SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાદી-કવિ બપ્પભટ્ટિસૂરિ સન્માનસૂચક છે : તેમાં ગુરુત્વ-વૃદ્ધત્વ-પૂજ્યત્વના ભાવો સમ્મિલિત છે, અને ‘ભટ્ટિ’ કદાચ ભટ્ટિકાવ્યના મૈત્રકકાલીન કવિ ભટ્ટિ (૭મા સૈકા)ના નામને અનુસરીને ભદ્રકીર્તિની અનુપમ કાવ્યપ્રતિભાને લક્ષમાં રાખી, પછીથી મોટી ઉંમરે એમની ખૂબ પ્રસિદ્ધિ બાદ આપવામાં આવ્યું હોય. (અથવા તો ભાયાણી સાહેબે મૂળ છપાયેલ લેખ વાંચ્યા બાદ મને સૂચવેલું અને બંસીધર ભટ્ટે સંશોધિક કર્યું તે મુજબ પ્રાકૃત ‘બપ્પ' સાથે સંસ્કૃત ‘ભર્તૃ’ (સ્વામી) પરથી ઉતરી આવેલ પ્રાકૃત ભિટ્ટના સમાસ દ્વારા નામ ઊતરી આવ્યું હોય. તિલકમંજરીકાર મહાકવિ ધનપાલ, અમમચરિત્રકાર મુનિરત્નસૂરિ ઇત્યાદિ લેખકો તો તેમને ‘ભદ્રકીર્ત્તિ' નામે જ સંબોધે છે૧૪. (એક કલ્પના એ પણ થઈ શકે કે તેઓ પંજાબમાં આવેલ ‘ટ્ટિકદેશ' પંથકથી નીકળેલ ‘ભટ્ટિ’ નામથી ઓળખાતી (રાજપુત)જ્ઞાતિમાં થયા હોય. વર્તમાને ગુજરાતીની ‘ભાટિયા' કોમ, સંગીતમાં ‘ભટિયાર' રાગ ઇત્યાદિનો સંબંધ પણ આ ભટ્ટિકદેશ સાથે હોય તેમ લાગે છે.) ભદ્રકીર્ત્તિના ગુરુ આચાર્ય સિદ્ધસેનસૂરિ તે મોટે ભાગે વાચક ઉમાસ્વાતિના સભાષ્યતત્ત્વાર્થાધિગમશાસ્ત્ર (આ ઈ. સ. ૩૫૦-૪૦૦) ૫૨ ઈ. સ. ૭૬૦-૭૭૦ના અરસામાં સંસ્કૃતમાં બૃહવૃત્તિ રચનાર ‘ગંધહસ્તિ સિદ્ધસેન’ હોઈ શકે", અને પ્રબંધોમાં અપાયેલી પૃથક્ પૃથક્ મિતિઓ અનુસાર બપ્પભટ્ટિસૂરિનો સરાસરી પૂર્વકાળ પણ એ જ અરસાનો છે તેમ જ એ કાળે તો કોઈ અન્ય શ્વેતાંબર સિદ્ધસેન સૂરિના અસ્તિત્વ વિશેનો ઉલ્લેખ ચાંથીયે પ્રાપ્ત થતો નથી૬. વિશેષમાં ગંધહસ્તિ સિદ્ધસેન એક અચ્છા સંસ્કૃતજ્ઞ અને આગમોના તેમ જ દર્શનોના પારગામી પંડિત હતા. ભદ્રકીર્તિએ આવા જ સમર્થ ગુરુ પાસે વિદ્યા પ્રાપ્ત કરી હોય. સિદ્ધસેનગણિના પ્રગુરુ સિંહસૂર ક્ષમાશ્રમણની મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (છઠ્ઠા શતકનો મધ્યભાગ) પરની ટીકા (આ ઈ સ૰ ૬૭૫)માં॰ ઊંડાણભર્યું, નયાશ્રિત તાર્કિક-દાર્શનિક તત્ત્વજ્ઞાન એવં બહુશ્રુતતા વ્યક્ત થાય છે. બપ્પભટ્ટિસૂરિનું વાદીત્વ અમુકાંશે સ્વશાખાની આગમિક અતિરિક્ત દાર્શનિક એવં ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટિસૂરિનું વાદીત્વ અમુકાંશે સ્વશાખાની આ આગમિક અતિરિક્ત દાર્શનિક એવં ન્યાયપ્રવણ પરંપરાને આભારી હોઈ શકે. બપ્પભટ્ટિ એક ઉત્કૃષ્ટ કવિ હોવા ઉપરાંત અજેય વાદી પણ હતા, તે સંબંધનાં પ્રમાણો વિશે અહીં આગળ ઉપર જોઈશું. બપ્પભટ્ટિસૂરિના જીવન વિશે પ્રબંધોમાંથી (અને યશોવર્મા પરના આધુનિક અન્વેષણોના આધારે) તારવી શકાતી કેટલીક વિશેષ એવં પ્રમુખ ઘટનાઓ આ પ્રમાણે છે : ૬૧ (૧) બાલમુનિ અવસ્થામાં મોઢેરામાં ગોપગિરિરાજ યશોવર્માની ત્યક્તા રાણી સુયશાના′ પુત્ર ‘આમ(આમ્ર)'ની સાથે થયેલ સહ ઉછેરને કારણે મૈત્રી૯ : (૨) કાશ્મીરના લલિતાદિત્ય મુક્તાપીડ સાથે ઈ. સ. ૭૪૦-૭૪૧માં થયેલા યુદ્ધમાં યશોવર્માનો પરાજય, એમાં ગુમાવાયેલું કનોજ, અને પછીથી કેટલાંક વર્ષો બાદ થયેલ મરણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy