SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં “નમસ્કાર-મંગલ’ ૧૧ ઉપાધ્યાયને, તેમ જ સાથે જ વિશ્વમાં વિચરમાન તમામ ચારિત્ર્યશીલ) સાધુઓને પણ સમાવી લેવામાં આવ્યા. નમો અરહંતાનું મંગલ પદની પ્રાચીનતા પ્રમાણોના આધારે ઈસ્વીસન્ પૂર્વેની બીજી શતાબ્દી સુધી જાય છે જ; પણ એ પદ વિશેષ પ્રાચીન હોવાનો સંભવ છે. જિન વર્ધમાન મહાવીરની પરંપરામાં વિકસેલ આગમોના પ્રાચીનતમ સ્તરમાં “અહંત' શબ્દનો જવલ્લે જ પ્રયોગ થયો છે; પણ પાર્શ્વનાથની પરિપાટીના પ્રાચીન ગ્રંથ ઈસિભાસિયાઈ (ઋષિભાષિતાન) અંતર્ગત તો નિર્ચન્થદર્શનના ન હોય તેવા અન્ય તીર્થિકોના મહાપુરુષોને પણ આદરાર્થે બહુવચનમાં “અરહા' કિંવા “અહતો કહ્યા છે જે વાત “અહ” શબ્દની પછીની નિગ્રંથમાન્ય વ્યાખ્યાને અનુરૂપ નથી. કલિંગ દેશની ગુફાનો ઉપર કથિત લેખ, જેમાં પંચપરમેષ્ઠી-મંગલના પ્રથમનાં બે પદ મળે છે, ત્યાં એ ગુફા “અહંતો માટે સમ્રાટ ખારવેલે કોરાવી તેવો પણ ઉલ્લેખ છે. પણ પછીની માન્યતા અનુસાર, “અહ” શબ્દની કેવલી, સર્વજ્ઞ-ગુરુ તીર્થકર સરખી સ્વીકારાયેલ વ્યાખ્યા પ્રમાણે અને શ્વેતાંબર પરંપરામાં તો સંભવિત નથી. જંબૂસ્વામીને ચરમ કેવલી ગયા છે અને મહાવીર પછી અહિતો સંભવી શકતા જ નથી. મહાવીરની પરંપરાના મુનિઓની ગણ-શાખાઓ-કુલોમાંથી કોઈ કલિંગનાં નગરો પરથી નિષ્પન્ન નથી થયાં; અને કલિંગનાં નગરો સંબંધના કોઈ ખાસ પ્રાચીન ઉલ્લેખો પણ પ્રાચીનતમ આગમ-સાહિત્યમાં નથી. આમ સંભવ છે કે આ કુમારગિરિની ગુફાઓ જે નિર્ઝન્થ મુનિઓ માટે કોરાવી તે પાર્શ્વનાથના સંપ્રદાયના હોય. કુમારગિરિની ગુફાથી પણ કદાચ થોડી વિશેષ પ્રાચીન પાસેની લેણ' એટલે કે “લયન” કિંવા માનવસર્જિત ગુફા તો ભદંત ઈન્દ્રરક્ષિતે કોરાવ્યાનું ત્યાંના લેખમાં કથન છે"૭, મહાવીરના સર્વથા અપરિગ્રહના ઉપદેશના પ્રભાવવાળી ઉત્તરની પરંપરામાં કોઈ નિગ્રંથ મુનિ પોતે “લેણ” કોરાવે તે વાત અકલ્પ છે. ભત ઇન્દ્રરક્ષિત પણ પાર્શ્વનાથની પરંપરામાં થઈ ગયા હોવાનો સંભવ છે. કંઈક અંશે બૌદ્ધોને મળતી મધ્યમાર્ગી ચર્યા અનુસાર પાર્થાપત્યો પોતે જ રસ લઈ ગુફાઓ કોરાવવાની છૂટ લેતા હોવાનો સંભવ નકારી શકાય નહીં.... નમો અરહંતાનનો ઉલ્લેખ કરનાર આમ બે પ્રાચીનતમ શિલાભિલેખો પાનાથની પરંપરાના હોવાનો સંભવ છે. સંભવ એ પણ છે કે આ (અને તે પછીનું “સિદ્ધ સંબંધીનું મંગલપદ) પ્રથમ પાર્શ્વનાથની પરંપરામાં ઉદ્ભવ્યાં હોય અને તે પછી તે બન્ને જિન વર્ધમાન મહાવીરના સંઘમાં સ્વીકારવામાં આવેલ પાર્શ્વપરિપાટીના અનેક, ‘પૂર્વ નામથી ઓળખાતા વર્ગના, સિદ્ધાતો-ગ્રંથોની વસ્તુ સાથે પ્રચલિત થયાં હોય, અને તેમાં શક-કુષાણ કાળ પછી વીરવર્ધમાનના સંપ્રદાયમાં બાકીનાં ત્રણ પદ ઉમેરવામાં આવ્યાં હોય. પુનિત “નમસ્કાર-મંગલ” “નવકાર-મંત્ર'માં કયારે પરિવર્તિત થયો તે હવે જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy