SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (લલિતાસરની પાળે વસ્તપાલે કરાવેલ) વીરના મંદિરનો ઉલ્લેખ છે. વિશેષમાં મંત્રીશ્વર વસ્તુપાળના ઈ. સ. ૧૨૩૯માં થયેલા સ્વર્ગવાસ પછી બંધુ તેજપાળ (શત્રુંજય પર અનુપમા સરોવરને કાંઠે) કરાવેલ સ્વર્ગારોહણપ્રાસાદનો સાંપ્રત સ્તોત્રમાં ઉલ્લેખ છે. તદુપરાંત તેમાં કોટાકોટિ-ચૈત્યનો, અને દક્ષિણ શૃંગ પરના ‘પ્રથમાહત'ના ચૈત્યનો પણ ઉલ્લેખ છે : આ છેલ્લાં બે મંદિરોમાંથી એક માંડવગઢના મંત્રી પીથડે ઈ. સ. ૧૨૬૪ કે તેથી થોડું પૂર્વે, અને બીજું મોટે ભાગે સંડેરના શ્રેષ્ઠી પેથડે ઈસ્વીસના ૧૩મા શતકના અંતે કરાવેલું. આથી સાંપ્રત ચૈત્ય-પરિપાટિકા-સ્તવની રચના ૧૩મા શતકના અંત બાદ થઈ હોવી ઘટે : અને સ્તોત્રકારે વર્ણવેલ ઘણાંખરાં મંદિરો ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર સમયે જે પુનર્નિર્મિત યા પુનરુદ્ધારિત થયેલાં તે જ હોઈ શકે. (૩) સમરા સાહના ઈસ. ૧૩૧૫ના ઉદ્ધાર પછી થોડાંક જ વર્ષોમાં, ઈ. સ. ૧૩૨૦-૨૫ના ગાળામાં, ત્યાં આગળ નિર્માયેલી “ખરતર વસહીનો તેમાં ઉલ્લેખ નથી. (આ ખરતર-વસહીનાં રચનાકૌશલ, એની સ્થાપત્યચારુતા અને વાસ્તવિગતો, તેમ જ ગુણવત્તા વિશે ૧૪મા શતકથી લઈ ૧૭મી સદી સુધીના લગભગ બધા જ ચૈત્યપરિપાટીકારો પરિપાટીની મર્યાદામાં રહી, કહી શકાય તેટલું કહી છૂટ્યા છે.) આથી આ સ્તોત્ર ખરતરવસહીના નિર્માણકાળ પૂર્વેનું ઠરે છે. (૪) જિનપ્રભસૂરિએ સં. ૧૩૮૫ | ઈ. સ. ૧૩૨૯માં રચેલ શત્રુંજયકલ્પ અને આ પુંડરીકગિરિ શિખરિસ્તોત્ર વચ્ચે કેટલુંક ધ્યાન ખેંચે તેવું ભાષાગત અને તથ્યગત સામ્ય છે (જે મૂળપાઠની પાદટીપોમાં દર્શાવવામાં આવ્યું છે.) આ આશ્ચર્યજનક સમાનતા વિશે આ પળે વિશેષ વિચારવું ઘટે. જિનપ્રભસૂરિનો આ સુવિખ્યાત “કલ્પ” ઈ. સ. ૧૩૨૯માં પૂર્ણ થયો હોવા છતાં તેમાં અપાયેલી ચૈત્યવિષયક હકીકતો પ્રાયઃ ભંગ પૂર્વેની સ્થિતિનો નિર્દેશ કરે છે. સમરા સાહ અને તેમના સમકાલિકોએ ત્યાં પુનરુદ્ધાર વખતે શું શું કર્યું, તેમ જ પ્રસ્તુત ઉદ્ધાર પછી ત્યા થોડા સમયમાં જ બનેલી ખરતર-વસહી તથા ખરતરગચ્છાધિપતિ જિનકુશલસૂરિની આમાન્યવાળા શ્રાવકોએ સં. ૧૩૭૯-૮૨ (ઈ. સ. ૧૩૨૩-૨૬) વચ્ચે કરાવેલા મહત્ત્વપૂર્ણ જિનભવનો (જે આજે પણ વિદ્યમાન છે,) તેનો કલ્પમાં બિલકુલ ઉલ્લેખ નથી; કલ્પકાર જિનપ્રભસૂરિ પોતે ખરતરગચ્છની લઘુશાખાના એક અગ્રગણ્ય આચાર્ય હોવા છતાં! આથી એમ માનવાને કારણ મળે છે કે તેમણે તે કાળે વિદ્યમાન ચૈત્યો વિશે જે કંઈ લખ્યું છે તે તેઓએ ભંગ પૂર્વે કરેલી, કદાચ ૧૩મા શતકમાં અંતિમ વર્ષો દરમિયાન, કે ૧૪મા શતકનાં આરંભિક વર્ષોમાં કરેલી યાત્રા સમયે (અને નિવાસ સમયે) ત્યાં જે જોયું હશે તેનું યથાસ્કૃતિ અને યથાવત્ વર્ણન છે. આથી આપણા આ સ્તોત્રના કર્તાએ, અને જિનપ્રભસૂરિએ ગિરિવર પર જે જોયું હતું તેનો કાળ તદ્દન સમીપ આવી જાય છે. પણ આ નિર્ણય સામે એક અન્ય મુદ્દો છે તે પણ લક્ષમાં લેવો ઘટે. સ્તોત્રકાર આદીશ્વરના મંદિર પાસે વીસ વિહરમાન જિનના મંદિરનો ઉલ્લેખ કરે છે, જેનો વસ્તુપાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy