SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ૧૫૩ ચતુર્વિશતિજિનસ્તવની જન્મજાત જૈન કવિની જેમ જ રચના કરવી, ભાગવત દેવબોધ દ્વારા કવિની નિર્દય નિર્ભત્સના, કવિવરના બંધુ શોભિતની ખાંભીની સ્થાપના પાટણના કોઈ શિવમંદિરના પ્રાંગણમાં થવાને બદલે, અને જો અર્બુદાચલ પરના દેવકુલગ્રામમાં જ કોઈ કારણસર એને થાપવાની હતી તો ત્યાંના જ પ્રસિદ્ધ અચલેશ્વરના પુરાતન મંદિરના પરિસરમાં ન કરતાં વિમલવસહીમાં કેમ સ્થાપી એ બધા પ્રશ્નોનો શ્રીપાલને અને તેના પરિવારને જૈન કપ્યા સિવાય સંતોષજનક ઉત્તર મળી શકતો નથી. શોભિતને શ્રી પંડ્યા જૈન હોવાનું કહે છે તેનું કારણ તો એના અભિલેખમાં જ એને નાભેય(જિન ઋષભના પદપંકજનો ભ્રમર કહ્યો છે એ હોઈ શકે; પણ એ જ લેખમાં તેને વિષ્ણુ સાથે કે પત્ની શાન્તાને લક્ષ્મી સાથે સરખાવ્યાં છે અને પુત્ર શાંતકને પ્રદ્યુમ્ન કહ્યો છે તેનું શું? પકડ જ કરવી હોય તો એમ કહી શકાય કે આવી ઉપમાઓ તો બ્રાહ્મણધર્મીને જ ઘટી શકે, જૈનને નહીં. મને લાગે છે કે સોલંકીકાલીન જૈન સમાજને, સોલંકીયુગની સંસ્કૃતિ, સંસ્કાર, અને તે કાળે સર્જાયેલ જૈન સાહિત્યની સમગ્રતાના પરિપ્રેક્ષ્યમાં જોઈશું તો શ્રીપાલ, સિદ્ધપાલ, કે વિજયપાલ જૈન નથી અને વેદમાર્ગી છે તેવો આગ્રહ કે સ્થાપના કરવા કે તારતમ્ય દોરવા પ્રેરાઈશું નહીં. એમ કહેવા માટે તો તદ્દન સીધાં અને નક્કર પ્રમાણોની આવશ્યકતા રહે છે; અને એવાં પ્રમાણો મળે તો શ્રીપાલપરિવારના કુલધર્મ વિશે એટલો સુધારો કરી લેવામાં કોઈ જ બાધા ન હોઈ શકે. વિદ્રપુંગવ પંડ્યાનો લેખ વિચારણીય હોવા ઉપરાંત એમની આરપાર જતી નજર એવં આગવા અભિગમને સરસ રીતે પ્રક્ટ કરે છે. આવા ધ્યાન ખેંચે તેવા અભ્યાસપૂર્ણ, ચર્ચાભૂષિત, એવં ચર્ચાકર્ષક લેખન માટે તેઓ સોલંકીયુગના ઇતિહાસના અભ્યાસીઓ તરફથી સાધુવાદને પાત્ર સહેજે જ બની જાય છે. ખોજપ્રક્રિયામાં વિદ્યાર્થીઓને તાલીમ અર્થે આવા લેખોનાં પઠનની ઉપયુક્તતા અપ્રશ્નીય બની રહે છે. ટિપ્પણો : ૧ “પ્રસ્તાવના”, ટીવીસ્વયંવરમ, પ્રવર્તક શ્રીકાંતિવિજય-જૈન ઇતિહાસમાલા-પચ્ચમ પુષ્પ, શ્રી જૈન આત્માનન્દસભા-ભાવનગર, ભાવનગર ૧૯૧૮, પૃ. ૧-૨૩, તથા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૧, પૃ. ૨૩૫, ૨૩૬, કંડ ૩૨૧. ૨. “પ્રબંધાર્યાલોચન”, “શ્રી હેમચંદ્રસૂરિ', શ્રીપ્રભાવરિત્ર (ભાષાંતર), શ્રીજૈન આત્માનંદ સભા ભાવનગર, ભાવનગર, વિ. સં. ૧૯૮૭ (ઈ. સ. ૧૯૩૦-૩૧), પૃ. ૧૦૨-૧૦૩. ૩. “પ્રસ્તાવના', જૈન સ્તોત્રનોદ, પ્રથમો મા; અમદાવાદ ૧૯૩૨, પૃ. ૪૯-૫૧. 8." Śripāla--the blind poet-laureate at the court of Siddharāja Jayasimha, (1094-1143 A. D.) and Kumarapala (11431174 A. D.).” Journal of the Oriental Institute, Vol. 13 No. 3 (March 1964), P.P 252-ff; તથા “સિદ્ધરાજ જયસિંહ નિ, ઐ. ભા૧-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy