________________
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ’
વાસ્તવમાં ‘પંચનમસ્કાર'નો પૂરો પાઠ સૌ પહેલાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(પ્રાયઃ ઈસ્વી ૨જી૩જી શતાબ્દી)ના પ્રમાણમાં જૂની પ્રતોના આધારે નિશ્ચિત કરેલા પાઠના મંગલમાં જોવા મળે છે : યથા :
नमो अरहंताणं नमो सिद्धाणं
नमो आयरियाणं
नमो उवज्झायाणं नमो लोए सव्व साहूणं
Jain Education International
આ પાઠમાં અર્થની દષ્ટિએ તો નહીં પણ વર્ણની દૃષ્ટિએ એક વિકાર આવ્યો છે : અહીં જ્યાં અર્ધમાગધી અનુસાર (અને પ્રાચીનતમ અભિલેખો પ્રમાણે 5' હોવું જોઈએ ત્યાં મહારાષ્ટ્રી પ્રાકૃત અનુસારનું ખં’ થઈ ગયું છે. આ પછી પુરાણા ‘ષડાવશ્યક'ના, મૂળે પૃથક્ રૂપે રહેલા, છ પાઠોના સંકલન તેમ જ તદંતર્ગત ક્રમેક્રમે થયેલાં ઉમેરણોથી ઈસ્વીસન્ના પંચમ શતકના આખરી ચરણના અરસામાં તૈયાર થયેલ આવશ્યકસૂત્રના, પુરાણી પ્રતોને આધારે નિશ્ચિત થયેલ પાઠમાં પણ સઁ ને સ્થાને ં જ જોવા મળે છે અને વિશેષમાં ત્યાં નમો અહંતાણં ને સ્થાને નમો અરિહંતાનું પાઠ થયો હોવાનું વરતાય છે. આમ મૂળનો ‘અરહંત’ શબ્દ અહીં પહેલી જ વાર, આજે તો સર્વત્ર પ્રચલિત, ‘અરિહંત' રૂપે મળે છે. તે પછી તુરતના કાળમાં દાક્ષિણાત્ય (સંભવતઃ મૂળે યાપનીય, વર્તમાને દિગંબર) પરંપરાના આગમતુલ્ય ગ્રંથ ષટ્યુંડાગમ(પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૨૫)માં પાંચે પદોમાં નમો ને સ્થાને મો જેવું સવિશેષ પ્રાકૃત રૂપ મળે છે, જેવું પછીથી શ્વેતાંબર પક્ષે કોટ્યાચાર્યની વિશેષાવશ્યકભાષ્યવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭૨૫)માં પણ બન્યું છે અને એનાથી થોડાંક વર્ષ પહેલાં જિનદાસણ મહત્તરની અનુયોગદ્વારચૂર્ણિમાં પણ સૂચિત છે : અને પ્રથમ પદમાં પ્રાચીન રૂપ ઝર ંતાનને સ્થાને આવશ્યકસૂત્રમાં મળે છે તે જ પ્રમાણે ‘અરિહંતાણં’ શબ્દ મળે છે. આમ મૂળના પદનું નમો અહંતાનંધનમો અહંતાણં→નમો અરિહંતા→ળમો અરિહંતા”માં તબક્કાવાર પરિવર્તિત થયું. આને લીધે આ પ્રથમ પદના અર્થનો વિપર્યાસ પણ થયો. ‘અરહ’ (અને તેનાથી નિષ્પન્ન બહુવચનમાં ‘અરહા’ [માનાર્થે] અને બહુવચનમાં ‘અરહંત’ શબ્દ) મૂળ સંસ્કૃત ‘અર્હત્’ પરથી બન્યા છે, અને ‘અર્હત્’ શબ્દ વેદકાલીન છે. એનો ત્યાં અર્થ કેવળ ‘યોગ્ય’ વા ‘સુપાત્ર’ એવો થતો અને પછીથી ‘પૂજ્ય’, ‘આદરણીય’, ‘સમ્માનીય' એવો થતો હતો. બૌદ્ધ સરખી અન્ય શ્રમણપરંપરામાં પણ મોડે સુધી એ જ અર્થમાં, અધ્યાત્મ-શોધમાં આગળ નીકળી ગયેલ ધ્યાની મુનિઓ-આચાર્યો માટે, વપરાતો; પણ નિગ્રન્થ-દર્શનમાં તો ‘અર્હત્’ શબ્દને ‘જિન’ (તપસ્વી અને ઇન્દ્રિયજેતા હોવાથી) અને ‘કેવલી’ (મૂળે ધ્યાનરત, આત્મપ્રવણ, એકાકી મુનિ) શબ્દનો નિ ઐ ભા. ૧-૨
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org