SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ : અને પોષણ પામેલ ઋક્ષ, વાંકા-ત્રાંસા ઝબૂંબી રહેલ ઝાંખરાનો ભાસ કરાવી જાય છે. વસ્તુતયા સમંતભદ્ર સંવેદનશીલ કવિતાકાર છે. પ્રાચીન યુગમાં સર્વગ્રાહી સામર્થ્યમાં શંકરાચાર્ય પછી એમનું નામ આવી શકે : પણ એક તો રહ્યા વિરાગવત્સલ મુનિ ઃ અને પાછા નય-પરસ્ત કટ્ટર નિર્પ્રન્થ; અને તેમાંયે વળી યુક્તિ-પ્રવીણ અજેયવાદી પંડિત ! આથી કવિતાનો ઉપયોગ તેમણે (સિદ્ધસેન દિવાકરની જેમ) સાંપ્રદાયિક મત-સ્થાપનાઓ માટે જ કર્યો છે. છતાં એક વિલક્ષણ વ્યક્તિવિશેષ તરીકે, નિર્પ્રન્થોમાં વિરલ કહેવાય તેવી વિભૂતિ રૂપે, નિગ્રન્થ અતિરિક્ત અન્ય વિદ્વાનો પણ આજે તેમને જાણે છે, માને છે, તેમ જ તેમની અંતરંગ-સ્પર્શી પ્રજ્ઞા, તલાવગાહી પશ્યત્તા, અને અપાર વાક્સામર્થ્યનો સ્વીકાર કરે છે. એ દૃષ્ટિએ તો એમના પર ઠીક ઠીક લખાયું છે અને અધિક લખી શકવાનો અવકાશ પણ છે; પણ અહીં લેખનો કેંદ્રવર્તી મુદ્દો એમના સમય-વિનિર્ણયનો જ હોઈ, એમના સંબંધી અન્ય વાતોનો વિસ્તાર અનાવશ્યક ઠરે છે. ૩૦ આચાર્ય સમંતભદ્રે પોતાની કોઈ કૃતિમાં કાળ-નિર્દેશ દીધો નથી, કે નથી આપી ગુર્વાવલી. પોતા વિશે એમણે અલ્પ પ્રમાણમાં જે પ્રાસંગિક (અને આકસ્મિક) રૂપે કહ્યું હોય તેવો ભાસ કરાવતી ચારેક ઉક્તિઓ મળી આવી છે, જેમાં થોડાક ભૌગોલિક તથા સાંસ્કૃતિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે; પણ સાથે જ ત્યાં ઐતિહાસિક નિર્દેશોની પૂર્ણતયા ગેરહાજરી છે. તેઓ કયા ગણ-અન્વયમાં થઈ ગયા તત્સંબદ્ધ વિશ્વસનીય સૂચના ઇતર સાધનોમાં પણ મળતી નથી૧૨, કે નથી તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર વિશે જરા સરખી પણ જાણ. તેમના ઉપદેશથી કોઈ મંદિર-પ્રતિમાદિની પ્રતિષ્ઠા થઈ હશે તો તેની પણ ભાળ ઉપલબ્ધ ઉત્કીર્ણ લેખોમાં કે વાયિક સ્રોતોમાં પણ મળતી નથી; કે તેમને, કે તેમના શિષ્યોને (જો શિષ્યો હશે તો) ધર્મહેતુ વા ધર્મ નિમિત્તે દાનશાસનો પ્રાપ્ત થયાં હશે તો તે હજી સુધી મળી આવ્યાં નથી. કર્ણાટકના મધ્યકાલીન નિગ્રન્થ સંબદ્ધ અન્ય તામ્રપત્રોના કે શિલાશાસનાદિ અભિલેખોના સંપ્રદાય-પ્રશસ્તિ વિભાગમાં, અને પ્રાક્ર્મધ્યકાલીન તેમ જ મધ્યકાલીન નિર્પ્રન્થ-દિગંબર ગ્રંથકર્તાઓના ઉલ્લેખોમાં એક મહાસ્તંભ સમાન પ્રાચીન આચાર્ય રૂપે, વ્યક્તિવિશેષ રૂપે, તેમનું નામ ક્રમમાં પૂજ્યપાદ દેવનંદી અને અકલંકદેવની પૂર્વે લખાયેલું ૧૧મી સદીના એક અભિલેખમાં અવશ્ય મળે છે૧૫. પણ ક્યાંયે તેમના સમય સંબંધમાં જરીકેય નિર્દેશ નથી મળતો૬, કે નથી તેમાં સાંપડતી તત્સંબદ્ધ સમસ્યાના સીધા ઉકેલની ચાવી. આ દશામાં એક બાજુથી પૌર્વાપર્યના સિદ્ધાંત અનુસાર તેમની સમયસીમા નિર્ણીત કરવાના કેટલાક પ્રયત્નો થયા છે, જેની અંતર્ગત કેટલીક વાર તો તદ્દન લૂલાં, અને બહુ જ પાછોતરાં ગણાય તેવાં, ગુર્વાવલીઓ સરખાં સાધનોના આધારે તેમની મિતિ જડબેસલાક બેસાડી દેવાનો આયાસ પણ થયો છે : એટલું જ નહીં, તેવી સ્થાપના કરનારાઓ પોતે સંપ્રતીત થયાની સંતુષ્ટિ અનુભવવા સાથે એમનો નિર્ણય હવે સદાકાળ માટે, અને સર્વથા સિદ્ધ તેમ જ સર્વસ્વીકૃત થઈ ચૂક્યો હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy