SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ પર્યાય ગણાવા અતિરિક્ત તેનો અર્થ ઈસ્વીસન્ની આરંભની સદીઓથી “સર્વજ્ઞ-સર્વદર્શી” પણ થઈ ગયો; ને તેની સાથે અર્હત્ ‘તીર્થ’ એટલે કે ‘ધર્મસંપ્રદાય’ના સ્થાપક, “તીર્થંકર”, હોવાને કારણે તેના પણ પર્યાય રૂપે ગણાવા લાગ્યો; ને સાથે જ, ગુપ્તકાળથી, ‘અર્હત્’ને વિશેષ વિભૂતિઓથી વિભૂષિત-સંવેષ્ટિત માનવામાં આવ્યા; જેમકે ૩૪ અતિશય, દેશના દેતે સમયે દિવ્ય સમવસરણની દેવનિર્મિત રચના, વિભૂતિઓનું—અષ્ટમહાપ્રાતિહાર્યોનું—પ્રાકટ્ય, ઇત્યાદિ. ‘અર્હત્’નું મૂળ અર્ધમાગધી ‘અર' અને માનાર્થે ‘અરહા’રૂપ બદલીને થયેલું ‘અરિહા’ (દાક્ષિણાત્ય પ્રાકૃતમાં અરુણા) અને તેમાંથી નિષ્પન્ન બહુવચન ‘અરિહંત’ વસ્તુતયા ગુપ્તકાળ પૂર્વેનાં નથી : એ જ યુગમાં થઈ ગયેલા બૌદ્ધ વ્યાખ્યાતા અદ્યકથાકાર બુદ્ધઘોષે પણ તેનો બૌદ્ધ સાહિત્યમાં પ્રથમ જ વાર ઉપયોગ કર્યો છે : પણ એક વાર ‘અરિહંત’ શબ્દ પ્રચારમાં આવ્યા બાદ આવશ્યકનિર્યુક્તિકાર (પ્રાયઃ ઈસ્વી ૫૨૫), આવશ્યકસૂત્રના ભાષ્યકારો (છઠ્ઠી સદી ઉત્તરાર્ધ) તથા ટીકાકારોએ(૮મીથી લઈ મધ્યકાળ પર્યંત) ‘અર’ અને ‘હંત' એવો સમાસ કલ્પી તેનો અર્થ ‘આઠ કર્મ રૂપી શત્રુઓને હણના૨' એવો કર્યો ! આમ મૂળ શબ્દ ‘અર્હત્’ના રૂપથી, તેમ જ તેના અસલી આશયથી પણ, ઘણું ઘણું છેટું પડી ગયું. ૧૦ હવે ઊભો થતો પ્રશ્ન એ છે કે પ્રાચીન કાળે શરૂઆતનાં બે જ પદોમાં કુષાણકાળના અંત પૂર્વે વૃદ્ધિ થઈ પાંચ પદો બનાવવાનું કારણ શું હશે ? નિગ્રન્થના ઇષ્ટદેવ, સંસારમાં મહામુનિ રૂપે ‘અર્હત્’ અને મુક્તાત્મા રૂપે ‘સિદ્ધ’ને નમસ્કાર કરવા પૂરતી જ રહેલી મૂળ વાત તો સમજાય તેવી છે. પણ ‘આચાર્ય’ અને ‘ઉપાધ્યાય’ને નમસ્કાર-મંગલમાં શા માટે સમાવિષ્ટ કરવામાં આવ્યા ? ચત્તારિમંગલમ્-સ્તોત્ર ઈસ્વીસન્ના આરંભમાં રચાયેલાં ચાર પદોમાં ‘અરિહંત’, ‘સિદ્ધ’, ‘સાધુ', અને ‘કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ'ને જ મંગલ રૂપ માન્યા છે. ‘આચાર્ય' અને ‘ઉપાધ્યાય’નો ત્યાં ઉલ્લેખ નથી. નમસ્કારમંત્રમાં આ ચત્તારિમંગલમ્-સ્તોત્રના ‘સાધુ મંગલમ્’ પદના પ્રભાવે ‘સાધુ’ શબ્દ નમસ્કારમંગલમાં પ્રવિષ્ટ બન્યો હશે. ઈસ્વીસન્ના આરંભના શતકોમાં શિષ્યોના ગુર્વાદિ સાથેના વર્તાવમાં આવી ગયેલ કેટલાંક અવાંચ્છનીય તત્ત્વો—ઉદંડતા, ઉશૃંખલતા, અવજ્ઞા, તોછડાપણું, અને ઘમંડ—કારણભૂત હશે ? ઉત્તરાધ્યયનસૂત્રના તથા વ્યવહારસૂત્રનાં કેટલાંક સૂત્રો જોતાં આવી અટકળ થઈ શકે. નાફરમાની, ઉદ્ધત અને અભિમાની શિષ્યોને કારણે વિનયભંગના પ્રસંગો, દાખલાઓ જૂના કાળે બન્યા હશે, બનતા હશે; આથી એક તરફથી વિનયપાલનના નિયમોમાં એવી હકીકતો સામે લાલબત્તી ધરી દેતી ગાથાઓ તેમ જ સામાચારીના નિયમોમાં દંડાત્મક સૂત્રો દાખલ કરવામાં આવ્યાં અને બીજી બાજુ ‘નમસ્કાર’ સરખા વંદનાત્મક ‘મંગલ’ના મૂળે એક યા બે પદોવાળા સંઘટનમાં વર્ધન કરી ‘અર્હત્’ એવં ‘સિદ્ધ’ પછી સંઘના મુખિયા રૂપે, સાથે વાચના દેનાર ‘આચાર્ય’ને, અને સૂત્રપાઠો શુદ્ધોચ્ચાર તેમ જ પાઠશુદ્ધિ સહિત ભણાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy