SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ શ્રીપાલ-પરિવારનો કુલધર્મ ઉપરના ઈસ્વી. આઠમી શતીની સ્તુતિના દાંત પછી, દશમી / ૧૧મી શતાબ્દીના સંધિકાળે થયેલા, પરમારરાજ મુંજ અને ભોજના સભાકવિ ધનપાલના લઘુબંધુ શ્વેતાંબર જૈન મુનિ શોભનની પદાંતયમક યુક્ત ચતુર્વિશતિનિસ્તુતિ (પ્રાય: ઈસ્વી ૧૦૦૦)માં પણ ‘શમ્ભવરૂપ છે. અહીં પણ પદાંતયમકથી “શમ્ભવ” રૂપ જ હોવાનું સિદ્ધ થાય છે : યથા : निर्भिन्नशत्रुभवभय ! शं भवकान्तारतार ! तार ! ममारम् । वितर त्रातजगत्रय ! शम्भव ! कान्तारतारतारममारम् ॥ આ છ દૃષ્ટાંતો કવિરાજશ્રીપાલના સમય પૂર્વેનાં છે. એમના કાળ પછીનાં તો અનેક દૃષ્ટાંતો છે, તેમાંથી માત્ર ત્રણેકનાં ઉદ્ધરણ આપી બાકીનાના સંદર્ભો દર્શાવવા પર્યાપ્ત થશે. એમાં જોઈએ તો તપાગચ્છીય ધર્મકીર્તિ અપનામ ધર્મઘોષસૂરિ(ઈસ્વી ૧૩મી શતાબ્દી ઉત્તરાર્ધ)ના ચતુર્વિશતિજિનસ્તવનમાં “શમ્ભવ' રૂપ આ રીતે મળે છે : जय मदगजवारिः, शम्भवान्तर्भवाऽरिव्रजभिदिह तवाऽरि-श्रीन केनाप्यवारि । यदधिकृतभवाऽरि-स्रंसन ! श्रीभवाऽरिः, प्रशमशिखरिवारि, प्रोन्नमद्दानवारिः મધ્યકાળમાં રચાયેલા, દિગંબર સંપ્રદાયમાં પ્રસિદ્ધ, “સુપ્રભાતસ્તોત્ર”માં પણ ‘શમ્ભવ' રૂપ મળે છે૫૦ . श्रीमन्नतामर कीरिटमणि प्रभाभिरालिढपादयुग दुर्धर कर्म दूर । श्रीनाभिनन्दन ! जिनाजिन ! शम्भवाख्य त्वर्द्धयानतोऽसततं मम सुप्रभातम् ॥ એ જ રીતે ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રભસૂરિ(કાર્યકાલ પ્રાયઃ ઈસ્વી. ૧૨૯૦૧૩૪૦)ના ચતુર્વિશતિજિનસ્તવમાં પણ વરતાય છે. श्रीमान् कैरवबन्धुरविलोचनो गारुडच्छविवपुर्वः । शम्भवजिनोऽस्त्वहीनस्थितिभाक् ताह्मध्वजः प्रीत्यै ! ॥ તે પછી તો ૧૫માથી ૧૭મા શતકનાં અનેક સ્તોત્રમાં એ જ તથ્ય સામે આવે છે : જેમકે તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિપર (ઈસ્વી ૧૩૯૦ / ૧૪૬૦), એમના મહાન્ શિષ્ય મુનિસુંદરસૂરિ (૧૫મી શતી પૂર્વાર્ધ), અને એ બન્ને મહાનું આચાર્યોના કેટલાક શિષ્ય-પ્રશિષ્યાદિની રચનાઓમાં અને છેવટે મોગલકાલીન સુપ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy