SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (૩) મહાનામ પંડ્યા આગળ વધતાં અવલોકે છે : “ “પ્રભાવકચરિત' કે જ્યાં શ્રીપાલનું વૃત્તાંત કંઈક વિસ્તારથી પ્રાપ્ત થાય છે ત્યાં પણ એણે કરેલી પાદપૂર્તિઓમાં એનો હિંદુધર્મ તરફનો પ્રેમ પ્રગટ થતો જણાય છે. શ્રીપાલ સાથે સ્પર્ધા કરનારા ગર્વિષ્ઠ દેવબોધે પાદપૂર્તિ માટે જે પાદો મૂક્યાં હતાં તેમાં એક પાદ આ પ્રમાણે હતું “પૌત્ર સોડા વિતામ€” કવિ શ્રીપાલે એ પાકની પૂર્તિ આ પ્રમાણે કરી છે : मूर्तिमेकां नमस्यामः शम्भोरम्भोमयीमिमाम् । अब्जोत्पन्नतया यस्याः पौत्रः सोऽपि पितामहः ॥ – vમાવવરિત “વરિત', સ્નો. ૨૨૮, પૃ. . અહીં કવિ શ્રીપાલ ભગવાન શિવનાં આઠ સ્વરૂપો પૈકી જલમયી મૂર્તિને જે ભાવથી પ્રણમે છે તે જોતાં પણ એનો હિંદુધર્મ અને શિવ તરફનો ભક્તિભાવ પ્રગટ થતો જણાય છે. આમ શ્રીપાલ બ્રાહ્મણધર્મી હોવાનો પૂરો સંભવ છે. કવિ પ્રાગ્વાટવંશનો હતો એટલા માત્રથી એને જૈન માની લેવો તે બહુ પ્રતીતિકર લાગતું નથી, કારણ કે બધા જ પ્રાગ્વાટવંશીઓએ પહેલેથી જૈનધર્મ જ અંગીકાર કર્યો હતો એવું કોઈ પણ પ્રમાણ નથી. આ પ્રાગ્વાટવંશના વણિકો જ અત્યારે પોરવાડ તરીકે ઓળખાય છે અને પોરવાડમાં જૈન અને વૈષ્ણવો બન્ને પ્રકારના વણિકો હોય છે.” ઉપરના મુદ્દાનો મહદ્ અંશે ઉત્તર પાછળ થઈ ગયેલી ચર્ચામાં આવી જાય છે. પ્રાગ્વાટ વણિકોમાં આજે તો જૈન અને વૈષ્ણવ ધર્મીઓ દેખાય છે. પણ મધ્યયુગના પ્રાગ્વાટોના જે કુડીબંધ અભિલેખો મળ્યા છે તે લગભગ બધા જૈન જ છે. (ઘણા જૈનધર્મીઓએ ૧૬મા શતકના અંતિમ ચરણના અરસામાં શ્રીમદ્ વલ્લભાચાર્યની કંઠી બાંધેલી.) જો પ્રાગ્વાટ કવિ શ્રીપાલ વૈષ્ણવ હોત તો સ્વયૂથીય હોવાને કારણે ભાગવત આચાર્ય દેવબોધે તેની જે પ્રથમ મુલાકાતે જ, તેના અંધત્વને લક્ષ્ય કરીને, કૂર ઉપહાસપૂર્વક વિડંબના કરેલી તે ન કરી હોત. એ કારણસર લાંબા સમય સુધી બન્ને વચ્ચે ચાલેલા વૈમનસ્યની પ્રભાવકચરિતમાં લંબાણપૂર્વક નોંધ લેવાયેલી છે. બીજી વાત એ છે કે સમસ્યાપૂર્તિ સંબદ્ધ જે વાતો ચરિતકારો-પ્રબંધકારો લખે છે તેને પ્રામાણિક માની લેવાની જરૂર નથી. ઘણી વાર એવી ઉક્તિઓના કર્તા જુદા જ કવિઓ હોય છે ! પ્રબંધકારો પ્રસંગોચિત ગમે તે પાત્રના મુખમાં તે ગોઠવી દે છે. ઉપર્યુક્ત ઉક્તિ શ્રીપાલ કવિની જ હોય તો પણ એની કોઈ કૃતિમાંથી, પ્રશસ્તિમાંથી (જેવી કે સહસ્ત્રલિંગતટાકની)માંથી તે લીધેલી હોઈ શકે. કવિ શ્રીપાલ વિરરિ પર મહાભાગ પંડ્યાના ખાસ વિચારો છે. યથા : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002105
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy