SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ છે, તો બીજી તરફ તેમને સાતમી શતાબ્દીના આખરી ચરણમાં મૂકવામાં આવે છે. દેવનંદીનો કર્મકાળ, મેં અદ્યાવધિ રજૂ થયેલ વિવિધ દાવાઓના પરીક્ષણ પછી, અને ઉપલબ્ધ આંતરિક તેમ જ બહારનાં પ્રમાણોના આધારે, ઈ. સ. ૬૩પ-૬૮૦ના આરસાનો નિશ્ચિત કર્યો છે. આ મિતિ લક્ષમાં લેતાં સમતભદ્ર ઈ. સ. ૬૫૦થી અગાઉ થઈ ગયા હોવાની પૂરી શક્યતા છે. (૪) બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (ઈ. સ. પ૮૦-૬૬૦ કે ૨૫૦-૬૩૦) દ્વારા સમંતભદ્રના સ્યાદ્વાદ સંબદ્ધ “કિંચિત” ઉદ્ગારાદિનું ખંડન થયું હોય તેમ જણાય છે. (૫) મીમાંસક કુમારિલ ભટ્ટ દ્વારા સમંતભદ્રના નિર્ઝન્ય-સર્વજ્ઞતાવાદાદિનું ખંડન હોય તો૮ સમંતભદ્રની કૃતિઓ ઈ. સ. ૬૦૦ આસપાસમાં ઉપલબ્ધ હોવી ઘટેર૯. સાહિત્યિક રચનાઓમાં ઉલ્લેખો આદિથી થઈ શકતી પૌવપર્ય-આશ્રિત નિર્ણયોની મર્યાદા અહીં આવી રહે છે. હવે સમંતભદ્રની કૃતિઓ અંતર્ગતની વસ્તુ, એમનાં દાર્શનિક વિભાવો-ગૃહીતો, અને એમનાં વચનોમાંથી સૂચવાતા કાલ-ફલિતાર્થ ઇત્યાદિ અંગે ગવેષણા ચલાવતાં પહેલાં સાંપ્રતકાલીન લેખકોએ એમનો સમય નિર્ધારિત કરવામાં જે મુદ્દાઓ ગ્રહણ કર્યા હોય, અને જે નિષ્કર્ષો કાઢ્યા હોય, તેને સમીક્ષાત્મક દૃષ્ટિએ જોઈ વળવું ઉપયુક્ત છે : (૧) ખ્યાતનામ દિગંબર વિદ્વાનુ, વિદ્યાવારિધિ જ્યોતિ પ્રસાદ જૈનની રજૂઆત છે કે સમતભદ્ર કાંચીપુરના સુપ્રસિદ્ધ બૌદ્ધ દાર્શનિક ભિક્ષુ નાગાર્જુનના સમકાલિક છે અને બન્ને વિદ્વાનોનો એકબીજા પર પ્રભાવ પડેલો છે. મહાયાન સંપ્રદાયના માધ્યમિક સંઘના અગ્રચારી દાર્શનિકોમાં આચાર્ય નાગાર્જુનનો સમય ઈસ્વીસની પહેલી-બીજી શતાબ્દીના અરસાનો, સાતવાહન યુગમાં, મનાય છે. આથી સમંતભદ્રનો પણ એ જ કાળ કરે : પણ પહેલી વાત તો એ છે કે આ “પારસ્પરિક પ્રભાવ” સિદ્ધ કરે તેવાં કોઈ જ પ્રમાણો તેઓ રજૂ કરતા નથી. બીજા કોઈ વિદ્વાને આ વાત અન્યત્ર સવિસ્તર ચર્ચા હોય તો તેનો પણ હવાલો દેતા નથી. સમતભદ્રનો સમય જ જ્યાં નિશ્ચિત ન હોય તેવી સ્થિતિમાં તો અન્ય સ્વતંત્ર પ્રમાણો દ્વારા સમતભદ્રને જો એટલા પ્રાચીન ઠરાવી શકાય તો જ તેમના નાગાર્જુન સાથેના સમકાલિકપણાની કે સામીપ્યની કલ્પના માટે અવકાશ રહે; નહીં તો જ્યાં વૈચારિક-શાબ્દિક સામ્ય જોવા મળે ત્યાં નાગાર્જુનનો પ્રભાવ સમતભદ્ર પર પડેલો ગણાય; અને તે ઘટના પછીના ગમે તે કાળમાં ઘટી હોવાનું સંભવી શકે. આપણે અહીં આગળ જોઈશું તેમ સમતભદ્ર એટલા પ્રાચીન ન હોવાનાં ઘણાં પ્રમાણો ઉપલબ્ધ થઈ શકતા હોઈ ઉપરની સ્થાપના સ્વતઃ નિસ્ટાર બની જાય છે. (૨) કર્ણાટકમાંથી મળેલી એક હસ્તલિખિત નોંધને આધારે જયોતિ પ્રસાદ સમંતભદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy