________________
‘સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે
નિર્પ્રન્થ-શ્વેતાંબર દર્શનનાં આગમો અને દાર્શનિક રચનાઓ પરની પ્રાકૃત એવં સંસ્કૃત વ્યાખ્યાઓમાં નિર્પ્રન્થ અતિરિક્ત વૈદિક, બૌદ્ધ તેમ જ સાધારણ નીતિપરક રચનાઓમાં પ્રતિપાદન, સમર્થન, તો ક્યારેક વળી ખંડનના હેતુથી પ્રસંગોચિત અનેક ઉક્તિઓનાં અવતરણ સ્થાને સ્થાને જોવા મળે છે. એ વિષય પર એક બૃહદ્ લેખમાં સવિસ્તર ચર્ચા કરી રહ્યો હોઈ અહીં તો એક જ મુદ્દા પર મળી આવેલાં ત્રણ વિશિષ્ટ ઉદ્ધરણોના સંબંધમાં કહેવા વિચાર્યું છે. ‘વસ્તુ’માં નિજી ગુણની ઉપસ્થિતિ ‘સ્વભાવ'થી જ છે, અન્ય કોઈ કારણથી નહીં; ન તો તેને વસ્તુમાં ગમે તેટલા પ્રયત્ન કરો તોયે દાખલ કરી શકાય છે, એવા તાત્પર્યને વ્યક્ત કરતી ત્રણ સરળ, સમાનાર્થ, અને માર્મિક સૂક્તિઓ અવતરણો રૂપે ચાર પૃથક્ પૃથક્ રચનાઓમાં જોવા મળી છે, જે અહીં ચર્ચાર્થે પ્રસ્તુત કરી છે. પ્રાસંગિક મૂળ સંદર્ભોના હેતુ અને અભિપ્રાય અલબત્ત દર્શનપ્રવણ છે, પણ સંપ્રતિ ચર્ચામાં એનાં ઐતિહાસિક-સાંસ્કૃતિક પાસાંઓ પરત્વે લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે.
(૧) મહાતાર્કિક મલ્લવાદી ક્ષમાશ્રમણના દ્વાદશારનયચક્ર (આ૰ ઈ. સ. ૫૫૦)માં ‘સ્વભાવવાદ’ની ચર્ચાના અનુલક્ષમાં નીચેની બે ઉક્તિઓ ઉદ્ધૃત થયેલી છે :
कः कण्टकानां प्रकरोति तैक्ष्णं विचित्रभावं मृगपक्षिणां च । स्वभावतः सर्वमिदं प्रवृत्तं न कामचारोऽस्ति कुतः प्रयत्नः ॥
કાંટાનું અણિયાળાપણું કે પશુપંખીની વિવિધ (દેહ)ચિત્રણા સ્વભાવથી જ પ્રવૃત્ત બને છે; ગમે તેટલી કોશિશ કરો, પણ અન્યથા બની શકે નહિ. (બીજી ઉક્તિ વિશે અહીં આગળ ઉપર જોઈશું.)
નયચક્ર પછી લગભગ ૧૨૫-૧૫૦ વર્ષ બાદની સૂત્રકૃતાંગચૂર્ણિ’(આ ઈ- સ૰ ૬૭૫૭૦૦)માં આવી જ મતલબનું, જરા વિશેષ સ્પષ્ટીકરણયુક્ત (પણ સામાન્ય કોટિનું) સુભાષિત ટાંક્યું છે : યથા :
Jain Education International
कण्टकस्य च तीक्ष्णत्वं मयूरस्य च चित्रता । पौर्णाश्च नीलताऽऽम्राणां स्वभावेन भवन्ति हि ॥
નયચક્રમાં જ્યાં ‘મૃગપક્ષી' (પશુ-પંખી) એવું સામાન્યરૂપે વિધાન છે ત્યાં અહીં
For Private & Personal Use Only
www.jainelibrary.org