________________
૧૫૨
નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧
ઉપાધ્યાય યશોવિજયની કૃતિમાં પણ એ જ રૂપ જોવા મળે છે: યથા :
शम्भव ! सुखं ददत्त्वं भाविनि भावारवारवारण ! विश्वम् ।
वासवसमूहमहिताऽभाविनिभाऽवाऽरवारवाऽरण ! विश्वम् ॥ આ બધું જોતાં “શમ્ભવ'ના પ્રયોગથી શ્રીપાલને અજૈન ઘટાવવાનું તો એક કોર રહ્યું, ઊલટું તેઓ આ સૂક્ષ્મતર વાતથી માહિતગાર હોઈ જૈન હોવાની વાતને વિશેષ પુષ્ટિ મળે છે !૫૫
હવે જોઈએ કવિરાજપુત્ર સિદ્ધપાલ કારિત જૈન વસતીની વાત. એ સંબંધમાં શ્રી પંડ્યાની વાત આમ તો ઠીક જણાય છે. પણ શૈવ સોલંકી રાજાઓ જિનમંદિરો બંધાવે તે વાત સાથે માહેશ્વરી યા ભાગવત ગૃહસ્થો દ્વારા જિનાલયો વા પૌષધશાળાઓના નિર્માણને સરખાવી શકાય નહીં. રાજાઓનો ધર્મ સર્વ ધર્મીઓના પાલન અને પ્રત્યેક ધર્મના ઈષ્ટદેવો પ્રતિ આદર દેખાડવાનો હોય છે. પણ ગૃહસ્થ સંબદ્ધ દાખલાઓ એક અપવાદ સિવાય–વસ્તુતયા જૈન સંદર્ભમાં જાણમાં નથી. પૂર્ણિમાગચ્છના મુનિરત્નસૂરિના અમમસ્વામિચરિત(ઈ. સ. ૧૧૬૯)ની પ્રાંતપ્રશસ્તિમાં કુમારપાળના મહામૌદૂર્તિક રુદ્રના પુત્ર મંત્રી નિર્નયભટ્ટભૂદનભટ્ટનો જૈન શ્રાદ્ધ(શ્રાવક)ની જેમ જિનેન્દ્ર શાસનની ઉન્નતિ અર્થે ધનવ્યય કરનાર વિપ્રરૂપે ઉલ્લેખ છે. યથા:
श्रीरुद्रस्य कुमारभूपतिमहामौहूर्त्तिकस्यात्मजो मंत्री निर्नय इत्युदात्तचरितो विप्रोऽपि सुश्राद्धवत् । भट्टः भूदनसंज्ञितश्च सुगुरोस्तस्यैव बोधाव्धधात्
सार्द्धं येन जिनेंद्रशासनधनौनत्यं धनस्य व्ययात् ।। અને આ દાખલાના આધારે તો દ્રૌપદી સ્વયંવરનાટકના રચયિતા એવં જૈન પૌષધશાળા બંધાવનાર સિદ્ધપાલને પણ પુરાણમાર્ગી ઘટાવી શકાય. ફરક (યા વાંધો) એટલો જ છે કે અમચરિતના પ્રશસ્તિકારે જિનશાસન પરત્વે સહાનુભૂતિ હોવા છતાં ત્યાં તેમને બ્રાહ્મણ જ, શ્રાદ્ધ નહીં, વસ્તુતયા શ્રાદ્ધવત્ એટલે કે જૈન શ્રાવકવતું હોવાનું કહ્યું છે, સ્વીકાર્યું છે. જ્યારે કવિરાજ શ્રીપાલ કે કવિ સિદ્ધપાલ (કે વિજયપાલ) વેદમાર્ગી હોવા સંબંધમાં કોઈ જ નોંધ સમકાલિક યા ઉત્તરકાલીન જૈન લેખકોએ લીધી નથી! આથી કવિ શ્રીપાલનો વાદીન્દ્ર દેવસૂરિ એવું હેમચંદ્રાચાર્ય સાથેનો અનુરાગપૂર્વકનો સંબંધ, દેવસૂરિ-કુમુદચંદ્રના સિદ્ધરાજની સભાના વાદ પ્રસંગે નાગર મંત્રી ગાંગિલ તેમ જ (સરસ્વતીપુરાણકાર) કેશવ અને એ જ નામધારી બે અન્ય બ્રાહ્મણ પંડિતોની જેમ કુમુદચંદ્રનો પક્ષ લેવાને બદલે દેવસૂરિ પક્ષે રહેવાનું પસંદ કરવું, કુમારપાળની ઉજ્જયંતગિરિ-શત્રુંજયગિરિની યાત્રામાં કવિનું શામિલ થવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org