SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમસૂરિકૃત સંસ્કૃત ભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ ૨૧૭ આપ્યો નથી. પુરાતન કાળના “સંગમ સ્થવિર’, કે આઠમા-નવમા શતકમાં થયેલા સંગમસીહ મુનિ, કે શત્રુંજય પર સં. ૧૦૬૪ / ઈ. સ. ૧૦૦૮માં અનશન કરી કાળધર્મ પામેલા મુનિ “સંગમસિદ્ધ તો તેના કર્તા હોઈ ન શકે, પણ ભરૂચની એક સં. ૧૧૧૩ / ઈસ્વી ૧૦૬૩ની તુલ્યકાલીન જિન ધાતુપ્રતિમાના લેખમાં ઉલિખિત “સંગમસિંહસૂરિ' સાંપ્રત રચયિતા હોવાનો સંભવ વિશે વિચાર કરીશું. સ્તવનો રચનાકાળ, અને એથી સ્તવકાર સંગમસૂરિ'ની વિદ્યમાનતાના સમયનો નિર્ણય અંદરની સામગ્રીના પરીક્ષણ પરથી આગળ ઉપર અહીં કરીશું. સ્તવ વિશે વધુ વિચારતાં પહેલાં તેની અંદરની વસ્તુ વિશે જાણી લઈએ. સંગમસૂરિ પ્રારંભના ત્રણ શ્લોકમાં જુદા જુદા દેવલોકોમાં તેમ જ વૈતાઢ્ય, કુલાચલ, નાગદંતગિરિ, વક્ષારકૂટ, ઇષકાર, માનુષોત્તર, નંદીશ્વર, રુચકગિરિ આદિ જૈન આગમપ્રણીત ભૂગોળના પ્રતિષ્ઠિત પર્વતો પર અને હૃદ (તટાક), કુંડ, વર્ષ (પર્વત), સાગર અને નદી તટે બિરાજમાન જિનવરાવલીનો જયકાર બોલાવી, પછી ભારતવર્ષના પ્રમુખ ઐતિહાસિક અને મહિમાપૂત જૈન તીર્થોનો અને પ્રસ્તુત તીર્થોના મૂલનાયક જિનોનો ઉલ્લેખ કરી, તેમનો જય વાંચ્છે છે. તે પછી બહુકોટિ સંખ્યામાં પુંડરીકાદિ સાધુજનો જ્યાં સિદ્ધ થયા છે તે, સૌ તીર્થોમાં આદિ એવા, શત્રુંજયગિરિનો જય થાઓ તેમ કહી (૪), અષ્ટાપદાદ્રિ પર પોતપોતાનાં વર્ણ અને કદ સહિત ભરતચક્રીકારિત રત્નમય (ચોવીસ) જિનબિંબ (પ), ત્યારબાદ જ્યાં વીસ જિનો મોક્ષે ગયા છે ને જ્યાં (તેમનાં) દેવનિર્મિત સ્તૂપોની હાર છે તે સમેતગિરિરાજ (૬), તે પછી તક્ષશિલાનગરીમાં યુગાદિ ઋષભજિનનાં પગલાં પડેલાં તે સ્થાને ચક્રીબંધુ બાહુબલિએ નિર્માવેલ હજાર આરાનું રત્નમય ધર્મચક્ર (૭), ને ત્યારબાદ મથુરાનગરીમાં સુપાર્શ્વજિનના સમયનો અને હજી પણ દેવતાઓ જેની અર્ચના કરે છે તે દેવનિર્મિત સ્તૂપનો જયકાર ગજાવે છે (૮). આ પછી બ્રહ્મદ્ર, દશાનન (રાવણ), અને રામચંદ્રાદિથી પૂજિત અંગદિકાનગરના રત્નમય જિનબિંબનો (૯), અને ગોપગિરિ પર આમરાજાએ દોઢ કરોડનો ખર્ચ કરી બનાવેલ જિન વીરના ભવનનો (૧૦), હરિવંશભૂષણમણિ ભૃગુકચ્છમાં, મહાનદી નર્મદાના તટે, શકુનિકાવિહારમાં જિનવર મુનિસુવ્રતનો જય કહે છે (૧૧). ત્યારબાદ ક્રમમાં, જેના અમરોમાં મુખ્ય એવા ઇંદ્ર કલ્યાણત્રય કર્યા છે તે (જિનવર) નેમિ જ્યાં બિરાજે છે તે મહાગિરિ રૈવતકનો (૧૨), તે પછી બ્રહ્મશાંતિ યક્ષ દ્વારા પ્રતિસ્થાપિત મોઢેરપુર(મોઢેરા)ના સહસ્ત બિબવાળા શ્રી વીરજિનેશ્વર (૧૩), ને વલભીપુરથી આસો સુદિ પૂર્ણિમાને દિને રથમાં રવાના થઈ નિ, ઐ. ભા૧-૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy