SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર ૧૬૭ આ ઘટના અલબત્ત કલ્પિત હોઈ શકે છે; પણ એથી એટલું તો સ્પષ્ટ થાય છે કે હેમચંદ્રાચાર્યને સાગરચંદ્ર નામક કવિ-શિષ્ય હતા. પૂર્ણતલ્લગચ્છની પરિપાટીમાં ૧૧મા શતકના ઉત્તરાર્ધથી તો ચંદ્રાન્ત નામો ખાસ કરીને રખાતા. જેમકે હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ દેવચંદ્ર, અને જયેષ્ઠ ગુરુબંધુનું નામ અશોકચંદ્ર હતું. હેમચંદ્રાચાર્યના પોતાના શિષ્યોમાં રામચંદ્ર, બાલચંદ્ર, યશશ્ચન્દ્ર, અને ઉદયચંદ્ર નામો જાણીતાં છે. આ સિલસિલામાં તેમના એકાદ અન્ય જયેષ્ઠ શિષ્યનું નામ સાગરચંદ્ર હોય તો તેમાં આશ્ચર્ય કે સંદેહને અવકાશ નથી. આ વજનદાર સંભવિતતા લક્ષમાં રાખતાં, અને સમયફલક તરફ નજર કરતાં, હેમચંદ્ર-શિષ્ય સાગરચંદ્રની ઉક્તિઓ ગણરત્નમહોદધિ(ઈ. સ. ૧૧૪૧)માં નોંધાઈ શકે; પણ રાજગચ્છીય માણિકયચંદ્રના ગુરુ સાગરચંદ્ર એમના સમયના ૪૦-૫૦ વર્ષ બાદ થયા જણાય છે°; અને એથી તેઓ નામેરી, પણ જુદા જ ગચ્છના, અલંગ જ મુનિ છે. આ બન્ને એક નામધારી પણ લગભગ અર્ધી સદીના અંતરે થયેલા સાગરચંદ્રો વચ્ચે સાંપ્રત વિદ્ધ૪નોના લેખનોથી ઉપસ્થિત થયેલ ભ્રાંતિ આથી દૂર થાય છે. ટિપ્પણો: ૧. જેમકે કુમારવિહારશતક (કાવ્ય), ધોળકાની ઉદયનવિહાર-પ્રશસ્તિ (અભિલેખન), મલ્લિકામકરંદપ્રકરણ ઇત્યાદિ. વિસ્તૃત નોંધ માટે જુઓ ચતુરવિજયજી પૃ. ૪૬-૪૭; તથા મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૩૨૩-૩૨૫; તથા અંબાલાલ પ્રેમચંદ શાહ, “ભાષા અને સાહિત્ય”, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ ૪, સોલંકીકાલ, સંશોધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૬૯, અમદાવાદ ૧૯૭૬, પૃ. ૨૮૯. ૨. જૈને પ્રાચીન સાહિત્યોદ્વાર ગ્રંથાવલિ, પ્રથમ પુષ્પ, અમદાવાદ ૧૯૩૨. ૩. એજન, પૃ. ૧૩૦-૧૮૯. ૪. એજન, પ્રસ્તાવના, પૃ. ૪૯. ૫. એજન, પૃ. ૪૮. ૬. જૈનતીર્થ સર્વસંગ્રહ-ભાગ પહેલો, ખંડ બીજો, શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૮૯. પં. શાહ પ્રસ્તુત કાત્રિશિકાને માટે ૭ નો આંકડો આપે છે. ૭. જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ બીજો, શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ગ્રં૫૪, અમદાવાદ ૧૯૬૦, પૃ. ૬૧૯-૬૨૧. ૮. સં. જિનવિજય મુનિ, સિંઘી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૧૩, અમદાવાદ-કલકત્તા ૧૯૪૦, તથા ગ્રંથાંક ૧, શાંતિનિકેતન ૧૯૩૩. ૯. એજન, પૃ. ૬૪, જયસિંહ સિદ્ધરાજે મહાકવિ શ્રીપાલ રચિત “સહસ્ત્રલિંગ તટાક પ્રશસ્તિ”ના સંશોધન માટે બોલાવેલા પંડિત પરિષદમાં પં. રામચંદ્ર પ્રસ્તુત રચનામાં દોષો બતાવેલા. ચરિતકાર તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy