SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ નાના નાના સ્તૂપોની રચના થઈ હોય. તક્ષશિલા તક્ષશિલામાં ઋષભદેવનાં જ્યાં પગલાં થયેલાં ત્યાં બાહુબલિએ હજાર આરાનું મણિમય ધર્મચક્ર કરાવ્યાનું સંગમસૂરિ કહે છે. તક્ષશિલાના ધર્મચક્રતીર્થનો ઉલ્લેખ આચારાંગનિર્યુક્તિ (આ. ઈ. સ. પ૨૫) તેમ જ પ્રાકૃમધ્યકાળ એવં મધ્યકાલીન સાહિત્યમાં મળે છે. મથુરા મથુરાના કુબેરાદેવી નિર્મિત મનાતા સુપાર્શ્વજિનના સૂપનો જિનપ્રભસૂરિએ કલ્પપ્રદીપ અંતર્ગત “મથુરાભિધાન કલ્પમાં આખ્યાયિકા સમેત ઉલ્લેખ કર્યો છે. એનાથી આ લગભગ બસોએક વર્ષ પૂર્વેનો ઉલ્લેખ હોઈ, અને એથી જિનપ્રભસૂરિથી પ્રાચીન પણ ભાષ્યકારો ચૂર્ણિકારોની છઠ્ઠા-સાતમા સૈકાની નોંધો પછીનો હોવા છતાં, મહત્ત્વનો ગણાય. સૂપ અલબત્ત સુપાર્શ્વનાથનો નહીં પણ ૨૩મા જિન પાર્શ્વનાથનો હતો. અંગદિકા અહીંના કથાનક-પ્રતિષ્ઠિત રત્નમયબિંબને પૂજવાનું કહેવામાં આવ્યું છે. આ તીર્થ વિચ્છેદ પામ્યું છે અને તે સંબંધમાં વિશેષ ખોજ કરવાની જરૂર છે. ગોપગિરિ અહીં આમરાજાએ કોટિ દ્રવ્યના વ્યયથી નિર્માવેલા મોટા મંદિરના વિરજિનનો જય કહ્યો છે. પ્રબંધાદિ સાહિત્ય અનુસાર આ મંદિર બપ્પભટ્ટિસૂરિના ઉપદેશથી આમરાયે ઈસ્વીસના આઠમા શતકના ત્રીજા કે ચોથા ચરણમાં બંધાવ્યું હશે, પણ તેનો પત્તો લાગતો નથી. આ મંદિરનો અન્ય ચૈત્યપરિપાટીકારો પણ ઉલ્લેખ કરે છે, અને સાંપ્રત ઉલ્લેખ આ સંબંધના જૂનામાં જૂના પૈકીનો એક છે”. ભૃગુકચ્છ ભૃગુકચ્છમાં, પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ ઈ. સ. ૧૨૭૮) આદિ ગ્રંથો અનુસાર આર્ય ખપૂટાચાર્યે, ઈસ્વીસનની ત્રીજી-ચોથી સદીમાં ઉદ્ધરાવેલ જિન મુનિસુવ્રતનું, ‘શકુનિકાવિહાર' નામક વિખ્યાત તીર્થ હતું તેનો જય સૂરિ-કવિએ અહીં ગાયો છે. આ મંદિરનું ઉદયન મંત્રીના પુત્ર આદ્મભટ્ટ ઈ. સ૧૧૬પના અરસામાં નવનિર્માણ કરાવેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy