SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ શ્રીમાલપુર(ભિન્નમાલ)માં સ્થિર થયેલા શ્રીવીર જિન (૧૪), તે પછી સ્તંભનક(થાંભણા)ના જિનભવનમાં સતિશયયુક્ત જિન પાર્શ્વ, અને જ્યાં પોતે પગલાં કરેલાં તે મુંડસ્થલમાં સંસ્થિત જિન વી૨ (૧૫), તે પછી વિદ્યાધર નિવિનિમ કુલના નાથ કાલિકાચાર્યે કાશÇદમાં પ્રતિષ્ઠિત કરેલ જિન વૃષભ (૧૬), ત્યારબાદ પાંડવમાતા કુંતીસૂનુ યુધિષ્ઠિરના પુત્રોએ નાશિક્ય(નાશિક)માં સ્થાપેલા શ્રી ચંદ્રપ્રભ (૧૭), તે પછી નાગેન્દ્ર-ચંદ્ર-નિવૃત્તિ-વિદ્યાધર (ગચ્છના આચાર્યોએ) સોપારકમાં (કે પાઠાંતરે અર્બુદાચલે) રહેલા યુગાદિ જિનપુંગવનો (૧૮), અને વિમલમંત્રીએ કરાવેલ, અર્બુદનગ પરના ઋષભનો, ને એ જ પદ્યમાં ગોકુલવાસી (શ્રીકૃષ્ણના પાલક-પિતા નંદ)' દ્વારા પ્રતિષ્ઠિત શાંતિજિન(૧૯)નો જય થાઓ તેમ કહ્યું છે. ૨૧૮ આટલું કહ્યા પછીના બે શ્લોકો(૨૦-૨૧)માં સાધારણ રૂપેણ કલિકુંડકુકુટેશ્વર, ચંપા, શ્રાવસ્તિ, ગજપુર (હસ્તિનાપુર), અયોધ્યા, વૈભારગિરિ, પાવા (પાવાપુરી), જયંતિ (ઉજ્જૈન), ઓમકાર (ઓંકારમાંધાતા), વાયટ (વાયડ), જાલ્યોધર (જાલિહર), ચિત્રકૂટ (ચિતોડ), સત્યપુર (સાંચોર) બ્રહ્માણ (વરમાણ), અને પલ્લિકા (પાલિ) ઇત્યાદિ સ્થળોના ઋષભાદિ તીર્થંકરોનો જયકાર કહી, બીજા પણ જે કોઈ ત્રિલોકને વિશે તીર્થો હોય ત્યાંનાં બિંબોને ‘સંગમસૂરિ’ વંદે છે તેમ કહ્યું છે. તે પછી આવતો અને અન્યથા જાણીતો શ્લોક પાછળથી ઉમેર્યો હોઈ પ્રક્ષિપ્ત ગણવો જોઈએ. (B પ્રતમાં તે મળતો નથી.) તેમાં ત્રિલોકસ્થિત શાશ્વત-અશાશ્વત (કૃત્રિમ-અકૃત્રિમ) તીર્થભવનનોને પોતે નમસ્કાર કરતા હોવાનું જણાવે છે. આ સ્તવના કલેવરને તપાસી જતાં તેમાં બે વાત તો પ્રથમ દૃષ્ટિએ જ સામે આવે છે. કર્તા તેને એક બાજુથી સકલતીર્થવંદનાસ્તોત્ર (કે શાશ્વતાશાશ્વત-ચૈત્યવંદના સ્તવ) બનાવવા માગે છે અને એથી ઊર્ધ્વલોકમાં રહેલાં જિનભવનો તેમ જ ચૂર્ણિઓ કથિત માનુષી પહોંચ બહારના, જૈન ભૂગોળ-કથિત, પર્વતો પર કલ્પેલાં તીર્થોની વાત કરે છે; તો બીજી બાજુથી ઇતિહાસપ્રસિદ્ધ માનવનિર્મિત તીર્થો, ૫૨મ મહિમાવંત જિન પ્રતિમાઓ ધરાવતાં જિનાલયસ્થાનો આદિનો થોડાક વિસ્તારથી ઉલ્લેખ કરે છે. કર્તા પોતે પશ્ચિમ ભારતના હોય તેમ જણાય છે; પણ તેમના વ્યાપમાં કેટલેક અંશે ઉત્તર ભારત આવી જાય છે : અને તેમ થવાથી તેમની કૃતિ ‘તીર્થમાલા'નો પણ આભાસ કરાવે છે. તેમાં યાત્રાહેતુ ન હોઈ, તે આમ તો ‘ચૈત્યપરિપાટી’ વર્ગમાં મૂકી શકાય નહીં. એ એક પ્રકારનું ‘તીર્થવંદનાસ્તવન' જ બની રહે છે. મહિમ્ન જિનભવનો અને એવાં જ સ્થાનો વંદનાર્થે પસંદ કર્યાથી આવાં સ્થળોની વચ્ચે રહેલાં અન્ય ઘણાં જૈન દેવસ્થાનો છોડી દેવામાં આવ્યાં છે. તે કાળનાં પશ્ચિમ ભારતનાં સુપ્રસિદ્ધ જૈન કેન્દ્રોમાંથી પત્તન (અણહિલ્લપાટક) અને તેના પંચાસરા પાર્શ્વનાથનો, અને દેવપત્તન તેમ જ ત્યાંના વલભ્યાગત જિન ચંદ્રપ્રભનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે બીજી બાજુ સત્યપુરનો ઉલ્લેખ થયો હોવા છતાં તે સંદર્ભમાં તેના પરમ પ્રતિષ્ઠિત વીરજિનનો ઉલ્લેખ નથી. જાલોરના, ત્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy