________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
આધારે જ સંક્ષિપ્તમાં લખાયાં છે, અને તેમાં કોઈ કોઈમાં નવી વાતો ઘુસાડવા જતાં મૂળ બગડેલા ભાગોમાં વિશેષ વિકૃતિ દાખલ થઈ ગઈ છે.
૬૦
પ્રબંધોમાં કથેલ બપ્પભટ્ટિસૂરિના વૃત્તાંતમાં આવતી કેટલીક વાતો અને ઘટનાઓ વિશ્વસ્ત જણાય છે, તો કેટલીક ગડબડયુક્ત, કલ્પિત, અને અશ્રદ્ધેય છે : આમાંની કેટલીક ધાર્મિક મમત્વ-દર્શક, અકારણ મહિમા૫૨૬, અને તેથી સાંપ્રદાયિક અભિનિવેશ, અહોભાવ, તેમ જ અતિશયોક્તિથી રંગાયેલી છે. ઉપર્યુક્ત ચરિતો-પ્રબંધોના નિરીક્ષણ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેમાં જે પ્રમાણમાં જૂનાં છે તેના કર્તાઓની સામે બપ્પભટ્ટિ સંબદ્ધ મૌખિક અનુશ્રુતિઓ સિવાય લેખિત પરંપરા સાચવતા થોડા વધારે જૂનાં (પણ આજે અલભ્ય) સંસ્કૃતપ્રાકૃત બે ત્રણ (સંક્ષિપ્ત) પ્રબંધો-ચરિતો હતાં, તેમાં પ્રસંગોચિત સંભાર ઉમેરી, બપ્પભટ્ટિસૂરિના હોય કે ન હોય તેવાં સંસ્કૃત-પ્રાકૃત પદ્યો એમના મુખમાં (કે પ્રાસંગિક પરિસરમાં) ગોઠવી, ઇતિહાસની તો ઠીક પણ ઔચિત્યની પણ પરવા કર્યા સિવાય, મૂળ હકીકતોને કેવળ કલ્પનાના બળે અને સ્વરુચિ તેમ જ સાંપ્રદાયિક આવશ્યકતા અનુસાર ફેરફાર કરીને, વધારીને, પ્રબંધકારોની કહેવાની રીતે રજૂ કરી છે.
સાંપ્રત કાળે ગોપગિરિરાજ મૌર્ય યશોવર્મા (૮મી શતાબ્દી પૂર્વાર્ધ) પર ગવેષણા ચલાવનાર વિદ્વાનોએ બપ્પભટ્ટિ સંબદ્ધ પ્રકાશિત જૈન પ્રબંધાત્મક સાહિત્યનો સૌની સૂઝ પ્રમાણે ઉપયોગ તો કર્યો છે : પણ પ્રબંધકારોનાં ગૂંચવાડા અને કેટલીક અસંભવિત વાતોથી, તેમ જ સાંપ્રદાયિક દૃષ્ટિકોણથી થયેલા નિરૂપણથી કંટાળીને બપ્પભટ્ટિના વિષયમાં (અમુકાંશે તો બપ્પભટ્ટ જૈન હોવાને કારણે પણ) વિશેષ વિચારી શક્યા નથી૧. વધુમાં આધુનિક અન્વેષકોનું મુખ્ય લક્ષ્ય યશોવર્મા (અને મદ્રમહીવિજય તથા ગૌડવહોના કર્તા, એમના સભા-કવિ ‘વાક્પતિ’) હોઈ, બપ્પભટ્ટિને એમનાં લખાણોમાં સર્વથા અન્યાય નહીં થયો હોય તોયે અધિકાંશે તેમની ઉપેક્ષા થયેલી છે૧૨.
પ્રબંધો અનુસાર બપ્પભટ્ટ પાંચાલ(ભાલ-પંચાળ)માં ડુંવાઉઘી (ધાનેરા પાસેના ડુવા) ગ્રામના નિવાસી હતા; બાળવયે ઘેરથી રિસાઈને ચાલી નીકળેલા, ને પછી પાટલા ગ્રામ(પાડલ)ના પુરાણા જીવંતસ્વામી નેમિનાથના ચૈત્યના અધિષ્ઠાયક, મોઢગચ્છીય આચાર્ય સિદ્ધસેનસૂરિ પાસે અભ્યાસ કરી દીક્ષિત થયેલા. પ્રવ્રજ્યા સમયે એમનું ‘ભદ્રકીર્ત્તિ’નામ રાખવામાં આવેલુંઃ પછીથી-ચરિતકારો પ્રબંધકારોના કહેવા પ્રમાણે—એમના પિતા ‘બપ્પ’ માતા ‘ટ્ટિ’નાં નામ પરથી—‘બપ્પભટ્ટિ’ નામ આપવામાં આવ્યું. (આ નામ અપાય તો જ એમના બાળકને પ્રવ્રુજિત મુનિ રૂપે બહાલ રાખવાની, યા વ્રજ્યા દેવા અનુમતિ દેવાની, તેમની તૈયારી હતી એમ ચરિતકારો કહે છે !) નામોત્પત્તિનો આ ખુલાસો અલબત્ત મૂળ (કે પાછલા કાળના ?) પ્રબંધકાર કે ચરિતકારની પોતાની કલ્પના લાગે છે ! કેમ કે ‘બપ્પ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org