते मयि महेश ! दयां विधाय દુલ્તનતત્પરતાં વિદિ રૂછા देवेन्द्रवन्ध ! विदिताखिलवस्तुसार ! સંસારતાર ! વિપો ! મુવનધિનાથ ! | त्रायस्व ! करुणाहृद् ! मां पुनीहि સીત્તમ મયદ્રવ્યસનાનુરાશે : III ૧૫. જેમ કે, પદ્ય ૩૩ની પહેલાં અસુંદર વા ક્લિષ્ટ બે ચરણો, ध्वस्तोर्ध्वकेशविकृताकृतिमर्त्यमुण्डप्रालम्बभृद्भयदवकविनिर्यदग्नि । અને પદ્ય ૩૪નું ત્રીજું ચરણ, भक्त्योल्लसत्पुलकपक्ष्मलदेहदेशाः ૧૬. જેમ કે પદ્ય ૩૯માં જે શરષ્ય !, વશનાં વરખ્ય !, પદ્ય ૪૦માં રર શબ્બ ! આવાં કેટલાંયે દૃષ્ટાંતો છે. ૧૭, “ કલ્યાણ મંદિરસ્તોત્રના ૨૫મા પદ્યમાં સુરદુંદુભિ દ્વારા જે સૂચન કરાયું છે તે દિ સર્વનંદિ (ઈ. સ. ૪૫૮) પછી અને દિ. વીરસેન (ઈ. સ. ૮૧૬)ની પૂર્વે થઈ ગયેલા દિ. યતિવૃષભે તિલોયપષ્ણત્તિ (માધિયાર ૪)ના ૯૨૪મા પદ્યમાં ‘સુરદુંદુભિ' વિશે કર્યું છે.” (જુઓ એમનો જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ ૨ : ધાર્મિક સાહિત્ય, ઉપખંડ ૧ : લલિતસાહિત્ય, પ્ર. ૨૭, શ્રી મુક્તિ-કમલ-જૈનમોહનમાલા : પુષ્પ ૬૪, સુરત ૧૯૬૮, પૃ. ૨૯૬.) પ્રા. કાપડિયા નિર્દેશિત ગાથા નિમ્નોક્ત છે : विसयकसायासत्ता हदमोहा पविस जिणपहू सरणं । काहिंदु वा भव्वामं गहिरं सुरदुंदुही सरई ॥ – તિલ્લો પત્તી - ૪. ૧૩૩. (સં. ચેતનપ્રકાશ પટની, તિલ્લો પત્તી (દ્વિતીય ખંડ), પ્ર. સં. કોટા, પૃ. ૨૮૩. પ્રા. કાપડિયાએ અગાઉના સંસ્કરણમાં ગાથાનો ક્રમાંક ૪.૯૨૪ બતાવ્યો હતો.) ૧૮. પુન્નાટસંઘીય જિનસેનના હરિવંશપુરાણ(ઈ. સ. ૭૮૪)માં અષ્ટપ્રતિહાર્યોમાં ચામર પ્રતિહાર્યની વાત કરતાં સહસ્રો ચામરોનો ઉલ્લેખ છે. સં. પન્નાલાલ જૈન, જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાંક ૨૭, દિલ્હી-વારાણસી ૧૯૭૮, ૫-૬ / ૧૧૭, પૃ. ૬૪૪-૬૪૫. ૧૯, પચ્ચસ્તુપાન્વયી વીરસેન-શિષ્ય જિનસેનના આદિપુરાણ (પ્રથમ ભાગ)માં “ચામરાલી” તથા “૬૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત ‘ચિકુર દ્વાત્રિંશિકા’ ચામર'નો પ્રતિહાર્યો અંતર્ગત સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. જુઓ સં૰ પન્નાલાલ જૈન, ભારતીય જ્ઞાનપીઠ મૂર્તિદેવી જૈન ગ્રંથમાલા, સંસ્કૃત ગ્રંથાક ૮ (પ્રથમ ભાગ), દ્વિતીય સંસ્કરણ, કાશી ૧૯૬૩, ૨૩/૨૪૭૩, પૃ ૧૪૨-૫૪૯ પર અપાયેલું વર્ણન. ૨૦. જુઓ કલ્યાણમંદિરસ્તોત્રનું નીચેનું પથ : स्वामिन्! सुदूरमवनम्य समुत्पतन्तो मन्ये वदन्ति शुचयः सुरचामरौधाः । येऽस्मै नतिं विदधते मुनिपुङ्गवाय ते नूनमूर्ध्वगतयः खलु शुद्धभावाः ||२२|| ૨૧. નોંધનીય એટલા માટે છે કે, ગોતાંબર પરંપરામાં ચામરોના સમૂહની વાત જ પ્રાતિહાર્ય વિષય પરના પ્રમાણભૂત જૂના સાહિત્યમાં મળતી નથી. ૨૩૯ ૨૨. જુઓ અહીં પ્રકાશિત કૃતિ, પદ્ય ૨. ૨૩, જુઓ ૨ ૨.P. N. Dave, “Kumudachandra," Summaries of papers, 21st session, All India Oriental Conference, Srinagar 1961, pp. 104-105, as incorporated in Upadhyaya, 3. 'Studies in Siddhasena's,' p. 34. Therein it is thus recorded : “The second vs. of C. Dvr. Contains the word hevaka of Persian or Arbic origin, not current till 11th Century A.D.” ૨૪. શૈલી ૧૨મા શતકના પૂર્વાર્ધની છે. અને કેમ કે આ સ્તોત્રનો પ્રચાર ગુજરાતમાં થઈ શકયો છે તે કારણે પણ તે આ જ કુમુદચંદ્ર હોવા જોઈએ. અમને સ્મરણ છે કે, પં. જુગલકિશોર મુખારે, કે પછી ડા. જ્યોતિપ્રસાદ જૈને પણ કલ્યાણમંદિરસ્તોત્રના રચયિતા પ્રસ્તુત કુમુદચંદ્ર હોવાનો તર્ક ક્યાંક પ્રકાશિત કર્યો છે.) ૨૫. ભદ્રેશ્વરની કહાર્વિલ (ઈસ્વી ૯૫૦-૧૦૦0)થી લઈ આમદેવસૂરિ (ઈસ્વી ૧૧૩૩) આદિ સૌ મધ્યકાલીન શ્વેતાંબર કર્તાઓ સિદ્ધસેનની કૃતિઓ સંબંધમાં દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકાની જ વાત કરે છે; તેમાંના કોઈએ ૪૪ પદ્યવાળા કલ્યાણમંદિરસ્તોત્રનો તેમની કૃતિ હોવા સંબંધમાં જરા સરખો નિર્દેશ દીધો નથી. ૨૬. સ્તોત્રમાં વિનિયોગ કરેલ ઉપમાઓ આદિ અનેકવિધ અલંકારાદિ વિશે અન્ય વિદ્વાનુ ચર્ચા કરનાર હોઈ અહીં તે સંબંધમાં ચર્ચા છોડી દીધી છે. ૨૭. એજન. ૨૮. સ્તોત્ર જોતાં દેખાઈ આવે છે કે તે વિદ્ભોગ્ય, અમુકશે ક્લિષ્ટ કૃતિ છે, કંઠસ્ય કરવા માટે નથી. ૨૯. મૂલપ્રતની નકલ પરથી સ્તોત્રનું સંશોધન પેં મૃગેન્દ્રનાથ ઝા, શ્રી અમૃત પટેલ, અને પં. રમેશભાઈ રિયાએ કર્યું છે, જે બદલ સંપાદકો એ ત્રણે વિદ્વાનોના આભારી છે. થોડાં વર્ષ અગાઉ ડા પિનાકિન ત્રિવેદીએ દ્વિતીય સંપાદકને આ સ્તોત્રની પ્રત ભારતીય વિદ્યાભવન, મુંબઈમાં હોવાનું જણાવેલું, જ્યાંથી તે સંપાદનાર્થ પછીથી પ્રાપ્ત કરવામાં આવેલી. સંપાદકો ડા દવેના આભારી છે. Page #269 -------------------------------------------------------------------------- ________________ २४० નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧૧ श्री कुमुदचन्द्राचार्य कृताः श्री आदिनाथ स्तुति अपरनामा श्री चिकुरद्वात्रिंशिका (शिखरिणी छन्द) मुदेवस्ताद्देवस्त्रिदिवयुवतीमौलिवलभीविटङ्कप्रक्रीडन्मुकुटपटलीलालितपदः । स चिंतामाणिक्यामरसुरभिकल्पावनिरु हांसनाभिर्नोभेयस्त्रिभुवनवनीजीवनघनः ॥१॥ गलद्गर्वग्रन्थिः प्रथमजिननाथस्तुतिपथेन पांथीभूयन्ते धिषणधिषणाऽपि प्रथयति । ममायं विस्फायत्तरणि किरणश्रेणिसरणेतदेवं हेवाको वियतिनियतं वल्गनमयः ॥२॥ स्फुरत्बाल्यावस्थासुलभविभवाच्चापल-कलाविलास-व्यासंग-व्यसनरसतः किं नु नटितः । इमां बालां बुद्धि तव नव नवक्रीडनलवै स्तदिक्ष्वाकुश्रीणां रमण ! रमयिष्यामि. किमपि ॥३॥ उदञ्चत्पौलोमी हृदयदयित-प्रार्थन-कथाप्रथाबीजं स्कन्धद्वयसुचरितश्रीपरिणते । त्रिलोकीनेत्राणाममृतमयसिद्धाञ्जनमियंकवीनां सन्नीवीवरदकबरी ते विजयते ॥४॥ त्वदीयाङ्गे रङ्गत्कनककणिकाकान्ति-कपिशेजगद्वन्धोस्कन्धद्वयशिखरभित्तौकचलता । युगादौ सद्धर्मप्रथनभवने दोषहुतयेदधौ नीलीनीलाञ्जनमयनवस्थासककलाम् ॥५॥ बभौ नाभिक्षोणीधवभव ! भवत्केशकुरलीनिलीना पीनांसस्थलफलकयोः कज्जलकला । गृहीतेवोन्माद्यन्मदमदनसंरंभकदनाभुजाभ्यां मायूरीस्फुटमुपरितश्छत्रयुगली ॥६॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકર દ્વાર્નાિશિકા' ૨૪૧ अहं मन्ये धन्ये नहि महिमभूयिष्ठ ! भवताभवांभोधि(मोप्युभयभुजहेलाभिरभितः । ललो दुर्लचो लघु लसति केशावलिनिभानिरेना येनांसे सलिलशबला शैवललता ॥७॥ ध्रुवं सा श्रीदेवीवरदमरुदेवा भवभवन्मुखाम्भोजक्रीडाकनकवलयौ खेलति मुदा । सदोपास्ते पार्थं हरिरिह रिंसा सलहमा (दिमा) कचव्याजाद्येनोज्वलतमतमालद्युतिततिः ॥८॥ विभो श्रुत्वा गङ्गां घनतरतरङ्गाम्बुतरलांत्रिलोकीजङ्गालां किल निपतनाभैरव भुवि । ध्रुवं साम्ये काम्ये त्वयि जयिनि तीर्थे कचलताछलान्मौलेः शृङ्गाल्लसति पतयालू रविसुता ॥९॥ त्रिलोकीतिग्मांशो ! मिलदमललावण्यलहरीपरीतं स्फीतं श्रीमुखसरसिजं ते विजयते । सदोपान्ते कान्ता चिकुरकुरलीनीलनलिनीविनीलालीना यभ्रमरतरुणीधोरणिरियम् ॥१०॥ जगदृश्वन्निश्वान्पवतु भवतः काञ्चनरुचौकपोले लोलन्ति ललितवलिता कुन्तललता । तपोलक्ष्मीलीलापरिणयमहापर्वणि कृताविचित्रापत्राली मृगमदमयीवाग(घ)दमनः ॥११॥ तदा सत्यं सत्त्वाच्छकटमुखभाजा स्मितमुख ! त्वया दधेऽनद्वानणगणमहासंयमभरः । यतः स्कन्धाबन्थे चिहुरनिवहश्रीपरिणतेकिणाः श्रेणीभूताः वृषभ ! विजयन्ते जिनपते ! ॥१२॥ अहं जाने हेलाहतवृजिननीरञ्जनजिन ! । प्रदीपस्तेस्वान्ते ज्वलति विमलः केवलमयः । समन्ताद्येनायं श्रवणविवरान्निर्गत हि तें:जनस्तोमः सोमानन ! घनविनीलो विलसति ॥१३॥ नि. अ. भा. १-३१ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ध्रुवं देवोद्दधे विष( य )मयजंबालकलिलात्त्रिलोकी कारुण्यात्कलिकलुषकूलंकषमुखम् । वृषस्कन्धोत्तंसप्रवरकबरीमञ्जरिमिषाद्विलग्ना येनेयं भुजशिखरयोः पङ्ककणिका ॥१४॥ अमन्दम्भिन्दाने भृशतमम विद्यांधतमसंशुचिब्रह्मज्योतिर्बत नियतमन्तः स्फुरति ते । शिरोजालीव्याजाद्यदमुकुलनीलोत्पलदलप्रभाचौरी चञ्चत्युपरि परितो धूमलतिका ॥१५॥ स्वयंबोधो बोधामृतरसभृतः पूर्णकलशस्त्रिलोकीमाङ्गल्यस्त्वमसि कपिशः काञ्चनरुचा । कृतोत्कण्ठे कण्ठे लुठति यदियं कुन्तलमयी लसद्लक्ष्मी लीलालयकुवलयस्मेरवलयी ॥१६॥ अविद्यामूर्छाल-त्रिभुवनजनोज्जीवन ! जिन ! स्फुरशुक्लध्यानामृतलहरिपूर्ण ध्रुवमसि । अखण्डं त्वं कुण्डं यदमलमिलत्कुन्तलमिषादुपान्तं नोमुञ्चत्युरगनिकरा यामिकवराः ॥१७॥ प्रभाभिर्दिक्कुक्षिभरिभिरुदयी कल्मषमुषोमुखेन्दुर्नद्यात् ते त्रिभुवनसुधापारणमहः । कुहूः सूचीभेद्यांधतमसमयी संगमसुखान्यवाप्तुं तत्पूर्वं यमिव समुपास्ते कचमिषात् ॥१८॥ अतान्तस्तत्त्वोनमदसुमतां वाङ्मनसयो:समन्तादस्ताघः समरसमहानीरधिरसी । वितेने तेनेयं ननु चिकुरवल्ली विकसतातताभीसुवेलावनघनतमालावनिरुहः ॥१९॥ त्रिलोकीमाध्यस्थं दधदधिकमाकालमचल:सुमेरुस्त्वं स्वामिन्विकचरुचिकल्याणरुचिरः । भुजाशृङ्गोत्संङ्गे चिकुरनिभतो नन्दनवनीविनीला यहत्ते हदि मुदमुदनां सुमनसाम् ॥२०॥ Page #272 -------------------------------------------------------------------------- ________________ કુમુદચંદ્રાચાર્ય પ્રણીત “ચિકર દ્વાત્રિશિકા' ૨૪૩ कषोत्तीर्णस्वर्णत्विषि वपुषि सैषा सुखयुताज्जगन्ति प्रेङ्कुन्ती तव चिकुरलेखा जिनवृष ! । गिरेः शृङ्गेत्तुङ्गे बहुलविलसत्गैरिकरसेशयालु रंध्रा नवमुदिरमालेव मधुरा ॥२१॥ जगन्नेतर्नेता हरिहरिहरिकेशकणिकाभवत्कंठक्रोडान्तिकविसृमराः किं पुनरमी । परीरं भारंभाद्भुतरभसन्मुक्तितरुणीभुजामालोद्वेल्लमणिगणरणत्कङ्कणकिणाः ॥२२॥ ध्रुवं कर्मक्लेशावलिनिखिलदन्ताब (व) लबलच्छिदाऽलंकीणस्त्वमसि जिनगन्धेभकलभ !। कपोलान्ते लोलाविरलविगलद्दानसलिलछटाछायां धत्ते भ्रमरहरिणी येन कबरी ॥२३॥ मुमुक्षोस्ते दीक्षोपगमसमये कुंतलततिलुंलन्तीयं कार्तस्वरमयभुजस्तम्भशिरसि । प्रवेशे तत्कालं प्रसृमर मनःपर्यवविदोमुदामाङ्गल्यस्त्रग्दलवलयलीलां कलयति ॥२४॥ मुमुक्षो निक्षिप्य स्वतनुकनकं दुस्तपतपोऽनले ज्वालाश्रयिणि नियतं शोधितमिदम् ।। तवांसे येनेश ! स्फुटति कबरीवल्लरिनिभाद्विभात्युच्चैरेषा गलितमलकालुष्यपटली ॥२५॥ उदञ्चद्ब्रह्मद्वाः सदनवलभी केवलविदोऽधिरोढुं विभ्राणा हरितमणिनिश्रेणिकरणिम् । त्रिलोकं सल्लोकंप्रि (पृणंमसृणकेशांकुरवनीपुनीतां शीतांशुद्युतिविततिसर्वंकषमुखाः ॥२६॥ हतक्लेशाः केशाः कुलकरकुलीनांऽसलुलितास्तवोन्मीलन्नीलांबुरुहसुभगं भावुकविभाः । दधुर्नीलोत्फुल्लद्धदनकमलार्हन्त्यकमलाविलासार्थं दोलायुगललतिका-रज्जुतुलनाम् ॥२७॥ Page #273 -------------------------------------------------------------------------- ________________ २४४ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ जगद्रोहो मोहः स खलु विषमेषुः खलतमो महायोधः क्रोधः समितिसममेते बत जिता । तथाप्यावां नाथः कथमपि दृशा नेक्षत इतित्वदीयांसौ कार्यं विमद ! दधतु स्तौ कचमिषात् ॥२८॥ त्रिलोकीकल्पद्रो ! किल युगलधर्मव्यतिगमेधराकल्पाः कल्पावनिजनिवहा वैभवजिताः । त्वया तत्कालं ये समदमुदमूल्यन्त विकटाजटाजाली तेषां परिणमति केशावलि तदा ॥ २९ ॥ मुमुक्षूणां तादृक् शमरसकृते ध्यानविवरम्विविक्षूणां क्षीणांतरतमतमः पुस्तकमसि । महार्थंकल्पस्य ध्रुवमय विकल्पस्य यदिमाजिनेन्दो ! दीप्यन्ते किमपि लिपयः केशकपटात् ॥३०॥ तवाबन्धस्कन्धस्थलविलुलिता लुम्पतु सतामतान्तं लिम्पन्ती भृशममृतपङ्खैरिव दृशः । युगादिश्रीतीर्थंकर चिकुरलेखा नवयवांकुराली कर्णान्ते नियतमवतंसाय रचिता ॥ ३१ ॥ इति श्रीनाभेयस्तवलवमिदं यस्तवनवंसुधासद्रीचीभिर्विमलयगिरिशृङ्गारमुकुट ! । ब्रुवाणो वाणीभिस्त्वयि लयमयीमंचति कलांस एव श्रीदेवो जनकुमुदचन्द्रः कविरविः ॥३२॥ इतिश्री चिकुरद्वात्रिंशिका पूर्णा । Page #274 -------------------------------------------------------------------------- ________________ સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિનસ્તવ” કવિ સાગરચંદ્રની અહીં પ્રસ્તુત થઈ રહેલી કૃતિ–ચતુર્વિશતિ જિન સ્તવ–નીચેની ત્રણ હસ્તપ્રતોને આધારે સંપાદિત કરી છે : 1. સ્વ. મુનિ પુણ્યવિજયજીએ ઉતારેલી (કે ઉતરાવેલી) સ્તુતિઓના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. એનું સ્રોત મુનિજીએ ત્યાં દર્શાવેલું નથી. ૨. ભાંડારકાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑરિએન્ટલ રિસર્ચ, પુણેની સાવચૂરિ કાગળની પ્રત ક્રમાંક 259/A-1882-83. અક્ષરો પરથી તે ૧૭મા શતકની લાગે છે. અને 5. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની ભેટ-સુરક્ષા સંગ્રહની પ્રત ક્રમાંક 885, જે ૧૫મા-૧૬મા સૈકાની હોવાનું જણાય છે. ત્રણે પ્રતોના મિલાનથી પાઠ શુદ્ધપ્રાયઃ બની શક્યો છે. સ્તોત્રકર્તા કાવ્યસંગ્રથન, છન્દશાસ્ત્ર, તથા અલંકારશાસ્ત્રના નિષ્ણાત હોવાનું સ્પષ્ટ રૂપે જણાય છે. ૨૫ પદ્યમાં નિબદ્ધ પ્રસ્તુત કૃતિમાં ૨૪ વિવિધ છંદોનો વિનિયોગ કર્યો છે. છેલ્લાં ત્રણમાંથી બે (૨૩મા અને ૨૫મા), શાર્દૂલવિક્રીડિતમાં બાંધેલાં, પદ્યો એક તરફ રાખતાં બાકીનાં બધાં જ અલગ અલગ છંદમાં નિબદ્ધ છે. (છન્દોનાં નામ મૂલ હસ્તપ્રતોમાં નોંધાયેલાં છે.) પ્રત્યેકમાં ક્રિયાપદ પ્રચ્છન્ન રાખીને કવિએ કાવ્યચાતુરી બતાવી છે. કાવ્ય-બંધારણની દૃષ્ટિએ તેમ જ શૈલીને લક્ષમાં લેતાં, અને તેમાં રહેલાં મર્મ, પ્રવાહિતા, માંજુલ્ય, અને પ્રસાદાદિ મૂલગુણોની ઉપસ્થિતિને કારણે એ મધ્યકાળની સરસ સ્તુતિ-રચનાઓ માંહેની એક ગણી શકાય તેમ છે. કર્તાએ આખરી પદ્યમાં પોતાનું “સાગરચંદ્ર' નામ પ્રગટ કર્યું છે, પણ સ્વગુરુ, ગચ્છ, આદિનો નિર્દેશ દીધો નથી. સાગરચંદ્ર નામ ધરાવતા કેટલાક મધ્યકાલીન મુનિઓ થઈ ગયા છે અને તેમાંથી આપણા કર્તા કોણ હોઈ શકે તે વિશે હવે વિચારીએ. (૧) અજ્ઞાતગચ્છીય ગોવિંદસૂરિના શિષ્ય પં. સાગરચંદ્રનાં, વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ (ઈ. સ. ૧૧૪૩)ની સ્વોપજ્ઞવૃત્તિમાં, બે પદ્ય ઉદ્ભૂત થયાં છે, જેમાં એકમાં ગૂર્જરેશ્વર જયસિંહદેવ સિદ્ધરાજની પ્રશંસા કરેલી છે. આથી એમનો સમય ઈસ્વી ૧૨મી સદી પૂર્વાધ હોવાનું સ્પષ્ટ છે. (૨) પૂર્ણતલગચ્છીય હેમચંદ્રસૂરિના, એક ઉત્તર-મધ્યકાલીન પ્રબંધ-કથિત શિષ્ય, સાગરચંદ્ર : એમની કવિતા અને રૂપથી મહારાજ કુમારપાળ પ્રભાવિત થયેલા. તેમનો કાળ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૭૫નો હોવો ઘટે. (૩) રાજગચ્છીય કવિ માણિક્યચંદ્ર સૂરિના ગુરુ સાગરચંદ્ર, જેઓ પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીના આખરી ચરણમાં થયા છે. નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૪) નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય સાગરચંદ્ર, જેમની એક અપભ્રંશ રચના તાજેતરમાં પ્રાપ્ત થઈછે, અને જેનો સમય ઈસ્વી ૧૩મી સદીનું ત્રીજું ચરણ હોવાનું જણાય છે. (૫) પાર્શ્વનાથની તાંત્રિક ઉપાસના સંબદ્ધ કાવ્યના રચયિતા, જે ૧૩થી ૧૫ શતકના ગાળામાં થયા હોવાનો સંભવ છેપ પ્રથમ દૃષ્ટિએ તો સ્તોત્રકર્તા સિદ્ધરાજના સમકાલીન, પ્રથમ સાગરચંદ્ર, હોવાનો સંભવ લાગે છે. કવિતા-પ્રૌઢી તેમ જ કર્તાએ પોતે પોતાના માટે ‘વિદ્વાન્’ પ્રત્યય લગાવેલો હોઈ એ સંભવ આમ તો બલવત્તર બની રહે છે. પરંતુ તેમાં એક વાંધો આવે છે. ઈસ્વી ૧૪મી સદી ઉત્તરાર્ધના અરસામાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત ‘કુમારપાલદેવ-પ્રબંધ’’(પ્રતિલિપિ ઈસ્વી ૧૫મા શતકનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાન અને વિદ્વાન્ શિષ્ય હતા. એમણે ક્રિયાગુપ્તક ચતુર્વિશતિ-નમસ્કારસ્તવની રચના કરેલી જૈનો સંધ્યા-પ્રતિક્રમણ સમયે પાઠ કર્યો, જે સાંભળી રાજાએ (કુમારપાળે) ઉદ્ગાર કાઢ્યા ‘‘અહો કવિતા ! અહો રૂપ !* હવે આ સંદર્ભમાં જે સ્તોત્રનો ઉલ્લેખ છે તે તો સ્પષ્ટતઃ અહીં સંપાદિત સ્તોત્ર જ જણાય છે. અને જો પ્રબંધકારે સિદ્ધરાજને સ્થાને કુમારપાળ ન ઘટાવી લીધું હોય તો આ સ્તોત્રનો રચનાકાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૬૦ના અરસાનો થાય. સિદ્ધરાજ પુત્રહીન હતો અને કુમા૨પાળને પણ પૂર્વસ્થામાં પુત્ર કદાચ થયો હોય તો તે હયાત નહોતો. અત્યારે તો પ્રકૃત સ્તવન હેમચંદ્ર શિષ્ય સાગરચંદ્રકૃત માનવું ઠીક રહેશે. આ સ્તુતિના કાવ્યાંગ, અલંકાર-વિચ્છત્તિ, ગોપનીય ક્રિયાપદ, રસ આદિની ચર્ચા તો કાવ્યશાસ્ત્રના તજ્ઞો કરે તે ઉચિત ગણાય. ત્રણ હસ્તપ્રતોનું મિલન કરી પાઠ તૈયાર કરવામાં પં. નૃગેન્દ્રનાથ ઝા તથા શ્રી અમૃત પટેલની મળેલી સહાયનો સાભાર સહર્ષ સ્વીકાર કરીએ છીએ. .. ટિપ્પણો ઃ ૧. આ વિષયક વિગતો માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૨૫૪-૨૫૫, કંડિકા ૩૬૧-૩૬૩. ૨. તદંગે વિશેષ ચર્ચા માટે જુઓ પ્રથમ સંપાદકનો લેખ ‘‘કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ અંક ૧૧/૧-૪, અમદાવાદ ૧૯૮૨-૮૩, પૃ ૬૮-૮૬. આ લેખને સાંપ્રત સંકલનમાં સમાવી લીધો છે ઃ જુઓ અહીં પૃ. ૧૫૮-૧૬૯. Page #276 -------------------------------------------------------------------------- ________________ સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિનસ્તવ' ૨૪૭ ૩. એજન. ૪. જુઓ રમણીક શાહ, “આ. વર્ધમાનસૂરિશિષ્ય શ્રી સાગરચંદ્ર મુનિ વિરચિત ઉત્તરકાલીન અપભ્રંશ ભાષા-બદ્ધ નેમિનાથ રાસ,” અનુસંધાન અંક ૧૦, અમદાવાદ ૧૯૯૭, પૃ. ૩૬-૪૩. સંપાદકે ત્યાં પ્રસ્તુત વર્ધમાન સૂરિને ગણરત્નમહોદધિના કર્તા માન્યા છે, પરંતુ તે ગ્રંથકએ તો પોતાના ગચ્છનું નામ આપ્યું નથી અને ગુરુરૂપે ગોવિંદસૂરિનું નામ આપ્યું છે. બીજી બાજુ નાગેન્દ્રગચ્છમાં થયેલા જે વર્ધમાન સૂરિએ એમનું વાસુપૂજ્યચરિત્ર સં. ૧૨૯૯ | ઈ. સ. ૧૨૪૩માં સમાપ્ત કરેલું, તે વર્ધમાનસૂરિ આ નેમિનાથ રાસવાળા સાગરચંદ્રના ગુરુ હોવાનું સંભવે છે. ૫. જુઓ શ્રીસારવન્દ્રકૂિિવરવતઃ શ્રીમન્નાધિનન્ય, મન્નાધાન-વિજ્ઞાળ,” જૈનસ્તોત્રસંહ, દ્વિતીય ભાગ, સં. ચતુરવિજય મુનિ, અમદાવાદ ૧૯૩૬, પૃ. ૨૨૭-૨૨૮. ૬. સં. આચાર્ય જિનવિજયમુનિ, સિંઘી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૯, “નરવર્મપ્રબંધ,” પૃ૧૧૨-૧૧૭. Page #277 -------------------------------------------------------------------------- ________________ २४८८ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीसागरचन्द्रसूरिविरचितं विविधच्छन्दोऽलङ्कृतं क्रियागुप्तकं च श्रीचतुर्विंशतिजिनस्तवनम् (मालिनी वृत्तम्) जगति जडिमभाजि व्यञ्जितापूर्वनीते ! प्रथमजनिततीर्थाभ्युनते ! नाभिसूते । जिन' ! वृजिनवितानध्वंसिनी तावकीन क्रमकमलनमस्यां 'काश्चनस्याभिलाषम् ॥१॥ (शिरवरिणी वृत्तम्) अपेतः 'कर्माब्धेरचलपरिचर्यापरिचयात् प्रतिष्ठामापन्नः शिवमजरमासाद्य परमम् । रजन्याः स्वामीव त्वमजित ! जिनास्मासु तमसः, समुच्छ्रायं छायादलिततपनीयाम्बुजरुचे ! ॥२॥ (वसन्ततिलका छन्दः) श्रीशम्भव ! त्रिभुवनाधिपते ! रयेण व्यालोलमिन्द्रियबलं बलवन्निगृह्य । निर्मूलितोच्चतममोहमहीरुहेण गम्भीर एष भगवन् ! भवता भवाब्धिः ॥३॥ (मञ्जुभाषिणी) भवतः स्वभावसुभगाङ्गचङ्गिम व्यवधानभीरुमनसो ऽभिनन्दन ! मरुतां गिरौ जननमज्जनोत्तरं नवबन्धुरा"भरणडम्बरं सुराः ॥४॥ (नोटकम्) यदि सिद्धिवधूपरिरम्भविधौ त्वरितोऽसि ततः सुमते ! सुमतिम् । विनिबर्हणमुल्बणमोहतते_स्तुहिनामलसद्गुणकेलिगृहम् ॥५॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિનસ્તવ' ૨૪૯ (मन्दाक्रान्ता छन्दः) श्रीमत्पद्मप्रभ ! जिन ! भवान् भव्यपद्मकभानो ! पादानम्रान्न पुनरितरान् दुर्गतिद्वारतो यत् । नैतन्न्याय्यं तव खलु जने दर्शितप्रातिकूल्ये सौहार्द वा दधति सदृशी विश्रुता चित्तवृत्तिः ॥६।। (दोधकवृत्तम्) विश्वजनीन ! सुपार्श्वजिनेन्दो ! वारिनिधे ! करुणारसराशेः । त्वद्गुणभावनयामतिमान्य : स्वस्ति परं परयाऽपि सतुल्यम् ॥७॥ (भुजङ्गप्रयातम्) तवान्तःसभं देशनारम्भभाज: स्फुरन्त्याद राभावितन्यासमन्तात् । जनः १०स्वेऽतिमानं चिरोपार्जितेन११ मलेनेव चन्द्रप्रभ ! प्रोज्झितात्मा ॥८॥ (पुष्पिताग्रा वृत्तम्) सुविधिजिन ! कदाचनापि पङ्को१२ द्भवसुभगौ सकलश्रियां निवासौ । न हृदयविषयं त्वदीयपादौ नियतमतोऽहमभाजनं शुभानाम् ॥९॥ (द्रुतविलम्बितम्) खरतराघनिदाघभवक्लम प्रशमवारिद ! देव ! नतात्मनाम् । भगवता भवता शुभमद्भुतं, चरितपूतमहीतल ! शीतल ! ॥१०॥ (उपजातिश्छन्दः) जलाञ्जलि दातुमना जन ! त्वं बलीयसे चेद्भवशात्रवाय । वितीर्णलोकत्रयकम्पनाय श्रेयांसमश्रर स्तरसस्तदानीम् ॥११॥ નિ, ઐભા. ૧-૩૨ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (श्रग्विणी वृत्तम्) स्वामिनः किन्नराणां नराणां च ये स्वर्गिणो ये सुरैश्वर्यभाजश्च ये । प्राप्य सर्वेऽप्यहपूर्विकां सर्वदा ते भवत्पूजने वासुपूज्य ! प्रभो ! ॥१२॥ (गुणमणिनिकरणछन्दः) १५निरुपमपरहितवितरणनिरत ! त्वमसमशमधननिधनविरहित ! । विमल ! विमलप्तमगुणगणविभवैः सकलभुवनतलवदनतिलकताम् ॥१३।। (स्वागता छन्दः) शीतदीधितिकलारुचिरामा त्वद्गुणावलिरनन्त ! जिनेश ! । यो न कृत्स्त्रजगतामपि "कुक्षौ मादृशां कथमसौ कलनीया ॥१४॥ (रुचिता छन्दः) चिराजिता सुचिरपित्तजन्मना गुरूष्मणा प्रति कलमाकुलीकृताः । गिरं पयो १९मधुरतरां निपीय ते शरीरिणो जिनवर ! धर्म ! निर्वृतिम् ॥१५|| (प्रहर्षिणी वृत्तम् ) संसारे वन इव दुर्गतित्रियामा व्यापारस्खलितदृशां चिरं जनेन । प्रत्यूषे रविमिव सुक्षिणेन (?) वीक्ष्य त्वां शान्ते ! प्रकटित दुर्गमोक्षमार्गम् ॥१६।। (प्रमिताक्षरा छन्दः) कृतकमनिर्मथन ! कुन्थुजिन ! प्रयतस्त्वमुज्ज्वल तपश्चरणे । अपि सार्वभौम विभवं तृणवनतनैकनाकिजनराजगण ! ॥१७॥ (शालिनी वृत्तम्) क्षान्त्याधार ! ध्वस्तदुर्वारमार ! ज्ञानोदार ! प्राप्तसंसारपार ! । २३मुक्तेदार ! व्यक्तधर्मावतार ! स्वर्णाकार ! प्राणिजातं जिनार ॥१८॥ (वैश्वदेवी वृत्तम्) २४गीर्वाणश्रेणिमुक्तमन्दारमाला स्रस्तं किञ्जल्कं सर्वतो विस्फुरन्तम् । एतस्मिन्त्रीले मल्लिनाथ ! त्वदङ्गे प्रात५स्सं भानो?मनीव प्रकाशम् ।।१९।। Page #280 -------------------------------------------------------------------------- ________________ સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિ જિનસ્તવ' ૨૫૧ (प्रबोधिता छन्दः) मृगनाभिसनाभितां२६ रुचा वपुषस्त्वं यदि सुव्रत ! प्रभो ! । ननु निर्मल निर्मलात्मनामुपमानत्वमुपागतः कथम् ॥२०॥ (पथ्या छन्दः) भवतः क्रमाङ्गलिनखावलीनिर्गतै रजनीश्वरोज्ज्वलतरैः प्रभाजालिकै:२७ । भगवन् ! नमे ! नमनशालिनां मौलिषु २“स्फुटमालतीकुसुममालिकालङ्कृतिः ॥२१॥ (हरिणी वृत्तम्) नियतमिति नो मिथ्यावादाः स्मरं सह २"तृष्णया, यदसि विमुखो राजीमत्यामथापि नृपश्रियाम् । कथमिव ततः स्वामिन् ! नेमे । रतो विरतिः स्त्रियां शिवपदपुरः साम्राज्याप्तौ भृशं च समुत्सुकः ॥२२॥ (शार्दूलविक्रीडितम्) भर्ता भोगभृतां मणिप्रणयवान् यन्मूर्धमार्गेऽशुभद् ध्यानाग्नेः स्खलयन् स्फुलिङ्गशबलं धूमोद्गमाडम्बरम् । स त्वं पार्श्व ! विशुद्धवैभवनिधे ! व्याधूतभूतग्रहग्रामस्थाम सुनामधेय ! भगवन् ! विघ्नौघनिघ्नं जनम् ।।२३।। (स्त्रग्धरा छन्दः) आत्मन्युद्धृतरागे विशदतरलसज्ज्ञानलक्ष्मीर्यदीये यस्मिन् कल्पद्रुरूपे प्रणयमुपगते स्वेषु वेश्माङ्गणेषु । यत्पादाग्रेण मेरु क्षितिधरमधुना देवदेव ! पुमांसो भीतत्राणैकतानं व्यसनशतविनाशाय तं वर्धमानम् ॥२४॥ (शार्दूलविक्रीडितम्) इत्थं तीर्थकृतां ततेस्त्रिभुवनश्रीमौलिलीला स्रजो विद्वान् सागरचन्द्र इत्यभिधया लब्धप्रसिद्धिस्तुतिम् । सर्वाङ्गं परितन्वती सुमनसामानन्दरोमोद्गमं । नानावृत्तनिवेशपेशलतरै युक्तां क्रियागुप्तकैः ॥२५।। Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ पाठान्तराणि : १. (क) जनवृजिन, २. (ख) कंजनस्या, ३. कम्मा, ४. (क) मनसेभिनन्दन, ५. (क) रम्यडम्बरं, (ग) वनबन्धुरा भरण ऽम्बरंसुराः, ६. (ख) कौल्ये, ७. (क) मान्याः , ८. (ख) सुतुल्यम्, ९. (क) सदा, (ग) दरादा, १०. (क) श्चेति, ११. (ख) तैनो, १२. (ख) भव, १३. (क) क्रम, १४. (क) भ्यस्त, १५. (क) निरुपधि, १६. (क) रमतगुणगण, १७. (क) क्षुः, १८. (क) कुल, १९. (क) (ख) मधुरतां, २०. (क) दक्ष, २१. (ख) वर्म, २२. (ख) (ग) नाक (ग) नराजणः, २३. (क) मुक्तिद्वार, २४. (ख) निर्वाणश्रेणी, २५. (ख) (ग) स्त्य, २६. (क) त्वां, २७. (ख) जालकैः, २८. (क) स्मित, २९. (ख) कृष्णया, ३०. (क) (ग) भागे, ३१. (ख) स्त्र, ३२. (क) वृत्ति, Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈત્રસૂરિશિષ્યકૃત ‘વીતરાગસ્તુતિ’ પૂર્ણ સ્થિત ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાંથી પ્રસ્તુત સ્તુતિની બે પ્રતો પરથી પાઠ તૈયાર કરી શકાયો છે'. અહીં એ મહાન્ સંસ્થાના સૌજન્યથી તે સંપાદિત કરી સાભાર પ્રકાશિત કરું છું. વસંતતિલકાવૃત્તમાં નિબદ્ધ આ સ્તુતિ આમ તો ‘અષ્ટક’ રૂપે છે, પણ એક વધારાના પદ્યમાં કર્તાએ પોતાનો પરિચય ‘જૈત્રસૂરિ-વિનેય રૂપે આપ્યો છે : જો કે નામ પ્રકટ નથી કર્યું, કે નથી દીધો પોતાના ગચ્છ વિશે કોઈ નિર્દેશ. ગુરુ જૈત્રસિંહનું નામ પણ જાણીતું નથી. પટ્ટાવલીઓ, ગ્રંથ-પ્રશસ્તિઓ, અને જિનપ્રતિમાઓના અદ્યાવધિ પ્રકાશિત પબાસણો ૫૨ના તેમ જ ધાતુ પ્રતિમાઓ પાછળ અંકિત સેંકડો નિર્રન્થ શ્વેતાંબર અભિલેખો જોઈ વળવા છતાં પ્રસ્તુત મુનિનો કોઈ જ પત્તો લાગ્યો નથી. સ્તુતિના સામાન્ય છંદોલય એવં વૈદર્ભીપ્રાયઃ રીતિ રત્નાકરસૂરિના “આત્મગઈસ્તોત્ર” અપરનામ “રત્નાકર-પંચવિંશતિકા” સરખાં, ઈસ્વીસન્ના ૧૩મા શતકના મધ્યભાગે રચાયેલાં સ્તોત્રો-સ્તવોનું સ્મરણ કરાવે છે. સ્તુતિનું બંધારણ સુરેખ અને સુષ્ઠુ છે. પ્રાસાનુપ્રાસ અને સ્ફોટસિદ્ધિ વિના આયાસ થઈ શક્યાં છે. સ્તુતિનો પ્રવાહ તરલસરલ અને કંઠસ્થ થઈ શકે તેવી, કરવા જેવી કૃતિ છે. કર્તા સારા કવિ છે. સિદ્ધસેન દિવાકર (પાંચમું શતક), માનતુંગાચાર્ય (છઠ્ઠી-સાતમી સદી), બપ્પભટ્ટિસૂરિ (સાતમી-આઠમી શતાબ્દી) જેવા સિદ્ધહસ્ત નિગ્રન્થ કવિઓની સ્તુતિઓની તેમ જ હરિભદ્રસૂરિની સુપ્રસિદ્ધ ‘સંસારદાવા’ સ્તુતિની શૈલીનો પરામર્શ ક્યાંક ક્યાંક ઝળકી જાય છે”. પણ તેમાં નકલનો ભાસ થવાને બદલે કવિની પ્રતિભા, પ્રાચીન કવિઓની શૈલીના પ્રશ્નયને પ્રભાવે, વિશેષ પ્રકાશમાન થતી લાગે છે. અલંકારોની ચાલાકીભરી ચમત્કૃતિનું પ્રદર્શન કરવાને બદલે કવિએ કવિતાના મૂલગત, સ્વાભાવિકતા આદિના, સિદ્ધાંતો પર જ જોર દઈ, શબ્દના ઔચિત્યને નજરમાં રાખી, પ્રશમરસના ‘શાંતાકા૨’ વહેણને જ સહજતા સમેત હાંસલ કરવાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. દરેક પદ્યનું ચોથું પુનરાવર્તિત ચરણ (ધ્રુવ પદ) લયની ગતિને સ્વૈર્ય અને ચોકસાઈ અર્પી રહે છે. પૂર્વે સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિંશિકામાં આવી સંરચનાનું અનુસરણ થયેલું છે. અને ૧૩મા-૧૪મા શતકની કેટલીક શ્વેતાંબર જૈન તીર્થનિરૂપણાત્મક સ્તુતિઓમાં પણ આ પ્રકારનું ખેડાણ જોવા મળે છે. આ એક સર્વાંગીણ સફળ કહી શકાય તેવી, કવિતાનાં ઉદાત્ત લક્ષણો—માધુર્ય, ઓજ અને કાંતિ—ના સપ્રમાણ ગુણોવાળી અને એથી સંતુલિત, સરસ, સ્તુત્યાત્મક રચના છે. શૈલીના પ્રકાર, પ્રાસ મેળવવાની રીત, અને તેના અબાધિત નિર્વાહને લક્ષમાં લેતાં કર્તા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈસ્વીસના ૧૩મા શતકના અંતિમ ચરણમાં થઈ ગયા હોય તેવો સંભવ છે. ટિપ્પણો : 4. Ed. H. R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in The Government Manu scripts Library, Vol XIX, Poona 1962, pp. 94-96, ૨. સ્તોત્રનો પાઠ પ્રતોની પ્રતિલિપિના આધારે શ્રી જિતેન્દ્ર શાહે શોધી આપ્યો છે જેનો અહીં સહર્ષ ઉલ્લેખ કરું છું. ૩. કાર્ય માટે કાપડિઆ “Is he Jaitrasuri or his devotee” એવો પ્રશ્ન કરે છે (જુઓ એમનું પૃ. ૯૪); પણ જિતેન્દ્ર શાહ શ્રી મૈત્રવિનતિનપાન પરથી કર્તા જૈનસૂરિ જ શિષ્ય હોવાનો નિશ્ચય કરે છે. ૪. સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિશિકા, માનતુંગાચાર્યનું પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્ર, બપ્પભદિસૂરિનું શાંતિદેવતાસ્તોત્ર વગેરે સાથે સરખાવતાં આવી છાપ ઊઠે છે. આ બધાં સ્તોત્રો જાણીતાં છે એટલે તેના સંદર્ભો અંગે વિસ્તાર કરતો નથી. ૫. ખાસ કરીને અનુસ્વારના પ્રાસાનુપ્રાસથી એવી અસર ઊભી થાય છે. ૬. ત્યાં છેલ્લું ચરણ, છંદ, અલબત્ત, ભુજંગપ્રયાત છે. ૭. ખાસ કરીને વિનયચંદ્રનું શત્રુંજય ચૈત્યપરિપાટી-સ્તવ તથા એમનું જ ગિરનાર ચૈત્યપરિપાટી-સ્તવ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ૮, ૧૩મી સદીના શ્રાવકોમાં “જૈત્રસિંહ” નામ જોવા મળે ખરું. Page #284 -------------------------------------------------------------------------- ________________ જૈત્રસૂરિશિષ્યકૃત “વીતરાગસ્તુતિ ૨૫૫ वीतरागस्तुति (भुजंगप्रयात छन्दः) शान्तं शिवं शिवपदस्य परं निधानं सर्वज्ञमीशममलं जितमोहमानम् । संसारमारवपथाद्भुतनिर्जरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥१॥ अव्यक्तमुक्तिपदपंकजराजहंसं विश्वावतंसममरै विहितप्रशंसम् । कंदर्पभूमिरुहभंजनमत्त [ रागं ? नागं] पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥२॥ दुःकर्मभीत जनताशरणं सुरेन्द्रै निश्शेषदोषरहितं महितं नरेन्द्रैः । तीर्थंकरं भुवि कदापि न भुक्तिभाजं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥३॥ दान्तं नितान्तमतिकान्तननन्तरूपं योगीश्वरैः किमापि संविदितश्च रूपम् । संसारवारि र]निधिमंथनमन्दरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥४॥ संसारवारिनिधितारणयानपात्रं ज्ञानेकपात्रमतिमात्रमनोन्यगात्रम् । दुर्वारवारघनवातनिशातनागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥५॥ कल्याणवल्लिनवपल्लवनाम्बुवाहं त्रैलोक्यलोकनयनैकमुधाप्रवाहम् । सिद्धयङ्गनावरविलासनिबद्धरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥६॥ दारिद्रदुःखवनदावदुरन्तनीरं मायामहीस्फुटविदारणसारसीरम् । Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ वाणीतरंगनवरङ्गधरं तडागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥७॥ श्री जैत्रसूरिविनतक्रमपद्ममेनं लीलाविनिर्दलितमोहमहेन्द्रसेनम् । हेलावलंघितभवाम्बुमध्यभागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥८॥ कल्याणकीरविहितालयकल्पवृक्षं ध्यानानलज्जलितमानमदादिकक्षम् । नित्यं क्षमाधरगुरुं गुरुशेषनागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥९॥ इति श्री वीतरागस्तुतिः Page #286 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ “શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' (સ્વ) પં. બેચરદાસ દોશી જૈન મહાતીર્થ ઉજ્જયંતગિરિ વિષયક પુરાણી જૈન તીર્થમાલાત્મક સાહિત્ય રચનાઓ પ્રકાશિત કરવાની પહેલ કરનારાઓમાં એક હતા. એમણે તપાગચ્છીય રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસસૂરિની જૂની ગુજરાતીમાં રચાયેલ બહુમૂલ્ય કૃતિ“ગિરનાર ચૈત્ર પ્રવાડી”( આઇ વિ. સં. ૧૫૧૫ | આઈ. સ. ૧૪૫૯)–પુરાતત્ત્વ અંક ૩ (ચૈત્ર ૧૯૭૯, પૃ. ૨૯૧-૩૨૨ )માં પ્રકાશિત કરેલી. એમનાથી એક વર્ષ પૂર્વે વિજયધર્મસૂરિ દ્વારા એક બીજા તપાગચ્છીય મુનિ–રત્નસિંહસૂરિ શિષ્ય–દ્વારા “ગિરનાર તીર્થમાલા” એમના ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયુક્ત પ્રાચીન તીર્થમાલા સંગ્રહ (ભાવનગર સં. ૧૯૭૮ | ઈ સ. ૧૯૨૨)માં પ્રગટ કરેલી (પૃ. ૩૩-૩૭). (સ્વ) પં. દોશી આમ આ ક્ષેત્રમાં બે અગ્રચારીઓમાંના એક હતા તેમ જ હેમહંસસૂરિની ચૈત્યપરિપાટીના આધારે તેમણે ગિરનાર તીર્થ સંબંધે જે ગવેષણા કરી છે તે એ વિષય અનુલક્ષીને સૌ પ્રથમ જ હતી. અહીં રજૂ થઈ રહેલી કૃતિ જ્ઞાનચંદ્રની છે. વસંતતિલકા છંદમાં નિબદ્ધ આ સંસ્કૃત ષોડશિકાને સંગ્રહકારે (વા લિપિકારે) “ગિરનાર ચૈત્ય-પરિપાટી સ્તવન” એવું શીર્ષક આપ્યું છે, જે કૃતિની અંદરની વસ્તુને લક્ષમાં રાખીને અપાયું હોય તેમ લાગે છે; પણ મૂળ કર્તાને તો “ઉજ્જયંતગિરિતીર્થ સ્તોત્ર” વા “રવતગિરિતીર્થ-સ્તોત્ર” અભિપ્રેય હોય તેમ લાગે છે. પ્રાંત પદ્યમાં રચયિતાએ પોતાનું “જ્ઞાનેન્દુ અભિધાન પ્રગટ કરેલું છે; પણ પોતાના ગચ્છ કે પરંપરા વિશે કંઈ જણાવ્યું નથી. સ્તોત્રમાં મંત્રીશ્વર વસ્તુપાલ અને મંત્રીબંધુ તેજપાલે ગિરિ પર નિર્માણ કરાવેલ કલ્પોનો ઉલ્લેખ હોઈ કર્તા ઈ. સ. ૧૨૩૨-૧૨૩૪ બાદ જ લખી રહ્યા હોવાનું સુનિશ્ચિત છે. પણ બે જ્ઞાનચંદ્ર જાણમાં છે. એક તો રાજગચ્છીય વાદીન્દ્ર ધર્મઘોષસૂરિની પરંપરામાં થઈ ગયેલા અમરપ્રભસૂરિના શિષ્ય, જેમણે સં૧૩૭૮ | ઈ. સ. ૧૩૨૨માં અર્બુદગિરિ પર દેલવાડાની વિશ્વવિખ્યાત વિમલવસહીમાં ભંગ પશ્ચાત્ પુનઃપ્રતિષ્ઠા કરેલી. બીજા તે પૌમિક ગુણચંદ્રસૂરિશિષ્ય, જેમણે હર્ષપુરીયગચ્છના રાજશેખરસૂરિની રત્નાકરાવતારિકા પર પ્રસ્તુત સૂરિના અનુરોધથી ટિપ્પણ રચેલું. આ બીજા ૫. જ્ઞાનચંદ્રનો સમય આથી ઈસવીસનના ૧૪મા શતકના મધ્યમાં પડે છે, અને એ કારણસર તેઓ રાજગચ્છીય જ્ઞાનચંદ્રથી એક પેઢી પાછળ થયેલા. આમ નજીકના સમયમાં થઈ ગયેલા આ બે જ્ઞાનચંદ્રમાંથી સાંપ્રત સ્તોત્ર કોની રચના હશે તે વિશે નિર્ણય કરવો આમ તો કઠણ છે, પણ દેલવાડાની સં૧૩૭૮ની વિમલવસહી નિ. ઐ, ભા. ૧-૩૩ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પ્રશસ્તિમાં વચ્ચે વચ્ચે પ્રયોજિત વસંતતિલકા પદ્યોના છંદોલય તેમ જ શૈલી-પરાગને ધ્યાનમાં રાખતાં ચર્ચા હેઠળનું રૈવતગિરિ-સ્તોત્ર આ રાજગચ્છીય જ્ઞાનચંદ્રની, અને એથી ઈ. સ. ૧૩૨૦-૧૩૨પના અરસાની રચના હોઈ શકે. કૃતિનું સંપ્રતિ સંપાદન શ્રી અગરચંદ નાહટાએ ઘણાં વર્ષો પહેલાં એક જૂની પ્રત પરથી ઉતારી લીધેલ પાના પરથી કર્યું છે. પ્રસિદ્ધ પુરાતત્ત્વવેત્તા એવું સંસ્કૃત ભાષા-વિશારદ શ્રીકૃષ્ણદેવે એને લક્ષપૂર્વક તપાસી લિપિકારે દાખલ કરેલા અક્ષર અને વ્યાકરણ દોષને નિવાર્યા છે અને કોઈક કોઈક સ્થળે અક્ષર ઊડી જવાથી થયેલ છંદોભંગ પૂર્તિ દ્વારા દૂર કર્યો છે. સ્તોત્ર ઉજ્જયંત મહાતીર્થ અનુલક્ષિત હોઈ તેમાં સ્વાભાવિક જ તીર્થનાયક જિન અરિષ્ટનેમિને પ્રધાનતા અપાઈ છે; એમનો તથા રૈવતગિરિનો મહિમા પ્રારંભનાં પાંચ પદ્યોમાં કહ્યો છે. તે પછી વાભટ્ટ મંત્રી કારિત, ગિરનાર પર ચઢવાની પદ્યા (પાજા) વિશે આલંકારિક વાક્યો કહી, ક્રમશઃ ગિરિસ્થિતિ અર્ચનીય સ્થાનોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં (કાશ્મીરના) શ્રેષ્ઠી રત્ન તથા મદન દ્વારા (અંબિકાના પ્રાસાદથી) મળેલ નૂતન બિબની પ્રતિષ્ઠા (ઈ. સ. ૯૩૪), તથા સજ્જન મંત્રી દ્વારા પુનરુદ્ધારિત (ઈ. સ. ૧૧૨૯) નેમિનાથના પુરાણપ્રસિદ્ધ મૂળ મંદિર અતિરિક્ત (મંત્રી તેજપાલકારિત)”કલ્યાણત્રય” જિનાલય (આ. ઈ. સ. ૧૨૩૪), (દેપાલ મંત્રી કારિત) દેવેન્દ્ર મંડપ (ઈ. સ. ૧૨૩૨) અને સમીપવર્તી રહેલ પુનિત પ્રાચીન ગજેન્દ્રપાદકુંડ, સચિવેશ્વર વસ્તુપાલે કરાવેલ સમેતશૈલ અને અષ્ટાપદની રચના સહિતનો આદિનાથનો “વસ્તુપાલ વિહાર”(ઈ. સ. ૧૨૩૨), રાજુમતીની ગુફા, અંબાશિખરસ્થિત ગિરનાર-અધિષ્ઠાત્રી યક્ષી અંબિકા, અને અંબાશિખર પછીનાં અવલોકનાદિ શિખરો, સહસ્રસહકારવન (સહસ્રામ્રવન, સેસાવન), તેમ જ લાખારામ એમ તે સ્થાનોમાં પ્રતિષ્ઠિત નેમિનિની ચરણપાદુકાઓને વંદના દઈ, સ્તોત્રની સમાપ્તિ કરી છે. સ્તોત્રકારને આ રચના બે અનિવાર્ય મર્યાદાઓ વચ્ચે રહીને કરવી પડી છે. એમનું ધ્યેય એને ચૈત્યપરિપાટી રૂપે રજૂ કરવાનું હોઈ તેમાં પૌરાણિક-ઐતિહાસિક વ્યક્તિઓનાં, તેમ જ તીર્થાશ્રિત મંદિરાદિ રચનાઓનાં વિશેષનામો છોડી શકાય તેમ નહોતું. વસ્તુતયા તેની પ્રધાનતા રહે છે. બીજી બાજુ તેઓ મધ્યયુગના મુખ્ય ભાગની સમાપ્તિ પશ્ચાત્ થયા છે. આથી એમનું કવિતા-સામર્થ્ય અને ભાષાનું આભિજાત્ય અગાઉના કર્તાઓ જેવું હોવાનો સંભવ ઓછો છે; અને છતાંય જ્ઞાનચંદ્ર આ બંને મર્યાદાઓ સંક્રમી સ્તોત્રને એક સફળ સર્જન રૂપે ઘડી શક્યા છે. સાધારણતયા કવિતામાં વિવિધ વર્ણયુક્ત વિશેષ નામોની ઉપસ્થિતિ એના આકારને અસુઠું બનાવે છે; અને પશ્ચાત્ કાળની કૃતિઓમાં સામાન્યતઃ ગિરાવૈભવ અને કલ્પકતાનો સાવ અભાવ નહીં તોયે એકંદર સંગુંફનમાં ઘણી વાર અદોદરાપણું વરતાય છે; જ્યારે અહીં તો સારુંયે સ્તોત્ર સુલલિત પદાવલિથી સુશૃંખલ બની ઋજુગતિએ વહેતું લાગે છે; ને સાથે જ Page #288 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ ‘શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર' પદોમાં ચાતુરી અને સુરુચિ સમતોલ પ્રમાણમાં વણાયેલાં દેખાય છે; તો બીજી બાજુ અલંકારોનો અકારણ પ્રયોગ, વસ્તુ-નિરૂપણમાં વૃથા વિસ્તાર કે અકારણ ચાતુરીનાં પ્રદર્શનથી મુક્ત રહ્યાં છે. સમગ્ર રચના આથી અર્થપૂર્ણ બનવા ઉપરાંત સુચારુ, ભાવવાહી, સુઘટિત, અને વ્યવસ્થિત બની શકી છે. આટલા ગુણો ધરાવતી હોવા છતાં એને અસાધારણ રચના તો કહી શકાય નહીં; તોપણ તે સરસ અને કર્ણપેશલ જરૂર બની છે. ચૌદમા શતકમાં થયેલા કવિ જ્ઞાનચંદ્રની કાવ્યસૂઝ અને આવડત વિશે પ્રસ્તુત સ્તોત્રથી સહેજે જ ઊંચો ખ્યાલ બંધાય છે; અને તેમની આ કાવ્યકૃતિ ઉત્તર-મધ્યકાળના પ્રારંભની ઉત્તમ જૈન સ્તોત્રાત્મક રચનાઓમાં સ્થાન લઈ શકે તેમ છે. ટિપ્પણો : ૧. મુનિરાજ શ્રી જયંતવિજયજી, શ્રી અર્બુદ-પ્રાચીન-જૈન-લેખસંદોહ, (આબૂ-ભાગ બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા, પૃ. ૪૦, ઉજ્જૈન વિ સં. ૧૯૯૪ / ઈ સ ૧૯૩૮, લેખાંક ૧, પૃ ૭. ૨. મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, કંડિકા ૬૪૨, પૃ ૪૩૭. ૩. રાજશેખરસૂરિના પ્રબંધકોશની મિતિ સં૰ ૧૪૦૫ / ઈ. સ. ૧૩૪૯ છે; અને તેમણે મુનિભદ્રની કૃતિનું સંશોધન સં૰ ૧૪૧૦ | ઈ. સ. ૧૩૫૪માં કર્યું છે (દેશાઈ એજન), આથી પૌર્ણિમાગચ્છના સમકાલિક જ્ઞાનચંદ્રનો પણ એ જ સરાસરી સમય ગણાય. ૨૫૯ ... Page #289 -------------------------------------------------------------------------- ________________ २६० નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीरवतगिरितीर्थ-स्तोत्रम् सौराष्ट्र-राष्ट्र-वसुधा-वनिता-किरीटकल्पोज्जयन्तगिरि-मौलि-मणीयमानं । नेमीश्वरं जिनवरं प्रयतः प्रणौमि सौभाग्य-सौरभ-सुभावित-विश्वविश्वम् ॥१॥ स्वामिन् स्मर प्रसरथ स्मरकान्धकार प्रत्यूष भास्कर सुरासुर-सेव्यपादः । श्री रैवताचल सदोदित विश्वदीपज्ज्योतिर्मय प्रशमयामयमंतरं नः ॥२॥ दुःकर्मशर्ममिदुरं गलितं ममाद्य प्रोद्यन्मनोरथ-तरुः फलितश्च सद्यः । मानुष्य-जन्मदुरवाप्यमभूत्कृतार्थं यल्लाघवी क्षणपथं त्वमुपागतोसि ॥३॥ श्रीनेमि-निष्कमण-केवल-मोक्षरूप कल्याण[क]त्रय-पवित्रित-भूमिभागं । तीर्थाधिराजमभिषिचितयत्तडित्वात् तत्सर्पि गर्जित महोर्जित तूर्यरायः ॥४॥ राजीमती बल सनातन सौख्यलक्ष्मी सांगत्य गौरवमहो ! गभिता जितेश । विश्वत्रयी प्रभवता भवता तथापि त्यक्ते त्यजायत मुधैव जनः प्रघोषः ॥५॥ पद्यामीवाद्य दलिती किल सिद्धिसौध सोपान-पद्धतिमिवेहसदाधिरोहन् । भव्यो जनः स्मरति वाग्भटदेवमंत्रि राजन्य नेमि जिन यात्रक धर्मबंधोः ॥६॥ आतीय कांचनबलानक तोऽम्बिकायास्तोष्येन रत्नमयबिंबमनर्घ्यमेतत् । रत्नः पुरोहित निवेशितमुद्दधार तीर्थं भवाब्धि-पतयालुमिवजीवम् ॥७॥ Page #290 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનચંદ્રકૃત સંસ્કૃતભાષા-નિબદ્ધ ‘શ્રીરૈવતગિરિતીર્થસ્તોત્ર’ चैत्यं चिरंतनमिदं मदनोद्दधार श्रीसज्जनः सुकृतसज्जनसज्जधर्यः । सौवर्ण-कुंभ- मणि- तोरण - रत्नदीप यदैवताद्रि-कटके पटकायतीव ॥८॥ रत्नानि तान्यपि चतुर्दश यत्पुरस्तानूनंजरात्तृणमुलापति न स्पृशंति । विश्वकरत्न भवता तवतात्मजेन मन्ये समुद्रविजयेन जितः समुद्रः ||९|| माहात्म्यस्य भणितुं भुवनातिशायि श्रीरैवतस्य न तु वागधिपः किमीशः । नेमीश्वरस्य विजिनांतर वैरिणोपि प्रेयानभूत् समवसृत्यणुबंधतो यः ||१०|| कल्याणकत्रयजिनालय भूत्रपि नेमिं नमामिं चतुराननमंजनाभं । देवेन्द्रमण्डप जिननाथ दिव्य कुण्डं दौर्गत्यतापमलहारि गजेन्द्रपादं ||११|| शत्रुञ्जयाभिध गिरीश कृतावतारं श्रीवस्तुपालसचिवेशविहारसारं । सम्मेतचैत्य भवनेन युगादिदेवमष्टापदेन च निविष्टमहं नमामि ॥ १२ ॥ राजीमती किल स निर्झर कन्दरायामणि नेम-विरहादि -वशो चयन्ती । अंबेव यात्रकजने दुरितापहन्त्री दिव्यांबिका जयति कामित - कामधेनु ॥१३॥ वंदेऽवलोकशिखरे तमरिष्टनेमि वैषम्यमाक् शिखरशेखरतामितौ तौ । प्रद्युम्न शाम्ब मुनिकेवलिनो दिशंता वुच्चैर्महोदयपदं तु यथा तथेति ॥ १४ ॥ * ૨૬૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीमान् सहस्त्रसहकारवनेन लक्षा-रामेण नेमिपदपंकज-पावितेन । तीर्थात्मकः शुचिरयां क्षितिभृत्समन्तात् जीयान्निशास्वपि सदोषधिदीपदीप्तः।।१५।। ज्ञानेन्दु रुग्विदित वैद्यसुरेन्द्र वन्द्य विश्वाभिनंद्य यदुनंदन सम्मदेत । स्तोत्रं पठन्निदमनन्यमनाः सुतीर्थ यात्राफलं शुभमतिर्लभते स्थितोऽपि ॥१६॥ इति श्रीगिरनारचैत्यपरिपाटीस्तवनम् विहितं श्रीज्ञानचंद्रसूरिभिः ॥ Page #292 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ' ૩૬ કડીમાં ગૂર્જરભાષા-નિબદ્ધ સાંપ્રત રચના બૃહદ્ તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરામાં થઈ ગયેલા જયતિલકસૂરિની છે. એમણે સં. ૧૪૫૬ / ઈસ. ૧૪૦૦માં અનુયોગદ્વાર-ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો હોવાનું જાણમાં છે; અને એમના શિષ્ય રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુંદરગણિએ ૧૪૮૭ / ઈ. સ. ૧૪૩૧માં શીલદૂતકાવ્ય રચ્યું છે. જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીમાલી સંઘપતિ હરપતિએ સં. ૧૪૪૯ | ઈ. સ. ૧૩૯૩માં ગિરનારની યાત્રા કરી ત્યાં નેમિનાથના મંદિરને દુરસ્ત કરાવેલું. આ હકીકતને લક્ષમાં લેતાં અહીં તેમની પ્રસ્તુત થઈ રહેલી “ગિરનાર ચૈત્ય પ્રવાડીને ૧૪મા શતકના અંતની આસપાસ મૂકવામાં હરકત જેવું નથી. વધુમાં આ કૃતિમાં ગિરનાર પર ૧૫મા સૈકામાં નિર્માયેલાં મંદિરોનો ઉલ્લેખ નથી. આ તથ્ય, અને કૃતિનાં ભાષા-લક્ષણો ઉપર્યુક્ત સમયાંકનને સમર્થન આપી રહે છે. તદુપરાંત રત્નસિંહસૂરિશિષ્ય (નામ અજ્ઞાત) રચેલી “ગિરનાર તીર્થમાલા” (ઈ. સ. ૧૪પ૩ બાદ)થી આ રચના બે પેઢી અગાઉ થયેલી છે અને સ્પષ્ટતયા પ્રાચીન છે. સંભવ તો એવો છે કે શ્રેષ્ઠિ હરપતિની ગિરનારતીર્થની સંઘયાત્રા સમયે, એટલે કે ઈ. સ. ૧૩૯૩માં આની રચના થઈ હોય. પ્રારંભની પાંચ કડીઓમાં કાવ્યસુલભ સામાન્ય વર્ણન બાદ પરિપાટીકાર તીર્થનંદના પ્રારંભ કરે છે. પહેલાં તો (મંત્રી તેજપાળે વસાવેલ તેજલપુર, હાલના ઉપરકોટ નીચેના જૂનાગઢની)તેજલ-વસહી(તેજપાલ વસતી)ના પાર્શ્વનાથને નમી, તે પછી “જીરણગઢ' (જીર્ણદુર્ગ, જૂનાગઢ એટલે કે ઉપરકોટ)ના મુખમંડન આદીશ્વર તથા વીરના ધામમાં પ્રણામ કરી, સોનરેખ, દામોદર અને ક્ષેત્રપાલ(કાલમેઘ) જોઈ, (તળેટીની) વનરાઈ પાસે પહોંચી ત્યાંથી પાજ ચડતાં ક્રમશઃ માકડકુંડી, સુવાવડી આદિ ચાર પરબો વટાવી, પાજનું નિર્માણ કરાવનાર બાહડ મેહતા (મહંતો વાગભટ્ટ)ને ધન્યવાદ દઈ, દેવકોટની પોળમાં યાત્રી કવિ પ્રવેશે છે. ત્યાંથી આગળ તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના ત્રણ ધારવાળા મંદિરમાં નમસ્કાર કરી, બોતેર દેવકુલિકાઓમાં પ્રણમી, (ત્યાં દક્ષિણ દ્વારમાં રહેલી અપાપામઢીમાં રહેલ આઠ તીર્થકરોને પ્રણામ કરી, ત્યાર પછી કલ્યાણત્રય જિનાલયમાં રહેલ નેમિનાથને નમી, આગળ ચંદ્રગુફા જોઈ, નાગમર-ઝરા સમીપ ગજેન્દ્રપદ કુંડમાં પ્રક્ષાલન કરી ઇંદ્રમંડપ થઈ ત્યાંથી પાછા વળીને નેમિનાથના મંદિર-સમુદાય પાછળ રહેલ) શત્રુંજયાવતાર તથા સમેતશિખર અને અષ્ટાપદના દેવો (જિનો)ને વંદી (તેની પાછળ આવી રહેલ વસ્તુપાલ મંત્રી કારિત કપર્દી યક્ષ અને મરુદેવીનાં મંદિરોમાં નમસ્કાર કરી ઉપર રાજુલ-રથનેમિની ગુફામાં થઈ, ઘંટાક્ષર, છત્રશિલા થઈ અને સહક્ઝામ્રવન(સેસાવન)માં ઊતરી પછી અંબિકા, સાંબ, પ્રદ્યુમ્ન અવલોકન શિખર જઈ પ્રણામ કરે છે ત્યાં (પ્રદ્યુમ્ન શિખરે) (દંતકથાનું) “કંચનબાલક” હોવાનો ઉલ્લેખ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કરી સિદ્ધિ વિનાયકની પોળમાં પ્રણમે છે. તે પછી સહસ્રબિંદુએ ગંગાજળ જોઈ ફરી નેમિનાથના મૂળ મંદિર તરફ વળે છે, અને યાત્રા-સાફલ્યનો આનંદ વ્યક્ત કરે છે. ૩૧મી કડીમાં કર્તા રૂપે જયતિલકસૂરિનું નામ આવે છે. કૃતિમાં નિઃશંક કાવ્યતત્ત્વ વિલસે છે. ગિરનારતીર્થ સંબદ્ધ જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપલબ્ધ રચનાઓમાં આ સૌથી પુરાતન જણાય છે. તેનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રત ૮૬૦૧ પૃ. ૧૨થી ૧૩ તેમ જ પ્રથમ સંપાદક (સ્વ. અગરચંદ નાહટા) પાસેના એક જૂના ઉતારા પરથી અહીં કરેલ છે. ટિપ્પણો : ૧. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૪૭, કંડિકા ૬૫૮. ૨. એજન, પૃ. ૪૬૯, કંડિકા ૬૮૬. Page #294 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ ૨૬૫ ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અભિંતરિ આણી જાણીય કવીયણિ છંદો–૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરી પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠઉ ફટકું ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિઉ મણે જનમનું સફલઉ ઉલિઉ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રજિઉ તરુઅરડિ માલિઇ ટાલઈ દુહ સંતાપો–પ અમૃત સરીખી આવઈ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા—૬ તેજલવસહાય પાસ નમિનું તું આઘા સવિ કાજ કરેસિવું લેસુલ પુણ્ય પ્રભારો–૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો–૮ આગલિ નયચ્છઈ સોવનરેખી દામોદર તસ તરહ દેખી આખી ક્ષેત્રપાલો– નિ, ઐ- ભા. ૧-૩૪ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય' આંબા રામણિ તણીય વનરાજી જાણે આવિલ જલહર ગાજી ભાજય ગિઉ દુક્કલો–૧૦ મન રગિ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇ સરીયાં અહ કાજ રાજ-પાહિ અસંતો—૧૧ પ્રીય ભણઈ, દુખિ જઈય તિહાં અચ્છાઈ નિરંતર સીયલી છાયાં બાહો મ મેલ્હિસિ કંતો—૧૨ ઇકિ વીસમઈ ઇકિ આઘા જાઈ ઇકિ મનરંગિ વાયત્ર વાઈ ઈક ગાયઇં તીહાં ગીતો–૧૩ પહિલી પરવંઈ લેઈ વિસામી બીજા ઊપરિ વિહલા ધામ... જિમ પામુ ભવ-સંતો–૧૪ આગલિ...છઈ માકડ પગથાહર તીચ્છો અતિ સાકડ કાઈ કર્ડિકર રઈજ હાથો–૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સહંતા જાતા સંઘહ સાથો-૧૬ ત્રિપુ શિલા ત્રીજી પર્વ ભણીઈ ચઉત્થી સૂતકકારણિ સુણીયા હણી....રો–૧૭ તુ પામી મઇ પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છાઈ સઈલી હલીક દિલ સારો–૧૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૨૬૭ દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહીય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયામિણ દેઈ ત્રિવારય માહિ જઈ નેમીસ જુહારઈ. સારઈ કાજ સવસો–૨૦ cવણ પૂજયીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલાઈ મણિવર સુરવર કરય પ્રણામો–૨૨ કલ્યાણત્રય નેમિ નમસ્ ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો–૨૩ નાગમોરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઈદ્રમંડપ સો ચંગો-૨૪ ઊજલગિરિ સેતુજ અવતરી આદિકિણેસર અ—િ અણસરી દરીયં હર અસેસો–૨પ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજક્ષ મરુદેવા રાજલિ – રહનમીસો–૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ત્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો-૨૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨ ૬૮* નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબ-પજૂન અવલોણા જાતાં વલતા પ્રણમ્ સુખો-૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસ્રબિંદ ગંગાજલ જોઈ પ્રભુ નમીસરુ દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિત–૩૦ ક્રમિ ક્રમિ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો—૩૨ હરખિઈ મૂલિગભારુ પામીયા નયણિ નરીય િનેમિ સુસામીય કામીય-ફલ-દાતારો—૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો—૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એહે—રૂપ પઢઇ ગણઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચિંગીય કરઇસુ દેહો—૩૬ ઇતિ શ્રી ગિરનાર ચૂત્રપ્રવાડિ” Page #298 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ ઉજ્જયંતગિરિનાં મંદિરો અનુલક્ષે રચાયેલી ચૈત્યપરિપાટીઓમાં માહિતીની દૃષ્ટિએ આ એક બહુ જ કીમતી અને ૪૧ જેટલી કડીઓ આવરી લેતી મોટી ચૈત્યપરિપાટી છે. અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલ, બૃહત્તપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની, અને સોમસુંદરસૂરિના પરિવારના રત્નશેખરસૂરિશિષ્ય હેમહંસની ગિરનાર તીર્થમાળામાં અપાયેલી વાતોનું આમાં સમર્થન હોવા અતિરિક્ત કેટલુંક વિશેષ સ્પષ્ટીકરણ પણ છે, અને અન્ય કોઈ પરિપાટીકારે નહીં જણાવેલ એવી નવીન હકીકતો પણ છે. કર્તા પોતાનું નામ પ્રગટ કરતા નથી; પણ કોઈ “સંઘવી શવરાજ’ના સંઘમાં શામિલ મુનિની આ રચના હોઈ શકે તેવો તર્ક છેવટની એટલે કે ૪૧મી ગાથા પરથી થઈ શકે છે. સંપ્રતિ રચના લા. દ. ભા૰ સં૰ વિ. મંના મુનિપુણ્યવિજયજી સંગ્રહની પ્રતિ ક્રમાંક ૨૯૭૦ ઉપરથી ઉતારી છે. મૂળ પ્રતિમાં જો કે રચનાસંવત કે લિપિસંવત દર્શાવ્યો નથી; પણ ભાષા અને વસ્તુની દૃષ્ટિએ સાંપ્રત કૃતિ ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જ્યારે પ્રતિની લિપિ ૧૭મા શતકના ઉત્તરાર્ધથી પુરાણી લાગતી નથી. પ્રારંભમાં યાત્રી-કવિ દેવી ‘અંબિકા' અને ભગવતી ‘સરસ્વતી’ને સ્મરી, ‘નેમિજિન’ને વંદના દઈ, ‘ઊર્જિલિંગગિર’(ઉજ્જયંતગિરિ)ના જિણવરને સાનંદ સ્તવવાનો નિર્ધાર જાહેર કરે છે : (૧). આ પછી ‘ગિરનાર'ની તળેટીમાં આવેલ વિશાળ એવા ‘જૂનૂગઢ’ (જૂનાગઢ= જીર્ણદુર્ગ=ઉપરકોટ)નો ઉલ્લેખ કરી, ત્યાંના ‘સલષપ્રાસાદ' (શ્રેષ્ઠી ‘સલક્ષ’ કારિત જિનાલય)માં જુહાર કરી, ઉસવંસ (ઓસવાલ વંશ)માં જન્મેલ ‘સમરસિંહે’ ઉદ્ધારાવેલ, તિજલપુર (તેજપાલ સ્થાપિત ‘તેજલપુર' શહેર)ના પાર્શ્વને નમસ્કારી, ‘સંઘવી ધુંધલ’ના પ્રાસાદમાં આદિ જિનવર'ને જુહારવાનું કહે છે : (૨-૩). તે પછી ‘ધરણિગ વસહી’ (‘જીર્ણદુર્ગ’માં હતી)ના મહાવીરસ્વામીને વંદવાનું કહે છે. અને પ્રસ્તુત વસહીમાં ડાબી બાજુનો ‘ભદ્રપ્રાસાદ’ શ્રેષ્ઠી ‘પૂનિગે’ કરાવ્યાની નોંધ કરે છે. (૪) આ પછી ‘લખરાજે’ ઉત્સાહથી કરાવેલ ‘ખમાણાવસહી’માં પિત્તળના જિનનાથ ‘રિસહેસર’(ઋષભેશ્વર)ને પૂજીએ તેમ જણાવે છે. (૫). હવે ગિરિવર (ગિરનાર) તરફ સંચરવાની વાત કરે છે. ત્યાં (‘વસ્ત્રાપથક્ષેત્ર’માં રહેલ) ‘દામોદર’, ‘સોવન્નરેખ’ (સોનરેખ) નદી, અને ‘કાલમેધ ક્ષેત્રપાલ’નો ઉલ્લેખ કરે છે. (૬). એ પછી આવતી નિસર્ગશોભાનું વર્ણન ગાથા ૭માં કહે છે. આ પછી (મંત્રીશ્વર) ‘ઉદયન’ પુત્ર બાહડે (મંત્રી વાગ્ભટ્ટે) વિસલપુરી ત્રેસઠ લાખ ખરચીને ‘પાજ’ કરાવ્યાનું કહે છે. (૮). ‘પાજે' Page #299 -------------------------------------------------------------------------- ________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ચડતાં પહેલી ‘ઊસવાલ (ઓસવાળ) સોની ‘પદમ'ની ‘પરવ' (પરબ), બીજી આવે ‘પોરવાડ’વાળાની, તે પછી ‘હાથી વાંક’માં ‘રાયણ વૃક્ષ’ નીચે વિશ્રામી, ત્રીજી ‘ધુલિ પ૨વ’ તે ‘લોડ નાયક’ની, તે પછી ‘માંકડકુડી’ પાસે ‘માલીપરબ (માળી પરબ)' જવાનું. (૯૧૧). તે પછી સાપણની વાંકીચૂંકી વાટડીએ આગળ વધતાં ‘સિલખડકી’ અને તે પછી બીજી ખડકી આવે : (૧૨). ને ત્યાર બાદ પાંચમી ‘સુવાવડી’ની પરબ. ને ત્યાંથી જમણા હાથ તરફ ‘સહસવિંદ ગુફા’ હોવાનું કવિ-યાત્રી નોંધે છે. (૧૩). તે પછી આગળ ચાલતાં ડાબી જમણી બાજુ ‘તોરણો’ અને ‘આંચલીયા પ્રાસાદ’ (અંચલગચ્છીય જિનાલય) નજરે પડવા માંડે છે. આ પછી પહેલી ‘પોળ’ અને બીજી ‘પોળ’નો ઉલ્લેખ કરે છે. (૧૪-૧૫). ૨૭૦ આ પછી યાત્રાકાર તીર્થનાયક ભગવાન નેમિનાથને દેરે પહોંચે છે. અને ત્યાં છત્ર સાથે ચામર ઢાળતાં પંચશબ્દ-વાદિત્ર વગાડતા સંઘવી પ્રવેશે છે અને ભુંગલ-ભેરિના ગગનભેદી નાદ, ઢોલ-દર્દરના હડહડાટ, ને ત્યાં વાગતા ‘નિસાણ’ અને કન્યાઓ દ્વારા ગવાતા ધવળમંગળનો કાવ્યમય ભાષામાં ઉલ્લેખ કરે છે : (૧૬). સૌ પહેલાં ‘મેલાસાહ’ની દેહરીમાં ‘જિનધર્મનાથ'ને નમી, (પશ્ચિમ બાજુના) ‘મૂળદ્વાર’ની સામે રહેલ ‘સવાલાખી ચુકીધાર’—જેમાં ‘વસ્તિગે’ (‘વસ્તુપાળે’) સ્થાપેલ— ‘નેમીસર’ના બિંબને વાંદી, ‘પાર્શ્વનાથ'ની દેહરી (વસ્તુપાળ કારિત સ્તંભનપુરાવતાર)ને પ્રણમી (મૂળનાયકના મંદિરમાં પ્રવેશે છે) : (૧૭). ‘નેમિનાથ’ને નિહાળ્યા બાદ ‘તોરણ’ વધાવી, દાન દઈ, ‘પાઉમંડપ’ (પાદુકા મંડપ) આવી, (ત્યાંથી) ‘નેમિનાથ’ને શિરસહ નમી, ત્રણ વાર બાર ધરાવતા (‘ગૂઢમંડપ’વાળા) પ્રાસાદને પ્રદક્ષિણા દઈ, (ફરીને) દાન દઈ, વિવિધ ફળફૂલ સાથે (ફરીને) ‘જિન'ને ભેટવાની વાત કરે છે : (૧૮). તે પછી અધુકળે પગે (‘નેમિનાથ’) દેવની પૂજા કરી જેથી માનવ જનમ સફળ થાય, પછી ‘ગજપદકુંડ’માં સ્નાન કરી ધોઈ કરી (ફરીને નેમિનાથના) પ્રાસાદે આવ્યા અને ન્હાવણ-મહોત્સવ કરી, કેસર-ચંદનની અર્ચના કરીએ તેમ કવિ કહે છે : (૧૯). તે પછી ‘અગર'ની પૂજા રચી ‘રતન’ (‘રત્ન શ્રાવક') દ્વારા સ્થાપિત ‘નેમીસર’ની સેવા કરી, ‘ભમતી’માં ચૈત્ય પરિપાટી કરી, ‘રંગમંડપ’(ગૂઢમંડપ)માં રહેલ જિણવરને પૂજી, ધરમશાળાના મંદિરમાં વંદના દઈ, પછી અપાપામઢ' જઈએ તેમ યાત્રી-કવિ ઉમેરે છે : (૨૦). (આ ‘અપાપામઢ’માં) ગઈ ચોવિસી, (બીજા) સાત તીર્થંકરને પૂજી પાપક્ષય કરી, આઠમું (નેમિનાથનું) બિંબ બપ્પભટ્ટિસૂરિએ ત્રંબાવતી(ખંભાત)માં (મંત્ર બળે આકર્ષી) (અભિગ્રહ ધારણ કરેલ) આમરાજને વંદાવેલ (તે અહીં ગિરનાર ૫૨ લાવેલ બિંબને નમી), Page #300 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’ ૨૭૧ (૨૧) પિત્તળના નેમિનાથના બિંબને પૂજી, પછી (મૂળપ્રાસાદને ફરતી રહેલ) મંત્રીશ્વર વસ્તુપાલે કરાવેલ ૭૨ દેહરીઓમાં પૂજા કરી ત્યાંથી નીકળી વસ્તુપાળે કરાવેલ ત્રણ દેવળની રચનાવાળા લાખો રૂપિયા ખર્ચીને કરાવેલ શત્રુંજયાવતાર આદિનાથને જુહારીશું (૨૨). ત્યાં ડાબી-જમણી બાજુએ રહેલ ગજરૂઢ વસ્તુપાલ-તેજપાલ તથા (વસ્તુપાલ-પિતામહ) સોમ (મંત્રી) અને પિતા (મંત્રી) આસરાજ છે. (ત્યાં કોરસ) મનમોહક પૂતળીઓ જોતાં તૃપ્તિ થતી નથી; વળી ત્યાં (ડાબે પડખે) અષ્ટાપદમાં રહેલ ૨૪ જિનવર અને જમણી બાજુએ રહેલ સમેતશિખરમાં ૨૦ જિન જોઈશું (૨૪). તે પછી ગોવિંદ શ્રેષ્ઠીએ સ્થાપેલ જીરાપલ્લિ (પાર્શ્વનાથ) પૂજી કળીયુગને સંતાપીશું. ત્યારબાદ આગળ સંચરતાં (ખંભાતના) શ્રેષ્ઠી શાણ અને ભૂંભવના પ્રાસાદે (મૂલનાયક) વિમલનાથ તથા પાર્શ્વનાથને સ્વવી તેનો રળિયામણો મુખમંડપ જોઈશું (૨૫). (આ મંદિરમાં) પિત્તળમય સરસ બિંબ છે અને મંદિર કંચનબલાનકની ઉપમાને લાયક છે. આ પછી સમરસિહ ઉદ્ધારાવેલ કલ્યાણત્રયના મંદિરમાં ત્રણ સ્વરૂપે વિરાજમાન નેમિકુમાર છે ને સ્તંભયુક્ત મેઘનાદ મંડપ (૨૬) તેમ જ જગતી પરની બાવન દેહરીઓ જોઈ હયડું હરખાય છે. (આ મંદિરના) (દક્ષિણ તરફનો) સુંદર ભદ્રપ્રસાદ માલદેવે કરાવેલો ને રત્નદેવે પિત્તળનું મોટું બિંબ કરાવેલું. પશ્ચિમનો નામી ભદ્રપ્રાસાદ હાજા શ્રેષ્ઠીએ કરાવેલો અને ઉત્તર બાજુનો (૨૭) શ્રેષ્ઠી સદા તથા શ્રેષ્ઠી વત્સ(રાજે) કરાવેલ. હવે ખરતરવસહી તરફ આવીએ. આ (વસતી) સાધુ નરપાલની સ્થાપેલી છે. તેમાં (જિન)વીરનું તોરણયુક્ત પિત્તળનું બિંબ છે. ને આજુબાજુ શાંતિજિન તેમ જ પાર્શ્વનાથના પિત્તળના વખાણવા લાયક કાઉસ્સગીયા છે (૨૮) : અહીં રંગમંડપની છતોમાં) નાગબંધ અને પંચાંગવીર જોતાં અને મંડપમાં પૂતળીઓ પેખી મન પ્રસન્ન થાય છે. મંડપ મૂળ “માલા ખાડ” પર કરેલો છે. ત્યાં જમણી બાજુ ભણસાલી જોગે કરાવેલ અષ્ટાપદ (ભદ્રપ્રાસાદમાં) (૨૯) અને ડાબી બાજુ ધરણાશાહે કરાવેલ (ભદ્રપ્રસાદમાં) સુપ્રસિદ્ધ સમેતશિખર (ની રચના) છે. (અહીંથી નીકળી આગળ જતાં) અદ્દભુત મૂર્તિ, ચંદ્રગુફા, પૂર્ણસિંહવસતી, સુમતિજિન, વ્રજ શ્રેષ્ઠીએ સ્થાપેલ સુંદર હોમસર (૩૦), સોમસિહ-વરદે મુકાવેલ સારંગ-જિનવર, તે પછી ખરતરગચ્છીય શ્રેષ્ઠી જેઠા કારિત મનોહર વસતી, અને ચંદ્રપ્રભજિનને પૂજી, નાગઝરમોરઝરના બે કુંડ જોઈ, પૂર્ણસિંહ કોઠારીએ સ્થાપેલ ૭૨ જિનાલયયુક્ત શાંતિનાથ પ્રાસાદમાં નમી (૩૧), ઇન્દ્રમંડપે ઇન્દ્ર મહોત્સવ કરી, ત્યાં પૂનમ દેરીમાં દર્શન કરી, (૩૨), ગજપદકુંડ (પરના આઠબિંબ ?), સાંકળીયાળી પાજ, છત્રશિલા થઈ (૩૩) પ્રાત:કાળે અંબિકા(ના શિખર) તરફ જવા રવાના થાય છે. રસ્તામાં ચંદ્રપ્રભ જિનવરની સ્તુતિ કરી, સિદ્ધરાજ (શ્રેષ્ઠીએ) ઉદ્ધારાવેલ (વસ્તુપાલ મંત્રીકારિત) કપર્દીયક્ષ તરફ જઈ, ત્યાંથી ચક્રી ભરતે કરાવેલ માતા મરુદેવીને આરાધી, રામ-ડુંગરની બે દેહરીએ થઈ, રાજીમતી તરફ વળે છે (૩૪); Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ રાજીમતીની ગુફામાં નેમિ-વિરહમાં કંકણ ભાંગી (સાધ્વી થયેલી) રામતીની પ્રતિમાના દર્શન કરી, ત્યાંથી નીચે દેખાતા શિવાદેવી પુત્ર(નેમિનાથ)ના ઉદયશેખર કલશયુક્ત મંદિરની વાત કરી (૩૫), હવે દિગંબર સંપ્રદાયના કોટડી-વિહાર તરફ જાય છે. ત્યાં શ્રેષ્ઠી પાતાએ કરાવેલ પિત્તળના આદિનાથને નમી, ભાવસાર ડાયાવિહાર(શ્વેતાંબર)માં અજિત જિનેશ્વરને નમી, શ્રેષ્ઠી લખપતિએ કરાવેલ ચતુર્મુખપ્રાસાદમાં જિનવરની પૂજા કરી (૩૬), ગંગાકુંડે ગંગાના દેવળમાં ઇન્દ્ર સ્થાપેલ જિનવરનું ધ્યાન ધરી, તે પછી ગણપતિ અને રથનેમિની દેરીમાં નમી, ચિત્તર સાહે કરાવેલ અંબિકાની પાજ પર ચઢી (૩૭), ચીત્તડા પૂનાએ કરાવેલ અને સામલ શાહે ઉદ્ધારાવેલ અંબિકાના પ્રાસાદમાં નમી, ત્યાં સંઘવિઘ્નવિનાશના ભગવતી અંબિકા . (સમ્મતની) પંચમૂર્તિ સમક્ષ શ્રીફળ ધરાવી (૩૮) હવે અવલોકના શિખર પર ચડી ત્યાંથી સહસ્રામ્રવનનું નિરીક્ષણ કરી, અને ત્યાંથી નીચે દેખાતા લાખારામ તથા સામે શાંબ અને પ્રદ્યુમ્ન શિખરને દૂરથી નમી તેમ જ પ્રદ્યુમ્ન શિખર પર રહેલ સિદ્ધિ-વિનાયક તેમ જ અદૃષ્ટ રહેલ કંચન-બલાનકનો નિર્દેશ કરી (૩૯), નેમિનાથના મંદિર પર યાત્રી ફરીથી આવે છે. ત્યાં ઇન્દ્રમાલ પહેરી ઈન્દ્રમહોત્સવ કરી દાન દઈ, સુવર્ણના ઝળહળતા કલશવાળા એ સજ્જનવિહારના (વાસ્તુશાસ્ત્રોક્ત) પૃથ્વીજયપ્રાસાદ પર ધ્વજા ચઢાવી (૪૦) યાત્રી-કવિ કહે છે કે જયસિંહ સિદ્ધરાજે ગરવા ગિરનારના તળ પરના પ્રાસાદ બનાવવા પાછળ ૫,૭૨,00000 વીસલપુરી (દ્રમ) ખર્ચીને પોતાની કીર્તિનો સંચય કર્યો. પ્રસિદ્ધ એવા સંઘવી શવરાજે (નેમિનાથના) ભવને કનકકળશ અને ધ્વજ સ્થાપી યશ લીધો. જે એકચિત્તથી જિનવરની (માલ ?) નિત્ય સાંભળે છે તેને તીર્થયાત્રાનું ઘણું ફળ મળે છે (૪૧). આ ચૈત્યપરિપાટીમાં ૧૫મા શતકમાં થયેલ બાંધકામો સંબંધમાં અન્ય ગિરનાર સંબદ્ધ પરિપાટીઓમાં નહીં દેખાતી ઘણી ઘણી નવી હકીકતો નોંધાયેલી જોવા મળે છે. જેમકે અંચલીયા પ્રાસાદ, (તારંગાતીર્થના ઉદ્ધારક) ગોવિંદ શ્રેષ્ઠીએ કરાવેલ જીરાપલ્લિ-પાર્શ્વનાથ, લખપતિ શ્રેષ્ઠીનો ચતુર્મુખ પ્રાસાદ, દિગંબર પાતાવહી, અને તેની બાજુની શ્વેતાંબર ડાહાવસહી, ચિત્તર સાહની કરાવેલી અંબાજીની પાજ, ઇત્યાદિ. તો બીજી બાજુ અહીં કરાવેલ બેએક વાતો, વધારે જૂના સ્રોતોમાં નોંધાયેલી હકીકતો સામે રાખતાં, તથ્યપૂર્ણ જણાતી નથી : જેમકે નેમિનાથના મંદિરને ફરતી દેવકુલિકાઓ વસ્તુપાલ મંત્રીની બનાવેલ નહોતી. મૂળ મંદિર ઈ. સ. ૧૧૨૯માં પૂર્ણ થયા બાદ આ દેવકુલિકાઓના છાઘ તથા સંવરણા ઈ. સ. ૧૧૫૯માં પૂર્ણ થયાનો શિલાલેખ ત્યાં છે; અને નેમિનાથના મંદિરના બાંધકામને લગતો ખર્ચ આત્યંતિક અતિશયોક્તિપૂર્ણ હોવા ઉપરાંત “વીસલપુરીય કોરી”નું સિદ્ધરાજના સમયમાં ચલણ હોવાનું કહેવું એ તો કાલાતિક્રમ જ છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ’ ૨૭૩ શ્રી ગિરનાર ચૈત્ય પરિપાટી સમરીય અંબિકિ સરસતી, વંદિય નેમિ નિણંદ ઊજલિગિરિ જિનવર-થર્અ, હઈઈ ધરી આણંદ. ૧ શ્રીગિરિનારહ તલહટીય, જૂનૂગઢ સવિશાલ સલખ-પ્રસાદિ જુહારીઈએ તિજલપુરિનું પાસ. ૨ સમરિસિંઘિ ઊધાર કી, ઉસવંસ અવયાર તુ સંઘવી ધુંધલ તણી એ, જિણહરિ આદિ જુહાર. ૩ ધરણિગવસહી વંદીઈ એ, સ્વામીશ્રી મહાવીર ડાબઈ ભદ્રપ્રાસાદ તિહ પૂનિગ ગુણગંભીર. ૪ ખમાણાવિસણી કારવીય લખરાજ ધરીઅ ઊછાહ પીતલઈ પ્રભુ પૂજઈ એ, રિસહસર જિણના. ૫ હવિ ગિરિવરણી સાંચર્યા એ, દામોદર સવિલાસ સોવનરેખનદી-કન્ડઈ એ, કાલમેઘ ક્ષેત્રપાલ. રાયણિ આંબા આંબલીય, વનસઈ ભાર આઢાર મોર મધુર-સરિ સોહતી એ, ગિરિ પાખલી વન બાર ૭ પાજ કરાવી સોહલીય, બોવિથ ઉદયન સાખ બાહડ વીસલપુરીય તિહાં, વેચા ત્રિસઠિ લાખ. ઊસવાલ સોની પદમતણી, પાજઈ પહિલી પરવ પરવ બીજી પોરવાડ તણી, વીસ ભીમ કરિસિ ગર્વ. ૯ હાથીવંકિ ઝીલિ દીસઈ, રાયણિ રુખ વિશ્રામ ત્રીજી ધુલીય પરવ લોડણાયમની અભિરામ. ૧૦ ત્રિÇ સલઉરી ચાહતાં એ લાગઈ સીઅલ વાઉ માંકડકૂડી-કન્ડિઈ ચઉથી, માલીપરવઇં જાઉ. ૧૧ વાંકી ચૂંકી વાટડી અલિઈલી સાપલ જેમ વરતિજ્ઞ સિલખડકી પરઈ એ, બીજી ખડકી તેમ. ૧૨ પાંચમી પરવ સૂઆવડીઅ વહેલી અંબર હેઠિ જાતાં જિમણઈ સહસબિંદ ગુફા ભણી દિલ દ્રઠિ. ૧૩ નિ, ઐ- ભા. ૧-૩૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(પે)સતાં એ, સહીઅર કીજઈ સાદ. ૧૪ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સભકર નવલખ જિણહરુ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંઘવી બિઠા ઊલિ. [વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવંતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસારુ સંઘવી હુઈ. ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬ [ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં. મૂલ દૂવારિ થાણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસŪ દેહરીઅ. નેમિ નિહાલી તોરણિ વધાવુ, દાન દેઈ પાઉ-મંડિપ આવ નેમિનાથ સિ૨ નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. પૂજ રચીનઈ અગર ઊખેવઉ રતન-થાપિત નેમીસર સેવઉ ૧૫ ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજીજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીજઈ, અપાપાઢિ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં બપભટસૂરિ તિહાં અણાવું, અરિઠનેમિનઈ દેહરઈ એ. અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુઉ હેવ ગજપદ-કુંડ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોછવ કીઉ નવનાદિ, કેસર-ચંદન ચરચીઈ એ. ૧૯ ૧૭ ૧૮ ૨૦ ૨૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતકર્તૃક ‘શ્રી ગિરનાર ચેત્ત પરિવાડિ’ હવઈ પીત્તલમઈ દિગંબર બિંબ નેમિતરૂં પૂજઉ અવિલંબ બહુતિરિ દેહરી પૂજીઈ એ ત્રિણિ તોર વસ્તગિ ઇંહિઁ કીધી આદિલ ભોઅણિ ત્રણિ પ્રસિધી, લાખ લાખ ધન વેચીઉ એ. ૨૨ વસ્તગિ કીધુ સેત્તુજિ-અવતાર આદીસરનઈ કઅ જોહાર ગિરુઆં પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તુગિ-તેજૂગ ઊરી તેઉ સોમ અનઈ આસરાજ અછઈ. રંગમંડપ નવ-નાટક સોહાઈ પૂતલીએ અપછર મન મોહઈ જોતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદિ જિણવર ચઉવીસઈ જિમણઇ સમેત સિહરિ જિણ વીસઈ, વઈરા દેહરી જોઈઈ એ. ૨૪ જીરાઉલઉ ગોઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્યઉ ચેત્ર-પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદð વિમલ પાસ થણઉ સરુઉ સાદિ, મુખમંડપ રુલીઅમણઉ એ. ૨૫ સાવ પીતલમઈ બિંબ વખાણું કંચણ બલાણા ઉપમ આણં કલ્યાણત્રય પેખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિહરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર. જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હીસઈ માલદેવ તણઉ ભદ્ર ભલઉ, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવું એ. ૨૩ સદઈવછેરઈ તેઉ કરાવિ હવઈ ખરતરવસહીભણી આવિ ૨૬ ૨૭ નરપાલસાહની થાપના એ, સતોરણઉ પીત્તલમઈ વીર શાંતિ-પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણા એ. ૨૮ ૨૭૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ રંગમંડપિ નાગબંધ નિહાલઉ પૂતલીએ મંડપ મન વાલઉ પંચાંગવીર વસેખીઈ એ, માલાખાડઈ મંડપ જાણ્ જિમણઈ અષ્ટાપ[દિ]વખાણ, ભણસાલી જોગઈ કીઉ એ. ડાબઈ સમેતસહિર પ્રસીધુ તે પણિ ધરણઈ સાહિ કીધઉં નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ અદબદ મૂરતિ ચંદ્રગફા, પૂનિમવસહી સ(સુ)મત જિણેસર વયજાગર થાપિઉ અલવેસર, હોમસર રુલીઆમણું. ગજપદકુંડિ ઉરી છઈ અષ્ટ તેહ પરઈ છઈ કંડ વિશષ્ટ સંકલ પાજઈ છત્રસિલ. સોમસીવરદે સારંગ જિણવર ખરતર જેઠાવસહી મણહર ચંદ્રપ્રભજિન પૂઈ એ, નાગઝિર મોરઝર બે કુંડ ચાહુ બહુત્તિરિ જિણાલઇ શાંતિ આરાહુ, પુનઈ કોઠારી થાપીઉં એ. ૩૧ ઇંદ્રમંડપિ હુઈ ઇંદ્ર-મહોછવ પૂનિમ દેહરી દીસઈ અભિનવ વવેક સં...નેમિ નમુ, માંસખમણ મનરિંગ કીધૂ ચિકું ચોલકું અણસણું સીધઉં, સહુડાદે ચઉકી-કન્હઈ એ. ૩૨ [વસ્તુ] હવઇ ચાલ હવઈ ચાલઉ ભણીઅ અંબાવિ ભાણ મૂરતિ ગુરુ જિણહરઈ ચંદ્રપ્રભ જિણવર થુણીજઈ ૨૯ ૩૦ ઢાલ રાજમતી પ્રાસાદ તલિ ગફ માહિ પડંતી શંભસૂતિ જોઉં નેમિ વિરહ-કંકણ મોડંતી સીધરાજ ઉધ્ધાર કીઉ, વડજક્ષ દેઉલ ભણીજઈ મરુદેવ્યા મયત્રલ આરુહી ભરથેસર સંજત રાડા(? રામ) ડુંગર હો(દો ?)ઈ દેહરી રાજમતી તુપત્ત.૩૪ ૩૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ અજ્ઞાતકર્તક “શ્રી ગિરનાર ચેન્ન પરિવાડિ કુંકૂકાજલ-વન્ન તિહાં નીઝરણ ઝરંતી ઉદયરેખર વીર કલસ શિવાદેઉલ દીસંતી. * ૩૫ હવઈ ચાલ્યા દિગંબરુ એ, કોટડીઅ વિહારો પાતાનઈ પીતલ તણઉ એ, આદિનાથ જોહારુ ભાવસાર ડાહા વિહાર નમુ અજિત જિણેસર ચતુર્મુખ લખપતિ તણુ એ, પૂજઈ જિણવર. ૩૬ ગંગાકુંડિ ગંગદેઉલ જોઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન પ્લાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ ચિત્તરસાહિ કરાવી એ, કીધું અવિચલ કાજ. ૩૭ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, ખેત્ર વસંત નાદ પંચમૂરતિ અંબિકતણી એ, નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણાઈ. ૩૮ હિવ અવલોણા સહિર(સિહર) ચડી સહિસાવન રેખું લાખારામી કણયરી એ સિદ્ધ દેહરી દેખું સામિનપજૂન નમેવિ બેઉ, સિધવણાયગ વખાણ કંચણબલાણઉં જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણ. ૩૯ નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઇન્દ્રમાલ, ઇન્દ્રમહોછવ દાન દઈ ધજ ચડઈ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વીજઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર. ૪૦ લાખ બહુત્તિરિ પાંચ કોડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવી નિજ કરતિ સંચી વીરાદુર સંઘવી સજાણ શવરાજ પ્રસીધી કલક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધઉં. એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તણૂઅ ફલ હોઈ વિશાલ. ઇતિ શ્રી ગિરનાર ચેત્ર પરવાડિ સંપૂર્ણ સમાપ્ત ઃ કલ્યાણં ચ | ૪૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત’ સોળ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યો સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પોતાનું નામ “કરણસંઘ' આપ્યું છે. * પણ તેમાં કર્તાએ પોતા વિશે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ રચનાનું વર્ષ પણ દર્શાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ કૃતિ ૧૫મા શતકના આખરી ભાગ યા ૧૬મા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા ૧૫મા-૧૬મા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય. સંપ્રતિ રચના–ખરતરવસહીગીત–-ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી થોડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ. ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મંત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી ૧૫મા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પણ પછી તો ભુલાઈ જવાથી વર્તમાને તે (ખોટી રીતે) “મેલવસહી' નામે પરિચયમાં છે. (જુઓ આ ગ્રંથના દ્વિતીય ભાગ અંતર્ગત મારો આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ.). રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાલી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પૂતળીઓ, જમણી બાજુએ રહેલા (ભદ્રપ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમ જ તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા (ભદ્રપ્રાસાદમાં રહેલા) નંદીશ્વરનો ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમૂર્તિ, તેનાં રત્નજડિત પરિકર અને તોરણનો પણ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંઘટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા પૂર્ણરૂપે જૂની ગુજરાતીને બદલે મરુ-ગૂર્જરના સ્પર્શવાળી જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ઘણું હતું ! કર્તા ‘કરણસંઘ' એ તરફના હોવાનો સંભવ છે. ટિપ્પણો : * પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ‘ખરતરવસહી-ગીત’ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત ગિરિ ગિરનારિ વખાણીઈ હો ઈસર કવિ કવિલાસ । સ તસ સિરિ સામી સામલા હો અંબિકાદેવિ પ્રકાસ ||૧|| પ્રીય ખરતરવસહી જોઈએ જાણે કરતલ-વમાણ | પ્રીય લોચન તનમન જાઇઇરે તું સાંભલિ હો ચતુર સુજાણ ॥૨॥ પ્રીય હયવરનરવષભહ તણી હો વિનપતિ પુણ્યસલોક । મંડપ મોહણ-પૂતલી હો જાણે કાર કીઓ ઇંદ્રલોક ।। પ્રીય કરકમલ લખલખ પંખડી સહલ સરૂપ સરંગ । શિખર-પ્રાસાદ ઉદ્યોતમઈ હો દંડકલસ ધજદંડ ||૪|| પ્રીય સોવનજાઈ મણિરુપ્પમઈ હો મોતી ચક પૂરાવિ । આગલિ તિલક પબેવડ ઉરે પેખવ હરખ ન માઈ ।।૫।। પ્રીય નેમિ કણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર | વામઇ કલ્યાણકય હો નંદીસર જિંગ સાર ।।૬।। પ્રીય સંઘ મરોઈ અણાવિઉ હો સપત-ઘાત જિણ વીર । પરિગર રતનજડાવિઇ હો તોરણ ઉંલકઈ બઈ હાર ાના પ્રીય લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની વિસાલ । દૂસમ-ભવન સમુધ્ધરઈ હો સો ધન ધન મા નરપાલ ।।૮।। પ્રીય ભણસાલી તે પરિકરઈ હો જે કીઓ ભરવેસર રાઓ । ઉજલિ અષ્ટાઉરે તે નિરખતા અંગ ઊમાહ ||૯|| પ્રીય પહિરિ ધોતિ નિજ નિરમલી હો અષ્ટાવિધ પૂજ રચેસિ । ભાવના ભાવિસુ ઇ જિમલી હો જીવઅ સફલ કરેલું ૧ા પ્રીય ચંદન ભરી કચોલડી હો આણી માણિ ફુલડી ચંપક પાડલ સેવંત્રી જેમ ગંધ-પરિમલ વહમૂલ ||૧૧|| પ્રીય બારણ વરણ તીરથ અષ્ટાપદ પઢમ પુણ્ય પ્રકાર । સમતિ શ્રવણ સબ સંપજઇ હો કેવલિ કરઈ વખાણ ॥૧૨॥ પ્રીય ૨૭૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮O નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ચિહું દિસિ બારહ બારણા હો આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સોહામણા હો પુણ્ય તણા થિર ઠામ /૧૩ પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક એક જીભ ગુણ તેહ તણા પરિવઈ ન લાભઈ પાર ll૧૪ા પ્રીય પારખઉ મ તણઈ પારખાઈ હો અવર ન પૂજઈ કોઈ ! સકૃત કૃવાણા વંજિયા હો જિણ લાભઇ અનંત હો ૧પા પ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહડ સતન સુવિચાર | કરણસંઘ સાર ભણઈ હો ચીરંજીવઓ સંપરવાર ૧દી પ્રીય ઇતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત | Page #310 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃત ‘શત્રુંજય ચૈત્યપરિપાટીસ્તોત્ર' પ્રથમ સંપાદકે વર્ષો પહેલાં ઉતારી લીધેલું આ સંસ્કૃતભાષા નિબદ્ધ સ્તોત્ર ઘણી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. સુરાષ્ટ્રાલંકાર શત્રુંજયપતિ ભગવાન્ યુગાદિદેવના મહાતીર્થમાં રહેલાં ચૈત્યો સંબંધમાં ઉપલબ્ધ કૃતિઓમાં આ સૌ પહેલી ઐતિહાસિક મૂલ્ય ધરાવતી સ્તોત્રાત્મક એવં ચૈત્યપરિપાટી રૂપી કૃતિ છે. સં. ૧૩૬૯ / ઈ સ ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પૂર્વેની આ રચના હોઈ, તેનું મૂલ્ય સ્વયમેવ વધી જાય છે. કૃતિની રચનાનો સંવત ૧૩૨૬ / ઈ. સ. ૧૨૭૦ બતાવ્યો હોઈ તે ભંગ પશ્ચાત્ રચાયેલા (આ ગ્રંથમાં પુનઃ પ્રકાશિત) “પુંડરીકશિખરીસ્તોત્ર” તેમ જ ખરતરગચ્છીય આચાર્ય જિનપ્રભસૂરિના સુપ્રસિદ્ધ ‘શત્રુંજયકલ્પ” (સં. ૧૩૮૫ | ઈ સ૰ ૧૩૨૯) અતિરિક્ત મેરુતુંગાચાર્ય કૃત પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ / ઈ. સ. ૧૩૦૫)થી પણ પૂર્વેની કૃતિ હોઈ, તપાગચ્છીય ધર્મકીર્તિગણિ(ધર્મઘોષસૂરિ)ના શત્રુંજયકલ્પ (પ્રાયઃ ઈ સ ૧૨૬૪)ની જેમ શત્રુંજયતીર્થની ઇતિહાસ-વિષયક ગવેષણામાં તેની ઉપયુક્તતા સ્પષ્ટતયા સવિશેષ બની રહે છે. કૃતિના અંતિમ ચરણમાં કર્તાએ પોતાનું નામ કેવળ “આનંદસૂરિગુરુના શિષ્ય” એટલું જ બતાવ્યું છે : પણ પ્રતિની સમાપ્તિ-નોંધમાં “અમરપ્રભસૂરિકૃત” કહ્યું છે. આથી પ્રતિલિપિકારને મૂળ કર્તાની જાણ હોય તેમ લાગે છે. ધર્મઘોષસૂરિગચ્છીય આનંદસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની એક અન્ય કૃતિ, ત્રિભુવનતીર્થમાળા (અપભ્રંશ ભાષામાં નિબદ્ધ), મળી આવી છે, જેનો રચનાકાળ સં. ૧૩૨૩ / ઈ સ ૧૨૬૭ છે : જ્યારે સાંપ્રત કૃતિ તેનાથી ત્રણ જ વર્ષ બાદ રચાયેલી હોઈ, સંદર્ભગત આનંદસૂરિ તે રાજગચ્છીય ધર્મઘોષસૂરિના આમ્નાયમાં થઈ ગયેલા આનંદસૂરિ, અને અહીં અધ્યાહાર રહેલ ‘શિષ્ય’ તે પ્રતિલિપિકારે સૂચવ્યા મુજબ અમરપ્રભસૂરિ જ હોવા અંગે શંકાને ભાગ્યે જ સ્થાન છે. કર્તાએ આ સ્તોત્ર દશ પદ્યમાં બાંધ્યું છે. એકથી નવ પદ્ય શાર્દૂલવિક્રીડિત છંદમાં છે, જ્યારે છેલ્લું પદ્ય ઉપજાતિમાં ઢાળ્યું છે. એ છેલ્લા પદ્યમાં ગણિત-શબ્દના પ્રયોગથી (રસલોચન-લો-ચંદ્ર) રચના-સંવત્ ૧૩૨૬ (ઈ સ ૧૨૭૦) દર્શાવ્યો છે. ત્યાં સ્તોત્ર યાત્રા (પશ્ચાત્) રચ્યાની નોંધ પણ કરેલી છે. સ્તોત્રમાં પછીની કૃતિઓને મુકાબલે પદલાલિત્ય અને બંધારણમાં સૌષ્ઠવ ઠેર ઠેર નજરે પડે છે. પ્રથમ પદ્યમાં શત્રુંજય પર્વત સંતિષ્ઠમાન તીર્થપતિ નાભેયદેવની ભાવપૂર્ણ સ્તુતિ નિ ઐ ભા. ૧-૩૬ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કરી, પછીના પદ્યમાં મૂળે ભરતેશ્વરે બંધાવેલ યુગાદિદેવના પ્રાસાદ અને તેના સગર ચક્રવર્તી અને પાંડવો આદિ રાજન્યોએ કરાવેલ ઉદ્ધારોની સંક્ષેપરૂપે, અગાઉના કાળે પ્રચારમાં આવી ચૂકેલી શત્રુંજય સંબદ્ધ જૈન પૌરાણિક તીર્થકથાઓનો નિર્દેશ કરી, વિમલાચલેન્દ્રતિલક દેવાધિદેવ આદીશ્વર પ્રભુને ફરીને વંદના દેતા ઉગારો કાઢ્યા છે. તે પછી, આગળ આવતાં ત્રણ પદ્યોમાં, મુક્તિગિરિ તીર્થરાજ વિમલાચલનો યથોચિત શબ્દોમાં મહિમા ગાયો છે. આ પછીના કાવ્યમાં શત્રુંજય-તીર્થરક્ષક, સંકટહરણ યક્ષરાજ કપર્દીને સ્મર્યા છે; અને સાતમા પદ્યથી પર્વત પર સ્થિત અન્ય ચૈત્યો સંબંધી વાત કહેવી શરૂ કરી છે. તેમાં પ્રથમ જિનમાતા મરુદેવી, શાંતિજિન, ઋષભ, અને શ્રેયાંસજિનનાં ચૈત્યોનો ઉલ્લેખ કરી, તે પછી તુરત જ નેમિ અને વીરજિન(નાં ચૈત્યો)નો ઉલ્લેખ કર્યો છે. જો કે સ્તોત્રકારે આ ચૈત્યોનાં સ્થાનનો નિર્દેશ કર્યો નથી; પણ ૧૪મા-૧૫માં શતકમાં રચાયેલ શત્રુંજયતીર્થ સંબંધી સાહિત્યમાં કહ્યા મુજબ આ બધાં જિનાલયો શત્રુંજયના ઉત્તરશૃંગ પર અવસ્થિત હતાં. આ પછી સ્વર્ગાધિરોહણપ્રાસાદમાં રહેલ ઋષભજિનને નમસ્કાર કર્યા છે. આ સ્વર્ગારોહણપ્રાસાદ અનુપમા-સરોવરને કાંઠે, મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૩૯માં થયેલ સ્વર્ગાગમન બાદ, ત્યાં દાહભૂમિ પર મંત્રીબંધુ તેજપાળ તેમ જ વસ્તુપાળ-પુત્ર જૈત્રસિહ મંત્રીશ્વરના સ્મરણમાં બંધાવેલો હોવાનું અન્ય ઘણાં સાહિત્યિક પ્રમાણોથી સિદ્ધ છે.) સ્તોત્રકાર વચ્ચે આવતા અનુપમા સરોવરનો ઉલ્લેખ કર્યા સિવાય હવે દક્ષિણ શૃંગનાં ચૈત્યોની વાત કહેવી શરૂ કરે છે. ત્યાં (વ્યાધીપ્રતોલી = વાઘણપોળ, જે મંત્રીશ્વર વસ્તુપાળે ઈસ. ૧૨૩૦ના અરસામાં બંધાવેલી તેમાં) પ્રવેશતાં, દષ્ટિગોચર થતાં (સ્તંભનાધીશ)પાર્શ્વ, ઈન્દ્રમંડપ, જિનસુવ્રત, રૈવતપિતિ, નેમિનાથ), અને સત્યપુરેશ્વર વીરનાં મંદિરોનો ઉલ્લેખ કરે છે, અને તે બધાં વસ્તુપાળે કરાવેલાં તેવો સ્પષ્ટ નિર્દેશ પણ ત્યાં આવે છે. આ પછી (આદીશ્વર ભગવાનની ટૂકમાં આવેલા) સીમંધરાદિ વિદેહક્ષેત્ર-સ્થિત વર્તમાન જિનો (વીસ વિહરમાન), નંદીશ્વરપ્રાસાદ, પાંડવો(ની પ્રતિમાઓનો પટ્ટો), કોટાકોટિજિનાલય, ચરણપાદુકા, અને લેપમયી ત્રેવીસ (જિન) પ્રતિમાઓનો ઉલ્લેખ કરે છે. સ્તોત્રકારે અહીં ચૈત્યનો ક્રમ ક્યાંક ક્યાંક ઉર્જામ્યો છે : જેમકે ભૃગુપુરાવતાર જિન મુનિસુવ્રત અને સત્યપુરાવતાર વીરનાં મંદિર આદીશ્વર-ભગવાનની ટૂકમાં હતાં, જ્યારે નંદીશ્વરપ્રાસાદ વાઘણપોળની સામે ઈન્દ્રમંડપની પાસે કયાંક હતો. એમ જણાય છે કે છંદના મેળ અને લય સાચવવા સ્તવનકારે ક્રમવારીનો થોડોક ભોગ આપ્યો છે. સ્તોત્રકાર ઉલિખિત આ વાસ્તુશિલ્પ-પ્રતિમાદિ રચનાઓમાં વસ્તુપાલના સમકાલિક લેખકો કોટાકોટિ ચૈત્ય, સીમંધરાદિ વીસ વિહરમાન જિન, ચરણપાદુકા, તેમ જ ૨૩ લેખમયી પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા નથી. આથી સંભવ છે કે આ બધી વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ કૃતિઓ વસ્તુપાળના સમય પશ્ચાતું અને આ સ્તોત્રની રચના વચ્ચેના ગાળામાં બની હોય. (કોટાકોટિચૈત્ય તો માલવમંત્રીરાજ પેથડે બનાવ્યાનું અને એથી ઈ. સ. ૧૨૬૪ના અરસામાં કરાવ્યાનું સુનિશ્ચિત છે જ.) આ પછી Page #312 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃતિ “શત્રુંજય ચૈત્યપરિપાટીસ્તોત્ર' ૨૮૩ નવમા શ્લોકમાં આદીશ્વર (મૂળગભારામાં) ડાબી બાજુએ રહેલ ગણધર પુંડરીકની યોગ્ય શબ્દોમાં સ્તુતિ આદીશ્વર ભગવાન્ સમેત કરી છે. અંતિમ પદ્યમાં કર્તાએ આગળ કહ્યું તેમ પોતાની ટૂંકમાં ઓળખાણ આપી છે, અને રચના-સંવત નિર્દેશ્યો છે. આ મધુર અને સુલલિત સંસ્કૃત રચના શત્રુંજય સંબંધમાં સંપ્રતિલભ્ય રચનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન લેશે. ટિપ્પણો ૧. આ હકીકત ક્યાંથી નોંધેલી તે સ્રોતને લગતી નોંધ આ પળે હાથવગી ન હોઈ તેનો નિર્દેશ અહીં દઈ શકાયો નથી. ૨. વિગત માટે જુઓ દ્વિતીય સંપાદકનો લેખ : “A Propos of the image of Jina Rsabha with Nami and Vinami on Satruñjaya Giri", Aspects of Indian Art and Culture (S. K. Saraswati Commemoration Volume), Eds. Jayant Chakrabarty and D.C. Bhattacharya, Calcutta 1983, pp. 56-63, figs 7-9. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीशत्रुजयचैत्यपरिपाटीस्तोत्रम् (शार्दूलविक्रीडितम्) मोहध्वान्त वितानतानवनवप्रोद्भासिभानुप्रभं चिन्तातीतफलप्रदानविधये चिंतामणिः प्राणिनाम् । वक्त्रालोकन एवदत्त परमानंदं मुदा मेदुरः । श्रीशत्रुजयपर्वते जिनपति नाभेयदेवं स्तुवे ॥१॥ पूर्वं श्रीभरतेश्वरेण भरतक्षेत्रैक चूडामणौ शैलेऽस्मिन् स्वकुलावचूल चरितः स्वामी स्वयं कारितः। यस्योद्धारमकारयत् स सगरस्ते पाण्डवाद्या नृपाः तं वंदे विमलाचलेन्द्रतिलकं देवाधिदेवं प्रभुम् ॥२॥ देव त्वद्वदनावलोकनयनप्रोद्भूदहर्षाश्रुभिः सिक्तो मे हृदयालवालवलये पुण्यैः पुराणैः पुरा । न्युप्तस्त्वन्नमने मनोरथतरः सोऽयं तु रोमोद्गमै र्जातांकुर इव क्षणेन फलितः श्रेयः फलेदद्भुतम् ॥३॥ पूर्णाः अद्य मनोरथाः शुभकथा जाताः प्रथा सर्वथा दत्तो दुःखजलांजलि: कलिमल: काले कलौ क्षालितः । तीर्णोयं भवसागर: शिवपुरी दूरेणयस्मान्नगानागात्कस्यचनपि पूर्वमपि हि स्वामिन्भवदर्शनात् ॥४॥ मुक्तं यत्स्वगृहं ग्रहः स हि महामोहस्यमुक्तो महा(नध्वाक्तामि यादेष) दुस्तरतरः प्राप्तः स मार्गः शिवः । आरूढं विमलाचलं यदिह तत् प्रोच्चैर्गुणस्थानकं दृष्टं त्वत्पदपकजं च परमानंदं पदं तन्मया ॥५॥ साक्षाद्रक्षितदक्षताहितमतिर्यक्षः कपर्दीभवत् पादाम्भोजमधुव्रतः प्रतिपदं जायात् स शत्रुञ्जये । यस्त्वन्नामनिकामसादरमतेः संघस्य यात्राक्षणे मार्गे दुर्गसरित्सचौरचरटारण्येपि साहायकृत् ||६|| आदौ श्रीमरुदेवि-शांति-ऋषभ-श्रेयांस-चैत्यं ततो नेमि-वीरजिनं प्रणम्य ऋषभं स्वर्गाधिरोहे स्थितम् । Page #314 -------------------------------------------------------------------------- ________________ ધર્મઘોષસૂરિગચ્છીય (રાજગચ્છીય) અમરપ્રભસૂરિકૃત “શત્રુંજય ચૈત્યપરિપાટીસ્તોત્ર' ૨૮૫ २८५ पार्श्व नौमि तमिन्द्रमण्डपगतं श्रीसुव्रतं रैवतं वीरं सत्यपुरेश्वरं विरचितं श्रीवस्तुपालेन च ॥७॥ भक्त्या स्तौमि विदेहमण्डनजिनान् सीमंधराद्यानपि श्रीनंदीश्वरमत्र चित्रजननं चाष्टापदं पाण्डवान् । कोटाकोटि-जिनानथो विहरतो वंदे प्रभोः पादुकान् नानालेप्यमयान् कृतान् जिनवरानत्र त्रयोविंशति ॥८॥ वामं भ्राममकामकामविलसन् सत्पुण्डरीकादितस्त्रस्तोऽहं भवकानने मुनिमनः सत्पुण्डरीकांशुभत् । त्वामेकं शरणं करोमि भगवन् श्रीपुण्डरीकान्वितं भक्त्या सेवककल्पपादप विभोः श्रीपुण्डरीकाचले ॥९॥ (उपजाति) संवत्सरे सरस-लोचन-लोक-चंद्रे चैत्येषु चैत्र बहुलाष्टमीवासरे च । सानंदमादिजिनमत्र विधाय यात्रा - मानन्दसूरिगुरु-शिष्यलवः स्तवीति ॥१०॥ ॥ इति श्रीशत्रुञ्जयचैत्यपरिपाटीस्तोत्रम् श्री अमरप्रभसूरिकृतम् ॥ Page #315 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા’ શત્રુંજયગિરિ-મહાતીર્થ પ્રતિ શ્રદ્ઘોર્મિ કલ્પકારો-પ્રબંધકારો વ્યતિરિક્ત મધ્યયુગના મુનિ તેમ જ કવિ-યાત્રિકોએ પણ તીર્થમાલાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલાઓ, રાસો, સ્તોત્રો, સ્તુતિઓ, અને સ્તવનો દ્વારા વ્યક્ત કરી છે. આ અનુષંગે અગાઉ (સ્વ.) શ્રીમદ્ વિજયધર્મસૂરિ, (સ્વ.) મુનિ જિનવિજયજી, (સ્વ.) પં. બેચરદાસ દોશી, (સ્વ.) શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ, (સ્વ) ત્રિપુટી મહારાજ, (સ્વ.) શ્રી સારાભાઈ નવાબ, (સ્વ.) શ્રી અગરચંદ નાહટા, તેમ જ શ્રી ભંવરલાલ નાહટા સરખા જૈન ઇતિહાસ અને સાહિત્યના પર્યન્વેષકો દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ સામગ્રી પ્રકાશિત થઈ ચૂકી છે. આમાંની ઘણીક કૃતિઓ શત્રુંજય પરનાં પુરાણાં જિનમંદિરોના ઇતિહાસ તેમ જ સ્થાન, કાળ, અને ત્યાં ઊભેલા કુડીબંધ પશ્ચાત્કાલીન જિનાલયોની શ્રેણિઓ અને ઝુંડો વચ્ચેથી તારવવા-પ્રીછવામાં મદદગાર થાય છે. કાવ્યગત તત્ત્વો અને ભાષાકીય સામગ્રી ઉપરાંત ઇતિહાસમૂલક માહિતીનો સંભાર પણ એમાં સચવાયેલો હોઈ, આવી રચનાઓનું મૂલ્ય સ્પષ્ટતયા ઊંચી કોટિનું રહે છે. શત્રુંજયસ્થિત દેવાલયો તથા પ્રસ્તુત તીર્થના ઐતિહાસિક ક્રમના અંકોડા મેળવવામાં તો આ કૃતિઓ એક બહુમૂલ્ય સાધન બની રહે છે. અહીં આવી એક (પ્રથમ દૃષ્ટિએ અજ્ઞાત કર્રાની) સ્તોત્રરૂપે રચાયેલી ‘શત્રુંજયતીર્થપરિપાટિ” રજૂ કરીશું. શત્રુંજયતીર્થનાં જિનભવનોના અનુલક્ષમાં અત્યાર સુધી મળી આવેલી ચૈત્યપારિપાટીઓ અને તત્સમાન કૃતિઓ પ્રાકૃતમાં, અને વિશેષે તો અપભ્રંશમિશ્રિત જૂની ગુજરાતીમાં વા મરુ-ગૂર્જરભાષા (રાજસ્થાની-ગુજરાતી)માં, અને કોઈ કોઈ—ખાસ તો ૧૭મા સૈકાની રચનાઓ—પ્રમાણમાં આધુનિક કહી શકાય તેવી ગુજરાતીના પ્રારંભકાળના રૂપમાં નિબદ્ધ થયેલી છે. અહીં પ્રગટ કરવામાં આવી રહેલી કૃતિ સંસ્કૃતમાં રચાયેલી છે; અને તેનો કાળ, આપણે આગળ જોઈશું તેમ, ઈસ્વીસન્ના ૧૪મા શતકના પ્રથમ ચરણ અંતર્ગત અંદાજી શકાતો હોઈ, તે અદ્યાવધિ ઉપલબ્ધ શત્રુંજય-વિષયક પ્રાચીનતર ચૈત્યપરિપાટીઓમાંની એક છે; અને એ કારણસર તેનું બેવડું મહત્ત્વ એવં વૈશિષ્ટ્ય છે. પ્રસ્તુત સ્તોત્રરૂપ પરિપાટીનું સંપાદન પ્રારંભમાં પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાંથી મેળવેલી એક જ હસ્તપ્રત પરથી કરવામાં આવ્યું હતું. પાઠ તૈયાર થઈ ગયા બાદ શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની પ્રત ક્રમાંક Page #316 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા' ૨૮૭ ૨૮૪૧ શ્રી અગરચંદ નાહટાને જોવા આપવામાં આવેલી તે આવી જતાં તેની અંતર્ગત પ્રસ્તુત સ્તોત્ર પણ મળ્યું. પ્રસ્તુત પ્રત સં૧૪૭૩ ઈ. સ. ૧૪૧૭ ની છે, જેને અહીં હવે “A'ની સંજ્ઞા આપી છે; અને પહેલા ઉપયોગમાં લીધી તે પ્રતને “B' ની સંજ્ઞા આપી પાઠનું મિલાન કરતાં ઘણાંખરાં અલનો દૂર થવા પામેલાં છે. દ્વિતીય પ્રતના પાઠની મેળવણીમાં શ્રી લક્ષ્મણ ભોજકની મળેલી સહાયનો અહીં સાભાર ઉલ્લેખ કરું છું. આ પાઠ તૈયાર થયા પછી એકાદ વર્ષ બાદ લાદ. ભા. સં. વિની મુનિશ્રી પુણ્યવિજયજીના સંગ્રહની પ્રતિ ૮૬૦૧ / ૩૧માં પણ આ સ્તોત્રનો મૂળ પાઠ મળી આવતાં તેનાં આવશ્યક પાઠાંતરો નોંધી લીધાં છે; બાકી રહેલાં થોડાં અલનો પણ આ છેલ્લી પ્રતથી દૂર થઈ શક્યાં છે. આ પ્રતને અત્રે ‘Cની સંજ્ઞા આપી છે. પ્રતોમાં ક્યાંક જોડણી અને વ્યાકરણના દોષો જોવામાં આવેલા, જે સંપાદન સમયે શ્રી લાડ દ. ભા. સં. વિ. ના તે વખતના આસ્થાન-વિદ્વાન (સ્વ) પં. બાબુલાલ સેવચંદ શાહ, તથા પં. હરિશંકર અંબાશંકર શાસ્ત્રીની સહાયતાથી ઠીક કરેલાં. “B' હસ્તપ્રતલિપિ પરથી, તેમ જ આનુષંગિક લેખન-પદ્ધતિનાં લક્ષણો પરથી શ્રી. લા. દ. ભા. સં. વિ. ના મધ્યકાલીન પશ્ચિમી લિપિના નિષ્ણાતોશ્રી જેસિંગભાઈ ઠાકોર, શ્રી ચીમનલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજક–દ્વારા ૧૬મા શતકની હોવાનો અંદાજ કરવામાં આવ્યો છે. પ્રતમાં કેટલેક સ્થળે કંસારીએ કાણાં પાડેલાં છે અને ક્યાંક ક્યાંક અક્ષરો ઘસાઈ ગયા છે; તેમ જ છેલ્લે એક સ્થળે ચારેક અક્ષરોવાળો ભાગ ખવાઈ ગયો છે. આ ક્ષતિઓ છોડતાં પ્રત એકદરે સ્પષ્ટ અને સુવાચ્ય જણાઈ છે. “A” પ્રત પ્રાચીન હોવા છતાં તેમાં પદ્ય ૧૨, ૧૪, અને ૨૩ લુપ્ત થયેલાં જોવા મળ્યાં, જયારે પદ્ય ૨૨માં પહેલું પદ છોડતાં બાકીનાં ચરણ ઊડી ગયાં છે. આ ક્ષતિઓ છોડતાં એકંદરે તેનો પાઠ શુદ્ધ જણાયો છે. રચનાને સ્તુતિકારે આખરી શ્લોકમાં પુંડરીકશિખરીસ્તોત્ર અભિધાન આપ્યું છે; પણ “B'ના લિપિકારે સમાપ્તિમાં શત્રુંજયચૈત્યપરિપાટી કહી છે, જ્યારે ‘તમાં પ્રતિ-સમાપ્તિ સ્થળે શત્રુંજય મહાતીર્થપરિપાટિકા એવું અભિધાન આપ્યું છે. “C' પ્રત વિશેષ શુદ્ધ જણાઈ છે, અને લિપિને આધારે તે પણ ૧૫મા શતક જેટલી પુરાણી જણાઈ છે. સ્તોત્રકાર મધ્યકક્ષાના કહી શકાય તેવા, પણ સારા કવિ છે. પ્રસ્તુતીકરણમાં ક્લિષ્ટતા આપ્યા સિવાય વસ્તુની કાવ્યદેહમાં ગૂંથણી કરી શક્યા છે. તદતિરિક શત્રુંજયનાં દેવભવનોનો તત્કાલીન સ્થાનક્રમ બરોબર જાળવતા રહી, કાવ્યના પ્રવાહને સરળતાથી વહેવા દીધો છે. કૃતિના છંદોલય તે કારણસર સ્વાભાવિક લાગે છે. અલંકારનાં પણ પ્રાચર્ય કે અતિરેક નથી, કે નથી તેનો અનાવશ્યક વિનિયોગ : આથી સ્તોત્ર સુવાચ્ય અને સારલ્યમધુર પણ બન્યું છે. છવ્વીસ શ્લોકમાં પ્રસરતા આ તીર્થ-કાવ્યનું છેલ્લું પદ્ય શાર્દૂલવિક્રીડિત, અને બાકીનાં સર્વ પદ્યો વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે. બીજા પદ્યનું છેલ્લું ચરણ “શ્રીમાનસી વિનયતાં રિપુરી" ૨૫મા પદ્ય પર્વતનાં તમામ પદ્યોમાં પુનરાવર્તિત થાય છે, અને એથી લયનો સળંગસૂત્રી દોર જળવાઈ રહે છે. આથી પ્રત્યેક વાત નોખી પણ તરી આવે છે; અને તે તમામ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પર વાચકનું ધ્યાન અલગ અલગ રીતે લક્ષિત બને છે. પ્રારંભમાં સ્તોત્રકાર શત્રુંજયગિરિપતિ તીર્થનાયક શ્રીમદ્દુગાદિદેવને નમસ્કાર કરી, તેમના દર્શનનો મહિમા કથી યાત્રા આરંભ કરે છે (૧-૨). ઘણાખરા તીર્થપરિપાટિકારોએ કર્યું છે તેમ પાલિતાણા નગરમાં તે કાળે વિદ્યમાન શ્રી પાર્શ્વનાથ (મંત્રી વાગ્ભટ્ટકારિત ત્રિભુવનવિહારના મૂલનાયક), શ્રી વર્ધમાન જિન (મંત્રી વસ્તુપાલ નિર્માપિત), અને તળેટીમાં થોડુંક ચડ્યા પછી આવતાં (મંત્રી આશુક દ્વારા વિનિર્મિત) શ્રી નેમિજિનને વાંદી શિખર ૫૨ પહોંચ્યો છે (૩). ત્યાં નજરે પડતી દેવાલયોની હારમાળાનો ઉલ્લેખ કરી, શ્રી યુગાદિભવનનાં મંત્રી વાગ્ભટે ત્રણ કોટિમાં ત્રણ લક્ષ કમ દ્રવ્ય ખર્ચીને કરાવેલ ઉદ્ધારની વાત કહે છે (૪-૫). તે પછી “કપૂર-ધવલ”(શ્વેત આરસની) આદિજિનની મૂર્તિ, અને પ્રવેશમાં રહેલ ‘અમૃતપારણ’(તોરણ)ની વાત કહી (૬), તીર્થાધિપતિને ઉદ્બોધતા સ્તવનાત્મક ઉદ્ગારો કાઢી (૭), જાવિડિસાહે વિ. સં. ૧૦૮માં કરાવેલ બિંબ–સ્થાપનની તે કાળે પ્રચલિત અનુશ્રુતિ નિવેદિત કરે છે (૮); ત્યારબાદ યુગાદિરાજના મમ્માણ-મણિપર્વત તટસ્થળેથી ઉત્પન્ન થયેલ જ્યોતિરસ-રત્નથી નિર્મિત મૂલબિંબ વિશે પારંપરિક અનુશ્રુતિનું ઉચ્ચારણ કરી (૯), ફરી એક વાર તીર્થપતિ અનુલક્ષિત સ્તુત્યાત્મક વચનો કાઢે છે (૧૦). આ પછી જાવડસાહે કરાવેલી યુગાદિની મૂર્તિની જમણી તેમ જ ડાબી બાજુએ પ્રસ્થાપિત ભવભયહર પુંડરીકસ્વામીની યુગલ મૂર્તિનો ઉલ્લેખ કરે છે (૧૧). નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ યુગાદિના મૂલચૈત્ય વિશે આટલું કહ્યા બાદ, તેના જમણા પડખે આવેલા સમરાગર (સમરા સાહ)ના કરાવેલા શ્રીપાર્શ્વનાથના ભવનની વાત કરે છે (૧૨). તે પછી ત્યાંથી (પ્રદક્ષિણાક્રમથી) આગળ ચાલતાં ઇક્ષ્વાકુ-વૃષ્ણિ કુળના (શત્રુંજય પર સિદ્ધગતિ પામેલા) કોટિકોટિ મુનિઓની પ્રતિમાવાળા (મંત્રી પૃથ્વીધર-નિર્માપિત) કોટાકોટી-ચૈત્યનો ઉલ્લેખ કરે છે (૧૩), અને સાથે જ ચંદ્રાનન પ્રમુખ વીસ વિહરમાન જિનના ભુવનને પણ ઉલ્લેખે છે (૧૪). ત્યારબાદ પાંચ પાંડવ અને કુંતા માતાની લેપમયી મૂર્તિઓ (૧૫), અને દૂધ વર્ષાવતા ચિરાયુ ચૈત્યવૃક્ષ પ્રિયાલુ એટલે કે રાજદની વા રાયણવાળા સ્થળે (નાગ અને) મોર સરખા હિંસ પ્રાણીઓના દેવસન્નિધિમાં થયેલા, સ્વભાવગત હિંસા-ધર્મના ત્યાગનો પણ નિર્દેશ કરે છે (૧૮). ત્યારબાદ અન્યથા અજિતજિનથી પ્રારંભી ક્રમમાં આવતા બાવીસ જિનની પાદુકા એવં લેપમયી પ્રતિમા(સમૂહ)નો ઉલ્લેખ કરે છે (૧૯): આટલું કહી લીધા પછી સ્તોત્રકાર યુગાદિદેવના મૂલભવનના મોઢા આગળ, ડાબી બાજુએ રહેલા (મંત્રી વસ્તુપાલ કારિત ત્રણ રચનાઓ) સત્યપુરાવતાર વી૨ અને જમણી બાજુએ રહેલ શકુનિવિહાર અને પ્રસ્તુત પ્રાસાદની પાછળના ભાગમાં સ્થિત અષ્ટાપદતીર્થનો ઉલ્લેખ કરે છે (૨૦). આ પછી (તેજપાલ કારિત) નંદીશ્વર, અને (વસ્તુપાલ કારિત) ગિર્દનારગિરિ અને સ્તંભનકપુરના જિનનાં તીર્થવતા Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા મંદિરોનો ઉલ્લેખ કરે છે (૨૧). આદીશ્વર ભગવાનનું મૂલ ચૈત્ય ધરાવતા આ દક્ષિણ શૃંગનાં સૌ ચૈત્યસ્થાનો વિશે આટલી વાત થઈ રહ્યા બાદ હવે કવિ-યાત્રી બીજા, એટલે કે ઉત્તર શૃંગ તરફ વળે છે. ત્યાં જતાં માર્ગમાં વચ્ચે આવતા (વસ્તુપાલ મંત્રીના) સ્વર્ગારોહણ-પ્રાસાદ અને તેમાં સ્થિર થયેલા વિદ્યાધર નમિ-વિનમિ સેવિત અને તેમની ચકચકિત) પદ્ગમાં પ્રતિબિંબ રૂપે દેખાતા બે વિશેષ બિંબવાળા જિનેશ (આદિનાથ)ને પ્રણમી (૨૨). ત્યાંથી આગળ વધતા દ્વિતીય એટલે કે ઉત્તર શૃંગ પર સ્થિત ૧૬મા જિન (શાંતિનાથ), પ્રથમાહત્ (યુગાદિદેવ), શ્રેયાંસજિન, નેમિજિન, અને વીરજિનેન્દ્ર(નાં મંદિરો)ની ઉપસ્થિતિનો નિર્દેશ કરે છે (૨૩). છેલ્લે જિનમાતા મરુદેવી અને સંઘરક્ષક કપર્દીયક્ષ(નાં ભવનો)નો ઉલ્લેખ કરી (૨૪). યાત્રાફળ ઉપલક્ષમાં પ્રાસંગિક પરંપરાગત વચનો કહી, વક્તવ્ય સમાપ્ત કરે છે (૨૫). આ તીર્થવર્ણનમાં દક્ષિણ ગુંગ પરની સંરચનાઓમાં મંત્રીશ્વર વસ્તુપાળવિનિર્મિત, મધ્યકાળે ખૂબ પ્રસિદ્ધિમાં આવેલ ઈદ્રમંડપ, તેમ જ બંધુયે બંધાવેલ દેવાલય-સમૂહને ફરતા પ્રતોલી સહિતના પ્રાકારનો ઉલ્લેખ નથી; આનો ખુલાસો એ રીતે આપી શકાય કે સ્તોત્રકારનું લક્ષ શત્રુંજય પર પ્રતિષ્ઠિત ઉપાસ્ય જિન પ્રતિમાઓ અને પ્રતિમા-ભવનોની સ્તુતિ કરવા તરફ જ કેન્દ્રિત થયેલું હોઈ, વાસ્તુની દૃષ્ટિએ મહત્ત્વની, પણ ધાર્મિક સ્થાનકોણથી ગૌણ મનાય તેવી, કૃતિઓ એમણે મૂળ વસ્તુના વ્યાપની બહાર માની હોય. હવે વિચારીએ સ્તોત્રના રચનાકાળ વિશે. રચયિતાનું નામ દીધું ન હોઈ, તે દિશામાંથી કાળનિર્ણય માટે જરા સરખી પણ મદદ મળી શકતી નથી. નિરાડંબરી ભાષા અને પ્રસન્ન-સરલ નિરૂપણશૈલી ઉત્તર-મધ્યકાળથી થોડોક પૂર્વનો સમય સૂચવી રહે છે : પણ એ પ્રમાણ અપૂરતું, જોઈએ તેટલું વજનદાર ન હોઈ, સાંપ્રત સંદર્ભમાં અલ્પોપયોગી ઠરે છે. કૃતિના સમયનો વધારે સચોટ અંદાજ કરવા માટે ચોક્કસ પ્રમાણો તો તેના અંતરંગની વસ્તુમાંથી મળી રહે છે, જે વિશે હવે ક્રમબદ્ધ જોઈએ. (૧) આ યાત્રા-સ્તવમાં મંત્રીરાજ વાભટ્ટે ઈ. સ. ૧૧૫૭માં કરાવેલ તીર્થોદ્ધારનો ઉલ્લેખ છે, અને જોકે સમરા સાહે ઈ. સ. ૧૩૫૧માં કરાવેલ પુનરુદ્ધારનો સીધો નિર્દેશ નથી, તો પણ “સમરાગર'ના પાર્શ્વનાથ ભવન (દસલ વિહાર)ના ઉલ્લેખથી કૃતિ ઈ. સ. ૧૩૧૫ બાદની ઠરે છે. અન્યથા સ્તવનકાર તો યુગાદિનું બિંબ જાવડિ સાહના સમયનું જ માનતા હોય તેમ લાગે છે; પણ પ્રથમ દૃષ્ટિએ સ્તવરચના ઈ. સ. ૧૩૧૩માં થયેલા તીર્થભંગ પછીની પરિસ્થિતિનું સૂચન કરે છે. (૨) સચિવેશ્વર વસ્તુપાળ અને તેમના લઘુબંધુ મંત્રી તેજપાલ ઈ. સ. ૧૨૨૧ થી લઈ ૧૨૩૨ સુધીના ગાળામાં શત્રુંજય પર કરાવેલ સ્તંભનકપુર-પાર્શ્વનાથ, ગિરનારાવતાર નેમિ, શકુનિકા-વિહાર, અને સત્યપુરાવતાર-વીરનાં ભવનો તેમ જ અષ્ટાપદ એવું નંદીશ્વરદ્વીપ અને પાલિતાણામાં નિ, ઐ, ભા. ૧-૩૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (લલિતાસરની પાળે વસ્તપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બંધુ તેજપાળ (શત્રુંજય પર અનુપમા સરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ શૃંગ પરના ‘પ્રથમાહત'ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઈ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસના ૧૩મા શતકના અંતે કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના ૧૩મા શતકના અંત બાદ થઈ હોવી ઘટે : અને સ્તોત્રકારે વર્ણવેલ ઘણાંખરાં મંદિરો ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર સમયે જે પુનર્નિર્મિત યા પુનરુદ્ધારિત થયેલાં તે જ હોઈ શકે. (૩) સમરા સાહના ઈસ. ૧૩૧૫ના ઉદ્ધાર પછી થોડાંક જ વર્ષોમાં, ઈ. સ. ૧૩૨૦-૨૫ના ગાળામાં, ત્યાં આગળ નિર્માયેલી “ખરતર વસહીનો તેમાં ઉલ્લેખ નથી. (આ ખરતર-વસહીનાં રચનાકૌશલ, એની સ્થાપત્યચારુતા અને વાસ્તવિગતો, તેમ જ ગુણવત્તા વિશે ૧૪મા શતકથી લઈ ૧૭મી સદી સુધીના લગભગ બધા જ ચૈત્યપરિપાટીકારો પરિપાટીની મર્યાદામાં રહી, કહી શકાય તેટલું કહી છૂટ્યા છે.) આથી આ સ્તોત્ર ખરતરવસહીના નિર્માણકાળ પૂર્વેનું ઠરે છે. (૪) જિનપ્રભસૂરિએ સં. ૧૩૮૫ | ઈ. સ. ૧૩૨૯માં રચેલ શત્રુંજયકલ્પ અને આ પુંડરીકગિરિ શિખરિસ્તોત્ર વચ્ચે કેટલુંક ધ્યાન ખેંચે તેવું ભાષાગત અને તથ્યગત સામ્ય છે (જે મૂળપાઠની પાદટીપોમાં દર્શાવવામાં આવ્યું છે.) આ આશ્ચર્યજનક સમાનતા વિશે આ પળે વિશેષ વિચારવું ઘટે. જિનપ્રભસૂરિનો આ સુવિખ્યાત “કલ્પ” ઈ. સ. ૧૩૨૯માં પૂર્ણ થયો હોવા છતાં તેમાં અપાયેલી ચૈત્યવિષયક હકીકતો પ્રાયઃ ભંગ પૂર્વેની સ્થિતિનો નિર્દેશ કરે છે. સમરા સાહ અને તેમના સમકાલિકોએ ત્યાં પુનરુદ્ધાર વખતે શું શું કર્યું, તેમ જ પ્રસ્તુત ઉદ્ધાર પછી ત્યા થોડા સમયમાં જ બનેલી ખરતર-વસહી તથા ખરતરગચ્છાધિપતિ જિનકુશલસૂરિની આમાન્યવાળા શ્રાવકોએ સં. ૧૩૭૯-૮૨ (ઈ. સ. ૧૩૨૩-૨૬) વચ્ચે કરાવેલા મહત્ત્વપૂર્ણ જિનભવનો (જે આજે પણ વિદ્યમાન છે,) તેનો કલ્પમાં બિલકુલ ઉલ્લેખ નથી; કલ્પકાર જિનપ્રભસૂરિ પોતે ખરતરગચ્છની લઘુશાખાના એક અગ્રગણ્ય આચાર્ય હોવા છતાં! આથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તે કાળે વિદ્યમાન ચૈત્યો વિશે જે કંઈ લખ્યું છે તે તેઓએ ભંગ પૂર્વે કરેલી, કદાચ ૧૩મા શતકમાં અંતિમ વર્ષો દરમિયાન, કે ૧૪મા શતકનાં આરંભિક વર્ષોમાં કરેલી યાત્રા સમયે (અને નિવાસ સમયે) ત્યાં જે જોયું હશે તેનું યથાસ્કૃતિ અને યથાવત્ વર્ણન છે. આથી આપણા આ સ્તોત્રના કર્તાએ, અને જિનપ્રભસૂરિએ ગિરિવર પર જે જોયું હતું તેનો કાળ તદ્દન સમીપ આવી જાય છે. પણ આ નિર્ણય સામે એક અન્ય મુદ્દો છે તે પણ લક્ષમાં લેવો ઘટે. સ્તોત્રકાર આદીશ્વરના મંદિર પાસે વીસ વિહરમાન જિનના મંદિરનો ઉલ્લેખ કરે છે, જેનો વસ્તુપાળ Page #320 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા ૨૯૧ તેજપાળ તેમ જ મંત્રી પીથડ તેમ જ સંઘપતિ પેથડ (સંડેરવાળા) સંબંધી સાહિત્યમાં, કે જિનપ્રભસૂરિના “કલ્પમાં પણ ઉલ્લેખ નથી. ઉપકેશગચ્છીય કક્કસૂરિ વિરચિત નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ (સં. ૧૩૯૩ | ઈસ. ૧૩૩૭)માં સમરા સાહે કરાવેલ તીર્થોદ્ધારનું તાદશ અને વિગતપૂર્ણ વિવરણ કર્યું છે. તેમાં પાટણમાં ઉપાશ્રયે સમરા સાહ ઉકેશ-ગચ્છપતિ સિદ્ધસેનસૂરિને, પ્રતિષ્ઠા પૂર્વે ડુંગર પર જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં પોતે અને અન્ય શ્રાવકોએ શું શું કરાવ્યું, તેની વાત કરે છે; તેમાં તેઓ કહે છે કે “(આદિ)જિન (ભવનના)પાછળના ભાગમાં વિહરમાન અહંતોનું “નવું” ચૈત્ય પણ કરાવ્યું છે : યથા : तथा विहरमाणानामर्हतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्टतः ।। -नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४ /२०७ અહીં “નવા”નો અર્થ ‘પૂર્વે અસ્તિત્વમાં હતું નહીં તેવું કરીએ તો આ ચૈત્ય શત્રુંજય પર ભંગ પછી પહેલી જ વાર બન્યું એમ ઘટાવી શકાય; અને વાસ્તવમાં જો તેમ જ હોય તો સાંપ્રત સ્તોત્ર તેની નોંધ લેતું હોઈ, તે ઈ. સ. ૧૩૧૫ બાદનું હોવા વિશે એક વિશેષ પ્રમાણ મળી રહે. પણ જો તે ઈ. સ. ૧૩૧૫ પછી રચાયું હોય અને તેમાં ઉદ્ધાર દરમિયાન રચાયેલા આ સંભાવ્ય નવા મંદિરનો ઉલ્લેખ થઈ શકતો હોય, તો સમરા સાહના ઉદ્ધાર જેવી મહત્ત્વની બાબતનો સીધો ઉલ્લેખ કરવાનું કેમ રહી જાય? જો કે તે મુદ્દો તો કદાચ સ્તોત્રકારને એ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઠીક નહીં લાગ્યું તેટલું જ બતાવી રહે છે. “નવા” શબ્દથી પૂર્વનું ખંડિત થયેલું મંદિર ફરીને બતાવ્યું હોય તેમ પણ અભિપ્રેત હોઈ શકે. આના સમર્થનમાં પ્રબંધકાર અષ્ટાપદની થયેલી નવરચના વિશે જે કહે છે તે જોઈએ. અષ્ટાપદપ્રાસાદ આદીશ્વરની જમણી બાજુએ મૂળ વસ્તુપાળનો કરાવેલો હતો તેમ આપણે જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ { ઈ. સ. ૧૪૪૧) પરથી જાણીએ છીએ. જિનપ્રભસૂરિ પણ તે શકુનિચૈત્યની પાછળ હતું તેવો ઉલ્લેખ કરે છે : હવે આ અષ્ટાપદપ્રાસાદને પણ “નવો કરાવ્યો” એવું વિશેષાભિધાન પ્રબંધકાર કક્કસૂરિ આપે છે : तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक्त देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ॥ -नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४/२०४ આથી “નવા “શબ્દથી ‘અભિનવ પ્રાસાદ નહીં પણ મુસલમાનોએ તોડેલ અગાઉના મંદિરને કાઢી નાખી પુનરુદ્ધારમાં નવું જ દેવલ્પ ઊભું કરાવ્યાનો આશય અભિપ્રય માનવો ઘટે. આથી વીસ વિહરમાન જિનનું ભવન પણ ભંગ પૂર્વ હસ્તીમાં હતું તેમ માનવાને કારણે Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ રહે છે. ધર્મઘોષસૂરિના ગચ્છના આનંદસૂરિના શિષ્ય અમરપ્રભસૂરિની સં. ૧૩૨૬ | ઈ. સ. ૧૨૭૦ની કૃતિમાં “પત્યા તમ વિન્ટેનડ્ડન ગિનાન સીમંધરાનાદાનg" એવો ઉલ્લેખ આવતો હોઈ તીર્થભંગથી ૪૩ વર્ષે, અને વસ્તુપાલ-તેજપાલના જમાનાની પછી, વીસવિહરમાનનું મંદિર બંધાઈ ચૂક્યું જણાય છે. સ્તોત્રકાર ત્યાં ગયા ત્યારે તે મંદિર નવનિર્મિત રૂપે વિદ્યમાન હતું તેવો ઈગિતાર્થ નીકળી શકે. જોકે શત્રુંજય જેવા મહાતીર્થની યાત્રા જિનપ્રભસૂરિએ પોતાના પાછોતરા કાળમાં, ઈ. સ. ૧૩૨૯થી થોડુંક જ પહેલાં, કરી હોય તેમ માની શકવું મુશ્કેલ છે. આ યાત્રા તેમણે સાધુપણાની શરૂઆતનાં વર્ષોમાં જ કરી લીધી હોવી જોઈએ. તેમના કલ્પલેખનનો કાળ (જિનવિજયજી અંદરના પ્રમાણોથી અંદાજે છે તેમ) ઈસ. ૧૩૦૮ પહેલાં શરૂ થઈ ઈ. સ. ૧૩૨૯ વા ૧૩૩૩ પછી પણ ચાલુ રહ્યો હશે. એમ લાગે છે કે તેઓ શત્રુંજય પર યાત્રાર્થે પોતાના સાધુપણાનાં આગલાં વર્ષોમાં અને એથી ૧૩મા શતકનાં અંતિમ વર્ષો આસપાસ ગયા હશે કે પછી ૧૪મા શતકની શરૂઆતમાં. તીર્થભંગ અને પુનરુદ્ધાર વિશે તેમણે જે લખ્યું છે તે તેમના “શત્રુંજયકલ્પ”ને છેવાડે જ આવે છે, અને તે ત્યાં “તાજા કલમ” (postscript) રૂપે હોય તેવો ભાસ ઊઠે છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર પર્વત પર ગયા ત્યારે વીસ વિહરમાનનું એ મંદિર ફરીને બની ચૂકેલું તે નિર્વિવાદ છે. એથી સ્તોત્રકાર ત્યાં જિનપ્રભસૂરિ ગયા તે પછીના (જો કે સમીપના) કાળમાં, તીર્થના પુનરુદ્ધાર બાદ, ગયા હશે અને ત્યારે તેમણે એ વીસ વિહરમાન જિનનું મંદિર જોયું હશે : અને જિનપ્રભસૂરિ આ મંદિરની નોંધ લેવી ભૂલી ગયા લાગે છે. સ્તોત્ર, વર્ણિત ચૈત્યોના પહાડ પર પ્રસ્તુત કાળ-ખંડની પરિસ્થિતિ રજૂ કરતું હોવાથી સંભાવના સ્થાપિત કરીએ તો તે અનુચિત નહીં ગણાય; અને એથી સ્તોત્રકારની વિદ્યમાનતાનો કાળ ૧૩મા શતકના અંતિમ ચરણથી લઈ ચૌદમા શતકના પહેલા ચરણનાં વર્ષોમાં હોવાનું માની શકાય. હવે છેલ્લો મુદ્દો જોવાનો છે તે જિનપ્રભસૂરિ વિરચિત “શત્રુંજય તીર્થલ્પઅને આ “પારિવાટિકા” વચ્ચે રજૂઆતમાં દેખાતું સામ્ય. ઘડીભર એમ લાગે કે બેમાંથી એક બીજાની કૃતિ જોઈ હશે. જો સ્તોત્રકારે “કલ્પ” જોયો હોય તો તે ૧૩૩૩ બાદ કેટલોક કાળ વીત્યે જ બની શક્યું હોય. પણ ખરેખર કલ્પ તેમને ઉપલબ્ધ હોય તો તેમાં બીજી કેટલીક ઉપયોગી વાતો છે તેનો પણ સમાવેશ સ્તોત્રમાં થયો હોત. ઊલટ પણે સ્તોત્રને જો જિનપ્રભસૂરિએ જોયું હોત તો સ્તોત્રમાં આપેલ વીસવિહરમાનજિનના મંદિરની નોંધ લેવી તેઓ ચૂકે નહીં. બંનેના કથન વચ્ચે સમાનતા દેખાવાનાં કારણોમાં તો સામગ્રીની સમાનતા, ડુંગર પર અવસ્થિત દેવભવનોનાં પારસ્પરિક સુનિશ્ચિત સ્થાન, અને ખાસ કરીને આદીશ્વરની ટૂકનો પ્રદક્ષિણાક્રમથી નિશ્ચિત બનતો, પરંપરાગત ભટ્રણમાર્ગ અને બન્ને લેખકોનું સમકાલ– ઇત્યાદિ કામ કરી ગયા હશે તેમ માનીએ તો તે અવાસ્તવિક નહીં ગણાય. Page #322 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા' આ સ્તોત્રના કર્તા કોણ હશે તે વિશે વિચાર કરવાનો કેટલાક કારણોસ૨ અવકાશ રહે છે. યુગપ્રધાન આચાર્યવર સોમસુંદરસૂરિના અર્બુદગિરિકલ્પના (સ્વ.) મુનિવર્યશ્રી કલ્યાણવિજયજી દ્વારા ઉદ્ધૃત પઘો જોતાં પુંડરીકશિખરિસ્તોત્ર અને પ્રસ્તુત કલ્પનાં ભાષા, ધ્વનિ, છંદોલય અને સંરચનામાં આશ્ચર્યજનક સામ્ય જોવા મળે છે. સંદર્ભગત પદ્યો અહીં આગળ કશું કહેતા પહેલાં તુલનાર્થે ઉદ્ધારીશ : નાગેન્દ્ર-ચન્દ્ર-પ્રમુđ: પ્રથિતપ્રતિષ્ઠ: श्री नाभिसम्भवजिनाधिपतिर्मदीयम् । सौवर्णमौलिरिव मौलिमलंकरोति श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥ १० ॥ श्रीनेमिमन्दिरमिदं वसुदन्ति भानु वर्षे कषोपलमयप्रतिमाभिरामम् । श्रीवस्तुपाल सचिवस्तनुजे स्म यत्र श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ॥१५॥ चैत्येऽत्र लुणिगवसत्यभिधानके पंचाशता समधिका द्रविणस्य लक्षैः । कोटीर्विवेच सचिवस्त्रिगुणश्चतस्रः । श्रीमानसौ विजयतेऽर्बुदशैलराजः ||१६|| કલ્પમાં પદ્યાત્તે આવતું છેલ્લું પદ શ્રીમાનસૌ વિનયતેવુંશૈતાન: ‘શિખરીસ્તોત્ર’ના અંતિમ ચરણ શ્રીમાનસૌ વિનયતાં શિરિપુઙરી: ના પ્રતિઘોષ શો ભાસે છે. એક ક્ષણ તો ભ્રમ પણ થાય કે પુંડરીકશિખરીસ્તોત્ર પણ ‘સોમસુંદરસૂરિ-કર્તૃક હશે : અને સૂરીશ્વરની સાધુપણામાં વિદ્યમાનતાનો કાળ વિ. સં. ૧૪૫૨-૧૪૯૯ / ઈ. સ. ૧૩૯૬-૧૪૪૩નો હોઈ પ્રસ્તુત પરિપાટીકાસ્તોત્ર ૧૫મા શતકના પૂર્વાર્ધમાં અને ઈ. સ. ૧૪૪૩ પૂર્વે ક્યારેક રચાયું હશે. હવે જો એમ જ હોય તો તેમાં શત્રુંજય પરની ૧૪મા શતકની ખાસ રચનાઓ—ખરતરવસહી, છીપાવસહી, ટોટરાવિહાર, મોલ્હાવસહી, ઇત્યાદિ—નો, તેમ જ ૧૪મા શતકના આરંભમાં થયેલ તીર્થભંગ અને પુનરુદ્ધારનો કેમ બિલકુલ ઉલ્લેખ નથી ? આથી તારતમ્ય એટલું જ નીકળે કે વાસ્તવમાં તો આચાર્યપ્રવર સોમસુંદરસૂરિએ પૂર્વે રચાઈ ગયેલ પુંડરીકશિખરીસ્તોત્ર પોતાના અર્બુદગિરિકલ્પ માટે આદર્શ રૂપ રાખી રચના કરી છે. આથી પુંડરીકશિખરીસ્તોત્ર ૧૫મા શતક પૂર્વેનું સહેજે ઠરવા ઉપરાંત, તે એક મહાન સારસ્વતને પ્રભાવિત કરવા, પ્રેરવા જેટલી ગુણવત્તા ધરાવતું હોવાનું પણ સિદ્ધ થાય છે ! ઉપલા તર્કને સમર્થન દેતી વાત આપણને ૧૫મા શતકની બે અન્ય સુપ્રસિદ્ધ ગ્રંથરચના અંતર્ગત મળતાં તેનાં અવતરણો અન્વયે મળી રહે છે. ૨૯૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તેમાં એક તો છે સં. ૧૫૦૩ / ઈ. સ. ૧૪૪૭માં રચાયેલ સોમધર્મગણિનો ઉપદેશસતતિ ગ્રંથ, જેમાં સાંપ્રત સ્તોત્રના પાંચમા પદ્યને “યતઃ” કહી ઉદ્ધત કરેલું જોવા મળે છે. બીજો સંદર્ભ છે રત્નમંદિરગણિના સં. ૧૫૧૭ | ઈ. સ. ૧૪૬૧ આસપાસ રચાયેલા ઉપદેશતરંગિણી ગ્રંથમાં૧૪ : તેમાં અહીંના પદ્ય “૮” નાં પ્રથમ ત્રણ ચરણ સાથે પદ્ય “૧૧’નું ત્રીજું પદ (ત્યાં ચોથા ચરણરૂપે) ઉમેરીને અવતરણરૂપે ઘુસાડેલું છે. આ તથ્યો જોતાં એક વાત તદ્દન સ્પષ્ટ રહે છે કે આ સ્તોત્ર ૧પમા શતકમાં સારી રીતે પ્રચારમાં હશે અને એ યુગના તપાગચ્છના વિદ્ સૂરિપ્રવરો તેને શત્રુંજયતીર્થ પરની પ્રમાણભૂત રચના માનતા હશે. ઉપર્યુક્ત ચર્ચાથી તો વિશેષ કરીને પરિપાટીસ્તોત્રની ઉત્તરસીમા જ નિશ્ચિત થાય છે, તેના કર્તા કોણ છે તે વિશે ભાળ મળતી નથી. કિંતુ પ્રસ્તુત વિષયને પ્રકાશિત કરતું એક પ્રમાણ તાજેતરમાં લભ્ય બન્યું છે. પં. બાબુભાઈ સવચંદ શાહ દ્વારા સંપાદિત કોઈ વિજયચંદ્રનું સંસ્કૃતમાં રચાયેલ રેવતાચલપરિપાટીસ્તવન પ્રકાશિત થયું છે. તેની શૈલી બિલકુલ આપણા પુંડરીકશિખરીસ્તવને મળતી જ છે. પ્રસ્તુત સ્તવન પણ વસંતતિલકા વૃત્તમાં નિબદ્ધ છે અને ત્યાં છેલ્લા (૨૧મા) પદ્યમાં છંદોભેદ પણ કરેલો છે. પહેલું અને છેલ્લું પદ્ય છોડતાં બાકીના સૌમાં ચોથું ચરણ "શ્રીમાન વિનયતાં રિઝયન્ત” છે, જે વસ્તુ પણ શત્રુંજયવાળા સ્તવનું અનુકરણ દર્શાવી રહે છે. અહીં તેનાં થોડાંક ઉપયુક્ત પદ્યો ઉદ્ધત કરીશુંઃ (છેલ્લામાં કર્તાનું અભિયાન સૂચિત થયેલું છે.) राजीमतीयुवतिमानसराजहंसः श्रीयादवप्रथितवंशशिरोवतंसः । नेमिनिजांघ्रिकमलैर्यमलंचकार श्रीरैवतगिरिपति तमहं स्तवीमि ।। त्रैलोक्यलोकशुचिलोचनलोभनीये नेमीश्वरे जिनवरे किल यत्र दृष्टे । चेतः प्रसीदति विषीदति दुःखराशिः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। अष्टापद प्रभृतिकीर्तनकीर्तनीये श्री वस्तुपालसचिवाधिपतेविहारे । यत्र स्वयं निवसति प्रथमो जिनेन्द्रः श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। सिंहासना वरसुवर्ण-सुवर्णदेह । पुष्पन्धयी पदपयोरुहि नेमिभर्तुः Page #324 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા ૨૯૫ यत्राम्बिका वितनुते किल सङ्घरक्षां श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ।। इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणिविश्वाम्भोजविकासवासरमणिस्त्रैलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्रीनेमिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकर्मच्छिदे ।। પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં. બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત છે; કાળનિર્ણય માટે બીજો પણ મુદ્દો છે. “ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા” અપરનામ “શ્રીપુંડરીકશિખરીસ્તવ”, જો કે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા. મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)પ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે.” પ્રસ્તુત બંને કૃતિઓ એક કર્તક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બંને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કોઈ આપત્તિ નથી....” “રચયિતાએ પોતાના ગચ્છ કે ગુર્નાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે ૨૧માં શ્લોકમાં “સેવ્ય: સૈs તમોવિતાવિયે વન્દ્રોઃ મૂપિ .” આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ “વિજયચંદ્રસૂરિ હોવાનું નિશ્ચિત થાય છે.” “વિજયચંદ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અઘાવધિ અજ્ઞાત વિજયચંદ્ર જણાય છે.” પં. બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદનુસાર પુંડરીકશિખરીસ્તવના કર્તા પણ વિજયચંદ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઈસ્વી ૧૩૧૫-૧૩૨૦ના અરસાનો, એટલે કે સમરાશાહના ઈસ. ૧૩૧૫ના પુનરુદ્ધાર અને ખરતરવસહીની રચના(પ્રાયઃ ઈસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે. ટિપ્પણો : ૧. આ વિશે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં. ૨. એજન. ૩. એજન. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ૪. બંને પંડિતવર્યોનો અહીં સહર્ષ આભાર માનું છું. ૫. પ્રત નં. ૧૨૧૩૨. મૂળ પ્રતિ ધીરવા બદલ પાટણસ્થ શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારનો આભાર માનું છું. પ્રત ત્યાં મૂળે કાંતિવિજયજી જૈન ભંડારની છે. ૬. એકાદ જોડણીદોષ સારીયે ‘B’ પ્રતમાં એકસરખો ચાલ્યો આવે છે : જેમ કે “ગિરિ’ ને બદલે ‘ગરિ' આ લહિયાની પોતાની ખાસિયત જણાય છે. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૭. મમ્માણી ખાણના, ધવલ મમ્માણશિલાના, ઉલ્લેખ ૧૩મા-૧૪મા શતકના અને તે પછીના ચૈત્યવિષયક સાહિત્યમાં આવતો રહે છે. પ્રસ્તુત ખાણ તે અધુનાપ્રસિદ્ધ મકરાણાની ખાણ છે. ૮. જિનપ્રભસૂરિ પણ ઇંદ્રમંડપનો કે પ્રતોલીનો ઉલ્લેખ કરતા નથી. અહીં અનુપમાસરોવર વિશે કહ્યું છે, પણ તે તો ત્યાં તેના વિશિષ્ટ સંદર્ભને કારણે હોય તેમ લાગે છે. ૯. આના વિશે એ સર્વ પ્રમાણો સાથે ચર્ચા ઉપરકથિત અંગ્રેજી પુસ્તકમાં આવશે; તેથી એ મુદ્દા પર અહીં વિસ્તાર અનાવશ્યક છે. ૧૦. જુઓ નાભિનંદનજિનોદ્વારપ્રબંધ, સં. પં. ભગવાનદાસ હરખચંદ, અમદાવાદ વિ. સં. ૧૯૮૫, તથા પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધી, ઐતિહાસિક લેખસંગ્રહ, વડોદરા ૧૯૬૩,પૃ. ૫૪૦. ૧૧. જુઓ, આ ગ્રંથમાં મારા દ્વારા સંપાદિત અમરપ્રભસૂરિનું “શત્રુંજય ચૈત્ય પરિપાટી સ્તોત્ર.” ૧૨.વિવિધ તીર્થ૫, સં૰ જિનવિજય, સિંઘી જૈન ગ્રંથમાલા, શાંતિનિકેતન ૧૯૩૪, પૃ. ૨. ૧૩. જુઓ એમનો લેખ, “આવુ તૌર્થ ી પ્રાચીનતા, પ્રવન્ધ-પારિજ્ઞાત, અજમેર ૧૯૬૬, પૃ॰ ૩૧૧-૩૧૩. સુરીશ્વરનો પૂરો ‘અર્જુગિરિન્ત્ય' મને ઉપલબ્ધ બન્યો નથી. એ છપાયો છે કે કેમ તે વિશે માહિતી મળી શકી નથી. .. ૧૪. સં. મુનિ ચતુરવિજયજી, (પ્ર. જૈન આત્માનંદ સભા), ભાવનગર વિ૰ સં. ૧૯૭૧ (ઈ. સ. ૧૯૫૬), પૃ ૩૨. ૧૫. પ્ર યશોવિજયજી ગ્રંથમાલા, વારાણસી વી૨ સં ૨૪૩૭ (ઈ. સ. ૧૯૧૦), પૃ. ૧૩૨. પં. લાલચંદ ગાંધીએ આ બન્ને અવતરણો મૂળ ગ્રંથોના અભિપ્રાય રૂપે ટાંક્યાં છે, પણ વસ્તુતઃ સંદર્ભગત શ્લોકો આપણા આ સ્તોત્રના છે. (જુઓ, એમના સમુચ્ચય ગ્રંથ ઐતિહાસિક લેખસંગ્રહ અંતર્ગત “શ્રી શત્રુંજયતીર્થનો ઉદ્ધારક સમરસિંહ”, વડોદરા ૧૯૬૩, પૃ. ૫૨૪ (પાદટીપ ૩) તથા પૃ× ૫૨૮ (પાદટીપ ૧૦). ૧૬. “શ્રી વિજયચંદ્રસૂરિવિરચિત શ્રીરૈવતાચલ ચૈત્યપરિપાટી સ્તવન,” Aspects of Jainology, vol II, Pt. Bechardas Doshi Commemoration Volume, Varanasi 1987, Gujarati Section, પૃ ૧૧૭-૧૧૨. ૧૭. એજન, પૃ ૧૨૨ ત્યાં સ્રગ્ધરાછંદનો પ્રયોગ થયેલો છે. ૧૮. એજન, પૃ ૧૧૭. ૧૯. ૨૦, ૨૧. એજન. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા' श्रीपुण्डरीकशिखरिस्तोत्रम् (श्रीशत्रुञ्जयचैत्यपरिपाटी) (वसन्ततिलका) ननेन्द्रमण्डलमणीमयमौलिमालामीलन्मरीचिचयचुम्बितपादपीठम् । नत्वा युगादिजिनमादिमतीर्थराजं शत्रुञ्जये गिरिपतिं प्रयतः स्तवीमि ॥१॥ पुण्यं चिनोति नरजन्मफलं तनोति पापं लुनाति नयनानि सतां पुनाति । दूरेऽपि दर्शनपथं समुपागतो यः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२॥ श्रीपादलिप्तपुरपावनपार्श्वनाथ श्रीवर्धमानजिनराजयुगं नमन्ति । नेमीश्वरं च भविका यदधोविभागे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥३॥ श्रृङ्गं च यस्य भविका अधिरुढवन्तः प्रासादपङ्किममलामवलोकयन्तः । लोकोत्तरं किमपि सौख्यमहो ! लभन्ते श्रीमानसौ विजयतां गिरिपुण्डरिकः ॥४॥ लक्षत्रयीविरहिता द्रविणस्य कोटीस्तिस्रो विविच्य किल वाग्भटमन्त्रिराजः । यस्मिन्युगादिजिनमंदिरमुद्दधार' श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ।।५।। कर्पूरपूरधवला किल यत्र द्रष्टा मूर्तिः प्रभोर्जिनगृहे प्रथमप्रवेशे । सम्यग्दृशाममृतपारणमातनोति२ . श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥६॥ नि. . मा. १-3८ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ श्रीमूलनायकजिनः प्रणत: स्तुतो वा संपूजितश्च भविकैर्भवकोटिबद्धम् । यत्रोच्छिनत्ति सहसा किल कर्मजालं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥७॥ अष्टोत्तरे च किल वर्षशते व्यतीते श्रीविक्रमादथ बहुद्रविणव्ययेन । यत्र न्यवीविशत जावडिरादिदेवं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥८॥ मम्माणनाममणिशैलतटीसमुत्थज्योतीरसाख्यवररत्नमयश्च यत्र । दृष्टोप्यपूर्व इव भाति युगादिदेवः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥९॥ यत्राचिते भगवतीह करौ कृतार्थों वाणी स्तुते च सफला प्रणते च भालम् । द्रष्टव्यदर्शनफले नयने च दृष्टे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१०॥ यत्रादिमो भगवतः किल दक्षिणाङ्गे वामे च जावडिनिवेशितमूर्तिरन्यः । श्रीपुण्डरीकयुगलं भवभीतिभेदी श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥११॥ यत्राद्यदेवगृहदक्षिणबाहुसंस्थं श्रीपार्श्वनाथभवनं समरागरस्य ।। पुण्यप्रकर्षमिवविश्वकृतः प्रमोदं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१२॥ इक्ष्वाकु-वृष्णिकुलजामुनिकोटिकोट्यः संख्यातिगाः शिवसुखश्रियमत्र भेजुः । इत्याह यत्र तिलकं किल कोटिकोट्यः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१३।। Page #328 -------------------------------------------------------------------------- ________________ ‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર’ અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા' चन्द्रानन-प्रभृतिनित्यजिनान्वितानां सद्विशतेर्विहरतां जिनपुङ्गवानाम् । यत्रोच्चकैर्भुवनमस्ति निरस्तदोषं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||१४|| पञ्चापि पाण्डुतनया सहिता जनन्या कुन्ताख्यया शिवमगुः शिखरे यदीये । तन्मूर्त्तयः षडिति शासति यत्र लेप्याः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||१५|| यत्र प्रियालुरिति चैत्यतरुश्चिरंतः श्रीसंघ पुण्यमहिमाद्भुत दुग्धवर्षाम् ।" शस्तं समस्त्यनुपमाख्यसरोवरं च श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||१६|| श्रीपादुकां भगवतः प्रणिपत्य यत्र भालस्थले तिलकिता नखजैर्मयूखैः । भव्या भवन्ति सुभगाः शिवसौख्यलक्ष्म्याः । श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||१७|| हिंसाजुषोऽपि पशवोऽपि मयूरमुख्याः स्पृष्ट्वा यदीयशिखरं परिपूतदेहाः । आस्वादयन्ते तरसा सुरसंपदोऽपि श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥१८॥ द्वाविंशतिर्जिनवरा अजितादयस्ते स्वस्वप्रभान्वितसपादुकलेप्यबिम्बैः । अत्रैयरुः श्रुतिमति द्रढयन्ति यत्र श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥ १९ ॥ वामे च पार्श्व इह सत्यपुरावतारः स्याद् दक्षिणे शकुनिकाङ्कितः सद्विहारः । अष्टापदो भगवतः किल यत्र पृष्ठे श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२०|| ૨૯૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ 300 નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ नन्दीश्वरस्य गिरिनारगिरीश्वरस्य श्रीस्तम्भनस्य भविका अवतारतीर्थम् । संवीक्ष्य यत्र परमां मुदमुद्वहन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥२१॥ स्वर्गाधिरोहभवने जगतां कृपालु - यंत्र प्रभुर्विनमिना नमिना च सेव्यः । तत्खड्ग- बिम्बनकृताऽपररूपयुग्मः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२२|| श्रीषोडशो जिनपतिः प्रथमो जिनेश: श्रेयांसनेमिजिनवीरजिनेन्द्रमुख्याः । श्रृङ्गद्वितीयमिह यत्र पवित्रयन्ति श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२३|| त्रैलोक्यलोचनचकोरक चन्द्रिकाभा सुस्वामिनी शिवगता मरुदेवीनाम्नी । यत्र प्रयच्छति निजं सुखसंविभागं श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ||२४|| यत्रैष भव्यजनकल्पितकल्पवृक्षश्रीसङ्घरक्षणमहर्निशबद्धकक्षः । अष्टासु दिक्षु वितनोति कपर्दियक्षः श्रीमानसौ विजयतां गिरिपुण्डरीकः ॥ २५ ॥ ( शार्दूलविक्रीडितम्) इत्येवंविधपुण्डरीकशिखरीस्तोत्रं पवित्रं मुदा श्रीमन्नाभिनरेन्द्रनन्दनजिन ध्यानैकतानव्रतः । श्रद्धाबन्धुरमानसः पठति यः सन्ध्याद्वये नित्यशः स्थानस्थोपि निरन्तरं स लभते सत्तीर्थयात्राफलम् ||२६|| ॥ इति श्रीशत्रुञ्जय - चैत्यपरिपाटी समाप्ताः || “B” ॥ इति श्री शत्रुञ्जय महातीर्थपरिपाटीका समाप्ताः ॥ “A” Page #330 -------------------------------------------------------------------------- ________________ “શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા' 30१ तथा च श्री शत्रुञ्जयतीर्थकल्पे श्री जिनप्रभसूरिभिः १.तिस्रः कोटीस्त्रिलक्षोना व्ययित्वा वसु वाग्भटः । मन्त्रीश्वरो युगादीशप्रासादमुददीधरत् ॥६९।। २.दृष्टैव तीर्थप्रथमप्रवेशेऽत्रादिमार्हतः। विशदा मूर्तिराधत्ते दृशोरमृतपारणम् ॥७०।। इतिश्री जिनप्रभसूरि कृते शत्रुञ्जयतीर्थकल्पे ३. श्रीजिनप्रभसूरिभिः अष्टोत्तरे वर्षशतेऽतीते श्रीविक्रमादिह । बहुद्रव्यव्ययाद् बिम्बं जावडि: स न्यवीविशत् ॥७१।। ४. तथा च भास्वरद्युतिमम्माणमणिशैलतटोत्थितम् । ज्योतीरसाख्यं यद्रत्नं तत्तेन घटितं किल ॥७२॥ ५.दक्षिणाङ्गे भगवतः पुण्डरीक इहादिमः । वामाङ्गे दीप्यते तस्य जावडिस्थापितोऽपरः ॥८४॥ इत्याह श्रीजिनप्रभसूरिः ६.तथा च इक्ष्वाकु-वृष्णिवंश्यानामसंख्याः कोटिकोटयः । अत्र सिद्धाः कोटिकोटीतिलकं सूचयत्यदः ॥८४॥ ७. पाण्डवाः पञ्च कुन्ती च तन्माता च शिवं ययुः । इति शासति तीर्थेऽत्र षडेषां लेप्यमूर्तयः ॥८६।। ८. तथा च राजादनश्चैत्यशाखी श्रीसङ्घाद्भुतभाग्यतः । दुग्धं वर्षति पीयूषमिव चन्द्रकरोत्करैः ।।८७।। ९. द्वाविंशतेजिनेन्द्राणां यथाख्यं पादुकायुता । भात्यत्रायतनश्रेणी लेप्यनिर्मितबिम्बयुक् ॥२०॥ इत्याह श्री जिनप्रभसूरिः Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત ‘શ્રી સેત્તુજ ચેત્તપ્રવાડિ’ સં ૧૪૭૭ / ઈ. સ. ૧૪૨૧માં અમદાવાદના સુલતાન અહમદશાહનું ફરમાન લઈ સંઘવી ગુણરાજે કાઢેલ સંઘ' પછી મોટા પ્રમાણમાં યાત્રિકો અને યાત્રાર્થે સંઘો શત્રુંજયતીર્થના દર્શનાર્થે નીકળ્યા હશે. તેનું એક પ્રમાણ તો ૧૫મા સૈકામાં મોટી સંખ્યામાં રચાયેલી મળતી પ્રસ્તુત તીર્થને અનુલક્ષિત ચૈત્યપરિપાટીઓ દ્વારા મળી રહે છે. બૃહદ્ ચૈત્યપરિપાટીઓ-તીર્થમાલાઓ બનાવનારમાંથી પણ ઘણા ખરા શત્રુંજયતીર્થ ગયા હોય તેમ લાગે છે, અને પ્રસ્તુત મહાતીર્થ પ્રતિ અત્યધિક ભાવ અને આદર દર્શાવતા, તેમ જ ત્યાં અવસ્થિત જિનભવનોનું અન્ય તીર્થસ્થાનોનાં મંદિરોને મુકાબલે કંઈક વિશેષ વિવરણ કરતા જણાયા છે. તીર્થરાજ સંબંધી અહીં પ્રસ્તુત કરેલી અને અદ્યાવધિ અપ્રકાશિત ચૈત્યપરિપાટી કેટલીક અન્ય તત્સમાન રચનાઓની જેમ અનામી કર્તાની નથી. તે વિશે અહીં આગળ ઉપર જોઈશું. દુહા છંદમાં ૨૯ કડીમાં વહેંચાઈ જતા આ ચૈત્યપરિપાટિ તેની વસ્તુની રજૂઆતમાં તેમ જ વિગતોમાં શત્રુંજય પરની અન્ય સમકાલીન કહી શકાય તેવી રચનાઓ સાથે સાદેશ્ય ધરાવે છે. કૃતિમાં કાવ્યતત્ત્વનો પ્રાયઃ અભાવ તેમાં અન્યથા પ્રાપ્ત ઉપયોગી વિગતોને કારણે સરભર થઈ જાય છે. શત્રુંજયતીર્થના ઇતિહાસશોધનને નિસબત છે ત્યાં સુધી તો આ પરિપાટીથી એક વિશેષ સાક્ષ્ય અને સાધન સાંપડી રહે છે. કૃતિનો પાઠ બે હસ્તપ્રત ઉપરથી તૈયાર કર્યો છે. તેમાં પ્રથમ (A) લા. દ. ભા સં. વિ. માં મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહની છે : (નવો ક્રમાંક ૧૫૪૯). લિપિ પરથી પ્રતનો કાળ ૧૫મા શતકનો મધ્યભાગ હોવાનું નિર્ણીત થાય છે. બીજી ગુટકાકાર (ઉ) પ્રત પણ પ્રકૃત સંગ્રહની છે; તેનો ક્રમાંક ૮૪૮૮ છે. તેમાં કહ્યા મુજબ તેના રચિયતા સોમપ્રભ ગણિ છે. પુંડરીકશિખરીસ્તોત્રકાર તેમ જ કેટલાક અન્ય પરિપાટીકારોની જેમ અહીં રચિયતા તીર્થવર્ણન માટે નીચેથી ઉપર જતા, મરુદેવીની ટૂકથી પ્રારંભતા, પ્રણાલિકાગત યાત્રામાર્ગને અનુસરવાને બદલે ઊલટો ક્રમ અપનાવે છે, અને પોતાનું કથન તીર્થનાયક શ્રીયુગાદિદેવના ભવનથી શરૂ કરે છે. આ પરિપાટી સૌ કોઈને ગાવા માટે રચી હોવાનો આશય ‘નમીસુ (મિશું)' ‘લેઈસુ (લેશું)' ઇત્યાદિ પ્રયોગોથી સૂચિત થાય છે. શત્રુંજય ચડ્યા પછી (૧) કવિ-યાત્રી સૌ પ્રથમ ‘રિસહેસર’(ઋષભદેવ)ના ‘સી(સિ)લમઉ’(શિલામય) બિંબનું સ્નાન-વિલેપન-પૂજન-સ્તવન કરી, આદિ જિનેશ્વરને જોયાથી હૈયે હરખ માતો નથી ને લોચનમાંથી અમીરસ ઝરી પાપમળ જતો રહેતો હોવાનું કહે છે (૨-૩), કવિ તે પછી ઉમેરે છે કે જિનવર આગળ નાચીશું, (જિનવરના) ગુણ ગાઈશું, કુગતિનું દ્વાર રૂંધીશું, ને સ્વજીવનને સફળ કરીશું (૪). આદિજિનની પાસે રહેલ કોટાકોટિ Page #332 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેતુજ ચેત્તપ્રવાડિ’ ૩૦૩ મુનિઓ સાથે સિદ્ધગતિ પામેલ ગણધર પુંડરીકની મૂર્તિની “જોડલી' ને નમીને ભવ પાર ઊતરવાની આશા વ્યક્ત કરે છે (૫). મંડપમાં બેસાડેલ “રિસહજિર્ણોદ (ઋષભ જિનેન્દ્ર)ને જુહારી, (ચક્રીશ્વર) ભરત પ્રસ્થાપિત “યુગાદિદેવને જોઈને ભવદુઃખ પાર પાડે છે તેમ કહી (૬), આગળ કહેતા ત્યાં રહેલા–સિદ્ધ રમણી (મુક્તિ)દેવાવાળા–“ઊભા (ખજ્ઞાસન) અને “બઈઠા' (પદ્માસન મુદ્રામાં) સ્થિત સૌ જિનવર-બિંબોને નમે છે (૭). તે પછી દક્ષિણ બાજુની દેરીમાં “ચોવીસ જિન બિંબ,” “સાચોરીવીર' (૮), ત્રણ ભૂમિના આલયમાં સ્થિત “કોડાકોડિ જિણવર' (કોટાકોટિ જિન), તે પછી આવાગમન (ભવભ્રમણ) નિવારનાર “પાંચ પાંડવ' (૯), તેની પાછળ રહેલ જગતનું પહેલું તીર્થ “અષ્ટાપદ' અને તેમાં રહેલા ચોવીસ જિનને વંદના દે છે. (૧૦) ત્યારબાદ “રાયણ' હેઠળ રહેલ આદિ જિનના “પાય' (પગલાં) અને દૂધ વર્ષાવતી રાયણના દૂધમાં કાયા ઝબોળી (૧૧), આગળ વધતાં ડાબી બાજુ રહેલ લેપમયી “જિન” અને “જિન પગલાં' (૧૨), તે પછી “સમલિયા વિહાર (ભૃગુપુરાવતાર)માં ૨૦મા જિન મુનિસુવ્રત'ને નમી ત્યાં રહેલા સર્વ જિનબિંબોને પારિપાટીકાર વંદના દે છે (૧૩), ત્યાંથી “સીહદુવાર (સિંહદ્વાર, બલાણક) પાસે આવી જિનને(યુગાદિદેવ)ને ફરીથી પગેલગણ કરી (૧૪), હવે “ખરતરવસહી'માં આવે છે. પરિપાટિકાર એને દેવીએ નિર્માણ કરી હોય તેવી સુસાર-ચારુ (રચના) કહે છે (૧૫). વિશેષમાં કહે છે કે એને દેખતાં જનમન મોહી જાય અને અનિમેષ નેત્રે જાણે જોઈ જ રહીએ; (તેમાં) થોડામાં ઘણાં) તીરથ એમાં અવતર્યા છે, સમાવ્યાં છે (૧૬). આ નવનિર્મિત નિવેશના ગર્ભગૃહમાં આદિ જિનને કવિયાત્રી નમે છે. તે પછી (શિષ્ય) પરિવાર સાથે બેઠેલી જિનરત્નસૂરિર (ની મૂર્તિ) મંડપમાં છે તેવો ઉલ્લેખ કરે છે (૧૭), ત્યારબાદ ત્યાં ૨૩મા જિન ‘સ્તંભનપુરાવતાર' (શ્રી પાર્શ્વ), “લ્યાણત્રય” “સમેત નેમિજિન'(૧૮), “બહોંતર દેવકુલી'માં જિનવર-દેવનાં બિંબ, “અષ્ટાપદ' અને “સમેતશિખર તીર્થ (૧૯), મઠધારે ઓરડીમાં (વાસ્તવમાં ગોખલામાં) “ગુરુમૂર્તિ,” ને મંડપમાં “ગૌતમ ગણધર'ને નમે છે (૨૦), (ખરતરવસહીની બહાર આવ્યા બાદ એટલામાં) વિમલગિરિ પર (તેજપાળ મંત્રીએ) અવતારેલ રમ્ય “નંદીશ્વર ચૈત્યને વાંદી, કર્મ તૂટવાની વાત કવિ કહે છે (૨૧); તત્પશ્ચાત્ મંત્રીશ્વર વસ્તુપાળ કારિત) “ઇન્દ્રમંડપ' ભણી પરિપાટિકાર વળે છે (૨૨), (ને પછી પાસે રહેલ) શ્યામલવર્ણ અને સલૂણ તનવાળા “નેમિનાથના “ગિરનારાવતાર' મંદિરમાં જઈ ત્યાં “સંબપજૂન (સાંબ અને પ્રદ્યુમ્ન)ને પૂજે છે (૨૩). પોળ (વાઘણપોળ) પાસે ડાબી બાજુ “સ્તંભનનિવેશ'(તંભનપુરાવતાર પાશ્વ)ને નમસ્કારી, આગળ (અનુપમાં સરોવરને કાંઠે રહેલ) “નમિ-વિનમિ સેવિત ઋષભ જિન” વાળા “સ્વર્ગારોહણ(ચૈત્ય)માં થઈ (૨૪), દક્ષિણ છંગે રહેલ “મોલ્હાવસતિમાં ચોવીસ જિનને નમે છે; તે પછી ‘ટોટરા વિહાર'માં પ્રથમ જિનને પ્રણમવા જઈ (૨૫), ત્યાંથી “છીપાવસહિમાં “ઋષભજિન” “અભિનવ આદિજન', અને “કપર્દીયક્ષ'ના ભવનમાં, એમ બધે જિનબિંબોને નમે છે (૨૬). Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ તે પછી ૧૬મા “શાંતિ જિનને પ્રણમી, જગસ્વામિની ગજારૂઢ “મરુદેવીની પૂજા કરી (૨૭), (નીચે ઊતરતાં તળેટી સમીપ) પાકના મુખ પાસે રહેલ “નેમિ જિનેશ્વર', લલિતા સરોવર ‘વીર જિન,” અને પાલિતાણામાં “પાર્થ જિનને નમવાની વાત કરે છે (૨૮). આ પછી પરિપાટિકાર યાત્રાફલ વિશે સમાપ્તિ-યોગ્ય ઉદ્ગારો કાઢી વક્તવ્ય પૂરું કરે છે (૨૯). અન્ય પરિપાટીઓમાં જેની કેટલીક વાર નોંધ લેતા જોવાય છે તે “અદબદજી(અદ્ભુત આદિનાથ’)ની મૂર્તિ, તેમ જ આદીશ્વર મૂળ ટૂંક સ્થિત “વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી; પણ એકંદરે તેમાં રહેલી કેટલીક નાની નાની વિગતો તીર્થમાં રહેલ પ્રાચીન મંદિરોના સ્થાનક્રમાદિ નિર્ણત કરવામાં મદદરૂપ નીવડે છે. કૃતિની ભાષા પર અપભ્રંશનો સ્પર્શ છે. રચયિતા સોમપ્રભગણિ કોણ હતા તેનો પત્તો લાગ્યો નથી. ૧૨મી-૧૩મી શતાબ્દીમાં બૃહદ્, નાગેન્દ્ર, પૌર્ણમિક, અને તપાગચ્છના મળી ચારેક સોમપ્રભ નામધારી મુનિઓ-સૂરિઓ થઈ ગયા છે પણ સાંપ્રત કૃતિના કર્તા એ તમામથી ભિન્ન એવા કોઈ ૧૪મી સદીના અંતભાગના કે ૧૫મી સદીના પ્રારંભ ગણિવર જણાય છે. ૧૪મા શતકના પૂર્વાર્ધમાં બંધાયેલાં મંદિરોનો આમાં ઉલ્લેખ હોઈ રચના તે પછીની હોવાનું સુનિશ્ચિત છે. વિશેષ નોંધ તા. ૩૧-૭-૯૯ના કલકત્તાથી શ્રીયુત્ ભંવરલાલ નાહટાના લખેલા પત્રમાં કહ્યા મુજબ આ ચૈત્યપરિપાટીના કર્તા ખરતરગચ્છના આચાર્ય જિનકુશલસૂરિશિષ્ય સોમપ્રભ છે, જેમને સં. ૧૪૦૬માં ગણિપદ અને સં. ૧૪૧૫માં આચાર્યપદ મળેલું. આમ આ રચના એ મિતિઓ–ઈસ્વી ૧૩૫૦ અને ૧૩૫૯–વચ્ચેની છે. ભાષાને ધ્યાનથી તપાસતાં તે પણ સાપેક્ષ દૃષ્ટિએ જૂની જ જણાય છે. આ નવીન પ્રકાશના ઉપલક્ષમાં આ ચૈત્યપરિપાટી ૧૪મા સૈકાની હોઈ મહત્ત્વપૂર્ણ બની રહે છે. ટિપ્પણો : ૧. પ્રસ્તુત ફરમાન વિશે લા. દ. ભા. સં. વિ.ની પત્ર ક્રમાંક ૧૪૯૩૯(નગરશેઠ: ૬૩૩)માં પૃ. ૨૮૩ પર નીચેની નોંધ જોવા મળે છે : શ્રી સોમસુદ્રસૂરિસીપદ્દેશાટુ વિમાd: 1શ્વાશ્વ वेद सितांशुं (१४७७) प्रमितेवत्सरे गते ॥४०॥ गुणराजो बहुसंघमाकार्यशुभवासरे शत्रुजये जिनानंतु ૩ન્લોનિ માવત: ll૪૬II. Page #334 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત “શ્રી સેજ ચેત્તપ્રવાડિ’ ૩૦૫ अहमदसुरत्राणात् संप्राप्य फरमाणकं गुणराजो व्यधात् देवालयं रथस्थ मुच्चकैः ॥४२॥ ૨. ખરતરગચ્છીય જિનરત્નસૂરિ ઈસ્વીસન્ના ૧૩મા શતકના ઉત્તરાર્ધમાં થયા છે. ૩. કદાચ આ બન્નેના તીર્વાવતાર-પટ્ટ વિવલિત હશે. ૪. આ સૌ પ્રસંગે વિશેષ ચર્ચા, પ્રથમ લેખક દ્વારા તૈયાર થઈ રહેલ શત્રુંજયગિરિનાં The sacred Hills of Satrubijoyagiri ગ્રંથમાં કરવામાં આવી રહી છે, જે સન્ ૨૦00 પછી ક્યારેક પ્રકટ થઈ જવાનો સંભવ છે. નિ. ઐ ભા. ૧-૩૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ શ્રી સેતુજ ચેતપ્રવાડિ (દુહા છંદ) સામિય રિસહ પસાઉ કરિ જિમ સેતુજ ચડેવિ ચેત્તપ્રવાડિહિ સવિ નમઉં તીરથ ભાઉ ધરેવિ. ૧ પહિલઉ સામિલ સીલમઉ રિસહસરુ પણ મેસુ જવણુ વિલવણુ પૂજ કરિ કર દુઈ જોડી થPસુ. દીઠઈ આદિકિણેસરહિં હિયડઈ હરિસુ ન માઈ લોયણ અમિહરસુ ઝરઈ ભવ સય કલિમલ જાઈ. ૩ જિણવર આગલિ રંગ ભરિ નાચિસુ ગુણ ગાએ સુ રૂધિસુ કુગઈદુવાર સવિ નિય જીવિય ફલુ લસુ. ૪ જામલિ બઈઠ આદિ જિણ પુંડરીક ગણધારુ સીઘઉ કોડાકોડિ સઉં લેસુ નમિ ભવ પારો(૨). ૫ મંડપિ બઈઠઉ લેપમઉ રિસહ નિણંદુ જુહારે ભરહિ જુગાદિહિ થાપિયઉ જાઈસુ ભવદુહ પારે. ૬ અન્નવિ ગયા લહુય તહિ જિણવર બિંબ અપાર ઊભા બઈઠા સવિ નમઉં સિદ્ધરમણિ દાતાર. ૭ દેવહરી દાહિણ ગમઈ ચઉવીસ વિ જિબિંબ સાચરિઉ તહિં વીરજિણું પૂજિસુ મલ્ટિ વિલંબ. ૮ તિહુ ભૂમિહિ જિણવર નમઉં કોડાકોડિ મઝારિ સીધા પંડવ પંચ નમી આવાગમણુ નિવારી. ૯ અષ્ટાપદુ નહિ (પ)ઠઈ અછઈ જગિહિ જુ પહિલઉ તીત્યુ ચકવીસ વિ જિણ નમવિ કરિ જંકું કરવું સુક્યત્યુ. ૧૦ રાઈણિ હેઠલિ આદિ જિણ પણમિસુ ગયા પાય રાઈણિ દૂધિહિ પરિસિ કરિ પાવુ પખાલઉં કાય. ૧૧ આવિલ લિહિ લેપમયિ ડાવિઅ બાહ નિણંદ અણુપરિવાડિહિ જિણ નમઉં આગલિ પય અરવિંદ. ૧૨ Page #336 -------------------------------------------------------------------------- ________________ શ્રી સોમપ્રભગણિ વિરચિત ‘શ્રી સેત્તુજ ચેત્તપ્રવાડિ’ જિષ્ણુ મુણિસુઉ વીસમઉ નમિ સમલિયાવિહારે જે કેઈ તીહાં અછઈ તે સવિ બિંબ જુહારે. ૧૩ સીહદુવારિહિં આવત હું પુણિ પણમઉ જિણ પાય ચેત્તપ્રવાડિહિં કારણિહિં માગઉ અ(૫)ણમઈ તાય. ૧૪ દાહિણ પાસઈ આવતહં ખરતરવસહી તુંગ જાણે દેવિહિ નિમ્નવિય સારુયાર અઈ ચંગ. ૧૫ દેખિઉં જણમણુ મોહિયએ લોયણ અમસ થાઈ તીરથ થોડામાંહિ સવિ અવયારિય જહિં ઠાઈ. ૧૬ નવઉ નવેસિઉ આદિજિષ્ણુ નમઉં ગભારા માંહિ સપરિવાર જિણરતનસૂરિ બઈઠઉ મંડપમાંહિ. ૧૭ પૂજઉં જિષ્ણુ તેવીસમઉં સિરિ થંભણાવયારુ કલ્યાણત્તઈ નૈમિજિણુ સિરિ ગસારવયા૨ે ૧૮ દેવકુલી બાહત્તરિહિ વાંદઉ જિણવરદેવ અઠ્ઠાવય-સમ્મેય-મુહ કરઉં સુતીરથ સેવ. ૧૯ મઢહ દુવારી જ ઉડિય ગુરુ વંદઉ તહિ ઠાઈ ગોયમ મંડપિ જાઈ કરિ ગણહર નમીયહં પાઈ. ૨૦ નંદીસરવિર આઠમઈ દીવિ જિ ચેઈય ૨મ્મ તે અવયારિય વિમલગિરિ વાંદિઉ તોડસુ કમ્મ. ૨૧ નિય સુયરિય બલિ જહિ હુયએ માણસ ઈણિ ભવિ ઈંદુ ઈંદમંડિપ તેણ જાઈ કરિ પૂજિત્રુ જિણવર હિંદુ. ૨૨ સામલવત્રુ સલૂણ તણુ સામિ નેમિકુમારુ પૂજઉં સંબપજૂન સä દીઠ ઉ કિ(ગિ)રિ ગિરનારો(3). ૨૩ પોલિ કન્હઈ વામઉ ગમઈ સિરિ થંભણાનિવેસ સરગારોહણ નમિ-વિનમિ સેવિઉ રિસહજિણેસુ ૨૪ જિણવર ચઉવીસવિ નમઉ મોલ્હાવસહી મારિ પણમીજઈ સિરિ પઢમ જિષ્ણુ તઉ ટોટરા વિહારે. ૨૫ ૩૦૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ ३०८ છિપગવસહી વીરરિસહજિષ્ણુ અહિણવુ આઈ જિણેસુ કવડિજખ્ખ સુરવરભવણિ સવિ જિણબિંબ નમેસુ. ૨૬ તુર્ગ ભવણિ સોલસમઉ સિરિ સંતિનાહુ પણમેવિ મરુદેવી ગયવિર ડિય જગસામિણિ પૂએવિ. ૨૭ નેમિજિણેસરુ પાજમુહિ લલિતાસરિ જિષ્ણુવીરુ પાલિતાણઈ પાસ-જિષ્ણુ મિવિ હિસુ ભવતીરુ. ૨૮ એહ જિ ચેત્તપ્રવાડિ નર પઢઈં ગુણઈ નિસુગંતિ સિરિ સત્તુંજય જાત્રફલુ તે નિશ્ચઈ પાર્વત્તિ. ૨૯ ઇતિ ચેન્નપ્રવાડિ : સમાપ્ત : (A) નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ इति श्री शत्रुंजय तीर्थे चेत्र प्रवाडि समाप्ता ॥ ત(તિ)યિં વા૦ સોમપ્રભાળિના | શુભં ભવતુ || (B) ... Page #338 -------------------------------------------------------------------------- ________________ લખપતિકૃત સેતુજ ચેન્નપ્રવાડિ” શત્રુંજયતીર્થ સંબંધી અદ્યાવધિ પ્રાકૃત-અપભ્રંશ અને જૂની ગુજરાતીની મળી સાતેક જેટલી ચૈત્યપરિપાટીઓ પ્રકાશિત થઈ ચૂકી છે. (તેમાં બૃહદ્ તીર્થમાલાઓ, વા બૃહદ્ તીર્થયાત્રાપરિપાટીઓ કે જેમાં સાથે સાથે અનેક શત્રુંજયેતરતીર્થોનો પણ સમાવેશ હોય છે, તેને ગણવામાં આવી નથી.) સંઘ-સહયાત્રા કે એકાકી યાત્રા કરનાર શ્રાવક-કવિઓ અને મુનિ-મહાત્માઓ દ્વારા ખાસ શત્રુંજયનાં જ દેવમંદિરોને વંદના દેતી ચૈત્યપરિપાટીઓમાં સાંપ્રત સેતુજ ચેત્તપ્રવાડિ(શત્રુંજય ચૈત્યપરિપાટી)થી એકનો વધારો થાય છે. આ ચૈત્યપરિપાટી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિશ્રી પુણ્યવિજયજી સંગ્રહમાંની પ્રતિ ક્રમાંક ૮૨૮૫ ઉપરથી ઉતારવામાં આવી છે. પ્રતિલિપિ (સ્વ) પં. બાબુલાલ સવચંદ શાહે સંપાદનાર્થ તૈયાર કરી આપલી, જેનો અહીં સાનંદ સાભાર ઉલ્લેખ કરું છું. પરિપાટીકારે અંતભાગે પોતાનું નામ “લખપતિ’ આપ્યું છે. ઉપલબ્ધ સાધનો દ્વારા હાલ તો આ કવિ વિશે માહિતી લભ્ય નથી બની. પ્રવાડીની ભાષા ૧૬મા શતકની હોવાનો મારા(ભૂતપૂર્વીસહકાર્યકર મિત્ર દાવ રમણીકલાલ શાહનો અભિપ્રાય છે, જેને અન્ય લિપિતજજ્ઞ મિત્રો થકી પણ સમર્થન મળ્યું છે. પરિપાટીની શરૂઆતમાં કવિ લખપતિ “સેતુજસામીયુગાદિપ્રભુનું આહવાન કરી, (યાત્રાર્થે) શત્રુંજયને પંથે પ્રયાણમાન થાય છે : (૧-૨), તેમાં સૌ પ્રથમ પાલિતાણામાં અને ત્યાં પરિસરમાં રહેલા ત્રણ પ્રસિદ્ધ મધ્યકાલીન જિનમંદિરો–પાશ્વજિનેશ્વર, લલિતા સરોવરને તીરે રહેલ “વીરપ્રભુ,' અને (તળેટીથી થોડા ઉપરના ભાગે સ્થિર) ભગવન્નેમીનાં દર્શન કરી, પાજ ચડીને મરુદેવીની ટ્રકે પહોંચે છે. ત્યાં માતા “મરુદેવી', કવડજખ'(કપર્દીયક્ષ), ને જિન “સંતિ (શાંતિનાથ)ને વાંઘા (૨-૩) પછી “અણપમ સરોવર' (અનુપમા સરોવર) તરફ જાય છે. ત્યાં (મંત્રી તેજપાલ નિર્મિત) “સરગારોહણ' (મંત્રી વસ્તુપાલના સ્મરણમાં બંધાયેલ “સ્વર્ગારોહણ-પ્રાસાદ)માં “આદિ પ્રભુ પ્રમુખ ચાર બિબનાં દર્શન કરી (સીધા જ આદીશ્વરના) “સીદુવાર (સિંહદ્વારે) પહોંચે છે : (૪) ત્યાં આગળ મંત્રીશ્વર વસ્તુપાલ સ્થાપિત “તિલખું-તોરણ' (તિલક-તોરણ) નિહાળ્યાનો આનંદોદ્ગાર કાઢી, આદિદેવના રંગમંડપમાં પહોંચે છે : (પ-૬). તે ટાંકણે “બાહડમંત્રી’(મંત્રીરાજ વાડ્મટ) દ્વારા થયેલ ઉદ્ધારનો આછો શો નિર્દેશ કરી, મંત્રીબંધુ વસ્તુપાલ-તેજપાલ'ના ગુણ સ્મરી, દેવાધિદેવ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ આદીશ્વરસ્વામીની ‘લેપમયી મૂર્તિનો ઉલ્લેખ કરે છે, ને સ્તુત્યાત્મક પ્રશંસા કરે છે ? (૬-૭) તે પછી ‘ગણહર(ગણધર) પુંડરીકને પ્રણમી, “કોટાકોટી જિન'ની શૈલમય મૂર્તિઓને નમી, પાંચ પાંડવ,” “ચૈત્યવૃક્ષ રાયણ,” અને “યુગાદિ પ્રભુના ચરણયુગલને કર જોડ્યા પછી અષ્ટાપદ', લેપમથી બાવીસ જિનમૂર્તિઓ, તદતિરિક્ત વસ્તુપાલના કરાવેલા “મુનિસુવ્રત' અને “સાચઉર-વર્ધમાન (સાચોરીવીર કિંવા સત્યપુર મહાવીર)ને નમસ્કાર કરે છે : (૧૦-૧૧). (આદિનાથનું પ્રાંગણ છોડી પાછા વળતાં થોડું નીચે આવ્યા બાદ) “ખરતરવસહી'માં યાત્રિક પ્રવેશે છે. તેના આયોજનના લાઘવ-કૌશલ વિશે થોડીક પ્રશંસા કરી, થોડામાં ઘણું સમાવી દીધું છે કહી, તેટલામાં રહેલ (તેજપાલ કારિત) “નંદીયસર'(નંદીશ્વર પ્રાસાદ), “થંભણપુર- અવતાર'(તંભનપુરાવતાર પાર્શ્વઅને “ગિરનાર'(રવતાવતાર નેમિ)ના પ્રતીકતીર્થરૂપ મંદિરમાં દર્શને જાય છે. રૈવતાવતારના મંદિરમાં નેમિનાથ અને તદુપરાંત અંબા, શાંબ અને પ્રદ્યુમ્નનાં અવતારતીર્થોનો ઉલ્લેખ કરે છે : (૧૨-૧૩), અને તે પછી સમાહિ-યોગ્ય વચન કહી, પોતાનું કર્તુત્વસૂચક “લખપતિ નામ જણાવી વાત પૂરી કરે છે : (૧૪-૧૫) આ યુગની કૃતિઓમાં સામાન્યતઃ હોય છે તેવું કાવ્યતત્ત્વ ધરાવતી, આ ૧૫ જ કડીમાં પૂરી થતી પરિપાટીમાં એવી કોઈ નવી વાત નથી જે ૧૪મા-૧૫મા શતકના તીર્થયાત્રીઓએ ન કહી હોય. ઊલટું કેટલીક વિગતો, જેમ કે ખરતરવસહીનું વિગતે વર્ણન નથી, તેમ જ કેટલાંક દેવભવનો, જેવાં કે મરુદેવીની ટૂક પરના છીપાવસહી, મોલ્હાવસહી, અને આદીશ્વર ટૂંકમાં આદિનાથના મૂલ ચૈત્યની સન્નિધિમાં રહેલ વીસ વિહરમાન મંદિરનો આમાં ઉલ્લેખ નથી. સાંપ્રત પરિપાટીની રચના ૧૭મા સૈકાથી પૂર્વે થઈ હોવા વિશે ભાષા ઉપરાંત અંદર ૧૭મા સૈકાની બે ખ્યાતનામ વાસ્તુ-રચનાઓ–મરુદેવીની ટૂક પરનો ‘સવાસોમા'નો “ચૌમુખ પ્રાસાદ' (સં. ૧૬૭૫ | ઈ. સ. ૧૯૧૯) અને વિમળવશી ટૂકનો મનૌતમલ્લ જયમલ્લજીના ચાર રંગમંડપવાળા મોટા ચતુર્મુખ મંદિર (સં. ૧૬૮૨ / ઈસ. ૧૬૨૬)–જેના વિશે અન્યથા ૧૭મા સૈકાના યાત્રિકો અચૂક રીતે કહે છે જ, તેનો ઉલ્લેખ નથી, તે કારણસર વિશેષ પ્રમાણ મળી રહે છે. સોળમા શતકના અંતની અને ૧૭મા સૈકાની પ્રારંભની પરિપાટીઓમાં વિગતો ક્રમશઃ ઓછી થતી જાય છે, તે પરિસ્થિતિની આ અઝચારી કૃતિ ગણી શકાય. ટિપ્પણો : ૧ આની વિગતવાર ચર્ચા મૂળપાઠ સહિત હું મારા The Sacred Hills of śatrunjaya નામક પુસ્તકમાં કરનાર હોઈ, અહીં વિગતમાં ઊતરવું અનાવશ્યક છે. ૨. અન્ય સૌ પરિપાટીકારો સ્વર્ગારોહણપ્રાસાદમાં નમિવિનમિ અને નામેય એમ મળી કુલ ત્રણ જ બિંબની વાત કરે છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ લખપતિકૃત “સેતુજ ચેપ્રવાડિ” ૩૧૧ લખપતિ કૃત “સેતુજ ચેન્ન પ્રવાડિ” (દેશી ઢાળ) કહીય જગગુરુ (જ)ગતિઇ જુહારિસુ, મનશુદ્ધિ સેતુજ સામી; તહીઈ ભવદુહ પાતગ છટિસુ, ધ્યાન ધરિસુ પ્રભુ (સીસ) નામી : બહિનડી અપ્તિ ગુણ ગાઉં. ૧ આદિ જિણેસર ઓલગ લાઉં, સેતુજ વાટડી જાઉં; બહિનડી અહિ ગુણ ગાઉં. અંચલી. પાલીતાણઈ પાસ જિણેસર, પય પહિલઉં પણમેસુ; લલતસરોવર લહિરડી તીરઈ વીરિસિલે નેમિ નમેસુ, બહિનડી. ૨ પાજઇ ચડીનઈ માડી મરુદેવી, વંદિતુ મન ધરી ખંતિ; કોડિઇં કવડજખ મુખ જોઈતુ, સંતિકરણ જિયઉ સંતિ. બહિનડી. ૩ અણપમ-સ(૨)વર પાલિ પ્રવેસિઈ, આદિ પ્રમુખ જિણ આરિ; સરગારોહણ રંગ કરી નઈ, પઈસિસુ સીહદુવારિ. બહિનડી. ૪ તિલખુંતોરણ નયણે પેખી, આણંદ ભયઉ અપાર; મનવંછિત ફલ સમય પૂરઈ, સેતુજનગિરિ-અવતાર. બહિનડી. ૫ રંગમંડપિ રગિ મારું મન મોહિલ, બાહડ મંત્રિ ઉદ્ધાર; Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વસ્તિગિ તેજપાલ ગુણગરૂડ, કોઈ ન પામઈ પાર. બહિનડી. ૬ સૂર-ઉદય (ખિ? જિ)સઉ એહ વિમલાચલ, સેવઈ સાસુ)નર સાથ; હૃદયકમલિ વિકસઈ તિણિ દીઠઈ, નયણિ નિહાલિસુ નાથ, બહિનડી. ૭ લોચન લેપમઈ સામીય દીઠઉં, ધન્ન દિવસ ભયઉ આજ; આરાસણિ જગ વિરુ થાપી, સમરસર્યા સવિકાજ બહિનડી. ૮ સિવસુખ કારણ નરય નિવારણ, ત્રિભુવન-તારણ દેઉં; કુંકુમલિ કપૂરિહિ પૂજિસુ, સફલ કરિસ કર બેઉ બહિનડી. ૯ પુંડરીક ગણહર પય પણમી, સલમય કોડાકોડિ; પંચઈ પંડવ રાયણિ પ્રણમિસુ, ચરણ-યુગ કર જોઈડ. બહિનડી. ૧૦ અષ્ટાપદિ જિન મોહમયમ,કર લેપમઈ જિણ બાવીસ; મુનિસુવ્રત-વર્ધમાન-સાચઉર, જગિ પૂરવઈ જગીસ. બહિનડી. ૧૧ ખરતરવસીય દૃષ્ટિ દીઠી, પાપ પખાલિયા દેહ; થોડા માહિ સવેવધિ થાપી, વાત ઘણી છઈ એહ. બહિનડી. ૧૨ નંદીયસર વરિ નિરપમ નિરખિસુ, થંભણપુર અવતાર; Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ લખપતિકૃત “સેતુજ ચેન્નપ્રવાડિ’ નેમિ અંબાઈ સામિ પજૂનિ, ફલ પામિર્ક ગિરનાર. બહિનડી. ૧૩ નવ નવદેઉલ બિંબ અસંખ્યા, ગુણા નહી મઝ પાડિ; દૃષ્ટિ અદૃષ્ટિ સવે જિણ વંદઉં, કીધી ય ચેત્ર-પ્રવાડિ. બહિનડી. ૧૪ ધન નરનારિ નિપુણ નિઈ જે, નિત નિ(ત) નમઈ યુગાદિ; લખપતિ ભણઈ તહિ ભાવના ભાવી પુણ્ય અનંતકં નાદિ. બહિનડી. ૧૫ નિ. ઐ, ભા. ૧-૪૦ Page #343 -------------------------------------------------------------------------- ________________ કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ ખરતરવસહી ગીત” બાર કડીમાં બાંધેલું આ ગીત લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિ પુણ્યવિજયજી સંગ્રહની પ્રત ક્રમાંક ૮૨૮૫ પરથી ૨૧ વર્ષ પહેલાં ઉતારી લીધેલું. ગીતનો વિષય છે શત્રુંજયગિરિસ્થિત “ખરતરવસહી'ની ગેયાત્મક વર્ણના. શત્રુંજયતીર્થ પર ઘણી ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ છે; પણ તેમાં ગિરિસ્થિત કોઈ એક જ મંદિરને વર્ણવિષય બનાવનાર તો આ એક જ કૃતિ મળી છે. પ્રસ્તુત રચના ગિરનાર પરની ખરતરવસહી સંબંધમાં કર્ણસિંહ રચેલ ગીતનું સ્મરણ કરાવી જાય છે'. પ્રતની લિપિ ૧૬મા શતકની છે અને ગીતની ભાષા ૧૫મા શતકના ઉત્તરાર્ધ બાદની તો જણાતી નથી. ભાષામાં કર્તાના પ્રદેશની “બોલી’નો પ્રભાવ વરતાય છે.) અંતિમ કડીમાં કર્તાએ પોતાનું નામ દેપાલ’ હોવાનું પ્રકટ કર્યું છે. પ્રત્યેક કડીમાં ત્રીજા ચોથા ચરણનું પુનરાવર્તન થાય છે. ગીતના પ્રારંભમાં કવિ વિમલગિરિ પર પોળ(વાઘણપોળ)માં પ્રવેશતાં જ આવતી આદીશ્વરની ખરતરવસહીનો ઉલ્લેખ કરે છે (૧). પ્રસ્તુત જિનાલયના સંગઠન અંતર્ગત રહેલા બે અન્ય મંદિરો–નેમિ તથા પાર્થભુવન–તથા સમેતશિખર, અષ્ટાપદ, નેમિજિનના લ્યાણત્રય, ચોરી, અને પંચમેરુની રચનાનો ઉલ્લેખ કરે છે (૨-૩). મંદિરના મંડપોમાં સ્તંભે સ્તંભે શોભતી પૂતળીઓ, અને(ગોખલાદિમાં)અનેક જિનબિંબો, તેમ જ છતોમાં પંચાંગવીર તથા નાગબંધના ભાવોનો ઉલ્લેખ કરી, શિલ્પીએ) રચનામાં “થોડામાં અતિઘણું” રચી દીધાની વાત કહી છે (૪-૮). આ પછી પ્રશંસાત્મક ઉદ્ગારો કાઢી, અંદર રહેલ જિનરત્નસૂરિની ગુરુપ્રતિમાનો ઉલ્લેખ કરી, પોતાનું રચયિતા રૂપેણ નામ આપી, કૃતિનું સમાપન કરે છે. (૯-૧૨). શત્રુંજય પરના વિશાળ દેવાલયસમૂહમાં આજે “ખરતરવસહી'ની રચના તે કઈ, તેની પિછાન કરવા માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં આ ગીતની વિગતો બહુ જ ઉપયુક્ત થાય છે. વર્તમાને “વિમલવસહી' તરીકે ઓળખાતું જિનાલય તે જ આ ખરતરવસહી છે. ગીતમાં કાવ્યતત્ત્વ છે અને સાહજિક ગેયતા પણ સમાહિત છે. કર્તા ખરતરગચ્છીય, અને નિઃશંક ૧૫મી સદીના, કદાચ રાજસ્થાનના, શ્રાવક હોવાનો સંભવ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ ખરતરવસહી ગીત' ૩૧૫ ટિપ્પણો : ૧. સં. મધુસૂદન ઢાંકી, “કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી ગીત,” Aspects of Jainology Vol.II (Pt. Bechardas Doshi Commemoration volume). Eds. M.A. Dhaky and Sagarmal Jain, Varanasi 1987, ગુજરાતી વિભાગ, પૃ. ૧૭૫-૧૭૮. ૨. કવિ દેપાળની કેટલીક અન્ય કૃતિઓ પણ ઉપલબ્ધ છે. એ વિષય પર ચર્ચા મુનિશ્રી ધુરંધરવિજય દ્વારા તાજેતરમાં સંપાદિત થયેલ કૃતિમાં કવિ દેપાલની સત્તરેક જેટલી કૃતિઓની નોંધ છે. (જુઓ ભીમશાહરાસ, અમદાવાદ ૧૯૯૫, પ્રદ્યુમ્નવિજય લિખિત “આમુખ” જેનો આધાર મોહનલાલ દલીચંદ દેસાઈ કૃત જૈન ગૂર્જરકવિઓ પ્રથમ ભાગ હોવાનું ત્યાં નોંધ્યું છે.) આ સિવાય હરિવલ્લભ ભાયાણી અને અગરચંદ નાહટા સંપાદિત પ્રવીન કાવ્ય સંરક, L. D. s. 40, અમદાવાદ ૧૯૭૫, અંતર્ગત પણ દેપાલની ત્રણેક અન્ય કૃતિઓ નોંધાયેલી છે. દેપાલ કવિ ઈસ્વીસનુના ૧૫મા શતકમાં થઈ ગયા છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી” ગીત આદિ જિણસર વરભૂયણિ પોલિ પ્રવેસ પ્રથમ પ્રણમિ જઈએ ખરતરવસીય વિમલગિરે જિમજિમ જોઈજઈ તિમતિમ સૂયડી નયણિ અમીયરસિ ઝીલણૂએ ૧ નેમિ પાસ જિણ બિહુ ભૂયણિ સમેત શિખર અષ્ટાપદ દીસઈ......ખરતર. ૨ ત્રિણિ કલ્યાણિક નૈમિજિણ આરઈ ચઉરિએ પંચમેરુ પરબત.......ખરતર. ૩ થંભિ થંભિ તિહાં પૂતલીય હસંત રમત ખેલતી દીસઈ.......ખરતર. ૪ આગલિ તિલિક પછેવડઉએ કય કપૂર કિરય કિ મુણિમઈ.......ખરતર. ૫ બિબહ પાર ન પામિઈએ ઠામિઠામિ ગુરુગણહ મણહર.......ખરતર. ૬ ભૂખ અનઈ ત્રિસ વીસરાઈએ પંચાગવીર નાગબંધ નિહાલતાં....... ખરતર. ૭ થોડિલામાદિ જિ અતિ ઘણઉએ કરણવાર ટિહુ ભુ[વિ]ણહ કેરી....... ખરતર. ૮ બલિ કીજલ કમઠાઈયાએ બલિ કીર્દૂ સમુદાય સદા ફલ..... ખરતર. ૯ મન વિસઈ તન ઉલ્લiઈએ જીભડલી પણ કદીય ન જાણઈ... ખરતર. ૧૦ પૂંજણ દારણ દુરિતકર ભિતરિ ગાઈ શ્રી જિનરત્નસૂરિ ગુરુ....... ખરતર. ૧૧ દેપાલ ભણઈ ધન તે નરનારિ જિહિં દીઠી તે પુણ દેખિસિઈએ....... ખરતર. ૧૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ ૧૭૯ ૪પ વ્યક્તિ અરિષ્ટનેમિ (અરિઠ) ૨, ૩, ૫૪, ૭૨, ૭૫, ૭૬, ૮૪, ૮૯, અગસ્યસિંહ ૧૫, ૧૯, ૨૧ ૧૨૪, ૧૪૭, ૨૦૨અજયપાલ (રાજા) ૧૩૦, ૧૩૨, ૧૬૪, ૨૦૪, ૨૨૧, ૨૫૮, ૧૭૩, ૧૭૪ ૨૬૧, ૨૬૩, ૨૭૪ અજિત (જિન) ૧૩૨, ૨૨૨, ૨૪૮, અર્જુનદેવ ૧૮૫ ૨૭૨, ૨૭૭, ૨૮૮, અર્ણોરાજ (ચાહમાન રાજા) ૧૬૫, ૧૬૬ ૨૯૯ અહેતુ પાર્થ ૭૨, ૭૫, ૨૦૦૨ અજિતદેવસૂરિ (બૃહદ્ગચ્છીય) ૧૪૧ અશોક (મૌર્ય સમ્રાટ) અજિતદેવાચાર્ય અશોકચંદ્ર ૧૬૭ અજિતસિંહસૂરિ ૧૬૬ અશ્વઘોષ (મહાકવિ) ૨૫, ૪૫, ૧૧૪ અત્રિ છો. મ. ૧૯૦-૧૯૩ અશ્વરાજ ૧૩૩ અદબદજી (અદૂભુત આદિનાથ), ૩૦૪ અશ્વસેન ૧૬૦ અનન્ત (તીર્થંકર) ૨૫૦ અસ અપરાજિતસૂરિ ૧૯ અહમદશાહ (સુલતાન) ૩૦૨ અભયકુમાર ૧૩૧ અંબા ૩૧ અભયડ દંડનાયક ૧૩૨, ૧૩૩ અંબાઇ (અંબા). ૩૧૩ અભયતિલકગણિ અંબા દેવી ૧૨૪, ૨૬૧ (ખરતરગચ્છીય) ૧૩૫, ૧૩૬ અંબિક (અંબિકા દેવી) ૨૬૮, ૨૭૭ અભય દંડનાયક ૧૨૯, ૧૩૨ અંબિકા (દેવી) ૪૧, ૬૫, ૭૨, ૧૧૫, અભયદેવસૂરિ ૧૫, ૭૪, ૧૬૬, ૨૫૮, ૨૬૧, ૨૬૩, ૨૬૯, ૧૮૭, ૨૨૧, ૨૨૫ ૨૭૧-૨૭૩, ૨૭૯, ૨૯૫ અભયદેવસૂરિ (રાજગચ્છીય) ૧૮૨ અંબિકા (પક્ષી) ૭૫ અભિનન્દન (તીર્થકર) ૨૪૮ આચાર્ય નાગાર્જુન અમમ (તીર્થકર) ૧૭૧ આચાર્ય સિદ્ધસેનસૂરિ અમરચંદ્ર ૧૬૨ આદિ (જિન) ૧૯૩, ૨૬૭, ૨૬૯, ૨૭૩, અમરચંદ્રસૂરિ (સિંહ શિશુ) ૧૮૬ ૩૦૬, ૩૦૭, ૩૧૧, ૩૧૬ અમરપ્રભસૂરિ (રાજગચ્છીય) ૨૫૭, ૨૮૧, આદિનાથ ૭૫, ૮૪, ૧૧૭, ૧૧૮, ૨૮૫, ૨૯૨ ૧૪૨, ૨૧૯, ૨૨૪, ૨૪૦, અમિતગતિ ૧૪૮ ૨૭૧, ૨૭૨, ૨૭૫, ૨૭૭, અમોઘવર્ષ (પ્રથમ) ૮૯, ૧૦૮ ૨૮૯, ૩૧૦ અર (તીર્થકર) ૨૫૦ આદીશ્વર ૨૧૯, ૨૨૫, ૨૩૬, ૨૬૩, نعم لم می Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ આનંદસૂરિ આનંદસૂરિ (વ્યાઘ્રશિશુ) આભૂ (દંડપતિ) આમ (રાજા) આમરાય આમશર્મા (પુરોહિત) આમિગ (પુરોહિત) આમ્ર આમ્રદત્તસૂરિ (બૃહદ્ગચ્છીય) આમ્રદેવસૂરિ આમ્રભટ્ટ (મંત્રી) આર્ય અસંગ આર્ય ખપટ આર્ય ખપુટ આર્ય ખપુટાચાર્ય આર્યદેવ આર્ય મંદિ આર્યાનંદિલ ૨૭૫, ૨૮૨, ૨૮૩, ૨૮૯, ૨૯૦, ૩૦૯, ૩૧૦, ૩૧૪ ૨૮૧, ૨૯૨, ૨૮૫ ૧૮૬ ૧૩૨, ૧૩૩ ૬૧-૬૪, ૬૬, ૭૩-૭૪ ૨૧૭, ૨૨૦, ૨૭૦ ૭૫, ૨૭૪ ૧૭૩ ૧૭૩ ૬૧ ૧૦૫, ૧૦૮ આર્ય નાગસ્તિ આર્ય નાગાર્જુન આર્ય ભદ્ર આર્ય રક્ષિત આર્ય વજ આર્ય વજ્રસેન આર્ય શય્યભવ આર્ય શ્યામ આર્ય સુહસ્તિ આર્ય સ્કંદિલ આશુક (મંત્રી) આસરાજ (મંત્રી) EE ૧૨૪, ૧૩૨, ૨૨૦ ૩૪, ૪૫ ૧૨૪, ૧૨૬ ૨૨૦ ૪૫ ૨૧૧ ૨૦૯, ૨૧૧ ૮૫, ૮૬, ૨૨૫ ૨, ૨૦ ૨૦ ૨૦૯ ૨૦, ૧૦૩, ૧૧૪ ૧૧૮, ૧૭૮, ૧૭૮ ૩૧ ઉદ્યોતનસૂરિ ૧૫ ૧, ૧૬, ૨૦૨ ૧ ૨, ૧૯ ૨૮૮ ૧૩૩, ૨૭૧, ૨૭૫ ૧૭૩ ૧૩૬ ૧૮૪ ૧૨૪ ૪૧ ૧૧ ૪૫ ૧૬૭ ૨૨૨ ૧૨૪, ૨૨૦, ૨૬૯, ૨૭૩ ૧૬૪ ઉદયપ્રભવિનેય (નાગેન્દ્રગીય) ઉદયપ્રભસૂરિ (નાગેન્દ્રગચ્છીય) ૧૧૬, ૧૮૨ ૧૮૭ ઉદયપ્રભસૂરિ (વર્ધમાનસૂરિ શિષ્ય) આહડ આહવમલ્લ સોમેશ્વર પ્રથમ આહ્લાદન (મંત્રી) આંબડ ઇંદ્રનંદી ઇન્દ્રરક્ષિત ઈશ્વરકૃષ્ણ ઉદયચંદ્ર ઉદયધર્મસૂરિ (બૃહદ્તપાગચ્છીય) ઉદયન (મંત્રી) નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઉમાસ્વાતિ (વાચક) ઋષભ ઋષભેશ્વર ઋષિગુપ્ત ઋષિ વાલ્મીકિ કઈ બપ્પટ્ટિ કક્કસૂરિ (ઉપકેશગચ્છીય) કનિષ્ક ૧૮૫, ૧૮૭ ૯૧, ૨૧૯ ૩૭, ૩૮, ૪૫, ૪૬, ૬૧, ૭૬ ૮૭, ૧૧૪, ૧૭૪ ૪, ૪૨, ૭૫, ૯૨, ૯૭, ૧૧૫, ૧૯૩, ૨૦૨-૨૦૪, ૨૧૭૨૨૦, ૨૨૨, ૨૨૪, ૨૨૯, ૨૩૦, ૨૩૬, ૨૪૧, ૨૮૨, ૨૮૪, ૩૦૨, ૩૦૩ ૨૬૯ ૧ ૧૯૮ ૬૭ ૧૧૬, ૧૯૩, ૨૯૧ ૧૧૪ Page #348 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૧૯ કન્નકેર (રહૃવંશીય) ૧૩૭ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય ૩૧ કપર્દી મંત્રી ૧૩૨ કુમારદેવી ૧૩૩ કપર્દી (યક્ષ) ૨૬૩, ૨૭૧, ૨૮૪, કુમારપાલ (ળ) ૧૧૫, ૧૩૨, ૧૩૩, ૨૮૯, ૩૦૦, ૩૦૯ ૧૪૦, ૧૪૧, ૧૪૩કરણસંઘ ૨૭૮, ૨૮૦ ૧૪૫, ૧૪૭, ૧૫ર, ૧૫૮, કર્ણકગોમિ ૩૫ ૧૫૯, ૧૬૧, ૧૬૫, ૧૭૨કર્ણદેવ ૧૭૩ ૧૭૪, ૧૭૯, ૨૨૪, ૨૪૫, કર્ણદેવ (પ્રથમ). ૧૩૫ ૨૪૬ કર્ણસિંહ ૨૭૯, ૩૧૪ કુમાર પ્રથમ (પુરોહિત) ૧૭૩ કલ્યાણવિજય ૧૨૪, ૧૪૦, ૧૫૮, કુમારિલ (ભટ્ટ). ૩૨, ૩૪, ૩૫, ૪૬ ૧૫૯, ૨૦૯, ૨૯૩ કુમુદચંદ્ર ૧૪૮, ૧૫૨, ૨૩૩, કવડજક્ષ ૨૭૬, ૩૦૯, ૩૧૧ ૨૩૫, ૨૩૬, ૨૪૦, કહમુનિ ૨૪૪ કાત્યાયિની ૧૪૪ કૃષ્ણ ૧૪૨, ૧૪૩, ૧૪૫ કાપડિયા હીરાલાલ રસિકદાસ ૧૪૦, ૧૭૧, કૃષ્ણ (દ્વિતીય) . ૮૯, ૯૬, ૯૭ ૧૮૨, ૨૩૩, ૨૩૪ કૃષ્ણ (તૃતીય) ૮૯, ૮, ૧૦૮, ૨૨૫ કાલભાચાર્ય ૮૫, ૧૦૩ કૃષ્ણરાજ ૮૯, ૯૮ કાલકાચાર્ય (દ્વિતીય) ૧ કુર્ષિ ૯૪, ૯૬, ૧૧૦ કાલમેઘ (ક્ષેત્રપાલ) ૨૬૯, ૨૭૩ કેશવ ૧૫૨ કાલસેન ૧૩૭ કેશવેશ્વર ૧૩૬ કાલિકાચાર્ય ૨૧૮, ૨૨૨, કોટ્ટાયગણિ ૨૪, ૨૫ ૨૨૬, ૨૩૦ કોટ્યાચાર્ય, કાલિદાસ ૪૩, ૪૫ કોઠિયા દરબારીલાલ ૩૩-૩૫, ૩૮, ૪૫ કાલી ૪૦ ક્ષેમકીર્તિ ૧૭૮, ૧૭૯ કીર્તિષણ ૩૧ ખગાચાર્ય ૧૨૬ કુંતા (કુન્તી) ૨૧૮, ૨૩૦, ૨૮૮, ખારવેલ ૮, ૧૧ ૨૯૯, ૩૦૧ ખેતલવીર ૧૯૬ કુન્થ (તીર્થકર) ૨૫૦ ગણધર ગૌતમ ૧૧૪, ૧૧૫, કુંદકુંદાચાર્ય ૪૧ ૧૨૨, ૧૨૩, કુબેરા (દેવી) ૨૨૦ ગણપતિ ૨૭૨, ૨૭૭ કુમાર (કવિ) ૧૭૨, ૧૭૩ ગણિપિટક યક્ષ ૧૧૬ કુમાર (દ્વિતીય) ૧૭૩ ગણેશ ૧૪૩ કુમાર (સોમેશ્વરદેવના પિતા) ૧૭૪ ગંધહસ્તિ સિદ્ધસેન કુમારગુપ્ત ૨૦ ગાંગિલ મંત્રી ૧૫ ૨ > Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ગાંધી લાલચંદ્ર ભગવાનદાસ ગિરાદેવી ગુણચંદ્રસૂરિ (પૌર્ણમિક) ગુણરાજ સંધવી ગોગ ગોવિંદ (દ્વિતીય) ગોવિંદ (શ્રેષ્ઠી) ગોવિંદરાજ (તૃતીય) ગોવિંદસૂરિ ગોશર્મ (આચાર્ય) ગૌતમ (ગણધ૨) ગૌદાની હરિલાલ ગ્રાનોફ ધલોડણાયગ ઘોષનંદિ ચક્રેશ્વરી ચંડિકા ચંડી ચંદન (પરમાર રાજા) ચંદ્રકીર્ત્તિ (તપાગચ્છીય) ચંદ્રગુપ્ત (દ્વિતીય) ચંદ્રપ્રભ (તીર્થંકર) ચંદ્રપ્રભસૂરિ (રાજગચ્છીય) ચંદ્રસૂરિ ચંદ્રાચાર્ય ૧૦૩, ૧૦૫, ૧૦૭, ૧૦૮, ૧૮૨, ૨૨૫, ૨૨૬ ૭૧ ચાંડસિંહ ૨૫૭ ચાંડાક ૩૦૨ ચિત્તર સાહ ૧૮૫ ચીત્તડા પૂના ૬૩, ૧૦૮ ચૌધરી ગુલાબચંદ્ર ૨૭૧, ૨૭૨ જગદેવ (દંડનાયક) 02 ૨૨૨, ૨૩૦, ૨૪૯, ૨૭૧, ૨૭૬ ચંદ્રાનન (જિન) ચાચિગદેવ (ચાહમાન રાજા) ૧૦૪, ૧૬૬, ૧૭૧, ૧૭૪, ૨૦૯ ૭૪, ૧૮૭, ૨૧૩ ૨૧૨ ૨૮૮, ૨૯૯ ૧૪૪, ૧૬૩ ચામુંડરાજ ચામુંડા ચારિત્રવર્ધન (ખરતરગચ્છીય) ચારિત્રસુંદરગણિ ૬૨, ૧૬૩, ૨૪૫ જગદેવ પ્રતિહાર ૨૦ જગદેવ (બાલ કવિ) જટાસિંહનંદી ૨૧૯, ૩૦૩ ૯૧, ૯૨ જયકેશી દ્વિતીય (કદંબરાજ) જયકેશી પ્રથમ (કદંબરાજ) ૨૭૩ જયતિલકસૂરિ (બૃહદ્ તપાગચ્છીય) ૨૦૦ ૮૭ ૪૧, ૯૨ ૧૪૪ ૪૦, ૧૪૩ ૨૧૯ ૧૮૦ ૧૧૪ ૨, ૯૫, ૨૧૮, જયસિંહસૂરિ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ જયમંગલમૂરિ જયમંગલાચાર્ય જયસિંહદેવ (સિદ્ધરાજ) જલ્દણ (કવિ) જસદેવ જંબૂવિજય જંબૂસ્વામી જાવડ સાહ જાવડિ શ્રેષ્ઠી જાવંડ સાહ ૧૭૩ ૪૦ ૧૮૦ ૨૬૩ ૧૮૬ ૧૮૬ ૨૭૨, ૨૭૭ ૨૭૨, ૨૭૭ ૧૭૯ ૧૩૦, ૧૩૧, ૧૩૩ ૧૨૯ ૧૭૨ ૧૫૦, ૨૦૬ ૧૩૭ ૧૩૫ ૨૬૩, ૨૬૪, ૨૬૮ ૧૬૨ ૧૪૪, ૧૬૨, ૧૬૩ ૭૪, ૧૦૭, ૧૩૫, ૧૪૦, ૧૬૩, ૧૭૩, ૧૯૪, ૨૩૫, ૨૪૫, ૨૭૨. ૯૩, ૯૪, ૯૬, ૧૦૬, ૧૪૨ ૧૪૧ ૧૩૨, ૧૩૩ ૩૫ ૧૧ ૧૧૭, ૧૧૮ ૧૧૬-૧૧૮, ૨૯૮ ૧૧૯, ૨૮૮, ૨૮૯, ૩૦૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૨૧ YOU જિણાયશ ૮૯ જિનવલ્લભસૂરિ (ખરતરગચ્છીય) ૧૦૮, જિહુ મુણિસુવ્વલ ૧૧૫, ૧૮૩ (મુનિસુવ્રતજિન) ૩૦૭ જિનવિજય ૧૪૦, ૧૬૪, ૨૮૬, ૭૪ ૨૯૨ જિનકુશલસૂરિ (ખરતરગચ્છીય) ૧૯૭, ર૯૦ જિનસાગરસૂરિ (ખરતરગચ્છીય) ૧૮૦ ૩૦૪ જિનસિંહસૂરિ ૭૩, ૧૭૧ જિનચંદ્રસૂરિ ૧૦૬ જિનસુવ્રત ૨૮૨ જિનચંદ્રસૂરિ (ખરતરગચ્છીય) ૧૭૮ જિનસેન (પુન્નાટસંઘીય) ૩૧, ૬૫, ૧૫૦ જિનતિલકસૂરિ (રત્નાકરગથ્વીય) ૧૯૨ જિનહર્ષગણિ (તપાગચ્છીય) ૭૪, ૧૩૩, જિનદત્ત (રાજગચ્છીય) ૧૬૬ ૧૯૮, ૨૨૩, ૨૯૧ જિનદત્તસૂરિ (ખરતરગચ્છીય) ૧૧૫ જિનેશ્વર ૧૦૬ જિનદાસગણિ મહત્તર ૯ જિનેશ્વરસૂરિ જિનદેવસૂરિ ૧૦૬ (ખરતરગચ્છીય) ૧૦૬, ૧૪૮, ૧૬૬ જિનપતિસૂરિ (ખરતરગચ્છીય) ૧૩૧, ૧૭૮ જીરાપલ્લિ પાર્શ્વનાથ ૨૭૧, ૨૭૨ જિનપાલ ઉપાધ્યાય જીવદામન (ખરતરગચ્છીય) ૧૩૧ જુવદેવસૂરિ જિનપ્રભસૂરિ (ખરતરગચ્છીય) ૫૯, ૬૫, જીવદેવસૂરિ (વાયટગચ્છીય) ૧૧૦ ૭૫, ૭૭, ૮૯, ૧૧૬, જીવંતસ્વામી ૬૦, ૨૨૨ ૧૧૮, ૧૫૧, ૧૮૩, ૧૮૪, જીવિતગુપ્ત (દ્વિતીય) ૧૯૩, ૧૯૮, ૨૧૯, ૨૨૦, જેઠા (શ્રેષ્ઠી) ૨૭૧, ૨૭૬ ૨૨૨, ૨૮૧, ૨૯૦-૯૨, ચૈત્રસિંહ (વસ્તુપાલ પુત્ર) ૨૮૨ ૩૦૧ ચૈત્રસૂરિ ૨૫૩, ૨૫૬ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૩, ૪, ૮, જૈન જગદીશચંદ્ર ૧૮૨ ૨૪, ૮૬, જૈન જ્યોતિ પ્રસાદ ૩૨, ૩૪, ૪૫ ૯૫, ૧૦૩, જૈમિની ૩૩ ૧૦૭, ૧૭૪, જોગભણસાલી ૨૭૧, ૨૭૬ ૨૦૩ જ્ઞાનકલશ ૧૬૨, ૧૬૩ જિનભદ્ર વાચનાચાર્ય ૪, ૧૬૪, જ્ઞાનચંદ્ર (કવિ) ૨૫૭, ૨૫૯ ૧૮૩, ૧૮૪ જ્ઞાનચંદ્ર (રાજગચ્છીય) ૨૫૮, ૨૬૨ જિનભદ્રસૂરિ (ખરતરગચ્છીય) ૨૭૮, ૨૭૯ જ્ઞાનેન્દુ ૨૬૨ જિનભદ્રસૂરિ (નાગેન્દ્રગથ્વીય). ૧૮૭, જવાલા માલિની જિનભદ્રાચાર્ય ઝવેરી જીવણચંદ ૨૨૫ જિનરત્નસૂરિ ૩૦૩, ૩૦૭, ૩૧૪, ઝવેરી મોહનલાલ ભગવાનદાસ ૩૧૬ ઝા મૃગેન્દ્રનાથ ૨૪૬ નિ, ઐ, ભા. ૧-૪૧ ૪૧ ૮૮ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ ટાટિયા નથમલ ઠાકોર જેસિંગભાઈ ડિસકળકર ડિ. બી. ઢાંકી મધુસૂદન તારા તુંબલૂરાચાર્ય તેજપાલ(ળ) મંત્રી ૩૬ ૨૮૭ ૧, ૪, ૧૯૦, ૧૯૧ ૨૯૫ ૪૦ ૪૧ ૧૪૩, ૧૪૪, ૧૭૪ ૧૮૩, ૧૮૬, ૨૨૩, ૨૫૭, દત્તિલાચાર્ય દશાનન (રાવણ) દંડી દિનાગ તેજૂગ (તેજપાલ) તૈલપ પ્રથમ (કદંબરાજ) તોમીયદેવ ત્રિપુટી મહારાજ ત્રિવેદી પિનાકિન દત્તિલ ૨૫૮, ૨૬૩, ૨૬૯, ૨૭૧, ૨૮૨, ૨૮૮-૨૯૨, ૩૦૩, ૩૦૯, ૩૧૦, ૩૧૨ દુર્ગા દુર્લભદેવ (સોલંકી રાજવી) દુર્લભરાજ કુંદક દૂષ્યગણિ દેપાલ (કવિ) દેપાલ (મંત્રી) દેવચંદ્ર દેવચંદ્રસૂરિ (પૂર્ણતલ્લગચ્છીય) દેવચંદ્રસૂરિ (રાજગચ્છીય) ૨૮૬ ૨૩૩, ૨૩૫ ૧૯ ૧૯-૨૧ ૨૧૭ ૪૫ દેવનંદી ૨, ૩૫-૩૮ ૪૫, ૪૬ ૪૦ ૧૯૬ ૧૭૩ ૬૩ ૨૦, ૨૦૯ ૩૧૪, ૩૧૬ દેવનન્દી (દ્વિતીય) (દિગંબર) દેવબોધ (ભાગવત આચાર્ય) દેવભદ્ર દેવભદ્રસૂરિ દેવમહાનંદ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૩૦-૩૨, ૩૭, ૪૨, ૪૬, ૧૧૫, ૨૦૪, ૨૦૫ ૧૪૮ ૧૪૬, ૧૫૩ ૧૬૬ ૧૭૪ ૧૮૫ ૨૭૭ ૨૭૫ ૧૩૬ દેવસૂરિ (બૃહદ્ગચ્છીય) ૧૩૬ દેવસૂરિ વાદીન્દ્ર દેવસેન દેવરાજ (મંત્રી) દેવર્કિંગણિ દેવવાચક દેવસૂરિ દેવેન્દ્રસૂરિ દેવેન્દ્રસૂરિ (ચંદ્રગચ્છીય) દેવેંદ્રસૂરિ (તપાગચ્છીય) દેશાઈ મોહનલાલ દલીચંદ દોશી બાબુલાલ સવચંદ દોશી બેચરદાસ ધનપાલ (કવિ) ધનંજય મહાકવિ ધનેશ્વરસૂરિ ૨૫૮ ધરણાસાહ ૨૨૬ ધણિગ ૧૦૬, ૧૦૮, ધરણિંદ ૧૬૭ ધરણેદ્ર (નાગરાજ) ધરણોરગ (ધરણેદ્ર) ૧૬૬ ર ૨, ૨૦, ૧૪૯, ૨૦૯ ૧૩૫, ૧૪૭, ૧૬૧, ૧૮૭ ૧૫૮ ૧૦૩, ૧૬૨, ૧૭૮ ૪૨ ૧૦૫, ૧૮૬, ૧૮૭ ૧૦૪ ૧૨ ૧૪૦, ૧૭૧, ૧૭૭, ૧૮૨, ૨૮૬ ૨૧૬ ૨૫૭, ૨૩૩, ૨૮૬ ૬૧, ૬૭, ૬૮, ૭૩, ૭૬ ૧૫૧ ૧૪૮, ૧૪૯ ૧૧૬, ૧૬૬, ૧૮૭ ૨૭૧ ૨૭૩ ૨૧૦ ૨૦૯, ૨૧૦ ૨૧૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૨૩ ل ૧૮૦ ધરસેન ૨, ૪૧ નવપલ્લવ પાર્શ્વનાથ ૧૯૩ ધર્મકીર્તિ ૩૨, ૩૫, પ૩ નવાબ સારાભાઈ ૨૮૬ ધર્મકીર્તિગણિ ૮૯ નહાપાણ ધર્મકીર્તિગણિ (ધર્મઘોષસૂ નંદ (શ્રી કૃષ્ણના પાલક પિતા) ૭૧, ૨૧૮, (તપાગચ્છીય) ૧૫૧, ૨૮૧ ૨૨૩ ધર્મચંદ્રગણિ (ખરતરગચ્છીય) નાગડ ૧૩૩ ધર્મઘોષસૂરિ ૧૬૨, ૧૭૧, ૧૭૨, નાગભટ્ટ (દ્વિતીય) ૬૩, ૬૪, ૨૯૨ ૬૬, ૬૮ ધર્મઘોષસૂરિ (તપાગચ્છીય) ૧૧૭ નાગભટ્ટ (પ્રતિહાર રાજા) ૨૧૯ ધર્મઘોષસૂરિ (પૌર્ણમિક) ૧૦૪ નાગહસ્તિ ૨૨૫ ધર્મઘોષસૂરિ (રાજગચ્છીય) ૨૫૭ નાગાર્જુન ૩૨-૩૫, ૩૮, ધર્મતિલક ૧૬૨ ૪૫, ૪૬, ૯૧, ધર્મદાસગણિ ૧૭૭, ૧૮૩ ધર્મનાથ (તીર્થંકર) પ૩, ૨૭૦, નાગાર્જુન ભિક્ષુ ૨૭૪ નાગાર્જુન (મહાયાન દાર્શનિક) ધર્મપાલ ૬૩, ૬૪ નાગાર્જુન (રસસિદ્ધ) ધર્મસૂરિ (રાજગચ્છીય) ૧૭૮ ધર્મસૂરિ વાદીન્દ્ર ૧૬૫, ૧૬૬ નાગાર્જુન ધાંધા ' ૧૮૫ (શિલાહારવંશીય રાજા) ૧૨૫, ૧૨૭ ધંધલ સંઘવી ૨૬૯, ૨૭૩ નાભિનંદન (આદીશ્વર) ૨૨૫ ૩૮ નાભિસુત ૨૪૮ ધ્રુવ આનંદશંકર બાપુભાઈ ૧૮૨ નાભેય ૧૫૩, ૨૪૪ નગેશ્વરી ૧૧૫ નાભયદેવ ૨૮૧, ૨૮૪ નન્નસૂરિ ૬૨ નાહટા અગરચંદ ૨૩૩, ૨૫૮, ૨૬૪, નભોવાહન ૨૮૬-૨૮૭ નમિ (તીર્થકર) ૨૫૧ નાહટા ભંવરલાલ ૨૮૬, ૩૦૪ નમિ (વિદ્યાધર) ૨૮૯, ૩૦૩, ૩૦૭ નાહર પૂરણચંદ ૧૯૧ નરચંદ્ર ગણિ ૧૦૬ નિર્ઝતિ (દિક્ષાલ) ૧૯૮ નરપાલ મણસાલી ૨૭૯ નિર્નયભટ્ટ મંત્રી ૧૫૨, ૧૭૨ નરપાલ સંઘવી ૨૭૮ નેમિકુમાર ૨૭૧ નરપાલસાહ ૨૭૫ નેમિચંદ્ર (બૃહદ્ગચ્છીય) ૧૦૮ નરવર્મા ૧૭૧, ૧૭૨ નેમિચંદ્ર (રાજગચ્છીય) ૧૬૬ નરસિંહ ૧૮૫ નેમિચંદ્રસૂરિ ૬૬, ૭૩ નરેંદ્રપ્રભસૂરિ (હર્ષપૂરીયગચ્છીય). ૧૯૭ નેમિ જિન (તીર્થકર) ૬૦, ૭૩, નિ, ઐ, ભા. ૧-૪૨ ધૂર્જટિ Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૨૫ ૧૨૫, ૧૨૬, ૧૪૩, ૧૮૫, પાઠક કાશીરામ બાપુરાવ ૩૧, ૩૫ ૧૯૨, ૨૦૬, ૨૧૭, ૨૨૧, પાતા (શ્રેષ્ઠી) ૨૭૨ ૨૫૧, ૨૫૮, ૨૬૦, ૨૬૩, પાત્રકેસરિ ૧૪૮ ર૬૪, ૨૯૭-૨૬૯, ૨૭૦- પાદલિપ્તસૂરિ ૮૫-૯૧, ૧૦૩, ૨૭૨, ૨૭૪-૨૭૭, ૨૭૯, ૧૦૮, ૧૧૬, ૨૮૨, ૨૮૪, ૨૮૮, ૨૮૯, ૨૯૪, ૩૦૦, ૩૦૩, ૩૦૪, પાદલિપ્તસૂરિ (તૃતીય) ૮૯, ૯૦, ૯૬-૯૮, ૩૦૮-૩૧૦, ૩૧૩, ૧૦૮, ૧૦૯, ૧૧૭ ૩૧૪, ૩૧૬ પાદલિપ્તસૂરિ (દ્વિતીય) ૮૯, ૯૨, ૯૭, નેમીશ્વર ૨૬૦, ૨૬૧, ૨૬૭, ૧૧૭, ૨૧૩ ૨૬૮, ૨૭૦, ૨૯૭ પાદલિપ્તાચાર્ય ૯૧ (ન)ન્નસૂરિ ૧૦૯ પાર્વતી ૧૪૪ ન્યાયવિજય ૨૩૩ પાર્શ્વજિન (તીર્થકર) ૨, ૨૦, ૭૫, ૧૬૦, પકમાવાઈ ૨૧૦ ૨૧૩, ૨૧૮-૨૨૦, જૂન (પ્રદ્યુમ્ન) ૨૬૮, ૨૭૭, ૩૦૩, ૨૨૪, ૨૩૦, ૨૩૩, ૩૦૭, ૩૧૩ ૨૬૯, ૨૭૫, ૨૮૫, પટેલ અમૃત ૨૪૬ ૩૦૩, ૩૪, ૩૦૯, પટોરિયા કુસુમ ૩૧૪ પદમલા ૧૮૫ પાર્ષદેવગણિ ૨ ૧૨ પદમ સોની ૨૭૩ પાર્શ્વનાથ ૧૧, ૧૩, ૬૨, ૭૫, ૮૪, પદ્મ (શ્રેષ્ઠીપુત્ર) ૨૦૯ ૧૫૯, ૧૬૧, ૧૮૪, ૧૮૬, પાદેવ ૧૯૨, ૧૯૩, ૨૦૩, ૨૦૪, પદ્મપ્રભ ૫૨, ૨૪૯ ૨૨૧, ૨૪૬, ૨૭૦, ૨૭૧, પદ્મા ૫૨ ૨૮૮, ૨૯૭, ૨૯૯ પદ્માવતી (દેવી) ૪૧, ૨૧૦, ૨૧૧ પાર્થ મુનિ ૯૪, ૯૬ પરમાનંદસૂરિ ૧૦૪, ૧૦૫ પાર્થ (યક્ષ) ૨૧૩ પરીખ રસિકલાલ ૧૬૪, ૧૬૫ પાલિત્ત ૬૭, ૮૫ પંચાસરા પાર્શ્વનાથ ૨૧૮ પાલિત્તસૂરિ ૬૬, ૮૫, ૮૭-૯૩, પંચાંગવીર ૨૭૬, ૩૧૪, ૧૧૬ ૯૫-૯૭ પંડિત સુખલાલ ૩૬, ૩૭, ૧૧૪, પાલિત્તસૂરિ. (તરંગવતીકાર) ૧૭૪ ૨૩૩ પાલિત્તસૂરિ (તૃતીય) ૮૯, ૯૬, ૯૭ પંડ્યા શાંતિકુમાર ૧૪૦, ૧૪૩, ૧૪૩, પાલિત્તસૂરિ (દ્વિતીય) ૯૧, ૯૨ ૧૪૫, ૧૪૬, ૧૪૯, પાલિત્તસૂરિ (પ્રથમ) ૧૫૨, ૧૫૩ પાલ્ડ ૧૮૫ ૪૫ ૧૬૬ ૯૭, ૧૦૬ Page #354 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૨૫ ૧૩૭ ર પૃથુ પાસ (પાર્શ્વ યક્ષ) ૨૧૨, ૨૧૩ બપ્પભટ્ટસૂરિ ૬૦-૬૯, ૭૧-૭૩, ૭૫પાસ (પાર્શ્વજિન) ૩૧૬ ૭૭, ૮૬, ૧૪૭, ૧૪૮, પાસ (પાર્શ્વનાથ) ૨૧૨, ૨૧૩ ૧૫૦, ૧૭૪, ૨૨૦, ૨૨૧, પિટ્ટનુપ (ગંગવંશીય) - ૧૩૭ ૨૨૩, ૨૫૩, ૨૭૦, ૨૭૪ પીથડ મંત્રી ૨૯૦, ૨૯૧ બપ્પટ્ટિ ૬૭ પુનઈ કોઠારી ૨૭૬ બલદેવ ૭૫ પુષ્પદંત ૨, ૪૧, ૨૦૯ બાણભટ્ટ ૪૫ પુંડરીક ગણધર ૯૨, ૨૮૩, ૨૮૮, બાલચંદ્ર કવિ ૧૧૬, ૧૬૭ ૩૦૧, ૩૦૩, ૩૦૬, બાહડ (મંત્રી) ૨૬૯, ૨૭૩, ૩૦૯, ૩૧૦, ૩૧૨, ૩૧૧ પૂનિગ (શ્રેષ્ઠી) ૨૬૯, ૨૭૩ બાહડ મેહતા ૨૬૩, ૨૬૬ પૂર્ણદેવ (બૃહદ્ગચ્છીય) ૧૬૧ બાહુબલિ ૨૧૭, ૨૨૦, ૨૨૯ પૂર્ણદેવસૂરિ ૧૬૨ બિજ્જલ પૂર્ણભદ્રસૂરિ ૧૬૬ બિલ્ડણ (મહાકવિ) ૧૪૨, ૧૪૭ પૂર્ણસિંહ કોઠારી ૨૭૧ બુદ્ધઘોષ ૧૦ ૧૪૩ બોહિથ ૨૭૩ પૃથ્વીધર મંત્રી ૨૮૮ બ્રહ્મનાગ ૧૩૩ પૃથ્વીરાજ ૧૩૧ બ્રહ્મશાંતિ (યક્ષ) ૨૧૭, ૨૨૧ પેથડ (શ્રેષ્ઠી) ૨૮૨, ૨૯૦, બ્રહ્મા ૧૪૨, ૧૪૩, ૧૬૪ ૨૯૧ બ્રહ્મદ્ર ૨૧૭ પર્માડિ (કદંબવંશીય) ૧૩૭ ભગવર્જિનસેન ૪૬ પ્રજ્ઞાપારમિતા ૪૦ ભટ્ટ અકલંકદેવ ૩૦, ૩૧, ૩૪, પ્રદ્યુમ્ન ૧૫૩, ૨૬૧, ૨૬૩, ૪૬, ૧૪૮ ૨૭૨, ૨૭૭, ૩૧૦ ભટ્ટ બંસીધર ૬૧, ૧૯૫, ૨૦૦ પ્રદ્યુમ્નવિજય ૧૮૦ ભટ્ટ ૬૦, ૬૧ પ્રદ્યુમ્નસૂરિ - ૬૫, ૭૭, ૧૬૬ ભટ્ટિય આચાર્ય પ્રદ્યુમ્નાચાર્ય બૃહદ્ગચ્છીય ૧૩૧ ભદઇત્તિ પ્રભાચંદ્રાચાર્ય (રાજગચ્છીય) ૫૯, ૬૮, ૭૭, ભદિય આચાર્ય ૮૬, ૮૮, ૯૦, ૯૧, ૧૧૭, ભદ્ર ૧૨૪, ૧૨૫, ૧૪૧, ૧૫૮, ભદ્રકીર્તિ (તારાગણકાર) ૧૭૪ ૧૯૨, ૧૬૬, ૧૯૬, ૨૦૯, ભદ્રકીર્તિ (બપ્પભકિસૂરિ) ૬૦, ૬૧, ૬૬૨૩૩, ૨૩૫ ૬૮, ૭૩, ૭૬, પ્રભાનંદસૂરિ ૧૮૬ ૧૧૫, ૧૫૦ બિપ્પ ૬૦, ૬૧ ભદ્રબાહુ ૮૫, ૨૧૧, ૨૧૨ o V o . Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૮૭ ભદ્રબાહુ આચાર્ય (દ્વિતીય). ૧૯, ૨૧૨ ભૈરવ (ક્ષેત્રપાલ) ૪૦, ૧૪૪, ૧૯૭ ભદ્રાચાર્ય ૨૦ ભૈરવી ૧૯૭ ભદ્રાય (દ્વિતીય) ૨૦ ભોજ (પરમાર રાજા) ૬૩, ૬૭, ૧૫૧, ભદ્રાર્યાચાર્ય ૧૯-૨૧ ૧૬૬, ૧૭૪ ૧૦૫, ૧૦૯ ભોજક અમૃતલાલ ૧૦૩, ૧૦૭ ભદ્રેશ્વરદેવસૂરિ - ૧૦૮ ભોજક ચિમનલાલ ૨૮૭ ભદ્રેશ્વરસૂરિ ૭૭, ૮૯, ૯૦, ૧૦૩, ભોજક લક્ષ્મણભાઈ ૧૦૪, ૧૦૬-૧૧૦, ભોજદેવ ૯૪ ૧૧૭, ૧૬૬ મદન (શ્રેષ્ઠી) ૨૫૮, ૨૬૧ ભદ્રેશ્વરસૂરિ (ચંદ્રગથ્વીય). ૧૦૫ મનૌતમલ્લ જયમલ્લ ૩૧૦ ભદ્રેશ્વરસૂરિ (દેવસૂરિ શિષ્ય) ૧૦૩ મમ્મટ ૧૬૪ ભદ્રેશ્વરસૂરિ (બૃહદ્ ગચ્છીય) ૧૦૫ મયણલ્લદેવી ૧૩૫-૧૩૭ ભદ્રેશ્વરસૂરિ (રાજગચ્છીય) ૧૦૭ મરુદેવી ૨૬૩, ૨૬૭, ૨૭૧, ૨૭૬, ભદ્રેશ્વરાચાર્ય ૧૦૪ ૨૮૨, ૨૮૪, ૨૮૯, ૩૦૦, ભરતચક્રવર્તી ૧૧૫, ૧૧૭, ૨૦૪, ૩૦૨, ૩૦૪, ૩૦૮-૩૧૧, ૨૧૭, ૨૧૯, ૨૨૨, માંડરાજ ૨૭૧, ૩૦૩ મલયગિરિ ૨, ૮૮, ૯૭ ભરતેશ્વર ૨૨૯, ૨૮૨, ૨૮૪ મલવાદી ૨, ૨૩-૨૫, ૩૫, ભરતેશ્વરસૂરિ ૧૬૫, ૧૬૬ ૬૧, ૮૫, ૧૦૩, ૧૮૨ ભતૃહરિ ૩૫, ૩૭, ૩૮, ૪૬ મલ્લિનાથ (તીર્થંકર) ૨૫૦ ભાયાણી હરિવલ્લભ ૬૧, ૬૮, ૯૦, ૧૦૪ મલ્લેિષણ (નાગેન્દ્રગથ્વીય). ૧૮૨-૧૮૪, ભારવિ (મહાકવિ) ૪૫, ૪૬ ૧૮૬, ૧૮૭ ભાવડ ૧૧૭ મહંમદ જૂના ૧૯૧ ભાવસાર ડાહી ૨૭૨, ૨૭૭ મહંમદ તઘલઘ ૧૯૧ ભાસ, ૪૫ મહાદેવ ૧૪૩, ૧૭૩, ૨૭૫ ભીમદેવ (દ્વિતીય) ૧૨૯, ૧૩૦, ૧૪૨, મહામંડલેશ્વર મારરસ ૧૬૪, ૧૭૩, ૧૭૪, મહામાયૂરી ૪૦ ૧૮૪ મહાવીર ૧૧, ૫, ૬૨, ૫, ૭૧, ભીમદેવ (પ્રથમ) ૧૩૦-૧૩૩, ૧૭૩ ૭૩, ૮૮, ૧૦૪, ૧૪૯, ભુવનચંદ્ર (ચત્રવાલ ગચ્છ) ૨૦૨-૨૦૪, ૨૧૯, ૨૨૧, ભુવનપાલ ૭૪ ૨૨૨, ૨૨૬, ૨૩૦, ભૂતબલિ ૨, ૪૧, ૨૦૯ ૨૭૩, ૨૬૯, ૩૧૦ ભૂદનભટ્ટ (મંત્રી) ૧૫૨ મહિપાલ રાજા ७४ ભૂંભવ ૨૭૧ મહૂમદ હઝનવી ૧૧૮ ૧૩૬ ૧૦૬ Page #356 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૨૭ મહેતા મોહનલાલ ૮૮ ૨૨૦, ૨૨૯, ૩૦૩, મહેન્દ્રસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૧૮૫-૧૮૭ - ૩૧૦, ૩૧૨ મહેશ ૧૪૨ મુડરાજ ૮૫, ૨૨૫ મહેશ્વરસૂરિ (બૃહદ્ગચ્છીય) ૧૭૮, ૧૭૯ મુંજ (પરમાર રાજા) ૬૭, ૧૫૧, ૧૬૬ મંડનગણિ વાચનાચાર્ય ૮૫, ૮૬, ૯૫- મુંજ (દ્વિતીય) ૧૭૩ - ૯૭, ૨૨૫ મુંજ પ્રથમ (પુરોહિત) ૧૭૩ માઘ ૪૫ મૂલરાજ (ચૌલુક્ય રાજા) ૧૩૦, ૧૩૨, માણિક્યચંદ્ર (રાજગચ્છીય) ૧૬૪-૧૬૭, ૧૪૭, ૧૭૩ ૨૪૬ મૂળરાજ (દ્વિતીય) ૧૭૪ માતૃચેટ ૪૫, ૧૧૪ મેઘ (પંડિત) ૧૯૬, ૧૯૯ માનતુંગસૂરિ ૭૬, ૧૧૦, ૧૧૫, મેરૂતુંગાચાર્ય (નાગેન્દ્રગથ્વીય) ૫૯, ૬૫, ૧૪૮, ૧૭૪, ૨૧૧, ૭૭, ૧૩૫, ૧૩૬, ૨૧૪, ૨૩૩, ૨૫૩ ૧૪૧, ૧૫૮, ૧૬૨, માલદેવ (મંત્રી) ૨૭૫ ૧૬૩, ૨૮૧ માલદેવ (શ્રેષ્ઠી) ૨૭૧ મેલાસાહ માલવણિયા દલસુખ ૧૯, ૧૦૩, ૧૦૬ મૈળલદેવી ૧૩૬, ૧૩૭ મિહિરભોજ ૬૩ મોજજુદીન સુલતાન ૧૩૨ મીનળદેવી (મીનલદેવી) ૧૩૫-૧૩૭ મોદી કેશવલાલ ર ૨૫ મુક્તાપીડ ૬૧ યક્ષદેવમુનિ ૯૩, ૯૪, ૯૬ મુખોપાધ્યાય શતકરિ ૨૧૬ યશશ્ચન્દ્ર ૧૬૭ મુન્નાર જુગલકિશોર ૩૧, ૩૪, ૩૬, યશોદેવ : ૧૩૨ ૪૨, ૪૫, ૪૬ યશોધવલ ૧૭૨ મુનિ ચતુરવિજય ૧૧૪, ૧૨૭, ૧૪૦, યશોભદ્ર ૨૧૨ ૧૫૮, ૧૫૯, ૨૧૨ યશોભદ્રસૂરિ મુનિચંદ્રસૂરિ ૧૦૯, ૧૧૦ યશોવર્મા ૬૦-૬૪ મુનિ પુણ્યવિજય ૧૨, ૧૯, ૮૮, ૧૭૧, યશોવિજય ૨૦૯, ૨૧૨, ૨૪૫, યાકિનીમહત્તરા ૧૭૮ ર૬૯, ૨૮૭ યુગાદિજિન ૨૩૦ મુનિરત્નસૂરિ યુગાદિદેવ ૯૧, ૨૮૮ (પૂર્ણિમાગથ્વીય) ૬૧, ૬૬, યુધિષ્ઠિર ૨૧૮, ૨૩૦ ૧૫૨, ૧૭૧- રતન (રત્નશ્રાવક) ૨૭૦, ૨૭૪ ૧૭૪ રતનદેવ (મંત્રી) ૨૭૫ મુનિસુંદરસૂરિ (તપાગચ્છીય) ૫૯, ૧૫૧ રત્ન (પુરોહિત) ૨૬૦ મુનિસુવ્રતજિન ૧૨૪, ૧૨૭, ૨૧૭, રત્નદેવ (શ્રેષ્ઠી) ૨૫૮, ૨૭૧ ૧૫ર Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ રત્નમંદિરગણિ (તપાગચ્છીય) રત્નશેખરસૂરિ (તપાગચ્છીય) રત્નસિંહસૂરિ (તપાગચ્છીય) રત્નસિંહસૂરિ (બૃહદ્ તપાગચ્છીય) રત્નાકરસૂરિ (ચંદ્રગચ્છીય) રત્નાકરસૂરિ (બૃહદ્તપાગચ્છીય) રથનેમિ રવિકીર્તિ રવિપ્રભસૂરિ (રાજગચ્છીય) રવિષેણ રસિયો વાલમ (ક્ષેત્રપાલ) રહિનેમિ (રથનેમિ) રા'ખેંગાર રાખેંગાર (ચોથો) રા'ગ્રાહરિપુ રાજમતી (રાજીમતી) ૧૯૪ વજ્રભૂતિ ૧૯૧ વજ્રસૂરિ ૧૯૪ વજ્રસેન (તપાગચ્છીય) વજ્રસ્વામી ૭૩, ૨૫૮, રાજશેખર (કાવ્યશાસ્ત્રી) રાજશેખરસૂરિ (રાજગચ્છીય) રાજશેખરસૂરિ (હર્ષપૂરીયગચ્છીય) ૭૭, ૨૫૭ ૨૬૦, ૨૬૧, ૨૭૧, ૨૭૨, ૨૭૬, ૨૯૪ ૧૪૯ ૫૯, ૨૨૨ રાજા આમ ૬૪ રાજુલ ૨૬૩ રામકીર્ત્તિ (દિગંબર મુનિ) ૧૪૪ રામચંદ્ર (કવિ) ૧૩૦, ૧૫૮, ૧૫૯, ૧૬૧ રામચંદ્રાચાર્ય રામભદ્ર રામસૂરિ રિસહજિણંદ રિસહ જિન રિસહેસર રુદ્ર (વિત્ર) ૧૯૬, ૨૯૪ રુપિણિ લક્ષ્મી ૨૫૭ ૨૫૭ ૨૬૯ ૧૦૫, ૧૦૬, ૨૫૩ ૨૬૩ લખપતિ (શ્રેષ્ઠી) ૨૬૩, ૨૭૨ લખરાજ ૪૫ લલિતાદિત્ય ૧૯૭ લલ્લશર્મા (પુરોહિત) ૧૫૦ લાવણ્યસમય ૧૯૮ વઇરૂટ્ટા ૨૭૭ વજ્રનંદી લક્ષ્મી (કુમાર દ્વિતીયની ભાર્યા) લક્ષ્મીસાગરસૂરિ (તપાગચ્છીય) લખપતિ (મંત્રી) નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ વત્સરાજ શ્રેષ્ઠી વરાહમિહિર વજ્રસ્વામી (દ્વિતીય) વજાચાર્ય વર્ધનકુંજર વર્ધમાન ૧૬૩, ૧૬૭, ૨૧૭, ૨૨૯ વર્ધમાનસૂરિ ૧૬૧, ૧૬૨ ૬૩ ૧૮૬, ૧૮૭ ૩૦૩ ૩૦૬ ૨૬૯, ૨૭૩ ૧૫૨, ૧૭૨ ૧૮૫ ૫૨, ૧૪૨, ૧૫૩ ૧૭૩ ૧૯૬ ૨૭૭, ૩૦૯-૩૧૧, ૩૧૩ ૨૭૨, ૨૬૯, ૨૭૩ ૬૧ ૧૭૩ ૧૯૬ ૨૧૦ ૪૨ 3 ૧૧૮ ૧૧૬, ૧૭૭-૧૭૯ ૧૧૪, ૧૧૬-૧૧૮, ૧૨૨, ૨૨૨ ૮૯, ૧૧૮, ૧૧૯ ૧૧૬ ૬૩, ૨૭૧ ૨૧૨ ૬૨, ૬૯, ૭૧ ૮, ૧૧, ૭૪, ૧૧૪, ૨૦૨, ૨૦૫, ૨૫૧, ૨૮૮, ૨૯૭, ૩૧૨ ૧૦૩, ૧૦૬, ૧૦૯, ૧૧૦, ૧૬૩, ૧૬૬, ૧૮૪, ૧૮૫, ૧૮૭, ૧૮૮, ૨૪૫ ૧૦૮ ૧૮૭ ૨૪૬ ૧૮૭ ૧૯૬ વર્ધમાનસૂરિ (ચંદ્રગચ્છીય) વર્ધમાનસૂરિ (દ્વિતીય) વર્ધમાનસૂરિ (નાગેન્દ્રગચ્છીય) વર્ધમાનસૂરિ (પ્રથમ) વલભીનાથ (ક્ષેત્રપાલ) Page #358 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૨૯ ૧૯ વલહીનાહ (ક્ષેત્રપાલ દેવતા) ૧૯૬ વિગ્રહરાજ (ચાહમાન રાજા) ૧૬૫, ૧૬૬ વલીનાહ ૧૯૭, ૧૯૮ વિજય ૧૭૩ વલ્લભાચાર્ય ૧૪૬ વિજય આચાર્ય (યાપનીય સંઘ) વસુબંધુ ૩૪, ૩૫, ૪૫, ૪૬ વિજયચંદ્રસૂરિ ૧૧૬, ૧૭૮, વસ્તીગ (વસ્તુપાલ) ૨૭૫ ૨૯૫ વસ્તિગ (વસ્તુપાલ) ૨૭૦ વિજયધર્મસૂરિ ૨૫૭, ૨૮૬ વસ્તિગિ (વસ્તુપાલ મંત્રી) ૩૧૨ વિજયપાલ (કવિ) ૧૪૦-૧૪૩, વસ્તુપાલ(ળ) ૭૫, ૧૩૩, ૧૪૩, ૧૪૫, ૧૪૫, ૧૪૭, ૧૬૪, ૧૬૫, ૧૭૩, ૧૫૨, ૧૫૩ ૧૭૪, ૧૮૨, ૧૮૩, વિજયસિંહ ખડગાચાર્ય ૧૨૫-૧૨૭ ૧૮૬, ૧૯૭, ૨૧૯, વિજયસિંહસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૬૭, ૭૩, ૨૨૧, ૨૨૩, ૨૫૭, ૧૧૯, ૧૨૪, ૨૫૮, ૨૬૧, ૨૬૩, ૧૨૭, ૧૮૬, ૧૮૭ ૨૭૦-૨૭૨, ૨૭૮, વિજયસિંહસૂરિ (બૃહદ્ગથ્વીય) ૧૪૧-૧૪૨ ૨૮૨, ૨૮૫, ૨૮૮, વિજયસિંહાચાર્ય ૧૧૫, ૧૨૬, ૧૭૯ ૨૮૯, ૨૯૦, ૨૯૨, વિજયસીહ ૨૯૪, ૩૦૩, ૩૦૯ વિજયસૂરિ ૬૬ વાગીશ્વરી ૧૪૭ વિજયસેનસૂરિ ૧૮૩-૧૮૭ વાભટ્ટ (મંત્રી) ૨૫૮, ૨૬૦, ૨૬૯, વિજયસેનસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૧૧૬, ૧૮૨ ૨૮૮, ૨૮૯, ૨૯૭, વિજયાદિત્ય (કદંબ વંશીય) ૧૩૭ ૩૦૯ વિદ્યાનંદ ૩૫, ૧૪૮ વાભટ્ટ મહંતો ૨૬૩ વિનમિ (વિદ્યાધર) ૨૮૯, ૩૦૩, વાદિ કુમુદચંદ્ર ૧૫૨ ૩૦૭ વાદિરાજ (દિગંબર મુનિ) ૧૪૯ વિનયચંદ્રસૂરિ (રાજગચ્છીય) ૬૬, ૭૩, વાદી જંઘાલ ૬૮ ૧૯૭ વાદી દેવસૂરિ (બૃહદ્ગચ્છીય) ૧૦૪, ૧૪૯, વિનયપ્રભ (ખરતરગચ્છીય) ૧૫૨, ૧૭૮, વિનાયક ૧૪૪ ૧૮૨, ૨૩૫, વિમલ (મંત્રી) ૧૯૬, ૧૯૮, ૨૧૮, વાલીનાથ ૧૯૭ ૨૨૨-૨૨૫, ૨૩૦ વાલીનાહ (ક્ષેત્રપાલ) ૧૯૬-૧૯૮ વિમલનાથ ૨૫૦, ૨૭૧, ૨૭૫ વાસુદેવ ૭૫ વિમલસૂરિ - ૪૨, ૮૭, ૧૫૦ વાસુપૂજય (તીર્થકર) ૨૦૩-૨૦૫, વિષ્ણુ ૧૪૨, ૧૪૩, ૧૫૩ ૨૫૦ વીર (મહાવીર) ૭૪, ૯૧, ૯૭, વિક્રમાદિત્ય દો ૧૩૭ ૧૯૨, ૨૦૪, ૨૦૬ ૧૯૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૬૬ ૨૧૭, ૨૧૮, ૨૨૧ શાસ્ત્રી કેશવરામ કાશીરામ ૧૯૧ ૨૨૯, ૨૬૩, ૨૭૧, શાસ્ત્રી કૈલાસચંદ્ર ૩૩, ૩૪, ૩૮ ૨૭૯, ૨૮૨, ૨૮૪, શાસ્ત્રી દુર્ગાશંકર કેવળરામ ૧૪૦ ૨૮૯, ૩૦૦, ૩૦૪, શાસ્ત્રી દેવેન્દ્રકુમાર ૪૫ ૩૦૯ શાસ્ત્રી હરિપ્રસાદ ૧૯૧ વીરગણિ ૧૯૬ શાસ્ત્રી હરિશંકર અંબાશંકર ૨૧૬, ૨૮૭ વીરચંદ્રસૂરિ ૨૨૬ શાહ અંબાલાલ પ્રેમચંદ ૧૦૩, ૧૨૭, ૧૪૦, વીરધવલ ૧૭૩ ૧૫૮, ૧૫૯, ૧૭૧, વીરભદ્રાચાર્ય ૨૧૯ ૧૮૩ વીરસૂરિ ૧૮૬-૧૮૮ શાહ ઉમાકાંત ૯૨, ૧૦૩, ૧૦૭, વીરસેન ૨, ૩૧, ૪૧, ૪૬, ૧૦૮ ૬૫, ૨૦૯ શાહ બાબુભાઈ સવચંદ ૨૮૭, ૨૯૫, ૩૦૯ વીરૂપાનાથ (ક્ષેત્રપાલ) ૧૯૬, ૧૯૭ શાહ રમણીકલાલ ૧૦૪, ૩૦૯ વીસલ(ળ)દેવ ૧૭૩ શાંતક ૧૫૩ વૃષભ (જિન) ૨૦૫, ૨૧૮, ૨૨૬, શાંતિ (જિન) ૫૩, ૬૨, ૭૧, ૭૪, ૨૩૦, ૨૪૦ ૯૧, ૯૨, ૯૭, ૧૦૬, દ્વિરસ્વામિ ૧૩૩, ૨૧૮, ૨૨૩, ૨૩૦, વૈરાટ્યા (શ્રેષ્ઠીપુત્ર પઘનીભાર્યા) ૨૦૯ ૨૫૦, ૨૭૧, ૨૭૫, ૨૭૬, વિરોચ્યા (દેવી) ૪૧, ૨૧૦ ૨૮૨, ૨૮૪, ૨૮૯, ૩૦૪, વ્રજ (શ્રેષ્ઠી) - ૨૭૧ ૩૦૯ શબર ૩૩, ૩૪, ૪૬ શાંતિદેવી શવ (તીર્થકર) ૧૪૯-૧૫૨, ૨૪૮ શાંતિપ્રભસૂરિ શઠંભવ ૧૫, ૧૬, ૧૯ શાંતિસૂરિ ૧૮૬ શવરાજ (સંઘવી) ૨૬૯, ૨૭૨, ૨૭૭ શાંતિસૂરિ વાદિવેતાલ ૧૨૭ શશાંક ૩૯ શાંબા ૨૭૨, ૩૧૦ શંકર ૧૪૫ શિલાહારરાજ ૧૨૬, ૧૨૭ શંકરાચાર્ય ૩૦ શિવ ૧૪૨-૧૪૪, ૧૪૬, ૬૨, ૬૮, ૭૩ ૧૬૪ શંભવ ૧૪૯, ૧૫૦ શિવનંદી શાણ (શ્રેષ્ઠી) ૨૭૧ શિવગંદી વાચક ૮૮, ૯૭ શાન્તા ૧પ૩ શિવાદેવી ૨૭૨ શામકુંડ ૪૧ શિવાર્ય ૧૭૭ શામ્બ ૨૬૧ શીતલનાથ પર, ૧૮૪, શાર્ગધર ૧૪૧ ૨૪૯ # * ૦ • Page #360 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૩૧ ૨૬૧ ૦ ૧ ૩૧૦ શીલભદ્રસૂરિ ૧૯૬ સમિઢેશ્વર (શિવાલય) ૧૪૪ શીલસૂરિ ૧૧૦ સમુદ્રઘોષસૂરિ ૧૭૧, ૧૭૨ શીલાચાર્ય ૧૦૩, ૧૧૦ સમુદ્રવિજય શીલાંકદેવ ૧૦૭ સમુદ્રસૂરિ (નાગેન્દ્રગથ્વીય) ૬૭, ૧૧૯, શીલાંકસૂરિ ૧૦૩, ૧૧૦ ૧૨૫ શુભશીલગણિ તપાગચ્છીય પ૯, ૧૧૮, ૧૯૬ સમુદ્રસેન શોભનમુનિ ૧૪૮, ૧૫૧ સમુદ્રાચાર્ય શોભિત (કવિબંધુ) ૧૪૧, ૧૫૩ સમ્રાટ ધ્રુવ ૬૩ શ્યન ચાંગ (ચીની યાત્રી) ૯૧ સરસતિ (સરસ્વતી) ૪૧, ૧૨, ૬૨, ૬૯, શ્રીકૃષ્ણ ૨૧૮, ૨૨૩ ૨૬૫, ૨૬૯, ૨૭૩ શ્રીકૃષ્ણદેવ (સંસ્કૃતભાષા વિશારદ) ૨૫૮ સર્વદેવ (દ્વિતીય) ૧૭૩ શ્રીચંદ્રસૂરિ ૭૪, ૧૬૬ સર્વદેવ (પ્રથમ) ૧૭૩ શ્રીદેવ ૨૨૯ સર્વાનુભૂતિ (યક્ષ) ૭૫ શ્રીપાલ (કવિ) ૧૪૦-૧૪૯, ૧૫૧- સલક્ષ શ્રેષ્ઠી ૨૬૯ ૧૫૩, ૧૯૬ સલખ ૨૭૩ શ્રીમાતા (દેવી) ૧૯૬, ૧૯૮ સવા (શ્રેષ્ઠ) શ્રીવીર ૨૧૯ સંગમસિદ્ધ ૨૧૭ શ્રેયાંસ (તીર્થકર) ૨૪૯, ૨૮૨, ૨૮૪, સંગમસિદ્ધ મુનિ ૯૨, ૯૬ ૨૮૯, ૩૦૦ સંગમસિંહમુનિ ૯૩, ૯૬, ૨સ્મ સગર ચક્રવર્તી ૧૪૩, ૨૮૨, ૨૮૪ સંગમસિંહસૂરિ ૮૫, ૮૬, ૯૨, ૯૪, સમસિંહ ૮૬, ૯૩ ૯૫, ૯૭, ૨૧૭, સજ્જન (દંડનાયક) ૧૦૫, ૧૦૭, ૧૨૬, ૨૨૫ ૧૨૭, ૨૨૧, ૨૫૮, સંગમસીહ ૨૧૭ ૨૬૧ સંગમસૂરિ ૭૪, ૯૬, ૨૧૬, ૨૧૮સત્યપુર મહાવીર ૩૧૦ ૨૨૦, ૨૨૫, ૨૨૯, સદા (શ્રેષ્ઠ) ૨૭૧ ૨૩૧ સબર ૩૫ સંગમ સ્થવિર ૨૧૭ સમરસિંધ ૨૭૩ સંગમાચાર્ય ૯૪, ૯૬ સમરસિંહ ૨૬૯, ૨૭૧ સંઘદાસ ગણિ ૮૭, ૧૦૬, ૨૦૨, સમરા (સાત) ૧૯૩, ૨૮૮-૨૯૦ સંતિ ૨૯૧, ૨૯૫, ૨૯૮ સંપ્રતિ (રાજા) ૧, ૧૯૩, ૨૨૩ સમતભદ્ર ૩, ૨૮-૪૩, સંબ (સાંબ) ૩૦૩, ૩૦૭ ૪૫, ૪૬, ૧૧૫, સંભવનાથ ૧૪૭, ૧૪૯, ૧૪૮, ૧૪૯ ૧૫૦ ૩૦૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૪૬ સાગરચંદ્ર (કવિ) ૧૫૮, ૧૬૩ ૭૬, ૧૬૬ ૧૬૭, ૨૪૫, સિદ્ધસેન “સાધારણાંક” ૨૨૬ ૨૪૬, ૨૫૧ સિદ્ધસેન દિવાકર ૧૪, ૨૮, ૩૦, ૩૬સાગરચંદ્ર (હેમચંદ્ર શિષ્ય) ૨૪૬ ૩૮, ૪૫, ૪૬, ૧૦૩, સાગરચંદ્ર (ખરતરગચ્છીય) ૧૭૮ ૧૦૫, ૧૦૮, ૧૧૪, સાગરચંદ્ર (નાગેન્દ્રગથ્વીય) ૨૪૬ ૧૧૫, ૧૪૮, ૧૭૪, સાગરચંદ્ર (રાજગચ્છીય) ૧૮૨, ૨૩૩, ૨૩૫, સાગરચન્દ્રસૂરિ ૨૪૮ ૨૫૩ સાતવાહન રાજા ૯૭ સિદ્ધસેનગણિ ૩૫, ૬૧ સાધુ નરપાલ ૨૭૧ સિદ્ધસેનસૂરિ ૬૦-૬૨, ૬૫, ૬૭ સામ (શામ્બ) ૨૭૭ સિદ્ધસેનસૂરિ (ઉકેશગચ્છપતિ) ૨૯૧ સામંતસિંહ મંત્રી ૧૩૨, ૧૩૩ સિદ્ધસેનાચાર્ય ૨૩૩ સામલ શાહ ૨૭૨ સિંહર ક્ષમાશ્રમણ ૬૧, ૧૮૨ સામલસા ૨૭૭ સીધરાજ (સિદ્ધરાજ) ૨૭૬ સામિ (શાબ) ૩૧૩ સીમંધર ૨૮૨, ૨૮૫ સાહ જાવડિ ૧૧૯ સુપાર્થ (તીર્થકર) ૨૧૭, ૨૨૦, સાંડેસરા ભોગીલાલ ૧૦૭, ૧૦૮, ૧૪૦, ૨૨૯, ૨૪૯ - ૧૬૪, ૧૬૫ સુબંધુ ૪૫ સાંતૂમંત્રી ૧૦૫, ૧૦૭, ૧૩૫, સુમતિ (તીર્થકર) ૨૪૮ ૧૪૩, ૧૪૭ સુમતિગણિ ૨૨૫ સાંબ ૨૬૩, ૨૬૮ સુયશા સિદ્ધપાલ (કવિ) ૦, ૧૪૧ ૧૪૭, સુરપ્રભસૂરિ ૧૭૧ ૧૫૨, ૧૫૩ સુરેખાશ્રીજી સિદ્ધરાજ જયસિંહ) ૭૪, ૧૩૬, ૧૩૭, સુલતાન મહંમદ જૂના ૧૯૧, ૧૯૩ ૧૪૧, ૧૪૩, ૧૪૫, સુવિધિ (તીર્થકર) ૨૪૯ ૧૪૭, ૧૫૨, ૧૫૮, સુવ્રત (તીર્થકર) ૧૨૬, ૨૫૧, ૧૬૪, ૧૬૫, ૧૭૧, ૨૮૫ ૧૭૨, ૧૮૨, ૨૪૬, સેતુજસામી (યુગાદિપ્રભુ) ૩૦૯ ૨૭૨, ૨૭૭ સૈદ્ધાંતિક યક્ષદેવ ૯૪, ૯૬ સિદ્ધરાજ (શ્રેષ્ઠી) ૨૭૧ સોઢલકવિ ૧૨૫, ૧૨૬ સિદ્ધર્ષિ ૧૧૦, ૧૭૪ સોમ (મંત્રી) ૨૭૧, ૨૭૫ સિદ્ધસૂરિ (ઉપકેશગચ્છીય) ૧૯૩ સોમ (શ્રેષ્ઠી) ૩૧૦ સિદ્ધસૂરિ ૨૨૧ સોમચંદ્ર ૧૬૨, ૧૬૩ સિદ્ધસેન ૨, ૨૮, ૩૭, ૩૮ ૪૩, સોમધર્મગણિ (તપાગચ્છીય). ૧૯૬, ૨૯૪ Page #362 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (વ્યક્તિ) ૩૩૩ ૪૫ જ ૨૭૫ સોમનાથ ૧૪૭ ૧૦૭, ૧૦૮, ૧૧૦, સોમપ્રભ (ખરતરગચ્છીય) ૩૦૪ ૧૧૫, ૧૭૮, ૨૫૩ સોમપ્રભગણિ ૩૦૪, ૩૦૮ હરિભદ્રાચાર્ય ૧૬૬ સોમપ્રભાચાર્ય (બૃહદ્ગચ્છીય) ૭૬, ૯૦, ૯૧, હરિણ ૧૩૨, ૧૪૧, ૧૭૭- હરિસેન ૭૮ ૧૮૦, ૨૨૩ હર્મન યકૉબિ ७८ સોમરાજ ૧૩૦, ૧૩૧ હર્ષકીર્તિ (તપાગચ્છીય) ૧૮૦ સોમરાજદેવ મહાપ્રતિહાર ૧૨૯ હર્ષનિધાન ૭૮ સોમસિંહ ૨૭૧ હર્ષવર્ધન સોમસુંદરસૂરિ (તપાગચ્છીય) ૧૫૧, ૨૬૯, હાજા (મંત્રી) ૨૯૩ હાજા (શ્રેષ્ઠી) ૨૭૧ સોમેશ્વરદેવ (કવિ) ૧૪૪, ૧૭૩, ૧૭૪ હારિલ વાચક ૧૧૫ સોમેશ્વર દેવ (દ્વિતીય). ૧૩૭, ૧૭૩ હાલ ૮૯ સોમેશ્વર પ્રથમ (પુરોહિત) ૧૪૩, ૧૭૩ હેમચંદ્ર ૧૪૮, ૧૪૯, ૧૬૨, સોલશર્મા (પુરોહિત) ૧૭૩ ૧૬૩, ૧૭૪ સ્કંદકુમાર ૧૬૪ હેમચંદ્ર (બૃહદ્ગથ્વીય) ૧૪૧ સ્તંભન પાર્શ્વનાથ ૨૨૧, ૨૨૩, ૨૨૫ હેમચંદ્રસૂરિ ૮૯, ૧૩૬ સ્થૂલભદ્ર ૨૧૨ હેમચંદ્રસૂરિ (પૂર્ણતલગચ્છીય) ૧૦૮, ૧૧૭, સ્વાયંભૂવ ૧૫, ૧૯ ૧૩૫, ૧૫૮, હમ્મીર ૧૬૫, ૧૬૭, હરપતિ (સંઘપતિ) ૨૬૩ ૧૮૨, ૨૪૫ ૧૪૩ હેમચંદ્રસૂરિ (રત્નાકરગથ્વીય) ૧૯૨ હરિ (કવિ) ૧૭૭, ૧૭૯ હેમચંદ્રાચાર્ય ૭૭, ૧૩૭, ૧૪૭, હરિપાલ ૧૮૫ ૧૫૨, ૧૫૯, ૧૭૨, હરિભદ્રસૂરિ (કલિકાલગૌતમ) ૧૮૬ ૧૮૩, ૨૩૧, ૨૪૬ હરિભદ્રસૂરિ (યાકિનીસૂન) ૧૨, ૧૯, ૩૧, હેમહર્ષસૂરિ ૧૦૬ ૩૫, ૪૬, ૬૫, ૬૭, હેમહંસસૂરિ (તપાગચ્છીય) ૨૫૭, ૨૬૯ ૮૫, ૯૨, ૯૩, ૧૦૩, ૧૩૨ હરિ નિ, ઐ, ભા. ૧-૪૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ અગસ્ત્યસિંહીયા ચૂર્ણિ અથર્વવેદ અનંતનાથચરિય અનુયોગદ્વા૨ચૂર્ણિ અનેકાંતજયપતાકા અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકા અપન્રુતિદ્વાત્રિંશિકા અમમચરિત્ર અમમસ્વામિચરિત અમમસ્વામિચરિત્ર અર્થાન્તરન્યાસક્રાત્રિશિકા અર્બુદગિરિકલ્પ અષ્ટશતીભાષ્ય અંતકૃતદશા આખ્યાનકમણિકોશવૃત્તિ આગમ આચારાંગનિર્યુક્તિ આચારાંગ-સૂત્ર આતુરપ્રત્યાખ્યાન આત્મગર્હાસ્તોત્ર આદિનાથ સ્તુતિ આદિપુરાણ આપ્તમીમાંસા ગ્રંથ નામ આમ્રપ્રબંધ આરંભસિદ્ધિ આરાધના આરાધનાપતાકા આરાધનાપ્રકરણ આરાધનાસાર આવશ્યકચૂર્ણિ ૧૯ ૪૦ EE ૯, ૨૬૩ ૩૧, ૯૩ ૧૮૨, ૧૮૩ ૧૬૦ ૬૧ ૧૫૨, ૧૭૧-૧૭૪ ૬૬, ૬૭, ૭૩ ૧૬૧ ૨૯૩ ૩૧ ૮૯ ૧૦૫ ૧ ૨, ૨૦૩, ૨૨૦ ૨૦૨ ૧૪ ૧૦૬, ૨૫૩ ૨૪૦ ૩૧ ૨૮, ૩૧, ૩૩, ૩૫, ૩૬, ૩૮ આવશ્યકનિર્યુક્તિ આવશ્યકવૃત્તિ આવશ્યકસૂત્ર ઇસિભાસિયાઈ ઉજ્જયંતિગિરિતીર્થસ્તોત્ર ઉત્તરાધ્યયનસૂત્ર ઉદયસુંદરીકથા ઉપદેશતરંગિણી ઉપદેશમાલા ઉપદેશરત્નાકર સટીક ઉપદેશસાતિ ઉપમાભિ જિનસ્તુતિદ્વાત્રિંશિકા ઉપમાભિ દ્વાત્રિંશિકા કર્ણસુંદરી નાટિકા કર્ણિકા વૃત્તિ કપૂરપ્રકર કપૂરપ્રકર-અવચૂર્ણિ કપૂરપ્રકર-લઘુ ટીકા કર્મગ્રંથષડશીતિ ઉપમિતિભવપ્રપંચાકથા ઉપસર્ગહરસ્તોત્ર ઉપસર્ગહરસ્તોત્ર (લઘુ વૃત્તિ) ઉવસગ્ગહરથોત્ત ઉવસગ્ગહરથોત્ત (વૃત્તિ) ઋષભચરિત્ર ઋષિભાષિતાનિ ૧૯ કર્મપ્રકૃતિ-પ્રાકૃત ૧૮૩ ૧૭૭ ૧૨, ૧૪, ૧૫ ૧૫ કર્મસ્તવ કલ્પપ્રદીપ ૨, ૮, ૧૦, ૧૨, ૨૦૩ ૧૨, ૩૧ ૭, ૯, ૧૦, ૧૧ ૧૨ ૧૦૬, ૨૦૨, ૨૦૪ કલ્પસૂત્ર-સ્થવિરાવલી ૨૫૭ ૧૦, ૧૩, ૨૦૨ ૧૨૫ ૨૯૪ ૧૭૭, ૧૮૩ ૫૯ ૧૯૬, ૨૯૪ ૧૫૯, ૧૬૧ ૧૬૧ ૧૦૫, ૧૭૪ ૨૧૧, ૨૧૨, ૨૧૪ ૨૧૨ ૨૧૧ ૨૧૨ ૧૦૯ ૧૧, ૨૦૨ ૧૪૨ ૧૮૩ ૧૭૭-૧૮૦ ૧૭૮ ૧૭૮ ૧૮૩ ૨ ૧૮૩ ૫૯, ૬૫, ૭૭, ૮૯, ૧૧૬, ૧૮૪, ૧૯૩, ૧૯૪, ૧૯૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧ ૨૦ Page #364 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (ગ્રંથ નામ) ૩૩૫ ૬૦ કલ્યાણમંદિરસ્તોત્ર ૧૪૮, ૨૩૩-૨૩૬ ગૌડવો કવિશિક્ષા ૧૬૩ ગૌતમસ્વામિસ્તવ ૧૧૪, ૧૧૫, ૧૧૮, કહાવલિ ૭૭, ૮૯-૯૨, ૯૭, ૧૨૨ ૧૦૩-૧૧૦, ૧૧૭ ચઉપન્નમહાપુરિસચરિય ૧૦૩, ૧૦૭ કાત–વિશ્વમટીકા ૧૮૪ ચતુરવિજય મુનિ ૧૧૪ કાદંબરી ૪૫ ચતુરવિંશતિજિનસ્તુતિ કાલજ્ઞાન ૮૮ (શ્રીપાલકારિત) ૧૪૧, કાવ્યપ્રકાશ ૧૬૪ ૧૪૬, ૧૪૭, કાવ્યશિક્ષા ૬૬, ૧૬૫, ૧૯૭ ૧૪૯, ૧૫૩ કિરાતાજુનીય ૪૫ ચતુરશીતિપ્રબંધ ૧૬૫, ૨૪૬ કીર્તિકૌમુદી ૧૭૪ ચતુર્વિશતિકા ૬૮, ૭૨ કુમાર ૧ ચતુર્વિશતિ જિનસ્તવ (સાગરચંદ્રકૃત) ૨૪૫ કુમારપાલપ્રતિબોધ ૯૦ ચતુર્વિશતિજિનસ્તવ કુમારવિહારશતક ૧૬૨ (ખરતરગચ્છીય જિનપ્રભસૂરિકારિત) ૧૫૧ કુવલયમાલાકહા ૯૧, ૯૭ ચતુર્વિશતિજિનસ્તવન ૨૪૮ ક્ષેત્રસમાસ ૩૭ ચતુર્વિશતિજિનસ્તવન ખરતરગચ્છગુર્નાવલી ૧૯૭ (તપાગચ્છીય ધર્મઘોષસૂરિકારિત) ૧૫૧ ખરતરગચ્છ-બૃહત્ ગુર્વાવલી (પૂર્વાર્ધ) ૧૩૧ ચતુર્વિશતિજિનસ્તવન (શ્રીપાલકારિત) ૧૪૧ ગણધર સાર્ધશતક બૃહદ્રવૃત્તિ ૨૨૫ ચતુર્વિશતિજિનસ્તુતિ ગણરત્નમહોદધિ ૧૦૩, ૧૬૩-૧૬૫, (બપ્પભદિસૂરિકારિત) ૨૯, ૧૪૭, ૧૫૦ ૧૬૭, ૨૪૫ ચતુર્વિશતિજિનસ્તુતિ ગંડિકાનુયોગ ૨૦૨ (મુનિ શોભનકારિત) ૧૫૧ ગાથાસપ્તશતી ૮૯ ચતુર્વિશતિ-નમસ્કારસ્તવ ૧૬૫ ગિરનાર ચૈત્ય પરિપાટી ૨૭૩ ચતુર્વિશતિ-સ્તવ ૧૪૯, ૨૦૨ ગિરનાર ચૈત્યપરિપાટી સ્તવન ૨૫૭, ૨૬૨ ચતુર્વિશતિ-નમસ્કારસ્તવ ગિરનાર ચૈત્યપ્રવાડી ૨૬૩, ૨૬૫ (સાગરચંદ્રકૃત) ગિરનાર ચૈત્ર પરવાડિ ૨૭૭ ૨૪૫, ૨૪૬ ગિરનાર ચૈત્રપ્રવાડિ - ૨૫૭, ૨૬૮ ચત્તારિમંગલમ્-સ્તોત્ર ૧૦ ગિરનાર તીર્થમાલા ૨૫૭, ૨૬૩ ચંદ્રપ્રભચરિત ૧૮૬ ગિરનારતીર્થમાલા (હેમહંસકૃત) ૨૬૯ ચિકુરદ્ધાત્રિશિકા ૨૩૫, ૨૩૬, ગિરનારસ્થ ખરતરવસહી ગીત ૨૭૯ ૨૪૦, ૨૪૪ ગીતાધ્યાય ૧૩૦ ચૈત્યપરિપાટી-સ્તવ ૯૩ ગુર્નાવલી ૧૩૧ ચૈત્યપરિપાટી સ્તવન (જિનતિલકસૂરિ) ૧૯૨ ૧૬૫, Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કર ૧૩૨ ચૈત્યપરિપાટીસ્તવન (સંગમસૂરિકૃત) ૨૧૬, તીર્થમાળાસ્તવન(વિનયપ્રભકૃત) ૧૯૨ ૨૨૯, ૨૩૧ તીર્થવંદનાસ્તવન ૨૧૮ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ૨૦૨, ૨૦૩ તીર્થાવકાલિકપ્રકીર્ણક ૧૦૬, ૨૦૩ જંબૂદ્વીપસમાસ ૩૭ ત્રિભુવનતીર્થમાળા ૨૮૧ જિણધમ્મપડિબોહો ૧૪૧ ત્રિલોકપ્રજ્ઞપ્તિ ૨, ૨૦૩, ૨૧૦, જિનધર્મપ્રતિબોધ ૯૦, ૧૩૨, ૧૪૧, ૨૩૪ ૧૮૦ ત્રિષષ્ટિનરસદવૃત્તકાર ૧૭૪ જિનમ્નતિશતક ૨૮ ત્રિષષ્ઠિશલાકાપુરષચરિત્ર (ત) ૧૭૨, ૧૭૪ જિન-સ્નાત્ર-વિધિ ૯૮ ત્રિષષ્ઠિસારપ્રબંધ ૧૭૭ જીવસિદ્ધિ ૩૧ દર્શનસાર જીવાનુશાસન ૨૨૬ દશકાલિક ૧૯ જૈન સ્તોત્ર સંદોહ ૧૫૮ દશવૈકાલિક-ચૂર્ણિ ૧૫, ૨૦ જૈનેન્દ્રશબ્દશાસ્ત્ર ૩૧ દશવૈકાલિક-ચૂર્ણિ (દ્વિતીય) ૧૫ જ્ઞાતાધર્મકથા ૧, ૨૦૩ દશવૈકાલિકટીકા જ્ઞાતાધર્મકથાગ ૮૯ દશવૈકાલિકસૂત્ર - ૧૫, ૧૬, ૧૯, ૨૧, જ્યોતિષકડક ૨૫, ૮૭, ૮૮, ૯૭, ૨૨૫ દિનકરપ્રજ્ઞપ્તિ તત્ત્વજ્ઞાનવિકાસિની ૧૬૬ દીપવ્યાકરણ ૧૦૩ તત્ત્વબોધબોધાયની ૧૮૨ દૃષ્ટાન્તગર્ભસ્તુતિદ્વાત્રિશિકા ૧૬૦ તત્ત્વાર્થસૂત્ર-વૃત્તિ ૩૫ દેવાગમસ્તોત્ર ૨૮, ૩૧ તત્ત્વાર્થાધિગમશાસ્ત્ર સભાપ્ય ૬૧ દ્રૌપદીસ્વયંવર (નાટક) ૧૪૧, ૧૪૨, ૧૫ર તત્ત્વાર્થાધિગમસૂત્ર ૭૬, ૮૭, ૧૧૪ તાત્રિશિકા ૩૬, ૭૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર-સભાષ્ય ૩૭ દ્વાદશાહનચક્ર તરંગવઈકહા ૮૫, ૧૦૬, ૨૨૫ દ્વાદશાનિયચક્ર-ટીકા તરંગવતીકથા ૮૫, ૮૭, ૮૯ ૯૭, દ્વાદશાનિયચક્ર-વૃત્તિ ૨૪, ૧૮૨ ૧૧૬, ૧૭૪ દ્વાદશાનિયચક્ર ભાષ્ય તારાગણ. ૬૨, ૬૬-૬૯, ૧૭૪ યાશ્રયકાવ્ય ૧૩૫ તિલકમંજરી - ૬૧, ૬૭ દયાશ્રયકાવ્ય-વૃત્તિ ૧૩૫ તિલોયપણની ૪૨, ૨૧૦, ૨૩૪ ધમ્મોવએસમાલા-વિવરણ ૯૪ તીર્થમાલાસ્તવ ૨૨૬ ધર્મવિધિટીકા ૧૮૩ તીર્થમાલાસ્તવન ૭૪, ૨૨૫, ૨૩૧ ધર્માલ્યુદયકાવ્ય ૧૧૬, ૧૮૨-૧૮૪ તીર્થમાળા ૧૯૬ ધર્મોપદેશમાલાવિવરણ-વૃત્તિ તીર્થમાળા (મેઘરચિત) ૧૯૯ ધવલા-ટીકા છે ૬૧ જ એ Page #366 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (ગ્રંથ નામ) ૩૩૭ ૧૯૬ નયચક્ર ૨૩, ૨૪ પાર્શ્વનાથચરિત્ર ૧૬૪, ૧૬૬ નરનારાયણાનંદ મહાકાવ્ય ૧૪૩, ૧૪૫ પુરાણ ૧ નંદિસૂત્ર ૨, ૨૦, ૧૪૯, પુરાતત્ત્વ ૨૫૭ ૨૦૯ પુરાતનપ્રબંધસંગ્રહ ૫૯, ૧૧૬, ૧૬૪, નંદિસૂત્ર સ્થવિરાવલી ૨૦, ૨૦૯ નન્દીશ્વરદ્વીપસ્તુતિ ૨૦૫ પુંડરીકગિરિસ્તવન ૮૯ નાનાકથાનકમબંધાવલિ ૧૬૪, ૧૮૩ પુંડરીક પ્રકીર્ણક ૮૯, ૯૬, ૧૦૮, નાભિનંદનજિનોદ્વાર પ્રબંધ ૧૧૬, ૧૯૩, ૨૨૫ ૨૯૧ પુંડરીકશિખરિસ્તવ ૨૯૪, ૨૯૫ નાભેયનેમિદ્વિસંધાનકાવ્ય ૧૪૧ પુંડરીકશિખરીસ્તોત્ર ૨૮૧, ૨૮૭, ૨૯૦, નાભેયસ્તવ ૨૪૪ ૨૯૩, ૨૯૭, ૩૦૦ નામમાલા ૧૪૯ પ્રજ્ઞાપના સૂત્ર ૧, ૧૯૮ નિર્વાણકલિકા ૮૫-૯૦, ૯૨, ૯૩, પ્રથમાનુયોગ ૧૬, ૨૦૨ ૯૫-૯૮, ૧૦૮, ૨૨૫ પ્રબંધકોશ ૫૯, ૭૧, ૭૭, ૨૨૨ નેમિચરિત્ર ૧૭૭ પ્રબંધચિંતામણિ ૫૯, ૧૩૫, ૧૪૧, નેમિનાથચરિત્ર ૧૮૩ ૧૫૯, ૧૬ ૧, ૧૬૩, નેમિનાથસ્તુતિ ૧૨૫ ૧૭૩, ૨૨૧, ૨૮૧ નેમિસ્તુતિ ૧૧૫ પ્રબંધાર્યાલોચન ૧૨૪ ન્યાયવિનિશ્ચય ૩૪ પ્રભાવકચરિત ૧૯, ૬૭, ૭૧, ૭૩, પઉમચરિય ૪૨, ૮૭, ૧૫૦ ૭૭, ૮૬, ૮૮, ૯૦, પદ્મચરિત ૯૧, ૯૭, ૧૧૦, ૧૧૭, પદ્મપુરાણ ૧૫૦ ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૪૧, પરિશિષ્ટપર્વ ૧૧૭ ૧૪૬, ૧૫૮, ૧૬૧, ૧૬૬, પર્યતારાધના ૧૨, ૧૪ ૧૯૬, ૧૯૭, ૨૦૯, ૨૧૧, પર્યુષણાકલ્પ ૧, ૨, ૨૦૨, ૨૨૦, ૨૨૧, ૨૨૩, ૨૩૩ ૨૦૩ પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ૧૮૨ પર્યુષણાકલ્પ-સ્થવિરાવલી ૧, ૨, ૧૯, ૨૦ પ્રમાણવાર્તિક-વૃત્તિ પંચશતીપ્રબોધ-સંબંધ પ૯, ૧૯૬ પ્રશમરતિપ્રકરણ પંચાશક : ૮૫ પ્રશ્નપ્રકાશ પંજિકા ૯૮ પ્રસાદદ્વત્રિશિકા ૧૬૦ પાક્ષિકસપ્તતિ ૧૭૮ પ્રાચીન તીર્થમાલા સંગ્રહ પાર્શ્વનાથ-અષ્ટક ૧૪૭ બપ્પભટ્ટસૂરિ-ચરિત પાર્શ્વનાથચરિત ૧૪૯ બુદ્ધચરિત ૧૫૦ 2 9 ૨૫૭ ૨ ૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૧૧ ૭ ૧૯૭ @ 2 બૃહકલ્પભાષ્ય ૨૦૨ લઘુપ્રબંધસંગ્રહ ૧૮૫ બૃહદ્શત્રુંજયકલ્પ ૮૯ લઘુશતપદી બૃહસ્વયંભૂસ્તોત્ર ૩, ૫૫, ૧૪૯ લઘુશત્રુંજયકલ્પ (તપાગચ્છીય ભક્તામરસ્તોત્ર ૭૬, ૧૪૮, ૨૧૧, ધર્મઘોષસૂરિકૃત). ૨૧૪, ૨૩૩, ૨૩૪ લઘુશત્રુંજયકલ્પ ભાતિશયદ્ધાત્રિશિકા ૧૬૦ (પાદલિપ્તસૂરિ તૃતીયકૃત) ૧૧૭ ભટ્ટિકાવ્ય ૬૧, ૧૬૩ લોકાનુયોગ ૨૦૨ ભારતકથા ૧૪૨, ૧૪૮ વરાંગચરિત ૧૫૦, ૨૦૬ ભણસુંદરીકહા ૬૭ વસંતવિલાસ ૧૧૬ ભુવનસુંદરીકથા ૬૭, ૧૧૯, ૧૨૫, વસુદેવહિપ્પી ૧૦૬ ૧૨૬ વસ્તુપાલચરિત ભોજ પ્રબંધ ૧૯૬ વસ્તુપાલચરિત્ર ૧૩૩, ૧૯૮, મદ્રમહાવિજય ૬૦ ૨૯૧ મહાનિશીથસૂત્ર ૧૦૬ વસ્તુપાલપ્રશસ્તિ મહાવીર કલશ ૧૬૨ વંદિત્તસૂત્ર મહાવીરજન્માભિષેક ૧૬૨-૧૬૩ વાક્યપદીય મિરાતે અહમદી ૧૯૦, ૧૯૩, ૧૯૫ વાદમહાર્ણવ ૧૬૬, ૧૮૨ મીમાંસાસૂત્ર ૩૩ વાસવદત્તા ૪૫ મુનિસુવ્રતચરિત્ર ૭૪ વાસુપૂજ્યચરિત ૧૮૪, ૧૮૬ યાજ્ઞવક્યસ્મૃતિ ૩૪ વિચારશ્રેણી ૬૫, ૭૭ યુજ્યનુશાસન ૨૮, ૩૧, ૪૩, ૫૬ વિચારસારપ્રકરણ રત્નકરંડકશ્રાવકાચાર ૪૬ વિજયોદયા ટીકા ૧૯ રત્નસંચયપ્રકરણ ૭૮ વિમલપ્રબંધ ૧૯૬ રત્નાકર પચ્ચીસી ૧૦૬ વિલાસવઈકહા રત્નાકરપંચવિંશતિકા ૧૦૬, ૨૫૩ વિલાસવતીકથા ૬૭ રત્નાકરાવતારિકા ૨૫૭ વિશેષાવશ્યકભાષ્ય ૩, ૮, ૧૨, ૨૪, રાઘવપાણ્ડવીયમ્ (કાવ્ય) ૧૪૮, ૧૪૯ ૨૦૩ રામાયણ ૧૪૮ વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ રેવંતગિરિરાસ ૧૮૩ વિષાપહારસ્તોત્ર ૧૪૯ રૈવતગિરિકલ્પ ૧૯૩, ૧૯૪ વીતરાગસ્તુતિ ૨૫૫, ૨૫૬ રૈવતગિરિતીર્થસ્તોત્ર ૨૫૭, ૨૬૦ વીરજિનસ્તોત્ર ૨૮ રૈવતગિરિસ્તોત્ર ૨૫૮ વીરવંશાવલી ૧૩૨ રૈવતાચલપરિપાટીસ્તવ ૨૯૪ વરસ્તુતિ ૬૮, ૯૭, ૨૧૪ ૬૭ Page #368 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (ગ્રંથ નામ) ૩૩૯ ૧૮૦ ૧૫ ૪૧ - ૨૦૯ ૨૦૯ શતાર્થી ૪૧ જે વૃત્તરત્નાકરવૃત્તિ ૧૬૨, ૧૬૩ શીલદૂતકાવ્ય ૨૬૩ વૃદ્ધવિવરણ ૧૯, ૨૦ શૃંગાર-વૈરાગ્યતરંગિણી વૃષ્ણિદશા ૧, ૨૦૨ શ્રમણ વૈભારગિરિકલ્પ ૧૯૫ શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર ૯૩ વૈરોચનપરાજય ૧૪૧ શ્રુતાવતાર વૈરોટ્યાદેવીસ્તવન ૨૦૯, ૨૧૧ પખંડાગમ ૨, ૭, ૯ ૪૧, વ્યવહારભાષ્ય ૩. વ્યવહારસૂત્ર ૧૦, ૧૩ પખડાગમ ચૂડામણિ-ટીકા ૪૧ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ૭, ૯, ૧૩, ૧૯૮, પખય્યાગમ જીવટ્ટાણ-વૃત્તિ ૪૧ ૨૦૨, ૨૧૦ પખડાગમ ધવલા-ટીકા ૬૮, ૧૮૦ પખડ઼ાગમ ધવલા-વૃત્તિ ૪૧ શત્રુંજયકલ્પ ૨૮૧, ૨૯૦, ૨૯૨ પખંડાગમ-પરિકર્મટીકા શત્રુંજયકલ્પવૃત્તિ ૫૯ સકલતીર્થનંદનાસ્તોત્ર ૨૧૮ શત્રુંજયગિરિસ્થ ખરતરવસહીગીત ૩૧૪, ૩૧૬ સકલાર્વતસ્તોત્ર ૨૩૧ શત્રુંજયચૈત્યપરિપાટી ૨૮૭, ૨૯૭, સન્મતિપ્રકરણ ૩૮, ૧૦૮, ૧૮૨ ૩૦૦ સન્મતિપ્રકરણ-વૃત્તિ શત્રુંજયચૈત્યપરિપાટીસ્તોત્ર ૨૮૪, ૨૮૫ સન્મતિ-વૃત્તિ શત્રુંજય તીર્થકલ્પ ૩૦૧ સમવાયાંગસૂત્ર ૨૧૩ શત્રુંજય તીર્થપરિપાટિ ૨૮૬ સમાધિતંત્ર ૨૦૫ શત્રુંજય મહાતીર્થચૈત્યપરિપાટિકા ૧૧૬ સમાધિશતક ૨૦૫ શત્રુંજય મહાતીર્થપરિપાટિકા ૨૮૭, ૨૯૫, સરસ્વતીકલ્પ ૬૮-૭૧ ૩00 સરસ્વતીપુરાણ ૧૫૨ શત્રુંજયમાહાભ્ય ૧૧૬, ૧૧૭ સરસ્વતસ્તવ શત્રુંજયલઘુકલ્પ ૮૯ સર્વચૈત્યસ્તવન શત્રુંજયાષ્ટક ૮૯ સંકેત (કાવ્યપ્રકાશ પરની ટીકા) ૧૬૪ શાબરભાષ્ય ૩૪ સંગીતરત્નાવલી ૧૨૯, ૧૩૦ શારદાસ્તોત્ર ૬૮, ૬૯, ૭૧ સંઘપતિચરિત્રમહાકાવ્ય ૧૮૩ શાર્ગધરપદ્ધતિ ૧૪૧ સંદેહસમુચ્ચય ૧૬૨, ૧૬૩ શાશ્વાતાશાશ્વત-ચૈત્યવંદના સ્તવ ૨૧૮ સંમતિપ્રકરણ શાંતિસ્તોત્ર ૬૮, ૭૨ સારાવલિ પ્રકીર્ણક ૮૯, ૯૬, ૯૭ શિશુપાલવધ ૪પ સિંદૂરપ્રકર ૭૬, ૧૭૭-૧૮૦ શિષ્યબોધિની-ટીકા ૧૯ સુક્તિમુક્તાવલી ૧૪૧, ૧૭૭ શિષ્યહિતાવૃત્તિ ૧૯ સુકૃતકીર્તિકલ્લોલિની ૧૧૬, ૧૮૩ રે Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સુખપ્રબોધિની-વૃત્તિ સુપ્રભાતસ્તોત્ર સુમતિનાથચરિત્ર સુરથોત્સવ સવર્ણસિદ્ધિ-સ્તવ સૂક્તમુક્તાવલી સૂક્તાવલી સૂત્રકૃતાંગ ચૂર્ણિ સૂર્યપ્રજ્ઞપ્તિ સેતુજ ચેત્તપ્રવાડિ સોમશતક સ્કન્ધપુરાણ ૧૭૮ સ્તુતિવિદ્યા ૧૫૧ સ્થવિરાવલી ૧૮૦ સ્થાનાંગ ૧૭૩, ૧૭૪ ૨૧૪ સ્યાદ્વાદમંજરી ૧૭૯ ૧૭૭ સ્યાદ્વાદરત્નાકર ૨૦, ૨૩-૨૪ સ્વયંભૂસ્તોત્ર ૮૭ હમ્મીરમદમર્દન નાટક ૩૦૬, ૩૭૯, ૩૧૧ હરિભદ્રસૂરિ-સ્તુતિ ૧૭૯ હરિવંશપુરાણ ૧૪૫ ૨૮, ૪૨, ૪૩, ૫૮ ૧, ૨ ૧૯૮, ૨૦૨, ૨૦૩, ૨૧૦ ૧૮૨-૧૮૪, ૧૮૬, ૧૮૭ ૧૮૨ ૨૮, ૩૧, ૩૬, ૪૩ ૧૪૨ | ૯૩ ૩૧, ૬૫, ૧૫૦ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૬૩, ૯૫ અજમેર અજમેર અજાહરા અણહિલપત્તન અણહિલ્લ પાટક અણહિલવાડ પાટણ અપાપામઢી ૯૫, ૧૪૭, ૧૪૫ ૧૪૩, ૨૨૪, ૨૨૫ ૬૪ ૧૩૧, ૧૩૨ ૨૭૦, ૨૭૨, ૨૭૪ અમદાવાદ ૯૨, ૧૦૮ ૨૨૯ અયોધ્યા અબ્દ અબૂદક્ષેત્ર અબ્દનગર અર્બુદપંથક અબુંદશિખર અર્બુદાચલ સ્થળ આનર્ત ૧૩૧ આનર્તપુર ૧૩૧ આનંદપુર ૧૮૪, ૧૮૫ આબુ ૧૬૧, ૧૬૨ આમરોલ ૯૫, ૨૧૮, ૨૩૫ આમ્રપુર ૧૩૧ આશાપલ્લી ૨૬૩, ૨૬૭, આંચલીયાપ્રાસાદ ૨૭૦, ૨૭૪ ઇડર ૨૧૬, ૨૨૨, ૨૪૫, ઇલોરા ૨૮૬, ૩૦૨ ઇષકાર ૨૧૮, ૨૧૯, ૨૩૦ ઇષકાર પર્વત ૧૪૧, ૨૨૪, ૨૯૩ ઉકેશ ૨૨૬ ઉગ્ગએણગઢ ૨૧૮, ૨૨૨, ૨૨૫, ઉગ્રસેનગઢ ૨૩૦ ઉજ્જત્ત ૨૨૨ ઉજ્જયંત ૨૨૩, ૨૨૪ ૧૫૩, ૧૯૬, ૨૧૮, ઉજ્જયંતગિરિ ૨૨૪, ૨૫૭ ૨૭૨, ૨૭૭ ૧૧૫, ૨૦૩-૨૦૫, ૨૧૭, ૨૧૯, ૨૨૯, ૨૫૮, ૨૬૩, ૨૬૭, ૨૭૧, ૨૭૫, ૨૭૬, ઉજ્જૈન ૨૭૮, ૨૭૯, ૨૮૮, ઉડીસા ૨૯૯, ૩૦૩, ૩૦૬, ઉત્તર કોસલ ૩૧૦, ૩૧૨, ૩૧૪ ઉત્તર ગુજરાત ૯૫ ઉદયગિરિ ૨૧૭, ૨૨૦, ૨૨૩, ઉના ૨૨૯ ઉપરકોટ ૨૭૨, ૨૭૭ ૩, ૪, ૯૫ ઉપલેટા ૨૧૭ ૯૫ ૧૯૩, ૧૯૪ ૧૯૧-૧૯૪ ૮૯ ૩, ૯૭, ૧૨૪, ૧૩૧, ૧૮૫, ૨૫૮ ૧, ૨, ૬૨, ૩, ૬૫, ૯૫, ૬, ૧૦૫, ૧૨૪, ૧૨૬, ૧૨૭, ૧૪૧, ૧૫૨, ૨૦૩, ૨૫૭, ૨૬૭, ૨૬૯, ૨૯૪, ૨૯૫ ૧૦૫, ૧૦૬, ૨૧૮ ૩૯ ૩૯ ૫૯, ૬૩ અવલોકનાશિખર અષ્ટાપદ (ગિરિ) અંકોટ્ટક અંગદિકા ૨૦ ૧૮૪, ૧૮૫ ૧૮૬, ૧૯૧, ૧૯૪, ૨૬૩, ૨૬૯ અંબાપ્રાસાદ આકોટા Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૩૯ ૯૫ ૨૦૩ ૨૦૩ ઉરગપુર ૩૩ કાંચનગિરિ ૧૫૯-૧૬૧, ૧૭૨, ઉરપૂર ૩૩ ૨૨૪, ૨૩૦ ઉર્જયન્ત (શિખર ૨૦૪, ૨૦૬ કાંચીનગરી ૩૯ ઊજલિગિરિ ૨૬૯, ૨૭૩ કાંચીપુર ૩૨, ૩૯, ૪૦ એલાપુર ૯૨, ૧૦૮ કાંજીવરમ્ ઓઝ ૩૯ કિરુસંપગાડિ ૧૩૭ ૐકારનગર ૨૩૦ કુચેરા ઓમકાર ૨૧૮ કુષ્ઠિનપુર ૧૯૦ ઓમકારમાંધાતા ૨૧૮ કુતિયાણા ૧૯૦ ઓરિસ્સા ૩૯ કુમારગિરિની ગુફા ૮, ૧૧ ઓસિયા ૯૫ કુલાચલ (પર્વત) ૨૧૭, ૨૨૯ કટક ૧૩૨ કુશીનગર કદંબા ૧૩૫ કુશીનારા કનોજ ૫૯, ૬૧-૬૪, ૭૩ કૂર્યપૂર કપર્દીયક્ષભવન ૩૦૩ કૈલાસ (પર્વત) કરહાટક ૩૯-૪૦ કોટડી વિહાર ૨૭૨, ૨૭૭ કરાડ ૩૯ કોટા ૧૪૦ કર્ણાટક ૩૨, ૧૩૬, ૧૩૭, ૧૫૦, કોટાકોટિચૈત્ય ૨૮૨, ૨૮૮ ૨૩૩ કોંકણ ૧૨૬, ૧૨૭ કર્ણાવતી ૧૩૨, ૨૩૫ ખમાણાવસહી ૨૬૯, ૨૭૩ કલિકુંડ ૨૧૮, ૨૩૦ ખરતરવસહી ૨૭૧, ૨૭૫, ૨૭૮, કલિંગ ૧૧, ૩૯ ૨૭૯, ૨૯૦, ૨૯૩, કલ્યાણ ૧૩૬ ૩૦૩, ૩૦૭, ૩૧૨, કલ્યાણત્રય જિનાલય ૨૫૮, ૨૬૩, ૨૭૧, ૩૧૪ ૨૭૫, ૩૦૩, ૩૦૭, ખંભાત ૮૮, ૨૬૩, ૨૭૦, ૩૧૪ કસીયા ૨૦૩ ખાપરા કોડિયાની ગુફા ૩, ૪ કંકાલીટીલા ૭૫, ૮૪ ખેંગારગઢ ૧૯૧-૧૯૪ કાન્યકુબ્ધ ૫૯, ૬૨, ૭૩ ગજપદ (કુંડ) ૨૬૩, ૨૭૦, ૨૭૧, ૨૭૪ કાશહૃદ ૨૧૮, ૨૨૨, ૨૨૬, ગજપુર ૨૧૮, ૨૩૦ ૨૩૦ ગંગાકુંડ ૨૭૨, ૨૭૭ કાશ્મીર ૬૧, ૨૫૮ ગંભૂતા - ૯૩-૯૫ કોસિન્દ્રા ૨૨૨ ગાંભૂ ૯૩, ૯૫, ૯૬ ૨૭૧ Page #372 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ) ૩૪૩ ગિરનાર ૧, ૩, ૬૬, ૬૯, ૮૯, ૯૨, ૯૫, ચાંદોર ૧૨૬, ૧૨૭, ૧૩૩, ૧૮૫, ચિતોડ ૧૮૬, ૧૯૨, ૧૯૫, ૨૦૩, ચિત્રકૂટ ૨૧૯, ૨૨૧, ૨૨૭, ૨૫૮, ચોલદેશ ૨૬૩-૨૬૫, ૨૬૯, ૨૭૦, ચોબ્લનાડ ૨૭૨, ૨૭૩, ૨૭૭-૨૭૯, છીપાવસહી ૨૮૮, ૩૦૦, ૩૧૦, ૩૧૩ ગિરનારાવતાર પ્રાસાદ ૩૦૩ જયંતિ ગિરિનગર ૮૯, ૯૧, ૯૨, જંબૂખષ્ઠિ ૯૫, ૯૭ જાબાલિપુર ગિરિવર ૨૬૯ ગુજરાત ૧, ૩, ૪, પ, ૭૪, ૯૨, જાલિહર ૯૫, ૧૧૭, ૧૨૯, ૧૩૧, જાલોર ૧૩૨, ૧૩૬, ૧૯૧, ૨૩૫ ગુર્જરદેશ ૬૩, ૭૬ જાલ્યોધર ગોકુલ(ળ) ૬૨, ૭૧, ૨૧૮, ૨૨૩, જિણદુગ્ગ ૨૩૦ જીરણગઢ ગોધરા ૧૭૧ જીરાણગઢ ગોધક ૧૭૧ જીર્ણદુર્ગ ગોપગિરિ ૫૯-૬૪, ૭૧, ૭૩-૭૬, ૮૪, ૨૧૭, ૨૨૦, ૨૨૯ જીર્ણપ્રાકાર ગોપાદ્રિ ૬૨ જુણ્યઉદુગ્ગ ૧૩૫, ૧૩૭ જુણદુગ્ગ ગોવાલગિરિ ૭૫ જૂનઈગઢી ગૌડદેશ પ૯, ૬૨-૬૪ જૂનાગઢ ગ્વાલિયર ૫૯, ૬૩, ૪, ૭૪, ૭૬, ૮૪ જૂર્ણદુર્ગ ૧૯૩ જેઠાવસહી ચંદનવિહાર ૨૧૯ જેતલસર ચંદ્રગુફા ૨૬૩, ૨૬૭, ૨૭૧, ૨૭૬ જેસલમેર ૧૩૫ જોધપુર ચંપા ૨૦૩-૨૦૫, ૨૧૮, ઝીંઝુવાટક ૨૩૦ ઝીંઝુવાડા ૧૩૫ ૯૫, ૧૪૪, ૨૧૮ ૯૫, ૧૪૪, ૨૧૮, ૨૩૦ ૩૩ ૩૩ ૨૯૩, ૩૦૩, ૩૦૮, ૩૧૦ ૨૧૮ ૧૦૮ ૯૫, ૧૫૯, ૧૬૦-૧૬૩, ૨૨૪, ૨૩૦ ૨૧૮ ૯૫, ૧૫૯, ૧૬૨, ૧૭૨, ૨૧૮, ૨૨૪ ૨૧૮, ૨૩૦ ૧૯૪ ૨૬૩ ૨૬૫ ૧૯૦-૧૯૪, ૨૬૩, ૨૬૯ ૧૯૦, ૧૯૧, ૧૯૩ ૧૯૪ ૧૯૪ ૧૯૨, ૧૯૪ ૩, ૧૮૬, ૧૯૦-૧૯૪, ૨૬૩, ૨૬૯, ૨૭૩ ૧૯૪ ૨૭૬ ગોવા ઘુમલી ચંદ્રપુર ૩, ૮૮, ૧૨૪ ૨૨૨ ૧૪૪ ૧૪૪ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ નિન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઠાણે ડવા ટક્ક ૩૯, ૪૦ ૧૯૮, ૨૫૭ ટોટરાવિહાર ૨૯૩, ૩૦૩ દેવકુલગ્રામ ૧૫૩ ૧૨૬ દેવપત્તન ૨૧૮, ૨૨૨ ડભોઈ ૧૪૪, ૧૭૪ દેવળી ૯૦ ડાહા વિહાર ૨૭૨, ૨૭૭ દ્વારિકા ૬૦ ધરણિગવસહી ૨૬૯, ૨૭૩ ડુંવાઉધી ૬૦ ધાનેરા ઢંક ૮૯, ૯૭ ધોળકા ૧૭૪ ઢાંક ૪, ૮૯, ૯૧, ૯૨ નંદીયસર ૩૧૨ તક્ષશિલા ૨ ૧૭, ૨૨૦, ૨૨૯ નંદીશ્વર ૨૨૯, ૨૭૮, ૩૦૩, તમિળ્યદેશ ૩૯ ૩૦૭ તમિળ્યુનાડ ૪, ૩૩, ૩૯ નંદીશ્વર પર્વત ૨૧૭ તારંગા ૧૩૨, ૧૭૨, ૨૭૨ નંદીશ્વર પ્રાસાદ ૨૮૨, ૩૧૦ તિજલપુરિ ૨૬૯, ૨૭૩ નંદીશ્વરદ્વીપ ૨૦૫ તિરુચિરાપલ્લી ૩૩ નાગરિ ૯૪ તુંબલૂર ૪૧ નાગઝરિકુંડ ૨૬૩, ૨૬૭, તેજલપુર ૧૯૩, ૨૬૩, ૨૬૯ ૨૭૧, ૨૭૬ તેજલવસહી ૨૬૩, ૨૬૫ નાગદેતગિરિ ૨૧૭, ૨૨૯ ત્રંબાવતી ૨૭૦, ૨૭૩ નાગપુર ૯૩, ૯૫, ૯૬ ત્રિભુવનવિહાર ૨૮૮ નાગપુર (રાજસ્થાન) ૯૪ થરાદ ૯૫ નાગમંડલ ૩૩ થંભણપુરાવતાર પ્રાસાદ ૩૧૦ નાગોર ૯૪, ૯૫ થાણા ૧૨૬ નાશિક ૨૧૮, ૨૨૨, ૨૨૪ થારાપદ્ર ૯૫ નાશિક્ય ૨૧૮, ૨૨૨ થાંભણા ૨૧૮ નિરીંદ્રગ્રામ ૧૯૭, ૧૯૮ ૧૯૬ . નીચેગિરી ૨૦ શુંભણપુર ૩૧૨ પડરોના ૨૦૩ દક્ષિણ ભારત ૨૮ પત્તન ૨૧૮ દર્ભાવતી ૧૪૪ પલ્લિકા ૨૧૮, ૨૩૦ દશપુર ૩૯ પશ્ચિમ ભારત ૧૧૦ દશાર્ણદેશ ૩૯, ૫૯ પંજાબ ૩૯, ૬૧ દામોદર (કુંડ) ૨૬૩, ૨૭૩ પાટડી દેલવાડા ૧૪૧, ૧૪૪, ૧૯૬, પાટણ ૯૩, ૯૫, ૧૨૭, ૧૪૨, થિરા ૯૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ) ૩૪૫ ર ૧૯ ૧૪૭, ૧૫૩, ૧૬૩, ૧૭૨, બિહાર ૧૯૭, ૨૨૫, ૨૩૫, ૨૮૬, બોરિયા સૂપ ૨૯૧ બ્રહ્માણ ૨૧૮, ૨૩૦ પાટલોગ્રામ ૬૦, ૬૨, ૯૫ ભટ્ટિકદેશ ૬૧ પાટલિપુત્ર ૮, ૩૯, ૪૦, ૮૫, ભરૂચ ૧૨૪, ૧૨૬, ૨૧૭ ૨૦૨, ૨૨૫ ભારત ૧૩, ૩, ૯૫, ૨૧૭ પાડલ ૬૦ ભાલ-પંચાળ પાતાવસહી ૨૭૨ ભિન્નમાલ ૯૫, ૨૧૮, ૨૨૧ પાદલિપ્તપુર ૯૦, ૨૯૭ ભિલસા પાલિ ૨૧૮ ભિલ્લમાલ પાલિતાણા ૯૦-૯૨, ૨૮૮, ૨૮૯, ભુભિલી ૧૯૩ ૩૦૪, ૩૦૮, ૩૦૯, ૩૧૧ ભૂભવપ્રાસાદ ૨૭૫ પાલિત્તાનક ૯૦, ૯૧, ૯૫, ૯૭ ભૃગુકચ્છ ૨, ૩, ૯૫, ૧૨૪, ૧૨૬, પાલની ગુફા ૮, ૧૧ ૧૨૭, ૧૪૨, ૨૧૭, ૨૨૦, પાવાપુરી ૨૦૩, ૨૦૫, ૨૦૬, ૨૨૯ ૨૧૮, ૨૩૦ ભૃગુપુર ૧૨૬ પાંચાલ ૬૦ ભૃગુપુરાવતાર (સમલિયાવિહાર) ૩૦૩ પુણે (પૂના) ૨૪૫, ૨૫૩ મંગલપુર (રિ) ૧૯૨, ૧૯૩ પુણ્ડરીકગિરિ ૨૯૮, ૨૯૯ મંડલિ ૩૯ મંદસોર પુર (પોરબંદર) ૧૯૩ મગધ પૂર્ણસિંહવસતી ૨૭૧, ૨૭૬ મડખેડા પુંડરીક પર્વત ૮૯ મણખેડ પૂલિ નગર ૧૩૭ મથુરા ૮, ૨૦, ૫૯, ૬૨, ૬૫, પૃથ્વીજયપ્રાસાદ ૨૭૨, ૨૭૭ ૭૨, ૭૫, ૭૬, ૮૪, ૮૯, પ્રતિષ્ઠાનપુર ૮૯, ૯૭, ૨૨૫ ૯૭, ૧૧૦, ૨૦૪, ૨૧૭, પ્રદ્યુમ્નશિખર ૨૬૩, ૨૭૨, ૨૭૭ પ્રભાસ ૯૫, ૧૧૯, ૧૨૫, ૧૨૬, મધુમતી ૧૧૬ ૧૮૫, ૧૮૬ મધુરાપુરી ૨ ૨૯ ફણિમંડલ ૩૩ મધ્યનગર બંગાળ ૩૯ મધ્યપ્રદેશ ૩૯ બાવા ખારાની ગુફા ૩ મનોહરવસતી ૨૭૧, ૨૭૬ બિલ્પાંક શિવાલય ૧૪૦ મમ્માણ-મણિ પર્વત ૨૮૮, ૨૯૮ નિ ઐ ભા. ૧-૪૪ ૮૯ ૨૨૦ ४० Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ૨૭૬ ૨૭૫ ૬૨, ૯૫ ૨૧૬ ૨૭૧, ૨૭૬ ૨૧૭, ૨૨૯ મયણી ૧૯૩ રાજીમતીપ્રાસાદ મહારાષ્ટ્ર ૮, ૩૯ રાજુલ-રથનેમિગુફા મહુવા ૧૧૬-૧૧૯ રાજોરગઢ મળખેડ ૧૦૮, ૨૨૫ રાધનપુર માનખેડ ૧૦૮ રામડુંગર માનુષોત્તર (પર્વત) ૨૧૭, ૨૨૯ ૨ચકગિરિ માન્યખેટક ૮૯, ૯૬-૯૮, ૧૦૮, રુદ્રસેનવિહાર ૨૨૫ રૈવતકગિરિ માલવ ૩૯, ૪૦ રૈવતકમહાગિરિ માલ(ળ)વા ૧૩૧, ૧૪૦, ૧૭૨ રૈવતગિરિ માંગરોળ ૧૯૨ રૈવતાચલ માંડવગઢ ૨૯૦ લક્ષણાવતી મિયાણી ૧૯૩ લખનૌ મિહિલ ૧૧૦ લાટદેશ મુણ્ડસ્થલ - ૨૧૮, ૨૨૧, ૨૨૬, ૨૩૦ વલણથલી મુંબઈ ૨૩૬ વક્ષારકૂટ પર્વત મેઘનાદમંડપ ૨૭૫ વટપદ્ર મેલકવસહી ૨૭૮ વડનગર મોઢેરક ૯૫ મોઢેરપુર ૨૧૭, ૨૨૧, ૨૩, વડોદરા મોઢેરા પ૯, ૬૧-૬૩, ૯૫, વઢવાણ ૨૧૭, ૨૨૧ વરમાણ મોરઝરિ કુંડ ૨૬૩, ૨૬૭, ૨૭૧, ૨૭૬ વર્ધમાનપુર મોલ્હાવસહી ૨૯૩, ૩૦૩, વલભી ૩૦૭, ૩૧૦ યક્ષ વસતી ૨૧૯ રતલામ ૧૪૦ વલભીપુર રાજગિરિ ૬૨, ૯૫ વસ્તુપાલવિહાર રાજગૃહ ૯૫ વસ્ત્રાપથક્ષેત્ર રાજસ્થાન ૬૨, ૯૫, ૧૪૪, વંગ ૨૭૮, ૩૧૪ વંથળી રાજીમતિની ગુફા ૨૫૮ વાઘણપોળ ૨૧૭, ૨૨૧ ૨૨૯ ૨૫૮, ૨૬૧, ૨૯૪ ૧૨૪, ૨૬૦ પ૯, ૬૨, ૬૪ ૫૯ ૩, ૭૬, ૯૫, ૧૧૬, ૧૨૬ ૧૯૨ ૨૧૭, ૨૨૯ ૧૦૫, ૨૩૦ ૯૫, ૧૪૦, ૧૪૨-૧૪૫ ૧૦૫, ૧૮૫, ૨૨૩ ૨૧૮ ૬૫, ૨૨૨ ૧-૩, ૨૦, ૮૮, ૮૯, ૧૨૫, ૧૯૮, ૨૧૮, ૨૨૧, ૨૨૨ ૨૧૭, ૨૩૦ ૨૫૮ ૨૬૯ - ૩૯ ૧૮૫, ૧૯૨, ૧૯૪ ૨૮૨ Page #376 -------------------------------------------------------------------------- ________________ વિષયસૂચિ (સ્થળ) ૩૪૭ વામનસ્થલી ૧૮૫ વાય ૯૫, ૨૧૮, ૨૩૦ સપાદલક્ષ વાયડ ૯૫, ૨૧૮ સમલિયવિહાર વારાણસી ૩૯, ૨૧૬ સમેતસિહર વિદિશા ૨૦, ૩૯ સમેતગિરિ વિમલગિરિ ૩૦૭, ૩૧૪, ૩૧૬ સમેતશિખર વિમલાચલ ૨૩૬, ૨૮૨, ૩૧૨ વિમળવશી ૩૧૦ વિમલવસહી ૨૧૩ સમેતશૈલ વિસનગર ૨૦૦ સમ્મદગિરિ વૈતાઢ્ય પર્વત ૨૧૭, ૨૨૯ સમ્મદપર્વત વૈદિશ ૪૦ સમ્મદશૈલ વૈભારગિરિ ૨૧૮, ૨૩૦ સરગારોહણ પ્રાસાદ શકુનિકાવિહાર ૨૨૦, ૨૯૯ સલષપ્રાસાદ શત્રુંજય (તીર્થ) ૧, ૮૮-૯૨, ૯૫-૯૮, સવા-સોનાનો પ્રાસાદ ૧૧૬-૧૧૯, ૧૨૪, ૧૩૧, સહસવિંદ ગુફા ૧૫૨, ૧૮૩, ૧૯૩, ૨૦૪, સહસ્રામ્રવન ૨૦૫, ૨૧૭, ૨૧૯, ૨૨૧, સંડેર ૨૨૨, ૨૨૫, ૨૨૯, ૨૩૬, સંમેય-સેલ ૨૮૧, ૨૮૨, ૨૮૪, ૨૮૬- સાજણવિહાર ૨૯૪, ૨૯૭, ૩૦૨, ૩૦૯, સારસ્વત મંડલ ૩૧૪ સાંચોર શામકુંડ ૪૧ સાંબશિખર શિવપુરમ્ ૧૩૭ સિંહલદ્વીપ શુરસેન-પ્રદેશ ૫૯ સિદ્ધપુર શેત્રુજા ૯૨ સિવુ શ્રાવતિ ૨૧૮, ૨૩૦ સિંધ શ્રીપત્તન ૧૬૧, ૧૯૭ સિંધુદેશ શ્રીમાલ ૯૫, ૨૨૨ સિરોહી શ્રીમાલપુર ૨૧૮, ૨૨૧, ૨૩૦ સુગંધવર્તી શ્રીશૈલમ્ ૧૩૬ સુગન્યાદ્રિ સનુંજય ૩૦૮ સુરાષ્ટ્ર સત્યપુર ૯૫, ૨૧૮, ૨૩૦, સુરાષ્ટ્ર મંડલ ૨૯૯ ૧૩૧ ૩૦૩, ૩૦૭ ૨૬૭, ૨૭૫ ૨૧૭, ૨૨૯ ૨૦૩, ૨૦૪, ૨૧૯, ૨૬૩, ૨૭૧, ૩૦૩, ૩૧૪ ૨૫૮ ૨૦૬, ૨૧૯ ૨૦૫ ૨૦૩ ૩૧૧ ૨૬૯, ૨૭૩ ૩૧૦ ૨૭૦, ૨૭૩ ૨૬૩, ૨૭૭ ૨૯૦, ૨૯૧ ૨૦૩ ૯૫ ૯૫, ૨૭૨, ૨૭૭ 6 ૧૪૧ ૪૦ ૧૩૨ ૩૯ ૨૨૨ ૧૩૭ ૧૬૨ ૧૨૯, ૧૩) Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ સુરાષ્ટ્રપ્રદેશ સુવર્ણગિરિ સુવર્ણરેખા (નદી) સુંધા સેતુજ સોપારક ૧ ખંભનક ૨૧૮, ૨૨૧, ૨૨૩, ૧૬૧ ૨૩૦, ૨૮૮, ૩૦૦ ૨૬૩, ૨૭૩ સ્તંભનપુરાવતાર પ્રાસાદ ૨૭૦, ૩૦૩, ૩૧૦ ૧૪૪, ૧૬૨, ૧૬૩ સ્થાન ૧૨૬ ૧, ૩૦૬, ૩૧૧ સ્થિરાગ્રામ ૧૯૬ ૨૧૮, ૨૨૨, ૨૨૪, સ્વર્ગારોહણ પ્રાસાદ ૨૮૨, ૩૦૩, ૩૦૯ ૨૩૦ હસ્તવપ્ર ૨૨૪ હસ્તિનાપુર ૧૮૬ હાથબ ૧, ૧૧૮, ૧૯૨ હાથીગુફા ૬૨, ૯૨, ૯૫, ૧૧૯, હિમાલય ૧૮૪, ૧૯૧, ૧૯૩, ફૂલિ નગર ૨૬૦ હોટૂર ૧૩૬ ૧૩૭ હોમસર ૨૭૧, ૨૭૬ સોપારા સોમેશ્વરપત્તન સોરઠ સૌરાષ્ટ્ર સૌંદરી Page #378 -------------------------------------------------------------------------- ________________ Jato