SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય તેવો “તોર’” વા “તા” બતાવવામાં પણ ખચકાટ અનુભવતા નથી. આમાંથી જે કંઈક ધ્યાન દેવા લાયક પ્રયત્નો છે તેનાં પરિણામો પરસ્પર વેગળાં અને વિરોધી છે. એક છેડે તટસ્થ અન્વેષક વૈદિક વિદ્વાન (સ્વ) કાશીરામ બાપુરાવ પાઠક સમંતભદ્રને ઈસ્વીસન્ના આઠમા શતકના આરંભમાં મૂકે છે॰, તો બીજે છેડે દિગંબર વિદ્વાન્ પં૰ જુગલકિશોર મુખ્તાર સાહબ મરહૂમ એમને ઘડીક વિક્રમની પહેલી-બીજી તો ઘડીક બીજી-ત્રીજી શતાબ્દી(ઈ. સ. પૂર્વે ૪૪થી ઈ. સ. ૨૪૪)માં મૂકે છે૧૮. આ બે અંતિમો વચ્ચે કેટલીક અન્ય ધારણાઓ આવે છે, જે વિશે અહીં આગળ ઉપર આવના૨ અવલોકનમાં ઉલ્લેખ થશે. સમંતભદ્રના સમય-વિનિર્ણયમાં તેમની ઉત્તરસીમાનો નિશ્ચય કરવામાં તો કોઈ દુવિધા નથી; તત્સંબદ્ધ જ્ઞાત હકીકતો અહીં ટૂંકમાં અવલોકી જઈશું : ૩૧ (૧) દિગંબર સંપ્રદાયના પંચસ્તૂપાન્વયમાં થયેલા સુવિખ્યાત સ્વામી વીરસેનના મહાન્ શિષ્ય જિનસેને આદિપુરાણ(આ ઈ સ૦ ૮૩૭ પશ્ચાત્)ની ઉત્થાનિકામાં અન્ય પુરાણા નિર્પ્રન્થ (અને પ્રધાનતયા દિગંબર) આચાર્યો સાથે સમંતભદ્રનું પણ સ્મરણ કર્યું છે . તદતિરિક્ત પુન્નાટગણના આચાર્ય કીર્તિષેણના શિષ્ય આચાર્ય જિનસેનના હરિવંશપુરાણ (સં ૮૦૬ / ઈ. સ. ૭૮૪)માં આપેલ, એમની રચેલી મનાતી (પણ વસ્તુતયા પ્રક્ષિપ્ત, રચના ઈસ્વી ૮૫૦ કે ત્યારબાદની), મહાન્ જૈન આચાર્યોની સ્તુતિપૂર્વક સૂચિમાં સમંતભદ્રનો જીવસિદ્ધિ તથા યુક્ત્યનુશાસનના કર્તારૂપે ઉલ્લેખ કર્યો છે॰. વિદ્યાધરકુલના શ્વેતાંબરાચાર્ય (યાકિનીસૂત્તુ) હરિભદ્રસૂરિએ (કર્મકાલ આ ઈ સ૰ ૭૪૫-૭૮૫) અનેકાંતજયપતાકા તેમ જ તેની સ્વોપજ્ઞ વ્યાખ્યામાં ‘વાદીમુખ્ય સમંતભદ્ર'નો ઉલ્લેખ કર્યો છે. એમની આવશ્યકવૃત્તિ(પ્રાયઃ ઈસ્વી ૭૫૦-૭૬૦)માં સ્વયંભૂસ્તોત્રમાંથી (કર્તા કે કૃતિનું નામ આપ્યા સિવાયનું) ઉદ્ધરણ મળે છે. આથી સ્પષ્ટ છે કે સમંતભદ્ર આઠમા શતકના ઉત્તરાર્ધ પૂર્વે થઈ ગયા છે. (૨) સમંતભદ્રની આપ્તમીમાંસા અપરનામ દેવાગમસ્તોત્ર પર અષ્ટશતીભાષ્ય રચનાર, દિગંબર તાર્કિકશિરોમણિ ભટ્ટ અકલંકદેવનો કર્મકાળ હવે ઈસ્વીસન્ના આઠમા શતકમાં, ઈ. સ. ૭૨૦-૭૮૦ના ગાળામાં ક્યાંક આવી જતો હોવાનું, પ્રમાણપૂર્વક સૂચવાયું છે૨૩, અને એ સમય હવે તો સુનિશ્ચિત જણાય છે : સમંતભદ્ર આથી આઠમી સદીના મધ્યભાગ પૂર્વે થઈ ગયાનું વિશેષ પ્રમાણ મળી રહે છે. : (૩) આથીયે વધારે મહત્ત્વનો મુદ્દો છે પૂજ્યપાદ દેવનંદી અને સમંતભદ્રના સમકાલપૂર્વકાલના નિર્ણયનો, દેવનંદીએ એમના જૈનેન્દ્રશબ્દશાસ્ત્રમાં સમંતભદ્રનો નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે; પરંતુ દેવનંદીના સમય પરત્વે તીવ્ર મતભેદ પ્રવર્તે છે ઃ એક તરફ એમને ગુપ્ત સમ્રાટ્ કુમારગુપ્ત મહેન્દ્રાદિત્ય(ઈ. સ. ૪૧૫-૪૫૫)ની સમીપના સમયમાં થયેલા માનવામાં આવે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy