SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમતભદ્રનો સમય ૨૯ એમનાં કોઈ કોઈ સ્તુતિ-સ્તોત્રોનું કાવ્યની દષ્ટિએ મૂલ્યાંકન અદ્યાવધિ થયું નથી, થઈ શક્યું નથી. વર્તમાનમાં કેટલાક જૈન પંડિતોએ વિશેષે દિગંબરમતી–સમતભદ્રની કૃતિઓનો અભ્યાસ તો કર્યો છે, પણ તેમનું મુખ્યત્વે લક્ષ રચનાઓમાં જીવરૂપે રહેલા તત્ત્વદર્શન અને યુક્તિ-પ્રયોગો સમજવા પૂરતું સીમિત છે. સંસ્કૃત ભાષા અને વિવિધ દર્શનોના અચ્છા અભ્યાસી આ જૈન શાસ્ત્રીઓનું બીજી તરફનું વલણ સ્તુતિકાવ્યોના બહિરંગ અને તેમાં સ્વામીએ પ્રયોજેલ છંદાલંકારો શોધી કાઢવા પૂરતું, અને તેમનાં વ્યક્તિત્વ, મેધા, અને દાર્શનિક સામર્થ્યના મોંફાટ વખાણ કરવા, અને તેમને અતિ પ્રાચીન ઠરાવી દેવાની એકતરફી યુક્તિઓ રજૂ કરવા પૂરતું જ મર્યાદિત રહ્યું છે. આ કેવળ અહોભાવપૂર્ણ વલણને કારણે સમંતભદ્ર વિષયક ઐતિહાસિક સમસ્યાઓ પર તેઓ ન તો ઊંડી, સમતોલ, કે નિષ્પક્ષ ગવેષણા કરી શક્યા છે, કે ન તો તેમના દ્વારા સ્વામીની કૃતિઓની, તત્ત્વજ્ઞાન અતિરિક્ત, વિશુદ્ધ સાહિત્યિક દષ્ટિએ અવગાહન કરવામાં આવ્યું છે. સ્વામી સમંતભદ્ર ઝાઝું તો નથી લખ્યું; પણ જેટલું પ્રાપ્ત છે તેની સત્ત્વશીલતા અને તાત્ત્વિક ગુણવત્તા મધ્યમથી લઈ ઉત્કૃષ્ટ કોટિની માની શકાય. એમની રચનાઓમાં સંઘટનકૌશલ, આકારની શુચિતા, લાઘવલક્ષ્ય, અને મહદંશે મર્મિલપણું નિઃશંક પ્રકટ થાય છે. કાવ્યમાધ્યમ સ્તુતિ વા સ્તોત્રનું હોઈ તેમાં કર્તાના આરાધ્યદેવ ચતુર્વિશતિ જિનેન્દ્રોનાં ભક્તિપરક, ઉદાત્ત ભાવોર્મિ-સભર કેટલાંક પદો વચ્ચે વચ્ચે જરૂર જડી આવે છે : (જુઓ પરિશિષ્ટ ‘મ'); પણ સાથે જ કાવ્ય-સ્વરૂપનાં તમામ અંગો-પાસાંઓમાં પ્રાવીણ્ય તેમ જ ચાતુરી પ્રદર્શિત કરવા જતાં, અને તદંતર્ગત દાર્શનિક ગુહ્યો, સંકેતો, તેમ જ તાર્કિક વા નયાધીન ચોકસાઈઓને પણ રક્ષવા-ગુંફવા જતાં, કવિતા-પોત કેટલેક સ્થળે જરઠ બની જાય છે, અને કાવ્ય સાહજિક સૌષ્ઠવ છોડી ક્લિષ્ટતા ધારણ કરે છે. આવાં દૃષ્ટાંતોમાં કવિતામાં ઓજસ અને છંદોલય તો સાધારણ રીતે જળવાઈ રહેતાં હોવા છતાં રસ, માધુર્ય, અને વિશુદ્ધ ભક્તિભાવનો કેટલીક વાર હાસ થઈ, કાવ્યસહજ લાલિત્યનો પણ લોપ થઈ, કેવળ દાર્શનિક-સાંપ્રદાયિક મંતવ્યો તથા પરિભાષા અને સંરચના એવં આલંકારિક સજાવટના ગુણાતિરેક(virtuosity)નું ડિમડિમ જ બજી રહેતું વરતાય છે. સ્તુતિ-ઘોડીનાં ઠાઠાં પર બેસાડેલ બેવડા કાઠામાં એક તરફ નય-ન્યાય, પ્રમાણ-પ્રમેય, અને બીજી તરફ સ્તુત્ય-અસ્તુત્ય, આત-અનામ, તેમ જ સ્વસમય-પરસમયની ભારેખમ કોઠીઓ લટકાવી, પીઠ પર વચ્ચોવચ્ચ સ્યાદ્વાદનો, સપ્તભૂમિમય સપ્તભંગીનો, ગગનગામી માનસ્તંભ ચઢાવી, મુખ વડે અનેકાંતની યશોગાથા ગાતાં ગાતાં, પ્રતિસ્પર્ધી સંપ્રદાયો સામે જયયાત્રાએ નીકળેલા વાદી મુખ્ય સમંતભદ્રની કવિતા નિર્મન્થો સિવાય બીજા કોઈને ભાગ્યે જ ઉપયોગી થઈ શકે. એમની સ્તુતિઓમાં કેટલાંક પદો તો એવાં છે કે જે હૃદયની મૂદુ નિપજાઉ માટીમાંથી અંકુરિત આમ્રતરુને સ્થાને બૌદ્ધિક ભેખડોની તિરાડોમાંથી પાંગરેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy