________________
૨૪
નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
મોરના ચિતરામણ અને પોયણાના વાદળી વર્ણને દષ્ટાંતરૂપે, જાણે કે મલવાદી દ્વારા ઉદાહત પઘનાં પ્રત્યુત્તર, પ્રતિઘોષ, અને ભાષ્યના હેતુથી રજૂ કર્યું હોય !
આવા જ ભાવને વ્યક્ત કરતું એક ત્રીજું સૂક્તિપદ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની સુવિદ્યુત કૃતિ વિશેષાવશ્યકભાષ્ય” (આઈ. સ. ૧૮૫૭) પરની કોટ્ટાયેગશિની, જિનભદ્રગણિની અપૂર્ણ રહેલી મૂળ ટીકાની પૂર્તિરૂપે રચાયેલ, સંસ્કૃત વૃત્તિ... (આ ઈ. સ ૭00-૭૨૫)માં જોવા મળે છે :
તથા ચા - केनाञ्चितानि नयनानि मृगाङ्गनानां कोऽलङ्करोति रुचिराङ्गहान्मयूरान् ।
कश्चोत्पलेषु दलसंचनियं करोति को वा दधाति विनयं कुलजेषु पुंसु ॥
“મૃગલીનાં નેણમાં કાળાશ કોણ આંજે છે ? મોરના ડીલને રંગલીલાથી કોણ આભૂષિત કરે છે? પોયણાની પાંખડીઓનો (નીલમય) સંપુટ કોણ સર્જે છે? કુલીન પુરુષમાં વિનયનો વિભાવ કોણ પ્રગટાવે છે?” આ સૂક્તિનું ઉત્તરરૂપેણ પદ્ય હતું કે નહિ એની ખબર નથી; વાસ્તવમાં એની આવશ્યકતા નથી, કેમ કે પ્રશ્નમાલામાં જ ઉત્તરમેખલા સમાયેલી છે. મતલબ સ્પષ્ટ જ છે કે “સ્વભાવથી જ બધું ઉપસ્થિત હોય છે, કોટ્ટાયગણિએ પણ વિવરણના પૂર્વાંગમાં સર્વથા સ્વમાવત મુવ.. ઇત્યાદિ કહ્યું જ છે.
ઉપર્યુક્ત પદ્ય જરા શાં પાઠાંતરો સાથે સિંહસૂરિ ક્ષમાશ્રમણની દ્વાદશારાયચક્રવૃત્તિ (આ. ઈ. સ. ૬૭૫૨) અંતર્ગત પણ મળે છે : વૃત્તિ પરથી એમ લાગે છે કે મૂળ નયચક્રમાં પણ આ ઉક્તિ પહેલી ઉક્તિની સાથે જ ઉફૅકિત થયેલી. બન્ને પદ્યો નયચક્રમાં સળંગસૂત્રી હોવા છતાં એના રચયિતાઓ ભિન્ન હોવાનું તો પ્રૌઢિની ભિન્નતા પરથી જણાઈ આવે છે. નયચક્ર મૂલ અને વૃત્તિનો પાઠ આ પ્રમાણે છે :
केनाञ्चितानि नयनानि मृगाङ्कनानां को वा करोति रुचिराङ्गहान् मयूरान् । कश्चोत्पलेषु दलसन्निचयं करोति को वा करोति विनयं कुलजेषु पुंसु ॥ અહીં પહેલા ચરણમાં “પૃદ્ધનાનાં ને સ્થાને દીધેલ “
પૃનાના' પાઠ ભ્રષ્ટ જણાય છે અને ચોથા ચરણમાં ‘સુધતિ' ને સ્થાને “ઋતિ' પાઠ અયુક્ત છે. એક અન્ય સ્થળના અવલોકનથી સ્પષ્ટ થાય છે કે સૂત્રકૃતાંગચૂર્ણિકારને પણ આ પદ્ય પરિચિત હતું; જો કે એમણે એનું પ્રથમ પદ જ ઉર્ફંકિત કર્યું છે.
ગુણોત્તર કાલમાં જૈન ગ્રંથોમાં અવતરણરૂપે સંગ્રહાઈ ગયેલ આ સમાન ભાવ વ્યક્ત કરતી સૂક્તિઓના સ્રોત તત્કાલીન કે એ સમયે ઉપલબ્ધ હશે તે, નીતિપરક કે સ્વભાવવાદી દાર્શનિક ગ્રંથોમાંથી લીધા હોય એમ લાગે છે. મલ્લવાદીવાળું ઉદ્ધરણ અલબત્ત બૌદ્ધ મહાકવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org