SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યાનંદિલકૃત વૈરોટ્યાદેવીસ્તવ” તથા “ઉપસર્ગહરસ્તોત્ર'નો રચનાકાળ ૨૧૩ તેનો શબ્દાર્થ શ્રી ચંદ્રસૂરિએ સંસ્કૃતમાં આપ્યો છે જેના આધારે ગુજરાતમાં ભાવાર્થ નીચે મુજબ તારવી શકાય: ૧. ઉપસર્ગને હરનાર, વિષધરના વિષનો વિનાશ કરનાર (યક્ષ) પાર્શ્વને, તેમ જ કર્મ નથી મુક્ત, મંગલ અને મંગલ-કલ્યાણના આવાસ રૂપ (જિન) પાર્શ્વને વંદું છું. ૨. (આ) વિષધરફુલિંગમંત્રને જે મનુષ્ય સદા કંઠસ્થ રાખે તેને ગ્રહ દશાનું, રોગ, મરકી(ઇત્યાદિ)ના આવિર્ભાવનું, કે આકરા તાવનું ઉપશમન થાય. ૩. મંત્ર તો દૂર પણ આપના પ્રણામ માત્ર પણ બહુ ફળ આપનાર છે. આપને પ્રણામ કરનાર મનુષ્યો વા પ્રાણીઓ દુ:ખ કે દુર્ગતિને પ્રાપ્ત થતા નથી. ૪. આપને સમ્યફ રીતે ગ્રહણ કરવાથી ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પ્રાપ્ત થાય તેનાથી) પણ અધિક ફળ પ્રાપ્ત થાય છે, અને જીવો નિર્વિબે અજરામર સ્થાનને પ્રાપ્ત કરે છે. ૫. હે મહાયશ, હે દેવ, હે ચંદ્ર સમાન પાર્શ્વજિન, ભક્તિથી પૂર્ણ ભરેલ હૃદયથી હું સંતુતિ કરું છું કે ભવોભવ સંબોધિ દેજો ! આમ સ્તોત્ર મંત્રપૂત છે અને નાગવિષ ઉતારવા માટે, ગ્રહદશાના પ્રભાવથી મુક્ત થવા માટે, મહામારી સમાન રોગ-વિમોક્ષ, તથા જવારોપશમનના ઉદ્દેશથી કર્તાએ રચ્યું છે. દેખીતી રીતે જ આનો રચયિતા આગમ યુગનો નથી જ અને રચના-રીતિ અને ભાષા પણ પ્રાફમધ્યકાળ પૂર્વેનો કાળ બતાવતા હોવાનું ભાગ્યે જ માની શકાય. પણ કાળનિર્ણયની ચાવી તો પહેલા જ પદ્યના પ્રથમ ચરણમાં છે. તેમાં પાસ (પાર્થ) શબ્દ બે વાર આવે છે. ટીકાકારે પહેલા, ઉપસર્ગને હરનાર “પાસ”નો અર્થ “પાર્શ્વયક્ષ કર્યો છે, જયારે બીજા, કર્મ-વૃત્તિથી મુક્ત થવામાં નિમિત્ત બનનાર “પાસ”નો અર્થ “જિન પાર્શ્વ કર્યો છે ને તેના ઔચિત્ય વિષે કોઈ શંકાને કારણ નથી; કેમકે સિદ્ધાત્મા(વિમુક્ત-આત્મા)ને નિર્ઝન્થદર્શન સર્વજ્ઞ-સર્વદર્શી તો માને છે પણ કર્તા રૂપે નહીં. આથી જિન પાર્શ્વ ઉપસર્ગને હરી ન શકે, પણ શાસન-દેવતા.આ કાર્ય કરી શકે; એથી ઉપસર્ગ કરવાની પ્રાર્થના પાર્શ્વજિનને નહીં, એમના નામેરી અને એમના જ શાસનદેવ, પાર્શ્વનયક્ષને કરે છે. પણ પાર્શ્વયક્ષની કલ્પના પણ મોડેની જ માનવાની રહે છે. તીર્થકરોના શાસન રક્ષકરૂપે યક્ષ-યક્ષિીઓનો વિભાવ સાહિત્ય કે પ્રતિભા-સર્જનમાં નવમ શતક અંતિમ ચરણથી પૂર્વેનો નથી, એને લગતું કોઈ જ પ્રમાણ નથી. સમવાયાંગસૂત્રમાં ૨૪મા સ્થાનમાં યક્ષ-યક્ષિીઓનો ઉલ્લેખ જ નથી. અને અનુગુપ્ત કાળ સુધીના આગમિક કે અન્ય સાહિત્યમાં પણ તે નિર્દેશ મળતા નથી. શૈલીની દૃષ્ટિએ પણ સ્તોત્ર પાદલિપ્ત સૂરિ(દ્વિતીય) (પ્રાયઃ ઈસ્વી ૭૦૦-૭૨૫)ની “ગાતાજુહલેણ” નામક બે જ ગાથામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy