________________
૬
નિW ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
(૫) સંભવ છે કે પ્રબંધકારોએ પ્રારંભમાં બપ્પભક્ટિનો ગોપગિરિપતિ અસલી રાજા આમ સાથેનો સંબંધ, આમના વિલોપન બાદ એમનું ગૌડપતિ ધર્મપાલની રાજધાની લક્ષણાવતી તરફ પ્રયાણ, અને પછીનાં વર્ષોમાં નાગભટ્ટ દ્વિતીયની કનોજની સભામાં સ્થાન, એ બધી વાતો ભેળવી ગૂંચવી મારી હોય* : અને વાક્યતિરાજને જૈન બનાવ્યાની વાત તો પ્રબંધકારોની પોતાની ધર્મઘેલી કલ્પનાથી વિશેષ નથીરપ ! આ બધા કોયડાઓ ઉકેલવા આ પળે તો કોઈ વિશેષ જૂનું અને વિશ્વસ્ત સાધન નજરે આવતું નથી; પણ સાથે જ પ્રબંધોની બધી જ વાતો કાઢી નાખવાને બદલે આઠમા-નવમા શતકમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓ-તથ્યોનું પૂરું તેમ જ વ્યવસ્થિત જ્ઞાન ન હોવાને કારણે તેમણે ગૂંચો ઊભી કરી દીધી છે એમ માની, આ સમસ્યાઓનો પૂર્ણ ઉકેલ ભવિષ્ય પર છોડવો જોઈએ. એટલું તો લાગે છે જ કે બપ્પભટ્ટિનું પ્રારંભે યશોવર્માના પુત્ર આમની સભામાં સ્થાન હતું. (આમરાજ નિઃશક ઐતિહાસિક વ્યક્તિ છે; તે ગોપગિરિના પશ્ચાત્કાલીન મૌર્યવંશમાં થઈ ગયો છે. ગ્વાલિયર પાસે તેના નામથી વસ્યું હોય તેવી શક્યતા દર્શાવતું “આમરોલ' (આમ્રપુર) નામક ગામ પણ છે, અને ત્યાં આઠમા શતકના ઉત્તરાર્ધના અરસામાં મૂકી શકાય તેવું પુરાતન, શિલ્પકલામંડિત, પ્રતીહાર-સમાન શૈલીનું શિવાલય પણ છે.)
બપ્પભટ્ટના જન્મ, દીક્ષા, સૂરિપદ અને મૃત્યુ સંબંધની પ્રબંધાદિ સાહિત્યમાં જે નિશ્ચિત આંકડાઓ દીધા છે (જુઓ અહીં લેખાંતે તાલિકા) તેમાં એકાદ અપવાદ સિવાય એકવાકયતા નથી, જો કે ધૂળમાનથી જોતાં તેઓ આઠમી-નવમી શતાબ્દીમાં થઈ ગયા તે વાત તો સુનિશ્ચિત એવં વિશ્વસનીય છે, પ્રબંધાદિ સાહિત્યમાં મળતા પ્રસ્તુત આંકડાઓ રજૂ કરી તેમનો સમય-વિનિશ્ચય કરવા યત્ન કરીશું.
પ્રબંધાદિ સાહિત્યમાં મળતી આ મિતિઓની સત્યાસત્યતા ચકાસવા માટે આપણી સામે બપ્પભટ્ટસૂરિને સ્પર્શતી કેટલીક પ્રમાણમાં સુદઢ કરી શકાય તેવી મિતિઓ છે :
(૧) યશોવર્માના ઈ. સ. ૭૪૦-૭૪૧ના પરાજય પછીથી આમનું ઈ. સ. ૭૪૩૭૫૪ વચ્ચેના કોઈ વર્ષમાં, પણ યશોવર્માના મરણ પછી તુરતમાં જ રાજ્યારોહણ થયું ઘટે. એ સમયે તે તદ્દન બાળક હોવાને બદલે ૨૨-૨૩ વર્ષનો જુવાન નહીં હોય તો ૧૭-૧૮ વર્ષનો કિશોર તો હશે જ. એ ન્યાયે બપ્પભટ્ટિનું વય પણ લગભગ એટલું જ હોવું ઘટે અને એથી એમનો જન્મ પ્રબંધકારો કહે છે તેમ ઈ. સ. ૭૪૪ જેટલા મોડા વર્ષમાં થયો હોવાનું આમ તો સંભવતું નથી.
(૨) તેમની દીક્ષા સાત વર્ષની વયે થયેલી તે વાત તો ઠીક છે, પણ ૧૧ જ વર્ષના બાળમુનિ રાજસભામાં કવિ હોય અને વળી એટલી નાની અવસ્થામાં તેમને સૂરિપદ પણ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org