________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય
અને
આનુષંગિક સમસ્યાઓ
શ્વેતાંબર જૈન સંપ્રદાયના પ્રતિમાવિધાન અને પ્રતિષ્ઠાવિધિના ગ્રંથોમાં પાદલિપ્તસૂરિકૃત નિર્વાણકલિકાનું સ્થાન પ્રમાણભૂતતા તેમ જ પ્રાચીનતાની દૃષ્ટિએ ઊંચું ગણાય છે. પ્રતિમાલક્ષણાદિ વિષય અનુલક્ષે, તેમજ બિંબપ્રતિષ્ઠા સંબદ્ધ અન્ય ઉપલબ્ધ મધ્યયુગીન જૈન સાહિત્યમાં, અને નિર્વાણકલિકામાં નિરૂપેલ ચોવીસ જિનના યક્ષ-યક્ષાદિ તેમ જ ષોડશ વિદ્યાદેવ્યાદિનાં સ્વરૂપ-લક્ષણ તથા પ્રતિષ્ઠાવિધિ વચ્ચે કેટલુંક પરિપાટીનું અને એથી વિગતવિષયક અંતર વરતાય છે; તો પણ નિર્વાણકલિકા ગ્રંથ ઉપલબ્ધ તમામ મધ્યકાલીન, જૈન વાસ્તુ એવં પ્રતિમાલક્ષણ-સાહિત્યથી, પ્રાચીન હોઈ યાકિનીસૂનુ હરિભદ્રસૂરિએ (આ ઈ સ૰ ૭૦૦૭૭૦ કે ૭૮૫) પંચાશક અંતર્ગત કથેલ જૈન બિંબ-પ્રતિષ્ઠા-વિધિ પછી ક્રમમાં જો કોઈનું તરતનું સ્થાન હોય તો તે છે નિર્વાણકલિકાનું.
પણ જેમ આચાર્ય ભદ્રબાહુ, કાલકાચાર્ય, તેમ જ મલ્લવાદિસૂરિ સંબંધમાં બન્યું છે તેમ ‘પાલિત્ત’ કિંવા ‘પાદલિપ્ત' અભિધાન ધરાવતા સૂરિઓ એકથી વિશેષ થઈ ગયા છે. સોલંકીયુગના અને પછીના પ્રબંધકારો-ચરિત્રકારોએ પાદલિપ્તસૂરિના જીવન-આલેખનમાં જનરંજક, ચમત્કારપૂર્ણ કિંવદંતીઓનો સંભાર ઠાંસવા ઉપરાંત ભિન્ન એવા, નોખા નોખા કાળે થઈ ગયેલા, ત્રણેક પાદલિપ્તસૂરિઓની ઐતિહાસિક જણાતી ઘટનાઓ નામ-સામ્યને કારણે ભેળવી મારી ભારે ગૂંચવાડો ઊભો કરી દીધો છે. સાંપ્રત શોધપ્રયાસો દ્વારા આમાંથી બેને તો અલગ તારવામાં સફળતા મળી છે; તદનુસા૨ કુષાણકાલીન આચાર્ય આર્ય નાગહસ્તિના શિષ્ય (ઈ. સ૰ની દ્વિતીય શતાબ્દી આખરી ચરણ અને ત્રીજી શતાબ્દી પ્રારંભ) એવં સુપ્રસિદ્ધ પ્રાકૃત તરંગવઈકહા(તરંગવતીકથા)ના સર્જક, તથા પ્રતિષ્ઠાનના કોઈ સાતવાહન રાજા(ઉપનામ ‘હાલ’, વા ‘કર્ણા')ના, અને પાટલિપુત્ર-સ્થિત મુરુRsરાજ(કુષાણોના શક મંડલેશ્વર)ના સમકાલિક, વૈનેયિકી બુદ્ધિ માટે પ્રશંસા પામેલ પાલિત્તસૂરિ, અને પ્રતિમાવિધિગ્રંથ નિર્વાણકલિકાના કર્ત્ત પાદલિપ્તસૂરિ એક ન હોઈ શકે તે તથ્ય હવે સિદ્ધ થઈ ચૂક્યું છે. વસ્તુતયા આ હકીકત તો નિર્વાણકલિકાકારના ગ્રંથ-સમાપ્તિ સમયના ઉદ્ગારથી પ્રથમ દૃષ્ટિએ જ સ્પષ્ટ બની રહે છે. પ્રસ્તુત કૃતિકાર પાદલિપ્તસૂરિ વિદ્યાધર વંશના સંગમસિંહસૂરિના શિષ્ય વાચનાચાર્ય મંડનગણિના શિષ્ય હતા ઃ યથા ઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org