________________
૨૧૨
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મૂળ સ્તોત્રમાં, કે તેની પાશ્વદેવગણિ વિરચિત વૃત્તિ (ઈસ્વીસનું ૧૨મું શતક) કે ચંદ્રાચાર્ય કારિત લઘુવૃત્તિ (ઈસ્વીસનો ૧૩મો સૈકો૯) અંતર્ગત, તેના કર્તા ભદ્રબાહુ (કે અન્ય કોઈ) હોવાનો જરા સરખો પણ ઇશારો નથી. સ્વ. મુનિરાજ શ્રી ચતુરવિજયજીએ પહેલાં તો પ્રસ્તુત કૃતિ ઉપરકથિત ભદ્રબાહુસ્વામિ કારિત માનેલી એવો ભાસ થાય છે”; પણ પછીથી મત બદલીને તેને જૈન કથાનકોમાં વરાહમિહિરના બંધુ મનાયેલ, પ્રથમથી ભિન્ન એવા, નિર્યુક્તિકાર ભદ્રબાહુ (દ્વિતીય)ને, તેના કર્તા માન્યા હોય તેમ લાગે છે. (સ્વ) મુનિવર્ય પુણ્યવિજયજી પણ એવી માન્યતા ધરાવતા હતા. પણ દ્વિતીય ભદ્રબાહુના અસ્તિત્વને સિદ્ધ કરે એવું એક પણ પ્રમાણ ઉપસ્થિત નથી. ચરિત-કથાનક-પ્રબંધાદિમાં એક તરફથી ભદ્રબાહુને ગુપ્તકાલીન વરાહમિહિરના ભાઈ, તો બીજી તરફથી વળી એમને મૌર્યકાલીન આર્ય યશોભદ્રના શિષ્ય અને આર્ય સ્થૂલભદ્રના ગુરુ બતાવ્યા છે ! આ ઘોર કાલાતિક્રમ અને વિસંવાદ, તેમ જ કથામાં કથેલ સામ્પ્રદાયિક તત્ત્વો પાછળ તથ્ય એટલું જ છે કે વરાહમિહિરથી ભદ્રબાહુની સરસાઈ જૈન કથાકારોને બતાવવી હતી, પણ તેથી તો કોઈ ઐતિહાસિક સચ્ચાઈ સિદ્ધ નથી થતી. હકીકતમાં નિર્યુક્તિઓના કર્તા કોણ હતા અને ઉપસર્ગહરસ્તોત્રના કર્તા કોણ હતા તેનો નિર્દેશ કોઈ સ્રોતમાંથી પ્રાપ્ત થયો નથી. પુણ્યવિજયજીની એટલી વાત તો સાચી લાગે છે કે નિર્યુક્તિઓ (કેટલેક અંશે ઉત્તર કુષાણ અને ગુપ્તકાલીન સંગ્રહણીઓને આધારે) જૈનાગમોની વાલભી દ્વિતીય વાચના (ઈ. સ. ૧૦૩/પ૧૬) પછી તુરતમાં થયેલી છે. (એને ઈ. સ. પરપના અરસાની રચના ગણી શકાય.) પણ એથી ઉપસર્ગહરસ્તોત્રના કર્તા અને કાળની સમસ્યાનો ઉકેલ થતો નથી. મહારાષ્ટ્ર પ્રાકૃતમાં રચાયેલ મૂળ સ્તોત્ર આ પ્રમાણે છે :
उवसग्गहरं पासं पासं वंदामि कम्मघणमुक्कं विसहरविसनिन्नासं मंगलकल्लाण आवासं ॥१॥ विसहरफुलिंगमंतं कंठे धारेइ जो सया मणुओ । तस्सग्गहरोगमारी दुट्ठजरा जंति उवसामं ॥२॥ चिट्ठउ दूरे मंतो तुज्झ पणामो वि बहुफलो होइ । नरतिरिएसु वि जीवा पावंति न दुक्खदोगच्चं ॥३॥ तुह सम्मते लद्धे चिंतामणि कप्पपायवब्भहिए । पावंति अविग्घेणं जीवा अयरामरं ठाणं ॥४॥ इय संथुओ महायस ! भत्तिब्भरनिब्भरेण हियएण । ता देव ! दिज्ज बोहिं भवे भवे पास ! जिणचंद ! ||५||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org