SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨૧૯ રહેલા આઠમા શતકનાં ત્રણ પ્રસિદ્ધ મંદિરો–પ્રતીહારરાજ નાગભટ્ટ કારિત મનાતી યક્ષવસતી', ને ઉદ્યોતનસૂરિના ગુરુ વિરભદ્રાચાર્યે બંધાવેલા આદિનાથના મંદિરનો, કે ત્યાંના દશમા શતકમાં પરમારરાજ ચંદને બંધાવેલ શ્રીવીરના “ચંદનવિહાર'નો–પણ ઉલ્લેખ નથી. છતાં એકંદરે તેમાં અન્યથા એ કાળે પ્રસિદ્ધ અને ગરિમા-મહિમામંડિત સૌ જિનતીર્થોની નોંધ લેવામાં આવી છે; અને ક્યાંક ક્યાંક થોડી શી, પણ અન્યત્ર નહીં મળતી તેવી, મહત્ત્વપૂર્ણ માહિતી પણ નોંધી છે, જે વિશે હવે વિગતવાર જોઈએ. શત્રુંજય પ્રત્યક્ષ અને સ્પૃશ્ય, દર્શનલભ્યતીર્થોમાં પુંડરીકાદિ મહાત્માઓ જયાં મુક્તિ પામ્યા છે, ને આદીશ્વરદેવનાં જ્યાં (મધ્યકાલીન માહાભ્યાદિ ગ્રંથો અનુસાર) પગલાં થયાં છે, તે શત્રુંજયગિરિને સૌ પ્રથમ સ્તવકારે સ્મર્યા છે. શત્રુંજયશૈલાલંકાર યુગાદિદેવ સંબંધમાં વિશેષ કહ્યું નથી. અષ્ટાપદ અષ્ટાપદ પહાડ અયોધ્યા પાસે હતો કે હિમાલયની શૃંગમાલામાં આવેલ પરમ પુનિત કૈલાસ એ જ અષ્ટાપદ તે એકદમ સુનિશ્ચિત નથી. પણ પછીના જૈન કથાનકોમાં ઋષભદેવ અને મહાવીર સ્વામીના ગણધર ગૌતમના ઉપલક્ષની કથાઓમાં તે ખૂબ પ્રસિદ્ધ છે. અષ્ટાપદની પૂજનાર્થે પ્રતીક રચનાઓ પશ્ચિમ ભારતમાં ઓછામાં ઓછું ૧૨મા શતકથી થવા લાગેલી; આથી એનો મહિમા મધ્યકાળમાં ઘણો હશે તેમ જણાય છે. આ પહાડ પર ભરતચક્રી વિનિર્મિત (યુગાદિદેવ સહિત) પોતપોતાનાં વર્ણ-માન-અને સ્થાનયુક્ત (૨૪) જિનોનાં રત્નમય બિંબોનો નિર્દેશ સંગમસૂરિ કરે છે. સમેતશિખર બિહારમાં આવેલા અને પાર્શ્વનાથના પહાડ તરીકે ઓળખાતા સમેતશિખર વા સમ્મદગિરિનો મહિમા ૧૩માં શતકમાં પશ્ચિમ ભારતમાં ખૂબ હશે તેમ મંત્રીશ્વર વસ્તુપાલે ગિરનાર પર કરાવેલ તેના પ્રતીક-તીર્થ ઉપરથી જણાય છે. સમેતશિખરના પટ્ટો પણ ઈસ્વીસના ૧૨મા-૧૩મા શતકમાં થવા લાગેલા. સમ્મદગિરિ પર વીસ તીર્થંકરો મોક્ષધર્મ પામ્યાની આગમિક અનુશ્રુતિ છે. (કલ્પપ્રદીપકાર જિનપ્રભસૂરિએ સખ્ખતાચલતીર્થને કેમ છોડી દીધું તે સમજાતું નથી.) આ પહાડ પર પ્રાચીનકાળે જિનચૈત્યો હતો તેવા તો ઉલ્લેખ મળતા નથી; પણ સંગમસૂરિ ત્યાં દેવનિર્મિત સ્તૂપોની હાર હતી કહી એક મહત્ત્વની વાત તરફ ધ્યાન દોરે છે. સંભવ છે ત્યાં મૂળે પાર્શ્વજિનનો સ્તૂપ કરવામાં આવ્યો હોય, અને તેથી તેનું તીર્થરૂપે મહત્ત્વ સ્થપાઈ જતાં ત્યાં સલ્લેખના દ્વારા દેવગત થયેલા, પછીના પાર્થાપત્ય મુનિઓના પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy