SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ “શ્રી શત્રુંજય મહાતીર્થપરિપાટિકા ૨૯૧ તેજપાળ તેમ જ મંત્રી પીથડ તેમ જ સંઘપતિ પેથડ (સંડેરવાળા) સંબંધી સાહિત્યમાં, કે જિનપ્રભસૂરિના “કલ્પમાં પણ ઉલ્લેખ નથી. ઉપકેશગચ્છીય કક્કસૂરિ વિરચિત નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ (સં. ૧૩૯૩ | ઈસ. ૧૩૩૭)માં સમરા સાહે કરાવેલ તીર્થોદ્ધારનું તાદશ અને વિગતપૂર્ણ વિવરણ કર્યું છે. તેમાં પાટણમાં ઉપાશ્રયે સમરા સાહ ઉકેશ-ગચ્છપતિ સિદ્ધસેનસૂરિને, પ્રતિષ્ઠા પૂર્વે ડુંગર પર જીર્ણોદ્ધારના ઉપલક્ષમાં પોતે અને અન્ય શ્રાવકોએ શું શું કરાવ્યું, તેની વાત કરે છે; તેમાં તેઓ કહે છે કે “(આદિ)જિન (ભવનના)પાછળના ભાગમાં વિહરમાન અહંતોનું “નવું” ચૈત્ય પણ કરાવ્યું છે : યથા : तथा विहरमाणानामर्हतां साम्प्रतं भुवि । अकारयन्नवं चैत्यं स साधुर्जिनपृष्टतः ।। -नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४ /२०७ અહીં “નવા”નો અર્થ ‘પૂર્વે અસ્તિત્વમાં હતું નહીં તેવું કરીએ તો આ ચૈત્ય શત્રુંજય પર ભંગ પછી પહેલી જ વાર બન્યું એમ ઘટાવી શકાય; અને વાસ્તવમાં જો તેમ જ હોય તો સાંપ્રત સ્તોત્ર તેની નોંધ લેતું હોઈ, તે ઈ. સ. ૧૩૧૫ બાદનું હોવા વિશે એક વિશેષ પ્રમાણ મળી રહે. પણ જો તે ઈ. સ. ૧૩૧૫ પછી રચાયું હોય અને તેમાં ઉદ્ધાર દરમિયાન રચાયેલા આ સંભાવ્ય નવા મંદિરનો ઉલ્લેખ થઈ શકતો હોય, તો સમરા સાહના ઉદ્ધાર જેવી મહત્ત્વની બાબતનો સીધો ઉલ્લેખ કરવાનું કેમ રહી જાય? જો કે તે મુદ્દો તો કદાચ સ્તોત્રકારને એ દુ:ખદ ઘટનાનો ઉલ્લેખ કરવો ઠીક નહીં લાગ્યું તેટલું જ બતાવી રહે છે. “નવા” શબ્દથી પૂર્વનું ખંડિત થયેલું મંદિર ફરીને બતાવ્યું હોય તેમ પણ અભિપ્રેત હોઈ શકે. આના સમર્થનમાં પ્રબંધકાર અષ્ટાપદની થયેલી નવરચના વિશે જે કહે છે તે જોઈએ. અષ્ટાપદપ્રાસાદ આદીશ્વરની જમણી બાજુએ મૂળ વસ્તુપાળનો કરાવેલો હતો તેમ આપણે જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાલચરિત્ર (સં. ૧૪૯૭ { ઈ. સ. ૧૪૪૧) પરથી જાણીએ છીએ. જિનપ્રભસૂરિ પણ તે શકુનિચૈત્યની પાછળ હતું તેવો ઉલ્લેખ કરે છે : હવે આ અષ્ટાપદપ્રાસાદને પણ “નવો કરાવ્યો” એવું વિશેષાભિધાન પ્રબંધકાર કક્કસૂરિ આપે છે : तथाऽत्राष्टापदाकारं चतुर्विंशतिनाथयुक्त देवदक्षिणबाहुस्थं नवं चैत्यं च कारितम् ॥ -नाभिनन्दनजिनोद्धारप्रबन्ध ४/२०४ આથી “નવા “શબ્દથી ‘અભિનવ પ્રાસાદ નહીં પણ મુસલમાનોએ તોડેલ અગાઉના મંદિરને કાઢી નાખી પુનરુદ્ધારમાં નવું જ દેવલ્પ ઊભું કરાવ્યાનો આશય અભિપ્રય માનવો ઘટે. આથી વીસ વિહરમાન જિનનું ભવન પણ ભંગ પૂર્વ હસ્તીમાં હતું તેમ માનવાને કારણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy