________________
પાદલિપ્તસૂરિ વિરચિત ‘નિર્વાણકલિકા’નો સમય અને આનુષંગિક સમસ્યાઓ
ઉપયોગ નિર્વાણકલિકાના સમય-વિનિર્ણયમાં કરી શકાય.
લભ્યમાન સાહિત્યમાં તો ‘સંગમસિંહ’ને લગતા કેવળ બે જ ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેમાં એક તો છે ચૈત્યપરિપાટી-સ્તવના કર્તા ‘સંગમમુનિ', જેમનું પૂરું નામ સિહાંત છે કે નહીં તે નિશ્ચિત રૂપે કહી શકાય તેમ નથી; સ્તવાન્તે એમણે પોતાના ગુરુ કે ગણ-ગચ્છ સંબંધમાં કોઈ જ નિર્દેશ દીધો નથી; તેમ જ સ્તવની અંદરની વસ્તુના પરીક્ષણ પરથી રચના વહેલામાં વહેલી ૧૧મી શતાબ્દીના આખરી ચરણમાં, કે (વિશેષ કરીને) કે ૧૨મી શતાબ્દીના પ્રારંભમાં મૂકી શકાય॰. એની ભાષા અને કલેવર એટલાં સાધારણ છે કે એ કોઈ વિદગ્ધ કે વિદ્વાન્ મુનિની રચના જણાતી નથી. નિર્વાણકલિકા એનાથી પ્રાચીન હોવા સંબંધમાં કોઈ શંકા રહેતી નથી. વળી આ સંગમમુનિ નિર્વાણકલિકાકારના પરમ ગુરુ હોય તો કર્તા પાલિત્તસૂરિનો સમય તો ઠેઠ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં પડે, જે માની શકાય તેવી સ્થિતિ નથી.
પણ ‘સંગમસિંહસૂરિ’ એવા પૂરા સિહાંત નામ સાથેનો સ્પષ્ટ ઉલ્લેખ અન્યત્રે યક્ષદેવ કૃત પંચશ્લોકી હરિભદ્રસૂરિ-સ્તુતિના અંતે મળે છે૪૮. પોતાને જયસિંહસૂરિના શિષ્ય તરીકે ઓળખાવતા મુનિ યક્ષદેવ પોતે સંગમસિંહસૂરિ પાસે હરિભદ્રસૂરિ (આ ઈ. સ. ૭૦૦-૭૭૦ કે ૭૮૫)ના પ્રસિદ્ધ દાર્શનિક ગ્રંથ અનેકાંતજયપતાકાનું અધ્યયન કર્યાનું તેમાં પ્રકટ કરે છે. સ્તુતિના અંત ભાગનું પદ્ય આ મુદ્દા અનુષંગે કામનું છે.
श्रीमत्सङ्गमसिंहसूरिसुकवेस्तस्याङ्घ्रिसेवापरः
शिष्य : श्रीजयसिंहसूरिविदुषस्त्रैलोक्यचूडामणेः ।
यः श्रीनागपुर प्रसिद्धसुपरस्थायी श्रुतायागतः श्लोकान् पञ्च चकार सारजडिमाऽसौ यक्षदेवो मुनिः ||५||
૯૩
:
જયસિંહસૂરિ નામધારી જૈનાચાર્યો જુદાજુદા મધ્યકાલીન શ્વેતાંબર ગચ્છોમાં ૧૧મી શતાબ્દીથી ઠીક ઠીક સંખ્યામાં મળે છે : એટલે એમના વિશે સીધેસીધી શોધ ચલાવવાથી કોઈ નિર્ણય પર આવી શકાય તેમ નથી; પણ જેમ ‘સંગમસિંહ’ નામ જૂજવું જ મળે છે તેમ ‘યક્ષદેવ’ નામવાળા મુનિ પણ પ્રાપ્ત સાહિત્યમાં એક અન્ય દાખલા સિવાય મળતા નથી. ગંભૂતા(પાટણ પાસેના ગાંભૂ)ના જિનાલયમાં શ૰ સં૰ ૮૨૬ / ઈ. સ. ૯૦૪માં શ્રાવક-પ્રતિક્રમણ-સૂત્ર (કિંવા વંદિત્તુસૂત્ર) પરની વૃત્તિ પૂરી કરનાર મુનિ પાર્થ પોતાનો પરિચય ‘સિદ્ધાંતિક (સૈદ્ધાંતિક)યક્ષદેવ'ના શિષ્ય રૂપે આપે છે; પોતાના ગચ્છ, ગણ, કે કુલ વિશે અલબત્ત કશું જણાવતા નથી. પણ “સૈદ્ધાંતિક”જેવી માનપ્રદ ઉપાધિ તો આગમોના જ્ઞાતા (અને ઘણી વાર સાથે સાથે ન્યાયાદિમાં પ્રવીણ) હોય તેવા જ્ઞાની મુનિવરો માટે જ સંભવી શકે : આ સંયોગ ધ્યાનમાં લેતાં જે યક્ષદેવ મુનિએ નાગપુરમાં સંગમસિંહસૂરિ પાસે ન્યાયવિષયક શિક્ષા લીધેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org