________________
શ્રીપાલ-પરિવારનો કુલધર્મ
‘કવિએ રચેલી ‘‘વસ્તુવિંશિિગનસ્તુતિ''નો અભ્યાસ કરતાં જણાય છે કે કવિ જૈનોના તીર્થંકરોને સ્તવે છે ખરા પણ એમાં ભાવો કે ભક્તિની ઉત્કટતા કે ઊંડાણ જણાતાં નથી. એમાં જૈનધર્મ, પુરાણ કે તત્ત્વજ્ઞાનના સંદર્ભો પણ નથી. ત્રીજા તીર્થંકર સંભવનાથને કવિ ‘શંભવ’ તરીકે સંબોધે છે. આ સ્તોત્રમાં કવિએ અત્યંત પ્રાસાદિક, સરળ અને યમકમયી ભાષામાં તીર્થંકરોની સ્તુતિ કરી છે. તીર્થંકરોના ગુણોનું આલેખન સામાન્ય પ્રકારનું છે, અને કોઈ પણ તીર્થંકરનું વૈયક્તિક મહત્ત્વ કે સંદર્ભ પ્રગટ કરતું નિરૂપણ નથી. કવિ શ્રીપાલને હેમચંદ્રાચાર્ય અને શ્વેતાંબરવાદી દેવસૂરિ સાથે નિકટનો સંબંધ હતો એટલે એમની સાથેના સંબંધોને કારણે પોતે હિંદુધર્મી હોવા છતાં તીર્થંકરોની સર્વસાધારણ સ્તુતિ કરતું આ સ્તોત્ર રચી આપ્યું હોય એમ ન બને ? સિદ્ધરાજ જયસિંહ અને કુમા૨પાલના જૈનધર્મ તરફના આદરને કારણે બ્રાહ્મણ અને જૈનધર્મીઓ વચ્ચેનું ઝનૂન મોટે ભાગે ઓસરી ગયું હતું તે આપણે જાણીએ છીએ એટલે જે રીતે હેમચંદ્રાચાર્યે સોમનાથની સ્તુતિ કરતું સ્તવન રચ્યું હતું તે જ રીતે શ્રીપાલે વેદધર્મી હોવા છતાં એનું ચોવીસ તીર્થંકરોની સ્તુતિ કરતું આ સ્તોત્ર રચ્યું હોવાનો સંભવ છે. બાકી વિજયપાલે બ્રાહ્મણધર્મ અંગીકાર કર્યો હોય એમ પણ માની શકાય એમ નથી, કારણ કે એને એ પ્રકારની ફરજ પડી હોય એવું લાગતું નથી. એટલે વિજયપાલનું કુળ પ્રથમથી જ હિંદુધર્મી હોય અને શ્રીપાલ તથા સિદ્ધપાલે જૈનધર્મીઓ સાથેના ઘનિષ્ઠ સંબંધોને કારણે જૈનધર્મ તરફ આદર અને અહોભાવ રાખ્યા હોય એમ માનવાને કારણ છે. સિદ્ઘપાલે પાટણમાં જૈન પૌષધશાળા બંધાવી હતી તેથી તેને જૈન ગણી શકાય નહિ. એમ તો મૂળરાજ અને સિદ્ધરાજ જયસિંહ જેવા રાજાઓએ પણ જૈન પ્રાસાદો બંધાવી આપ્યા હતા પરંતુ પોતે પરમ માહેશ્વર હતા.’
,૩૩
"
Jain Education International
બ્રાહ્મણધર્મીએ જૈન તીર્થંકરની સ્તુતિ રચી હોય તેવો મારા ધ્યાનમાં એક જ દાખલો છે : મહાકવિ બિલ્હણ (ઈસ્વી ૧૧મી શતીનું અંતિમ ચરણ). એમણે પાર્શ્વનાથ-અષ્ટક૪ કદાચ પોતાના પ્રશ્રયદાતા સાન્ત્મંત્રીના પરિતોષ માટે રચ્યું હોય. તેની શૈલી તેમ જ પદ્યગુમ્ફનનાં રીત-રંગ જૈન રચયિતાઓની મૌલિક રચનાઓથી જુદાં પડી જતાં હોવાનું મને લાગ્યું છે. પણ શ્રીપાલના વિષયમાં તેવું નથી. ત્યાં કવિએ ચોવીસે જિનની સ્તુતિ કર્યા બાદના પદ્યમાં સર્વ જિનની", ત્યાર બાદ જિનાગમની, અને પછી વાગીશ્વરીની સ્તુતિ ધરાવતું પદ્ય દઈ, આખરી પદ્યમાં કર્રારૂપે પોતાનું નામ પ્રગટ કર્યું છે. આ પ્રકારની ચતુર્વિધ સ્તુતિની પ્રથા બપ્પભટ્ટીસૂરિની ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રાયઃ ઈસ્વી ૮મી શતી આખરી ચરણ)થી લઈ પછીથી અનેક શ્વેતાંબર જૈન સ્તોત્રોમાં મળે છે. ઉપર્યુક્ત સ્તુતિના રચયિતા શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોત તો પ્રસ્તુત પ્રણાલીની સૂક્ષ્મ વિગતો તેમના ખ્યાલમાં હોત કે કેમ તે વસ્તુ પ્રશ્નાર્થ બની રહે છે. જૈન સ્તોત્રો સાધારણતયા તીર્થંકરોના ગુણાનુવાદ-લક્ષી જ હોય છે અને તેમાં જૈન પૌરાણિક આખ્યાયિકાઓ-ચરિતોના સંદર્ભો—અરિષ્ટનેમિ સમ્બદ્ધ કોઈ કોઈ વિરલ સ્તોત્રના અપવાદ
૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org