________________
વાદી-કવિ બપ્પભટ્ટસૂરિ
- ૭૩
राज्यं राजीमती च त्रिदशशशिमुखीगर्वसर्वंकषां यः प्रेमस्थामाऽभिरामां शिवपदरसिकः शैवक श्रीवुवूर्षुः । त्यक्त्वाच्चोद्दामधामा सजलजलधरश्यामलस्निग्धकाय
च्छायः पायादपायादुरुदुरितवनच्छेदनेमिः सुनेमिः ॥ અને
या पूर्वं विप्रपत्नी सुविहितविहितप्रौढदानप्रभावप्रोन्मीलन्युण्यपूरैरमरमहिमा शिश्रिये स्वर्गिवारम् । सा श्रीमन्नेमिनाथ प्रभुपदकमलोत्सङ्ग श्रृङ्गारभृङ्गी,
વિશ્વાઈMી વ: વેડથ્વી વિપકુપિતદસ્તાવનHI II આ સ્તુતિમાં બપ્પભટ્ટની પ્રૌઢીનાં તમામ લક્ષણો મોજૂદ છે. એ જ મૃદુ-મંજુલ ધ્વનિ સમેતના પદ્યચરણોના સંચાર, તેમાં સુરુચિપૂર્ણ અલંકારો લગાવવાની લાક્ષણિક રીત, બપ્પભટ્ટની વિશિષ્ટ ઉપમા-ઉન્મેલાઓ, એમના નિજી પસંદગીના શબ્દ-પ્રયોગો –જે અન્ય કોઈ સ્તુતિ-સ્તોત્રોમાં નજરે પડતા નથી અને તેના સારાયે ભાવાદિ સ્પષ્ટતા પ્રાશ્મધ્યકાલીન છે, અને શૈલી-વૈશિષ્ટય બપ્પભટ્ટ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. (આ સિવાય પણ સૂરીશ્વરની અન્ય રચનાઓ હશે; વિશેષ શોધખોળ અને પરીક્ષણથી તેમાંથી કોઈક ને કોઈક પ્રકાશમાં આવવાની શક્યતા છે.)
બપ્પભટ્ટની ઉત્કૃષ્ટ કાવ્યપ્રતિભા વિષયે તેમની રચનાઓમાંથી ઉપર ઉદ્ધત કરેલ પઘો સાક્ષીભૂત બની રહે છે. એમની કાવ્યશૈલી માંજુલ્યપરક, માર્દવલક્ષી, શ્રુતિમધુર, અને પ્રશાંતરસપ્રવણ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રતીહારકાલીન સંગ્રહકાર શંકુક, મહાકવિ ધનપાલ, નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિ, બૃહદ્ગચ્છીય નેમિચંદ્રસૂરિ, અમમસ્વામીચરિત્રપ્રશસ્તિકાર જિનસિંહસૂરિ, અને વિનયચંદ્રસૂરિ સરખા કાવ્યમર્મજ્ઞોએ સૂરિવર ભદ્રકીર્તિની ભારતીને અર્પેલી અંજલિએ અસ્થાને નહોતી.
પ્રભાવકચરિતકારના કહેવા પ્રમાણે આમરાજે કાન્યકુબ્બમાં સો હાથની ઊંચાઈનું અને ગોપગિરિમાં (કર્ણમાને) ૨૩ હસ્તપ્રમાણ, એમ જિન મહાવીરનાં બે મંદિરો નિર્માવેલાં. (ગોપગિરિના જિનાલયને મત્તવારણયુક્ત મંડપ હોવાનો ઉલ્લેખ પ્રભાવક ચરિતકાર કરે છે.) કનોજવાળું મંદિર તો એ નગરના મધ્યયુગમાં વારંવાર થયેલ વિનાશમાં લુપ્ત થયું છે. ગોપગિરિ પર હાલ ચારેક જેટલાં જૂનાં મંદિરો વિદ્યમાન છે, જેમાં એક જૈન મંદિર છે ખરું, પણ તે તો સાધારણ કોટીનું અને વિશેષમાં મધ્યકાળનું છે. મહાવીરનું પુરાણું મંદિર તો કાળના ગર્ભમાં વિલીન થયું જણાય છે, પરંતુ આઠમા શતકના ઉત્તરાર્ધ, તેમ જ નવમાં શતકમાં મૂકી શકાય
નિ, ઐ, ભા. ૧-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org