SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વામી સમંતભદ્રનો સમય પૂર્વાશ્રમમાં ફણિમંડલમાં રહેલ ઉરગપુરના રાજકુમાર હોવાનું, અને ફણિમંડલ ઉર્ફે નાગમંડલનો “પેરિપ્લસ”માં ઉલ્લેખ મળતો હોઈ તેમનો સમય ઈસ્વીસની બીજી શતાબ્દીના અરસાનો અંદાજે છે. ઉરગપુરને તેઓ તિરુચિરાપલ્લી પાસે આવેલું “ઉરૈયૂર” હોવાની ઓળખ આપે છેર. પ્રસ્તુત હસ્તલિખિત નોંધ વાસ્તવમાં કેટલી પુરાણી છે અને એથી કેટલે અંશે વિશ્વાસપાત્ર છે તેની કોઈ જ ગવેષણા તેઓ ચલાવતા નથી. તામિલનાડ(તમિલનાડ)ના પુરાણા ઇતિહાસના અભ્યાસીઓ પુરાતન તામિલ (તમિલ) ભાષામાં રચાયેલ સંગમ સાહિત્ય પરથી જાણે છે કે ઈસ્વીસન્ના આરંભની સદીઓમાં ઉરૈયૂર પ્રારંભિક ચોલ (ચોળ્ય) નરેન્દ્રોની રાજધાની હતી. પુરાતન ચોલદેશ(ચોળ્યનાડ)માં તામિલ ભાષાની બોલબાલા હતી અને પ્રાચીનતમ ચોલ રાજ્યોનાં નામો તે કાળે સંસ્કૃતમાં નહીં, તામિલમાં પડતાં હતાં. ચોલમંડલમાં નાગમંડલ નામક કોઈ જ પરગણું કે ઠકરાત હોવાનો ક્યાંયે પુરાણો સ્થાનિક ઉલ્લેખ પ્રાપ્ત નથી. આ બધું જોતાં મૂળ લેખકની આ મનઘડંત નોંધ ન માનીએ તોયે બહુ મોડેની અનુશ્રુતિ હોવાનો વિશેષ સંભવ છે. આવી અત્યંત સંદેહાસ્પદ સંયોગોના સંસર્ગવાળી નોંધને પ્રમાણ રૂપે સ્વીકારતાં ઘણા વાંધાઓનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે. વસ્તુતયા સમંતભદ્રને એ કાળથી ઠીક ઠીક અર્વાચીન સિદ્ધ કરનાર, વિશેષ વિશ્વસનીય પુરાવાઓ (આપણે આગળ જોઈશું તેમ) બહોળા પ્રમાણમાં કેટલાંક તો એમના જ લેખનમાંથી લભ્ય બનતા હોઈ, તેમના કાળનિર્ણયમાં ઉપર્યુક્ત મુદ્દો જરાયે ઉપયુક્ત બની શકે તેમ નથી. (૩) પં. દરબારીલાલ કોઠિયાનું કહેવું છે કે સમંતભદ્રે નાગાર્જુનનું ખંડન કર્યું છે; આથી તેઓ તેમના સમકાલમાં થયા છે”. આ વાત ત્યારે પ્રામાણિક માની શકાય કે જ્યારે અન્ય પુરાવાઓ પણ તેઓ ઈસ્વીસન્ના બીજા શતકમાં મૂકવાની તરફેણ કરે. પણ એવી સ્થિતિ આપણે જોઈશું તેમ છે જ નહીં પ 33 (૪) દિગંબર વિદ્વર પં૰ કૈલાસચંદ્ર શાસ્ત્રીના કથન અનુસાર સમંતભદ્ર જૈમિનીના મીમાંસાસૂત્ર પર ભાષ્ય રચનાર શબરના કથનનું બિંબ-પ્રતિબિંબ શબ્દોમાં ખંડન કર્યું છે . યથા : Jain Education International " उन्होंने ही सर्वप्रथम सर्वज्ञता की सिद्धि में नीचे लिखा अनुमान उपस्थित किया‘‘સૂક્ષ્માન્તરિતપૂરાŕ: પ્રત્યક્ષા: વસ્ત્યવિદ્યથા । अनुमेयत्वतोऽग्न्यादिरिति सर्वज्ञसंस्थितिः ॥" आप्तमीमांसा, ५ ‘सूक्ष्म परमाणु वगैरह, अन्तरित राम-रावण वगैरह और दूरवर्ती सुमेरु वगैरह पदार्थ किसी के प्रत्यक्ष हैं, अनुमेय होने से, जैसे अग्नि वगैरह । इस प्रकार सर्वज्ञ की सम्यक् स्थिति होती નિ ઐ ભા. ૧-૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy