________________
‘સ્વભાવ-સત્તા’ વિષયક ત્રણ જૂના જૈન ગ્રંથ અંતર્ગત મળતાં ઉદ્ધરણો વિશે
અશ્વઘોષના બુદ્ધચરિત(પ્રાયઃ ઈસ્વી પ્રથમ સદી, આખરી ચરણ)માંથી લેવામાં આવ્યું છે. આ પઘોના રચિયતા એ હશે જેમણે જનસાધારણમાં, વ્યાવહારિક સૂઝબૂઝવાળી લોકભાષામાં, પ્રચારમાં હશે તેવી પરિજ્ઞાનપૂર્ણ અને સમાનાર્થ કહેવતોને સંસ્કારી, વિદગ્ધોને માન્ય બને તેવા રૂપમાં, સંસ્કૃત પદ્યોમાં નિબદ્ધ કરી હોવાનો સંભવ છે. કંઈ નહિ તોયે કોટ્ટાર્યગણિએ (અને એમની પહેલાં મલ્લવાદી સૂરિએ) ટાંકેલ સૂક્તિમાં આવાં પરિષ્કાર, બિંબ-પ્રલંબન અને વૈદચ્ય સ્પષ્ટતયા વ્યક્ત થાય છે. દુન્વયી શાણપણ પ્રકટ કરતી લોકોક્તિઓનો આદર પ્રાચીન નીતિકારોએ કર્યો અને એમની એ પરથી ઘડેલ પરિષ્કૃત રચનાઓનો દાર્શનિક પંડિતોએ પોતાના દૃષ્ટિકોણથી યથોચિત યથાસ્થાને ઉપયોગ કર્યો એ વાત પૃથઞ્જનની તથ્યાવલોકનાને અંજલિરૂપ છે.
ટિપ્પણો ઃ
૧. આગમિક વ્યાખ્યાઓમાં તો મૂલસૂત્રસ્પર્શી વા નિર્યુક્તિ કે ભાષ્ય પર ઈ. સ. ૬૦૦-૭૦૦ના ગાળામાં લખાયેલી પ્રાકૃત ચૂર્ણિઓ અને સંસ્કૃત વૃત્તિઓ, શિવશર્મ(શિવનંદી વાચક ?)કૃત કર્મ-પ્રકૃતિ, શતક, સત્તરિ ઇત્યાદિ કર્મગ્રંથો (ઈસ્વીસનું પમું શતક) પરની જૂની ચૂર્ણિઓ, મલ્લવાદિકૃત દ્વાદશા૨નયચક્ર (આ ઈ. સ. ૫૫૦), હરિભદ્રસૂરિષ્કૃત સવૃત્તિ અનેકાંતજયપતાકા (આ ઈ. સ. ૭૭૫), કૃષ્ણર્ષિ-શિષ્ય જયસિંહસૂરિની સટીક ધર્મોપદેશમાલા વિવરણ સં૰ ૯૧૫ / ઈ સ૦ ૮૫૯ અને ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલા (આ ઈ. સ. ૫૫૦) ૫૨ની સિદ્ધર્ષિની વૃત્તિ (ઈસ્વીસન્ના ૧૦મા શતકનું પ્રથમ ચરણ), સરખી ધર્મોપદેશાત્મક ગ્રંથ-વૃત્તિઓમાં અનેક મૂલ્યવાન અને કેટલાક તો અલભ્યમાન ગ્રંથોનાં તેમ જ કેટલીયે અજ્ઞાત રચનાઓનાં ઉદ્ધરણ મળે છે.
૨૫
૨. પ્રસ્તુત ગ્રંથનો પ્રથમ ભાગ (સં. મુનિ જંબૂવિજય, ભાવનગર, ૧૯૬૬), પૃ ૧૯૧ તથા ૨૨૨. આ પઘ પછીથી ગુણરત્ન(૧૪મી સદી)ની હરિભદ્રસૂરિના ષડ્દર્શનસમુચ્ચય પરની તર્કરહસ્યદીપિકામાં ઉદ્ધૃત થયેલું મળે છે. એમના પહેલાં નવાંગવૃત્તિકાર અભયદેવસૂરિની પ્રશ્નવ્યાકરણસૂત્ર પરની ટીકામાં એના પ્રારંભના શબ્દો લેવાયેલા છે.
૩. મુનિ જંબૂવિજયજી નયચક્રને રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત(સં. ૧૩૩૪ / ઈ. સ. ૧૨૭૭)ના આધારે ઈસ્વીસન્ની પાંચમી શતાબ્દીના પૂર્વાર્ધમાં મૂકે છે ઃ (અને મને સ્મરણ છે કે સ્વ. પં સુખલાલ સંધવી પણ). મલ્લવાદીએ ટાંકેલ અવતરણોના અધ્યયનથી તો એક વાત સ્પષ્ટ છે કે એઓ બૌદ્ધ દાર્શનિક દિઙૂનાગ (આ ઈ. સ. ૪૮૦-૫૬૦) પછી જ થયા છે. વિશેષમાં એમણે આવશ્યકનિર્યુક્તિ(આ ઈ. સ. ૫૨૫)માંથી પણ ઉદ્ધરણો લીધાં હોઈ એમને વહેલામાં વહેલા ઈસ્વીસન્ ૫૫૦ આસપાસમાં મૂકી શકાય. (ઉપલબ્ધ મુખ્ય નિર્યુક્તિઓની રચના-થોડી પુરાણી સંગ્રહણી-ગાથાઓને સમાવીને-ઈસ્વીસન્ ૫૦૩ | ૫૧૬ના અરસામાં થયેલ દ્વિતીય વાલભી વાચના પછી તુરતમાં જ થયેલી હોવાનું જણાય છે. બીજી બાજુ જોવા જઈએ તો મલ્લવાદી મીમાંસક કુમારિલ ભટ્ટ (આ ઈ સ૰ ૫૫૦-૬૦૦), બૌદ્ધ દાર્શનિક ધર્મકીર્તિ (આઠ ઈ. સ. ૬૨૫-૬૬), દિગંબર જૈન વિદ્વાનો સમંતભદ્ર (આ ઈ. સ. ૫૭૫૬૫૦) તેમ જ પૂજ્યપાદ દેવનંદી (આ ઈ સ૰ ૬૩૦-૬૮૦) આદિની વિચારધારાઓ તથા રચનાઓથી નિ ઐ ભા. ૧-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org