SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ' સંદર્ભગત સંસ્કૃત “ચૈત્યપરિપાટીસ્તવન”નો પાઠ સન ૧૯૭૪માં ચાર હસ્તપ્રતોના આધારે તૈયાર કરેલો અને ટિપ્પણો સિવાયનો લેખનો મુખ્ય મુસદો પણ ત્યારે જ લખી રાખેલો. ચારેય પ્રત “શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર'ના સંગ્રહની છે, જેનો સંપાદનાર્થે અહીં સાભાર ઉપયોગ કર્યો છે. તેમાંની “A” અને “B' સંજ્ઞક પ્રતો લિપિ તેમ જ અન્ય લક્ષણોથી ૧૫મા શતકના ઉત્તરાર્ધની જણાય છે, જયારે C” અને “D' પ્રત ૧૦મા શતકથી પ્રાચીન જણાતી નથી : તેના ક્રમાંક નીચે મુજબ છે: A. ૮૪૭૧ / ૧૩ B. ૩૪૪૮ C. ૪૩૯૮ D. રાધનપુરથી નવપ્રાપ્ત : (ક્રમાંક અપાયો નથી.) બધી જ પ્રતોમાં થોડાં થોડાં વ્યાકરણનાં, તેમ જ અક્ષરો ઊડી ગયા જેવાં અલનો છે: પણ મિલાન દ્વારા તૈયાર થયેલા પાઠમાં પૂરી સ્પષ્ટતા વરતાય છે. મારો મેળવેલો પાઠ અમદાવાદ નિવાસી (સ્વ) પં. હરિશંકર અંબાશંકર શાસ્ત્રી, (સ્વ) પં. બાબુલાલ સવચંદ દોશી, અને એ વર્ષોમાં વારાણસીમાં રહેતા પં. શતકરિ મુખોપાધ્યાયે સંશોધી આપેલો છે, જે બદલ એ ત્રણે વિદ્વધર્યોનો અહીં સાનંદ ઋણ સ્વીકાર કરું છું. પ્રતોના પાઠમાં, શ્લોકોના ક્રમમાં, ખાસ કરીને શ્લોક ૧૪ પછી મેળ નથી, કેમ કે કોઈ કોઈ પ્રતોમાં શ્લોકો વધતા-ઓછા છે. તો કોઈમાં એક શ્લોક મળે છે તો કોઈમાં બીજો : (આમાંના કેટલાક પ્રક્ષિપ્ત જણાય છે, જે વિશે આગળ ઉપર વિશેષ કહીશ.) પણ અહીં સંપાદનના નિયમ પ્રમાણે (અને એ કાળે લાદ.માં અનુસરાતી પદ્ધતિ અનુસાર) કોઈ એક પ્રતને મુખ્ય માનવાની જરૂર હોઈ, “A' ને પસંદગી આપેલી. જોકે તે પણ ક્ષેપક શ્લોકથી તદ્દન મુક્ત નથી. એકંદરે “B' પ્રતનો પાઠ સૌમાં વિશેષ શુદ્ધ છે : પણ તે પ્રત પાછળથી મળી હોઈ તેને મૂલાધાર બનાવી શકાઈ નથી; કિંતુ તેનાં પાઠાંતરો નોંધી, મૂળપાઠમાં તેનાં વિશુદ્ધ રૂપો આવરી લીધાં છે. સ્તવકાર “સંગમસૂરિનું નામ બધી જ પ્રતોમાં, છેવટના ભાગમાં અંતિમ શ્લોક પૂર્વેના શ્લોકમાં, મળે છે. તેમના ગચ્છ, કે ગુરુપરંપરા વિશે ત્યાં કંઈ જ જણાવવામાં આવ્યું નથી, કે ન તો ઉપલબ્ધ સાધનો દ્વારા તે વિષયમાં કશું જાણી શકાય છે. સ્તવમાં રચના-સંવત્ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy