________________
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
અને રાજકુમાર “આમ”નો તે પછી ગોપગિરિમાં રાજયાભિષેક :
(૩) આમરાજે ગોપાદ્રિ તેડાવેલા બાલમિત્ર બપ્પભક્ટિ અને એમનું રાજસભામાં કવિરૂપે બેસણું :
(૪) આમ-નરેન્દ્રના અનુરોધથી સિદ્ધસેનસૂરિએ બપ્પભટ્ટિને મોઢેરા(સં. ૮૧૧ / ઈ. સ. ૭૫૫)માં આપેલું સૂરિપદ કિંવા આચાર્યપદ, બપ્પભદિનું તે પછી ગોપગિરિ તરફ જવું; સાહિત્ય પ્રમોદ :
(૫) ગુરુના સ્વર્ગવાસ પૂર્વે બપ્પભષ્ટિને મોઢેરા પુનતેડું ને ગુરુનું સ્વર્ગગમન; ગુરુબંધુઓ નન્નસૂરિ તથા ગોવિંદસૂરિને (મોઢેરા-પાટલાનો) ગચ્છભાર સોંપી બપ્પભટ્ટિનું ગોપગિરિ તરફ પુનર્ગમન; સભામાં સંસ્કૃત-પ્રાકૃતમાં કાવ્ય-ગોષ્ઠીઓ; તેમની શૃંગારી મન:પર્યય કાવ્ય-રચનાઓથી સાશંક (વા ધૃણાયમાન) રાજા આમ; આમે મોકલેલી વારાંગના દ્વારા બપ્પભટિની શીલપરીક્ષા; આમનું ગણિકાના પ્રેમમાં ફસાવું; “આમથી અપ્રસન્ન બપ્પભટ્ટિનું ગૌડ દેશની રાજધાની લક્ષણાવતી તરફ ગમન અને ત્યાંના રાજા ધર્મની સભામાં બેઠક; અગાઉ યશોવર્માએ ગૌડપતિ પર વિજય કરીને પોતાની સભામાં લાવેલ કવિ વાક્યતિરાજનું (કદાચિત આમરાજના વિલાસીપણાને જોઈ, તેમ જ વૃદ્ધાવસ્થાને કારણે)મથુરા તરફ વાનપ્રસ્થ ગાળવા) ચાલ્યા જવું :
(૬) આમરાજનું બપ્પભટ્ટને આવવા માટે પુનઃ આમંત્રણ; બપ્પભટ્ટનું આવવું; ગૌડીય બૌદ્ધાચાર્ય વર્ધનકુંજરનો વાદમાં પરાજય. આમરાજાની રાજગિરિ (રાજોરગઢ', રાજસ્થાન) પર ચઢાઈ અને ત્યાંના રાજા સમુદ્રસેનનો કરેલો પરાજય : (અને કદાચ તે પૂર્વે કાન્યકુબ્ધની પુનઃપ્રાપ્તિ) :
(૭) બપ્પભટ્ટના પ્રભાવ નીચે આમરાજનું જૈન દર્શન તરફ ઢળવું, પણ કુલકમાગત વૈદિક ધર્મ છોડવાની અનિચ્છા; અન્યથા આમ દ્વારા ગોપગિરિમાં અને કનોજમાં જિન મહાવીરનાં ઉન્નત જિનાલયોનાં નિર્માણ તથા બપ્પભટ્ટિ દ્વારા (કે પછી એમની પ્રેરણાથી આમરાજા દ્વારા ?) મથુરાના જિન પાર્શ્વનાથના પુરાતન સ્તૂપનો ઉદ્ધાર : મથુરા જઈને કવિ વાક્યતિરાજને તેના અંતિમ દિનોમાં જૈન બનાવવું :
(૮) બપ્પભટિનાં સરસ્વતી, ચતુર્વિશતિ જિન, ગોપગિરિ-મહાવીર, મથુરા સ્તૂપના જિન, અને ગોકુલના શાંતિદેવી સહ શાંતિનાથને ઉદ્દેશીને બનાવાયેલ સંસ્કૃત સ્તોત્રો તથા શતાર્થી (મુક્તક), અને પ્રાકૃતમાં રચેલ મુક્તકોની શંકકે રચેલ)તારાગણ નામક પદ્ય-કોશ.)
(૯) આમરાજ સાથે સૂરિની ઉજજયંતમિર્યાદિ સૌરાષ્ટ્રનાં તીર્થધામોની યાત્રા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org