________________
નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
(સંકલન પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૫૦૦)ના આદિ નમસ્કાર-મંગલ રૂપે મળતા પાઠમાં આ વિશેષ ચાર પદો નથી. સંભવતઃ આવશ્યકનિર્યુક્તિ(પ્રાયઃ ઈસ્વી ૫૨૫)માં તેના થયેલા સર્વપ્રથમ પ્રવેશ બાદ તેના આધારે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કૃત વિશેષાવશ્યકભાષ્ય(પ્રાયઃ ઈસ્વી ૫૮૫)માં એનો સૌ પ્રથમ સ્પષ્ટ રૂપે, ખાસ કરીને તેની સ્વોપન્ન વ્યાખ્યામાં, નિર્દેશ થયેલો જોવા મળે છે. દિગંબરોમાં એ ચા૨ મૂળે મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલાં પદો શૌરસેની પ્રાકૃત અનુસારે મળે છે.
८
‘પંચનમસ્કાર’માં અર્હતો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને લોકમાં વિચરમાન સર્વ સાધુ-સંતોને ક્રમવાર વંદના દીધી છે. નિર્દોષ એવાં આ પદોના મૂલાર્થમાં સીધી રીતે તો કોઈ મંત્રાત્મકતા કે તંત્રમૂલકતાનો ભાવ કે સ્પર્શ નથી. અસલમાં આ પાંચ પદ કેવળ સૂત્રારંભે (એવં ધર્મકાર્યમાં) માંગલિક વચન રૂપે પઠન કરવા માટે રચવામાં આવેલાં; પણ મોડેથી એની પરમ પ્રભાવકતા વિશેની માન્યતાઓ પ્રચારમાં આવી, અને પછીથી તો તેના સમર્થનમાં મહિમા૫૨ક કથાઓ પણ ઘડી કાઢવામાં આવી : અને આ ‘નમસ્કાર-મંગલ' એ રીતે નવપદયુક્ત ‘નવકાર-મંત્ર'રૂપે ઘોષિત થયું, ઠરી ચૂક્યું, અને આજે તો એના મહિમાની અપારતા વર્ણવતાં, એમાં અનેક ગૂઢાર્થો અને એના સ્મરણ-જપનથી થતા પારાવાર લાભોની વાતો કથનાર અનેક લેખો-પુસ્તકોનું સર્જન થઈ ચૂક્યું છે, થતું રહ્યું છે.
પ્રાચીન કાળે, અર્હત્ વર્ધમાન પછીના સમીપના સમયમાં, એટલે કે નિર્પ્રન્થ આગમોની પ્રથમ વાચના—પાટલિપુત્ર વાચના (પ્રાયઃ ઈ. સ. પૂ. ૩૦૦) સમયે કે તે પછીની કેટલીક સદીઓ સુધી—આ ‘નમસ્કાર–મંગલ'ની શું સ્થિતિ રહી હતી તે જોતાં બે વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે ઃ ૧) નમસ્કાર-મંગલમાં પુરાતન કાળે પ્રથમનું કેવળ એક જ પદ યા વિકલ્પે પ્રથમનાં બે જ પદો જ્ઞાત હતાં; ૨) પદોના કેટલાક શબ્દોનાં વર્તમાને પ્રચલિત મહારાષ્ટ્રી પ્રાકૃત રૂપથી અસલી અર્ધમાગધી રૂપો ભિન્ન હતાં : આ બે મુદ્દા પ્રસ્તુત મંગલના ઇતિહાસમાં ઘણું જ મહત્ત્વ ધરાવતા હોઈ કંઈક વિસ્તારથી તે વિશે સાધાર-સપ્રમાણ વિચાર કરીશું.
બે’એક દશકા પહેલાં મહારાષ્ટ્રમાં મળી આવેલી પાલેની ગુફાઓમાંની એકના ટૂંકા શિલાલેખ(ઈ. સ. પૂ. બીજી-પહેલી સદી)માં, અને મથુરાના શકકાલીન એવં કુષાણકાલીન સમયમાં (ઈસ્વીસન્ની દ્વિતીય-તૃતીય શતાબ્દીના આરંભના બેત્રણ દશકોમાં) કેવળ એક જ પદ, પ્રચલિત પંચનમસ્કારનું પહેલું પદ માત્ર, મળે છે : અને ત્યાં પાઠ છે નમો અહંતાનં (કે વિકલ્પે નમો અહંતાન). કલિંગસમ્રાટ મહામેઘવાહન ખારવેલના કુમારિગિરની હાથીગુફામાં છતમાં કોરેલ મોટા પ્રશસ્તિલેખ(પ્રાયઃ ઈ સ૰ પૂર્વ ૫૦)માં બે પદો મળે છે : નમો ઝર ંતાનં તથા ત્યાં તે પછી તરત જ નમો ક્ષત્રે સિધાનું એમ કોર્યું છે. પ્રચલિત પાઠના બાકીનાં ત્રણ પદો એ કાળે તો ક્યાંયે પણ જોવા મળતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org