________________
વાદી-કવિ બપ્પભકિસૂરિ ઉજજયંતગિરિ સમીપ દિગંબરોનો વાદમાં પરાજય કરી શ્વેતાંબરોના કબજામાં તીર્થને મૂકવું :
(૧૦) આમનું મૃત્યુ. આમના અનુગામી દુક સાથે બપ્પભટિની અસહમતિ. ગણિકાસક્ત દુંદુકથી જાન બચાવવા તેના પુત્ર ભોજનું ભાગી નીકળવું; અંતે તેના દ્વારા દુંદુકનો વધ: તે પહેલાં અતિ વૃદ્ધ વયે બપ્પભટ્ટિનો કનોજથી વિહાર અને તત્પશ્ચાત્ ઈસ. ૮૩૯માં સ્વર્ગગમન.
ચરિતકાર-પ્રબંધકારનાં લખાણોમાં રહેલા કેટલાક વિસંવાદો મેં અહીં નોંધ્યા નથી; પણ ઉપર લખ્યું છે તેમાંથી જે ઐતિહાસિક સમસ્યાઓ ઊભી થાય છે તે તરફ તો ધ્યાન દોરવું જરૂરી લાગે છે
(૧) ગોપગિરિ જેટલા દૂરના સ્થળથી ઉત્તર ગુજરાતના મોઢેરામાં ગોપગિરિના રાજકુમાર આમનું બાળવયે રહેવું જરા અવ્યવહારુ લાગે છે. આ આમરાજ નજદીકના પ્રદેશમાં, ગૂર્જરદેશનો પ્રતીહારવંશીય કુંવર તો નહીં હોય ? ઈસ્વીસના આઠમા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક આનર્તનો આ ભાગ વિકસી રહેલ પ્રતીહાર રાજ્યનો ભાગ બનેલો, એ વાત તો સુવિદિત છે.
(૨) ચરિતકારો રાજા આમનું “નાહવલોક' એટલે કે “નાગાવલોક' બિરુદ આપે છે તે તો પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયઈસ૮૧૫-૮૩૩)નું ગણાય છે. ‘આમરાજા' એ નાગભટ્ટ દ્વિતીય હોય તો આમના પુત્રનું દુંદુક નામ ઘરગથ્થુ માની, તેને નાગભટ્ટ-પુત્ર રામભદ્ર માની શકાય. (દુંદુકની પેઠે રામભદ્ર પણ “નામચીન હતો ! પ્રતીહાર પ્રશસ્તિઓમાં એને લગતી નોંધો મળતી નથી !) અને જેમ દુંદુકના પુત્રનું નામ ભોજ હતું તેમ રામભદ્રના પુત્રનું નામ મિહિરભોજ હતું. તેમ જ તેની રાજધાની પણ આમ-પૌત્ર ભોજની જેમ કનોજ જ હતી, અને ગ્વાલિયર પણ તેના આધિપત્ય નીચે હતું. આ સમાંતર-સમરૂપ વાતોનો શું ખુલાસો કરવો ?
(૩) પ્રબંધો મૌર્ય યશોવર્માએ ગૌડપતિ ધર્મને હરાવ્યાનું કહે છે જે કેવળ ગોટાળો જ છે ! યશોવર્માના સમયમાં તો મગધ-ગૌડદેશ ગુપ્તરાજ જીવિતગુપ્ત દ્વિતીયના આધિપત્ય નીચે હતા: અને ઈસ્વીસન્ના આઠમા શતકના છેલ્લા ચરણમાં તો એક બાજુથી વત્સરાજ પ્રતીહાર, ગૌડપતિ ધર્મપાલ, અને રાષ્ટ્રકૂટ સમ્રાટ ધ્રુવ તથા એના અનુગામી ગોવિંદ દ્વિતીય વચ્ચે કનોજ ઉપલક્ષે ભારે સમરાંગણો ખેલાયેલાં.
(૪) ઈ. સ. ૭૭૦-૭૭૫ પછી આમની શું સ્થિતિ હતી, કનોજ માટેના ઉપર કથિત ત્રિરંગી ઘમસાણોમાં એનો શું હિસ્સો હતો, તે વિશે તો કંઈ જ નોંધાયું નથી; ને તેના મરણની પ્રબંધોમાં અપાયેલી મિતિ, ઈ. સ. ૮૩૩-૮૩૪, તો વાસ્તવમાં પ્રતીહારરાજ નાગભટ્ટ દ્વિતીયના મૃત્યુની છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org