________________
“મીનળદેવી'નું અસલી અભિધાન
સોલંકીકાળ ઉપલક્ષે લભ્યમાન લોકકથાઓમાં, એવું સાંપ્રતકાલીન નવલોમાં સમ્રાટ જયસિંહદેવ સિદ્ધરાજની માતા મીનળદેવી' કે “મીનલદેવી' નામથી સુવિદ્યુત છે. નાગેન્દ્રગચ્છીય મેરૂતુંગાચાર્યના પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ | ઈસ. ૧૩૦૫) અંતર્ગત “સિદ્ધરાજાદિપ્રબંધ”માં સિદ્ધરાજ-પિતૃ કર્ણદેવ(પ્રથમ) (ઈ. સ. ૧૦૨૬-૧૦૯૫)ના વિવાહ સંબંધી કથેલ અનુશ્રુતિમાં, તેમ જ ત્યાં “મંત્રી સાંતૂ-દઢસમતાપ્રબંધ”માં, તથા “દેવસૂરિપ્રબંધ”માં તો “મયણલ્લદેવી' એવું અભિધાન હોવાની સૂચના મળે છે. મેરૂતુંગાચાર્ય પૂર્વે ખરતરગચ્છીય અભયતિલક ગણિએ સ્વકૃત દયાશ્રયકાવ્ય-વૃત્તિ (સં. ૧૩૧૨ | ઈ. સ. ૧૨૫૬)માં અને એથી મૂલકાર પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્યે પણ પ્રસ્તુત ન્યાશ્રયકાવ્ય (આ. ઈ. સ. ૧૧૪૦)માં સિદ્ધરાજની જનની રૂપે એ જ નામ દર્શાવ્યું છે; એટલું જ નહીં, મૂળમાં (અને એથી ટીકામાં પણ) મયણલ્લદેવી ચંદ્રપુર(ગોવા-પંથકના ચાંદોર)ના (કદંબરાજ) જયકેશી (પ્રથમ) (ઈ. સ. ૧૦૫૦-૧૦૮૦)ની દુહિતા હોવાની હકીકત પણ નોંધી છે. મૂળ શ્લોકો મહત્ત્વના હોઈ અહીં તેને વૃત્તિ સમેત ઉર્ફકીશું:
अवाच्यां स्फारिकाक्ष्यस्ति नाम्ना चन्द्रपुरं पुरम् ।
कडकस्फलकस्त्रैणं धर्मानुद्विजितृप्रजम् ॥१२॥ ९९. अवाच्या दक्षिणस्यां दिशि नाम्ना चन्द्रपुरं पुरमस्ति । कीदृक् । स्फरिका स्फुरन्ती श्रीलक्ष्मीर्यत्र तत् । “तद्धिताकं" [३.२.५४] इत्यादिना न पुंवत् । तथा कडकानि माद्यन्ति स्फलकानि सविलासानि स्त्रैणानि यत्र तत् । तथा धर्मादनुद्विजित्र्योमुद्विजमानाः प्रजा यत्र तत् । एतेनात्रार्थकामधर्माणां संपदुक्ता ।
दिशां प्रोणुविता कीर्त्या द्विषां प्रोर्णवितौजसा ।
राजेह जयकेशी यं स्तुतो वित्तश्च रोदसी ॥१००। इह चन्द्रपुरे जयकेशी नाम राजास्ति । कीदृक् । ओजसा प्रतापेन बलेन वा द्विषां प्रोर्णविता छादकोत एव कीर्त्या दिशां प्रोणुविता व्यापकोत एव च यं जयकेशिनं रोदसी स्तुतः श्लाघेते वित्तश्च जानीतश्च ।।
कन्या जयति तस्यैषा मयणल्लेति नामतः ।
समीधेस्या न दध्वंसे कान्तिर्निन्ये जगन्मुदम् ॥१०१॥ १०१. नामतो मयणल्लेति मयणलाख्यैषा चित्रपटस्था तस्य जयकेशिनः कन्या पुत्री
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org