SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સંગમસૂરિકૃત સંસ્કૃતભાષાબદ્ધ “ચૈત્યપરિપાટીસ્તવ” ૨ ૨૧ રૈવતકગિરિ અરિષ્ટનેમિ જિનના ત્રણ કલ્યાણક જ્યાં થયેલાં તે મહાગિરિ રૈવતકનો જય કહ્યો છે. નેમિનાથના આ પુરાતન આલયનો દંડનાયક સજજને ઈ. સ. ૧૧૨૯ (કે પછી ઈસ્વી ૧૧૨૦ ?)માં નવોદ્ધાર કરાવેલો. મોઢેરપુર મોઢેરામાં બપ્પભટ્ટિસૂરિના ગુરુ સિદ્ધસૂરિ દ્વારા વંદિત વીરજિનના મંદિરનો ઉલ્લેખ પ્રભાવકચરિત આદિ ગ્રંથોમાં મળે છે. મધ્યકાળમાં તેની ઘણી ખ્યાતિ હતી. એને લગતો આ એક પ્રાચીનતમ સાહિત્યિક ઉલ્લેખ હોઈ, તેનું મૂલ્ય ઘણું છે. પ્રતિમા બ્રહ્મશાંતિ યક્ષ કારિત હતી તેવી દંતકથા સાથે તે સાત હાથ (લગભગ ૧૦ ફીટ) ઊંચી હતી તેવી અગત્યની માહિતી અહીં મળે છે. અસલી મંદિરનો તો મુસ્લિમ આક્રમણ સમયે નાશ થઈ ચૂક્યો છે. હાલનું મંદિર ઘણા કાળ પછીનું છે. મોઢેરપુર-મહાવીરનું મહિમાસ્વરૂપ-અવતારરૂપ-મંદિર વસ્તુપાલના સમય પૂર્વે શત્રુંજય પર હતું. શ્રીમાલપુર આઠમા શતકના અંતિમ ચરણમાં વલભીભંગ સમયે કેટલીક જિનપ્રતિમાઓ અન્ય સુરક્ષિત સ્થળે ગયાની અનુશ્રુતિઓ કલ્પપ્રદીપ (ઈસ્વીસની ૧૪મી સદીનો પૂર્વાર્ધ) અને પ્રબંધચિંતામણિ (સં. ૧૩૬૧ / ઈ. સ. ૧૩૦૫) આદિ પ્રબંધાત્મક સાહિત્યમાં મળે છે". વલભીથી, નગરના યવનો દ્વારા ઈ. સ. ૭૮૪માં થયેલા ભંગ પૂર્વે, રથમાં નીકળેલી જિન મહાવીરની પ્રતિમા અશ્વિન પૂર્ણિમાને દિને શ્રીમાલપુર(ભિન્નમાલ, ભિલ્લમાલ)માં આવી સ્થિર થયાનો આ ઉલ્લેખ જૂનામાં જૂનો હોઈ, તેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મૂલ્ય રહ્યું છે. સ્તંભનક સ્તંભનકમાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિએ સં. ૧૧૧૧(ઈ. સ. ૧૦૫૫; પણ નવા મળેલા પ્રબંધ પ્રમાણે ઈસ્વી સં. ૧૧૩૧ | ઈ. સ. ૧૦૭૫)માં જમીનમાંથી પ્રગટેલી પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરેલી. આ પ્રતિમા સદ્દઅતિશયયુક્ત મનાતી અને તેનું મધ્યકાલીન પશ્ચિમ ભારતનાં જૈન તીર્થોમાં આગળ પડતું સ્થાન હતું. આ મહિમ્નતીર્થનો સૂરિકવિએ જય ગાયો છે. સ્તંભન પાર્શ્વનાથનાં અવતારરૂપ મંદિરો મંત્રીશ્વર વસ્તુપાળે ગિરનાર અને શત્રુંજય પર બંધાવેલાં. મુંડસ્થળ મુંડસ્થળમાં ૧૧મા શતકના મધ્ય ભાગે કે ઉત્તરાર્ધમાં બંધાયેલ જિનવીરનું મંદિર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy